Dosti ke Prem.. books and stories free download online pdf in Gujarati

દોસ્તી કે પ્રેમ..

દોસ્તી કે પ્રેમ..??

'હેય.. સાંજે હું નહીં આવી શકું, તમે બંને મળી લેજો..' આજે બપોરે જમતો હતો ત્યાં '૩ idiots' ગ્રુપમાં નિર્વિકનો મેસેજ આવ્યો. હજુ ગઈ કાલે સાંજે જ તો આ ગ્રુપમાં લાંબી મંત્રણા કરી ત્રણે મિત્રોએ આજવા ગાર્ડન મળવાનું નક્કી કર્યું હતું.. આજે રવિવાર હતો અને કોલેજ પુરી થયાના ઘણા સમય પછી ત્રણેય એક સાથે ફ્રી થયા હતા એટલે મળવાનો કાર્યક્રમ ઘડ્યો. એ પછી હમણાં સવારે મારી નિર્વિક સાથે એકાદ કલાક ફોન પર પણ વાત થઇ..

'આવું શું કરે છે.! માંડ માંડ બનાવેલા પ્લાનમાં તું આમ અચાનક ચેંજ ના કર.. યાર..' નીચે જ યશ્વિનો બે ત્રણ રોતલા ઇમોજી સાથેનો મેસેજ આવ્યો..

હું કંઈ લખવા માંગતો ના હતો એટલે ટાઈપ કર્યાં વગર જ નિર્વિકના મેસેજની રાહ જોવા લાગ્યો. ઘણી વખત મને તેની ઈર્ષા થતી.. ઈર્ષા યશ્વીને લીધે જ થતી, એ કદાચ થોડા ઘણા અંશે મારા કરતા તેને સારો મિત્ર માનતી એટલે..! એમાં ખોટું પણ ના હતું, કેમ કે એ બંને નાનપણથી જ સાથે ભણતા, હું તેની સાથે માત્ર છેલ્લા સાડા ત્રણ વર્ષથી જોડાયો અને અમારી ત્રિપુટી બની ગઈ.. પછી મેં યશ્વિની વધારે નજીક જવાની કોશિશ કરી ત્યારે દોસ્તી તૂટવાનો ડર લાગ્યો એટલે તેને ના જણાવ્યું.. પાછળથી જાણ થઇ કે નિર્વિકને તો એ પહેલેથી જ પસંદ છે એટલે મેં મન માનવી લીધું... પણ ક્યારેક હું ને નિર્વિક એકલા સાથે બેસતાં ત્યારે સિક્કો ઉછળતા કે 'યશ્વિ કોને મળશે.?' ત્યારે દરવખતે હું જ 'હેડ' પાડી જીતી જતો ને એ હંમેશ કહેતો કે, 'સાલા.. મારા એક ના એક માલને તું લઇ જઈશ..' ને હું એની વાત હસી-મજાકમાં કાઢી નાખતો.. પણ કદાચ તેની ફીલિંગ એ એક જ સમજી શકતો..!

'અરે.. યશુ.. મારે એક ઇમર્જન્સી કામ આવી ગયું, ત્યાં જવું જ પડશે એટલે હું નહીં પહોંચી શકું...' નિર્વિકનો રીપ્લાય આવ્યો.

'તો આજનો પ્લાન કેંસલ નેક્સ સન્ડે મળશું..' યશ્વિ લાલ કલરના ઇમોજી સેન્ડ કરી બોલી..

'ના હવે.. મારા લીધે પ્લાન ના કેંસલ કરો.. તમે બંને મળજો ને યાર..' નિર્વિકનો મેસેજ આવ્યો.

'ના, એમ ના મજા આવે... ગ્રુપમાં એક માણસ ન હોય તો એ ગ્રુપ ગ્રુપ ના કહેવાય.. પલ્લવ તું કંઈક સમજાવ ને આને..'

યશ્વિએ વચ્ચે મારુ નામ લીધું એટલે ના છુટકે મારે કમને ટાઈપ કરવું પડ્યું કે, 'હા એલા, છેલ્લા સમયે રોન શું કાઢે છે..!! કામ તો થયા કરશે જિંદગીભર..'

'જરૂરી કામ છે, પલ્લું તું સમજ અને સમજાવ આ યશુને.. આપણે નેક્સ ટાઈમ સ્યોર ત્રણે સાથે મળશું.. પણ અત્યારે તમે બંને મારે લીધે કેંસલ ના કરો..'

હું અંદરથી ઇચ્છતો જ હતો કે એ ના આવે, એટલે મેં વધારે ફોર્સ ના કર્યો.. યશ્વિને થોડી વખત મનાવી આખરે એ પણ માની ગઈ, અને જુના પ્લાન મુજબ જ સાંજે 5:00 વાગ્યે મળવાનું ફાઇનલ કર્યું..

થોડી વાર માટે તો ખુશ થઇ ગયો કે વાહ, આજે હું યશ્વીને એકલો મળીશ, એ પણ ગાર્ડનમાં... ના સાથે નિર્વિક હશે કે ના બીજા કોઈ મિત્રો, આજથી પહેલા કારણ વગર આવી રીતે મળવાનું બહુ ઓછી વખત બન્યું, એટલે દિલ થોડું ગાર્ડન ગાર્ડન થતું હતું.. આજે યશ્વી સાથે દોસ્તી સિવાયના બીજા એક સંબંધમાં બંધાવાનું નક્કી કર્યું, એમાં દિમાગે પણ સાથ આપ્યો..!! કોઈ પાસે સાંભળેલો કે ક્યાંક વાંચેલો કિસ્સો યાદ આવ્યો અને તેમાં નાયકે જેવી રીતે આખા નાટકને ભજવ્યું હતું એવી રીતે જ ભજવવાનું નક્કી કર્યું..

લગભગ 4:30 થયા ત્યાં સુધીમાં નાહીને નવો લીધેલો શર્ટ પહેરી, નીચે જૂનું જીન્સ પહેરતો હતો ત્યાં રૂમ પાર્ટનર બબડ્યો, 'ઓયે.. આ જીન્સ તો તે કાલે પણ પહેર્યું હતું, બીજું પહેર..' ત્યારે તેને 'આ એક જ સારું પેન્ટ છે.' એવું સમજાવ્યા વગર ત્રાસી નજરે આંખ મારતા કહી દીધું કે, 'એ તને ખબર છે, પેલીને ક્યાં ખબર છે.?!' અને પછી પાંચ વાગ્યાની રાહ જોયા વગર જ મોબાઈલનું વોલપેપર બદલાવી નીકળ્યો કંઈક અલગ કરવા... સમય કરતા 20 મિનિટ પહેલા પહોંચી ગયો આજવા ગાર્ડન, મનમાં ઘણા વિચારો દોડતા હતા, શું થશે.? જે વિચાર્યું છે એ મુજબ જ હું કરી શકીશ કે નહીં.? તેના રીએક્સન કેવા હશે.? અને હું રાહ જોતો ઉભો હતો, ત્યાં મારી નજર પાર્કિંગ તરફ ગઈ તો એ પોતાનું એક્ટિવા પાર્ક કરતી હતી.. આજે દરરોજ કરતા અલગ જ લગતી હતી એવું મને લાગ્યું.. તેનું કારણ પણ મને લગભગ ખબર હતી..! એને એક્ટિવ પાર્ક કરી તરત ફોન કર્યો, 'ક્યાં છે.? પહોંચી ગયો.?'

હું કદાચ મનમાં ડરતો હતો એટલે કહ્યું કે 'ના.. રસ્તામાં છું, 5 મિનિટમાં પહોંચ્યો..' હવે પગ થોડા ધ્રુજવા લાગ્યા કે 'શું થશે.?' ડરમાં ને ડરમાં પાછું રૂમે નીકળી જવાનો પણ વિચાર આવ્યો.. દસ-પંદર મિનિટ તો એમ જ કાઢી નાખ્યા, પછી જો હોગા વો દેખા જાયેગા એમ વિચારી તેની તરફ ચાલવા લાગ્યો..

તેની પાસે જઈને મળ્યો. થોડી વાતો કરી, આજે તે વધારે ખુશ લાગતી હતી, હું તો તેની આંખમાં જોઈને જ ખોવાય ગયો હતો, શું બોલતી હતી તેના પર વધારે ધ્યાન ના હતું.. અને આજે એ ઘણું વધારે બોલતી હોય એવું લાગ્યું.. શરૂઆતમાં દોસ્તો વિશે, કંપની વિશે, પોતાના કામ વિશે બોલ્યે જતી હતી, ને હું શાંતિથી બેઠા બેઠા સાંભળતો હતો.. થોડી વાર પછી કદાચ સિચ્યુએશન અલગ હશે..

એક્ઝેટ 5:45 થયા ત્યાં જ મને ફોન આવ્યો.. ખોટા ટાઈમે.. સ્ક્રીન પર નામ વાંચી યશ્વિથી સામે જોઈ તેને અટકાવી.. અને તેનાથી થોડો દૂર જઇ ફોનમાં વાત કરી..

'હા, સ્વીટુ.. અત્યારે એક ફ્રેન્ડને મળવા આવ્યો છું એટલે કોલ ના કર્યો.. સોરી જાન.. હા રાતે વીડિયો કોલ કરું.. બાય.. લવ યુ.. મિસ યુ... મુઉઉઉઆ...' વાત પુરી કરી યશ્વિની નજીક ગયો ત્યારે તેના ચહેરા પર થોડો તણાવ દેખાયો.. કદાચ મારી વાત સાંભળી ગઈ હોઈ એવું લાગ્યું..

તરત હક્કથી તેને મને કહ્યું, 'તારો ફોન આપ..'

મેં પહેલા આનાકાની કરી, પણ એને મારુ કંઈ સાંભળ્યા વગર જ સામે હથેળી ધરી દીધી.. મેં કઈ બોલ્યા વગર જ તેના હાથમાં ફોન મૂકી દીધો..

'પાસવર્ડ ખોલ..' તે કદાચ ગુસ્સામાં હતી..

મેં પાસવર્ડ ખોલી તેના હાથમાં મુક્યો, તેની આંખ પહોળી થઇ ગઈ, તરત જ કોલ લોગ ઓપન કર્યું.. છેલ્લે આવેલા ફોન પર આંગળી ચીંધી મને કડક અવાજે પૂછ્યું, 'આ 'સ્વીટુ' કોણ છે.?'

'ફ્રેન્ડ છે.. ગર્લફ્રેન્ડ છે...' હું તોછડાતાં અવાજે બોલ્યો, જાણે ગુનો કર્યો હોય એવા ભાવ સાથે..

'કોણ છે.?' શું કરે છે.?' તેને તરત જ પૂછી લીધું..

'સ્ટડી કરે છે..' હું એટલું જ બોલ્યો ત્યાં એ રડવા જેવી થઇ ગઈ.. એટલે મેં બીજું કઈ કહ્યા વગર તેનો હાથ પકડી તેને પૂછ્યું, 'કેમ શું થયું.?'

'અરે યાર, તે મને કહ્યું પણ નહીં.. એક તરફ બેસ્ટ ફ્રેન્ડ કહે છે ને બીજી તરફ તારું આ સિક્રેટ પણ ના કહ્યું..'

'હું તને કહેવાનો જ હતો.. આજે તને બધી વાત જણાવી દેવાનો હતો..' મેં તેનો હાથ પકડી તેને આશ્વાસન આપતા કહ્યું. પણ ત્યાં સુધીમાં તો એ રડવા પણ લાગી, તેને રડતી જોઈ હું પણ રડવા જેવો થઇ ગયો.. મેં તેને નજીક લઇ પ્રેમથી પૂછ્યું, 'પણ શું થયું.? આટલું બધું કેમ રડે છે.?'

'કેમ કે હું તને પ્રેમ કરવા લાગી...'

'શું..?? ખરેખર..??'

'હા.. આજે હું તને એ જ જણાવવા અહીં આવી છું.. કાલે રાત્રે નિર્વિકને ફોન કરી મેં જ તેને અહીં આવવાની ના પાડી કે જેથી આપણે બંને એકલા મળી શકી..'

અરે આ શું થયું..?? મારાથી કંઈ ભૂલ થઇ ગઈ કે શું.? હું એક સમયે જેની નજીક જવા માંગતો એ પણ મને પ્રેમ કરે છે..' એ જાણી ખુશ થવું કે અત્યારની પરિસ્થિતિ જોઈ દુઃખી થવું.? હું શું કહું તેને.. તે મારી છાતી પરમાથું રાખી રડવા લાગી.. મારી આંખમાંથી પણ આંસુ નીકળવાની તૈયારી હતી, પણ મેં કંટ્રોલ કરી તેના માથા પર હાથ ફેરવ્યો.

એ તરત સફાળી બેઠી થઇ ગઈ, હાથથી જ આંખના આંસુ લુછવાની કોશિશ કરી એટલે આંજણ તેના ગાલ પર પ્રસરી ગઈ.. એ થોડી સ્વસ્થ થઇને મારો મોબાઈલ પાછો આપતા બોલી, 'હું જાવ છું.. બાય..'

'પણ...' હું આટલું બોલું ત્યાં એ જતી રહી.. હું ડરતો હતો કે તે બીજું કંઈ આડા અવળું પગલું ના ભરે, અને એ વાત હું તેને સમજાવું ત્યાં સુધીમાં તો એ દૂર જતી રહી..

મારે હવે શું કરવું.? તેને મનાવું.? કે સ્વીટુને ફોન કરું.? કે બીજું કઈ પગલું ભરું એ વિશે વિચારતો હતો..

પછી ગાર્ડનમાંથી બહાર નીકળી છેલ્લે આવેલા ફોનમાં કોલ-બેક કર્યો,

સામેથી અવાજ આવ્યો, 'બોલ, શું થયું.?'

'તારું કામ થઇ ગયું ભાઈ.. અડધું કામ મેં કર્યું, હવે બાકીનું અડધું કામ તો તારે કરવું પડશે..'

'રિયલી.. એ રડી હશેને..? પછી એ માની ગઈ.? એને કંઈ ડાઉટ તો ના થયોને.?'

'હા.. એ બહુ રડતી હતી.. અને ના મારા ભાઈ.. એને કઈ ડાઉટ નથી ગયો.. પણ જો હવે તે મોડું કર્યું તો સાચે જ તારા એકના એક માલને હું લઇ જઇશ..' હું થોડો હસવાની કોશિશ કરતા બોલ્યો..

'હા.. થેન્ક યુ... ભાઈ... થેન્ક યુ સો મચ...'

'ચાલ બાય.. પછી નિરાંતે વાત.. તું અત્યારે યશ્વિને કોલ કર.. અને જલ્દીથી એને ફ્રેન્ડમાંથી મારી 'ભાભી' બનાવ..'

'હા તેને કોલ કરું જ છું... અગેઇન થેન્ક યુ.. ભાઈ.. થેન્ક યુ વેરી મચ..'

'અબ રુલાયેગા ક્યાં..!!' એટલું કહી મેં ફોન મુક્યો..અને 'સ્વીટુ' નંબર એડીટ કરી 'નિર્વિક' સેવ કરું ત્યાં સુધીમાં તો મારી સ્ક્રીન પર પાણીમાં 2-3 ટીપા પડી ગયા..!!

***