Ladies Pars books and stories free download online pdf in Gujarati

લેડીઝ પર્સ

છોકરી પગથી માથા સુધી તૈયાર થાય પણ જો પર્સ સાથે ના હોય તો લાગે કે જાણે કંઈક અધૂરું છે. પર્સ એ બહુ જ અગત્યની વસ્તુ છે પર્સ વગર છોકરી ઘરની બહાર જઈ જ ના શકે કારણ કે તેમાં બહુ જ મહત્વની વસ્તુ મુકવામાં આવતી હોય છે સ્ત્રીઓ માટે પર્સની પસંદગી તેમની તેમના વ્યક્તિત્વની ચાડી ખાતુ હોય છે માટે જ ખરીદતી વખતે થોડી સાવચેતી રાખવી જરૂરી છે વળી હંમેશા પ્રસંગ અને સ્થળને ધ્યાનમાં રાખીને જ પર્સ લેવા જોઈએ પુરુષવર્ગ તો પેન્ટના ખીસામાં રૂમાલ અને મોબાઈલ મૂકીને ચાલતી પકડી લે પરંતુ મહિલાવર્ગ પછી એ કોઈ પણ ઉંમરના પડાવ પાર હોય પર્સ વગર ઘરની બહાર પગ મુકવાનું કલ્પી પણ ના શકે આ જ માંગને પહોંચી વાળવા માટે વેપારીઓએ તકનો લાભ લીધો છે અને બજારમાં બારે માસ બ્રાન્ડેડ, ઈમ્પોર્ટેડ, લોકલ, હાથ વણાટના, ચામડાના, કાપડના, સ્ટોન કુંદન હીરાજડિત લાંબા પટ્ટાના, ટૂંકા પટ્ટાના નીત નવા પર્સ આવતા જ હોય છે.

તો ચાલો આજે આપણે અગત્યની વાતો કરીએ જે તમારા પર્સ માટે બહુ જ ઉપયોગી થઇ પડશે

ઓફિસે જતી મહિલા અને કોલેજ જતી છોકરીઓ માટે એની બેગ એક હાલતું ચાલતું ઘર હોય છે રોજના વપરાશમાં આવતી ઘણી વસ્તુ બેગમાં જ પધરાવી દેવાની આદત હોય છે જે ઘણી જ ખરાબ છે જો રોજ શક્ય ના હોય તો અઠવાડિયામાં એક વાર તો બેગ સાફ કરવી જ જોઈએ. બેગના મટેરીઅલ પ્રમાણે સફાઈમાં ધ્યાન આપવું જો વોશેબલ હોય તો ધોઈ લો વોશેબલ ના હોય તો ખાલી કરીને ખંખેરીને સૂર્યપ્રકાશમાં મૂકી દો અગર શક્ય હોય તો ભીના રૂમાલ કે સ્પંજથી સાફ કરો દરેક ખાનાને અંદરથી સાફ કરો આમ કરવાથી પર્સ આખું સાફ જ નહિ થાય પણ સાથે સાથે હળવું પણ થઇ જશે. સાફ થયેલી બેગમાં ફરી વસ્તુ મુકતી વખતે સાવચેતી રાખો જેથી ના જોઈતી વસ્તુ પર્સથી દૂર રહેશે ઘણીવાર એમ લાગે છે કે એક લિપસ્ટિક જ છે ને પર્સમાં કે પછી એક બુક જ છે ને પણ આમ એક એક માં જ ઘણી ના જોઈતી વસ્તુનો ખડકલો થઇ જતો હોય છે માટે જેની જરૂર ઘરની બહાર ગયા પછી જણાતી હોય એ જ વસ્તુ પર્સમાં મુકવી જોઈએ

એક ખાલી કેરીબેગ ચોક્કસથી રાખો જેથી અચાનક તમે કઈ ખરીદો અને તે પર્સમાં ના રાખી શકતા હોવ તો કેરીબેગ ખુબ જ કામમાં આવશે.

સેનેટરી પેડ કેરીબેગમાં લપેટીને કે પછી સુંદર પાઉચમાં અવશ્યથી રાખવું જોઈએ પછી ભલે તમારી તારીખ નજીક હોય કે ના હોય કારણ કે તે તમને નહિ તો ઇમેર્જન્સીમાં તમારી આજુબાજુની મહિલાને ચોક્કસ કામમાં આવી શકશે. સેફટી પિન બેન્ડેડ પેઇનકિલર જે તમે લેતા હોવ એ પણ સાથે રાખો પરફયુમ વાપરતા હોવ તો એ પણ બેગમાં રાખી શકો છો

દરેક વ્યક્તિ રૂમાલ તો વાપરતી જ હોય છે પરંતુ પર્સમાં એક રૂમાલ હંમેશા રાખો કારણ કે ઉતાવળમાં જયારે ઘરની બહાર નીકળી જાઓ અને રૂમાલ ભૂલી જાઓ ત્યારે બેગનો રૂમાલ ખુબ જ ઉપયોગ માં આવશે

ઘરની કે સ્કૂટર ની ચાવી હંમેશા શોધવી ના પડે માટે એક ચોક્કસ ખાનામા જ મૂકી રાખો જેથી અંધારામાં પણ બેગમાં હાથ નાખીને ચાવી લઇ શકશો

બિસ્કિટ કે નાસ્તાનું પડીકું પર્સમાં ચોક્કસથી મૂકી શકો છો પણ તેને પ્લાસ્ટિકની બેગમાં વિટાળીને મુકો જેથી તમારી કિંમતી બેગ બગડે નહિ અને નાસ્તો ખાવા લાયક પણ રહશે ટિફિન માટે એવા ડબ્બા વાપરો જેનાથી શાકનો રસો બહાર ના જાય કે ઢાંકણા ઉઘડી ના જતા હોય અને વળી વજનમાં હલકા હોવા જોઈએ જેથી પર્સ હળવું જ રહે પાણીની બોટલ પણ સાથે રાખી શકો છો.

જાગરૂક જનતા નાસ્તા કર્યા પછીનો કચરો જેમ કે બિસ્કિટ કે ચોકલેટનું રેપર, કેળા કે સંતરાની છાલ. વડાપાંવ બાંધેલું અખબારનું પડીકું આજકાલ સફાઇને ધ્યાનમાં રાખીને રસ્તા પર નથી ફેંકતી અને પર્સમાં રાખે છે પણ કચરાનાં ડબ્બો દેખાય કે તરત જ તેનો નિકાલ અવશ્ય કરી દેવો જોઈએ

પર્સમાં રખાતું ક્લચ એટલે કે મનીપર્સમાં લક્ષ્મીજીનો ફોટો ચોક્કસથી રાખો, ચિલ્લર રાખો પણ એટલું નહિ કે એનો ભાર વધી જાય રૂપિયાંની નોટો વ્યવસ્થિત રાખો નકામા કે જુના બિલનો તરત જ નિકાલ કરો જુના વિઝિટિંગ કાર્ડ પણ પર્સમાંથી કાઢી નાખો અને એની માહિતી મોબાઈલ માં ફીડ કરી નાખો

આજકાલ ઘરેથી નીકળ્યા પછી લોકો મોબાઈલ માં ગીતો જ સાંભળ્યા કરે છે તેથી એરફોન વાપર્યા પછી પર્સમાં છૂટું ના મુકતા પોઉચમાં મુકશો તો એરફોનની લાઈફ વધી જશે ક્યારેય વસ્તુ ઠાંસી ઠાંસીને ના ભરો એમ કરવાથી પર્સથી ચેઇન બગડી જશે .

મની પર્સને અને મોબાઈલને હાથવગો રાખવા લોકો આગળના ખાનામાં રાખતા હોય છે જે તદ્દન ખોટું છે આમ કરવાથી ચોરી થવાની શક્યતા વધુ હોય છે મની પર્સ અને મોબાઈલ ટ્રેન કે બસમાં ચડતી વખતે પર્સની અંદર ઊંડે રાખવું અને ચેઇન બંધ કરીને ચેઇનનું મુખ તમારી પાછળ ના રાખતા આગળ રાખવું છે આમ કરવાથી ચોરી થવાની શક્યતા ઘણી જ ઓછી થઇ જાય છે

પર્સ હંમેશા મોંઘી ખરીદો કારણ કે તે ટકાઉ હોય છે સસ્તી પર્સના ચેઇન, અસ્તર ખભા બહુ જ જલ્દી તૂટી જતા હોય છે. જલ્દીથી તૂટી જતા પર્સથી તમારું રૂટિન તૂટી જશે અને નાહકની બે ત્રણ દિવસના ઓફિસે જતા વાંધો અનુભવવો પડશે.

પર્સ ખરીદતી વખતે એની ગુણવતા, દેખાવ અને તમારી જરુરીયાત ધ્યાનમાં રાખવી જોઈએ. દેખાવમાં આકર્ષક લાગતું પર્સ તમારા કામના સ્થળે યોગ્ય હોવું જોઈએ નહિ તો લોકો તમારી મજાક ઉડાડશે તો સાથે સાથે આકર્ષક પર્સની ગુણવતા એટલે કે કેટલું ટકાઉ છે તે પણ જોવું જોઈએ

ઘરે આવીને ગમે ત્યાં પર્સ ફેંકી ના દેતા યોગ્ય જગા પર મુકો આમ કરવાથી પર્સની ઉમર વધી જશે ઓફિસ કોલેજ અને લગ્ન જેવા પ્રસંગ માટે અલગ પર્સ રાખો.

શાકભાજી ક્યારેય બેગમાં ના મુકવા જોઈએ એમ કરવાથી બેગ માટીવાલી થાય છે અને તેનાથી બેગનો શેપ પણ બગડે છે

તમે ચાહો તો પર્સમાં હળવું પરફયુમ કે એરફ્રેશનેર પણ છાંટી શકો છો.

તમારી કોશિશ હંમેશા એવી હોવી જોઈએ કે જેમ બને તેમ પર્સ હંમેશા હળવું રહે આમ કરવાથી તમારા ખભાને ઘણી જ રાહત મળી રહેશે

જો તમને ગમે તો રૂપકડું અને કામકાજના સ્થળને ધ્યાનમાં લઈને પર્સની ચેઇનને કિચેન પણ લગાડી શકો છો

બધી જ વસ્તુ બેગમાં વ્યવસ્થિત મુકો જેનાથી ચાર માણસની વચ્ચે પણ બેગ ખોલતા શરમ ના આવે ચોક્કસ ખાના માં ટિફિનના ડબ્બા ચોપડી ચિલ્લર ચાવી હોવી જોઈએ રૂમાલ ડૂચો વાળીને ના મુકતા ઘડી કરીને રાખવો સારો છે આમ કરવાથી પર્સની ચેઇનને બંધ કરવામાં વાંધો નહિ આવે અને તમારો સમય પણ બચશે

આજકાલ ઓનલાઇન એપથી પણ પર્સ ખરીદી શકાય છે અને એવા સ્ટોર્સ પણ ઉપલબ્ધ છે જ્યાં પર્સ પર વોરંટી મળે છે તેમાં નક્કી કરેલા સમયગાળામાં જો પર્સને તેની શરતો પ્રમાણે હાનિ પહોંચે તો ઘરે આવીને પર્સ લઇ જાય છે અને મફતમાં રીપેર કરી આપે છે તો આવી સવલતનો લાભ લેવો જોઈએ