Vajan Ochhu karvana upaay - 2 books and stories free download online pdf in Gujarati

વજન ઓછું કરવાના ઉપાય

મિત્રો આપણે કમાઈએ છીએ સારું પહેરીયે ઓઢીયે છીએ પણ મૃત્યુ વખતે જો કઈ સાથે આવવાનું હોય તો ફક્ત અને ફક્ત એ જે આપણે આરોગ્યું હોય માટે હંમેશા સારું જમવું જોઈએ લોકો ડાયેટના નામે ભૂખ હડતાલ પર ઉતરી જાય છે જે બિલકુલ ખોટું છે નાનું બાળક હોય કે વયસ્ક વ્યક્તિ દરેક ભોજન માટે સરખા પ્રમાણમાં જ લલચાય છે ફર્ક માત્ર એટલો કે બાળકો પોતાને રોકી નથી શકતા અને આપણે શિસ્તના નામે ચૂપ રહીએ છીએ

મિત્રો આગળના અંકમાં આપણે જોયું કે વજન ઓછું કરવા કેવી રીતે મન મક્કમ કરવું.

હવે આપણે એ જોઈશું કે શું ખાવું જેનાથી વજન વધે નહિ અને પેટ પણ ભરાય અને જમણ સ્વાદિષ્ટ પણ લાગે. તો ચાલો સફર ચાલુ કરીએ

રાતનું જમણ હંમેશા હળવું લો અને બની શકે તેટલું જલ્દી ખાઈ લો રાતના ભાત ના ખાવા જોઈએ. બાફેલા શાકભાજી ખાઓ, ક્યારેક સલાડ બનાવી લો એક દિવસ કઠોળનું સલાડ બનાવી લો એટલે કે ચાર પાંચ જેટલા પણ તમને કડધાન્ય ભાવતા હોય એ પલાળીને બાફી લો તેની ચાટ બનાવીને પણ ખાઈ શકો છો તો શાક ની જેમ પણ આરોગી શકો છો કડધાન્ય ખાવાથી પેટ ભર્યાનો સંતોષ આવે છે અને તે ખુબ જ ગુણકારી પણ છે એક દિવસ સલાડ અને કડધાન્ય મિક્સ કરીને ખાઓ. ઋતુ પ્રમાણે શાકભાજીના સૂપ બનાવો. જ્યુસ પીવાનું ટાળો કારણ કે જ્યુસમાં શાકભાજી કે ફળોનો માવો ફેંકી દેવામાં આવે છે જે શરીર માટે ખુબ જ ઉપયોગી છે માટે હંમેશા સૂપ પસંદ કરો કારણ કે સૂપમાં શાકભાજીને બાફીને મિક્સીમાં કૃશ કરવામા આવે છે જેમાં કોઈ પણ પ્રકારનો માવો ફેંકવામાં આવતો નથી ટામેટા કાકડી ગાજર મૂળા કાંદા દૂધી કોબી બીટ કંદ પાલક અને મેથી કોથમીરનો છૂટથી ઉપયોગ કરવો જોઈએ જો રાતના ક્યારેક ખાસ જમણ બનાવ્યું હોય તો એક બે કોળિયા ખાઈ લો પણ વધારે નહિ સમજો કે રાતના શ્રીખંડ પુરી નક્કી કર્યા હોય તો મન મનાવવા એક બે પુરી ખાઈ લો અને શ્રીખંડ સવારના નાસ્તામાં ખાઈ શકો છો કારણ કે સવારે શરીરને ઉર્જાની જરૂર હોય છે આમ તમે મન ભાવતું ખાઈ પણ શકશો અને વજન પણ કાબુમાં રહેશે. તમને સંપૂર્ણ આહાર જ લેવાની આદત હોય અને રોટલી વગર ના જ ચાલતું હોય તો બે રોટલી લઇ શકો છો પણ યાદ રહે બે જ રોટલી. ઓછા તેલમાં શાક લો શાક વધુ લઇ શકો છો. એક વાટકો ભરીને દાળ પણ લઇ શકો છો અને હંમેશા સાથે કટોરો ભરીને સલાડ પણ લો

વજન ઓછું કરવાનો સોનેરી નિયમ એ છે કે સવારનો પહેલો નાસ્તો એક રાજાની જેમ લેવાનો એટલે કે આખા દિવસના જમણ કરતા સવારનો નાસ્તો ભારે હોવો જોઈએ અને નાસ્તો તો કરવો જ જોઈએ. મજા પડી ગઈ ને લ્યો વજન ઓછું કરવાનું નક્કી કર્યું અને તેમાં સૌ પ્રથમ જ પેટ ભરીને જમવાનું !! હા ચાલો જોઈએ કે નાસ્તામાં શું ખાવું જોઈએ જેથી તમારો વજન વધે પણ નહિ અને પેટ પણ ભરાય જાય. તમે બે નાના કેળા કે એક મોટું કેળું ખાઈ શકો છો એક દિવસ નાસ્તામાં પૌવા ખાઈ શકો છો એક દિવસ ઉપમા લો નાસ્તામાં તમે જલેબી કે ગુલાબ જાંબુ પણ આરોગી શકો છો કારણ કે નાસ્તો કર્યા પછી નોકરીયાત વર્ગ કામ માટે નીકળી જતો હોવાથી લીધેલી કેલોરી ઉર્જામાં રૂપાંતરિત કરી દેશે જયારે ઘરે રહેનારા ઘરકામ કરીને કેલોરી બાળી શકે છે એક વાત યાદ રહે ભારે નાસ્તો સાડા આઠ નવ વાગ્યા સુધીમાં લઇ લેવો

બપોરના જમવામાં બહુ ઓછી કેલોરીની જરૂર હોય છે માટે બે રોટલી શાક અને સલાડ બસ છે

અતિરિક્ત બાર વાગે કે ચાર પાંચ વાગે કઈ ખાવાની ઈચ્છા થાય તો ફળો ખાઈ શકો છો અને સૂકો મેવો શેકેલા શીંગ ચણા પણ લઇ શકો છો

ક્યારેક ગળ્યું ખાવાનું મન થયા ત્યારે ઓછા અને શુદ્ધ ઘી માં ગોળ નાખીને જમવાનું બનાવવું ખાંડનો ઉપયોગ નહિવત કરવો જેમ કે ગળ્યું ખાવાનું મન થાય તો ગુલાબ જાંબુ બનાવ કરતા ઘઉંના શીરામાં ગોળ નાખીને ખાવો વધુ સારો છે (ગોળ હંમેશા દેશી લેવો જે દેખાવમાં સહેજ કાળાશ પડતો હોય છે બરફી ગોળ લેવો નહિ તે શરીર માટે ગુણકારી નથી હોતો ) ગોળ હંમેશા દેશી લેવો જે દેખાવમાં સહેજ કાળાશ પડતો હોય છે બરફી ગોળ લેવો નહિ તે શરીર માટે ગુણકારી નથી હોતો આમ કરવાથી સાકરની ચરબી તમારાથી દૂર રહેશે ચોકલૅટ ખાવાનું મન થાય તો સુખડી બનાવીને મન મનાવી લેવું આઈસક્રીમ ખાવાનું મન થાય તો સપ્રમાણ દહીંમાં મધ નાખી વલોવી લો તેની ઉપર ફળોની ચીરી મૂકીને ફ્રીઝરમાં મૂકી દો જામી જાય એટલે સૂકો મેવાથી ગાર્નિશ કરીને ખાઈ લો આઈસક્રીમ જેવો ટેસ્ટ આવશે અને વણજોઈતી કેલોરી શરીરથી દૂર રહેશે

રસોઈમાં હંમેશા ચોખ્ખા ઘી નો ઉપયોગ કરો કારણ કે તેલ ગમે તેટલું સારી બ્રાન્ડનું હોય સ્વાસ્થ્ય માટે ખરાબ જ છે સાકર ચોખા મેંદાનો ઉપયોગ બને એટલો ઓછો કરો

ચટર પટર ખાવાનું મન થાય તો સેવ મમરા ખાઓ દહીં ખાઓ ખાખરા ખાઓ મસાલા છાસ પીઓ ઠંડા પીણાં તો બિલકુલ ના પીઓ

મિત્રો સાથે ફરવા જાઓ ત્યારે ડાએટના નામે મોં ફુલાવી બેસી રહેશો તો ફરવાંની મજા મરી જશે અને જો મિત્રોનું મન રાખવા ખાઈ લેશો તો ડાયેટ તૂટી જશે માટે પોતાની માટે એક ડીશ ના મંગાવવી પણ મિત્રોની થાળીમાંથી એક બે કોળિયા ખાઈ લો જેમ કે ચાર પાંચ મિત્રો ફરવા ગયા હોવ અને બધા પાવભાજી પીઝા ઈડલી એવું કઈ મંગાવે એમ તમારે કઈ લેવું નહિ પણ બધાની ડીશમાંથી એક બે કોળિયા લઇ લેવા. આમ કરવાથી તમારું મન પણ સંતોષાશે તમારા શરીરમાં ઘણી બધી કેલોરી જતા બચશે અને શરમાવાનું નહિ દોસ્તો છે તમારા ડાએટમાં ચોક્કસ સાથ આપશે લગ્ન પ્રસંગ કે કોઈ જમણવારમાં જવાનું થાય તો પહેલા સ્ટાર્ટરમાં સલાડ ખાઈ લો જેથી સારી વાનગી અકરાંતિયાની જેમ ખાવા ના મંડો વળી થાળી ભરતી વખતે પોતાને કંટ્રોલમાં રાખો કટલેસ હોય તો એક પીસ લેવી બટેટું વડું હોય તો એ પણ એક જ લેવું મીઠાઈનું ચકતું પણ એક જ લેવું જમ્યા પછી આઈસ્ક્રીમ અને છાસ એમ બંને પીરસતા હોય તો છાસ પર પસંદગી ઉતારવી અને સાંજે એકદમ હળવું ભોજન લેવું આમ કરવાથી ખાધાનો સંતોષ મળશે અને તમારું ડાએટ પણ નહિ તૂટે

લારી પરથી ખાવાનું મન થાય તો ભજીયા ને એવું તેલ વાળું ખાવા કરતા ફરસાણ વગરની ભેળ ખાવી ગૃહિણીઓને બહુ મન થતું હોય ખાવાનું તો જાત જાતની રસોઈ બનાવી ઘરવાળાને જમાડવી કારણ કે ઘણી વાર સુગંધ માત્રથી ધરાઈ જતા હોઈએ છે

તમે ગમે તેટલું કડક ડાયેટ કરતા હોવ અઠવાડિયામાં એક વાર તો મન ભાવતું ખાવાનું ખાઈ જ લેવાનું.

ખાસ મહત્વની વાત કે સોળ વર્ષ સુધીના બાળકોએ ડાયેટના ચક્કરમાં પડવું નહિ માતા પિતાએ પણ પોતાના સ્થૂળ બાળક માટે સોળ વર્ષ સુધી ચિંતા કરવી નહિ કારણ કે આ ઉમરમાં જ તેનો બરાબર વિકાસ થાય છે માટે તેમનો જેવો ખોરાક હોય તે ચાલુ રાખવો ડાયેટના નામે ફક્ત એક તકેદારી રાખવી કે બહારનું કોઈ પણ જાતનું ખાવાનું આપવું નહિ.

તો મિત્રો ચાલો ચાલુ કરીયે ઝુંબેશ વજન ઓછા કરવાની અને તે પણ જાતજાતની અને ભાતભાતની વાનગીઓ ખાઈને !!!

નોંધ : અહીં આપેલી વિગત એક સ્વસ્થ વ્યક્તિ માટે છે જેમને મધુ પ્રમેહ અથવા હાઈ કે લો બીપી હોય કે થૉરૉઇડ હોય તેમને લાગુ પડતી નથી.

***