Facebook Foram - 4 books and stories free download online pdf in Gujarati

ફેસબુકની ફોરમ - ભાગ - ૪

ફેસબુકની ફોરમ

[ભાગ – ૪]

બધી નાની નાની વાતોને એકબીજા એવી રીતે પુછતાં હતાં જાણે - પાત્રોની પસંદગી કરવાની હોય!. ફોરમ મેસેજ લખે છે આદિત્યને, જેનાથી આદિ સ્તબ્ધ બની જાય છે. "પહેલાં તો તમે મને 'તું' કહી શકો છો અને બીજી વાત હું એફ.બી. બંધ કરું છું - બાય". પછી સીધું જ તેમનું એકાઉન્ટ ઓફલાઈન. બે દિવસ પછી ફરી ફોરમનો મેસેજ આવે છે - "કાંઈ જ વાત ન હતી. બસ, એમ જ મેસેન્જર બંધ કર્યું હતું". ફોરમે આદિત્યને વાત વાતમાં એક પ્રશ્ન પુછ્યો : "હું દેખાવમાં કેવી લાગતી હશું?" એવી ધણી પ્રશ્નોતરીની રમત ચાલી. અંતે ફોરમે આદિત્યની સરપ્રાઈઝ ખુલ્લી કરી નાખી. ફોરમનો ફોટો ડાઉનલોડ થયો કે આદિ "ઓહોહોહો!!!"

ક્રમશ:

ફોટો આવ્યો અને ત્રણવાર મોટી સાઈઝ કરી આદિત્યએ જોયો. મેસેજ લખ્યો,

"ઓહોહોહો...ખુબ સરસ છે ફોટો"

ફોરમને જવાબમાં આનંદ ન આવ્યો - "બસ, આટલું જ!"

"અરે! એકદમ સરસ છે"

ફોરમે ફરી એવો પ્રશ્ન પુછ્યો જાણે આદિત્યની બાજુમાં બેસીને રોમાન્સની પળમાં હોય...

"તમને મારો ફોટો જ સારો લાગ્યો એમ ને! - હું નહીં?"

"અરે! સ્વીટુ એવું નથી. સાચું કહું છું - તું ખુબ જ ખુબસુરત છો" - આદિત્યે મનની સાચી બાતમી આપી દીધી

"એ તો હું બચપનથી જ છું" - ફોરમે મજાક કરી લીધી મેસેજથી

આદિત્યને એક વાત મગજમાં બહું ભમતી હતી. જેનાથી ફોરમ પર ધણાં પ્રશ્નો ઊઠી શકે તેમ હતા. એ વિચારમાં આદિત્યે મેસેજમાં વાત કરતો અટકી ગયો.

"ઓઓઑ હેલ્લો!! ક્યાં ખોવાઈ ગ્યા?"

આદિત્યએ બે મિનિટનાં વિરામ બાદ જવાબ આપ્યો : "ક્યાંય નહીં અહીં જ છું. વિચાર કરું છું"

"શું વિચારો છો?" - ફોરમે વાતમાં પોતાની હાજરી આપી

"ફોરમ વિશે મતલબ કે તારા વિશે?"

"હેહેહે!!...મારા વિશે? એવું બધું શું વિચારો છો મારું?" - આશ્ચર્ય થયું ફોરમને

આદિત્યે જવાબ આપ્યો - " તારો ફોટો જોયો તો મને લાગ્યું કે, તારો પહેરવેશ પણ હિન્દું જેવો છે - સરનેમ "ગોસ્વામી" છે. ઊપરથી તું કહે છે કે, મુસ્લીમ છું. આમાં શું સમજવું એ ખબર નથી પડતી?"

ફોરમે પહેલાં હસતો કાર્ટુન મોકલ્યો પછી સ્પષ્ટ જવાબ આપ્યો –

"અમે ગુજરાતી જ બોલીએ છીએ. પહેલેથી ગુજરાતમાં જ વસ્યા છીએ અને અમારી ધરની બધી રીતભાત હિન્દું જેવી જ છે. પપ્પાનાં મિત્રો લાંબા સમયથી ગોસ્વામી કહીને બોલાવતાં ત્યારથી અમારું ફેમેલી એ જ નામથી જાણીતું છે. આ ગોસ્વામી નામ ત્યારનું ચાલ્યું આવે છે કે, ત્યારે મારો જન્મ પણ ન હતો"

"અચ્છા એવું છે એમને..."

ફોરમે ખાત્રી કરી - "હા, એવું છે. હવે સમજાણું કે કાંઈ તકલીફ?"

"ના - હવે સમજાય ગ્યું. તકલીફ એક છે કે આપણાં બંનેનાં સીટી અલગ છે તો મળી ન શકીએ"

રમુજ જવાબ આપી દીધો આદિત્યને - "લ્યો..!! બસ સાવ આવી તકલીફ"

"હા"

ફોરમે ફરી લખ્યું...,

"અરે! આદિત્ય આપણે ચોક્કસ મળીશું...હું તને સ્પેશ્યલ મળવા આવીશ બસસસસસ...!"

"વાહ...હવે બરોબર" - આદિ રાજી થઈ ગયો.



અહીંથી આદિત્યની મગજમાં અલગ દુનિયા ચાલું થઈ ગઈ અને એ વ્યક્તિની નજીક જવાની પુરેપુરી કોશિષ.

આદિત્યએ નવરા પડી અચાનક મેસેજ કરી દીધો,

"આઈ લાઈક યુ"

"હેહેહે!!!...શું?" - એકદમ જલ્દીથી ફોરમનો રીપ્લાય આવ્યો

"એમ કે, આદિત્ય તમને પસંદ કરે છે"

"હહકકકનનન...બહું સારું લ્યો! - હું છું જ એવી તો કરે જ ને!"

આદિત્યએ સામે પુછ્યું - "તમારી પરિસ્થિતિ?"

ફોરમનો જવાબ સીધો જ મળી ગયો...,

"હું પણ તમને પસંદ કરું છું. તમે મારા બેસ્ટમાં બેસ્ટ એટલે કે બેસ્ટમમમ બેસ્ટ"

સ્માઈલી કાર્ટુનથી એ વાત ત્યાં અટકી ગઈ, પણ અહીંથી વાયરો ચડ્યો હતો આદિત્યનાં દિલમાં. ફોરમનો ફોટો એટલો ખુબસુરત લાગતો હતો કે, મન હી મન ચાહત થઈ ગઈ. એ પહેલાં આદિત્યએ એ મોબાઈલમાં આવેલ ફોટોને દિલ પર લગાવેલ હતો ઊપરથી બીજી સાચી વાતમાં એ જ ફોટાં ને દુનિયાથી છુપાઈ મોબાઈલ સ્ક્રીન પર ઝુમ કરીને અનેક વાર એકાંતમાં હોઠથી હોઠનું રસવંતુ ચુંબન આપ્યું હતું.

સામે આદિત્યે તેમનાં બે ફોટાં ફોરમને મેસેન્જરમાં મોકલ્યાં,

"જુઓ - આ મારા ફોટો"

"ઓકે"

થોડીવાર પછી ફોરમનો મેસેજ આવ્યો તેમણે આદિત્યનાં ફોટાનું જીણવટથી નિરીક્ષણ કરી લીધું હતું,

"ઓહહહ...મિ. આદિત્ય - તમે મારા કરતાં પણ ખુબસુરત છો"

"ખોટું ન બોલો" - આદિને વિશ્વાસ ન આવ્યો

"હા, સાચું તમે મસ્ત છો"

બસ, અહીંથી મેસેજમાં જ બંને વચ્ચેનું અંતર ધટી ગયું. ફોરમ અને આદિત્ય એકબીજાને પસંદ કરવાં લાગ્યાં. કોઈનાં મેસેજ વગર ચાલે પણ આદિત્યની સ્ક્રીનમાં જો ફોરમનો મેસેજ ન દેખાઈ તો જિંદગીમાં નારાજગી જેવું લાગી આવે. બંને વચ્ચે એ જ બન્યું, જેમાં બે યુવાનો ઢાળમાં ઢળાઈ જાય છે. બંને એકબીજાને પ્રેમ કરવાં લાગે છે. બાકી હતું તો એટલું જ મેસેજથી સામસામે પ્રેમની રજુઆત કરવાની. કેમ કે, રાતનાં ગુડનાઈટનાં મેસેજમાં "આઈ મીસ યુ" અને "આઈ લાઈક યુ" સુધી તો વાત પહોંચી ગઈ હતી. એમાં ફરી જવાબમાં સામસામેથી "સેમ ટુ યુ" લખેલ આવતું હતું.



આમ જ દોર ચાલે છે હજું પંદર દિવસ વધુ. આદિત્ય અને ફોરમ બંનેમાંથી કોઈ "આઈ લવ યુ" કહે એ પહેલાં જ આદિત્યનું દિલ થંભી ગયું. મગજ ચકરાવો લેવાં લાગ્યું. એમાં ખુદને સંભાળવું મુશ્કેલ બની ગયું. જાતને કેમ મનાવવી કે કેમ સમજી જવું?

એ વાતમાં બન્યું હતું એવું કે, શનિવાર હતો એ દિવસે અને મજાકનાં મુડમાં સાથે આનંદીત સ્વભાવ. આદિત્ય શનિવારને દુનિયાનો સૌથી આનંદ આપનાર દિવસ ગણે છે. બીજા દિવસે થતો રવિવાર અને રજાનો દિવસ - આરામનો દિવસ. એ જ શનિવારની રાત વહેલું સુઈ જવાની ચિંતા નથી, નથી પપ્પા કે મમ્મીનો સુઈ જવાનો સાદ. બસ, બંને દિલને એકબીજા સાથે મેસેજથી મનભરીને વાતો કરવાનો મોકો. એ દિવસ જ આદિત્ય માટે હચમચાવનારો નીવડ્યો.

રોજની જેમ આજે આદિત્યએ શનિવારની રાતે જમ્યા બાદ નવરો પડી ફોરમને મેસેન્જરમાં મેસેજ લખ્યો કે તરત જ મેસેન્જરમાં લખેલ આવ્યું,

"યુ કાન્ટ સેન્ડ અ મેસેજ" તેનું ગુજરાતી અનુવાદ એવું થાય - કે તમે મેસેજ નહીં મોકલી શકો"

એ લખેલ આવવાનું કારણ હતું, ફોરમે આદિત્યનું ફેસબુક આઇ.ડી. બ્લોક કરી નાખ્યું હતું. આવું કેમ કર્યું? શું બન્યું? એનો જવાબ ખુદ આદિત્ય પાસે પણ ન હતો.

આ જ વાતનો જવાબ આખી રાત મોબાઈલનાં મેસેન્જરની સ્ક્રીનમાં આદિત્યની આંખો શોધતી રહી. ક્યારે ફોરમ અનબ્લોક કરે અને ક્યારે ખબર પડે કે શું થયું? મન હજું તો "આઈ લવ યુ" કહેવાનું વિચારે એ પહેલાં જ દિલ તુટી ગયું. અત્યાર સુધીનાં મેસેન્જરમાં આપેલાં સમયની કોઈ કિંમત ન રહી અને સંબંધોનું અંત: પુર્ણવિરામ જેવું બન્યું.

એ રાતની થાકેલી આંખોમાં આજ ખારા દરિયાનાં ઝળઝળીયાની લાગણીઓ છે. એમ જ વહેલી સવાર થતાં ઊંધ આવી ગઈ આદિત્યને.



સવારનો શુભારંભ સારો થયો. સવારે ઈન્ટરનેટનાં બધાં મેસેજ જોયાં અને ખુશ થઈ જવાયું. આખરે ફોરમનો મેસેજ આવેલ હતો એ એફ.બી.નાં નોટીફીકેશનમાં તેમણે જોયું. મેસેન્જર ઓપન કર્યું અને મેસેજે તો હલબલાવી નાખ્યો...

ફોરમે લખેલ હતું, બહું જ ટુંકા શબ્દોમાં લાંબો એવો સાર...,

"તમે મને મેસેજ ન કરતાં. મારા બોયફ્રેન્ડનૉ ગઈકાલે ફોન આવ્યો હતો. અમારા બંને વચ્ચેની બધી જ ગેરસમજ દુર થઈ ગઈ છે. - આઈ લવ રોહન - આઈ લવ રોહન - આઈ લવ રોહન - બાય "

આટલો મેસેજ વાંચ્યો અને આદિનાં આંખનાં રોકાયેલ - દબાયેલ આંસુ ટપકી પડ્યાં અને મેસેન્જર ડીલીટ કરી નાખ્યું. એ પહેલાં જ ફોરમે ફરી આદિત્યનાં આઈ.ડી. પર છેલ્લો મેસેજ આપી બ્લોક કરી નાખ્યું.

"આઈ લવ યુ" કહેવાનો વિચાર બદલાવવો કે અહીં સુધીનાં મેસેજનાં સંબંધનો આભાર માનવો એ ન સમજાણું. ન એવો સમય રહ્યો. ફક્ત શુન્ય માફક એનાં મેસેજની કિંમત અને માન મનોમન ધવાઈ ગયું. ત્યારથી "આઈ લવ યુ" શબ્દ આદિત્યની જિંદગીની ચોપડીઓનાં પન્નામાં નથી અથવા તો જ્યારે એ શબ્દ સંભળાય છે ત્યારે ફરી વિશ્વાસ તૂટશે જ એવી જાહેરાત મનમાં છપાઈ જાય છે.

સમાપ્ત...

● ફેસબુકની ફોરમનાં કુલ ભાગ ૧ થી ૪ છે. એ તમને કેવાં લાગ્યાં? કમેન્ટમાં જરૂરથી જણાવજો. વાંચકોનાં મંતવ્યને જરૂરથી ધ્યાનમાં લઈશ.

Author - રવિ ગોહેલ