Backfoot Panch - 11 books and stories free download online pdf in Gujarati

બેકફૂટ પંચ-11

બેકફૂટ પંચ-૧૧

(આગળ ના પ્રકરણ માં આપે વાંચ્યું કે આદિત્ય વર્મા ભારતીય ક્રિકેટ નો સીતારો બની ગયો હતો. પોતાની મા ની માનસિક સ્થિતિ થી પરેશાન આદિત્ય માઈન્ડ ફ્રેશ કરવા લંડન આવે છે જ્યાં સત્યા અને ચીના નામ ના બે કુખ્યાત આતંકવાદી ઓ દ્વારા એનો પીછો ચાલુ હોય છે ત્યારે એક ઘટના ના લીધે આદિત્ય ને જેલ માં જવું પડે છે જ્યાં એના જામીન કોઈ અજાણી વ્યક્તિ કરાવી જાય છે. આદિત્ય પોતાનું ખોવાયેલું પાકીટ આપવા આવેલ લિસા ના પ્રેમ માં પડે છે. બંને પરસ્પર પ્રેમ નો સ્વીકાર કરે છે. આતંક-એ-ઇન્ડિયા ના લોકો આદિત્ય પર નજર રાખી બેઠા હોય છે અને સમય આવતા લિસા નું કિડનેપ કરી લે છે. કોઈ અજાણ્યા નમ્બર પર થી આવેલા કોલ થી આદિત્ય ને એ વિશે ની માહિતી મળે છે..... હવે આગળ... )

આદિત્ય પોતાની કાર ને શક્ય એટલી વધુ ઝડપે હંકારી પોતાના રૂમ માં પાછો ફરે છે.. રૂમ માં પ્રવેશીને આદિત્ય સીધો જ પોતાના બેડરૂમ માં આવીને લેપટોપ ચાલુ કરી પલંગ પર બેસે છે.. જેવો પલંગ પર બેસવા જાય છે એવું એનું ધ્યાન પલંગ પર રાખેલા એક કવર માં પડે છે.. કવર માં હાથ નાખતા ની સાથે એમાં થી એક વીંટી નીકળે છે... આ એજ વીંટી હતી જે આદિત્ય એ લિસા ને પ્રપોઝ કરતી વખતે આપી હતી....!!!

"ઓહ માય ગોડ.. લિસા ની વીંટી ... ૧૦૦% લિસા કોઈ મોટી મુસીબત માં ફસાઈ ગઈ છે... "આદિત્ય સ્વગત બબડયો.. તરત જ એને પોતાની જાત ને થોડી સાંભળી અને તાત્કાલિક મેઈલ આઈડી ખોલ્યું અને મેઈલ ટાઈપ કર્યો .. એટલા માં એના ફોન ની રિંગ વાગી...

"હેલ્લો mr. આદિત્ય મળી ગઈ સાબિતી... ?? વધુ સાબિતી જોઈતી હોય તો વીંટી જે આંગળી ઉપર હતી એ આંગળી પણ મોકલવું... "ફોન પર ધમકી ભર્યો સ્વર સંભળાયો...

અત્યારે આદિત્ય એટલા ગુસ્સા માં હતો કે ધમકી આપવા વાળી એ વ્યક્તિ સામે હોય તો એનું કાસળ જ કાઢી નાખે પણ આ સમયે એ ગુસ્સા ને પી ગયો અને બોલ્યો.. "હા મને તમારી વાત પર સંપૂર્ણ વિશ્વાસ આવી ગયો છે... પણ પેહલા એ તો જણાવો તમને લિસા ના બદલા માં શું જોઈએ ???

"ઉતાવળ ના કર સમય આવે અમે અમારી માંગણી તારી સમક્ષ ચોક્કસ રાખીશું... પણ ત્યાં સુધી તું પોલીસ નો કોઈ સંપર્ક ના કરતો.. લિસા ના ઘરે કોઈ છે નહીં તો એના આમ ગાયબ થવાથી કોઈને કંઈપણ ફરક નહિ પડે.. અત્યાર માટે બાય", આટલું કહી ફોન કપાઈ ગયો..

સામે મળેલી ધમકી આપનાર કોઈ સ્ત્રી જ હતી જેનો અવાજ એને પહેલા ક્યાંક સાંભળેલો હતો.. એ છોકરી એકલી તો આ બધું કરે નહીં... કેમકે લિસા ને અપહરણ કરી ક્યાંક લઈ જવી.. મારા પર ધ્યાન રાખવું અને આ હોટેલ ની સિક્યુરિટી તોડી ને મારા રૂમ સુધી આવવું એ કોઈ સામાન્ય લોકો નું કામ નથી... ઓહ માય ગોડ... આદિત્ય મનોમન બબડયો અને તરત જ એને ઉભો થઇ પોતાના રૂમનો દરવાજો બરાબર બંધ છે કે નહીં એ ચેક કર્યું.. બારી ના પડદા બંધ કર્યા... અને રૂમ માં બધે તપાસ કરી કે કોઈ કેમેરો કે રેકોર્ડર તો છુપાયેલું નથી ને...

આ બધું કર્યા બાદ એને થોડી રાહત થઈ એનું મગજ અત્યારે વિચારે ચડી ગયું હતું અને એના મગજ માં અત્યારે ભારત સરકાર ની ગુપ્તચર સંસ્થા માંથી આવેલા મેઈલ ની ગંભીરતા સમજાઈ... થોડા દિવસ પહેલા આદિત્ય ને એક મેઈલ આવ્યો હતો કે એના પર એક આતંકવાદી સંગઠન ની નજર છે, તો થોડું ધ્યાન રાખવું, પણ એને અહીં બધું ok છે એવો મેઈલ કરી દીધો અને એ વાત ને મજાક માં લીધી જે એના માટે ભૂલ સાબિત થઈ ગઈ...

"શું ગુરુજી એ મારા જોડે શું થવાનું છે એ જાણી લીધું હશે.. એટલે જ એ એટલી ચિંતા માં હતા.. મારા લીધે લિસા મોટા સંકટ માં મુકાઈ ગઈ.. અને હું કંઈ કરી પણ નથી શકતો.. "મન માં વિચારતા વિચારતા આદિત્ય એ પોતાના હાથ ને ટેબલ પર જોર થી પછાડ્યો..

આગળ કંઈક તો કરવું જ પડશે.. પણ શું??? ટોની ને કોલ કરું?? એ શું કરી શકશે??? પણ એને નહીં કહું તો એને ખોટું લાગશે... હા ટોની ને અહીં બોલાવી લઉં પછી એને બધી જાણ કરું.. આટલું વિચારતા વિચારતા આદિત્ય એ ટોની ને કોલ કર્યો..

"હેલ્લો ટોની... તું જલ્દી હોટલ માં આવીને મને મળ"આદિત્ય એ એક શ્વાસ માં કહી દીધું..

"પણ ભાઈ તું આટલો ટેંશન માં કેમ છે... એનિથિંગ સિરિયસ??"ટોની એ પૂછ્યું..

"તું અહીં આવ હું તને બધું જણાવું છું" આદિત્ય બોલ્યો..

"સારું હું ૩૦-૪૦ મિનિટ માં પહોંચું"ટોની બોલ્યો..

આદિત્ય નું મગજ અત્યારે દિશા શૂન્ય અવસ્થા માં હતું... હજુ કાને એ ધમકીભર્યો અવાજ સંભળાતો હતો... કોઈક તો ઓળખીતું હતું... પણ કોણ???વિચારી વિચારી ને આદિત્ય થાકી ગયો.. આખરે એને ફ્રીજ માંથી બિયર ની બોટલ કાઢી અને ગ્લાસ માં બિયર કાઢી એકજ ઘૂંટ માં પી ગયો...

""ટક ટક... "બારણે થયેલા નોક નોક ના અવાજે આદિત્ય ના વિચારો ને લગામ આપી... એને તરત ઉભા થઇ બારણું ખોલ્યું.. તો સામે ટોની હતો...

ટોની ના અંદર આવતા ની સાથે આદિત્ય એને ગળે વળગી ગયો... અને લિસા લિસા એવું બોલતા રડવા લાગ્યો..

"શું થયું લિસા ને... અને ભાઈ તે ડ્રિન્ક કરી છે???તું પેહલા બેસ અને મને પેહલા બધું જણાવ.. "ટોની એ આદિત્ય ના ખભે હાથ મૂકી સોફા પર બેસાડતા કહ્યું..

આદિત્ય એ ૨ મિનિટ સુધી શાંત રહ્યા બાદ પોતાની જાત ને સંભાળી અને આદિત્ય ને રજેરજ ની માહિતી આપી દીધી.. કેવી રીતે ગુપ્તચર સંસ્થા નો કોલ આવ્યો હતો અને કેવી રીતે લિસા નું અપહરણ થયું..

"આદિત્ય એ લોકો એ કંઈ માંગણી કરી નથી એટલે આપણે એમના બીજા કોલ ની રાહ જોવી જ રહી.. એકવાર એ લોકો શું માંગણી કરે એની ખબર પડે તો એ લોકો વિશે થોડી માહિતી મળે... એ પેહલા તું એક કામ કર.... તે ટાઈપ કરેલો મેઈલ ઇન્ટેલિજન્સ બ્યુરો ની ઓફીસ માં મેઈલ કરી આ વિશે જાણ કર.. "

ટોની ના આવ્યા પછી આદિત્ય ને થોડી રાહત થઈ હતી.. એને લેપટોપમાં ટાઈપ કરેલ મેઈલ ઇન્ટેલિજન્સ બ્યુરો ની ઓફીસ માં સેન્ડ કરી દીધો... અને પછી બંને જણા અપહરણ કર્તા ના કોલ ની રાહ જોઈ બેસી રહ્યા..

***

આતંક એ ઇન્ડિયા ના લોકોના મનમાં પેહલા તો આદિત્ય ને કિડનેપ કરી પોતાના નાપાક મનસૂબા પુરા કરવાની મેલી મુરાદ હતી.. પણ આદિત્ય ની પાસે એ લોકો બીજું કંઇક પણ કરાવવા માંગતા હતા જે આદિત્ય કોઇ કાળે ના જ કરે પણ લિસાના આદિત્ય ની જિંદગી માં આવ્યા પછી આદિત્ય જોડે એમનું કામ કેમ કઢાવવું એ હવે ખૂબ સરળ હતું... એ માટે એમને લિસા નું કિડનેપ કેમ કરવું એ માટે નો પરફેક્ટ પ્લાન તૈયાર કરી રાખ્યો હતો.. અને એને અંજામ પણ આપ્યો...

લિસાને આદિત્ય જ્યાંથી પિક કરતો એ જગ્યા એમને જોઈ લીધું હતી... આદિત્ય જેવો પ્રેક્ટિસ કરી કાર લઈ પાછો આવીને રૂમ માં ગયો એવો જ એમનો પ્લાન ચાલુ થઈ ગયો...

જે મુજબ ચીના એ આદિત્ય ની કાર ના પાછળ ના ટાયર માં પંચર કરી દીધું.. જેથી આદિત્ય ને પહોંચતા વાર થાય.. આ બાજુ લિસા નિયત સમયે આવીને નક્કી કરેલ જગ્યા એ ઉભી હતી.. લિસા પર ધ્યાન રાખી રૂબી, કાદિર, સત્યા, મોઇન અને સલીમ ઉભા હતા.. લિસા પર કોઈક નો કોલ આવ્યો એટલે એમને ખબર પડી ગઈ કે આદિત્ય એ લિસા ને કોલ કર્યો.. અને એ સમયે આદિત્ય નો પીછો કરતા ચીના એ પણ સલીમ ને કોલ કરી જણાવી દીધું કે આદિત્ય ની ગાડી રસ્તા માં ઉભી કરી એ નીચે ઉતર્યો અને કોઈક ને કોલ કર્યો.. ચીના એ એનું કામ બખૂબી નિભાવ્યું હતું.. હવે વારો હતો સત્યા નો...

લિસા એ જેવો ફોન પોતાના પર્સ માં મુકવા પર્સ હાથ માં લીધો એ સમયે સત્યા એ ચીલ ઝડપે પર્સ આંચકી ને દોટ મૂકી.. અને એમની ધારણા મુજબ લિસા એની પાછળ પડી.. આગળ જતાં સત્યા એ એક નાની ગલી માં ટર્ન લીધો લિસા એની પાછળ પાછળ દોરવાઈ.. ગલી ના બીજા છેડે પહોંચ્યા પેહલા સત્યા એ જાણી જોઈ પર્સ નીચે ફેંકી દીધું અને ભાગી નીકળ્યો..

લિસા એ તરત જ પોતાની જાત ને અટકાવી અને પર્સ લેવા માટે નીચે નમી.. લિસા ના અત્યારે શ્વાસોશ્વાસ ચડી ગયા હતા અને એ અત્યારે બેધ્યાન હતી.. જેવી એ પર્સ લઈ ઉભી થવા ગઈ એવોજ કાદિર આવ્યો અને લિસા ના મોં પર ક્લોરોફોમ વાળો રૂમાલ રાખી એને બેહોશ કરી દીધી... તરત જ એક કાર આવી ને ઉભી રહી જેમાંથી સલીમ નીચે ઉતર્યો અને કાદિર સાથે મળી એને લિસા ને કાર ની પાછલી સીટ પર નાખી.. અને મોઇને તરત જ ફૂલ સ્પીડ માં કાર હંકારી મૂકી.. અત્યારે સત્યા પણ કાર માં મોઇન ની જોડે આગળ બેઠો હતો... અને પાછળ ની બાજુ સલીમ અને કાદિર ની વચ્ચે હતી બેશુધ્ધ અવસ્થા માં લિસા.. સલીમે તાત્કાલિક લિસા નો ફોન સ્વીચઓફ કરી દીધો.. અને રસ્તા માં ફેંકી દીધો...

રૂબી હજુ પણ લિસા જ્યાં ઉભી હતી ત્યાં અંધ વ્યક્તિ નો વેશ ધારણ કરી ઉભી હતી.. એને કાન માં બહુ કારીગરી વાપરી માઇક્રોફોન લગાવેલો હતો.. જે એના ફોન જોડે કનેક્ટ હતો.. હોટલ પર થી જ્યારે કાર પસાર થઈ ત્યારે મોઇને કાર સાઈડ માં પાર્ક કરી અને નીચે ઉતર્યો.. અત્યારે એના હાથ માં કાદિરે લિસા ના હાથ માંથી કાઢેલી વીંટી હતી.. મોઇન ના ગયા બાદ સત્યા ડ્રાઈવર સીટ માં આવ્યો અને કાર ને એમના અડ્ડા પર લાવવા ભગાવી મૂકી..

પછીતો આપને સૌને ખબર છે એ મુજબ આદિત્ય ના પહોંચતા ની સાથે લિસા નું ના મળવું અને બધે શોધખોળ કરવું એ બધું જોયા પછી રૂબી એ આદિત્ય ને કોલ કરીને ધમકી આપી. આદિત્ય ના ત્યાંથી નીકળ્યા બાદ આદિત્ય નો બરાબર પીછો કરતા ચીના એ કાર ને રૂબી જોડે ઉભી રાખી.. એટલે રૂબી એમાં બેસી ગઈ અને એમને કાર ને લેન્ડમાર્ક હોટલ તરફ ચલાવી મૂકી...

આ બાજુ મોઇને પોતાનું કામ બહુ સિફતપૂર્વક કર્યું હતું.. લોન્ડરી બોય જોડે આદિત્ય ના રૂમ માં વીંટી મુકાવી એ ફટાફટ બહાર નીકળી ગયો.. રસ્તા માં આદિત્ય એને સામે પણ મળ્યો... આદિત્ય ની નજર મોઇન પર પડી... પણ એને ક્યાં ખબર હતી હકીકત માં મોઇન કોણ છે??

મોઇન હોટલ ની બહાર મેઈન રોડ પર આવ્યો ત્યાં ૫ મિનિટ માં તો ચીના કાર લઈને પહોંચ્યો અને એ એમાં બેસી ગયો અને કાર નીકળી ગઈ મોઇન ના વેમ્બલી સ્થિત ઘર ની તરફ.. જ્યાં સલીમ, સત્યા અને કાદિર એમની રાહ જોતા ક્યારનાય પહોંચી ગયા હતા..

અત્યારે લિસા ને ભોંયરા માં રાખવામાં આવી હતી.. એ સવાર સુધી ભાન માં નહોતી આવવાની એ વાત તો નક્કી હતી.. રૂબી એ ત્યાં પહોંચ્યા પછી સૌને અભિનંદન આપ્યા અને દરેક ના કામ ના વખાણ પણ કર્યા.. ત્યારબાદ લિસા એ પાછો આદિત્ય ને કોલ કરી ને પ્લાન મુજબ ધમકી પણ આપી દીધી..

રૂબી એ પોતાના બોસ ને કોલ કરી એમની સઘળી પ્લાનિંગ ની વિગતો વિસે અને અત્યાર સુધી ના કામ વિશે જણાવી દીધું.. રૂબી ની વાત સાંભળી એમનો બોસ અત્યારે ખૂબ આનંદિત હતો એ એના અવાજ માં સ્પષ્ટ હતું..

હવે આગળ શું કરવું એ નક્કી કર્યા બાદ સૌ પોતપોતાની રીતે કામ માં લાગી ગયા...

***

આ તરફ આદિત્ય ના કરેલા મેઈલ ના લીધે ઇન્ટેલિજન્સ બ્યુરો ની I. T ની ટીમ તરત હરકત માં આવી ગઈ.. I. T ડિપાર્ટમેન્ટ માં હેડ વિનય મિત્રા એ આવેલો મેઈલ તાત્કાલિક ATF ની ટીમ ને ફોરવર્ડ કર્યો અને કોલ કરી સૂર્યવીર સિંહ ને પણ જાણ કરી... મેઈલ માં આદિત્ય એ લખ્યું હતું કે"સર, મારા જીવ ને કોઈ ખતરો છે એવો તમારો મેઈલ આવ્યો હતો... તમારી વાત ત્યારે મને ગંભીર નહોતી લાગી પણ આજે જે બન્યું એના લીધે મને તમારી વાત પર વિશ્વાસ બેસી ગયો.. મારો અજાણ્યા લોકો દ્વારા પીછો થઈ રહ્યો છે અને એ લોકો એ મારી પ્રેમિકા નું કિડનેપ કરી લીધું છે.. એમને શું જોઈએ છે એ કીધું નથી પણ એ કોઈ મોટી માંગણી કરશે એવું લાગી રહ્યું છે.. એમનો કોલ આવશે એટલે હું તમને જાણ કરીશ... આદિત્ય... "

ATF ચીફ મેજર સૂર્યવીર સિંહ ને એમના ખુફિયા સૂત્રો દ્વારા પેહલા જ માહિતી મળી ગઈ હતી કે આતંક એ ઇન્ડિયા ના લોકો આદિત્ય ને મધ્ય માં રાખી કોઈ પ્લાન ઘડી રહ્યા છે... એટલે એમના જ કહેવાથી ઇન્ટેલિજન્સ બ્યુરો માંથી આદિત્ય ને સાવચેતી નો મેઈલ કરવામાં આવ્યો હતો.. અત્યારે આવેલા આદિત્ય ના મેઈલ થી એમને પોતાને મળેલી માહિતી સાચી છે એ બાબતે વિશ્વાસ બેસી ગયો... !!!

લિસા નું અપહરણ થયે ૨ કલાક જેટલો સમય વીતી ગયો હતો.. એટલે લંડન માં અત્યારે ૯ વાગવા આવ્યા હતા... જ્યારે મેજર પર વિનય મિત્રા નો કોલ આવ્યો ત્યારે એ પોતાના મકાન માં શાંતિથી સુતા હતા... ઘડિયાળ માં ૩ વાગવામાં થોડો સમય બાકી હતો... ફોન જેવો પત્યો એટલે એ પથારી માં થી ઉભા થઇ ગયા.. અને કોમ્પ્યુટર ઓન કરી આદિત્ય એ મોકલાવેલો મેઈલ જોઈ લીધો... !!આદિત્ય નો મેઈલ જોઈ એ મનોમન હસ્યા અને બોલ્યા... "હાથે કરી એ લોકો એ સાપ ના કરંડિયા માં હાથ મૂકી દીધો છે... આતંક એ ઇન્ડિયા ના બાકી વધેલા લોકો સુધી પહોંચવાની એમની ઈચ્છા હવે પુરી થવાની હતી.. !!!

તાત્કાલિક એમને ઉભા થઇ પોતાના ડ્રોવર માંથી સિગાર કાઢી અને એના કસ ખેંચતા ખેંચતા ખુરશી માં લંબાવ્યું.. એમને બીજા હાથ માં પોતાનો મોબાઈલ લઈ લંડન કોઈ વ્યક્તિ ને કોલ કર્યો..

"શું ચાલે છે ત્યાં... કોઈ ખબર... ???

"સાહેબ અત્યાર સુધી તો બધું ઠીક હતું પણ આજ સાંજ થી કંઈક ગડબડ થઈ હોય એવું લાગે છે... "સામેથી અવાજ આવ્યો..

"શું ગડબડ થઈ એ ડિટેઇલ માં જણાવો"સૂર્યવીર સિંહ નો રુવાબભેર અવાજ સંભળાયો..

"આજે સાંજે આદિ પ્રેક્ટિસ કરી પોતાના રૂમ પર આવ્યો ત્યાં સુધી બધું ઓલરાઇટ હતું.. પણ જેવો એ પોતાના રૂમ માંથી નીકળ્યો એવી બધી પ્રોબ્લેમ ચાલુ થઈ"સામે થી જવાબ આવ્યો..

"કેવી પ્રોબ્લેમ... આદિત્ય ને તો કંઈ થયું નથી ને.. કેમકે આદિત્ય દેશ નું ઘરેણું કહેવાય.. આપણા દેશ ને ગૌરવ ની ઘણી ક્ષણો એને આપેલી છે.. એના પર સંકટ છે એ માહિતી આપણા સુધી પહોંચી પણ આપણે વડાપ્રધાન કે રાષ્ટ્રપતિ ને જાણ સુધ્ધાં કરી નથી... જો આદિત્ય ને કંઈક થઈ જાય તો આ દેશ ના લોકો ના આપણે ગુનેગાર કેહવાયીએ.. "મેજર થોડા ચિંતાતુર સ્વર માં બોલ્યા..

"સર મને બધી ખબર છે .. આદિત્ય ની જિંદગી હવે કેટલી કિંમતી છે.. માટેજ હું એની સાથે ડગલે ને પગલે હોઉં છું... આજે સાંજે પણ હું એના જોડે જ હતો.. એની કાર નો સેફ ડિસ્ટન્સ રાખી પીછો કરી રહ્યો હતો.. ત્યાં આદિત્ય ની કાર ને પંચર પડ્યું અને મારે પણ સાઈડ માં કાર પાર્ક કરી ઉભું રહેવું પડયું... !!ફોન પર ડિટેઇલ અપાઈ રહી હતી..

"પછી શું થયું... ???"મેજરે સવાલ કર્યો..

"પછી આદિત્ય જેવો કાર ને રિપેર કરી રોજ લિસા ને મળવા જતો હતો ત્યાં પહોંચ્યો.. પણ લિસા ત્યાં હાજર નહોતી.. આદિત્ય એ ખૂબ શોધખોળ કરી પણ લિસા નો ક્યાંય પત્તો ના લાગ્યો.. આદિત્ય નિરાશ થઈને કાર ની જોડે ઉભો હતો.. એને મોબાઈલ પર થી લિસા નો કોલ પણ કર્યા પણ બધું વ્યર્થ.. "

"ત્યારબાદ શું થયુ હતું??"મેજરે બેચેની પૂર્વક પૂછ્યું..

"સર ત્યારબાદ આદિત્ય ના મોબાઈલ પર કોલ આવ્યો જેમાં વાત કર્યા પછી વારંવાર એના ચહેરા ના ભાવ બદલાતા હતા.. મારો અંગત અભિપ્રાય છે કે લિસા નું કોઈએ કિડનેપ કર્યું.. અને સામે પક્ષે લિસા નું કિડનેપ કરનારા લોકો નો જ કોલ હશે એવું મારું અનુમાન છે.. આદિત્ય ત્યાંથી તાત્કાલિક પોતાના રૂમ તરફ પાછો વળ્યો અને હું પણ એની પાછળ પાછળ નીકળ્યો..

"પછી?"મેજરે પૂછ્યું.. મેજરે લિસા માં કિડનેપ ની વાત પોતાને ખબર છે એ કહ્યું નહોતું..

"જ્યારે હું આદિત્ય ના પાછળ પાછળ જતો હતો ત્યારે મેં એક કાર જોઈ.. એ કાર જ્યારે આદિત્ય હોટલ માંથી નીકળ્યો ત્યારે પણ જોઈ હતી અને અત્યારે પણ જોઈ.. એ સમયે તો મને અજુગતું ના લાગ્યું પણ જ્યારે આદિત્ય ના હોટલ માં આવ્યા પછી.. હોટલ માંથી નીકળેલો એક માણસ એ કાર માંજ બેસી ને ગયો એટલે મને કાંઈક ગડબડ જરૂર લાગી.. "

"તે એ કાર નો નમ્બર નોંધ્યો કે નહીં.. ?સખ્ત અવાજ માં મેજરે પૂછ્યું..

"હા સર મેં નમ્બર નોંધી લીધો છે અને એના મલિક વિશેની ફૂલ ડિટેઇલ કાલે મળી જશે.. "સામે થી આત્મવિશ્વાસ થી તરબતર અવાજ સંભળાયો...

"ધેટ્સ માય બોય... ગુડ જોબ એજન્ટ. બ્લુ.. "મેજરે વખાણ ના સુર માં કહ્યું..

"ઇટ્સ માય પ્લેઝર સર.. હું અત્યારે હોટલ લેન્ડમાર્ક માંજ છું.. અત્યારે આદિત્ય નો મિત્ર ટોની એના રૂમ માં ગયો છે..

મેજરે ફોન પર આદિત્ય ની ગર્લફ્રેંફ નું અપહરણ થયું છે એની માહિતી આપી ત્યારે એજન્ટ બ્લુ ને આશ્ર્ચર્ય તો ના જ થયું.. પણ એમની ટીમ ને મળેલી માહિતી સાચી હતી એ વાત નો વિશ્વાસ જરૂર બેઠો..

"એજન્ટ બ્લુ.. હું તમને પછી કોલ કરીશ.. તમે તમારું કામ આ રીતે જ આગળ વધારો.. જય હિન્દ.. "

"જય હિન્દ"આટલું કહી કોલ કટ થઈ ગયો..

હજુ સવાર પડતા માં વાર હતી.. પણ મેજર સૂર્યવીર સિંહ ના જીવ ને સહેજ પણ ધરપત નહોતી.. સિગાર ખતમ કર્યા બાદ એમને વિચારો માં ઘોડા પુરજોશ માં દોડાવી મુક્યા.. વિચારતા વિચારતા એમની આંખો ત્યાંજ બંધ થઈ ગયું... સવારે ૫:૩૦ વાગે એલાર્મ વાગતા એમની આંખો ખુલી તો પોતે ત્યાંજ ખુરશી માં ૨ કલાક જેટલું સુઈ ગયા હતા એની ખબર પડી... !!

આ એમનો રોજ નો નિત્યક્રમ હતો આ ઉંમરે પણ તેઓ સૂર્યોદય પેહલા ઉઠી જતા.. ૭ વાગ્યા સુધી કસરત કરતા અને નિયત ક્રમ પતાવી ૮ વાગે તો ઘરે થી ઓફીસ જવા નીકળી જતા.. પણ આજે એમને કસરત નો વિચાર માંડી વાળ્યો.. !!કેમકે આદિત્ય નો આવેલો મેઈલ એમને વહેલી તકે ઓફીસ પહોંચવા નું સૂચન કરી રહ્યો હતો.. ફટાફટ નિત્યક્રમ પતાવી .. નાસ્તો કરી ૭ વાગે તો ઓફીસ પહોંચી ગયા હતા... ઘરે થી નીકળતા પેહલા એમને 3-4 વ્યક્તિઓને કોલ કરી જલ્દી ATF ની ઓફિસ આવવાનું કહી દીધું હતું.. !!!

મેજરનું વહેલું થયેલું આગમન એ કાંઈક સંકટ ની નિશાની હતી એ વાત ની ત્યાં હાજર બધા સ્ટાફ ને ખબર હતી.. રાત્રી પર હાજર દરેક સ્ટાફ અત્યારે હરકત માં આવી ગયો હતો.. આમતો દિવસે હાજર રહેતો સ્ટાફ ૯ વાગે આવતો ત્યારે એ બધા ત્યાંથી નીકળી જતા પણ આજે એમને મેજર ને જોયા એટલે મોડે સુધી રોકાવાનું મનોમન વિચારી લીધું હતું.. આમ પણ ATF માં મોટાભાગ ના સ્ટાફ અને ઓફિસર નું સિલેકશન મેજર સૂર્યવીર સિંહ દ્વારા કરવામાં આવ્યું હતું.. ભારત સરકાર તરફથી એમને પુરેપુરી છૂટછાટ હતી એમની મરજી મુજબ નું કરવાનું.. અને એમની પ્રામાણિકતા, દેશપ્રેમ અને ફરજ નિષ્ઠા પર કોઈને પણ લેશમાત્ર શંકા નહોતી.. ATF દ્વારા આતંકવાદી વિરુદ્ધ ના જેટલા પણ ઓપરેશન હાથ ધરાયા હતા એનો સંપૂર્ણ યશ ATF ની સમગ્ર ટીમ ને આપવો પડે એમ હતો.. !!!

"ગુડ મોર્નિંગ સર"મેજર સૂર્યવીર ની એન્ટ્રી ની સાથે જ બધા એ પોતાના સ્થાન પર થી ઉભા થઇ માન પૂર્વક કહ્યું..

"વેરી ગુડ મોર્નિંગ... ટુ ઓલ ઓફ યુ"મેજરે કહ્યું..

"સર, આજે કોઈ ખાસ કારણ જલ્દી આવવાનું... ??"ACP ગણેશે પૂછ્યું.. ગણેશ 29-30 વરસ નો તરવરાટ ધરાવતો તામિલનાડુ ના ચેન્નાઇ ખાતે નો ACP હતો.. જેના ભારત શ્રીલંકા ના વચ્ચે ચાલતા સ્મગલિંગ ને રોકવાના પ્રયાસો ને ધ્યાન માં લઇ મેજર સૂર્યવીર સિંહ એ એનું પોસ્ટિંગ ભારત સરકાર જોડે વાત કરી ATF માં કરાવ્યું હતું.. અને મેજર ની આશા પર ગણેશ અત્યાર સુધી ખરો ઉતર્યો હતો.. રાત્રે એ ATF ની સમગ્ર ઓફીસ માં ઇન્ચાર્જ રહેતો..

"હા... ગણેશ એકદમ અગત્ય ની માહિતી પ્રાપ્ત થઈ છે... તું એક કામ કર ડેવિડ, મીરા, અને સતપાલ ને તાત્કાલિક મારા રૂમ માં મોકલ.. લેડી ઓફિસર ગુંજન, કબીર અને નિગમ અત્યારે રસ્તા માં હશે થોડા સમય માં એ પણ આવી જશે.. અને તું પછી આપણી IT ની ટીમ જોડે થી આતંક એ ઇન્ડિયા ના દરેક સભ્યો ની ફોટો સાથે ની ડિટેઇલ લેતો આવ.. ૮ વાગ્યા પેહલા મારે બધા વ્યક્તિઓ મારા રૂમ માં જોઈએ.. ઈટ્સ ઓર્ડર.. !!!"મેજર ફટાફટ આદેશ આપી પોતાના રૂમ માં ચાલ્યા ગયા..

મેજર સૂર્યવીર સિંહ ના ગયા બાદ દરેક કર્મચારી ફટાફટ હરકત માં આવી ગયા.. થોડી વાર માં તો ગુંજન મલ્હોત્રા, નિગમ, અને સતપાલ સિંઘ પણ ફરજ પર આવી પહોંચ્યા.. એમના આવતા ની સાથે ગણેશ અને બીજા સભ્યો મેજર ની ઓફીસ માં પહોંચ્યા.. !!

અંદર પ્રવેશેલા દરેક ઓફિસર ને મેજરે સ્થાન ગ્રહણ કરવા કહ્યું ... બધા ના બેસી ગયા પછી મેજર સાહેબ ઉભા થયા અને બોલવાનું શરૂ કર્યું..

"ઓફિસર... આપણ ને એમ હતું કે આતંક એ ઇન્ડિયા ના બચેલા આતંકવાદી ઓ અત્યારે નિષ્ક્રિય છે અને એમના કમાન્ડર યાકુબ પઠાણ અને વલીખાન ના પકડાયા પછી એ બીજો કોઈ પ્લાન નહિ બનાવે.. પણ થોડા સમય પહેલા મળેલી માહિતી મુજબ ઇન્ડિયન ટીમ ના મુખ્ય બેટ્સમેન આદિત્ય વર્મા ની પ્રેમિકા નું લંડન ખાતે કિડનેપ થઈ ગયું છે .. અને પહેલા મળેલી ખુફિયા જાણકારી મુજબ આ બધા માં આતંક એ ઇન્ડિયા નો હાથ છે..

"ઓહ માય ગોડ... એનો મતલબ એ લોકો અત્યારે કોઈ મોટા પ્લાનિંગ માં છે.. તો સર આગળ ની કાર્યવાહી માટે શું કરીશું"? લેડી ઓફિસર ગુંજન મલ્હોત્રા એ સવાલ કર્યો..

"ઓફિસર ગુંજન.. એ માટેજ તમને અહીં બોલાવ્યા છે.. મેં હાઇકમાન્ડ જોડે વાત કરી ને તમારા અને ગણેશ ના લંડન જવાની બધી પ્રોસેસ પતાવી દીધી છે.. બીજા ઓફિસર માટે અહીં ખાસ કામ છે... સતપાલ અને નિગમ તમારા પર તિહાર જેલ માં કેદ યાકુબ પઠાણ અને વલીખાન ની દેખરેખ ની સંપૂર્ણ જવાબદારી તમારી.. ઓફિસર મીરા તમે આ બધા વચ્ચે સેતુ નું કામ કરશો... એની ડાઉટ... "મેજર સૂર્યવીર સિંહ એ પોતાની વાત પૂર્ણ કરી.. !!

"નો સર.. "બધા એ એક અવાજ માં કહ્યું..

"મારે અને ગણેશે ક્યારે નીકળવાનું રહેશે?"ઓફિસર ગુંજને પૂછ્યું..

"સાંજે ૫ વાગે એરપોર્ટ ઉપર પહોંચી જજો.. ત્યાં એરપોર્ટ ઓફિસર સક્સેના તમને બીજું બધું સમજાવી દેશે.. ઓપરેશન માટે નો બીજો સમાન સક્સેના જોડે થી મળી રહેશે.. આદિત્ય જે હોટલ માં છે એ હોટલ માં જ તમારો ઉતારો છે. ખોટા નામ થી તમારા માટે રૂમ બૂક થયા હશે જેની માહિતી સક્સેના આપી દેશે... આ ઓપરેશન માટે ગુંજન અને ગણેશ તમારા નામ અનુક્રમે એજન્ટ ઓરેન્જ અને એજન્ટ રેડ રહેશે... અને આ ઓપરેશન નું નામ હશે.. "ઓપરેશન લાસ્ટ બોલ"... !!!

"Ok સર.. "ગણેશે કહ્યું..

"હવે ગુંજન સિવાય ના બીજા ઓફિસર જઇ શકે છે"મેજરે કહ્યું..

બધા ના બહાર ગયા પછી મેજર સૂર્યવીર સિંહ એ ગુંજન ને થોડા ફોટોગ્રાફ્સ આપ્યા અને અમુક ડિટેઇલ પણ આપી.. ગુંજન મલ્હોત્રા સૌથી સિનિયર ઓફિસર હતી ATF ની.. ૨ સંતાનો ની માતા અને એક જવાબદાર ગૃહિણી હોવા છતાં દેશપ્રેમ એમની રગોરગ માં છલકાતો હતો.. ૬ ફુટ જેવી હાઈટ અને મજબૂત બાંધો ગુંજન મલ્હોત્રા ને કોઈ પુરુષ સમોવડી બનાવવા માટે કાફી હતો.. એકવાર એક ડ્રગ માફિયા ને ગુંજન મલ્હોત્રા ના હાથ ના માર નો એવો પરચો મળ્યો હતો કે બિચારા ને ૬ મહિના પથારીવશ રેહવું પડ્યું હતું.. વલીખાન જેના નામ થી પૂરું ભારત ધ્રુજતું એ આતંક એ ઇન્ડિયા ના ચીફ કમાન્ડર ને દિલધડક બોટ ચેઝ માં ગુજને અરબ સાગર માં થી પકડી ને પોતાના નામ નો રીતસર નો ડંકો વગાડી દીધો હતો.. !!!

ગુંજન અને ગણેશ ના ઓફીસ માંથી બહાર નીકળ્યા પછી મેજરે એજન્ટ બ્લુ ને કોલ લગાવી બધી માહિતી આપી દીધી.. ફોન કાપ્યા પછી સિગાર નો કશ ખેંચતા ખેંચતા મેજર શાંત મુદ્રા માં વિચારમગ્ન હતા.. એવું નહોતું કે એમને અત્યારે કોઈ ચિંતા નહોતી પણ પોતાના ઓફિસર પર એમને પૂરતો ભરોસો હતો.. !!!!

નિયત કરેલા સમયે ગુંજન અને ગણેશ એરપોર્ટ પર આવી પહોંચ્યા જ્યાં સક્સેના એમની ખાતીરદારી માં હાજર જ હતા.. અત્યારે ગણેશ અને ગુંજન બંને કોઈ કોર્પોરેટ કમ્પની ના અધિકારી હોય એવા પહેરવેશ માં હતા. એમાં પણ ગણેશ તો નકલી નમ્બર ના ચશ્માં અને ફોર્મલ કપડામાં અદ્દલ એવો જ લાગતો જેવા માર્કેટિંગ ફિલ્ડ ના લોકો હોય.. સક્સેના એ એમને ફ્લાઇટ ની ટિકિટ અને એને કહેવામાં આવેલી અન્ય માહિતી આપી ને રવાના કર્યા.. !!!

ગુંજન અને ગણેશ જ્યારે લંડન ના હિથ્રો એરપોર્ટ પર પહોંચ્યા ત્યારે એમના માટે આ સફર જિંદગી અને મોત ની સફર બની રહેવાની એતો નક્કી જ હતું.. તો પણ બંને ઓફિસર બેફિકર હતા કેમકે જેના દિલ માં દેશ દાઝ હોય એને ડર કઈ વાત નો હોય.. ??? અહીં ઉતરતા જ લંડન ના લોકલ ઓફિસરે એમને સાવચેતી પૂર્વક એક એક રિવોલ્વર ની સગવડ કરી આપી હતી.. !!

પાર્કિંગ માં આવી ને એમને નજર દોડાવી કોઈ લેવા આવ્યું છે કે નહીં... કેમકે હોટલ લેન્ડમાર્ક ના નિયમ પ્રમાણે કોઈક તો એમને પિકઅપ કરવા આવ્યું જ હશે.. થોડીવાર થઈ ત્યાં એક વ્યક્તિ એમના નામ નું બોર્ડ લઈને ઉભેલી દેખાઈ.. એ વ્યક્તિ કોઈ સરદારજી ના પેહરવેશ માં હતી .. ગણેશ અને ગુંજન એની ગાડી પાસે ગયા અને સક્સેના ના કહ્યા પ્રમાણે ના ખોટા નામ આપી કાર માં બેસી ગયા... !!!

કાર થોડી આગળ વધી એટલે ગણેશે પૂછ્યું... પાજી તમારું નામ શું છે???

"મારુ નામ જસવિંદર ખૂરાના.. અહીં લંડન માં જેસ.. "સરદારજી એ કહ્યું.. આ એજ સરદાર જી હતા જે આદિત્ય ને પિક અપ કરવા આવ્યા હતા..

"સરસ... અહીં ના લોકો માટે અહીં જેવું નામ.. "ગુંજને કહ્યું..

"હા મેડમ એ તો એવું જ હોય ને... બાકી તમારા બંને ના સાચા નામ પણ બહુ સરસ છે તો આ ખોટા નામે રોકવાની શું જરૂર હતી.. "જેસે કહ્યું..

જેસ ના કહેલા શબ્દો અત્યારે જાણે બૉમ્બ નું કામ કરી ગયા.. કેમકે ATF ના મોસ્ટ સિક્રેટ મિશન વિશે ની માહિતી લીક થઈ ગઈ એ જ નવાઈ ની વાત હતી.. ગણેશ એ પોતાનો હાથ પોતાની રિવોલ્વર પર રાખ્યો અને ધીરેથી રિવોલ્વર ને બહાર કાઢી અને સરદારજી ના માથા પર રાખી અને કાર રોકવા કહ્યું...

"અરે ગણેશ આવા રમકડાં થી કોને ડરાવે છે.. ??આવું કહી જોર થી અટ્ટહાસ્ય કરતા કરતા કાર ને વધુ સ્પીડે ભગાવી મૂકી..

એનું હાસ્ય અત્યારે બિહામણું લાગી રહ્યું હતું.. લંડન ની સડક પર જો બંદૂક ની ગોળી નો અવાજ સંભળાય કે ઝપાઝપી કરવામાં આવે તો મોટો બખારો થાય અને એક મોટી ન્યુઝ બની જાય જે ATF ના ઑપરેશન માટે ખતરારૂપ હતું એટલે અત્યારે ગુંજન અને ગણેશ કંઈપણ કરી શકવા અસમર્થ હતા..

આદિત્ય ની મદદે આવેલા ઓફિસરો ની હાલત પણ અત્યારે દયનીય બની રહી હતી.. એક પછી એક મુશ્કેલી માં ઘેરાતો આદિત્ય કેવી રીતે આ બધી પ્રોબ્લેમ માંથી બહાર નીકળશે, એની માંની માનસિક સ્થિતિ અને લિસા નું શું થશે એ જાણવા આવતા મંગળવારે વાંચો બેકફૂટ પંચ નો નવો ભાગ... આ નોવેલ અંગે નો આપનો અભિપ્રાય મારા whatsup નમ્બર 8733097096 પર જણાવી શકો છો..

-જતીન. આર. પટેલ