Shant Neer - 2 books and stories free download online pdf in Gujarati

શાંત નીર - 2

શાંત નીર

ભરૂચ સ્ટેશન આવાના થોડા સમય પેહલા ટ્રેન ધીમી થઇ ગઈ. અને બાકી ના મુસાફર પોતાનો સમાન ઉચકવા લાગ્યા અને સાથે હું પણ મારી સાથે લાવેલું બેગ પોતાના ખભા પર ઉંચકી લીધું. સ્ટેશન આવવાને થોડો ટાઈમ હતો તેમ છતાં પાછળ થી ધક્કા વાગી રહ્યા હતા અને હું પોતાના શાંત સ્વભાવને લીધે શાંતિ થી ઉભો રહ્યો હતો.

પેલી બાજુ એ બેગ વળી છોકરી જાણે મને બાય કહી રહી હોય અને થૅન્ક્સ બોલી રહી હોય એમ જોઈ રહી હતી. હું પણ નાનું સ્મિત આપી ને આગળ ચાલવા લાગ્યો.

"એ તારું બેગ ઉઠાય ને ઉતારવું છે." એક ભાઈ થોડા ગુસ્સ્સે થઇ ને સમાન ઉંચકી રહેલા બીજા ભાઈને બોલ્યા. "હા... ભાઈ !!!! થોડી શાંતિ રાખો સ્ટેશન હજુ નથી આવ્યું." એ ભાઈ બોલ્યા. થોડીક મિનિટ માં સ્ટેશન આવી ગયું અને બધા ઉતરવા માટે ધક્કા-મુક્કી કરી રહ્યા હતા. સાથે સ્ટેશન થી ચડવા વાળા પણ બૂમો પડી રહ્યા હતા કે "જલ્દી ઉતરો બીજા ને પણ ચડવું હોય છે..."

હું આ ભીડ માંથી કેમનો ઉતાર્યો છું મને જ ખબર છે. અરે પાછળ થી ધક્કા મારે..બોલો એવું તો કઈ કરતુ હોય વળી!!!

નીચે ઉતારી ને શાંતિ થી બેસવા માટે ની જગ્યા શોધી રહ્યો હતો. અને છેવટે એક ઓટલો મળ્યો જ્યાં કોઈ બેઠું નહતું અને બાજુ માં અમુલ પાર્લર હતું. એટલે ત્યાં જઈને મારુ બેગ બાજુમાં મૂક્યું ને બેઠો.

એટલી વાર માં પેલી ભરી બેગ વળી છોકરી ને સ્ટેસનથી દાદરા ચડતા જોઈ અને તે બહાર જઈ હતી. ખુબ ઝડપ થી ચાલી રહી હતી એ મને લાગ્યું કે એને કઈ સમાચાર મળ્યા હશે એટલે જલ્દી ચાલી રહી હતી.

હું જ્યાં બેઠો હતો ત્યાં એક ઉમરવાળા કાકા મારી બાજુમાં આવી ને બેઠા અને એમના ટાઇમના ગીતો સાંભળી રહ્યા હતા.. મારો નોકરી જવા ને હજુ ઘણો ટાઇમ કારણ કે વડોદરા થી ભરૂચ અવવા માટે ઓછી ટ્રેન હોય છે એટલે હું ઘરે થી જલ્દી નીકળું છુ ભરૂચ આવવા માટે.મારી પાસે મોબાઈલ માં નવા સંગીત સંભાળવા માં હેન્ડસ્ફ્રી હતી એટલે મારા મનપસંદ ગીતો ચાલુ કરી ને સંભાળવા લાગ્યો અને થોડી વાર આંખો બંધ કરી ને ૫ મિનીટનો પાવરનેપ લીધો.

થોડા ટાઇમબાદ મારા મોબાઈલમાં અલાર્મ વાગ્યું અને હું બસ સ્ટોપ પર જવા નીકળ્યો.સ્ટેશન થી બહાર નીકળ્યો તો જોયું કે બધા રીક્ષાવાળા ને અલગ-અલગ જગ્યા એ જવા માટે મુસાફરોને બુમો પાડીરહ્યા હતા. મારે શ્રાવણ ચાર રસ્તા એ જવાનું હતું એટલે હું જલ્દીથી એક રીક્ષામાં બેસી ગયો અને બીજા મુસાફર આવવા ની રાહ જોઈ રહ્યો હતો.

“ચાલો ભાઇ બધા આવી ગયા “ હું પાણી પીતા બોલ્યો. “હા ભાઈ આયો અને આ રીક્ષા ચાલુ કરી ૨ મિનટ..!!!” રીક્ષા વાળો બોલ્યો.

લગભગ ૫ મિનીટના ટાઇમબાદ ભાઈએ રીક્ષા ચાલુ કરી. ડેઈલી ના ટાઇમેં હું બસ સ્ટોપ પર આવી ગયો હતો. અને કંપનીની બસની આવવા ની રાહ જોઈ રહ્યો હતો. ઈ દિવસે લાગ્યું કે મારી આખી જિંદગી બધા ની રાહ જોવા માં નીકળી જશે તેમ છતાં જે ચાલે છે એને સ્વીકારવું પડશે.

કંપનીની બસ આવી ગઈ અને બારી પાસે જગ્યા જોઈ ને બેસી ગયો અને હેન્ડસ્ફ્રી નાખી ને ગીતો ચાલુ કર્યા.સુઈ ગયા બાદ મને મારા બાળપણ ના દિવસો યાદ આવી ગયા જેનું વર્ણન કરું છું.

મારો જન્મ ૧૦ જુલાઈ ૧૯૯૫ની સાલમાં વડોદરાની કલ્પના ચિલ્ડ્રેન હોસ્પિટલમાં થયો અને ટાઇમ યાદ નથી એટલે વિચારવું નઈ કે કીધું કેમ નઈ???....અને મારા માતા ના કેહવા પ્રમાણે જયારે હું જન્મ્યો હતો ત્યારે હું નોર્મલ બાળક કરતા ઓછુ રડ્યો હતો એટલે મારું નામ નિરવ જેનો અર્થ શાંત થાય છે એ રાખ્યું જેનું મને આજે પણ હસું આવે છે.. આ વાત તમને આગળ જતા ખબર પડશે અને તમે પણ હસસો. બાળપણ થી શાંત સ્વભાવનો હોવા થી હું વધારે કોઈ ની સાથે વાતચીત કરું નઈ અને પોતાના રમકડા સાથે એકલો રમતો. મારી બહેન મારા કરતા ઉમર માં મોટી હોવાથી પેહલા થી મારી ખુબ દેખભાળ રાખતા.

હું એ જ સ્કુલ માં એડમીશન જેમાં મારી બંને બહેન ભણતી હતી. શ્રી ટી.આર.પટેલ વિદ્યાલય જ્યાંથી મારા ભણતરની શરુઆત થઇ. સ્કુલ ઘર થી નજીક હોવા થી મારી માતા મને અને મારી બહેનોને ચાલી ને લઇ જતા હતા.

બાલવાડી થી લઇ ને પહેલા ધોરણ સુધી નો ટાઇમ નીકળી અને પેહલા ધોરણ માં મારા મિત્રો બનવા લાગ્યા.. અત્યાર સુધી જે પણ કીધું એ મારી માતા એ મને જણવ્યું છે.. પણ હવે જે કહીસ એ મારી બધી હાસ્ય અને થોડી દુઃખદ યાદગીરી છે ..

મને ચોખ્ખુ યાદ છે પેહલા ધોરણ માં હું અને મારા ક્લાસ વાળા ખુબ જ બુમો પાડી રહ્યા હતા ત્યારે અમારા ક્લાસ ના ટીચર આવ્યા અને ગુસ્સો થઈને બહાર થી ક્લાસનો દરવાજો બંધ કરી દીધો. પછી અમે જે ક્લાસવાળા રડ્યા છે!!! એ યાદ કરી ને હજુ પણ હસું આવે છે..આખી સ્કુલમાં અમારો રડવાનો અવાજ આવી રહ્યો હતો અને બધા ટીચર અમારી ક્લાસ પાસે આવી ગયા હતા.. થોડા ટાઇમ પછી બધા ની આજીજી પછી અમારો ક્લાસ નો દરવાજો ખોલ્યો હતો.. આજે પણ હું મારા સ્કુલ ના ભાઈબંધ સાથે બેસી ને વાતચીત કરી એ ત્યારે આ વાત ને યાદ કરી ને ખુબ હસીએ.

અમારી સ્કુલ માં મૃદુલા ટીચર જે આખી સ્કુલ ના સૌથી કડક અને ગુસ્સા ની મિજાજ વાળા હતા એટલે એ સ્કુલના ગબ્બરસિંઘ હતા... કોઈ પણ ધોરણના સર અથવા મેડમ કરતા એ વધારે કડક સજા આપતા અને હું હમેશા એમની સજા નો શિકાર બનતો જેની મને એક એક વાત યાદ છે.

મૃદુલા ટીચર અમને સમાજવિધ્યા લેવા આવતા હતા અને બધા વિષય કરતા હું સમાજવિધ્યા ના વિષય માં નબળો હતો. જેમ-તેમ કરી ને સમજવું પડતું , ઇ વખતે ગૂગલ હતું નઈ કે ચાલો...!!! કોઈ અક્ષરનો મતલબ ખબર નથી તો સર્ચ કરી ને મળી જશે. ઇ ટાઇમએ બધું જાતે કરવું પડતું અને બધા મિત્રો ને પૂછી ને જવાબ લખવો પડતો.

જે દિવસે ટીચર નો જવાબ ના મળે તે દિવસે વિદ્યાર્થી ટીચરની સજા નો શિકાર બની જતો.અને એ દિવસ આવી ગયો હતો મારા માટે.

અમારા મૃદુલા ટીચર બધા કરતા અલગ સજા આપે જેમકે મુરઘી બનાવનું કહે કાંતો અંગૂઠો પકડાવતા અથવા ક્લાસ ની બહાર ભીંત ની સામે મોંહ રાખી ને ઊભુ રેહવા નું કેહતા. એ વાર મારો વારો આયો જે દિવસ મારા માટે ભયાનક અને યાદગાર રહ્યો હતો.

એ દિવસે ટીચરે અગલા દિવસે આપેલું ઘરકામ કરી લાવનું હતું અને હું મારો સમાજવિધ્યા નો ચોપડો ઘરે ભૂલી ગયો હતો. ટીચર ના મતે ઘરકામ બાકી હોય કે ચોપડો ઘરે ભૂલી ગયા હોય પણ સજા બધા માટે સરખો. મને એ ટીચર થી હજુ પણ બીક લાગે.

“રોલ નંબર ૨૭ ચોપડો લઈને આવ....” ઉંચા સ્વરે ટીચર નો અવાજ આવ્યો. “હા મેડમ આવું....” હું એ જવાબ આપ્યો અને ટીચરના ટેબલ તરફ ચાલવા લાગ્યો.મારા પગ માં ધ્રુજારી ચાલુ થઇ ગઈ. મેં જોયુ કે ટીચર રજીસ્ટર ચોપડા માં કઈક લખી રહ્યા હતા અને મારી સામે ચોપડો લેવા હાથ આગળ કર્યો.

“ટીચર ચોપડો ઘરે ભૂલી ગયો.. પણ ઘરકામ પૂરું કર્યું છે કાલે બતાવી દઈશ પાક્કું...” અજ્જી સાથે હું ટીચર ને બોલ્યો. બીજી બાજુ ટીચર ને હાથ માં લોખંડ ની ફૂટપટ્ટી ઉપડતા જોઈ અને મારી પગની ધ્રુજારી વધી..

“હાથ આગળ કર એક વાર માર પડશે ને તો ચોપડો નઈ ભૂલાય. પછીથી બધું યાદ રેહશે.. ” ગુસ્સા વાળા સ્વરે ટીચર બોલ્યા. “બીજી વાર યાદ કરી ને લઇ આવીશ.. પાક્કું ટીચર...” ફરી થી હું રડવા ના સ્વરે બોલ્યો. હજુ બીજુ કઈ બોલું એની પેહલા ટીચરે મારો હાથ પકડી ને જોરથી ફૂટપટ્ટી મારી અને એ પણ ૫ વાર..

“ જા અને ક્લાસ ની બહાર જઈ ને અંગુઠા પકડ અને જો સહેજ પણ હલ્યોને તો પીઢ પર ફૂટપટ્ટી મારીશ..“ અને રડતા રડતા હું ક્લાસની બહાર ચાલવા લાગ્યો. બહાર જઈને અંગૂઠા પકડાવ્યા અને મારી પીઢ પર એક ચોપડો મૂકી દીધો અને કીધું કે “ જો આ ચોપડો પડ્યો ને તો ગયો સમજે...” બીજી બાજુ મને જોરથી બાથરૂમ લાગી હતી અને ટીચરને કેહવા જાઉં તો ચોપડો નીચે પડી જાય એની બીક હતી. તેમ છતાં થોડો ટાઇમ રોકી રક્યું છેવટે મારા થી રેહવાયું નહિ અને મારી ચડ્ડી થોડી ભીની થઇ ગઈ.. થોડા ટાઇમ પછી પટાવાળો આવી ને જોયું કે મારી ચડ્ડી ભીની થઇ ગઈ છે એટલે એ ટીચરને કેહવા ગયા.. અને હું ડરથી ધ્રુજી રહ્યો હતો અને વિચારતો હતો કે ટીચર આવી ને શું બોલશે? પછી બીજી નવી સજા અપશે કે શું?...

ટીચર બહાર આવી ને મારી નજીક આવ્યા અને મારો હાથ પકડી ને ચાલવા લાગ્યા એ સમયે મને લાગ્યું કે મને આચાર્ય ના ઓફીસ લઇ જતા હશે પણ એવું ના થયું અને અને મને બાથરૂમ પાસે લઇ ગયા અને બાથરૂમ કરવાનું કહ્યું.એ દિવસે મારા માટે ટીચર માટેનું સમ્માન વધી ગયું. અને એ દિવસ થી હું મારી બૂક અને ઘરકામ કોઈ દિવસ નઈ ભૂલ્યો. એ દિવસ અને ટીચર આજે પણ મને પણ યાદ છે.

આમ સમય વિતતા હું ૩ ધોરણ માં આવી ગયો. જુલાય મહિનાના છેલ્લા દિવસો ચાલી રહ્યા હતા અને વરસાદ પણ ઘણો હતો. સવારે મારી મમ્મી મને ,મારી બંને બહેનને રેનન્કોટ પહેરાવીને સ્કુલ મુકવા આવી.એ ટાઇમએ વરસાદ થોડો ઓછો હતો. પણ જેમ જેમ દિવસ નીકળવા લાગ્યો તેમ વરસાદ વધી રહ્યો હતો અને અને છેવટે બધા ક્લાસમાં સ્કુલ ને જલ્દી છોડવાનું કીધું.

બધા મિત્રો પોતાની સાયકલ અને પોતાના માતા –પિતા સાથે નીકળી રહ્યા હતા કારણકે સ્કુલ ની બહાર ઘુટણ સુધી પાણી ભરી ગયું હતું એટલે એમને લેવા આવ્યા હતા.. પણ મારી અને મારી બહેનો પાસે સાયકલ ના હોવા ને લીધે અમારું ઘરે જવાનું મુશ્કેલ હતું. મારી બહેન ને ત્યાં ના લેન્ડલાઈન પરથી ઘરે ફોન લાગ્યો પણ વરસાદ ને લીધે સિગ્નલની તકલીફ આવી રહી હતી અને અમારી ચિંતા પણ વધી રહી હતી. રીસેસ માં બહાર મસ્તી કરવા ને લીધે હું થોડો ભીંજાઈ ગયો હતો એટલે હું ઠંડી થી થોડો ધ્રુજીરહ્યો હતો.

“ એ ફરીથી ફોન નંબર લગાય એ છોકરાઓ ના ઘરે અને મને આપ વાત કરવા“ અમારા સ્કુલ ના પ્રિન્સીપાલ પટાવાળા ને કીધું. ”સાહેબ કોઈ ફોન ઉચાકતું નથી” પટાવાળા એ કીધું. ૨-૩ વાર લાગ્વ્યા પછી ઘરે મમ્મીએ ફોન ઉચક્યો અને થોડી વાર માં પપ્પા સાથે સ્કુલ આવ્યા. અને સ્કુલ માં આવી ને પ્રિન્સીપાલ સર નો અભાર માની ને બહાર નીકળવા લાગ્યા.

“અરેરે સીધો ચાલ ,પાણીમાં કુદકા ના માર નઈતો લાફો મારીશ.!!! સર્દી થઇ જશે..!!!“ મારી મમ્મી બોલી.

તેમ છતાં હું પોતાની મસ્તી માં હતો અને પાણીમાં મસ્તી કરી રહ્યો હતો અને ઘરે આવી ને મમ્મી ના હાથ ના ગરમ ભજીયા કાધા.

ઘરેથી જયારે પણ મોડું થઇ જતું ત્યારે મારા પપ્પા મને એમની “બજાજ સ્કુટર” પર લુંઘી પેહરી ને સ્કુલ મુકવા આવતા જે મને ખુબ ગમતું કારણકે એ દિવસે મને ચાલવું નહતું પડતું.

અમે બધા મિત્રો રીસેસ ના વખતે એક મોટુ ગોળ કુંડાળુ બનાવી ને નાસ્તો કરવા બેસી જતા અને એમાં પણ પાર્થ અમારા ગ્રુપ નો લીડર હોવાથી પેહલા એ બધા નો નાસ્તો ખાવાનું ચાલુ કરે. અને છેલ્લે બધા મુઠ્હો ભરી ને એકબીજા નો નાસ્તો ખાતા અને બધા દરરોજ કઈક નવી રમત રમતા.

“એ એ પકડલા.. જલ્દી પકડ દીપેનને...” રીન્કેશ બોલ્યો. બધા ભેગું સકાળ્યું રમી રહ્યા હતા એટલે એકબીજા નો હાથ પકડી ને રમવાનું હતું. “એ એ પકડાઈ ગયો... દીપેન ઓઉટ ઓઉટ..!!! “ હું બોલ્યો. દીપેન મને છોડવા નો પ્રયાસ કરી રહ્યો હતો. દીપેનને લીધે હું નીચે પડી ગયો અને મારા પગ માં છોલઈ ગયું હું તો નીચે જમીન પર બેસી ને રડવા લાગ્યો. સર કે ટીચર આવે એટલી વારમાં તો બધા ત્યાંથી બધા ભાગી ગયા મને એકલા મૂકી ને.. સાલાઓ કેવા હતા... !!!! કોઈ આયુ પણ નઈ ઉઠાડવા માટે .

સ્કુલ ના છૂટ્યા બાદ મમ્મી લેવા આવી ને મને થાપકારો આપ્યો કારણ કે મારી ચડ્ડી થોડી ફાટી ગઈ હતી. મારી એક રમુજી વાત એ હતી કે જયારે પણ મને પગમાં કે ઘુટણ માં વાગે તો હું મારી ચડ્ડી ઉપર કરી ને ચાલતો અને મારા મિત્રો અને મારી બહેન પણ મારો મજાક ઉડાવતા. આવું તો ઘણી વાર થતું, કોઈ વાર તો મારો શર્ટ પણ ગંદો થઇ જતો.

એક દિવસ સ્કુલ ને છૂટ્યા બાદ હું અને મારો મિત્ર કૃણાલ ઘરે જઈ રહ્યા હતા અને મસ્તી કરી રહ્યા હતા એકબીજા સાથે. સ્કુલ ની નજીક એક મોટો બંગલો છે જેની બહાર ની દીવાલો પર કાંચ ના ટુકડાઓથી સજાવટ હતી. હુએ થોડી મસ્તી કરવા એક કાંચ નીકળ્યો અને ચાલવા લાગ્યો. થોડી દુર એક ગાડી પર મસ્તી માં મોટો લીટો પડ્યો અને એટલી વાર માં તો એ કાર નો ડ્રાઈવર આવી ને મને પડી લીધો અને મારું બેગ અને મને એની સામે ના ઘર માં મને લઇ ગયો. મારા શરીર માં ધ્રુજારી ચાલુ થઇ ગઈ અને વિચારવા લાગ્યો કે મને મારશે કે અંદર બાથરૂમ માં બંધ કરશે ??? કે પછી પોલીસ પાસે લઇ જશે ??? કે બેગ લઇ લેશે ??? એની બીકે હું ધ્રીજી રહ્યો હતો.

આગળ શું થયું હશે ??? કેવી રીતે હું છુટ્યો ??? મારા ઘરે કોઈ ને બોલાવશે કે શું??? મને પાછો મમ્મી ના હાથ નો માર પડશે કે શું?? આ બધા નો જવાબ જાણવા આના પછીનો પાર્ટ વાંચવો પડશે.