Shant Neer - 4 books and stories free download online pdf in Gujarati

શાંત નીર - 4

એ પ્રવાસ મારા માટે યાદગાર રહ્યો હતો. એના બે કારણ હતા. પેહલો એ હતો કે હું પેહલી વાર પ્રવાસે ગયો હતો અને બીજો એ હતો કે સારિકા સાથે હું પેહલી વાર કલાક સુધી વાત અને એક સાથે બધે ફર્યા હતા.

પણ પછી ધોરણ દસમાં સારિકા.....

ધોરણ દસની શરૂઆત હતી અને અમે બધા ક્લાસમાં બેઠા હતા એટલી વાર માં પટાવાળો આવ્યો અને સારિકા ને આચાર્ય ની ઓફીસ માં બોલાવી. થોડી વાર પછી સારિકા જલ્દી થી ક્લાસ માં આવી અને મારા બેગ માં એક ચીઠી નાખી અને પોતાનું બેગ લઇ ને ક્લાસ ની બહાર નીકળી ગઈ. મને લાગ્યું કે ઘરે કઈ સમસ્યા થઇ હશે એટલે જલ્દી થી ઘરે ગઈ હશે. રીસેસ માં હું એક ઝાડ નીચે બેસી ને એ ચીઠી ને ખોલી ને વાંચવા લાગ્યો. એમાં જે લખ્યું હતું એ જોઈ ને હું સ્તબ્ધ થઇ ગયો.

“ મિત્ર નિરવ,

મને માફ કરી દેજે કારણ કે હું તને કઈ કહ્યા વગર ઘરે જતી રહી. ક્લાસ ના પેહલા દિવસે જયારે તુ આવ્યો તો ત્યારે મને તારું શાંતપનું અને પ્રમાણિકતા જોઈ ને તારા થી આકર્ષિત થઇ ગઈ હતી. અને ત્યાર થી હું તને પસંદ કરતી હતી પણ કોઈ દિવસ તને કેહવા ની હિમંત ના આવી. પણ પ્રવાસ માં મારે તને કેહવું હતું પણ યોગ્ય સમય ના મળ્યો. પછી એમ વિચાર્યુ કે દસમાં ધોરણ માં કદાચ તુ સામે થી કહી દઈશ એટલે હું એ અ વિષે ની વાત નઈ કરી. પણ આજે હું હમેશાં માટે સ્કુલ છોડી ને જાઉં છુ કારણકે મારા પપ્પા ને અચાનક હાર્ટએટેક આવ્યો છે અને એમને લઇ ને યુ.એસ.એ જવા નું છે તેથી મને સ્કુલને અને તને વચ્ચેથી છોડી ને જાઉં છુ. મારું બાકી નું ભણતર યુ.એસ.એ માં પતાવીશ.પણ તુ મને એરપોર્ટ જતા પેહલા મને મળવા આવીશ તો મને સારું લાગશે. અમે બધા રાત ના ૯ વાગે ઘરે થી રવાના થઇશું અને ત્યાં થી ૧૨ વાગ્યા ની ફ્લાઈટ છે તુ મને સાંજ ના ૬ વાગે આમ્રપાલી પાસેના ચોકડી એ મળવા આવીશ એવી આશા છે.

લિ. સારિકા ”

થોડી વાર માં રીસેસ પતવા નો બેલ વાગ્યો અને બધા ક્લાસ તરફ જઈ રહ્યા હતા. હું શું કરું કઈ સમજાતું નહતું અને સ્કુલ છુટવા નું રાહ જોઈ રહ્યો હતો.

જેવી સ્કુલ છુટવા નો બેલ વાગ્યો હું તરત મારી બેગ અને સાઇકલ લઇ ને ઘરે નીકળ્યો. ઘરે પહોચ્યો કે તરત મમ્મી એ મને કીધું કે “નિરવ ફટાફટ હાથ-પગ ધોઈ લે અને જમવા બેસી જા અપને હમણાં ૩ વાગ્યા ની ટ્રેન માં સુરત જવાનું છે. તારા પપ્પા ના કાકા દાદર પર થી પડી ગયા છે અને એમને જોવા જવા નું છે.”

હું કઈ બોલું તે પેહલા મમ્મી એ મારા કપડા અને મારી બેગ ને તૈયાર કરી નાખી. મને ખ્યાલ જ નહતો આવતો કે હું શું કરું એક બાજુ સારિકા ને છેલ્લી વાર મળવાનું અને બીજી બાજુ સુરત જવા નું હતું. મારું સુરત જવાનું મન નહતું તેમ છતાં મારે જવું પડી રહ્યું હતું.

તરત હું એ ઘડિયાળ પર નજર નાખી તો જોયું કે હજી બપોર ના ૧૨:૩૦ વાગી રહ્યા હતા અને મારી પાસે સારિકા ને મળવાનો ઘણો સમય છે. હું એ તરત બહાર જઈ ને ચંપલ પેહર્યા અને મમ્મી ને જલ્દી માં કીધું “મમ્મી હું હમણાં આવું થોડી વારમાં કૃણાલનું કામ છે એટલે જરાક વાર લાગશે. ” એવું બહાનું કાઢી ને ઘર ની બહાર નીકળ્યો. પણ મને સારિકાના ઘર નો રસ્તો ખબર નહતો તેથી હું થોડી વાર વિચારવા લાગ્યો કે સારિકા ના ઘર નો રસ્તો કોને ખબર હશે. થોડી વાર પછી યાદ આયુ કે સારિકા ની મિત્ર જાનવી ને ખબર હશે અને એ મારા ઘર થી થોડેક નજીક રેહતી હતી. હું તરત સાઇકલ લઇને જનવી ના ઘરે જવા નીકળ્યો. જનવી ના ઘર ની બહાર જઈને જાનવી ને બુમ પાડી.

“જનવી...!!! જનવી....!!!” હું એ જોર થી બુમ પડી. એટલી વારમાં એની મમ્મી બહાર આવી. “શું કામ છે? અને તુ કોણ છે..? જાનવી ને કેમ બોલાવે છે?” એની મમ્મી બોલી. “હું એની સ્કુલમાં ભણું છુ. મારું નામ નિરવ છે અને મને જાનવી ને સામાજિક વિદ્યા ની ચોપડી જોઈ છે.એને બોલાવો ને .”હું ચોપડી લેવાનું બહાનું કાઢીને બોલ્યો. “હા બોલવું ઉભો રેહ.” જાનવીની મમ્મી બોલી. થોડી વાર પછી જાનવી ઘર ની બહાર આવી. “મને માફ કરી દેજે હું એ તારી મમ્મી થી જુઠું બોલ્યો પણ મારે તને એક જરૂર વાત કરવી છે.” પછી હું એ ચીઠી માં લખેલી અને મારી બધી વાત કરી.

“તારી બધી વાત બરાબર પણ હું હમણાં કેવી રીતે આવું અને ઘર માં શું કઈ ને નીકળું. મને કારણ વગર ઘર ની બહાર નથી જવા દેતા.” જાનવી બોલી. “તુ કઈ પણ બહાનું બનાવી લે મારે સારિકા ને મળવું ખુબ જરૂરી છે. તારા વગર હું સારિકા ને ઘર ની બહાર બોલાવી નઈ શકું. તને ખબર છે ને કે એના ઘર માં કોઈ પણ બહારના છોકરા ને મળવા ની મનાઈ છે. તારે મારી સાથે કઈ પણ કરી ને આવું પડશે નઈ તો પછી હું સારિકા ને નઈ મળી શકું.” હું થોડા ધીરા અવાજે બોલ્યો. “સારું હું કઈ બહાનું બનાવી ને આવું.. પણ અપને ઘરે પાછા જલ્દી આવી જઈશું તો જ મને ઘરેથી જવા દેશે.” જાનવી બોલી.

થોડી વાર પછી જાનવી તેની સાઇકલ લીધી અને સારિકા ના ઘર તરફ જવા નીકળ્યા. લગભગ ૨૫ મિનીટ અને ૪ કિમી સાઇકલ ચલ્વ્યા બાદ પછી મોટા ઝાડ ની બાજુમાં એક બંગલો જોયો. બહાર બે માણસ હતા જે ઘર ની ચોકીદારી કરી રહ્યા હતા અને “કુતરા થી સાવધાન” એમ બોર્ડ માર્યું હતું. બંગલા નો દરવાજો ઘણો મોટો હતો તેથી એની બીજી બાજુ જોવું થોડું મુશ્કેલ હતું. જાનવી બંગલા ની બહાર ચોકીદાર ને પોતાનું નામ કીધું અને સારિકા ને બોલવા કીધું.

હું આ બધું ઝાડ ની બાજુ માં ઉભો રહી ને જોઈ રહ્યો હતો. થોડી વાર માં સારિકા બહાર આવી અને બધી વાત જણાવી. સારિકા જાનવી સાથે ઝાડ તરફ આવવા લાગી. સારિકા ને જોઈ ને એક બાજુ ખુશ હતો અને બીજી બાજુ દુખી પણ હતો. ખુશ એમ હતો કારણકે હું હવે એની સાથે શાંતિ થી વાત કરી શકીશ અને દુઃખ એ વાત નું હતું કે હું એની સાથે છેલ્લી વાર વાત કરી શકીશ. જાનવીને ખબર પડી ગઈ કે અમને એકલા માં થોડી વાત કરવી છે એટલે થોડી દુર એક કરતબ ચાલી રહ્યું હતું તે જોવા ગઈ.

“હું એ તને પત્ર માં લાગ્યું હતું ને કે અપને ૬ વાગે આમ્રપાલી પાસેના ચોકડીએ મળીશું અને તુ હમણાં આવી ગયો. મને પણ તારી સાથે વાત કરવી હતી અને કઈ કેહવું હતું. મારા ઘર ની બહાર કોઈએ મને અજાણ્યા છોકરા સાથે વાત કરતા જોઈ ગયું ને તો તને તકલીફ થઇ જશે.”

“મને બધું ખબર છે પણ હું શું કરું.. વાત જ એમ છે ને ... કે મારા પપ્પા ના કાકા દાદર પર થી પડી ગયા અને મારે મમ્મી સાથે ૪ વાગે સુરત જવા નીકળવાનું છે અને પછી હું તને કોઈ દિવસ ના મળી શક્યો હોત. એટલે હું તને હમણાં મળવા બોલવી.” હું અધીરો થઇ ને બોલ્યો.

“સારું શાંત થઇ જા અને બોલ.” સારિકા બોલી. “તુ પત્રમાં લખ્યું હતું કે તુ મને સ્કુલ ના પેહલા દિવસ થી પસંદ કરે છે અને તુ એ વાત પ્રવાસ માં બોલવા ની હતી પણ બરાબર સમય ના મળ્યો. મારે પણ તને એ જ વાત કરવી હતી પણ સ્કુલના આ બધા નિયમો અને સમય ના અભાવે હું તને વાત કરી શક્યો નહિ. હું પણ તને પસંદ કરું છુ પણ બરાબર સમય ના મળ્યો. એક વાર ક્લાસ માં વિચાર આવ્યો કે તને કહી દહું પણ પછી લાગ્યું કે તુ મને સારો મિત્ર માનતી હશે એટલે બોલ્યો નહિ. પણ તારા પત્ર પછી મને ખબર પડી કે તુ પણ મને પસંદ કરે છે. એટલે જલ્દી થી તને મળવા આવ્યો.” હું સારિકા ની આંખો માં આંખ પરોવી ને બોલ્યો.

“મને લાગતું હતું કે તુ પણ મને પસંદ કરે છે પણ બરાબર સમય ના મળતા તુ મને બોલી શક્યો નહિ. હું તને એક –બે દિવસમાં બોલવાની હતી પણ પછી મારા પપ્પા ના હાર્ટ એટેક ના સમાચાર આવ્યા અને મને તાત્કાલિક બહાર યુ.એસ.એ જવાનું થયું. હું શું કહું કઈ સમજાતું નથી...” સારિકા થોડા રડવાના અવાજે બોલી. અને પછી શાંત થઈ ગઈ.

હું બધું સમજી ગયો કે એ શું કેહવા માંગે છે બસ બોલવા ની સ્તિથીમાં નથી એટલે હું કઈ વધારે બોલ્યો નહિ.

“૨ મિનીટ ઉભો રેહ આવું ઘરે જઈને.. જતો નઈ કશે..” સારિકા ઘર તરફ જતા બોલી. “ હા સારું પણ જલ્દી આવજે જાનવી ને ઘરે જલ્દી જવાનું છે.” થોડી વાર પછી સારિકા ને ઘર ની બહાર આવતા જોઈ અને સાથે હાથ માં એક નાનું બોક્સ જોયું.

“લે આ તારા માટે.. પણ હમણાં ના ખોલતો ઘરે જઈ ને ખોલી ને જોજે. હું તારા માટે સાપુતારા થી લીધું હતું પણ તને આપવા નો સમય ના મળ્યો.પણ આજે હું હમેશા માટે જાઉં છુ તો તને આપી દઉં.” મારા હાથ માં બોક્સ આપતા કીધું. “હા સારું. પણ મારી પાસે તને આપવા કઈ નથી. હું તને શું આપું?? પણ આ મારા હાથ માં લોકેટ છે જે મારી મમ્મી એ મને મારા બર્થડે પર આપ્યું હતું. મારી પાસે તને આપવા બસ આ એક લોકેટ છે બીજું કઈ નથી.” હું લોકેટ કાઢતા બોલ્યો.

“મને તુ જે કઈ આપી તે હું લઇ લઈશ. ભલે એ તે મોંઘી હોય કે સસ્તી મને કઈ ફરક નથી પડતો. બસ તારી યાદગીરીની વસ્તુ મારી પાસે છે એ બહુ મોટી વાત છે.” સારિકા હાથ માં લોકેટ લેતા બોલી.

થોડી ટાઇમ પછી જાનવી આવી અને તે પણ સારિકા ને મળી ને થોડી વાર વાત કરી. “હવે મારે જવું પડશે હું ઘરે થી બહાનું બનાવી ને તને મળવા આવી છુ. ઘણો સમય થઇ ગયો છે.”સારિકા બોલી.

“અરેરે હા સારું થયું કીધું મને પણ ઘરે જવાનું છે અને ઘણું મોડું થઇ ગયું છે.” જાનવી બોલી. એમ બોલી ને હું અને જાનવી સારિકાને છેલ્લી વાર મળી અને સાઇકલ લઇ ને ચાલવા લાગ્યા.પાછળ ફરીને જોયું તો સારિકા ત્યાં થી નીકળી ચુકી હતી. અને લગભગ ૧ કલાક પછી સારિકાને મળીને અને જાનવી ને ઘરે મુકીને હું ઘરે આવ્યો.

“કેમ એટલું મોડું થયું?? કીધું હતું ને કેજલ્દી આવી જજે.. તારા પપ્પા મને કેટલું બધું બોલ્યા.. તને ખબર નઈ પડતી કે વેહલુ આવી જવાનું. ” મમ્મી ગુસ્સામાં બોલી પણ હું હજુ સારિકાના આપેલા બોક્સ માં શું હશે તેના વિચાર માં ચાલતો ચાલતો અને મમ્મી ના વાત ને કઈ પણ સાંભળ્યા વગર રૂમ માં જતો રહ્યો. રૂમ માં જઈને બોક્સ ખોલી ને જોયું તો સારિકાએ મને “લવ યુ...” વાળું કિચન અને એક કાગળ આપ્યું હતું જેમાં મારા અને સારિકા ને લગતી બધી વાતો હતી. હું એ મારી સાથે હજી પણ સાચવી ને રાખ્યું છે..

હું મારી મમ્મી સાથે સુરત ગયો અને સારિકા યુ.એસ.એ જતી રહી.સુરત થી આવી ને હું દરરોજ ની જેમ સ્કુલ જવા નીકળ્યો. ક્લાસ માં જોયું તો દરરોજ ની જેમ બધા પોતાના જગ્યા પર બેઠા હતા બસ ખાલી સારિકા ની જગ્યા ખાલી હતી. હું ત્યાં જઈ ને બેસી ગયો અને દરરોજ ની જેમ બધા ફ્રેન્ડ સાથે વાતો કરવા લાગ્યો.

મારી અને સારિકા ની વાત જાનવી સિવાય બીજા કોઈ ને ખબર નહતી તેથી હું બધી વાત કરી અને જાનવી પણ કોઈ ને બોલશે નઈ એમ કીધું.

આમ મારું દસમું ધોરણ અડધું પૂરું થઇ ગયું. એક દિવસ અમારા મેડમ આવ્યા અને ક્લાસ માંથી મને અને બીજા મારા મિત્રો ને બોલાવ્યા.અમે બધા અને મારી મેડમ સ્કુલ ની ઉપર અગાસીએ ગયા અને ત્યાં અમને કીધું કે અમારી સ્કુલ માં એન્યુઅલ ફંક્સન છે એટલે મને અને બીજા ફ્રેન્ડ ને તેમાં ભાગ લેવાનું કીધું અને એ ફંક્સન ગાંધીનગર ગૃહમાં થવા નું હતું. મારું અને મારી સાથે ભાગ લેવા વાળા ફ્રેન્ડ ને સ્વાગત ગીત પર નૃત્ય કરવા નું હતું અને સાથે એ દિવસે આવવા વાળા મેહમાન નું સ્વાગત પણ કરવા નું હતું.

અમે ચાર છોકરા અને ચાર છોકરી સ્વાગત નૃત્ય કરવાના હતા એટલે અમારી તૈયારી એના પછી ના દિવસ થી ચાલુ થઇ ગઈ હતી. એ દિવસે મને સારિકા ની યાદ આવી ગઈ કે એ અહી હોત તો મારી સાથે આ ફંક્સન માં ભાગ લેતી. હું અને મારું ગ્રુપ દરરોજ રીસેસ પછી પ્રેક્ટીસ કરવા અગાસી એ જતા રેહતા અને સાથે મારી ટીચર પણ આવતા.

હું એ પેહલા પણ મારી જૂની સ્કુલમાં ઘણા ફંક્સન માં ભાગ લીધેલો હતો એટલે મને જલ્દી બધા સ્ટેપ્સ આવડી ગયા.મારી મેડમ મને એક સ્વાગત ગીત રાખેલો અને બીજું એક દેશ ભક્તિ ના ગીત પર ડાન્સ કરવાનું હતું. આ વખતે મને થોડી તકલીફ પડી કારણ કે હું પેહલી વાર બે ગીત પર અલગ અલગ સમયે ડાન્સ કરવા નો હતો. તો પણ હું એ સાંભળી લીધું.

ધીમે ધીમે દિવસ નજીક આવતા ગયા અને છેલ્લે એ દિવસ આવી ગયો જયારે અમને બધા ને ગાંધીનગર ગૃહ માં પ્રસ્તુત કરવા નું હતું. હું અને બીજા ફ્રેન્ડ સાઇકલ લઇ ને સ્કુલે ગયા અને ત્યાં અમારી ટીચર અમને ગાંધીનગર ગૃહ માં ડાન્સ કરવાના કપડા આપ્યા. અમે બધા ફ્રેન્ડ કપડા બેગ માં રાખી ને બસ માં ચડ્યા અને થોડી વાર માં ત્યાં પહોચી ગયા.મારી સાથે ડાન્સમાં જાનકી હતી અને તે પેહલી વાર એટલા મોટા સ્ટેજ પર ડાન્સ કરી હતી એટલે થોડી ગભરાઈ રહી હતી. હું એ તેને કઈ ડરવા જેવું નથી તેમ કહીને થોડું સાહસ આપ્યું .

“ચાલો બધા અંદર તૈયાર થવા નું બાકી છે બધાનું...!! જલ્દી આવો ... ટાઇમ થઇ ગયો છે... ” ટીચર બોલ્યા. અને અમે બધા ગૃહની પાછળ ના ભાગ થી અંદર ગયા. અંદર જઈ ને જોયું તો ખુબ મોટો હોલ હતો અને બીજી બાજુ ગાદી ની સરસ ખુરશી હતી. અમે બધા સ્ટેજ પાછળ ની ગયા જ્યાં ટીચરે અમને જવાનું કીધું. હું અને બીજા ફ્રેન્ડ પુરુષો ના રૂમ માં ગયા અને છોકરી ઓ મહિલા ના રૂમ ગયા.

અમે બધા તૈયાર થવા કપડા ખુરશી પર મુક્યા અને પહેરેલા કપડા કાઢતા હતા. ત્યાં તો જાનકી એકદમ થી દરવાજો ખોલી ને બોલી “ચાલો બધા કેટલી વાર લાગે.. મેડમ બધા ને સ્ટેજ ની પાછળ એક વાર પ્રેક્ટીસ કરવા બોલાવે છે....” “અરેરે....!!! દરવાજો ખાકડી ને આવ ને... બહાર જા...!!! ” આશિષ ખુરશી ની પાછળ છુપાતા બોલ્યો. અને અમે બધા પણ કઈંક વસ્તુ ની પાછળ છુપાઈ ગયા હતા. મને કોઈ જગ્યા ના મળી તો જલ્દીથી દરવાજા ની પાછળ છુપાઈ ગયો....!!!!

થોડી વાર અમે બધા હસ્યા. “ આ છોકરાઓ છે તૈયાર કરી દો. ” ટીચર ત્યાંના તૈયાર કરવા વાળા એક બહેન ને કીધું. “ચાલો બધા લાઈન માં આવી જાઓ.. ” બહેન બોલ્યા. બધા છોકરાઓ ને હોઠ પર લીપ્સ્ટીક કરી આપી અને મોઢા પર પાઉડર લગાડયો. આશિષ થોડો મસ્તીખોર હતો એટલે અને મસ્તી કરવા હોઠ પર ની લીપ્સ્ટીક ને ચાટી લીધી. મારી પાસે આવી ને મોઢું બગડ્યું અને બોલ્યો “કેવી ગંદી લાગે છે લીપ્સ્ટીક... છી....છી...છી... ”

“પણ તને કોને કીધું લીપ્સ્ટીક ખાવા નું.. ગાંડા જેવો.. ખાવા નું નઈ મળતું..!!!” હું અને જાનકી સાથે બોલ્યા. સાચેમાં તો મારા થી પણ ભૂલ માં લીપ્સ્ટીક ખવાઈ ગઈ હતી પણ કોઈ ને કીધું નઈ..!!!!! પાછા અમે બધા હસી પડ્યા અ વખતે તો અમારા આચાર્ય પણ હસ્યા. એ જોઈ ને બધા ચકિત થઇ ગયા કે અમારા આચાર્ય હસે પણ છે...!!!!

“ચાલો બધા એક વાર પાછી પ્રેક્ટીસ કરી લો... જલ્દીથી પોતાની જગ્યા પર જઈ ને ઉભા રહો બધા...” ટીચર બોલ્યા. ટીચર ના કેહવા પ્રમાણે અમે બધા એક વાર ફરી પ્રેક્ટીસ કરવાનું ચાલુ કર્યું.

લગભગ ૨૫ મિનીટ પછી અમારું ફંક્સન ચાલુ થઇ અને પેહલો અમારો વારો આયો. અમે બધા સરસ રીતે સ્વાગત ગીત પર ડાન્સ કર્યો અને તેનો સારો પ્રતિસાદ મળ્યો અને બધા ને ધન્યવાદ કહી ને સ્ટેજ ની પાછળ જતા રહ્યા.

તે દિવસે મારે અને મારું બીજું ગ્રુપને હજી એક દેશભક્તિના ગીત પર ડાન્સ કરવા નો હતો એટલે અને અમે બધા ડાન્સ માટે ના માટે ના કપડા પહેરવા માટે રૂમ માં ગયા.

મારી સાથે સ્વાગત ગીત પર ડાન્સ કરવા વાળા ત્રણ ફ્રેન્ડ હતા અને બીજા અલગ ક્લાસ તથા અલગ ધોરણના હતા. અમને બધા ને ઉપર ઝબ્બો અને નીચે લેંઘો પહેરવાનો હતો અને બધા ને તેના કલર મુજબ પેહેરવા ના હતા. મારે જાંબલી કલર નો ઝબ્બો હતો પણ મારો લેંઘા નું નાળું બરાબર નહતું પણ હું બરાબર ગાંઠ બાંધી ને ચલાવી લીધું.

અમરો નંબર ચોથો હતો એટલે અમારી પાસે પ્રેક્ટીસ કરવા માટે ઘણો સમય હતો. અમે બરબર દસ જણ ડાન્સ કરવા માટે હતા.

“ચાલો હવે અપનો નંબર આવશે ડાન્સ કરવા માટે એટલે તૈયાર થઇ જાઓ.. ” જીગ્નેશ બોલ્યો. જીગ્નેશ અમારા ક્લાસ નો મસ્તીખોર છોકરો હતો. એ હમેશા કોઈ ની સાથે મસ્તી કર્યા કરે. અ વખતે અમે બધા એની મસ્તી સમજી ને ગયા નઈ.

“ચલો તમને બધા ને ખબર નઈ પડતી..........???? કે તમારો નંબર આવી ગયો છે અને તમે બધા અહી શાંતિ થી બેઠા છો... ચાલો જલ્દી....!!!!” ટીચર આવી ને બોલ્યા. અને અમે બધા જલ્દી થી સ્ટેજ પાસે ડાન્સ કરવા ગયા.

ત્યાં જઈ ને પ્રેક્ષકો માં જોયું તો સારિકા હતી અને હું ત્યાં થોડી વાર સુધી પુતળા ની જેમ ઉભો રહી ગયો. મારા મનમાં ઘણા બધા સવાલો ચાલુ થઇ ગયા..

“સારિકા અહી કેવી રીતે....????” “એ તો એની પપ્પા ના ઈલાજ માટે યુ.એસ.એ ગઈ હતી ને પાછુ શું થયું હશે..???”

“સારિકા ના પપ્પા ને કઈ થઇ નઈ ગયું હોય ને....????” “અહી આવી અને મને કીધું પણ નઈ... ???? કે પછી....કઈ બીજી જ ઘટના થઇ હશે...????”

પણ એટલી વાર માં તો.... “ચાલો નિરવ સર કંપની આવી ગઈ છે. અને ડી.કે. સર નો ફોન આવ્યો છે તમારા મોબાઈલ પર... જલ્દી ઉઠાડો નઈ તો ગુસ્સે થઇ જશે ” હેમંત ભાઈ બોલ્યા. “ અરેરે..... હા આવું ...!! ”અચાનક મારા ઊંઘ માંથી ઉઠી ને બોલ્યો.