Majhab nahi sikhata - 2 books and stories free download online pdf in Gujarati

મજહબ નહીં સિખાતા.

-:મજહબ નહીં સિખાતા :-

ભાગ-2

“ठहरो अभी आया दरवाजा खोलने।“

અપરા ત્યાં રાહ જોઈને ઉભી રહી. દરવાજો થોડીવાર પછી ધીમેથી ખુલ્યો. એક ઉમર લાયક વૃધ્ધ. દુબળા પાતળાં થોડા બીમાર લાગતાં હતાં. સફેદ વાળ અને સફેદ ટોપી પહેરી હતી. એમને જોઇ ને અપરા એ ધીમે થી પુછયું.

“ નમસ્તે અંકલ .! હું અપરા અ.ફફ..ઝલ છે?”

“ अफजल तो नहीं है। वो चार दीन के लीये हैदराबाद गया है। पर आप? “

“ मैं उनके ओफीस मैं काम करती हूं। “

બંને દરવાજા ઊભા રહીને જ વાત કરતાં હતાં. એટલે એમણે અપરા ને અંદર આવવા કહ્યુ. અપરા અંદર પ્રવેશી. સુંદર આકર્ષક ઇન્ટીરીયર સાથે નો ફલેટ. વ્હાઇટ દિવાલો, લેધર ના સોફા. જમીન પર ગાલીચા. સિમ્પલ સોબર ઇન્ટીરીયર ખુબ આકર્ષક લાગતુ હતુ.

“ बैठो बेटी।“

આબીદઅલી એ અપરા ને બેસવા કહ્યુ. સામે ના સોફા પર આબીદઅલી બેઠાં.

“ हा तो तुम अपरा हो ? अफजल ने बताया था आपके बारे में। ओफीस मे जो कुछ होता है वो मुझे सब बताता है।“

“ अच्छा आप अफजल के ?”

“ हम उनके अब्बा है। आबीदअली। बडा ही होनहार बच्चा है। उनकी अम्मी के जाने के बाद तो बहुत ख़याल करने लगा है। जब काम से बाहर जाता है तो अच्छा नहीं लगता।

આબીદઅલી એ અપરા ને કહ્યુ .

“हा वोह अच्छे है। वो जरा तीन दिन से आये नही ओफीस तो।। लगा एकबार घर हो आऊं। सब ठीकतो है।“

અપરા એ જરા ચીંતા વ્યક્ત કરી.

“ हा वोह ठीक है।“

આટલુ બોલવા જતા આબીદઅલી ને ઉધરસ આવવા લાગી. એમની તબીયત આમ પણ થોડી ખરાબ જણાતી હતી. અને ઉધરસ એટલી વધી ગઇ કે એમનો શ્ર્વાસ રું ધાવા લાગ્યો. અપરા તરતજ ઉભી થઈ. પાણી લાવી ને આબીદઅલી ને પીવડાવ્યુ. એમના કહયા પ્રમાણે દવા પણ આપી. હવે થોડી રાહત જાણતી હતી. આબીદઅલી નુ શરીર તાવ થી ગરમ હતું. અપરા એ પુછ્યુ.

“ अंकल आप को तो बुखार है।“

“ हा बेटी।“

“ तो आपने बताया अफजल को?। और घर मै है कोई जो ख़याल रखें आपका?”

“ हा रोशन आपा है। जो खाना बनाती है और घर का काम भी करती है। पर आज नही आई। मै अकेला ही था तो मैने मना कर दिया।“

“ ओह तो फिर खाना? “

“ मैं कुछ बना लूंगा।“

“ अरे नहीं आप बीमार है । अगर आपको तकलीफ ना हो तो मै बनादु? “

“ हा बना दो। “

“पर अंकल।“

“ पर क्या?”

“ पर वो मैं नोनवेज नहीं बना सकतीं। आपकों वेज खाना चलेगा?”

“ हा चलेगा। पर एक शर्त है। आपको भी साथ खाना होंगा। बरसों हुए कीसीके साथ खाए हुए।“

અપરા એ હસી ના હા પાડી અને સિધ્ધી કિચન તરફ ચાલી. બધાં ડબ્બા ફંફોસી ને દાળ રાઇસ અને રોટી સબ્જી બનાવ્યાં. ટેબલ તૈયાર કરી આબીદઅલી ને શાલ ઓઢાળી ને ડાઇનીંગ ટેબલ સુધી લાવી ને ખુરશી પર બેસાડ્યા. સાથે જમ્યા પછી ફરી આબીદઅલી ને પલંગમાં સુવાડયા. દવા આપી.બે ત્રણ કલાક મા તો બંને ખુબ હળીમળી ગયા હતાં. વાતો કરતા કરતા સાડા આઠ ના ડંકા ઘડિયાળ મા વાગ્યા.

“ ओह इट्स एइट थर्टी। अब जाना चाहिये मुजे। टाइम का पता ही नही चला आपसे बातें करते करते।“

“ बेटा आप अफजल के आने तक रुक नहीं सकते?”

“ नही। पर कल फिर आऊंगी। ओर कल भी साथ खाना खाएंगे। वाला करती हु। “

અપરા એ તરતજ ઓફકસ ના એક સહકર્મચારી ને ફોન કર્યો.

“ હલો...! નિષીત?”

“ હા મેમ..”

“ આજે રાત્રે તું અફઝલ સર ના ઘરે રોકાઇ શક્શે?”

અપરા એ બધી વાત નિષીત ને જણાવી.

“ ઓહ...! ઓકે મેમ. તમે ફકત લોકેશન સેન્ડ કરી દો. હુ હમણાંજ પહોચુ “

અપરા એ લોકેશન સેન્ડ કર્યું. નિષીત નજીક જ હતો. એટલે પંદરેક મીનીટ મા પહોંચી ગયો. અને આબીદઅલી ની દવાઓ ની બધી જાણકારી આપીને અપરા ઘરે જવા નીકળી ગઇ.

સવારે સાડા દસ આસપાસ અપરા ફરી અફઝલ ના ઘરે પહોંચી. ડોરબેલ વગાડી. થોડીવાર માંજ આબીદઅલી એ દરવાજો ખોલ્યો. એમને જોઇ ને અપરા ગુસ્સે થઇ.

“ आप क्यु उठे? व वोह निशीथ कहाँ है? और दवाई ली आपने ?”

“ अरे उसको जाना पडा।“

આબીદઅલી આગળ બોલે એ પહેલાજ અપરા થોડું મોટે થી બોલી.

“ अरे ! ऐसे कैसे? मैं आने ही वाली थी। थोडी देर राह नही देख सकता था? आज डाटुगी उसको।“

અપરા એ આબીદઅલી ને હાથ પકડી ને ફરી પલંગમાં સુવાડયા.

“ नास्ता किया??”

“ नही।“

અપરા તરતજ કિચન મા જઇ ને જ્યુસ બનાવ્યો અને ઉપમા પણ બનાવી ને આબીદઅલી ના રુમમાં લઇ ગઇ.

“चलिये हम साथ में नास्ता करते हैं। ओर दवाई भी लेलो आप । वैसे भी आज सर आ जाएंगे तो।“

“ हां पर बेटा वो। ।“

“ वो क्या? आप बोलते हो बहोत ख़याल करतें हैं। कल से आपको एकबार भी फोन नही किया। “

“पर बेटी वो तो “

“ अब बस आप सर की तरफदार ना करे । कितना ख़याल है देखा मैंने ।“

અપરા આબીદઅલી ને એક શ્ર્વાસે બોલી રહી હતી. આબીદઅલી કંઈ બોલે એ પહેલાજ પોતે બોલી નાખતી. આટલામાં જ રૂમના દરવાજા પાસે થી અવાજ આવ્યો.

“ शुक्रिया आपने अब्बू का ख़याल रखा। अब आप हैं तो मुजे फिक्र करने की क्या जरूरत है ।“

અપરા એકદમ ચોંકી ગઈ. બે સેકન્ડ માટે અપરા ના હાથ સ્થિર થઇ ગયાં. શરીર મા બ્લડ સરક્યુલેશન ની સ્પીડ અચાનકજ વધી ગઈ. એણે ધીમે થી નજર ઉંચી કરી. એક્ઝેકટ એના નજરની સામે રુમ ના બારણાં ની વચ્ચોવચ અદબ વાળી ને સફેદ રંગ ના પઠાણી માં સિમ્પલ લેધર ચપ્પલ ને ફ્રેશલી વોશ્ડ હેર. હાથમાં રોલેકસ ની સીલ્વર બેલ્ટ વોચ સાથે અફઝલ ઉભો હતો. અપરા ગભરાએલી આશ્ચર્ય ચકિત આંખો એ અફઝલ ને જોઇ રહી. અફઝલ ધીમે ધીમે એક એક ડગલું અપરા તરફ આગળ વધી રહ્યો હતો. અને એમજ અપરા ના હ્રદય ના ધબકારા પણ. જુકેલી નજર સાથે એ ખુરશીમાં થી ઉભી થવા ગઇ પણ અફઝલે તરતજ હાથ નો ઇશારો કરીને બેસી રહેવા કહ્યુ. એ એકદમ ચુપ અને નર્વસ બંને હતી. પણ આબીદઅલી અપરા વિશે સતત બોલી રહ્યા હતાં. એના વખાણ કરી રહયાં હતાં.

“ अफी जबसे ये लडकी घरमें आइ है रोनकसी है। ओर मुजे तो बोलने ही नहीं देती। ओर ख़याल भी रखती है।“

“ हां अब्बू ये है ही ऐसी। पर ये इतना बोलती है ये मालूम न था ।ऑफिस में कभी इतना नहीं बोलती।“

અફઝલ અપરા ની સામે જોઈ ને થોડી મલકાયો. એના ચહેરા પર ખુશી હતી. અને અપરા માટે માન અને પ્રેમબંન્ને વધી ગયાં હતાં. અપરા ધીમે થી ઉભા થતાં બોલી.

“ चलो अंकल अब मैं चलती हूँ । अब तो सर भी आ गये ।मुझे पता होता तो आने की जरुरत ही नहीं पडती।“

“ हां बस इसी वज़ह से नही बताया तुम्हे। मैने उस लड़के को मना किया था।“

આબીદઅલી બોલ્યા. અપરા થોડી સાઇડ થઇ ને અફઝલ ની અડોઅડ થઇ ને આગળ ખસી. પહેલી વાર બંને એકબીજા થી આટલાં નજીક હતાં. અપરા રુમ ના દરવાજા તરફ ચાલવા લાગી.

“ अफी आप बच्ची को छोड़ने नहीं जाओगे?”

આબીદઅલી એ કહ્યુ.

“ हां अब्बू जैसा आप कहें।“

અફઝલ ને તો ભાવતું હતું ને વિદેશ બતાવ્યું. એવી પરિસ્થિતિ હતી. એ તરતજ રૂમની બહાર અપરાની પાછળ ગયો. અપરા પોતાનું પર્સ લેવાં કિચન તરફ આગળ વધી. અફઝલ પણ ડાઇનીંગ ટેબલ ની ચેર પકડી ને ઉભો રહયો. અને ખુબ નિર્દોષ ભાવે અપરા ને પોતાના ઘરમાં આટાંમારતી જોઇ રહયો હતો. અપરા પણ નજર ચુકાવી ને અફઝલ ને જોઇ રહેતી.અપરા એ પ્લેટફોર્મ પર થી પર્સ ઉપાડયું. અફઝલ હજુ પણ અપરા ને જ જોઇ રહયો હતો. અપરા પોતાનાં ઘરમાં છૈ એવો વિશ્વાસ હજુ પણ નહોતો. અફઝલ નું ડેડ્રિમીંગ ચાલું હતું. એટલા મા જ અપરા એ એને જગાડ્યો.

“ સર.....સર...!”

એ એકદમ જાગ્યો હોય એમ આંખો ઝબકાવી ને માથું હલાવ્યું.

“ હમમ..!”

“ સર..હું રજા લઉં હવે. ઓફીસમાં મળીએ. “

“ અમમ...ઓકે. ઓહ ..બટ અપરા તમે થોડીવાર રોકાઇ શકશો?”

“ કશુ કામ હતું?”

“ ના આમ તો કંઈ નહીં પણ “

“પણ ...? પણ હવે તો તમે આવી ગયા..હ....વે ...”

અપરા એ પુછ્યુ .

અફઝલ મનમાં વિચારી રહયો કે “ જરુર તો ખુબજ છે તારી અહીયાં. આમ તો ફકત તારી જ જરુર છે .

“ સર...ફરી કયાં ગુમ થઈ ગયા ?”

“ ના કામ તો નથી પણ હું બ્રેકફાસ્ટ કરું ત્યા સુધી બેસ સો? અમ્મી હતાં ત્યારે એ બેસતાં હવે વર્ષો થયાં એ વાત ને . “

બે સેકન્ડ તો અપરા મુંઝાઇ. શું જવાબ આપવો.

“ પ્લીઝ...! આમ પણ ઓફીસે જ જવા નું છે ને..સાથે નીકળીશું અને હૈદરાબાદ ની મીટીંગ વિશે વાત પણ થઇ જશે.”

હૈદરાબાદ નું નામ સાંભળતા જ અપરા મનોમન ગુસ્સે થઇ. પણ અંતે અફઝલ ની વાત ને સ્વીકારી. અપરા એ ફટાફટ અફઝલ ને બ્રેકફાસ્ટ પીરસ્યો.

“ તમે નહી લો?”

“ ના સર હું નાસ્તો કરીને આવી છું.

“ પણ તમે તો અબ્બુ ને કહેલું કે સાથે બ્રેકફાસ્ટ કરશું. “

અપરા પકડાઇ ગઇ.

“ તમને કોણે?”

અપરા અડધું બોલી ને ચુપ થઈ ગઈ.

“ મને અબ્બુ એ કહ્યુ .રાત્રે જયારે હું”

રાત્રે સાંભળીને અપરા ચોંકી.

“ એટલે....તમે રાત્રે જ..?”

“ હા અને એટલેજ નિષીત વહેલો નીકળી ગયો. “

અપરા હવે નિષીત પર પણ ગુસ્સે હતી.

“ ઓકે. તો પછી મને કેમ ?”

“ મેં ના પાડી હતી નિષીત ને. એ કહીદેત તો તમે આવતજ નહી.”

“ તો..?”

“ પણ અબ્બુ ઇચ્છતા હતાં કે તમે આવો. “

“હમમ...”

અપરા એ અફઝલ ની ડીશ માં બ્રેડ ટોસ્ટ મુકયું. અફઝલે તરતજ હાથ આડો કરી ને ના પાડી.

“ આમ પણ રાત્રે ઉઘ નથી થઇ . અને ઓફીસ મા ઉઘ આવશે વધું જમીશ તો . પણ એક વાત કહું.?”

“ હા કહો ને”

અપરા એ જસ્ટ ફોર્મલ સ્માઇલ સાથે કહ્યુ.

“ અબ્બુ તમારા આવવા થી ખુબ આનંદ મા રહે છે. તમને વાંધો ન હોય તો થોડા થોડા સમયાંતરે તમે એમને મળવા આવી શકો?”

“ સ્યોર સર. મને પણ એમની સાથે ગમશે. અને તમે જયારે આઉટ ઓફ સ્ટેશન હશો ત્યારે પણ આવીશ. ..હ..વે..હું નીકળું?”

“ના”.

અફઝલે ધડ દઇ ને ના મા જવાબ આપી દીધો.

“ ના...અગર વાંધો ન હોય તો હુ ચેન્જ કરું એટલી વાર અબ્બુ પાસે બેસો. ત્યા સુધીમાં રોશનખાલા પણ આવી જશે. તો પછી સાથેજ નીકળી એ.”

અપરા ઉભી થઈ ને આબીદઅલી પાસે જઇને બેઠી. બંને વાતો મા મશગુલ હતાં. અને અફઝલ એમને જોઇ રહયો હતો.

“अरे ! अफी आप अभी तक तैयार नहीं हुऐ? बच्ची राह देख रही है।“

“ तैयार तो होना था पर आज मन नहीं है। सोचता हु अगर ये कपड़े ठीक हो तो इसी में चला जाउँ। “

“ अरे हां क्यु नहीं। बडे ही हेन्डसम दिख रहे हो ।हैना बच्ची?”

આબીદઅલી એ અપરા ને પશ્ર્ન કર્યો.

“ हां ? हां ! अंकल “

“ देखो अब तो बच्ची ने भी बोल दीया है।“

“ ठीक है जैसा आप कहो ।“

અપરા ને અફઝલ લીફટ મા એકલા નીચે ઉતરી રહયાં હતાં. અફઝલ પોતાની જાત ને ખુબ કંટ્રોલ કરી રહયો હતો. અપરા એ આજે બેબી પીંખી અને વ્હાઇટ કોમ્બીનેશન નો પ્લાઝો સુટ પહેર્યો હતો. ગળામાં એક પાતળી સોનાની ચેઇન અને એમા હાર્ટ શેપ નુ ડાયમંડ પેન્ડન્ટ. કાન મા જીણા ડાયમંડ સ્ટડ.અને વાળ કાયમ ની માફક એક તરફ ખભા પર ગોઠવેલાં. અફઝલ ને એને ચૂમી લેવાની હજું કરવાની ઇચ્છા થઇ જતી .પણ એ કંટ્રોલ કરતો. બંને જણ એક સાથેજ કારમાં ઓફીસે પહોંચ્યા..પહેલી વાર બંને એક સાથે ઓફીસ મા એન્ટર થયાં. બધાં એમને જોઇ ને ખુશ હતાં. એટલામાં જ સ્ટાફની સોથી જુની લેડી એમ્પ્લોય એ અફઝલ ને કોમ્પ્લીમેન્ટ આપ્યું.

“ યો..મેન યુ લુકસ વેરી હેન્ડસમ ટુડે. જો હું મારી ન હોત ને તો ચોક્કસ પ્રપોઝ કરી દેત”

બધાં ખડખડાટ હસવા લાગ્યા. આમ પણ અફઝલે પહેલી વાર ઇનફોર્મલ કપડા મા ઓફીસ આવ્યો હતો. પણ અપરા તરતજ અંદર જઇ ને પોતાનું કામ કરવા માંડી. અફઝલ ને થોડું ખરાબ પણ લાગ્યુ. કેમ કે બીલકુલ ભાવવિહીન હતી. અપરા ને કોઈ ફર્ક જ નહોતો પડતો.અફઝલ ને હતું કહ્યા વગર હૈદરાબાદ જવા માટે અપરા કંઈ તો બોલશે .પણ એ નુ કોઈ રિએક્શન જ ન હતું. અપરા નું વર્તન અફઝલ માટે મિસ્ટીરીયસ હતું. સવાલો પર સવાલો ઉપજે એવું.

***