Majhab nahi sikhata - 6 books and stories free download online pdf in Gujarati

મજહબ નહીં સિખાતા - 6

મજહબ નહીં સિખાતા

ભાગ-6

અપરા સીધી જમીન પર પડી. આબીદઅલી પણ હેબત ખાઇ ગયા. અચાનક આમ અપરા ને ઘકકો મારીને જમીં પર પટકી અને બેચાર ગંદી ગાળો ભાંડનારને એ અવાચક થઈ ને જોઇ રહયાં.

“ अरे अरे कौन हो तुम ? एसे कैसे?”

આબીદઅલી એ રાડ પાડી. અપરા પણ માંડ ઉભી થઇ જ હતી એટલામાં ફરી એ માણસે અપરા ને વાળ થી જાલી ને બે ત્રણ થપ્પડો વળગાળી દીધી. આબીદઅલી પણ ડરથી કાંપી રહયાં હતાં.

“ अरे भाई छोडो बच्ची को। क्या चाहिए आपको? “

“ अब्बू अब्बू आप आप कुछ न बोलें। ये रवि है। मैं जहाँ रहेती हूं उनका बेटा “

અપરા એ પોતાના વાળ છોળાવવા ની કોશીષ કરતાં કહ્યુ.

“ રવિ છોડ મને.”

“ માંડ હાથમાં આવી છે. એમ છોડું તને? અને હા તારા આ અબ્બુ ને કહી દેજે કે એનાં છોકરાને સમજાવી દે તારો પીછો ન કરે “

રવિ આબીદઅલી ને પણ ધમકી આપી ને ગયો. એ અપરા ને પોતાની સાથે લઈ ગયો. રવિ સાથે એના એક બે લુખ્ખા મિત્રો પણ હતાં. આબીદઅલી ને સમજાતું ન હતું કે શું કરવું અફઝલ હજું બે કલાક પહેલા જ ગયો હતો. એમણે ફોન લગાવવા ની કોશીષ કરી.પણ અફઝલ ફલાઇટ મા હોવાથી ફોન લાગ્યો નહી. રવિ અપરા ને લઇને સીધો જ પોતાનાં ધરે પહોંચ્યો. એણે અપરા ને હાથ પકડીને અંદર ઘરમાં ફંગોળી.

“ રવિ તારી આ દાદાગીરી નહી ચાલે....આન્ટી..આ..આન્ટી...”

અપરા સરલા બહેન ને અવાજ કરવા લાગી.

“ કોઈ નથી ઘરમાં. પપ્પા અને મમ્મી બંને શ્રીનાથજી ગયાં છે બે દિવસ પછી આવશે.”

અપરા ને યાદ આવ્યુ કે આજે સવારે જ મનુભાઇ અને સરલાબહેન બંને જવાનાં હતાં. અને વાત પણ થઇ હતી. હવે અપરા નો ડર વધી ગયો. અફઝલ અને મનુભાઇ બંને માથી કોઈ હાજર ન હતું. અને રવિ સાવ હલકી કક્ષા નો માણસ હતો..

“ ધણા વખત થી રાહ જોતો હતો. તારો એ આશિક અને મારાં માબાપ બંને સાથે ગેરહાજર રહે તો તારી રીમાંડ લઉં. અને આજે મોકો મળી જ ગયો. છેલ્લા ચાર ચાર વર્ષ થી તારી પાછળ પડ્યો છું. પણ તુ ભાવ જ નથી આપતી. તપાસ કરતાં ખબર પડી કે એ પેલાં તારાથી સાત વર્ષ મોટા તારા બૉસ સાથે ચક્કર ચાલું છે તારું. કેમ હુ શું ખોટો હતો ? દેખાવ પણ એના કરતાં સારો છે મારો. સાલી..નાલાયક છોકરી ઓફીસ ના બહાને એ..એ. ની સાથે.. “

રવિ ગુસ્સા થી હાંફી રહયો હતો. જાણે પોતે આગમાં બળતો હતો.એણે બોલતાં બોલતાં ફરીથી જમીન પર પડેલી અપરા ને લાત મારી. અપરા દર્દ થી કણસી રહી.

“ તું જાણતી નથી મને. મારો બાપ તને આ ઘરમાં લાવ્યો. તને આવતાં વેંત જ મે લગ્ન નો પ્રસ્તાવ મૂકેલો. ત્યારે તો ચોખ્ખી ના પાડેલી. કે મારે હવે લગ્ન કરવા જ નથી. હું તને અડું બાજુમાં બેસું એ તને ગમતું જ નથી. કેટ કેટલી કોશિશ કરી તને મનાવવાની પણ તું તો છેલ્લી કક્ષા ની નીકળી. મને શું ખબર કે તારે તો પૈસા જોઇએ. નાત, જાત, ધરમ ને નેવે મૂકી ને એ... અને બાકી પણ રાખ્યુ છે કાંઇ..? હવે તો એનાં ઘરે પણ જવાં લાગી છે. ધણાં વખત થી હુ તારાં પર નજર રાખીને બેઠો હતો.બધીજ ખબર છે મને.”

રવિએ મારેલી લાત ના કારણે અપરા કણસી રહી હતી. એ ટેબલ નો ટેકો લઇ ને ઉભી થઇને ખુરશી પર બેઠી.

“ બસ રવિ..હવે બસ કર. પૈસાની વાત નથી. પણ માણસ તરીકે તારી ઓકાત નથી અફઝલ ની બરાબરી કરવાની. “

રવિ એ ફરી એક જોરદાર થપ્પડ અપરા ને ફટકારી.

“ શુ કમી છે મારામાં. કેટલીયે વખત તને રિઝવવા ની કોશીશ કરી. અરે જવા દે....તને તો એ પણ વિચાર ન આવ્યો કે તું હિન્દુ છે અને એ મુસલમાન. નાત જાત તો છોડ આખે આખો ધર્મ વટલાવી ખાધો તે. મને હા પાડી હોત ને તો જલસા કરાવત તને. અને આમ પણ ચાર પાંચ વર્ષ થી આજ ઘરમા રહે છે. હું તો મારા બધાં દોસ્તો ને કહી વળ્યો હતો. કે આ તમારી ભાભી જ છે. હવે..હવે..મારી આબરૂ કાઢી તે તો. અને...અને એ મારાથી જરા પણ સહન થાય એમ નથી. “

રવિ ગુસ્સામાં આંખો ફાળી ને અપરાને ડરાવી રહ્યો હતો. એણે ફરી અપરા ના વાળ પડયાં.

“ છોડ મને..જો..જો તારા આ વર્તન ને.તારી જગ્યાએ અફઝલ ને આજે પણ હું ના પાડું ને તો એ ચુપચાપ સ્વીકારી લેશે. હું જયારથી આ ઘરમાં આવી છુ. મને હતું તારામાં મને મારો એક મિત્ર મળશે. તું જાણતો હતો કે હું કઇ પરિસ્થિતિ માંથી આવી છું. એ વખતે મારી સાથે પ્રેમથી સમજણ થી વર્તાવા ને બદલે તે મને મોજ માણવાનું સાધન સમજયું. તે કયારેય સાફ નજર થી મને જોઇ નથી. તારી આંખો મા મેં મારા શરીર ને મેળવી લેવાની માત્ર હવસ જોઇ છે. તારા એ ગંદા લખાણો વાળી ચિઠ્ઠીઓ., એ અશ્ર્લીલ ફોટાઓ ને તું પ્રેમના પર્યાય ગણાવે છે.? રવિ એક સ્ત્રી ને પામવી હોય ને તો જવું પડે એનાં અંતર ના ઊંડાણ સુધી. એના મન સુધી પહોંચવું પડે. એના શરીરને અડતાં પહેલાં એની આત્મા ને અડવું પડે. ફકત શરીર થી ચાહવું એ વાસના છે. માન આપવું પડે એને અને એનાથી પણ વધું એના સ્વમાન નું સમ્માન કરવું પડે. જે તારા જેવાં છીછરા માણસ ની ઓકાત નથી. મારા આવતાજ તે મને નોધારી સમજીને તારા આછકલાં વેળાં શરુ કરી દીધાં. મારો સાથ આપવાને બદલે મને પછાડવાની જ રમતો રમી. તું એવુજ માનતો હતો કે હું હવે એકલી છું. અને તારા માટે અવેલેબલ પણ. ઘરમાં જે રીતે તું રહું છું એ ફકત ને ફકત અંકલ આન્ટી ના પ્રેમ ને લાગણીઓ ના લીધે.. “

રવિ હજુપણ ગુસ્સામાં રઘવાયો હતો.

“ જવા દે અફઝલ ની તોલે આવવું તારી હેંસીયત નથી. મારાં શરીર ના અડ્યાં વગર એ મારી રગે રગમાં લોહીની સાથે વહે છે. મારું રુવાડે રૂંવાડું અફઝલ નું નામ રટે છે. ઓતપ્રોત છે. મારી આત્મા સાથે એકાકાર ચુકયો છે અફઝલ. એકવાર આ શરીર થી ચામડી દૂર થાય પણ મારાથી અફઝલ ને દુર કરવો સહેલો નથી. અને તારા જેવો નફ્ફટ માણસ આ લાગણીઓ ને કયારેય ન સમજી શકે. રહી વાત ધર્મ ની તો કોઈ ધર્મ ના પુસ્તક મા એવું લખ્યુ નથી કે હિન્દુ, મુસલીમ, ઇસાઇ, પારસી કોઈ બીજા ધર્મ મા લગ્ન ન કરી શકે. માણસ માત્ર માણસ ને ચાહી શકે.અને પ્રેમમાં ક્યાંય સીમારેખા હોતી નથી. અને હા સાચવે તારી જાત ને એકવાર અફઝલ ને ખબર પડી ને કે તે અબ્બુ અને મારી સાથે આ વર્તન કર્યું છે તો....અને અંકલ આન્ટી ને ખબર પડશે તો શરમ ના માર્યાં એ કોઈ ને મોઢું પણ નહીં બતાવે.”

રવિ આ વાત સાંભળી ને મોટે થી હસ્યો.

“ ઓહહ...! તો હિરોગીરી પણ આવડે છે એમને..? પણ તું હજું મને કયાં ઓળખે છે..”

રવિએ અપરા ને એનાં બેડરૂમ માં પુરી દીધી.

“अब्बू आप ठीक तो हो? “

અફઝલ ગુસ્સામાં કાળઝાળ હતો. આબીદઅલી ના ફોન કરતા જ અફઝલ દિલ્લી એરપોર્ટ થી જ પાછો અમદાવાદ આવી ગયો.

“ कोन था वो? क्या हुआ था ? आप को कुछ कीया तो नहीं?”

“ मुजे नही पर अपरा को उसने मेरे सामने मारा ओर उसे ले गया। और आपको अपरासे दूर रहने को कहा है।“

આબીદઅલી એ અફઝલ ને માંડીને બધી વાત કરી.

“ आप फिक्र न करें मैं देखता हूँ। रोशनखाला आप अब्बू का ध्यान रखना मैं अभी आया।“

અફઝલ ઘરેથી સીધો જ જુહાપુરા પોલીસ સ્ટેશને સબ ઇન્સપેક્ટર મહિપતસિંહ રાણા પાસે પહોંચી ગ્યો. એક સમયે કોલેજમાં રાણા અફઝલ ના સીનીયર હતાં અને બંને સારા મિત્રો હતા. અફઝલે બધીજ વાત PSI રાણા ને કરી.

“ રાણા મારે કોઈ કંપ્લેઇન કરવી નથી. કારણકે અપરા અને હું હજું કોઈ ચોક્કસ સામાજીક બંધન મા બંધાએલા નથી. એટલે મને ડર છે કે વાતનું વતેસર કરીને આડે પાટે વાત ચડી જાય તો અમારા બંને ની જીંદગી માં નકામું રાજકારણ રમાશે. અને ફાયદો મોટા રાજકારણીઓ ને થશે અને લોકોની ધાર્મિક લાગણીઓ સાથે ચેડાં કરીને હિન્દુ મુસલીમ ધર્મ નો મુદ્દો બનાવી અમારી જીંદગી વેરવિખેર થઈ જાશે. અને વાત ને કંઈ અલગ જ રૂપે...અને ખોટાં દંગાફસાદ સુધી વાતને પહોચાડવામાં આવશે. પણ ખેર અત્યારે તો આપણે ફક્ત અપરા નો ચિંતા કરવાની છે. “

PSI રાણા પણ સહેમત હતાં અફઝલ ની વાત થી.

“ અફઝલ તારી વાત સાચી છે ભાઇ. અપણે ખૂબજ ધીરજથી અને શાંતી થી આ મામલો હલ કરવો પડશે. નહીતર આગ લાગતાં વાર નહીં લાગે. અને વળી અહી તો બળતાંમાં પેટ્રોલ નાંખવા વાળાં ટાંપીને જ બેઠાં છે. તું કશુંજ રીએકટ કર્યાં વગર અપરા કયાં છે એ જાણવાની કોશિશ કર. એની શું પરિસ્થિતિ છે..? અને વળી પેલો રવિ એને વધું નુકશાન ન પહોંચાડે એ પણ ધ્યાન રાખવું પડશે. મને અત્યારે અપરા નો એક ફોટો અને ઘરનું એડ્રેસ વ્હોટસએપ કરી દે. હું એનાં ઘર આસપાસ સીવીલ ડ્રેસ માં થોડા માણસો ગોઠવી દઇશ. જેથી એ રવિ પર નજર રાખી શકાય. પણ સૌથી પહેલાં તું તપાસ કર કે અપરા ઠીક તો છે ને ? “

“ ઓકે... રાણા હું એમજ કરું છું. “

અફઝલ સીધો ઓફીસ પહોંચ્યો. એણે સ્ટાફ ના બેત્રણ જણાં જે અપરા ની નજીક હતાં એમને બોલાવ્યા અને બધી વાત કરી. રીશેપ્સનીસ્ટ ચાંદની ધણી વખત અપરા ના ઘરે ફોન પણ કરતી અને એનાં ઘરે પણ જઇ આવેલી. ચાંદની એ તરતજ અપરા ના મોબાઇલ પર રીંગ કરી.પણ નો રીપ્લાય આવ્યો. પછી તરતજ એણે લેન્ડ લાઇન પર કોલ કર્યો. રવિ એ ફોન ઉપાડ્યો.

“ હલો..”

“ હલો.. અપરા છે?”

“ તમે કોણ?”

રવિએ કડક અવાજે પુછ્યુ.

“ હું ચાંદની અપરાની ફ્રેન્ડ. મારી સગાઇ છે તો આજે અમારે બહાર શોપીંગ કરવા જવાનું હતું. “

“ હશે.. પણ અત્યારે એ બીમાર છે. સુતી છે.”

“ ઓહ.. શું થયું છે? “

“ મને ખબર નથી.... “

“ આન્ટી હોય તો આપો ને એ પણ મને ઓળખે છે.”

“ જુઓ ઘરમાં કોઈ છે જ નહી એટલે..અને હવે બીજીવાર ફોન કરતાં નહીં અને અપરા બીમાર છે એટલે હું એને ડિસ્ટર્બ કરવા નથી માંગતો. “

રવિએ જોરથી રિસીવર ફોન પર પટકી દીધું. જે કંઈ વાત થઇ એણે તરતજ અફઝલ ને જણાવી. બીજી બાજું PSI રાણા એ પોતાનાં બે માણસ ને અપરા ના ઘર ની આજુબાજુ નજર રાખવા મોકલી આપ્યાં. રવિએ પણ હવે માજા મુકી હતી. એણે અપરા ને ખુબ સંભળાવ્યું. અપરા ના ભુતકાળ વિશે. અને સાફ શબ્દ માં પોતાની સાથે લગ્ન કરવાની હા જ પાડવી એવું સમજાવી દીધું.. બે માણસ સતત અપરા ના ઘર પર નજર રાખીને ઉભાં હતાં. રવિ ઘરમાંથી બહાર આવ્યો નથી એવી વાત એમણે PSI રાણા ને જણાવી. રાત્રે નવ વાગ્યે અફઝલ અને રાણા પણ ત્યા પ્લાન પ્રમાણે ચાંદની અને નિષીત સાથે પહોંચી ગયાં. અને ચાંદનીને નિષીત સાથે અપરા ના ઘરે જવા કહ્યુ. ચાંદની એ ડોરબેલ વગાડી. નિષીત બહાર દરવાજા પાસે બાઇક પર જ ઉભો રહયો. રવિ એ તરતજ દરવાજો ખોલ્યો.

“ કોણ...તમે..?”

એણે અડધો જ દરવાજો ખોલ્યો અને પોતે દરવાજા માં વચ્ચો વચ્ચ ઉભો.

“ હું ચાંદની આજે ફોન કર્યો હતો એ. અપરા ની તબીયત ખરાબ છે તમે કહ્યું.”

“ હા...હ..હવે એ.. સારું છે. એ આરામ કરેછે “

રવિ અચકાયો..ચાંદની થોડી આગળ વધી.

“ હું મળી શકું?”

“ ના એ દવા લઇ ને સુઈ ગઈ છે. તમે સવારે ફોન પર વાત કરી લેજો. “

હજું આટલું બોલીને રવિ દરવાજો બંધ કરવા જ જતો હતો. આટલામાં જ અફઝલ PSI રાણા બે કોન્સ્ટેબલ અને નિષીત સાથે દરવાજા ને ધક્કો મારીને અંદર સુધી આવી ગયાં. રવિ હજું તો કંઈ વિચારે કે સમજે એ પહેલાંજ રાણા એ પોતાનો પરિચય આપ્યો. હવે રવિ પુરેપુરો સલવાઈ ગયો હતો. એ કંઈ બોલે એ પહેલાંજ રાણા એ ધમકી ભર્યાં અવાજે કહ્યુ.

“ જો ભાઇ સીધી રીતે છોકરી ને અમારે હવાલે કરી દે. નહીતો હજું પોલીસ કંપ્લેઇન થઇ નથી. પણ જો એ છોકરી લિગલ કંપ્લેઇન કરશે તો તારી હાલત ખરાબ થઈ જાશે.”

રવિ હવે ડરી ગયો એણે તરતજ અપરા નો રુમ ખોલી નાંખ્યો અને અપરા બહાર આવી. ચાંદની અપરા ને લઇને બહાર નીકળી ગઇ. અને પછી અપરા સીધી અફઝલ ની સાથે એના ઘરે પહોંચી ગઇ. ચાંદની પણ બે દિવસ અપરાની સાથેજ ત્યા રોકાઇ.

બે દિવસ પછી મનુભાઇ અને સરલા બહેન પણ ઘરે પાછા ફર્યા. આવતાં વેંત જ એમણે અપરા ને બુમ પાડી.

“ અપરા...બેટા..અપરા...”

રવિ બહાર આવ્યો. રવિ નો પાસો ઉલ્ટો પડયો. પોતાનું ધાર્યું ન થયું એટલે એ રઘવાયો થયો હતો. એટલે તરતજ એ ગુસ્સા માં તાડુકયો

“ ભાગી ગઇ...રાખો હજુ.. આવીઓ ને ઘરમાં ભાગી ગઇ એ..એ..એ. પેલા એનાં મુસલમાન આશિક સાથે..”

“ હેં... શું?”

સરલા બહેન બોલ્યા. મનુભાઈ અને સરલા બહેન કંઈ જાણતાં ન હતાં એમના મોઢાં માંથી હાયકારો નીકળી ગયો.

“ શુ..શું...તુ..આ શું બોલે છે ભાન પણ છે તને ?”

મનુભાઈ જરા ઉચા અવાજે બોલ્યાં.

“ કહ્યુ હતું તમને..કે અને હાથમાં રાખજો. બહુ છૂટછાટ ન આપો. એના મા બાપ એ પણ આટલી છૂટમાં નથી રાખી. પણ તમારે તો એ દિકરી કરતા પણ વધું હતી. “

મનુભાઈ ના પરસેવા છૂટી ગયાં. એ ડધાઇને ખુરશી પર બેસી ગયાં.

“ જો રવિ આમ અડધી વાત ન કર પુરી વાત રાડો પાડયાં વગર શાંતી થી જણાવ કે શુ થયું.?”

રવિ ને હવે મોકો મળી ગયો હતો. અપરા ને ફરીથી જાળ મા ફસાવવા નો. એણે વાત મા તરતજ વધું મસાલો ઉમેરી ને કરવા માંડી.

“ પપ્પા મમ્મી જો ભરોંસો કરજો મારા પર. તમને આ વાત ખોટી લાગશે પણ હા આ વાત સાચી છે.અપરા એની કંપની ના બોસ સાથે ભાગી ચૂકી છે. ઘણાં વખત થી એની ચાલચલગત ઉપર નજર હતી મારી. એ ઘરમાં ખુબ સારી સીધી થઇ ને ફરે છે. પણ એક બે વખત મેં એને એના બોસ ના ઘરે જતાં જોઈ ત્યારથી મને શંકા પડી ગઈ હતી. વળી મેં અપરા ને પૂછવાની પણ કોશિશ કરેલી. પણ તમે એટલી બધી માથે ચડાવી હતી કે એણે મને સાવ કચરાની માફક નીગલેટ કર્યો. અને આ ત્રણ દિવસ તમે હતાં નહી એનો લાભ લઈ ને રફુચક્કર થઇ ગઇ. હવે..હવે શું જવાબ આપવો નિતિન અંકલ ને? “

રવિએ શીફત થી પોતાની કરતૂત નો ઢાંકપિછોડો કરી દોષ નો ટોપલો અપરા પર ઢોળી દીધો. મનુભાઈ અને સરલા બહેન પણ મુંઝવણ મા પડી ગયાં હવે કરવું શું?. સરલા બહેન એ હવે ધીમેથી કહ્યું.

“ કહું છું.. આપણે નિતિન ભાઇને જાણ તો કરવી જ જોઈએ. જેમ બને એમ જલ્દી. જો રવિ ની આ વાત સાચી હશે તો પણ અને ખોટી હોય તો પણ. અપરા ઘરમાં નથી એ તો હકીકત છે. એટલે વળી કંઈ વધારે થાય તો જવાબદારી આપણી જ થઇ જાય.”

“ સાચી વાત છે તારી સરલા. હુ હમણાંજ રાજકોટ નિતિન ને ફોન કરી ને જણાવી દઉં છું. “

મનુભાઈ એ તરતજ રાજકોટ ફોન લગાડ્યો. રંજન બહેન અપરા ના મમ્મી એ જ ફોન ઉપાડયો.

“ હલો..”

“ હલો..ભાભી હું મનુ અમદાવાદ થી.”

“ અરે..! કેમ છો? મજામાં? અપરા ને સરલા બહેન શું કરેછે?”

“ બધા મજામાં ભાભી. પણ નિતિન હોય તો ફોન એમને આપો ને ? “

“ ભાઇ એ તો બહાર ગયાં છે. કંઈ કામ હોય તો આવે એટલે ફોન કરાવું. “

“ કામ..માં તો એવું હતુ ભાભી કે....”

“ કે?”

“ ભાભી અપરા...અપરા...”

“ શુ થયું ભાઇ અપરા ને..? કંઈ..કંઈ..”

“ ભાભી અપરા ઘરેથી ભાગી ગઇ છે.”

મનુભાઈ એ વધુ વાર ન લગાડતાં એક જ વાર માં આખું વાક્ય બોલી નાખ્યુ.

“ હેં...શું..”

રંજનબેન ની આંખો આશ્ચર્ય થી પહોળી થઇ ગઇ. ગભરામણ થી શરીર પરસેવે રેબઝેબ થઈ ગયું. અને હ્રદય ના ધબકારા એકદમ ઝડપી થઇ ગયાં. હવે એ બોલતી વખતે પણ થોથવાવા લાગ્યા.

“ શું..? અ..અપરા.. ના ના હોય.. ભાઇ..મારી અ..અ....અપરા આ..વું ન કરે.”

“ શાંત થઇ જાઓ ભાભી. આવું બન્યું છે. આ હકીકત છે. મને જવાબદારી લેતી વખતે હતું કે અપરા ખોટું પગલું નહી ભરે. પણ એણેતો.... ખેર..નિતિન આવે એટલે કહેજો તરતજ મને ફોન કરે.”

“ હ...હ...હાઆ...”

રંજનબેન ના તો મોતીયા મરી ગયા. જાણે હમણાં જ મૃત્યુ ને ભેટી પડે તો છૂટકારો મળે. એક બે વખત તો માથું પણ કુટયુ.

“ અરે..રે... હે..ભગવાન આ તે કેવી રમતો માંડી છે.જયાં હોય ત્યાં સલામત રાખજો મારી દિકરી ને.”

નિતિન ભાઇને આવતા વેંત જ મનુભાઇ ના ફોન વિશે જાણ કરી.નિતિન ભાઇ પણ ખુબ ગુસ્સે ભરાયા. એમણે તરતજ મનુભાઈ ને ફોન કર્યો.

“ મનુ છોડ હવે એને. મરવા દે જયાં મરતી હોય ત્યા. આ..આ છોકરી શાંતી થી જીવવા નહી દે મને...”

“ નિતિન હજું સાબીત થયું નથી કે અપરા ભાગી ગઇ છે. રવિ જે વાત કરે છે એમાં સો ટકા તથ્ય ન પણ હોય. આપણે પુરી તપાસ કરવી પડે. અને મેળ ન ખાય તો પોલીસ કંપ્લેઇન પણ કરવી પડે..અને અપરા ના પિતા તરીકે એમાં તારી જરૂર પડશે. એટલે તું અહીંયા આવી જા પહેલાં. અને અમ પણ એણે ઘણું ભોગવ્યું છે. ચાર પાંચ વર્ષ થી એ દિકરી મારી સાથે છે. એટલે કારણ કંઈ તો હશે. આપણે જાણવું જોઈએ. અપરા એમ કોઇ ખોટું પગલું ભરે એમ નથી. છતા પણ આવું કર્યુ “

નિતિન ભાઇ મને ક મને પણ જે પહેલી અને વહેલી મળે એ બસ માંજ અમદાવાદ રવાના થયાં.

અપરા ને પણ અફઝલ ના ઘરમાં ખુબ રાહત હતી. રવિ ની ચુંગાલ માંથી છુટયા પછી અપરા સીધી અફઝલ ના ઘરે જ ગઇ. અફઝલે PSIરાણા ને બધી લીગલ બાબતો પુછી લીધી. જેથી કરીને રવિ કે એના ઘરનાં કોઇ લીગલ મેટર ને ઇશ્યુ ન બનાવે. જે દિવસે અપરા ત્યા પહોંચી એની હાલત ખુબ ખરાબ હતી. શારિરીક અને માનસિક પણ. એ દર્દ થી કણસતી હતી. રવિ એ મારેલો માર હજું એના ગાલ અને હાથ પગ ઉપર લાલ ભરોડ થઇને ઉપસી આવ્યો હતો. એ ખુબ ગભરાએલી પણ હતી. ચાંદની અફઝલ અને આબીદઅલી આખી રાત અપરાની બાજુમાં જ બેસી રહયાં. અપરા શાંત થઇ જાય અને શાંતી થી ઉંઘે તોજ આરામ થાય માટે ડોક્ટરે એને ઉંઘનુ ઇંજેક્શન આપેલું ત્યાર પછી અપરા ઘસઘસાટ ઉંઘી. પણ આબીદઅલી સતત અપરા ના માથા પર વ્હાલ થી હાથ ફેરવતાં રહ્યા. સવારે અગિયાર વાગે અપરાની આંખ ખુલી. ચાંદની અફઝલ અને આબીદઅલી એની આસપાસ જ હતાં. એણે તરતજ ઉભાં થવા કોશિશ કરી પણ માર ના લીધે આખું શરીર જુરી રહ્યુ હતું. અંગે અંગ દુખાવા ના લીધે સજ્જડ થઇ ગયું હતું. એના મોઢા માંથી ઉભાં થતાં સહેજ ઉહકારો નીકળી ગયો. અને અફઝલ તરતજ જાગી ગયો.

“ શુ થાય છે તને??”

અપરા કંઈ બોલ્યા વગરજ આમતેમ ચકળવકળ જોઇ રહી.

“ શાંત થઇ જા. તુ હવે સેફ છે..અહીં આપણાં ઘરમાં જ છે.”

અફઝલ ફરી એના માથા પર હાથ મુકતાં બોલ્યો. આબીદઅલી પણ જાગી ગયાં હતા.અપરા એ આબીદઅલી નો હાથ ખુબ મજબૂતાઇ થી પકડી રાખ્યો હતો. એક બાપ તરીકે અપરા ની આ હાલત જોવી એમના માટે મુશ્કેલ હતું.

એ અપરાની માથે હાથ ફેરવી ને અપરા ને એક બાપની હુંફ આપતાં રહયાં.

નિતિન ભાઇ પણ હવે અમદાવાદ પહોંચી ગયાં હતાં. એ મનુ ભાઇના ઘરે આવી પહોંચ્યા.

“ જો નિતિન ધીરજ થી કામ લેવું પડશે. ગુસ્સો ગરમી કરવાથી વાત બગડે એમ છે. અને...અને પાછું..”

મનુભાઈ એ વાતની શરુઆત કરી.

“ અને...અને શું મનુ..? હવે વધારે શું બાકી રહયું છે સાંભળવાનું? આમ પણ મેં એને તારા ભરોસે મોકલી હતી. તું એને સાચવી ન શક્યો. અને નીચાજોણું તો સમાજ માં મારા ભાગે જ આવ્યું.”

મનુભાઈ સમજી શકતાં હતાં કે નીતિનભાઈ એક બાપ તરીકે એનું દુખ હળવું કરેછે. પણ રવિ એ આવી ને બોલવાનું શરું કરી દીધુ.

“ સાંભળો એક તો એમની દિકરી ને રાખી એમનો ભાર હળવો કર્યો. એ મોઢું કાળું કરીને ભાગી ગઇ એમા પણ આપણો વાંક? અંકલ એ નાની નથી. સગીર છે હવે. સારા ખરાબ ની સમજણ છે એના માં. એણે જે કર્યું એમાં અમારો કોઈ વાંક નથી. એ પણ ઠીક પણ શોધી શોધી ને મુસલમાન શોધ્યો. નાત જાત..ઘરમ નીયમ બઘું ઉતર દક્ષિણ થયું. “

નિતિન ભાઇને વધું આઘાત લાગ્યો. હવે તો બારે વહાણ ડુબી ગયા. રાજકોટ જઇને ઘરમાં શુ મોઢું બતાવશે? રવિ હજુપણ પોતાની રમતને પડતી ન મુકી.

“ અંકલ..અંકલ આજે મમ્મી પપ્પા ની સામે કહું છું. મને તો એ ખુબ ગમતી હતી. મેં ઘણીવખત એને જણાવ્યું છે.પણ એ તો.. અનેહા હજુપણ એ જો પાછી આવે તો તમારે ખાતર, મારાં પ્રેમ ખાતર હું એને અપનાવવા તૈયાર છું. “

આટલું બોલીને વડીલોની નજર મા પોતે હિરો બની ગયો.

“ હા પણ પહેલાં ખબર તો પડે એ છે કયાં? પહેલાં તો તપાસ કરવી પડે અથવા પોલીસ કંપ્લેઇન કરવી પડે.કે અમારી દિકરી ગુમ થયેલ છે. “

રવિ હવે મુંઝાયો.પોલીસ કંપ્લેઇન થાય તો પોતાનું ભોપાળું છતું થાય. એટલે તરતજ એણે આડી વાત નાંખી.

“ અરે...ના ના.. એવું કાંઇ કરવું નથી.મને ખબર છે એ કયાં છે. મે એના પર બરોબર નજર રાખી છે. મારા મિત્રો દ્વારા મને એની બધીજ માહિતી મળતી રહે છે. આપણે સીધાજ ત્યા પહોંચી ને અપરા ને લઇ આવીએ. નિતિન ભાઇને તો રવિ પર માન થઇ ગયું એ ગળગળા થઈ ગયાં.

“ બેટા તારો પાળ માનું એટલો ઓછો છે. અપરા જો પાછી આવશે તો તારા જેવો જીવન સાથી પામીને એ ધન્ય થશે. અને સમય જતાં એ પણ આ વાત સમજી જશે.”

“ હા અંકલ અપરા ખુબ ભોળી છે. તમે જાણતાં નથી. એ ખુબ માલદાર પાર્ટી છે.અપરા ધણા વખત થી એની સાથે ફરે છે. મે ખુબ સમજાવવા ની કોશિશ કરી. પણ અંતે પેલાની જાળ માં ફસાઇ ગઇ.અને મમ્મી પપ્પા ના શ્રીનાથજી જતા જ એને મોકો મળી ગયો..”

રવિ ને હવે મજા પડી ગઇ. બધાને પુરે પુરી રીતે પોતાની વાત મા લઇ લીધાં હતાં. પોતાને બધાની નજર મા ઉંચો સાબિત કરી ચુકયો હતો. હવે ખરાખરી નો ખેલ થશે.

અપરા હવે શાંત હતી. શરીરને મળેલાં ધાવ રુજાવા લાગ્યા હતાં એ હવે સલામત જગ્યાએ હતી. અફઝલ,આબીદઅલી અને ચાંદની, નિષિત તથા બીજાં મિત્રો અપરા ની સાથે રહેતાં એને ખુશ રાખવા ની કોશિશ કરતાં. પણ હવે શું? અહીયાં કેટલાં દિવસ ? ઘરે પણ પાછું જઇ શકાય એમ નથી. અપરા સતત વિચાર્યા કરતી. સવારે અપરા ના ઉઠતાં જ રોશન ખાલા અપરા પાસે આવ્યા ને હસીબોલીઅને વાતો કરવાં લાગતાં. જેથી અપરા થોડી નોર્મલ થઈ જાય.

“ અફઝલ કાલથી હુ ઓફીસ આવવાનું શરું કરી દઇશ. આમ પણ હવે મને સારું છે.અને પછી કયાંક રેન્ટ પર ઘર....”

“ હમ...! એટલી ઉતાવળ છે? પહેલાં એકદમ તાજીમાજી થઇ જા અને પછીજ ઓફીસ જવાનું છે. અને હા અહીયાં શું તકલીફ છે?. આમ પણ તારે આવવાનું તો અહીયાં જ છે ને? તો પછી અહીં તારા જ ઘરમાં રહેવામાં શું તકલીફ છે?”

“ ઓફીસ જઇશ તો જલ્દી રીકવર થઇશ. અને જ્યા સુધી આપણાં લગ્ન ન થાય ત્યા સુધી આ ઘરમાં...અને આમ પણ અબ્બુ હવે હા પાડશે? અને મારા ઘરમાં તો હજું કંઈ જ ખબર પડશે ત્યારે. ”

અપરા અટકી ગઇ. અફઝલ ખડખડાટ હસ્યો.

“ અપરા કયાં સાયકયાટ્રીસ્ટ ને કંન્સલ્ટ કરવાં છે? “

અફઝલે અપરા ને પોતાની તરફ ભીસીને એક જોરદાર ચુસ્ત જપ્પી આપી.

“ અરે પાગલ અબ્બુ તો હવે ઉતાવળ કરે છે.નિકાહ માટે. એ તો સામે થી તારા પપ્પા સાથે વાત કરવા પણ તૈયાર છે. એટલે રીલેકસ. અને ફ્રેશ થઇને બહાર આવ. આપણે આજે તારા માટે થોડું શોપિંગ કરી આવીએ.”

“ અફઝલ મને જેટલું દુખ જેટલી તકલીફો પડી છે ને ફકત તમારે નામ માત્રથી એ બધુંજ ભુલી જવાય છે. તમને આપીને ભગવાને મને સંપુર્ણ સુખ આપી દીધુ છે. “

અપરા પણ અફઝલ ની છાતી પર માથું ઢાળી ને નિરાંત નો શ્ર્વાસ લીધો. એટલાં માંજ બહારથી કોઇ ના મોટે મોટેથી બોલવાનો અવાજ આવ્યો. રોશન ખાલા તરતજ રૂમમાં આવ્યા.

“ અફઝલ ચલો જલ્દી..”

***