Bhint Khakhdavi to khuli books and stories free download online pdf in Gujarati

ભીંત ખખડાવી તો ખુલી

ભીંત ખખડાવી તો ખુલી

ગઝલ સંગ્ર્ર્રહ - કુલદી૫ કારીયા

આસ્વાદ- ગૌરવ પંડયા

થોડાં દિવસ અગાઉ Fb પર એક કોમેન્ટમાં મારાથી લખાયું હતું કે, 'કવિતા ઘર્ષણમાંથી ઉગતી હોય છે એવું માનું છું. સજૉન ફોલ્લા પડેલા હાથે નથી થતું હોતું, આ ઘર્ષણ થાય છે સુકાઈ ગયેલા આસુંઓવાળી આંખોમાં બંધ પોપચા તળે.'

આજે મારાથી લખાઈ છે કે, 'કવિતા સુકાઈ ગયેલા આસુંવાળી આંખોમાં બંધ પોપચાં તાલે તો થાય જ છે પરંતુ કવિતા જાડા કાચવાળા ચશ્મા તળેથી પણ આરપાર નીકળતી હોય છે.'

મિસ્કીન સાહેબે આ પુસ્તકનાં અંતિમ પૃષ્ઠ પર લખ્યું છે કે,'ભીંત ખખડાવવાનું ગજું જોઈએ.' મિસ્કીન સાહેબ સાંભળો છો ? જાહેરમાં અને જવાબદારીપૂર્વક કહું છું કે, તમે એકદમ સાચા છો. મારી પાસે પણ આશરે એક વર્ષથી આ ભીંત ખખડાવવાનું ગજું ન હતું.

હા, આ ભીંત ચણાઇને તરત જ I mean આ પુસ્તક પ્રગટ થત મંગાવી લીધું હતું પણ આજ સુધી આ ભીંત ખખડાવી શક્યો ન હતો એ માટે કુલદીપભાઈ ખરેખર દિલગીર છું. વિલંબ માટે ક્ષમા પ્રાર્થુ છું. પણ એક વાત છે હો કવિ, તમારી 'ભીંત' ભલે એક વર્ષ જુની થઇ તમારો શબ્દ તો તમારા સ્વભાવ જેવો જ છે તદ્દન 'ફ્રેશ'.

આ જે કંઈ લખ્યું છે તેને મારો વ્યુ, રીવ્યુ, મત, અભિપ્રાય વગેરે વગેરે માનવાની કે સમજવાની જરા પણ કોશિષ ન કરતા. આ કવિને રૂઢિપ્રયોગો ગમે છે, તો હું પણ એ રીતે કહેવાનો પ્રયત્ન કરું,'એમની ભીંત મેં મારા ભાવથી ખખડાવી છે. ખોલી છે.'

સમર્થ ગઝલકારોને વાંચ્યા છે એટલે કહી શકું છું કે પેન્સિલ સેલવાળી મારી નાનકડી સુરજ પાર પ્રકાશ નાંખવાનો પ્રયત્ન કર્યો છે.

કવિનું કર્મ માં, દિકરા, અગાશી, રસોડા, ફૂલ-ઝાડમાંથી બહાર નીકળ્યું છે. એમ કહી શકાય કે, ભીંત તોડીને બહાર આવ્યું છે. કવિતાને અલ્ટ્રામોર્ડન બનાવી છે અથવા તો કવિની ભાષામાં કહીએ તો 'ડ્રેસીંગ' કરવ્યું છે.

આ પુસ્તક વિશે વે બાબતો નોંધ્યા વગર રહી નથી શક્યો એટલે આશરે બે પાના જેટલો મારો ભાવ Post કર્યો છે.

કવિતામાં નીચેના આશરે 100 જેટલા શબ્દો-

બ્લેડ, બેડરૂમ, બ્લૉગ, બાલ્કની, બીચ, બલ્બ, બિગબૅન્ગ, બેકગ્રાઉન્ડ, પ્લેટફોર્મ, પોસ્ટર, ટેટુ, આઈ લવ યુ,

કેલેન્ડર, કૉપી, કોફી, કેનાલ, કેફે, કેમેરા, ક્રોસ, હેવીડોઝ, ડાયટિંગ, પ્લેટ, ટેબલ, ફેવિક્વિક, ઍફબી, ફ્રીઝર, ફોન, ફ્લોર, ફોટો, ફ્રેમ, ફેવરિટ, સેલફોન, સોંગ, સ્ટ્રીટલાઈટ, સોફાસેટ, સ્પીકર, સ્પીડબ્રેકર, સાઇલેન્સર, એસએમએસ, સ્ટેટસ, ફ્લોર, ફોટો, ફ્રેમ, ફેવરિટ, લાઈક, લોકલ, લાઈનસર, લેમ્પ, લેન્સ, લિફ્ટ, લેમ્પપોસ્ટ, ટ્રાફિક, હોર્ન, ટીચર, ટચ સ્ક્રીન, ટ્યુબલાઈટ, ટ્રેન, ગિટાર, ગ્રીલ, જીપીચેસ, ગ્રીસ, ગોશીપ, પેન, પ્લેન, ડાયરી, પૅરૅલિસિસ, બ્લૂ, બાઈક, બટન, રેલવેસ્ટેશન, રિપોર્ટિંગ, રોમ, નંબર, રૂમ, હૉલ, ટીવી, માઈક્રોસોફ્ટ વર્ડ, વેઇટિંગ રૂમ, ડ્રેસિંગ, નેપ્કિન્સ, એસી, ઓડિયો, ચેટબોક્સ.

એક જ સંગ્રહમાં અને જે વૈવિઘ્યતાપુર્વક વાપરવામાં આવ્યા છે તેટલા ફ્રેશ આજસુધી અન્ય કોઈ કાવ્યસંગ્રહમાં મારા જોવામાં તો નથી જ આવ્યા. વળી,મજાની વાત તો એ છે કે, પ્રયત્નપુર્વક આવા શબ્દો લાવવામાં આવ્યા હોય હોય એવું પણ મને તો નથી જ લાગતું. હા એટલું ચોક્કસ લાગ્યું કે,સર્જન દિલની આરપાર લાગ્યું.

બીજીવાત, કેટલાયે શે`ર એવા છે કે જે કેટલાય કલાકો સુધી વિચારતા કરી મૂકે છે. છેલ્લે છૂટક શે`ર કવિએ લખ્યા છે (સોરી,સર્જયા છે.) એ મારા મતે માત્ર છૂટક શે`ર નથી. એક જ .. માં સાંગોપાંગ અને સમગ્ર કવિતા છે.

હવેનો સમય ફિલીંગનો ઓછો અને ફોટોનો વધારે થઇ ગયો છે. લોકોને લોકો કરતા લાઈકમાં વધુ ઇન્ટરેસ્ટ પડે છે. આજનો માણસ વિશ્વાસ કરતા કોમેન્ટ વધારે કરતો થઇ ગયો છે. હવે લોકોના ઘરમાં પાંજરે પુરાયેલા પોપટ ઓછાને પાસવર્ડવાળી પેટર્ન અને પ્રાઇવસી વધારે રહેત... થઇ ગઈ છે. આંગળીના ટેરવેને સ્પર્શની એકમાત્ર લાગણી નહીં, જુદા-જુદા ઈમોજીવાળી ઈમોશન્શ વિશેષ રહેવા લાગી છે. આવા વર્સેટાઈલ સમયમાં માણસને ટીઅર્સ ઓછા ટ્રોલ વધારે ફુટે છે ત્યારે ભાષાનું નવું ડ્રેસિંગ કરેલી કવિતાની આવ... મલ્ટીકલર રંગરોગાનવાળી ભીંત ખોલવાનું ભલે મોડું મોડું પણ મને સૌભાગ્ય સાંપડ્યું તેનો આનંદ છે.

શ્રી અરવિંદ ભટ્ટે પુસ્તકમાં ખુશ્બુ ઉગાડવાનો પહેલો પ્રયોગ કરી નોંધ્યું છે કે,'....તને સમસ્યા છે પોતાની સાથે, સમાજ સાથે. યેસ સર. આપનું નિરીક્ષણ સરા...નીય છે, આપ વંદનીય છો કારણ કે, ભીંત એટલે જ શું? સમસ્યા જ ને. લોકો એકબીજાનાં ફેસ જોવા ફેસબુકમાં લોગઇન થાય છે ત્યારે 'વૉલ' જુએ છે આ વૉલ એટલે શું ? મારા મતે તો એક ભીંત જ.... સમસ્યા ન હોય ત્યાં સર્જન કેવું ?

માત્ર મારા ભાવનાં આધારે તમે ભીંત ખખડાવો એવી મારી અપેક્ષા પણ ન હોય અને અપીલ પણ નહીં પણ હા, મારી ચેલેન્જ ચોક્કસ છે કે, નીચે લખ્યા મુજબનાં બધા શે`ર વાંચશો તો તમે પણ ભીંત ખખડાવ્યા વિના નહીં રહી શકો.

આજે ભલેને ચોતરફ વિરોધ છે,

મારી ગઝલની ડુંગળીમાં રાજયોગ છે.

***

આવા હજી હજાર અખતરા કરીશ હું,

ખુશ્બુ ઉગાડવાનો આ પહેલો પ્રયોગ છે.

***

બ્લેડથી બચી ગયા છતાંય લોહી નીકળ્યું,

રૂનાં પૂમડાં હતાં એ ધારદાર નીકળ્યાં.

***

આંખ આસપાસ ડાઘ રૈ ગયા છે આજ પણ,

શીતળતાની જેમ આંસુ એકવાર નીકળ્યા.

***

જેવી રીતે કોઈ બેડરૂમમાંથી નીકળે,

એ રીતે અમે શરીરમાંથી બા`ર નીકળ્યાં.

***

આખો દિવસ બધાની ત્યાં આખો ઊડ્યાં કરે,

સામેના ઘરમાં કંઈ ગજબની બાલ્કની હતી.

***

જો તમારી આંખમાં દમ હોય તો જુઓ,

મેં હવા પર 'આઈ લવ યુ' કોતરાવ્યું છે.

***

વાત અહીંથી ક્યાંય જશે નૈ, છોડી દે ચિંતા,

જે ઘરમાં તું બેઠો છે એ ભીંત વગરનું છે.

***

તારી આંખોની આવીને કરવું શું ?

કે એમાં દરિયાનું હોવું બીચ વગરનું છે.

***

બે-ચાર કિરણોથી વધુ ચોરી ન થઇ શકે,

આખા સૂરજની કોઈથી કૉપી ન થઇ શકે.

***

કપમાં ભરીને પીવું છું,અફસોસ એ જ છે કે,

તારા કડક સ્વભાવની કૉફી ન થઇ શકે.

***

શું એને ફેવિક્વિક ચોંટાડી છે તમે?

કે ભૂખ પેટથી કદી નોખી ન થઇ શકે !

***

બારી પાસે જો નથી કાતર તો શેનાથી ?

એ સ્વયંના કાળ મુજબ આકાશ કાપે છે.

***

ઍફ બી પાર જઈ અને સૂંધી શકે છે સૌ

ફૂલ જે ઘરથી હજારો ગાઉ આઘે છે.

***

હિમાલયની જેમ જ ત્યાં પણ બર્ફ ઊગે છે, સાચી વાત,

કિંતુ એવો તર્ક કરીને તું ફ્રીઝરમાં ગંગા શોધે ?

***

બહુ જ દાઝ્યું છે મન તેથી તેના પર હું બરફ ઘસું છું,

ગરમ તપેલી જેવી તારી વાણી એને અડી ગઈ છે.

***

માથું ભલેને આભમાં અથડાય રોજ-રોજ,

કુલદીપ લખી શકે છે એ નીચે નહીં વળે.

***

કેટલી મીઠાશથી દાઝ્યો છું હું એ કહેવું ?

આંગળી બોલીહતી મેં તો ઉકળતી ચાસણીમાં.

***

આ એવી માટી જેમાં બધાંય સપનાં ફળશે,

કુંડામાં પીછું વાવો, પંખી ઊગી નીકળશે.

***

લાવ,એને અડી સ્હેજ હું સાંભળું,

બારસાખે ઘણી વાત બાઝી હતી.

***

અને બારણાં કેદ તોડીને ભાગ્યા,

અને ઘરનીહાલત છતી થઇ ગઈ છે.

***

સૌથીવધારે લોકો એમાં ભણી રહ્યા છે,

કપરી પરિસ્થિતિઓ જાણે નિશાળ થઇ ગઈ.

***

સાચે જ એક દિવસ, એમાંથી આજ ફાટી,

હું તો ઘણાં સમયથી,કાગળ ને પેન ઘસતો.

***

મારા તરફ એને શું આકર્ષતું હશે ?

કરતી નથી એ મારી સાથે વાત ફોનમાં.

***

એ બાજુથી ઘણા વરસથી નથી નીકળતો હું,

એ શેરીમાં મરી ગયેલું મકાન ભટકે છે.

***

જે નાવ તારી આંખમાં તરતી હતી વરસો થયા,

છાપામાં આવ્યું છે કે એ તોફાનમાં કાલે ડૂબી.

***

શું કામ ધોઉં હવે હું એને,

ચશ્માં પર ચોંટ્યા છે સપનાં.

***

તો તો કૅફેમાં વસવાટ કરવા જતો રહું,

પરી જેમ કૉફી વશીભૂત કરી ગઈ.

***

કાશ ગ્રીસના રસ્તા રોમ તરફ ન જતા હોત,

તો હું ય ઘરે જવાને બદલે આવી શકત તારા તરફ.

***

હું બે વાત શીખ્યો,

બીજી એ કે ડાળખીઓને નિયમિત કાપવી જોઈએ,

***

બે વેંતનો રસ્તો લંબાઈને ફરી એક હાજર કિ.મી.નો થઇ જાય,

બધું જ વિખેરી હું દિવસ આથમવાની વાટ જોતો કામે લાગી જઉ.

***

કૂંપળ ફૂટી ને તરત,પડી કાનમાં ધાક,

મારો એક જ વાંક,મેં ઊગવાનું સાંભળ્યું.

***

પાણીમાં રહેતા સૌ માણસ અંદર-અંદર વાત કરે છે,

ડૂબી જવાની બીક લાગે એવી બે કાંઠે જમીન વહે છે.

***

જોઈ શકાય દુનિયા, એવું કશુંક ઘારી,

ટી.વી.ની જેમ આજે ચાલુ કરી છે બારી.

***

અંતમાં એક વાત ચોક્કસ Share કરવી ગમશે. ઘણીવાર પથ્થરમાંથી... ફૂલ ઉગ્યાનું જોવા મળતું હોય છે. બસ એ જ રીતે, કુલદીપભાઈની આ એવી ભીંત છે જેની અંદર ફક્ત ફૂલ નહીં, આખેઆખો બગીચો છે જેની સુગંધ જો હજુ સુધી તમે નથી લીધી તો ફટાફટ સાઈનઅપ કરી લો એક અલ્ટ્રામોર્ડન કવિતાની ભીંત તમારા ટકોરા (લોગઈન) ની પ્રતીક્ષામાં છે.