Adhuri Rahi Gayeli Maafi books and stories free download online pdf in Gujarati

સાસુ મા કે સખી?

અધુરી રહી ગયેલી માફી

દેવાંગ દવે

davedevang.2004@gmail.com



© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as MatruBharti.

MatruBharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

અધુરી રહી ગયેલી માફી

અચાનક એની નજર ર્ીઙ્મી ર્એ ાર્હુ પર પડી .

રાકેશ શાહ સ્ટડી ફ્રોમ વિદ્યાનગર હાઈસ્કુલ ઉસ્માન પુરા.

સ્ક્રીન એમ ને એમ રહી ગયો અને એ વીસ વર્ષ પહેલાંનાં વિદ્યાનગર હાઈસ્કુલ નાં પટાંગણમાં પહોંચી ગયો...

એ જવાહર ગૃપ માં હતો લીલા સીક્કા વાળો સ્કુલડે્રસ અને રાકેશ સરદાર ગૃપમાં હતો.. રમતોસ્તવ અને રસોસ્તવ નું ઝનુન તો જે એ વખતે ભણ્‌યું હોય એ જ જાણે આમ તો પ્રથમ ક્રમે આવવા આ બે ગૃપ વચ્ચે જ હરીફાઈ હતી.. પ્રતાપ અને નેતાજી ગૃપના વિદ્યાર્થીઓ એ વખતે હરીફાઈમાં જ નહોતાં...

આ એક એવો માહોલ હતો જાણે બે દેશ વચ્ચે ની રમત હોય... આ કારણ એને સરદાર પર થોડી નફરત હતી... પણ હકીકતમાં અત્યારે ઉંધું હતું .

જેમ જેમ સમજ એની વધતી ગઈ તેમ તેમ જવાહરલાલ નહેરૂ ઉપર માન ઘટતું ગયું જ્યારે સરદાર વલ્લભ ભાઈ પટેલ ને પુજનીય ગણાય એટલો આદર થઈ ગયો...

પણ સ્કૂલ ની એ હરીફાઈ ના દિવસો જુદા હતાં રાકેશ અને એ એટલે કે સૌમિલ પટેલ બંને પોત પોતાના ગૃપ નાં લીડર હતાં...

સૌમીલ ફરી વર્તમાન માં આવ્યો.. એનો હાથ શર્ટ નાં ઉપરનાં ભાગે ફરી રહ્યો હતો... હાં અહિં જ સ્કુલ સીમ્બોલ આવતો ચાર કલરમાં...

એણે રાકેશ ને ફ્રેન્ડ રીક્વેસ્ટ મોકલી...

એક મેસેજ સાથે...

"હા! દોસ્ત રમત ને રમત તરીકે જ લેવી જોઈએ...

ૈં દ્બૈજજ ર્એ.. "

એ મેસેજ બોક્ષમાંથી બહાર નીકળે એ પહેલાં જ વળતો મેસેજ આવ્યો...

"ડૉ.સૌમિલ પટેલ

બહું ઘણાં દિવસે યાદ આવી."

રાકેશ નું ડૉ. સૌમિલ કહેવું એને જીવનની સૌથી મોટી ભુલ યાદ કરાવી ગયું...

રાકેશ પ્લીઝ મારે મળવું છે તને એ પછી મેં તને ઘણો શોધ્યો હતો... તું ક્યાં રહે છે? તારો કોન્ટેક્ટ નંબર આપ? તું શું કરે છે.? હું તને મળવા આવું કે તું આવીશ?

પ્રશ્નો ની ઝડી વરસાવી દીધી સૌમીલે મેસેજ બોક્ષમાં..

રાકેશે એક ફોટો મોકલ્યો... ડીજટલ વીઝીટીંગ કાર્ડ જ જાણે...

રાકેશ શાહ

ઝ્રસ્ડ્ઢ

સ્ીંષ્ઠરીદ્બ. રટ્ઠદ્બિટ્ઠ .ઙ્મંઙ્ઘ.

ર્ષ્ઠહંટ્ઠષ્ઠં

ટ્ઠિાીજરજરટ્ઠરટટજ્રટઅડ.ર્ષ્ઠદ્બ

ર્હ.૯૮૨ટટટટટટ૪.

સૌમિલ એનાં ફોન થી તરત નંબર ડાયલ કરવા લાગ્યો....

"સોરી, રાકેશ....

આ બે શબ્દો બોલવા હું રીતસરનો તડપ્યો છું. ડીયર... ફ્રેન્ડ આટલી તડપ મને કદી વર્ષા ને આઈ લવ યું કહેવા માટે પણ નહોતી થઈ... મારાં કારણે જ તારો મેડીકલ માં પ્રવેશ નહોતો થયો... બાકી મારાથી વધું લાયક તું હતો યાર!!!!!!!!!"

"અરે રીલેક્સ યાર! જીંદગી એ બધુંજ આપ્યું છે મેડીકલ ની ડીગ્રી સિવાય ...

દોસ્ત ... તું હજી ય એવો જ છે... એક્સટ્રીમ..."

"રાકેશ!આમ તો નહી જ..હું ઘણો જ બદલાઈ ગયો છું એ ઘટના પછી...પણ આ જે મને ફરી સૌમિલ બનવા દે.. મારે તારી દીલથી માફી માંગવી છે."

"સારૂં યાર! અત્યારે બધુંજ સારૂં છે...આ બે દિવસ તો હું દિલ્હી છું...સાસરે..૮ તારીખે આપણે મળી લઈએ...

એની વે હાઉ’ઝ યોર લાઈફ?"

સૌમિલ હસતાં હસતાં કહે છે... આમ તો બધું જ ફાઈન છે સિવાય કે મારાં સન ને પગે એક એક્સીડેન્ટ ના કારણે...જમણો પગ ઢીંચણ થી નીચે...

મને એ વખતે મારી ભુલ નું જ પરીણામ હોય ભાસતું હતું" બધુંય... સૌમિલ ને ડુમો બાઝી ગયો...

"અરે! ભુતકાળ ને ભુલી જા... યાર... પણ તારાં સનનું સાંભળી દુઃખ થયું...

ચલ!, પછી વાત કરીએ અત્યારે જવું પડશે મારે... સાસરે હોઈએ એટલે તારી ભાભી નું જોર સાત ગણું થઈ જાય...

ટેક કેર યાર... હું કાલે બપોરે ફોન કરીશ. બાય!!"

સૌમિલ ફોન પકડી ને ઉભો રહ્યો...

ત્યાં ઘોડીનો અવાજ આવ્યો....

નવ વર્ષ નો રીષી આવ્યો એક સ્પેશ્યલ ડીઝાઈન કરેલી વન હેન્ડ ઘોડી તેનાં આર્ટીફીશીયલ પગ સાથે જોડાયેલી હતી...

એણે રીષી ને ઉપાડી લીધો...

એની આંખો ભીની હતી...

રીષી એ કોમળ હાથોએ એનાં આંસુ લુછ્‌યા...

સૌમિલ. કશું પણ ન બોલી શક્યો સિવાય...

"સોરી બેટા..."

એ જ વખતે અંજલીએ પાછળ થી આવી સૌમિલનો ખભો દબાવ્યો.