One night time books and stories free download online pdf in Gujarati

એક રાત નો સમય

હુ દિપક ગઢવી

મારી ખુબ જ સરલ લાઇફ છે, કોલેઝ તો પુરી થઇ ગઇ હતી એટલે બસ નોકરી ની શોધ ચાલુ હતી, આમ તો હુ મોડો ઉઠતો નથી પણ ક્યાંરેક મોડો ઉંઠાઇ પણ જાય એમા નો કોમેંન્ટ, ઉઠુ એટલે પેલા બ્રસ કરુ પછી નાઉ ત્યાંર બાદ માતાજી ને યાદ કરુ, પુજા પાઠ કરુ અને નાસ્તો કરુ, અને એય ને પછી સાબરમતી રીવર ફ્રોન્ટ પર જઇને યાર દોસ્તો પાસે ગપા લડાવુ, બપોર થાય ઘરે જઉ પપ્પા અને ભાઇ તો નોકરી ગયા હોય એટલે હુ અને મારી માઁ બપોર નુ સરસ મજા નુ જમીએ ત્યાંર બાદ મારી માઁ થોડુ ઘર નુ કામ કરી ને આરામ કરે અને હુ મારા રુમ મા જઇને ફેસબુક વોસ્ટઅપ માં ગપા લડાવુ અને નવા જોબ ઇન્ટરીયા માટે અપ્પલાઇ કરુ, બસ આજ મારુ રોજીંદુ કામ પણ મને મુવી જોવા બોવ ગમે ખાસ કરીને ગુજ્જુ કોમેડી મુવીસ, મને એક મુવી નો ગમે એ છે ભુત, પ્રેત અને આત્મા વાડી મુવી લ્યા બોવ ફાટે મારી, વેજ્ઞાનીક અને મારા થી વધારે ભણેલા નુ કેવુ એમ છે ભુત, બુત કસું જ નો હોય !

જો આવુ કાઇ નો હોય તો મુવી અને સીરિયલ શુ લેવાને બનાવો છો અને અમુક મુવી તો એવી હોય કે જોતા જ ફુલ ફાટે, બાપ રે બાપ આપણુ તો જામતુ જ નથી ભુતો સાથે યાર, રાતે 10 વાગે એટલે હુ ગમે ત્યાં હોઉ પણ 10 ના ટકોરે ઘરે આવી જ જવાનુ કેમ કે ભુત 10 વાગા પછી જ મહેફીલ જમાડે એટલે ભઇ આપણુ રોજીંદુ જીવન આવુ છે,

પણ એક દિવસ મારા ભઇબંધ ના બર્થડે ના દિવસે મારા થી બોવ મોડુ થઇ ગયુ, પછી શુ મોઢા પર હનુમાન ચાલીસા ચાલતી હતી અને મન માં બોવ ડરાવના વીચાર ચાલતા હતા, હેલમેટ પહેર્યો હતો અને સાવ હલકો ફુલ જેવો થઇને સ્કુટ્ટર ચલાવતો હતો, પણ મન માં બીક એટલી હતી કે કદાચ પાછળ થી કોક અવાજ મારે તો ત્યાંજ પ્રાણ નીકળી જાય એવી બીક ચાલતી હતી, આવા હાલ સાથે હુ ઘર તરફ જતો ત્યાં મારુ ધ્યાંન ભટક્યું અને એક મોટી ઉંમર ના કાકા મારા સ્કુટ્ટર સાથે ભટકાણા.....

જીણી જીણી આંખુ અને સફેદ વાળ કુર્તો પજામો પેરેલ અને લગભગ 60 ઉપર એમની ઉંમર હશે,

મે કાકા ને પુછ્યું કાકા સોરી હો તમને વાગ્યું તો નથી ને પણ કાકા ધીરે હસી ને માથું હલાવી ને ના પાડતા હોઇ એવો ઇશારો કર્યો પછી મે ધીરે રઇ ને કાકા ને ઓટલા પર બેસાડી ને પુછ્યુ કાકા આટલી મોડિ રાત્રે તમે ક્યાં જવ છો અને તમે ક્યાંથી આવ્યા છો,

પણ કાકા કાંઇ બોલ્યા જ નઇ એટલે મે ફરી થી પુછ્યું,

કાકા બોલ્યા બેટા ચા પીતા પીતા વાત કરી તો કેવુ રે !

મે કિધુ કઇ વાંધો નઇ કાકા બેસી જવ સ્કુટ્ટર પર આપણે ચા ની લારી એ જઇ, ચા ની લારી થોડિ દુર હતી એટલે મે કાકા પુછ્યું કાકા હવે તો કો કે તમો કોણ છો, એટલે કાકા એ હસી ને કિંધુ હું ચંદ્રકાંત છુ અને અઈ જ બાજુ ની સોસાયટી માં રહુ છુ,

મારે બે છોકરાઓ છે પણ એ બે પથ્થર દિલ ઇન્સાન છે, અને એમની બઇરીઓ જમવા નુ પણ નઇ આપતી, આ તો મારુ પેન્શન આવે છે એમા મારુ 15 થી 20 દિવસ નુ ગુજરાન ચાલી જાય છે, પણ એક દિવસ મારા પેન્શન નો કાગળ આવ્યો પણ હુ ત્યાંરે મંદિરે ગયો હતો એટલે છોકરાઓ એ પેન્શન ની ટપાલ લીધી, પેન્શન અને વીમા ની ખબર પડી ગઇ, બેટા હુ જ્યાર થી નોકરી પર લાગ્યો હતો ત્યાર નો મારો જીવન વીમો ચાલુ હતો પણ હવે એ પેન્શન રુપી વીમો થયો છે જેમા મારુ ગુજરાન ચાલે છે,

એક દિવસ હુ મારા ભઇબંધ ને ગામે ગયેલો ત્યાંરે મારા દિકરાઓ એ કબાટ ખોલી ને મારા વીમા ના તમામ કાગળો લઇ ને વીમા કંપની ની મુલાકાત લઇ ને પાક્કુ કરી લીધુ કે મારો વીમો ચાલુ છે અને પેન્શન રુપી પાછો મડે છે, અને જો એ ગુજરી જાય તો 25 થી 30 લાખ મડે એમના વારસદાર ને,

પછી બંને ભઇઓને લાલચ જાગી અને મને સ્વર્ગે પોચાડવાનો પ્લાન કર્યો;

કાકા આવુ બોલ્યા એટલે મે સ્કુટ્ટર સાઇડ માં રાખ્યું અને કાકા સામે જોતો જ રહ્યો,

કાકા બોલ્યા ; એ દિકરા શુ સામે જોવે છે, હુ સાચુ કવ છુ,

એ દિવસે જ્યાંરે હુ ઘરે પરત ફર્યો ત્યાંરે ગરમ ગરમ જમવાનુ અને બધા મને જમાડવા નો આગ્રહ કરતા હતા લાગ્યુ એવુ કે બકરો હલાલ થવાનો હોય ત્યાંરે ખુબ જમાડે અને તાજો કરે એવી જ તૈયારી મારા દિકરાઓ એ કરી હતો,

મે પણ વીચાર્યુ કે આવો અવસર વારે વારે નઇ આવે લાભ લઇ લેવો યોગ્ય છે;મે તો ખુબ ધરાઇ ને ખાધુ, પછી રામ નુ નામ લઇ ને સુઇ ગયો પણ લગભગ મોડી રાત્રે 2 વાગ્યા ને આસપાસ છોકરાઓ અને એમની બઇરીઓ કંઇક ઝગળતી હોય એવુ લાગ્યુ એટલે ધીમે રહી ને એમની વાતો સામંભરવાની કોશીશ કરી તો એ લોકો મને મારી નાખવા નો પ્લાન બનાવતા હોય એવુ સંભરાણુ, પણ હુ પાછો સુઇ ગયો અને સવારે ઉઠ્યો અને નાઇને ભાગવાન ને પુજા પાઠ કરી ને બહાર નીકડ્યો ત્યાં વહુ એ રાડ પાડી કે બાપુજી ચા નાસ્તો કરીને મંદિર જાઉ; હુ તો હેબતાય ગયો કે જે વહુ પીવા માટે પાણી નો આપતી આજે એ વહુ ચા નાસ્તો કરવાનુ કે છે, એટલે મે કીધુ કે ભગવાન નુ નામ ગમે ત્યારે લેવાશે પણ આ માન અને આદર વારે વારે નઇ મડે એટલે મે પણ ચા નાસ્તો કર્યો અને મંદિર ગયો,

એક દિવસ બન્યું એવુ કે મારો ભઇબંધ બીમાર હતો એ અચાનક મ્રુત્યું પામ્યો અને મારે જવાનુ થયું એટલે ઘરે બધાને કઇને હુ મારા ભઇબંધના ગામે ગયો;

ત્યાં મે સ્કુટ્ટર ઊભુ રાખ્યુ અને ચા ની લારી આવી એટલે મે ચા નો ઓર્ડર કર્યો, બે કટ્ટીંગ લાઇ ભઇ....!!!

પેલો ચા વાડો ચાર આંખુ થી મને જોતો જ રહ્યો એટલે મે કિધુ કે એલા ભઇ તારી પાસે ચા માંગી છે જાન નથી માંગી,

બીચારો ચા વાડો કે સાહેબ બે કટ્ટીંગ કરતા આખી ચા પીવો ને ઓછી નઇ આપુ આમ બે કટ્ટીંગ લેવાની જરૂર નઇ પડે સાહેબ !

બકા મારી જોડે જે કાકા છે એના માટે અને મારા માટે મંગાવુ છુ બે કટ્ટીંગ, ચા વાડો કે સાહેબ શુ લેવા ગરીબ માણસ ની મસ્તી કરો છો તમારી સાથે બીજુ કોઇ છે જ નઇ તમો એકલા જ છો અને સ્કુટ્ટર છે બસ !

ચા વાડા ની વાત સાંભરી ને મે પાછડ જોયુ તો કાકા ગાયબ હતા, હુ પણ હેબતાઇ ગયો કે કાકા આટલી વાર માં ક્યાં જતા રહ્યાં, પછી મે સ્કુટ્ટર ચાલુ કરી ને કાકા ને આમથી તેમ શોધવા લાગ્યો પણ કાકા મડ્યાં નઇ એટલે હુ ઘરે જતો રહ્યો પણ આખી રાત મને ઉંધ નો તી આવતી બસ સવાર પડવા ની રાહ જોતો હતો, સવાર પડે એટલે પેલી સોસાયટીએ જઉ, એમ વીચારતો વીચારતો હુ સુઇ ગયો અને સવાર પડી એટલે તરત જ સ્કુટ્ટર ચાલુ કરી ને સોસાયટી માં ગયો અને બધા ને ચંદ્રકાંત કાકા વીશે પુછવા માંડ્યો, એવા માં અચાક પાછળ થી મારી ઉંમર નો નૌજવાન મારી પાસે આવ્યો અને મને પુછ્યું ચંદ્રકાંત દાદા ને તમે કેવી રીતે ઓડખો છો, અને તમારી ઉંમર મારા જેવડી જ છે તો તમે આજ થી 17 વર્ષ પેલા ગુજરી ગયેલા મારા દાદા ને કેમ ઓડખી શકો,

આ સાંભરી ને મારૂ હયુ ફુલ સ્પિડ માં ધકધકવા લાગ્યુ અને પેલા ભઇ ને સાન્ત વાતાવરણ માં એટલે કે ગાર્ડન માં લઇ જઇ ને પેલી રાત વાડી બધી વાત કરી તો પેલા મીત્રને ઘડીક તો સમજાયુ નઇ પણ પછી મે એમના દાદા ના રંગ રુપ ની વાત કરી તો એમને સમજાયુ કે એ મારા દાદા જ હતા,

પણ મને આખી કહાની દાદા એ કિધી નથી બસ એ એમના મીત્ર ના ગામે ગ્યાં પછી આગળ શું થયું એની મને નથી ખબર, ત્યાંરે પેલા મીત્ર એ ત્યાંથી વાત આગળ કરી અને કિધુ કે મારા દાદા જ્યાંરે પાછા આવતા હતા ત્યાંરે મારા પપ્પા..

અને મારા કાકાએ જુની બ્રેક વગર ની કાર રાતો રાત ક્યાંક થી લઇ આવ્યા અને કાર નંબર પ્લેટ વગર ની હતી એટલે પોલીસ ને પણ કાર ના માલીક ની ખબર ના પડી શકી ત્યાંર બાદ કાર ને ગેઅર માં નાખી ને જયાંથી મારા દાદા આવતા હતા એ બાજુ કાર લઇ જને રાખી, જેવા મારા દાદા આવ્યા કે તરત જ કાર ના એક્સીલેટર પર ઇંટ રાખી કાર નો ગેઅર નાખી ને જે બાજુ થી દાદા આવતા હતા એ બાજુ ચલાવી દિધી, હજુ દાદા આમ થી તેમ થાઇ એની પેલા કાર એમને કચડી ને દિવાલ સામે ભટકાઇ અને સરગવા માંડી, બોવ મોડી રાત હતી એટલે એ બાજુ થી કોઇ નીકળતુ પણ ના હતુ, એવામા કાર બ્લાસ્ટ થવાનો અવાજ સાંભરી ને ત્યાંથી થોડે દુર રેતા લોકો આવ્યા અને મારા દાદા જોયા કે તરત જ એમ્બુલેન્સ બોલાવી પણ દાદા તો ત્યાં જ મ્રુત્યું પામી ગયા હતા પણ તોય સરકારી દવાખાના માં એમનુ પોસ્ટમોટમ થયુ અને પોલીસ પણ એમની કાર્યવાહી કરતી હતી, સવારે બધા ને ખબર પડી એટલે દવાખાને ગયા અને પિતા ના મ્રુત્યુ નો ખોટો ઢોંગ રચવા માંડ્યા એવામા પોલીસે કિંધુ કે તમારા પિતા પર થયેલા અકસ્માત નુ એફ.આઇ.આર બાનાવો અને અમે એની સામે એક્સન લેશુ; ત્યારે મારા પપ્પા એ કિધુ ભલે સાહેબ, ત્યાર બાદ પોલીસ ધટના સ્થળ પર આવી અને કાર ની ડિટેઇલસ લેવા ની ટ્રાઇ કરતા હતા પણ નંબર પ્લેટ વગર કેમ જાંચ પડતાર થઇ શકે, પણ કુદરત ને કરવુ એમા એક દિવસ મારા પપ્પા પોલીસ સ્ટેશન ગયા એફ.આઇ.આર ની કોપી લેવા કેમ કે વિમો પાસ કરાવો હોય તો પોસ્ટમોટમ રિપોર્ટ અને એફ.આઇ.આર નો કોપી હોવી જોય તો જ તમારો વિમો પાકી શકે, પણ ઇન્સપેક્ટર સાહેબે બધી વિમા વીશે ની માહીતી લીધી અને એક દિવસ એ ઇન્સપેક્ટર સાહેબ વિમા કંપની માં ગયા અને વિમા કંપની ના અધીકારી એ આની પેલા બંને ભઇઓ આવ્યા હોવા નુ કિધુ, હવે 50% પોલીસ નો શક મારા પપ્પા અને કાકા પર ગયો એટલે વડી પોલીસ ધટના સ્થળ પર ગઇ અને બારીકી થી આખી કાર ની તપાસ ચાલુ કરી તો એક ગેરેઝ નુ સ્ટિક્કર મારેલુ હતુ અને પોલીસ એ સ્ટિક્કર ના આધાર પર ગેરેઝ ગયા અને ત્યાં મારા પપ્પા અને કાકા ની વાત કરી તો ગેરેઝ માલીકે અવળા જવાબ આપવા લાગ્યો, ત્યાર બાદ કાર ની મીકેનીક જાણકારી માટે પોલીસ હેડ ક્વાટર માં લઇ આવામાં આવી અને પછી મેકેનીકે કાર ની તપાસ કરતા, કાર નુ મોડલ અને કાર ના ચેસેજ નંબર પરથી અસલી કાર માલીક ની ઓડખ પડી અને કાર માલીક ને રિમાંડ પર લેતા પોલીસ ને જાણવા મડયુ કે કાર પેલા ગેરેઝ વાડા ને ત્યા પડી હતી અને કાર બોવ જુની હોવા થી મે એને વેચવાનુ કિધેલુ હતુ અને પરમ દિવસે એ કાર ના પૈસા પણ આપી ગયો હતો,

ત્યાર બાદ કોર્ટ ની મંજુરી લઇ ને પેલા ગેરેઝ વાડા પર કેશ કર્યો અને રિમાંડ પર લઇ ને થર્ડ ડિગ્રી ચાર્જ કર્યા પછી એણે બધી હકિકત કિધી હતી, મને 3 લાખ દેવાનુ કઇ ને કાર લઇ ગયા હતા અને બ્રેક ફેઇલ કરાવી હતી કેમ કે કાર ના રિપોર્ટ માં બ્રેક ફેઇલ આવે એટલે આ કામ ના ટોટલ 4 લાખ દેવાની સરત રાખેલ હતી, ત્યાર બાદ મારા કાકા ને પેલા ગેરેઝ વાડાને અને મારા પપ્પાને, હર એક વ્યક્તિ ના બયાન પર એ લોકો ને આજીવન કારાવાસ ની સજા થયેલ હતી, મે કિઘુ મીત્ર તો તારા દાદા હજુ કેમ આત્મા થઇ ને રે છે એમને મોક્ષ કેમ નઇ મલ્યો, ત્યારે પેલા મીત્રએ બોવ સરસ વાત કિધી કે જેના સગા દિકરા પૈસા ની લાલચ માં પોતાના સગા બાપ ને મારી નાખતા હોય એ જીવ ને મોક્ષ ક્યાંથી નસીબ હોય....

લેખક શ્રી...

દિપક ગઢવી