Pre Plan Murders books and stories free download online pdf in Gujarati

પ્રી પ્લાન મર્ડર

શહેર જ્યાં રસ્તાઓ સાકડા છે અને વાહનો જાજા છે, જ્યાં વસ્તીઓ જાજી છે અને મકાનો નાના છે, જ્યાં અવનવી માર્કેટો છે ત્યાં ધંધાઓ વધારે છે, રોજ અવાર નવાર કિસ્સાઓ ની ધટના થતી જાય છે, લુંટ, ચોરી, મારપીટ, મર્ડર જેવા અનેક ગુના થી ભરેલુ શહેર, આવામાં રહેવા માટે ખુબ હિંમત ની જરુર પડે એવુ શહેર,

મારુ નામ દિપક ગઢવી હુ પોલીસ સબ ઇનસ્પેક્ટર છુ, મારી પોસ્ટીંગ એક એવા શહેર માં થઇ જ્યાં મર્ડર કરવું એટલે માત્ર એક તમંચા ની અને ટ્રીગર ને પુસ કરવા ની હિંમત જોઇએ, અવનવા કેસો મારી સામે આવતા અને રાત દિવસ એક કરીને ઇનવેક્ટીગેશન કરી ને કોર્ટ સામે હાજર કરતો રહેતો, આમ થોડા દિવસો માં મારા નામ થી ગુનેગારો ના હૈયા માં બીક રહેતી હતી,

એક દિવસ મારા બાપુજી નો મને ફોન આવ્યો કે તને જોવા માટે દિકરી વાડા આવે છે માટે તુ ટાઇમ કાઢી ને ગામડે આવી શકીશ ?

મે એમને કિંધુ બાપુજી હુ અત્યારે બોવ જ કામ માં રહુ છુ જો શક્ય હોય તો તમે શહેર આવી જાવો પછી આપડે સામે થી દિકરી વાડા પાસે જઇસુ, બાપુજી કે ભલે બેટા, લે તારા બા ને ફોન આપુ છુ, બા બોલ્યા જય માતાજી બેટા કેમ છે તુ અને તારી તબીયત ?

મે કિધુ બા હુ એક દમ સારુ છુ અને મારી તબીયત પણ ખુબ જ સારી અને હવે તમે શહેર આવો મને તમારા હાથ ના થેપલા બોવ યાદ આવે છે માઁ, બા બોલ્યા અમે કાલે સવારે નીકળશુ તુ લેવા તો આવીશ ને ? હા બા હુ લેવા આવીશ જો એવુ હશે ને તો ડ્રાઇવર ને માકલી દઇશ એ આવી ને તમને લઇ જાશે, ઓકે સારુ બેટા સાચવીને રેજે હો જય માતાજી, ભલે બા જય માતાજી, આમ મારો ફોન પરનો વાર્તાલાપ પુરો થયો ત્યાં પોલીસ સ્ટેશન માંથી ફોન આવ્યો કે શહેર ના નાકે એક બંધ ફેક્ર્ટ્રી માં મર્ડર થયુ છે, એટલે હુ સ્પોટ પર પહોચ્યો જાચપડતાળ કરી અને બોડી ને લેબ પર મોકલી, અને હુ પાછો ઘરે આવ્યો અને સુઇ ગયો, ત્યાં રાત ના બે વાગ્યે પોલીસ સ્ટેશન પરથી ફોન આવ્યો કે હાઇવે બ્રીજ નીચે એક લાસ પડી છે અને લાસ હવલદારે ચેક કરતા લાગ્યુ કે મર્ડર કર્યુ હોઇ એવુ લાગે છે એટલે હુ પોલીસ જીપ લઇને ત્યાં પહોચ્યો અને લાસ ને બારીકી ચેક કર્યુ તો સેમ સ્ટાઇલ મર્ડર હતુ જે ફેક્ટ્રી માં થયુ હતુ એવુ જ મર્ડર બ્રીજ નીચે થયુ હતુ, આજુ બાજુ જોયુ ત્યાં ખુબ ઝાડ અને અગોચર જેવુ લાગતુ હતુ અને ડેમ ના પાણી ની લાઇન થી પાણી લિક થતુ હોવાથી ત્યાં કિચડ પણ હતુ અને એમા પગ ના જુટ્ટા ના નીશાન હતા જેનો ફોટો પાડ્યો અને જમીન નો એટલો ભાગ કાપી ને લેબ ટેસ્ટ માંટે મોક્લો, હવે સેમ એ જગ્યા પર ઉભો રહી ને જોયુ તો લગભગ દસ મીટર ની દુરી હતી પિસ્ટોલ થી મર્ડર થયુ તો એકઝેટલી કપાળ ના બરોબર વચ્ચેની જગ્યા પર ગોળી લાગે નહી એટલે સુટ ગન થી વિક્ટીમ પર ટારગેટ કરી ને ગોળી મારેલી હતી, હુ બસ લેબ રિપોર્ટ ની રાહ જોતો હતો પણ અચાનક હુ એ ફેકટ્રી પર ગયો અને ત્યાં જોયુ બારીકી થી તપાસ કરી તો સિગરેટ ના પીસ મડ્યાં એ જોય ને લાગતુ હતુ મર્ડરર વિક્ટીમ ની રાહ જોતો હશે, ત્યાં મારી નજર લોખંડ પર જામેલી ધુળ પર પડી જેમા મર્ડરર ના જુટ્ટા ના નીશાન હતા, મે ફોટો પાડ્યો અને લેબ માં મારો મીત્ર હતો એને વોહ્ટસ અપ કર્યો, ત્યાર બાદ ઘરે ગયો અને ફેકટ્રી વાડી બોડી અને બ્રીજ વાડી બોડી ના ફોટા જોયા પણ સેમ જ સુટ લાગતુ હતુ પણ બુલેટ હોલ એક મોટો લાગતો હતો અને એક પાતળો લાગતો હતો એટલે મે સવારે ચાર વાગ્યે મારા મીત્રને ફોન કર્યો પણ ઉપાડ્યો નહી એટલે હુ એના ઘરે ગયો, ત્યાં બહાર આવ્યો એટલે મે કિધુ ચાલ આપણે લેબ માં જાય, ત્યાં એ બોલ્યો ઓ સાહેબ માન્યુ કે હુ તારો મીત્ર છુ એનો મતલબ એ નહી કે તુ ગમેત્યારે આમ મને હેરાન કર ઓકે, અને આમેય તે હુ ફોરેનસીસ ડોક્ટર છુ તુ મને આમ આટલી બધી રાતે હેરાન કરી ના શકે, મે કિધુ અરે યાર છોડને બધી વાત ખુબ જ ઇન્ટ્રેસ્ટીં કેસ લાગ્યો છે હાથ માં યાર સમજને અને હા હુ એક ખુસી ના સમાચાર પણ આપીસ બસ હવે તો ચાલ યાર, અરે વાહ ખુશી ના સમાચાર એમ...આ વડી નવુ બહાનુ બહાર કાઢ્યુ મને મનાવાનુ એમ...અછા સાંભરને તુ બે કપ ચા બનાવ ત્યાં હુ ફ્રેશ થઇ જવુ અને હા એની પેલા તારે અંદર આવુ પડશે કા સાહેબ, હવે શુ હુ હાથ જોડી ને અંદર આવાની વિનંતી કરુ કે અંદર આવી જશો...મે કિધુ હા લે બાપા આવી ગયો અંદર અને કિચન માં ચા બનાવા જઉ છુ જો ચા બન્યા પેલા તુ આવ્યીશ નહી ને કાર તારે ચલાવી પડશે ઓકે....ઓકે ઓકે યાર તુ પેલા ચા તો કર મને વાર નહી લાગે, ત્યાર બાદ મે ચા બનાવી અને અમે ચા પી ને નીકળ્યા અને લેબ પહોચ્યાં ત્યાં મે એ બંને લાસ ને તપાસ કરી અને સુટ માર્ક કર્યુ તો વેરી ઇનટ્રેસટીંગ કહાની સામે આવી કે ફેકટ્રી વાડી લાસ માં માથા પર એક જગ્યા પર બે ગોળી ફાયર થઇ છે અને બ્રીજ વાડી લાસ માં .5mm ની એક જગ્યા પર બે ફાયર થયા છે એ પણ એ નીચે પડે એની પેલા, મતલબ કે .9mm અને .5mm ની બુલેટ વાપરી છે હવે આના સીલ સ્પોટ પર પડ્યા હશે જ્યાંથી ફાયર થયુ એના પાછળ ના ભાગ માં સીલ હોવા જોઇએ, મે મારા મીત્રને કિધુ કે લાસ ની કોઇ ઓડખાણ નીકળી કે નહી, એણે કિધુ હા નીકળી છે, જે ફેકટ્રીવાડી લાસ છે એ પોતે જ ફેકટ્રી ઓનર છે અને હુ માનુ છુ ત્યાં સુધી આ બંને એક બીજા ઓડખતા હોય એવુ લાગે છે કેમકે લાસ્ટ નાઇટ ક્લબ નુ કાર્ડ મડયું છે જે બંને પાસે છે અને પ્રેસેન્ટ નાઇટ માં પણ ક્લબ માં હારે હતા અને ત્યાથી ફેકટ્રી ગયા હોય એવુ જુટ્ટા પર થી માલુમ થાય છે કારણ કે લોખંડ પર લાગેલી ધુડ અને વિક્ટીમ ના જુટ્ટા પર લાગેલી ધુળ નો રિપોર્ટ સેમ જ આવે છે તો ગઢવી સાહેબ તમે એક મેરબાની કરો કષ્ટ કરો મને કેવાનુ પેલા ખુશી ના સમાચાર ત્યાં હુ સિગાર ના થોડા ટેસ્ટ લઇ સકુ, ત્યાં હુ સરમાતો બોલ્યો કે મારા બા બાપુજી આવે છે અને અમે લોકો દિકરી જોવા જવાના છિ...ત્યાં તો પેલા એ અવાજ કર્યો લ્યા દિકરી તને જોવાની છે કે તુ દિકરી જોવા જાસ હે...અરે કેટલો સરમાઇ છે યાર તુ અત્યાર થી આવો રહીશ તો લગન પછી ક્રાઇમ સ્પોટ સુધી તો જઇશ જ નહી કા...

અરે ના ના એલા એવુ નથી હુ સરમાળ તો પેલેથી જ છુ યાર...ત્યા એ બોલ્યો કે તુ સરમાળ હોય તો પોલીસ માં કેમ ભર્તી થયો યાર ક્યાંક બીજે ભરતી થવુ તુ ને...અરે પોલીસ તો મારૂ પ્રોફેશન છે અને સરમાવુ એ તો મારી મરીયાદિત લાઇફ છે કેમ કે આની પેલા એક છોકરી નુ પર્સ ખોવાયુ હતુ આમતો ચોરી થયુ હતુ પણ કમ્પલેન ખોવાય જવાની આવી હતી, ત્યારે પર્સ દેતા દેતા હુ બોવ સરમાતો હતો એ છોકરી પણ બોલી ચિંતા ના કરો ભાઇ હુ પરણેલી છુ,

ત્યારે મને સાંતી થઇ હાસ...તો વાંધો નહી બેન પણ ચુડિ ચાંદલો રાખતા જાવ નહીતર મારે કંઇક ને પકડવા જોશે કેમ કે તમે ભાઇ કિધો અને મારો હક બને છે તમને આટલુ કેવાનો...પછી એ બેને કિધુ હા ચોક્કસ હવે થી પુરી રીતે પતિવતા સ્ત્રી બનીશ બસ....ત્યાં મારો દોસ્ત બોલ્યો અલ્યા તુ કેવો છે હે તુ મર્દ છે અને મર્દ કોઇ દિ સરમાતા હશે હાલ હાલ હવે....આવી અમારી રમુજી અને ટચુકડિ મસ્તી માં સિગાર નો રિપોર્ટ તૈયાર થયો તો જાણવા મડ્યુ કે આ એક ઇટરનેશનલ બ્રાન્ડ ની સિગાર હતી જે શહેર માં અમુક જગ્યા પર જ મડે છે જે હાઇફાઇ હોય, મારી કડી થી કડી જોડવા ની હતી જેમા મારો આ દોસ્ત હાલ્ફ પોલીસ તો થઇ જ ગયો હતો પણ એને મનાવો બોવ અધરો હતો પણ એને લઇ ને રેલ્વે સ્ટેશન ગયો જ્યાં બા બાપુજી આવાના હતા, એટલે અમે ચા પીવા ત્યાં લારીએ ઉભા રહ્યા ત્યાં મારી નજર પેલી સિગાર પર પડી એટલે મે મારા દોસ્તને કિધુ પેલે જો પેલી સિગાર અહીયા પણ વહેચાય છે એટલે મે યુનીફોર્મ પહેરીયુ ના હતુ એટલે પેલા દુકાનદારને પુછ્યુ ભાઇ આ આવડી મહેગીં સિગાર તારી પાસે ક્યાંથી આવી એટલે પેલા દુકાનદારે કિધુ કે મારો એક કસ્ટમર છે જે મહિનાની સિગાર મારી પાસે થી મંગાવે છે, અસ્છા તો એ ક્યારે આવે તમારી પાસે લેવા માટે, અમમમ...લગભગ બે દિવસે આવે છે કેમ કે પરમ દિવસે આવ્યા હતા, એટલે હવે સાંજ પડતા એ આવી ને લઇ જાય, હવે મારો સક લગભગ એ સિગાર લેવા વાડા પર જતો હતો કેમ કોઇ વ્યક્તિ લારી વાડા પાસે આવડી મહેંગી સિગાર કેમ મંગાવે, ત્યાં મારા બાપુજી નો ફોન આવ્યો એટલે અમે સ્ટેશન પર ઉભા રહ્યા, બા બાપુજી આવ્યા એટલે હુ અને મારો દોસ્ત પગે લાગ્યા ત્યારબાદ બા બાપુજી ને ગાડી માં બેસાડ્યા અને ઘરે ગયા, મે મારા દોસ્ત ને ધરે જ રોકાવાનુ કિધુ કેમ કે એણે પણ પરોઠા ભાવતા હતા, હુ સાંજ પડવાની રાહ જોતો હતો અને લગભગ પાંચ વાગાની આસપાસ હુ અને મારો દોસ્ત પેલી લારી ની બાજુની ગલી માં રહી ને પેલા સિગાર લેવા વાડા ની રાહ જોતા હતા, ત્યાં મારા દોસ્ત ને મેસેજ આવ્યો એમા જુટ્ટા નુ નામ, સાઇજ અને ક્વાલીટી ની ખબર પડી, એવા માં એ વ્યકતિ ત્યાં આવ્યો અને સિગાર લેતો અને અમે બંને ઉભા થયા એને દબોચવા ત્યાં અચાનક જ એ નીચે પડ્યો અને અમે ત્યાં ગયા તો માથા ના પાછળ ના ભાગ માં ગોળી મારી હતી, મારો દોસ્ત લાસ ને જોતો હતો અને હુ મારી સર્વીસ રિવોલ્વર કાઢી ને સ્પોટ ની દસ કિલો મીટર ની દુરી સુધી આજુ બાજુ બાજ નજરે થી સોધતો હતો પણ ત્યાં કોઇ દેખાણુ જ ના હતુ પણ નજીક માં એક એપાર્ટમેન્ટ હતો એમા ગયો અને ટેરેસ પર ચડ્યો જ્યાં કોઇ હતુ નહી પણ બારીકી થી બધી બાજુ જોવાનુ ચાલુ કર્યુ પણ મડ્યુ કાંઇજ નહી એટલે મે મારા ફિંગર પ્રીંટ એક્સપર્ટ સ્ટાફ ને બોલ્યા અને કિધુ કે ફિંગર ટેસ્ટ ફટાફટ કરો મારે રિઝલ્ટ જોઇએ છે, ત્યાં બે ફિંગર અને પગ ના જુટ્ટા ના પ્રીંટ મડી, હવે કેસ મારા માટે બોવ અધરો થઇ ગયો હતો એવામાં કમીશનર નો ફોન આવ્યો, ગઢવી વોટ્સ ગોઇન ઓન ઇઝ હેઅર ઇટ્સ ટ્રીપલ મર્ડર ઓન હોલ નાઇટ એન્ટ ડે, મે કિધુ સર આઇ નોઝ આઇ એમ ઓન ક્રાઇમ સ્પોટ આઇ વિલ ટ્રાઇ ટુ માઇ બેસ્ટ સર,

સર નો નોટ ઓનલી ટ્રાઇ આઇ વોન્ટ રિઝલ્ટ, યુ હેવ ઓન્લી ટુ ડેઇસ, ઓકે...

હુ ઓકે સર...

ફિંગર પ્રિંટ લઇ ને અમે લેબ માં ગયા મારો દોસ્ત કે જા જા દિકરી જોવા હવે, પેલા કેસ જોવા પડશે તારે અને એ પણ બે જ દિવસ માં કેમ કરીશ તુ યાર...

વિક્ટીમ ની બોડી ચેક કર કાંઇ ક્લુ મડે છે કે નહી, એણે બોડી પર ના કપડા અને પર્સ ચેક કર્યા એમા વિભુતીવનદાસ શેઠ નુ કાર્ડ હતુ એટલે કાંઇ પણ વીચાર્યા વગર હુ ત્યાં પહોચ્યૉ અને એમને મડવા વાત કરી પણ તેવો ગોવા ગયા હતા, હવે મારી પાસે આ એક જ ક્લુ હતુ બીજુ તો કંઇ હતુ નહી એટલે રાત ની ફ્લાઇટ પકડી ને હુ પણ ગોવા ગયો એમના મેનેજરે જે એડ્રેસ આપ્યુ હતુ તે હોટેલે હુ પહોચ્યો, અને એમની પેલા તો હરકત જોવા માટે મે એમની બાજુ નો રુમ બુક કરાવ્યો, સવારે હુ ઉઠ્યો અને મે બહાર આવી ને જોયુ ત્યાંના એક મીટીંગ હોલ માં મોટા માણસો ની હારે વાતચિત કરતા હતા એ વાતચિત લગભગ કલાક જતી રહી તોય તે હલતા નો હતા એવામા બાપુજી નો કોલ આવ્યો,

બાપુજી-અરે બેટા તુ ક્યાં છે અને આખી રાત તુ ઘરે ના આવ્યો હે અને આજે આપણે દિકરી વાડાને ત્યાં જવાનુ હતૂ ને

હુ-જી બાપુજી પણ હુ એક કેસ ને લઇને ગોવા આવ્યુ છુ અને બોવ ફસાએલો છુ માટે બે દિવસ પછી જસુ ઓકે બાપુજી...

બાપુજી-ભલે બેટા સાચવીને રેજે હો...જય માતાજી

હુ-ભલે બાપુજી જય માતાજી...

ત્યાં એ લોકો ની મીટીંગ પુરી થઇ એટલે હુ એમને મડવા ગયો પણ એમનો પી.એ મને અંદર જવા દેતો ન હતો એટલે મે સુધ્ધ ભાષા માં સાઇડ માં લઇ એક ખેચી ને લાફો માર્યૉ અને બોલ્યુ હુ પોલીસ છુ અને હુ અઇયા મોજસોખ કરવા નથી આવ્યો સમજ્યો આવુ હુ બોલ્યૉ એટલે પાછળ થી અવાજ આવ્યૉ કે હા સાહેબ અમને પણ ખબર છે તમે અઇયા શુ કામે આવ્યા છો પણ એ કામ તમારુ અંઇયા પુરુ નહી થાઇ કેમ કે તમે ખોટી જગ્યા એ તમારો સમય બરબાદ કરો મી. માફ કરજો શુ નામ આપનુ ???

ઇન્સપેક્ટર દિપક ગઢવી રાઇટ !!!

વેલ હવે તમે આવી જ ગયા છો તો આ તમામ ખર્ચો મારા તરફથી અને તમે કેહસો એટલા રુપિયા પણ આપીશ પણ હા પેલો ફેકટ્રી ઓનર અને એના પાર્ટનર નો જે કેશ છે એને રફાદફા કરવો પડશે કેમ કે મારા અબજો રુપિયા નો પ્લાન એક પંદર હજાર કમાતો ઇન્સપેક્ટર જો પાણી ફેરવી દે એ કેમ ચાલે હે ખરુ ગઢવી સાહેબ !!!

અરે ઓ વિભુતીવનદાસ શેઠ તુ હજુ મને ઓડખતો નથી ભલે મારી નોકરી પંદર હજાર ની હોય પણ ખાખી વર્દિ નો રંગ મારા શરીર પર અને દિલ પર છે ત્યાં સુધી હુ તારા જેવા ના હાથે વહેચાઇશ નહિ સંમજ્યો...

અરે ગઢવી સાહેબ આપણે બેવ અંઇયા વાત કરી છી અને ત્યાં તમારો દોસ્ત અરે શુ નામ છે એનુ અરરરર મને નામ પણ ભુલાઇ જાય છે !!!!અરે હા જતીન આહિર અરે વાહ આખરે મને બદામ ખાવા નુ ફળ મળ્યુ ખરી હો....હા તો પેલો તમારો દોસ્ત રાતના ટાઇમ માં લેબ થી ઘરે જાય અને ચિલોડા હાઇવે પર ટ્રક એમને કચડિ નાખે તો તમને કેવુ થાય હે !!! અને તમે અંઇયા મારી સામે ઉભા છો તો તમારા એ પરમ મીત્રને મારા માણસ થી કોણ બચાવશે!!

તો હુ તરત જ મારા રુમ મા ગયો અને મારા મીત્ર ને કોલ કર્યો અને એણે ફોન ઉપાડ્યો નહી એટલે મે ફરી ફોન કર્યો એટલે ઉપાડ્યો એણે કિધુ લ્યાં સાંતી થી હાથ તો ધોઇ લેવા દે યાર એક તો બાથરુમ માં પાણી પણ નો હતુ એટલે ફ્લશ વાડુ પાણી હાથ ધોવામાં વાપરવુ પડ્યું બોલ....

મે કિધૂ છી....તુ કેવો છે યાર કંઇક તો વિચાર કરતો જા...

લે એમા વડિ શુ વિચારુ તુ મને ફોન કરવા માં વિચારે છે કે હુ કેવા અર્ઝન્ટ કામ માં બીઝી હતો એ....

લ્યા જતીન તુ કેટલુ બોલે છે યાર હવે સાંભર મારી વાત....

અરે મારે નથી સાંભરવી તારી વાત તુ ત્યાં જલસા કરે છે અને મને અંઇયા એકલો મુકિ ગયો એમ...

અરે મારા નાદાન દોસ્ત પેલા તુ મારુ સાંભળ જો તારી જાન ને ખતરો છે....

હા એતો હોય જ ને તારા જેવા દોસ્ત હોય ત્યાં જલસા ના હોય પણ જાન ના જોખમ જ હોય...

એલા ભઇ સાચુ કહુ છુ યાર, આ વીભુવનદાસ શેઠ બોશ પોહેચેલો માણસ છે અને એનો માણસ કાઇ પણ વીચાર્યા વગર મર્ડર કરી નાખે છે અને અત્યારે એ શેઠ નો માણસ તને મારવા માટે તરપે છે માટે એક કામ કર લેબ ની લાઇટો ચાલુ રાખ....

હા હા બસ ભાઇ બસ તારી બોલતી ને બ્રેક માર હવે આગળ મારા મગજ ને હુ સંમજાવુ...

લાઇટો ચાલુ રાખીસ અને બહાર ત્રણ ચાર જમાદાર જે તારા જેવા હોય એને બોલાવી લઇશ અને હુ પાછળ ના દરવાજા થી કપડા બદલી ને ટેક્સી માં તારા ઘરે જઇશ જ્યાં તારા બા બાપુજી નુ પણ રક્ષણ કરીશ રાઇટ.....

અરે વાહ યાર ખરો છે હો તુ જોયુ ને મારી હારે રહીને તુ પણ ઇન્ટાલીજેન્ટ થઇ ગયો....

ઓ ઓ ભાઇ બસ કર અને એક મીનિટ આ ટેક્સી ના પૈસા કોણ આપશે હે....

અરે ભાઇ મારી પાસે થી લઇ લેજે પણ અત્યારે તુ તારી સેફ્ટી નો વીચાર કર ત્યાં હુ એ વિચાર કરુ કે મારે ઓલાને કેમ આટી માં લેવો એ....લે હાલ તય જય મુરલીધર… હા ભાઇ જય મુરલીધર...

સાંજ પડી એટલે હુ નીચે હોલ મા ગયો જ્યાં શેઠ પણ હતો એટલે શેઠે મને ઇનવાઇટ કર્યો એમના બાર માં તો ત્યાં મને પીવા ની સલાહ કરી એટલે મે એમને ના પાડી પણ છતાય ફુલ આગ્રહ કર્યો એટલે મે એક સ્કોચ મંગાવી ને પીવાનુ નાટક કર્યુ ત્યારબાદ હુ પીધેલી હાલત માં હોવ એવુ નાટક કર્યુ એટલે અમે બંને જણા રુમ ગયા અને મોબાઇલ માં વીડિયો રેકોડિંગ ચાલુ કરી ને ઉપર ના ખીસ્સા માં કેમરો જેમ શેઠ પર ફોકસ થાઇ એમ રાખ્યો, અને પિધેલી હાલત હોય એમ મે બોલવાનુ ચાલ્યુ કર્યુ, અરે ઓ શેઠ યાર મે બોવ વિચાર કર્યો કે સાલુ પંદર હજારની નોકરી માં ઘર કેમ ચાલે અને કાલ સવારે મારા લગ્ન થશે તો ઘરવાડિ પણ કેશે અને બા બાપુજી ને પણ પૈસા મોકલવાના હોય તો એના માટે તમ જેવા શેઠ ની ખુબ જ જરુર છે માટે બોલો તમારા માટે હુ શુ કરુ,,,,

ત્યા પેલો શેઠ બોલ્યો જોયુ મે નોતુ કિધુ કે અબજો માંથી પચાસ લાખ જાય તૉ મને કાઇ ફેર નો પડે અને હા હુ ગઢવી સાહેબ બહુ ખુસ છુ કે તમે મારા પ્રપોઝલ નો સ્વીકાર કર્યો જો તમે સ્વીકાર નો કર્યો હોત તો મારા બન્યા પ્લાન પર પાણી ફરી વડત અને તમે તો બૉવ કાબીલ અને ઇમાનદાર પોલીસમેન છો પણ કાબીલ પોલીસને પણ દિલ હોય એની ખબર આજ પડી કેમ કે એક દોસ્ત ની જાન બચાવા ખાતર તમે ઇમાન વેચ્યુ એ જોય ને ખુબ રાજી થયો હો...

અરે શેઠ જવા દો એ બધુ તમે મને એ કો કે મરવા વાડા એ બે વ્યક્તિ કોણ હતા ??

ઓહ એ અરે એ મારા બે ભાઇ જ હતા જેના નામે બે ફેક્ટ્રી અને જમીન હતી પણ જો એ બે જીવ થી જાય તો એ તમામ મીલકત મારી થાય કેમ કે એ બેવ ભાઇ નો સહુ થી ભરોશામંદ હુ હતો મે એવો ઇમાનદારી અને ભરોશો કરવા નુ નાટક રચ્યો રહ્યો કે એ લોકો ને બધી મીલકત એમના ગયા પછી મારી પર લખી આપી દિધી હતી જે પાંચ વર્ષ થયા, અને હુ પાંચ વર્ષ સુધી એક ભાઇ નહી પણ નોકર ની જેમ એમની સેવા કરતૉ રહ્યો અને એ લોકો પણ મને એક ભાઇ ની જેમ નહી પણ હુ રીઅલ માં એમનો નોકર હોઉ એમ મને માનતા હતા અને રોજ ના માત્ર પાંચ હજાર જ આપતા અને ગઢવી સાહેબ આવડિ મોટી મીલકત જેની રોજ ની આવક લાખો રુપિયા ની હોય અને હુ એમનો સગો ભાઇ હોવા છતાને માત્ર પાંચ હજાર આપે અને તેઓ લાખો રુપિયા ખર્ચ કરે એવુ મારા થી કેમ જોવાય એટલે મે પેલા એમનો ભરોશો જીત્યો અને પછી પ્રી પ્લાન કરીને તેઓને જાન થી પતાવ્યા....

વાહ શેઠ વાહ શુ પ્રી પ્લાનીંગ છે તમારો માનવુ પડે હો બાકિ તમે જેવા સાતીર ક્રિમીનલ હોય ત્યાં અમ જેવા પોલીસ મેન ટુંકા પડે.... પણ આ ના ચાલે હો તમે અબજો કમાવ અને હુ માત્ર પચાસ લાખ જ....

અરે ગઢવી સાહેબ પચાસ ની સાથે અમદાવાદ બગોદરા હાઇવે પર પચાસ એકર ની જમીન પણ તમારા નામે રજીસ્ટર કરી દઉ બસ....હવે તો રાજી

ને....

વાહ શેઠ વાહ...કેવુ પડે હો બાકિ બેઇમાની માં પણ ઇમાનદારી હે શેઠ....

પણ શેઠ પલો માણસ કોણ હતો જે રેલ્વે સ્ટેશન પર મર્ડર થયુ એ અને એમા પણ તમારો જ હાથ છે કે પછી....

અરે હા હવે બીજો કોણ હોય...તમે હાથ ધોઇને મારી પાછળ પડી ગયા હતા અને 90% તમને ખબર પડી ગઇ હતી મારા બે ભાઇ નુ મર્ડર એણે કર્યુ છે......

ઓહ એવુ હતુ સોરી હો શેઠ પણ એ વખતે આપણે એક બીજા ને જાણતા ન હતા ને એટલે એવુ થયુ પણ હવેથી એવુ નહી થાય કેમ કે હવેથી આપણે એક છીએ...લ્યો તો એક પેક આપણી દોસ્તી ના નામ પર...ચીઅઅઅઅરરરસસ

હવે મારો 80% કેશ સોલ્વ થઇ ગયૉ હતો પણ પેલા મર્ડરર નુ મર્ડર કરવા વાડાનુ નામ અને એડ્રેસ મડિ જાય તૉ એને અરેસ્ટ કરી ને કોર્ટ માથી થર્ડ ડ્રીગ્રી પરમીશીન મડી જાય તો ગુનો કબુલાત કરાવી લઉ પણ એ શેઠ નશા મા ધુત હતૉ અને એને ભાન માં લાવો અશ્કય હતો એટલે હુ મારા રુમ માં જઇને રુમ લોક કરીને મોબાઇલ નુ રેકોર્ડિંગ ને મેસેંજર ની મદદ થી મારા દોસ્ત ને મોકલ્યો અને એ વીડિઓ ને હાઇડ કરી ને રાખ્યો જેથી કરી ને કોઇને મારા મોબાઇલ મા આ રેકોર્ડિંગ મડે નહી....

હુ લાઇટ ઓફ કરી ને સુઇ ગયો હવે તો બસ સવાર પડવાની રાહ જોતો હતો સવાર પડે એટલે પેલા શેઠ ની હારે દૉસ્તી નુ નાટક કરુ અને મર્ડર કોણે કર્યુ અને ક્યાં રહે છે એની ખબર પડી જાય એટલે દોસ્ત ને ફોન કરી ને એનુ કિડનેપ કરાવી લઉ પછી હુ ત્યાં જાવ અને કોર્ટ માં રજુ કરી ને થર્ડ દિગ્રી પર રાખીને એને શેઠ અને એની પોતાની કબુલાત અને ગુનો આચાર્યાની ફાઇલ તૈયાર કરીને કોર્ટ ને આપુ અને કોર્ટ એ લોકો ને આજીવન કારાવાસ આપે આવો પ્લાન બનાવીને હુ સૂઇ ગયો અને સવાર પડતા જ ચા નાસ્તો કરી ને ફ્રેશ મુડ માં શેઠ પાસે ગયો અને શેઠે મને બોલાવ્યૉ આવો ગઢવી સાહેબ આવો શુ કે ચા નાસ્તો કર્યો કે....

હા હો શેઠ કર્યો કર્યો તમે ક્યો શેઠ તમારી તબીયત કેમ છે હવે....

લે મારી તબીયત ને વડી શુ થવાનુ હુ તો એકદમ તાજો અને ફ્રેશ મુડ માં જ છુ....

અરે શેઠ તમે જ કાલે કેતા હતા કે પેલાએ બધા ની સામે ખુન કર્યુ અને હવે એ મારી પાછડ પડ્યો છે...

ના ના ભઇ મારી પાછડ તો કોઇ નથી પડ્યુ અને કોઇ ની શુ ઓકાંત કે મારી પાછડ પડે હે....

હા પણ તમે કેતા હતા કે પેલા રેલ્વે સ્ટેશન પર જે ખુન થયુ એ પણ તમે કરાવ્યુ હતૂ અને હવે એ પોલીસ સ્ટેશન ને જઇને ને બધા ગુના ની કબુલાત કરવાની ધમકી આપે છે એટલે જ તો તમે મને દોસ્ત બનાવ્યો ને શેઠ....કાલે જ તો તમે અને હુ પીતા હતા ત્યારે જ વાત કહેલી તમે....અને તમે મને એમ કિધેલુ કે હુ ગોવા આવુ એની ખબર ગઢવી ને પણ પડવી જોઇ એટલે જ તો તમે પેલા રેલ્વે સ્ટેશન વાડા વિક્ટીમ ના પર્સ માં તમારુ કાર્ડ મુકાવ્યુ જેથી કરી ને તમે મારી સાથે પ્રાઇવેટ માં વાતચીત કરી શકો જો હુ માનુ તો થીક નહીતર મારા દોસ્તને મારવા ની ધમકિ થી મને ડરાવીને તમારા કેસ નુ રફાદફા કરાવી દેવા નો પ્લાન હતૉ...

રાઇટ....શુ વાત કરો છો ગઢવી સાહેબ આવુ હુ બોલ્યો હતો....અરે હા શેઠ તમે એ પણ બોલ્યા હતા કે પેલા માણસ ના ટોર્ચર ના લીધે તમે ત્રણ ચાર પેક વધારે પીવા મંડ્યા છો.....

આવી વાતો ની ઝાળ માં મે શેઠ ને પેલા માણસને ફોન કરે એ માટે મજબુર કરી દિધા અને જેથી કરી ને એ માણસ નુ નામ અને લોકેશન ખબર પડે અને આ બાજુ મે મારા પેંટ ના ખીચા મારા દોસ્ત ને મે અગાવ જ કોલ કરી દિધો હતો એટલે અત્યારે હુ અને શેઠ જે વાત કરી છી એ બધી જ વાત ત્યાં મારો દોસ્ત સાંભળે છે અને રેકોર્ડ પણ થાઇ છે.....

એવામાં પેલા શેઠે ફોન હાથ માં લીધો અને કોલ કર્યો એટલે શેઠે પેલા માણસ નુ નામ લીધુ ઓયયય રશીક તુ ક્યાં છે, હજુ સુતો છે !!!સારુ ફ્રેશ થઇને કઠવાડા રોડ પર ખોડિયાર માતાજી ના મંદિર પાસે એક પાન નો ગલ્લો છે ત્યાં મારુ એક પાર્સલ દેવા માટે માણસ આવસે પણ મે તારો નંબર એને આપ્યો નથી એટલે તુ બ્લેક કલર નો સર્ટ અને બ્લુ કલર નુ જીન્સ પહેરી ને ત્યાં રેજે એટલે પેલો માણસ તને પાર્સલ આપી દે ઓકે...

હવે મારો ફ્રેન્ડ મારા પોલીસ સર્કલ ના થોડા માણસો લઇને ત્યાં પહોચવા માટે નીકળ્યા પણ મારો અને એનો ફોન ચાલુ જ હતો એટલે કાંઇપણ હલચલ અથવા પ્લાન મા ફેરફાર થાય તો ખબર પડે.....

આ બાજુ શેઠે ફોન કર્યૉ...

હેલ્લો રાધવ બ્લેક સર્ટ અને બ્લુ જીન્સ માં એક માણસ કઠવાડા રોડ પર ના ખોડિયાર માતાજી ના મંદિર પાસે જે પાન નો ગલ્લો છે ત્યાં એ ઉભો હશે, બરોબર માથા નુ નીશાન લઇને એનુ કામ તમામ કરી નાખ જે અને હુ આવુ એટલે પૈસા તુ કે એટલા આપીસ ઓકે.....ડુ ઇટ ફાસ્ટ....

હવે મારો દોસ્ત અને એના સાથી મીત્રૉ સાદા ડ્રેસ માં ત્યાં પહોચ્યા છે...........

મારા મીત્ર ને આજુ બાજુ ના ઘર નુ ટેરેસ અથવા એપાર્ટમેન્ટ ના ટેરેસ સર્ચ કરવા ના હતા અને મારો મીત્ર યસ નામના કઠવાડા રોડ પર જે એપાર્ટમેન્ટ છે ત્યાં પહોચે છે અને ત્યાં પાન ના ગલ્લા નુ અંતર લગભગ વીસ થી ત્રીસ મીટર સુધી હોય છે,

અને આ બાજુ હુ શેઠ ને મસ્કા મારી ને એમને મારી સાથે ઉલ્જાવી રાખુ છુ એ દર્મયાન મારો મીત્ર અને એની ટીમ પેલા સુટર ને પડકી પાડે અને એમના કબઝા માં લઇ લે...

પણ મારા મીત્ર ને ધીરજ નામનુ હયા માં સર્ટકિટ ભગવાન ફીટ કરવા નુ ભુલી ગયા હતા એટલે એને ઉતાવળ થી પેલા સુટર ને ખબર પડે એમ સીડિ ચડતો હતો પણ આ સુટર જેવો તેવો ના હતો એ સાર્પ સુટર અને વેલ ટ્રેન સુટર હતો એનુ ધ્યાન પેલા ગલ્લે ઉભેલા બીજા સુટર પર હતુ અને કાન પાછડ થી કોઇ આવે એનુ બરાબર ધ્યાન રાખતો હતો, હવે એવામા મારો મીત્ર બીલાડી ની જેમ હાલવા ને બડલે સિંહ ની પંજા પોડા કરી ને પગ ના અવાજ કરતો કરતો સીડિ ચડતો હતો અને આ બાજુ મારો મીત્ર ત્યાં પહોચે એ પેલા જ પેલો સુટર એક છત થી બીજી છત અને બીજી છત થી ત્રીજી છત એમ ભાગવા નૂં ચાલુ કર્યુ અને આ બાજુ મારો મીત્રે એને જોઇ ગયો એટલે એ પણ સેમ સ્ટાઇલ માં ભાગવા મડ્યો પણ મારા મીત્ર માં બોવ જ સ્ફુર્ટી ની સાથે એની બાજ જેવી આંખો માં નીશાન પણ સારુ લેતા આવતુ હતુ એટલે પંદર થી વીસ મીટર ની દુરી પર ગન ફાઇર કર્યુ અને સીધુ પગ પર જઇને ગોળી વાગી એટલે તરત જ નીચે ચાર પગે એ સુટર પડ્યો એટલે બાજુ માં મારો મીત્ર આવીને બોલ્યો કા સુટરીયા જોયુને ડોક્ટર ની કમાલ અને બકા તુ જો રોજ સવારે ઊઠી ને દોડવા જતો હોત તો તને શું વાધો હોત ઉલ્ટા નો તને ફાયદો થાત આજે અને નીશાન બાજી માં બેટા હુ ગોલ્ડ મેડાલીસ્ટ છુ સંમજ્યો...

બાઇ ધી વેય હવે જેલ માં તુ દોડવા ની પ્રેક્ટીસ કરજે હો બકા....આમ મારા મોત્રએ અને એની ટીમે મારુ મીશન કમ્પલેટ કર્યુ અને પેલા સુટર ને જેલ લઇ જવા કરતા એને મારા મીત્ર ને ત્યાં રાખ્યો કેમ કે ગુનાઓ નો ખુલાસો કર્યા બાદ હુ એરેસ્ટ વોરંટ ઇસ્યુ કરી શકુ, અને આ બાજુ મે શેઠ ને કાંઇ પણ કિધા વગર હુ ત્યાંથી નીકળ્યો અને જેની પર સુટ થાવાનુ હતુ એને મે ત્યાં આવ્યા બાદ કબઝા માં લીધો અને એ બંને ના સ્ટેટમેન્ટ પર પેલા શેઠ ના નામ નુ વોરંટ ઇસ્યુ કરાવ્યુ અને શેઠ ની સરદાર પટેલ ઇનટરનેશનલ એઅરપોર્ટ પર એ શેઠ ની ધરપકડ કરી અને પાંચ દિવસ ના રીમાંડ પર બધા જ મર્ડર નો ખુલાસા ની ફાઇલ તૈયાર કરી અને કોર્ટ માં રજુ કર્યા અને કોર્ટે સુનાવણી માં શેઠ અને તેમના સાગરીતો ને આજીવન કારાવાસ ની સજા ફટકારી, હવે હુ જ્યારે શેઠ ને જેલ લઇ જતો હતો ત્યારે શેઠે મને વાત કરી એ હુ તમને કહુ.....

શેઠ-વાહ ગઢવી સાહેબ વાહ છેલ્લે સુધી મને ખબર જ ના પડી કે હુ તમારી જાલ માં ફસાતો જાવ છુ અરે મને તો એઅરપોર્ટ પર લેન્ડીંગ થયો અને બહાર આવ્યો ત્યાં સુધી મને કાઇ પણ દિલો દિમાંગ માં હતુ જ નહી કે મને સજા થશે અને હુ આજીવન કારાવાસ નો ભોગ બનીશ, ગઢવી સાહેબ ખરેખર એક્ટિવીટી માઇન્ડ તો તમારી જ પાસે જ છે,

હુ-અરે શેઠ તમારી પાસે જો ક્રિમીનલ માઇન્ડ હોય તો શુ મારી પાસે ક્રિમીનલ માઇન્ડ નો હોય !!!

મને પણ નોતુ લાગતુ કે મારો આ કેસ સોલ્વ થાશે પણ તમે જાતે જ તમારા પગ મા કુહાડિ મારી અને જો તમે પેલા ના પોકેટ માં તમારુ કાર્ડ નો મડ્યુ હોત તૉ હુ તમારા સુધી આટલો વહેલો પહોચી જ ના શકત આતો તમે મને ખરીદવા માંગતા હતા અને મારી આડ માં અબજો રૂપિયા ની હેરફેર કરવા માંગતા હતા એટલે તમે પેલા ના પોકેટ માં કાર્ડ રાખીયુ હતુ પણ તમારી બાજી તો ત્યાંજ ઊલ્ટી પડી ગઇ હતી જ્યારે તમે મને પૈસા ની ઓફર કરી હતી, અને મારી ચાલ ત્યાંથી ચાલુ થઇ હતી.....

આમ શેઠ ને જેલ પોચાડી ને હુ મારા મીત્રને મડવા ગયો પણ મારો મીત્ર એના ઘર ની બદલે મારા ઘરે આવ્યો હતો તો ત્યાંથી હુ મારા ઘરે ગયો જ્યાં મને જોવા માટે દિકરી વાડા પણ આવ્યા હતા, ત્યાં પેલો બોલ્યો અરે આવો આવો મારા સરમીલા સહેજાદા અને એ સાચુ હતુ હુ ત્યારે ધણો સરમાતો હતો અને દિકરી બીંદાસ મને જોઇને હસતી હતી, મારો મીત્ર કે વાહ રે વાહ શુ જમાનો આવ્યો છે શુ નવો યુગ આવ્યો છે, એક જમાનો હતો જ્યારે દિકરી સરમાતી હતી પણ અંઇયા તો કહાની ઉલ્ટી છે ભાઈ આતો દિકરો સરમાય છેને દિકરી સામે જોઇને હસે છે....

ફાઇનલી હુ દિકરી વાડાને ગમ્યો અને સગાઇ નક્કી થઇ એટલે મારા મીત્રે મને ફોન પર વાત કરવાનુ કિધુ અને મને તો બોવ સરમ આવી કે યાર હુ શુ વાત કરૂ મને એવુ ના આવડે હો....

અરે મારા ભોલા બંધુ પ્રેમ ની વાતુ કર તારા અને મારા કિસ્સા સંભળાવીસ તોઇ તે બે કલાક તો ચાલી જ જશે.....

પછી અમારા બંને વચ્ચે નો ફોન પર નો વાર્તાલાપ સરુ થયો પણ હા એ હુ તમને નહી કહી શકુ કેમ કે આતો પતી પત્ની ની પ્રાઇવેટ તો કહાની માં પણ અમને પ્રાઇવન્સી મડવી જોઇ કે નહી....

આમ થોડા કેસ તો થોડા બંદોબથ માં દિવસો પસાર થયા અને મારા લગ્ન નક્કિ થયા અને મારો મીત્ર બોવ જ રાજી હતો કે મારો એક ને એક મીત્ર બીચારો લગ્ન ની હથકડી માં આજીવન બંધાઇ ગયો, આમ મારા લગ્ની ની પહેલી રાતે મને એક કોલ આવ્યો.....

સાહેબ હુ વર્સોવા ચોકી થી જમાદાર બોલુ છુ અને અંઇઆ એક એપાર્ટમેન્ટ માં મર્ડર થયુ છે તમે જલ્દિ આવો....

હા હા હા જોયુ ને મીત્રો પોલીસ ની નોકરી તમે બધા માનો છો એટલી સહેલી નથી,,,, પોલીસ ને એનો પોતાનો પરીવાર કરતા તમારા લોકો પરીવાર ને વધુ ઇમ્પોટેટ માને છે અને તમારી સેફ્ટી માટે દિવસ અને રાત દોડે છે, જાગે છે કેમ કે તમે તમારા રોજીંદા કામ માં અને ઘર હોય કે બહાર સેફ્ટી નો અનુભવ કરતા રહો....

હુ વંદન કરુ છુ મારા દેશ ના તમામ દેશ જવાનો ને જે હરપળ આપણી રક્ષા કરે છે અને ચરણ સ્પર્ષ નમન કરુ છુ આપણા દેશ ના કિસાન ભાઇઓ ને જે આપણ ને આપણી થાળી સુધી અંન્ન ઉગાડી ને પીરસે છે....

જય જવાન...... જય હિંદ...... જય કિસાન......

જય માઁ ભારતી...... જય માતાજી....

લેખક શ્રી,

દિપક ગઢવી

Share

NEW REALESED