Premkand - 3 books and stories free download online pdf in Gujarati

પ્રેમ-કાંડ - ભાગ-3

પ્રેમ-કાંડ

ભાગ ૩

“મિસિંગ યુ ડાર્લિંગ. કાલે સવારે દસ વાગ્યે આપણે મળી શકીએ?”

પાયલ ઓફલાઈન હતી કોઈ જવાબ ન આવ્યો, હું ઘરે જતો રહ્યો, પપ્પા મારી રાહ જોઇને બેઠા હતા. એ કોઈ ફેક્ટરીના કામના ડોક્યુમેન્ટ્સ ચકાસી રહ્યા હતા.

“રાજેશ, હું તારીજ રાહ જોતો હતો. એક પ્રોબ્લેમ છે.”

“શું પ્રોબ્લેમ છે પપ્પા.”

“આં જો ચાઈનાની કંપની સાથેના આપણા કરાર, આપણે જે કંપની પાસેથી કાચો માલ મંગાવીએ છે, તે અંગેના કાગળ અને કાચા માલનું ઇન્સ્પેક્સ્ન કરવા આપણે બને માંથી કોઈએ એકએ આ વિકમાં જવું પડશે અને આપણે તારી સગાઇ આવતા રવિવારે નક્કી કરી છે, શું કરીશું કંઈ સમજાતું નથી,” પપ્પા એ ચિંતા વ્યક્ત કરતા કહ્યું.”

“અરે તો સગાઇની તારીખ પંદર દિવસ એક્સટેન્ડ કરી દઈએ. એમાં શું?” મેં ઉત્સુકતાવસ કહ્યું.

“ના, એ હવે પોસીબલ નથી. મેં ઘણા મિત્રોને ફોન કરીને તારીખ જણાવી દીધી છે ” એમ કહી ને પપ્પા લમણે હાથ દઈ ને કંઇક વિચારી રહ્યા હતા.

મારા દિમાગમાં કંઇક ક્લિક થયું અને મેં પપ્પાને કહ્યું. “પપ્પા તમને પ્રોબ્લેમ ન હોય તો એક આઈડિયા આપું?”

“અરે, બોલને બેટા, તને કંપનીનો મેનેજીંગ ડીરેક્ટર એમજ નથી બનાવ્યો, તું આપણી કંપનીનો પચાસ ટકા શેર હોલ્ડર છો, માલિક છો કંપનીનો.”

“આ કામ માટે આપણે કાર્તિકને ચાઈના મોકલી શકીએ છીએ? કાર્તિકને પણ આપણી કંપનીના વાતાવરણની કાચા માલ અંગેની જાણકારી તો છેજ, અને ઇન્સ્પેક્સન કેમ કરવું, શું જોવું એ બધું એ જાણેજ છે, અને બાકી થોડું ઘણું જે હશે એ હું સમજાવી દઈશ.”

“અરે વાહ બેટા,, આઈ એમ પ્રાઉડ ઓફ યુ, આ તો મને વિચર પણ ન આવ્યો, અને કાર્તિક ઉપર ભરોશો કરી શકાય, ઓકે તું એક કામ કર આ બાબતે કાર્તિક સથે વાત કરીલે અને હા, પર્સીય્લ પાવર ઓફ એટર્ની પણ બનાવડાવી લે એટલે કાર્તિકને કોઈ તકલીફ ના થાય,”

“ઓકે પપ્પા હું સાંજે કાર્તિકને મળવાનો છું તો તેની સાથે ચર્ચા કરી લઉં અને ડોક્યુમેન્ટ્સ અંગે ની જાણકારી પણ આપી દઉં.”

સાંજે હું કાર્તિકને ફોન કરી હીરાકાકાની હોટલ પર બોલાવ્યો અને મળવા ગયો, એ કુતુહલવસ મારી રાહ જોઇને સ્ટુલ ઉપર બેઠો હતો.

“ આવી ગયો હલાલ થઈને? કેવી છે તારી હિરોઈન? મને એકવાર વાત તો કરાવ તારી હિરોઈન સાથે.” ખુશ થતા કાર્તિક એ કહ્યું.

“અરે, એ હિરોઇન્ સાથે વાત કરાવીશ ત્યારે તો તારી હવા નીકળી જશે.”

“એમ શા માટે કહે છે ? શું એ કોઈ મિસ વર્લ્ડ કે મિસ ઈન્ડીયા છે?”

“એ વાત મુક પહેલા મારા સવાલોના જવાબ આપ, તારી સીમુડીના અગર બીજે ક્યાંય મેરેજ થઇ જાય અને પછી એ તારી પાસે આવે તો તું એને સ્વીકારે?”

“શક્યજ નથી, અને એ કોઈ હિસાબે વેલીડ ન ગણાય, કેમ કે હું અને સીમુડી ઓલરેડી સીવીલી મેરેજ કરી ચુક્યા છીએ.”

કાર્તિકના આ જવાબ એ મારો પચાસ ટકા પ્રોબ્લેમ સોલ કરી દીધો, અલબત વૈશાલીએ મને આ બાબતે કોઈ વાત નથી કરી પણ એ જરૂર જણાવશે,,.મેં ફરી કંઇક વિચારી અને કાર્તિકને કહ્યું.

“ઓકે ચાલ છોડ એ વાતને, તું ચાઈના જઈશ? મને ખબર છે તારે વલસાડ જવાનું છે, પણ જો તું જઈ આવે તો મારા અહીંના અમુક લોકલ કામ હું પતાવી શકું, અને હા આવતા અઠવાડિયે મારી સગાઇ છે, તો હું નથી જઈ શકતો.”

કાર્તિક ગૂંચવાઈ ગયો હોય એવું લાગ્યું મારી અલગ અલગ વાતો એના દિમાગ માં હથોડાની જેમ વાગી રહી હતી, એ થોડીવાર વિચારીને બોલ્યો.

“જઈ આવીશ દોસ્ત, પણ યાદ રાખજે તે મને નિરાશ કર્યો છે.”

“ઓકે હવે ઈમોશનલ બ્લેકમેલ કરવાનું બંધ કર, તારા આધાર કાર્ડની કોપી આપ અને એક ફોટો આપ?”

“કેમ? એની શું જરૂર છે?”

“અરે તારા નામનું પાવરનામું બનાવવાનું છે, ચાઈના હું તને ફરવા નથી મોકલી રહ્યો, કંપનીના કામથી મોકલી રહ્યો છું. અને હા આ કામ પતાવીને આવ પછી તને હનીમુન પેકેજ આપીશ.”

મેં ભેદી મજાક કરતા કહ્યું, મારી વાત સાંભળીને કાર્તિક મલકાતું હસવા લાગ્યો, મારે જે કાંડ કરવાનું હતું તેના અત્યાર સુધીના બધાજ પાસા મારી ફેવરમાં હતા, વૈશાલી રેશનલ વિચાર ધરાવતી હતી, કાર્તિક પણ એના જેવોજ ભટકાયો હતો, અને મારીતો વાતજ નિરાળી છે. કાર્તિકને રવાનો કર્યો ત્યાંજ મારા ફોનમાં મેસેજ આવ્યો, પાયલએ રીપ્લાય મારા મેસેજ નો રીપ્લાય કર્યો.

“સ્યોર ડીયર આઈ ઓલસો મિસિંગ યુ. સવારે વાત કરીએ.”

છ કલાક પછી મેસેજ નો રીપ્લાય આવ્યો, જો મેં આવું કર્યું હોય તો આ પયલી મારી કેવી હાલત કરે? ઓહ! આ પયલી પણ ગજબની જડી બુટ્ટી છે.

બીજા દિવશે સવારે અડધો કલાકની કોફી શોપ માં થયેલી મુલાકાતમાં મેં પાયલને કહ્યું.

“પાયલ હાલ હું એક મિસન ઉપર છું, માટે પ્લીઝ મને કોઈ જાતનો ડીસ્ટર્બ ના કરીશ.”

“કેવા મિશન ઉપર છો ? મને થોડી ઘણી જાણકારી તો આપ. પ્લીઝ.”

તારા બધાજ સવાલોના જવાબ તને હું ૧૪ ફેબ્રુઆરીના વેલેન્ટાઈન ડે ના દિવશે આપીશ બસ ત્યાં સુધી પ્લીઝ તું મને ફોન ન કરજે, અને બની શકે તો મને ભૂલી જા,, હું પ્રોમિસ કરું છું કે તને વેલેન્ટાઈન ડે ના દિવસે ફોન કરીશ અને તારા બધાજ સવાલો ના જવાબ આપીશ.”

“મને ખબર છે બીજી ફેબ્રુઆરી ના તારી સગાઇ છે, તું મારી સાથે શું કરી રહ્યો છે?, મને કશું સમજાતું નથી. પણ મને તારા પડોશમાં રહેતી મારી સહેલી પાસેથી જાણવા મળ્યું અને હું તને મારા દિમાગ માંથી કાઢી નથી શકતી.”

“સોરી પાયલ હવે આપણે અહી છુટા પડીએ, તારા કારણે હું ઓલરેડી છ મહિના વેઈટ કરી ચુક્યો છું, હવે મારા મમ્મી અને પપ્પાને વધારે અંધારામાં નથી રાખી શકતો.”

આટલું કહી અને હું ઉભો થઈ ગયો પાયલ ખુબ રડી રહી હતી હું કોફીશોપના દરવાજા સુધી ગયો પણ મેં પાછુ વળીને ન જોયું, હું પાયલની સ્થિતિ સમજી શકતો હતો, પણ હું જે કરવા જઈ રહ્યો હતો એ હું પાયલને કહેવા નહોતો માંગતો.

ત્યાંથી નીકળી અને હું સીધો કાર્તિક પાસે ગયો, કાર્તિકને બધાજ ડોક્યુમેન્ટ્સ આપી દીધા અને ઇન્સ્પેક્સ્ન અંગે વિગતવાર સમજાવી દીધું, અને કાર્તિકને ચાઈનાની ટીકીટ કરાવી આપી, એક અધ્યાય પૂરો કર્યો, કાર્તિકને વીસ દિવસ માટે ચાઈના મોકલી દીધો, હવે મારું કામ આસાન થયું.

***

આજે અમારી સગાઈનો પ્રસંગ પૂરો થયાની સાથેજ લગ્નની તારીખ અને તૈયારીઓ માટે ચર્ચાઓ થવા લાગી, જોગાનું જોગ અમે બધા સગાઈનો પ્રસંગ પૂરો થયો મહેમાનોને વિદાઈ આપી અને વૈશાલીના ઘરમાં ચર્ચા કરી રહ્યા હતા અને એક મહિના પછી લગ્ન લેવાય જાય એવી ચર્ચા થઈ.

જે પ્રમાણે મારા સ્વસુર અને પપ્પા વાતો કરી રહ્યા હતા. મેં બંનેની વાતો માં વિક્ષેપ પાડતા કહ્યું.

“એક મહિના પછી કેમ? પંદર દિવસ પછી ના ગોઠવી શકાય?”

“અરે બેટા પંદર દિવસ ટૂંકા પડે બધી તૈયારી કરવામાં.” મને અટકાવીને પપ્પા એ કહ્યું.

“ અરે નાના અમારી તો તૈયારીજ છે, બસ તમને તકલીફ ન પડવી જોઈએ.” મારા સ્વસુર એ મારી વાતમાં સુર પુરાવતા કહ્યું..

હું સ્વાગત બબડ્યો,, સીખો સીખો કંઇક આ મહાનઆત્મા પાસેથી, જુઓ કેટલા સમજદાર છે.

પપ્પાએ મારી સામે જોઈએને કહ્યું,

”ઓકે જેમ તમને ઠીક લાગે એમ મને કોઈ પ્રોબ્લેમ નથી.”

મને પરેશાન કરનારા બંને મહાન આત્માઓમાં પાયલ અને કાર્તિક મારાથી દુર હતા, અને એમને દુર રાખવા એ મારી મજબુરી હતી, પણ વૈશાલીએ મને સારો એવો મોરલ સપોર્ટ કર્યો, જેના થકી હું જે કરવા જઈ રહ્યો હતો તે હું કરી શકું, અને રોજ સાંજે કલાક અડધો કલાક વૈશાલી સાથે ફોન ઉપર વાતો પણ કરતો, સાથે સાથે સમય મળતો તો કાર્તિક સાથે પણ વાતો કરતો, લગ્નની તૈયારી અને ખરીદીમાં પંદર દિવસ આમ વીતી ગયા, એ દિવસ આવી ગયો, એ ૧૩ ફેબ્રુઆરીનો દિવસ મારી જિંદગીનો એક એવો દિવસ જે મેં મારી ડાયરીના એક પાનાંને આજે પણ ફોલ્ડ કરીને રાખ્યો છે. અને તેના ઉપર સ્માઇલી (..) દોરેલી છે.

આજે સાંજે મારા લગ્ન છે અને કાર્તિક પણ રાત્રે નવ વાગ્યાની ફ્લાઈટમાં ઉતરવાનો છે. મારા સાતીર પ્લાનની કોઈને ભનક પણ નહોતી લાગવા દીધી, હા હું મારા પ્લાન બાબતે વૈશાલી સાથે ચર્ચા કરતો રહેતો, વૈશાલી સાથે સારી દોસ્તી થઇ ગઈ હતી, વૈશાલીને પણ મેં પાયલ બાબતે ઘણું બધું જણાવી દીધું હતું.

અંતે મારા લગ્ન એ છોકરી સાથે થઇ રહ્યા હતા જેના ઓલરેડી મારા મિત્ર કાર્તિક સાથે સિવિલ મેરેજ થઇ ચુક્યા હતા, હું ધારતો તો મારી જગ્યાએ કાર્તિકને બેસાડી શકતો, પણ વધારે હોબાળો મચી જતો, એટલે મારો પ્લાન ફૂલ પ્રૂફ હતો, એમાં કોઈ ટ્વીસ્ટ ન આવવી જોઈએ બસ.

અને એ દિવસે વિધિસર મારા લગ્ન થયા, મારા ભાવી સ્વસુર એ મહેમાનો માટે અને અમારા સ્વાગત માટે સારો એવો ખર્ચો કરી નાખ્યો હતો, પણ મને દુખ થતું, આ બધો ખર્ચો માથે પડવાનો છે, મંડપમાં બેઠા હતા ત્યારે વૈશાલીએ મને ધીમેથી કાનમાં કહ્યું.

“પેલો ગાંડો સમયસર આવી તો જશે ને?”

“હા હા આવશે, ચોક્કસ આવશે મને વિશ્વાસ છે,”

હું જાણતો હતો, બસ મને કાર્તિક તરફથી સાથ મળવો જોઈએ. રાત્રે સાડા આઠ વાગ્યે વિદાઈના ગીત ગવાયા, અને મારા સ્વસુરગૃહેથી બધા રડી રહ્યા હતા, બેક ગ્રોઉંન્ડ મ્યુજિક વાગી રહ્યું હતું..

“મુબારક હો તુમકો યે સાદી તુમ્હારી...સદા ખુશ રહો તુમ દુઆ હે હમારી...”

આ ગીત સાંભળી મને મનોમન હસવું આવી રહ્યું હતું. આ બધા ખર્ચા તૂટવાના છે. લગભગ બે હજાર માણસો આવ્યા હતા, અને વિદાઈનો પ્રસંગ પૂરો થયા પછી એમના મહેમાનોનું જમણવાર હતું અને જાન નીકળી ગયા પછી અમે પણ રીસીપ્સ્ન રાખ્યું હતું, એટલે બધા જાનૈયાઓ અને મહેમાનો ઉતાવળ કરી રહ્યા હતા, અને ફાઈનલી વિદાઈનો પ્રસંગ પૂરો થયો, સફેદ કલરની સ્વીફ્ટ કારમાં બેસી અને જવાનું હતું, પણ હું કાર્તિકના ફોનની રાહ જોઈ રહ્યો હતો, ત્યાં ટોળા માંથી પપ્પાએ મને આવાજ લગાવ્યો’

“રાજેશ બેટા કાર્તિકનો ફોન છે, લે વાત કરી લે, જરૂરી વાત કરવી છે એવું કહે છે,”

સામેથી કાર્તિક એ કહ્યું.

“રાજેશ શું વાત છે તે મને કહ્યું હતું ને કે એરપોર્ટ ઉપર ઉતરે ત્યારે પહેલો ફોન મને કરજે,”

“હા, મારી વાત શાંતિથી સાંભળ, ત્યાં એરપોર્ટ ઉપર રામુકાકા બોલેરો લઇને તને લેવા આવ્યા છે. બહાર તારા નામનું પાટિયું લઈને ઉભા હશે. એમની સાથે બોલેરોમાં બેસીજા. અને હા, બોલેરોની પાછળની સીટ ઉપર તારા માટે નવી નકોર શેરવાની રાખી છે, એ રસ્તામાંજ પહેરી લેજે.અને હા એ પાર્સલ ઉપર એક કવર પડ્યું છે એ સાથે લેતો આવ,” મેં કહ્યું.

“અરે પણ આ બધું શું છે ? મને કંઈ સમજાતું નથી, બે દિવસ પહેલા મારા પપ્પાનો ફોન પણ આવ્યો હતો, એ કંઇક તારા મેરેજની વાત કરતા હતા, શું છે અ બધું ? અને મારે ક્યાં આવવાનું છે?”

ક્રમશ: