Bhime Space Ma Fenkya Hathi books and stories free download online pdf in Gujarati

ભીમે સ્પેસમાં ફેંક્યા હાથી

ભીમે સ્પેસમાં ફેંક્યા હાથી..

ભૂપેન્દ્રસિંહ રાઓલ

E-mail - brsinh@live.com

+1 732 406 6937

Scranton, PA, USA.



© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as MatruBharti.

MatruBharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

૩. ભીમે સ્પેસમાં ફેંક્યા હાથી..

ભારતથી એક સબંધી એન્જીનીઅર આવેલા.તેમની સાથે બ્રીજવોટરમાં આવેલ બાલાજી મંદિર જીઈને પાછા ફરતા કારમાં ચર્ચા ચાલી. તેઓ કહે મહાભારતના યુદ્ધ પછી કુરૂક્ષેત્રના મેદાનમાં મરેલા હાથીઓ પડેલા. એટલા બધા હાથીઓના મૃતદેહોનો નિકાલ ક્યાં કરવો એવી સમસ્યા ઊંભી થઈ. તો ભીમે બધા હાથીઓને સૂંઢ પકડી આકાશમાં ફેંકી દીધા તે હજુ પાછા પૃથ્વી પર આવ્યા નથી. પહેલા કદાચ માનવામાં નહોતું આવતું પણ હવે વિજ્ઞાન કહે છે કે સ્પેસમાં ગુરૂત્વ આકર્ષણ ના હોય તો સ્પેસમાંથી હાથીઓ ક્યાંથી પાછા આવે?

મેં કહ્યું સ્પેસમાં ગુરૂત્વાકર્ષણ ના હોય તેથી કોઈ વસ્તુ પછી પૃથ્વી પર ના આવે ત વાત સાચી, પણ તમે વિચારો કે પૃથ્વીના ગુરૂત્વાકર્ષણમાંથી સ્પેસમાં જવા માટે કેટલો ફોર્સ જોઈએ? કેટલી સ્પીડ જોઈએ? એક રોકેટ ને કેટલું બધું બળતણ જોઈએ? ત્યારે પૃથ્વીના ગુરત્વાકર્ષણમાંથી છટકી ને સ્પેસમાં જવાય. એક ગમે તેટલા બળવાન માણસ થી એક હાથીને ઉચકી સ્પેસ સુધી પહોંચી જાય એ રીતે ફેંકવુ શક્ય નથી. થોડું પણ ફીઝીક્સનું જ્ઞાન હોય તો વિચારો, એટલી બધી સ્પીડ માણસ કઈ રીતે મેળવી શકે? અને તે પણ હાથી જેવા ભારે પ્રાણી ઉચકી ને? ઈમ્પોસીબલ છે. મેં વર્લ્ડના સ્ટ્રોંગેસ્ટ માણસો ની સ્પર્ધા જોઈ છે ટીવીમાં. એ લોકો ટ્રક, નાનકડું પ્લેન પણ ખેચી જાય છે. કદાચ હાથી ને ધક્કો મારી પડી દે કે પછી પાટિયું મૂકી છાતી પર હાથી ને ચલાવે પણ ખરા પણ હાથી તો શું એક નાનકડો પથ્થર પણ સ્પેસમાં ના ફેંકી શકે.

મેં પોતે પણ નાનપણમાં આ વાત સાંભળેલી. અને હજુ પણ લોકો સાચી માને છે આવી બકવાસ વાતોને. આપણે ચમત્કારોની વાતોને સાંભળી અભિભૂત થઈ જીએ છીએ, પણ હકીકતમાં આવું શક્ય નથી આવું વિચારતાં પણ નથી. ધાર્મિક મહા પુરૂષોએ અમે કહીએ તેજ સાચું અમારામાં શંકા કરવી નહિ, અને શંકા કરો તો પાપ લાગે, એવું કહીને બીવડાવી દીધા છે.

ફરી અમારી વાત આગળ ચાલી. તે એન્જીનીયર કહે સૌરાષ્ટ્રમાં એવા સતીયા પુરૂષો હતા કે કોઈ સ્ત્રીને પ્રસૂતિ થતી નાં હોય તો આવા સત ધરાવતા પુરૂષોના ચોયણા કે લેંઘાનું નાડુ હોય તેને પાણીમાં પલાળી પીવડાવી દેવાથી પ્રસૂતાને તકલીફ વગર પ્રસૂતિ થઈ જાય. છે ને હસવા જેવી વાત? મેં કહ્યું આ નાડા ભેગાં કરી રાખવા જોઈએ પ્રસૂતિ નિષ્ણાંત ડોક્ટર્સની જરૂર જ ના પડે. નાડાં પલાળી પલાળી પાણી પીવડાવે રાખવાનું. તર્ક વગરની વાતો છે આ બધી. આપણે આપણું બ્રેન આ બધી વાતો સાંભળી વાપરતા જ નથી અને તરત સાચું માની લઈએ છીએ.

ચાલો સંગીત બહુ સારૂં હોય છે. એને સાંભળવાથી મન શાંત થાય છે. અમુક રોગોમાંથી સારા થવા મદદ રૂપ પણ હોય છે. છતાં એકલા સંગીત વડે તમે સાજા થઈ નાં શકો. હાર્ટ એટેક, ડાયાબિટીસ, કેન્સર જેવા રોગો સંગીત વડે નાબૂદ નાં થાય. પશુઓ ઉપર પણ સંગીતની સારી અસરો પડતી હશે એમાં જરાય ના નથી. પણ વાંસળીના સૂર વડે એક બે નહિ પણ મરણ પથારીએ પડેલી ૯૦૦૦ ગાયો ઊંભી થઈ ને દોટ મૂકવા લાગે તો વેટરનરી કોલેજો અને દવાખાનાઓને તાળાં જ મારી દેવા જોઈએ કે નહિ? આવા સમાચાર આવે કે તરત લોકો આફરીન આફરીન પોકારી ઊંઠે ત્યારે એમની બુદ્‌ધિ વિષે શંકા જાય કે નહિ? આવી તો અનેક વાતો તર્કની એરણ પર ચકસ્યા વગર જ આપણે માની લેતા હોઈએ છીએ. સ્પેસમાં ગુરૂત્વાકર્ષણ નહિ હોવાથી તેમાં રહેલી વસ્તુ પૃથ્વી પર પછી ના આવે તે સાચું પણ પહેલા સ્પેસમાં હાથી ફેંકી તો જુઓ? એક કાંકરી પણ સ્પેશલ રોકેટની મદદ વગર સ્પેસમાં મોકલી શકાય નહિ.

વચમાં સમાચાર વાંચ્યા કે એક ગરીબ માણસે માતાજીને પોતાની જીભ ચડાવી દીધી. ભણેલા ગણેલા લોકોના ગુરૂઓ જરા વધારે સોફેસ્ટીકેટેડ, વધારે ચાલક, ભપકાવાળા, હોશિયાર અને ભણેલા હોય છે. જ્યારે ભૂવાઓ, જંતર મંતર કરવાવાળા અભણ લોકોના ગુરૂઓ હોય છે. અજ્ઞાત ભવિષ્ય વિશે દરેકના મનમાં એક ભય, એક ફોબિયા હોય છે. જેનો આ ચાલક ગુરૂઓ પુરેપુરા લાભ ઉઠાવે છે. અમારી કૃપાથી, અમે કહીએ તેમ કરો તો જ તમારૂં સારૂં થશે. કશું ખોટું થાય તો કર્મનો નિયમ આગળ કરતા વાર કેટલી? કર્મ તો તમારે ભોગવવું પડે. આ ચક્કરમાં બધાજ પડેલા છે. આ ગરીબના અચેતન મનમાં આવું ઘુસેલું હશે જ. ભગવાન કે માતાજી કોઈ વ્યક્તિ નથી જ કે થોડા પ્રસાદ કે જીભ ચડાવવાથી પ્રસન્ન થાય. આ ગુરૂઓની કથાઓ જ અંધશ્રદ્ધા થી ભરેલી હોય છે. એમાં કશી જ વૈજ્ઞાનિકતા હોતી નથી. જો તમારી અંદર વૈજ્જ્ઞાનિક એપ્રોચ અભિગમ જ ના હોય તો તમારા ઉચ્ચ ભણતર, ડિગ્રીનો કશો જ અર્થ નથી. એક મોટા સંત હમણાં છાપાઓમાં ખુબ ચગેલા છે, રેડીઓ પરની એમની કથામાં મેં જાતે સાભળેલું કે એક મહાન સંતનું ગળું બાદશાહે કપાવ્યું તો ગળામાંથી એક નસ માંથી દૂધ અને બીજી નસમાંથી લોહી નીકળ્યું, અરે ભલા આદમી ગળું કપાય તો લોહી જ નીકળે દ્દુધ ના નીકળે ગમે તેટલા મોટા સંત હોય પણ સ્ટુપીડ લોકો આવું સાંભળી તાળીઓ પાડતા હોય છે.

હમણાં પાછું મૂર્ત્િાઓએ દૂધ પીવાનું શરૂ કરેલું. મૂર્ત્િાઓ આજની દૂધ નથી પીતી બહુ જુના વખત થી પીવે છે. નામદેવ વિઠ્ઠલની મૂર્ત્િાને દૂધ પીવડાવતા અને મૂર્ત્િા પાછી એમને દૂધ પીવડાવતી. આમાં નામદેવને તો પછી આ બનાવની ખબર જ નાં હોય એવું પણ બને. છેક અમેરિકા સુધી મૂર્ત્િાઓ દૂધ પીવા લાગેલી.

તિલક કરતા ત્રેપન થયા, જપમાળાના નાકાં ગયા, એક મૂરખ ને એવી ટેવ પથ્થર એટલા પૂજે દેવ, પાણી દેખી કરે સ્નાન. આશરે ઈ.સ.૧૬૦૦ થી ૧૬૫૫ના ગાળામાં ખાડિયા, અમદાવાદની કોઈ પોળમાં બેઠા બેઠા એક સોનીએ બ્રહ્‌મજ્જ્ઞાનની વાતો લખી. એ હતા ભક્ત કવિ અખેરાજ. છપ્પા તો અખાના, એવી છાપ પડી ગયેલી. આજે લગભગ ચારસો વર્ષ વીતી ગયા. તોય ના તો સમાજ સુધર્યો કે ના અંધ માન્યતાઓ દુર થઈ. કેમ? લોકો વધારે ને વધારે ઉલટાના ડૂબતા ગયા છે.

આપણે આપણા બ્રેન ન્યુરોન્સ વાપરવાનું શીખવું અને શીખવવું જોઈએ.