Aakashi Grahan books and stories free download online pdf in Gujarati

Aakashi Grahanલેખક : સ્પંદન પારેખ
mrudulaparekh47@gmail.com


... " અાકાશી ગ્રહણ ."

અાકાશ મુંબઇના પરતિષઠિત બીજનેસ ટાયકૂન ચોકસી પરિવારનું સંતાન , ગરભશ્રીમંત પરિવારનો દેખાવડો ,હોશિયાર ,વિનયી બાહોશ યુવાન . અાઇ . અાઇ .ટી નો સકોલર . વઘુ અભયાસ માટે અમેરીકાની દસ નામી યુનવરસીટી તેને અાવકારવા ઉભી હતી . હાવર્ડ યુનીના પગથીયા ચડી , પીએચ .ડી ની ડીગ્રી મેળવી ઇન્ડીયા પરત અાવી ફેમીલી બિઝનેસમાં જોડાયો .

જેવો તે અોફીસે જવા લાગયો ,કોનફરનસ ગજાવવા લાગયો ,નવા નવા પ્રોજેકટસ ,પ્લાન , અને બઝારમાં કંપનીની શાખ વધી ,કંપની ના શેરની વેલ્યુ વધવા લાગી .તેના પિતા અમર ચોકસીને પરમ સંતોષ હતો ,એક દિકરો હજુતો કંપનીમા જોડાયો તયાં અામ શેર ઉચકાયાં તો બીજો નાનો દિકરો જે અોક્સફોર્ડ યુનીમાથી ઇનટરનેશનલ માર્કેટીંગ મા માસ્ટર કરી ને અાવશે તયાંરે કંપની કેવી ઉચકાશે ?

બીજી બાજુ અમર ચોકસીના વાઇફ ગીતાબહેન જુદીજ ખયાલી બીરીયાની પકવતાં હતાં હવે તેને દિકરા અાકાશને જલદી ઘોડે ચડાવવો હતો . સારા સારા સમોવડીયા ઘરના " કહેણ " અાવવા લાગેલા , છતાં ગીતા બહેન દિકરા માટે પરી જેવી વહુ શોધવા દરેક મેરજ બ્યુરોના ટેબલ પર અાકાશના બાયોડેટા સાથે તગડી રકમના ચેકનું કવર મોકલતાં , દરેક બ્યુરોવાળા " વેલનોન ફેમીલી અમારી પાસે છે ." ના કેફમાં રઘવાયા થઇ દૂરબીન લઇ દોડતાં થઇ ગયા .

ગીતા ચોકસી સમાજના દરેક ફંકશનમાં ,ફેમીલી ફ્રેન્ડસની દરેક પાર્ટીઅો કે લગ્ન પ્રસંગે અચુક હાજરી અાપવા લાગયાં , અાવા સમયે તે ઝીણવટથી દેરેક યુવતી ને જોતાં ગમતી છોકરી પાસે કોઇને મોકલી ,તેના કુટુંબની રજે રજ માહીતી મેળવતાં . હોય દરેક માંને પોતાના દિકરા માટે સારી વહુ ગોતવી એ જીવનની અણમોલ ઘટના બની રહે છે. અને અા તો અબજોપતિના ઘરની વહુ બનાવવાની કવાયત હોય તાંરે કાળજી વિશેષ લેવાય જ .

.જો કોઇ બયુટી કોન્ટેસ્ટમાં ગઇ હોત તો જરૂર મિસ યુનીવર્સર તાજ મેળવી શકે તેવી ધારદાર વ્કતિત્વ વાળી , ડબલ ગ્રેજયુએટ ,પાણી પીવે ત્યાંરે પાર્દશક પાણી ગળે ઉતરતંુ જોઇ શકાય તેવી , અારસમાંથી કંડારી હોય તેવી નમણી , લાવણયના દરેક માપ દંડ ને સુસંગત એવી ધરા પારેખ અાકાશ માટે ગીતાબહેને વહુ શોધીજ કાઢી .

શરણાયો વાગી ,ઢોલો ઢબૂકીયા , મોભાદર કુટુંબે રંગે ચંગે લગનની અાગોતરાં વિધીઓ ૧૦દિવસના ભપકેદાર રંગારંગી કારયકરમ વીસ પચીસ દેશોના મહેમાનો સાથે જુદા જુદા શહેરોમાં જુદી જુદી થીંમ સાથે મહાલી અગિયારમાં દિવસે અાકાશ-ધરાએ સપ્તપદીના ફેરાં લિધા. ટી . વી . પર ઇગલેનડના રોયલ ફેમીલીના- ડાયેના અને ચાર્લસ ના - મેરેજ જોયા બાદ કદાચ , અકાશ-ધરાના મેરજ ની પહેલી જાહોજલાલી લોકોએ મુંબઇમાં રૂબરૂ જોઇ . અા દિવસોમાં લોકો કામ વગર મરીનડ્રાઇવના " ચોકસી મહાલ " સામે દિવસ રાત ચકર લાગાવતાં રહયાં રખેને કોઇ નેતા અભિનેતાની એકાદ ઝલક જોવા મળીજાય .

એક ,બે……પાંચ ….ને પચીસ સાલના વહાણાં વહીગયા . અને ઘણું ઘણું બદલાય ગયું . અમર ચોકસી એક પલેન અકસ્માતે દુનિયા છોડી ગયા , નાનોભાઇ ક ફ્રેનચ છોકરી સાથે લ્ન કરી ઘર અને ધંધાથી અલગ થઇ ગયો . અને અાકશ-ધરા મરીનડ્ાઇવનો ફલેટ ગીતાબહેનને અાપી , પોતે બે ને પોતાના બે સાથે નેપીયન્સી રોડ ના દરિયા કિનારેના પોશ બિલડીંગ " વિરભવન " ના ૩૦ -૩૧ મા માળે અાલીશાન ડુપલેક્ષ ફલેટમા પોતાનો નાવો અાશિયાનો બનાવયો . બઘું જ અલગ અનોખું કરવા વાળો અાકાશ નવા ઘરના હાઉસ વોર્મીંગ પાર્ટી નવા ઘરે ગયા પછી દર શની-રવિ જુદા જુદા ગૃપને બોલાવી મહેફીલો જમાવવા લગયો ,સોમથી શુકર કામમાં ખૂપી જતો .

પરદેશ બીઝનેસ ટૂરો પણ ભરપૂર થતી રહેતી , નાવા વાતાવરણમાં બેઉ બાળકોને બિલ્ડીગનાજ બાળકોની સાથે સારી ફ્રેન્ડશીપ થઇ ગઇ તેમાના , મોન્ટુ-સીમરન નામક બે બાળકોની મમ્મી પૂનમ પંજાબી સાથે ધરાને વધુ ફાવી ગયું , અા નવો સાથ ધીમે ધીમે વધું ગાઢ થવા લાગયો . અાકશની કોઇપણ ફોરેન ટૂર ધરાને હવે અકળાવતી નહીં કારણ પૂનમ અને તેનો પતિ બલવીનદર પંજાબી સાથે પીકચર ,કલ્બ , પાર્ટી , માણી લેતી . અને અાકાશની હાજરીમાં અા બેઉ કપલ સાથો સાથ હરતાં ફરતાં અાકશને પણ બલવીનદર સાથે રવિવારની સવાર પતિયાલા પેગથી શરૂ થવા લાગી. જોત જોતા મા ચારે જણ અંતરંગ મિત્રો બની ગયા હમેંશ ફ્રન્ડ શીપમાં એક પાતળી લક્ષમણ રેખા અાંકવી જોયે , અને એ અાંકણી અને તેનું પાલન લેડીઝ ઉપર નભે છે .

પૂનમ પંજાબી ભટીનડાની શીખણી હતી , અમેરીકામાં ભણતાં ભણતાં કોઇ બ્યુટી કોન્ટેસ્ટની રનર-અપનુ ટાઇટલ જીતેલી , ગ્રેજયુએટ થયેલ ,બલવીનદર ને અમેરીકા સાથે સાથે ભણતાંજ પરણી ગયેલી ,તેને શીટીઝનશિપ લઇને રહી પડવું હતું .પણ બલવિનદરના મા-બાપનો અાગ્રહ કે ઇન્ડીયા અાવી રહે . ભારે તનાવ વચચે અહિં અાવી બલવિનદરે બાપીકો બીઝનેસ અાગળ વધારયો . તેના મા-બાપ વરસમાં મુંબઇ અાવ-જાવન કરે તેનો પૂનમ સખત વિરોધ કરતી . બેઉ વચચે ઝગડા થતાં , રૌના ધોના થતાં તયાંરે ધરા તેને ઘેર જઇ તેને કંપની અને અાસવાસન અાપતી ,

ફોરેન ટુરમાં પણ પૂનમ બલીના ઝગડાના સાક્ષી અાકાશ-ધરા થવા લાગયાં પૂનમના રોના ધોના વખતે અાકશ તેને એકબાજુ લઇ જાઇને હળવેથી પીઠ પંપાળતાં પંપાળતાં શાંત કરતો ,અને ધરા બલીને સમજવતી . કયાંરે અાકાશ પૂનમ મય થઇ ગયો ? કે પૂનમ પૂરાં અાકશ ઉપર પથરાઇ ગઇ ? તે ધરા કે બલી સમજીન શકયાં . અને બેઉને અા સાચી વાતનો અહેસાસ થયો ત્યાંરે ઘણું મોડુ થઇ ગયું . બાળકો બેઉના પરદેશ ભણવાં ચાલયાં ગયેલ , બલીએ મા-બાપને મુંબઇ બોલાવી અલગ ફલેટમાં રહેવાની ગોઠણ કરી દીધી પૂનમની જાણ બહાર ,અને એક દિવસ બીઝનેસ ટૂર ઉપર જાવછું કહી મા-બાપ સાથે રહેવા જતો રહયો.

હવે અાકાશ અોફીસે જતાં અાવતાં નીચેના ફલોર પર પૂનમને ઘેર અચૂક રોકાઇ ને અાવવા લાગયો ,બિલ્ડીઁગવાળા અાંખ અાડા કાન કરતાં ,પણ ડ્રાવરો ,વોચમેન , સેક્રેટ્રરી , ઘરના ઉંદરો જેવા સર્વન્ટ જેવા લોકોની કાન ફૂસકીએ બધા બધુંજ જાણતાં થયા. .

અેક જપાનની બિઝનેસટૂરમાં અાકાશ મહિના દિવસ
માટે જવાની જાણ અોફીસમાં કરીને ગયો હવે અાકાશ -ધરા વચચે બોલવાનો વયવહાર રહયો નહતો , અને એક કોમન ફરેડ મારફત ંધરાએ જાણયું કે " પૂનમ એક મહિના માટે ટૂરમાં ગઇ છે ,કયાં ? ખબર નથી " અંદાજ અાવી જતાં ધરા કાળજાળ થતી તેના સાસુ ગીતાબેન પાસે ગઇ , ને ઢગલો થઇ ગઇ, સાસુજી બધી વાતો થી વાકેફ હોય તેણે વહુ ધરાને મનાવી " મોટા ઘરોમાં અા બાધું સામનય હોય , તું તને જે ગમે , તે કામ મા મન પોરવ " ધરા પરાણે સુગમ સંગીતના કલાસીસ ,ભારત નાટયમ વાય . એમ. સી ,રોટરી , લાયન્સ કલ્બ , વગેરની મીટીંગો અને પ્રોજેકટસ માટે બહાર અાવવા જવાનું શરૂ કરયું .

અાકાશના ગયા પછી વીશમા દિવસે ધરાને ડીવોરસની નોટીસ મળી , અંતનો અહેસાસ ધરા કરી ચૂકેલી . ધરા મકકમતાથી સજજથઇ ગઇ . દિકરી દિકરાને સારે ઘેર પરણાવયાં , દિકરાએ ધંધાનો અાગળ વિસ્તાર્યો . માને દુઃખ ભૂલાવવા દિકરો-વહુ સદા તત્પર રહેતાં . અને તે બેઉના અાગ્રહ બાદ પૂરાં દશ વરસ બાદ ધારાએ અાકાશને પૂનમ ખાતર છોડયો . દશ વરસથી લીવ ઇન રીલેશનશીપ ભોગવયાં બાદ સિવિલ મેરેજ કરી અાકશ-પૂનમ પતિ-પતની બન્યાં .

મેરેજના પાંચમા મહિને પૂનમ ને ગ્રહણ નડયું એક રાત્રે અાકશને તેના હૃદયે દગો દીધો . તેજ રાતે ધરાએ તેનું અરંગેતરમ્ એન . સી . પી . એ . માં ભરચક પરેક્ષકો વચચે કરયું .

હાલ..... ટૂકાં ગાળા માટે મિસીસ પૂનમ . અાકાશ .ચોકસી . બની . મસમોટો દલો ,અને પોશ એરીયામાં વૈભવી ફલેટમાં પહેલાંના પતિ બલવિનદર .પંજાબી અને બાળકો સાથે અારામ થી હાલ રહે છે .
— સ્પંદન પારેખ