Agent Azad - 3 books and stories free download online pdf in Gujarati

એજન્ટ આઝાદ - 3

4 મહિનાની મહેનત રંગ લાવી. આઝાદ હવે શાર્પ શૂટર બની ચુક્યો હતો. મેજરની મહેનત રંગ લાવી. હવે માત્ર ધડાકો કરવાનો હતો પણ પ્રશ્ન થાય કે જુગનુ મળશે કઈ રીતે? તે ક્યાં હશે? મેજરની મૂંઝવણ વધી ગઈ. મેજર આમતેમ ફાંફા મારી જુગનુની માહિતી મેળવવા લાગ્યા. આઝાદ પણ તેમનો ભરપૂર સાથ આપી રહ્યો હતો. આઝાદે મેજરને પૂછ્યું, “મેજર સાહેબ આપણે જુગનુને શોધવાની જરૂર શું છે?” મેજર નવાઈ પામી બોલ્યા, “આઝાદ તું શું બોલે છે? તને ખબર નથી આપણે તેને શા માટે શોધી રહ્યા છીએ?” આઝાદ કહેવા લાગ્યો, “મેજર સાહેબ તમે સમજો છો એવું હું નથી કહેતો. મારો કહેવાનો અર્થ છે કે આપણે આમ જુગનુ પાછળ સમય બગાડી રહ્યા છીએ. આપણે તેના પરથી ધ્યાન હટાવી મુખ્ય બોસ જોર્ડનને પકડવો જોઈએ.”

મેજર કહે, “ઝાદ તારી વાત સાચી છે પણ જોર્ડનને શોધવાના બધા પ્રયત્નો મેં કરી જોયા પણ તેનો કાઈ અતોપતો નથી. માટે જુગનુ જોર્ડન પાસે પહોંચવાની એક માત્ર ચાવી છે. જો હાથમાંથી નીકળી ગયો તો આપણે જોર્ડન પાસે કદી નહીં પહોંચી શકીએ. માટે આપણી પાસે માત્ર એક વિકલ્પ છે કે આપણે તેને જલ્દી શોધી કાઢીએ. બોલ હવે તારો નિર્ણય શુ છે?” આઝાદ મેજરની વાતથી સહમત થયો.

આઝાદ ફરી પાછો તેની તાલીમમાં લાગી ગયો. રાત થતા આઝાદના રૂમમાં આવી મેજર કહે, “ઝાદ, હું કાટમાંડું જવ છું. મારા સૈનિક મિત્રો પાસેથી મને માહિતી મળી છે કે જુગનુના બે માણસો કાટમાંડુંના પ્રસિદ્ધ બૌદ્ધ મંદિરમાંથી બૉમ્બ રાખતા ઝડપાયા છે. મારા મતે જુગનુ પણ ત્યાં હશે. માટે તું તારી ટ્રેનિંગ સારી રીતે કર હું ત્યાં જઈને જુગનુની માહિતી મેળવીને ટૂંક સમયમાં આવું છું.

આઝાદ મેજરને ગાડીમાં બેસાડી અમદાવાદના એરપોર્ટ સુધી મુકવા ગયો. રસ્તામાં મેજરે કહ્યું, “આઝાદ મારી વાત ધ્યાનથી સાંભળ. જે કાર્ય કરવા હું જઇ રહ્યો છું તે જોખમથી ભરેલું છે. જો ત્યાં જઇ મને કંઈપણ થાય તો આપણું મિશન બંધ થવું જોઈએ.” આઝાદ કહે, “સાહેબ તો તમે મને પહેલા કેમ કહ્યું? બધું રહેવા દો. હું પણ તમારી સાથે આવું છું. હું તમને મારા જીવતા કંઈપણ નહીં થવા દવ.” મેજર કહે, “આઝાદ તું જીદ કર. મારી વાતને સમજ. અત્યારે ભારતને રીટાયર્ડ થઈ ગયેલા વિષ્ણુકાંતની જરૂર નથી. અત્યારે ભારતને જરૂર તારા જેવા દેશપ્રેમીની છે. તેથી તું અહીં તારી નિશાનેબાજી વધાર. મારી ચિંતા ના કર. બીજી વાત કે મારી ભારતમાતા મારી સાથે છે. મને કંઈપણ નહીં થાય. આપણું ધ્યેય ચૂકવું જોઈએ. મારા મિત્રની પ્રતિજ્ઞા પુરી થયા વગર મને કંઈપણ નથી થવાનું.”

આઝાદે મેજરને એરપોર્ટ પર પહોંચી સલામી આપી વિદાય આપી. મેજરે પણ સલામ કરી વિદાય લીધી.

આઝાદ ઘરે પહોંચી સુઈ ગયો. સવારે ઉઠતા મોબાઇલની રિંગ વાગી. ઝાદે ફોન ઉપાડ્યો તો ખબર પડી કે મેજર સાહેબ હતા. તે કહેતા હતા, “આઝાદ હું કાટમાંડું પહોંચી ગયો છું. તને કાલ કહેતા ભૂલી ગયો કે મારી ભત્રીજી સ્વાતિ ત્યાં તારી પાસે આવી રહી છે. હવે આગળની તાલીમ તને આપશે. તે લગભગ ત્યાં પહોંચી ગઈ હશે.” તેમનો ફોન કટ થયો કે ત્યાં કોઈકે દરવાજો ટોક્યો. આઝાદે દરવાજો ખોલ્યો કે વિસક વર્ષની યુવતી મોટું બેગ લઈને ઉભી હતી. તે એકદમ સુંદર અને મોડર્ન યુગની હતી. માથું ટોપીથી ઢાંકેલું હતું. આંખો પર બ્લુ રંગના ગોગલ્સ ચડાવેલા હતા. તે પોતાની ઓળખાણ આપ્યા વગર સીધી ઘરમાં પ્રવેશી અને ટેબલ પર રાખેલા ફ્રૂટ્સ ખાવા લાગી. ઝાદે પૂછ્યું, “સ્વાતિ રાઈટ?” પેલી જવાબ આપે તો ને. તો પેટપૂજામાં વ્યસ્થ હતી.

આઝાદ સમજી ગયો કે તેને બહુ ભૂખ લાગી લાગે છે. તેથી તે રસોડામાં ગયો અને ત્યાંથી ભોજનની થાળી તૈયાર કરી તેની સામે ટેબલ પર મૂકી. થાળી જોતા તેણે તે લઈ લીધી અને થેંક્યું કહી ફટાફટ ખાવાનું શરૂ કરી દીધું. જમવાનું પતાવી તેણે પાણી પીધુ અને શાંતિથી સોફા પર બેઠી.

આઝાદ ત્યાં ચા લઈને આવ્યો અને પેલી યુવતીને આપી. તે યુવતી કહ્યું, “સોરી હું જમ્યા પછી ચા નથી પીતી.” આઝાદ કહે, “કાઈ વાંધો નય. હું શુ કહેતો હતો કે,...” ત્યાં પેલી ચાનો કપ લઈ કહે, “ તું આટલા પ્રેમથી મારી માટે ચા લઈ આવ્યો છો તો મારે તને ના કેમ પાડવી?”

બંનેએ ચા પતાવી. ઝાદે કહ્યું, “તું સ્વાતિ છો ને? મેજર સાહેબની ભત્રીજી.” તેણે કહ્યું, “હા મને વિષ્ણુકાકાએ મોકલી છે. વિષ્ણુકાકાએ કેવી જગ્યાએ ઘર લીધું છે. હું તો ચાલી ચાલીને થાકી ગઈ.વળી, એક તો જોરથી ભૂખ લાગેલી. એનિવે,તો તું છો આઝાદ?” ઝાદે જવાબ આપતા કહ્યું, “હા હું

સ્વાતિ ઘરને બારીકાઈથી જોઈ રહી હતી. તે કહેવા લાગી, “ ઘરમાં મારુ બાળપણ વીતેલું છે. (ભી થઈ દિવાલને સ્પર્શ કરતા..) દીવાલનો દરેક ભાગ હું અને વિષ્ણુકાકાએ ભેગા મળીને રંગેલો છે. ખરેખર! મને મારુ બાળપણ યાદ આવી ગયું.” (તેની આંખમાંથી આંસુ આવી ગયા)

આઝાદ જોઈ ખુશ થઈ બોલ્યો, “સ્વાતિ હું તારી લાગણીને સમજી શકું છું. ને પણ મારું બાળપણ બહુ યાદ આવે છે. ખરેખર! દિવસો ફરી પાછાં આવી જાય તો કેવું સારું? બધું છોડ તારા વિશે મને જણાવીશ?” તે કહેવા લાગી, “હા કેમ નહીં. મારુ નામ તો તને ખબર છે. હું છેલ્લા 7 વર્ષથી ન્યુયોર્કમાં રહેતી હતી. જોકે ત્યાં સ્ટડી માટે ગયી હતી પણ વિષ્ણુકાકાના કહેવા પ્રમાણે મેં તેમની ફ્રેઇન્ડ રોઝલીન આંટ પાસેથી કોમ્યુટર હેકિંગ શીખી અને તેમના હસબન્ડ સેમ અંકલ જે યુ. . આર્મીમાં હતા તેમની પાસેથી થોડી ઘણી સ્નાઇપર રાઇફલ ચલાવતા શીખી. પણ બધું શીખવાનું કારણ મને આજ સમજાયું.”

આઝાદ પૂછવા લાગ્યો, “કયું કારણ?” સ્વાતિ કહે, “તને નથી ખબર? ચાલ હું જણાવું. વિષ્ણુકાકા આતંકવાદને કાબુમાં લેવા મિશનએન્ટી ટેરરશરૂ કરી રહ્યા છે. તેથી તેમણે મને તને બીજા હથિયાર ચલાવતા શીખવવા મોકલી છે. તો કાથી તારી ટ્રેનિંગ શરૂ થઈ જશે. વહેલા 6 વાગે. કે?

આઝાદ તેની વાતો સાંભળી ચોકી ગયો તે નવાઈ પામતા બોલ્યો, “ઓકે!”

આમને આમ સમય વીતતા સાંજ થઈ. સ્વાતિ કહે, “આઝાદ મારુ એક કામ કરીશ?” આઝાદે જવાબ આપતા કહ્યું, “હા કેમ નહીં? બોલને.” સ્વાતિ કહે, “આઝાદ હું એમ કહેતી હતી કે હું ઘણા વર્ષ પછી અમદાવાદ આવી છું. તો મારે સનસેટ વ્યુ જોવા સાબરમતી રિવરફ્રન્ટ જવું છે તો તું મારી સાથે આવીશ?” આઝાદ કહે, “સારું ચાલ હું સમજી શકું છું કે માતૃભૂમિથી દૂર રહીને કેવું લાગતું હશે. ચાલ જઈએ. પણ તું કેમાં જવાનું પસંદ કરીશ. બાઇકમાં કે કારમાં?”

સ્વાતિ જવાબ આપતા કહે, “જેન્ટલમેન પર્યાવરણની ઈજ્જત કરતા શીખો. ચાલો સાઇકલ લઈને જઈએ.” આઝાદ હસતા બોલ્યો, “ખરેખર સ્વાતિ તું અઘરી નોટ છો. તને સમજવી કાંઈ નાની વાત નથી.” સ્વાતિ પણ હસવા લાગી, “હા વાત સાચી કે હું નોટ છું. અને પણ 2000ની. બધું છોડ વર્કશોપમાંથી સાઇકલ તો કાઢ.” આઝાદે વર્કશોપ ખોલી જોયું તો ત્યાં માત્ર એક સાઇકલ હતી. તે જોઈ તે બોલ્યો, “સ્વાતિ આજ તો આપણું સાઇકલ લઈને જવું શક્ય નથી.”

સ્વાતિ કહે, “બટ વાઈ, વોટ્સ પ્રોબ્લેમ ડુડ?” આઝાદ કહે, “સાઇકલ એક છે.” સ્વાતિ કહે, “મને ખબર છે કે એક સાઇકલ છે. પણ હું નાની હતી ત્યારની તો વાંધો શુ છે?” આઝાદ મૂંઝાતા બોલ્યો, “તો હું કેવી રીતે આવીશ?” સ્વાતિ કહે, “અરે તું કેવી રીતે આવીશ એટલે શું? સાઇકલ હું થોડી ચલાવીશ? એતો તારે ચલાવવાની છે. હું તારી આગળ બેસી જઈશ અને તું સીટ પર બેસીને પેડલ મારજે. આર યુ અંડરસ્ટેન્ડ?”

આઝાદને બધું ઉપરથી ગયું તે બોલ્યો, “સ્વાતિ હું કંઈ સમજ્યો નહીં. તું જે રીતે કહે છે એવી રીતે મેં કદી પણ સાઇકલ નથી ચલાવી.” સ્વાતિ કહે, “તે રાઉડી રાઠોડ જોઈ છે?” આઝાદ કહે, “હા તો શું?” સ્વાતિ કહે, “તો એમાં અક્ષય જેમ ગીતમાં સોનાક્ષીને સાઈકલમાં ફેરવે છે એમ હું કહું છું. કારણ કે મને કેરિયલ પર જામતું નથી. હવે સમજ્યો?” આઝાદ કહે, “વાંધો નય પણ પછી પડી જા તો મને કહેતીસ્વાતિ કહે, “હા હા હવે હું મારું ધ્યાન રાખી શકું છું. ચાલ હવે સાઇકલ હકારવાનું શરૂ કર.”

ઝાદે સાયકલ હંકારવાનું શરૂ કર્યું. સાબરમતી પહોંચતા સ્વાતિ બોલી, “અરે વાહ! જેન્ટલમેન. સાયકલ ચલાવતા સારું ફાવે છે. મારો ભાર નથી લાગતો?” આઝાદ કહે, “આમાં ભાર શેનો? તો રોજનું કામ છે.” સ્વાતિ નવાઈ પામતા બોલી, “રોજનું કામ! કઈ રીતે?” આઝાદ કહે, “રોજનું 3 મહિના પહેલા હતું. ત્યારે હેન્ડલ પાસે દૂધની બરણીઓ લટકતી હતી. અને આજે..” સ્વાતિ કહે, “અને આજે શુ? બોલ બોલ...આજે શુ?” આઝાદ હસતા કહે, “અને આજે તું લટકે છે. બસ,ખાલી બરણીનો ફરક છે.” સાંભળી તે સ્વાતિ આઝાદ પાછળ દોડી અને કહેવા લાગી, “યુ ઇડીઅટ. મારી તુલના દૂધની બરણી સાથે કરે છે. ઉભો રે આજે તને હું નહીં છોડું.”

બંને ઘણું દોડ્યા અને થાકી રિવરફ્રન્ટના બાંકડા પર બેસી સાબરમતીને જોવા લાગ્યા. સ્વાતિ કહે, “ખરેખર આઝાદ. યુ આર ગુડ પર્સન. તે આજે મને ફરી એકવાર મારુ બાળપણ યાદ અપાવી દીધું. બાળપણમાં હું અહી મારી મા સાથે આવતી. અત્યારે આપણે જેમ દોડી રહ્યા હતા. એમ હું મારી મા ને પાછળ દોડાવતી. પણ અત્યારે મને તેમની ખૂબ યાદ આવે છે.” આઝાદ કહે, “યાદ આવે છે? હું કઈ સમજ્યો નહીં. ક્યાં છે આંટી?”

સ્વાતિ ઘડીક ચૂપ થઈ ગઈ. થોડીવાર પછી તે બોલી, “આઝાદ તારીથી હવે હું શું છુપાવું? કદાચ તને કહેતા હું રડી પડીશ. જ્યારે હું 10 વર્ષની હતી ત્યારે મારી મા મને છોડીને ચાલી ગઈ.” આઝાદ કહે, “સ્વાતિ હું સમજી શકું છું. તને કેવું ફિલ થતું હશે. તો તારા પપ્પા ક્યાં છે? શુ તે પણ અમેરિકામાં છે?” સ્વાતિ કહે, “પપ્પાનું તો હું શું કહું? તેમને તો મેં જોયા પણ નથી. મારી પર્વરીશ વિષ્ણુકાકાએ કરી છે. મારુ જે કોઈ ગણો વિષ્ણુકાકા છે. મને ખોળે લેવાના કારણે મારા કાકીએ વિષ્ણુકાકાને છૂટાછેડા આપેલા અને ત્યાર પછી તેમણે લગ્ન નથી કર્યા.”(તે રડવા લાગી)

આઝાદ ભાવુક થઈ ગયો અને કહેવા લાગ્યો, “સોરી સ્વાતિ, મેં તારી ફેમિલી વિશે પૂછીને તને ખૂબ દુઃખ પહોચાડ્યું છે. મને નહતી ખબર કે તારું ભૂતકાળ બહુ ભયાનક હશે. સોરી.” સ્વાતિ કહે, “કોઈ વાંધો નય. મને ખબર છે કે એક મિત્રને બીજા મિત્રની આપવીતી જાણવાનો પૂરો હક છે અને હક હું તને આપું છું.” બંનેની વાતો પુરી થઈ અને રાત પડી ગઈ. બંને ઘેર આવી ગયા.

આઝાદે ઘરે આવી રસોડું સંભાળ્યું. સ્વાતિ બધુ જોઈ નવાઈ પામી બોલી, “વાવ, તને રસોઈ બનાવતા આવડે છે?” આઝાદ કહે, “હા. પહેલા નહતી આવડતી પણ મેજર સાહેબે શીખવી દીધી.” સ્વાતિ કહે, “એમ વાત છે. તો મને પણ ખીચડી બનાવતા આવડે છે. હું ટ્રાય કરું?” આઝાદ કહે, “કેમ નહિ. બનાવ..બનાવ.” બંને રસોઈ બનાવી જમવાનું શરૂ કર્યું અને જમ્યા બાદ તેઓએ સુવાની તૈયારી કરી.

સ્વાતિ તેના રૂમમાં જઈ પોઢી ગઈ. આઝાદ ધાબા પર આવી મેજરને ફોન કર્યો. મેજરે ફોન ઉપાડી કહ્યું, “હા બોલ આઝાદ જમી લીધું? સ્વાતિ તારી સાથે છેને. તેણે તને હેરાન નથી કર્યો ને?” આઝાદ કહે, “હા જમી લીધું. સ્વાતિ મારી સાથે છે અને અત્યારે સુઈ ગઈ છે. તે મને જરાય હેરાન નથી કરતી. તમે તેની ચિંતા કરતા. તમે તમારું ધ્યાન રાખજો. અને શું કાઈ કામ થયું?” મેજર કહે, “હાલ તો કઈ માહિતી નથી મળી. પણ વહેલા મોડો તે જરૂર પકડાઈ જશે. સારું પછી વાત કરું. ગૂડનાઈટ.”(ફોન કટ થઈ ગયો).

મેજરના કોલ પછી આઝાદે તેના પપ્પાને કોલ કર્યો. ફોન ઉપડતા તેની આંખમાં પાણી આવી ગયું. તે કહેવા લાગ્યો, “પપ્પા તમે બધા મજામાં છો ને? મારી મા અને ગંગા શુ કરે છે. બંને પણ મજામાં છેને? તેના પિતા કહે, “હા આઝાદ બેટા. તું અમારી ચિંતા કરતો. અમે બધા મજામાં છીએ. બેટા તું તારા ધ્યેય પર ધ્યાન આપજે. મેજર સાહેબનું ધ્યાન રાખજે. લે તારી બા સાથે વાત કર.” તેની મા કહે, “બેટા આઝાદ ત્યાં બધું ઠીક છે ને? તને કોઈ વાંધો નથી ને? બેટા તું અમારી ચિંતા કરતો. રહી વાત ગંગાની તો તો જલસા કરે છે.” ( ગંગા આઝાદની ગાયનું નામ છે). આઝાદ કહે, “માં હું પણ અહીં જલસામાં છું. મારી ચિંતા કરતા. હું ટૂંક સમયમાં ઘરે આવતો રહીશ. સારું હું પછી ફોન કરીશ. તમારું ધ્યાન રાખજો.” ફોન કટ કરી આઝાદ તેના રૂમમાં આવી સુઈ ગયો.

સવારે 6 વાગે ઉઠી તેણે નાસ્તો રેડી કરી નાખ્યો અને કસરત કરવાનું શરૂ કરી ધીધુ. 7 વાગ્યા સુધી કસરત કરી અને ચા પીવા બેઠો. સમયે સ્વાતિ પણ રેડી થઈ નાસ્તો કરવા બેસી ગઈ. તે કહેવા લાગી, “વાહ જેન્ટલમેન વહેલા 6 વાગે ઉઠી બધું રેડી કરી નાખ્યું. શુ વાત છે. મને તો એમ હતું કે તારી આંખ 7 વાગ્યાની અંદર ખુલશે નહીં. સારું નાસ્તો કરી વર્કશોપમાં જઈએ. ત્યાં તારી ટ્રેનિંગ શરૂ કરવાની છે.” બંને નાસ્તો પતાવી વર્કશોપમાં ગયા. સ્વાતિએ એક કબાટ ખોલી એક મોટી પેટી કાઢી આઝાદને પેટી ખોલવા કહ્યું. આઝાદે પેટી ખોલીને જોયું તો.....

To be continued......