Ek mekni darkaar in Gujarati Fiction Stories by Vijay Shah books and stories PDF | એક મેકની દરકાર

Featured Books
Categories
Share

એક મેકની દરકાર

એક મેકની દરકાર

વિજય શાહ

નિવૃત થયા પછી વાળી ઘણી વાતો છે પણ અત્યારે ઘ્યાન પત્નીને મિત્ર બનાવવાની કવાયત ઉપર વધારે સ્થીર થવાય તેવી ઘટના વાંચવામાં આવી તેની નોંધ લઈને આગળ વધુ.

ગાંધી સાહેબનાં પત્નીને અલ્હાઈમર ( સ્મૃતિ ભ્રંશનો રોગ થઈ ગયો.) રોજની આદત પ્રમાણે તેમની પત્ની માટે ગરમ ગરમ ગાંઠીયા કે ફાફડા લઈને ગાંધી સાહેબ તેમના પત્ની ને હોસ્પીટલમાં બ્રેક્ફાસ્ટ આપવા જાય.

એક વખત વધુપડતા વરસાદને લીધે ફાફડા વાળાનો સ્ટોર મોડો ખુલ્યો અને ગાંધી સાહેબ ઉંચા નીચા થૈ ગયા ત્યારે ફાફડાવાળએ કહ્યું આમેય તેમને સ્મૃતિભ્રંશ થયેલ છે તેમને શું ખબર પડે કે તમે મોડા પડ્યા છો?

ત્યારે ગાંધી સાહેબ બોલ્યા પણ મને તો ખબર પડેને? તેણે મને જિંદગીનાં પચાસ વર્ષ મને સમય સર ખાવાનું આપ્યુછે ત્યારે હું તેને મોડુ કેમ પહોંચાડું?

પાછલી ઉંમરે બંને જણા માટે એક મેકની દરકાર આવે તે ખુબ જરુરી અંગ છે.

એક કલ્પના કરો સાથીની ખોટ સૌથી વધુ કોને પડે? કુદરતી રીતે જ જે તેની સાથે વધુ રહ્યું હોય તેને જ ને?નિવૃત્ત થયા પછી તે સાથીનાં બીજા આઠ કલાક તમે લઈ રહ્યા છો. તમને સમાચાર જોવા છે અને તેને ચિત્ર હાર જોવું છેં. નિવૃત્ત થયા પછી તે બોલશે તો નહીં પણ તે સમયે રીમોટ તેને આપી દઈ સમાચાર જોવાનો આગ્રહ છોડી દેવો તે સાથીની દરકાર વધુ છે.

આ સમજ ગાંધી સાહેબને તેમના પત્નીને સ્મૃતિભ્રંશ નો રો ગ લાગુ પડ્યો પછી ખબર પડી. ખરી શોધખોળ કરીને જાણ્યું કે મેગ્નેશ્યમની ઉણપથી આ રોગ લાગે છે તે દિવસથી મેગ્નેશ્યમ માઇક્રો ન્યુટ્રંટ આપવા માંડ્યા અને પત્ની ને સાજા કરવામાં લાગી ગયા.

૫૦ વર્ષનાં સહવાસ પછી સમજાયું કે જીવન સાથીનાં પણ માનવ સહજ અપેક્ષાયુક્ત વલણ હોઈ શકે. તેની ભાવનાઓ પણ માન આપવા યુક્ત હોઇ શકે..તેની પાસેથી એકલી “લાવ” કે “આપ”ની વાત ક્યારેક વધુ પડતી હોઇ શકે. તેને પણ પત્નીત્વનાં હક્કો જોઇતા હોઇ શકે…”તે પગની જૂતી..” ” આપણું કહ્યું કરે તેજ કરે” વાળું વલણ ખોટું.

ગાંધી સાહેબનાં બદલાવનાં એકાદ મહીના પછી પત્નીમાં સુધારાનાં લક્ષણો દેખાવા માંડ્યા ત્યારે પ્રભુ પાસે છલકતી આંખે તેઓ બોલ્યા પ્રભુ તારો ખુબ ખુબ આભાર..હવે સાથી સમજીને એના પ્રેમને માન થી જોઇશ. એ પત્ની છે તે મને જેટલો આદર આપે છે તેટલો આદર હું હવે તેને આપીશ.

ગાંધી સાહેબની પત્નીમાં આ રોગ આવવા માટે એક હતાશા મોટી હતી. તેઓ માનતા કે મારે સૌનું કરવાનું પણ મારું કહ્યું કોઇ ના માને. અરે કોઇ મને તો પુછે પણ ના.. આ તે કેવી જિંદગી?

ગાંધી સાહેબ આ વાતને સમજી ચુક્યાં હતાં તેથી હવે દરેક વાતમાં “પહેલા મારા લાઈફ પાર્ટનરને પુછી લઉં” પછી નક્કી કરીએ…કહી થોડો સમય માંગવા માંડ્યા. અને ત્રણ જ મહીનામાં ઘરનું ચિત્ર બદલાવા માંડ્યુ. બીન જરૂરી ખર્ચા અને વારંવાર ઘરમાં આવતા ફાસ્ટ ફૂડ બંધ થવા માંડ્યા અને ઘરમાં સમય સર સારું ખાવાનું બનવા માંડ્યુ. વધેલું ખાવાનું સમય સર ફ્રીઝ માં મુકાવા માંડ્યુ. અને ગ્રોસરીનૂં બીલ વધવા માંડ્યું. પણ હોટેલોનો ખર્ચો ઘટવા માંડ્યો.પૌત્ર અને પૌત્રીઓને સુખડી અને શીરો અને મોહન થાળ મળતો થયો તેથી દીકરા અને વહુઓ પણ રાજી થયા.

ગાંધી સાહેબ જોઇ રહ્યા હતા ઘરમાં સૌ તેમને માનથી જોતા થયાં હતાં તેથી હવે ભુલાવાનો અને ધ્યાન ચૂકનાં પ્રસંગો બનતા ન હતા. તેમના ઘણા સુચનો સારા પરિણામો લાવતા હતા. ખાસ તો દીકરીનાં સાસરવાસમાં સૌએ તેમને ” તુચ્છ” માની લીધા હતા ત્યાં વજન વધવા માંડ્યુ હતું.

વહેવારની વાતોમાં દીકરાની સાસરીમાં કોઠા સૂઝ્થી એવો ઉકેલ શોધી કાઢ્યો હતો કે લાકડી ભાંગે નહી અને સાપ મરી જાય. ટાણે કટાણે વહેવારનાં નામે પૈસા કઢાવતા જમાઇ અને સાસુને ના કહ્યા વિના પરિસ્થિતિ જ એવી ઉભી કરી કે વહેવાર ઉછીના લેતા હોય તેવું લાગે અને પાછો ઉપર હાથ રાખતા હોય તેમ કહ્યું. આ પૈસા મહીનામાં વાળી દેજો કારણ કે અમારામાં તો રીવાજ નથી પણ તમારી વાતનું માન રાખવા તમે કહ્યું અને અમે વર્ત્યા..બાકી સાસરે દીકરીને વળાવી એટલે અમારે વર્તવાની જરૂર નહીં

ગાંધી સાહેબ હવે પાંચમાં પુછાવા માંડ્યા હતા. પહેલા એમને કંઇ કહેવાતું નહીં પણ હવે “મારા લાઈફ પાર્ટનરને પુછી લઉં “ની ઢાલે તેમને ડાહ્યા લોકોમાં ગણાવા લાગ્યા. પહેલા એકડો અને શુન્ય જુદા હતા.. સૌથી નાના અને અર્થહીન. પણ હવે ભેગા થયા એટલે “દસત્વ” મળ્યું.

એમની દ્રષ્ટી બદલાઈ. ભોળી અને અક્કલહીન લાગતી પત્ની ની વાતોમાં કૂશળતા દેખાવા લાગી. ક્યારેય ન કહેલું અને આંખનાં ઇશારે સમજાઇ જતું મૌન…એ લાંબો સહજીવન નો અહેસાસ..

મૌનનો ગુંજારવ

લાંબા સથવારાનો શાંત એ સંવાદનીરવ, ના નાદ તોય સૂણું એનો સાદ

મંજુલ એ પ્રેમરાગ કેટલીયે રાતરસિલી લય રચના અનેક વિધ વાત

કોઇ દિન લાગે અતિબોલ ને વિવાદઅબોલાની આડ હાર જીતની ફરિયાદ

તીનતારા ગુંજનમાં ભળે નવા સૂરકલરવ ને કલબલમાં અટવાતા સૂર

સંધ્યાની છાંયડી ને મીઠો મનરવતારો ને મારો આ મૌનનો ગુંજારવ

સરયૂ પરીખ

નિવૃત્તિ પછીનું સૌથી કઠીન કામ છે એક મેકને જેમ છે તેમ સ્વિકારવાના.કારણ કે ભરત ભાઇએ તેમના કાવ્યમાં કહ્યું તેમ પત્ની સાથેનૂ આખુ જીવન હવે માત્ર મિત્રતા, કેવી વિચિત્રતા, મમતા અધિક, નામાદકતા.

અભિસારિકા

અભિસારિકા હતી ત્યારે હતી,હવે ના,હવે માત્ર મિત્રતા.કેવી વિચિત્રતા,મમતા અધિક, ના માદકતા.

સાનિધ્ય ખરુંપણ ભયથી ભરેલું આક્રંદ.ડૂબતી નાવનો ડિસ્ટ્રેસ કોલ.ભયનું વાદળચહેરા પર ફરી વળે જ્યારેએની ના કોઈ દવા કે દુવાકાળે અકાળે.

સ્મૃતિઓ વરસતીધીરા વરસાદની ઝરમરજેમ છત ચુવે એમ ટપકતી.અશ્રુઓ એમ જ સરે.ટીપાં રોજ બે ચાર પડે,સૂકાય એટલાંમાં ત્યાં તો બીજાં નવાં પડે.

પૂંછુ ના કે શું થયું,જે થયું તે થયું.ના કોઈ પોસ્ટમોર્ટમ.એમ જ ગાડું કીચૂડાતું ચાલ્યા કરે.તેલ ધરીમાં પૂરવાની શી જરૂર?ઘૂંટણ એમ ઘસાયા કરે.અંગો પુરજા શરીરના જૂના થયા કરે.

અભિસારિકા હતી ત્યારે હતી,આજ એ ધર્મપરાયણ,નિજ કાર્યમાં મશગૂલપણ અપ્સરાથી ય વધુકામણ કરવાવાળી વનિતા.હવે માત્ર મિત્રતા, કેવી વિચિત્રતા.ના અભિસારિકા.

ભરત એસ. ઠક્કર (વિટન, ઈલિનોય)