Collage no maro prem books and stories free download online pdf in Gujarati

કોલેજ નો મારો પ્રેમ

કોલેજ લાઈફ.

મિત્રો, આજે મારી પ્રથમ વાર્તા તમારી સમક્ષ મૂકી રહ્યો છું, ગભરાહટ તો છે જ, ગમશે કે નઇ ગમે, એમ આપ ના સૂચન અને સલાહ આવકાર્ય છે, જાજો સમય ન લેતા હું વાર્તા કહું છું..... નામ અને પાત્ર સમય અને કોઈ ની લાગણી ને ઠેસ પોહચે નઇ એ હેતુ થિ બદલાયેલા છે..

***

કોલેજ લાઈફ

નવો નવો જ શહેર માં આવેલો... 12 મુ પાસ કરી ને.. કોઈ એ ઘર વાળા ન કહ્યું કે અત્યારે ડિપ્લોમા એન્જિનિયર બનાવો, અત્યારે એનો ક્રેઝ છે... તો ઘરવાળા ને તો આટલુ જ જોઈતું હતું.... એટલે ગામડા ની નજીક ના શહેર ની સરકારી કોલેજ માં એડમિશન અપાવી દીધું... અને હું તો ગામડા ને ભૂલી ન શહેર માં આવી ગયો.... હોસ્ટેલ માં પહેલો જ દિવસ મારી જેમ બીજા બધા નવા વિદ્યાર્થી ઓ જ હતા. સમય જતાં 1 મહિના માં બધા જોડે સારી એવી મિત્રતા થઈ ગઈ. પછી તો કોલેજ આવા જવાનું બધાય નું સાથે, ટ્યૂશન પણ, સોરી કહેવાનું તો ભૂલી જ ગયો કે અમારી કોલેજ ઘણી બધી ગર્લસ હતી, મારા બધા મિત્રો મા ના ખાસા ઈવા પોત પોતાના મન પસંદ પાત્રો પસન્દ કરી ન એમની જોડે સારી એવી મિત્રતા કરી લીધી હતી. એક હું જ બાકી હતો.. અને અંતે જેની બધાય ને આતુરતા હોઈ છે કોલેજ માં મારી પણ કોઈ ગર્લફ્રેન્ડ હોઈ. જે મને સમજે, મારી ફીલિંગ સમજે. એવું જ કોઈએ મારા જીવન માં પણ દસ્તક દીધી. નામ હતું સંજુ. સંજુ એક ગામડા માં થી જ આવતી. પણ લાગે નઇ કે આ ગામડા ની હશે. એનો ચુલ્બલો સ્વભાવ મને ખુબ જ ગમતો. અને થોડી ગરમ સ્વભાવ ની પણ. નાની વાત માં ગરમ થઇ જાય. કોઈ હિંમત કરતું નઇ. પણ મને એ ગમતી. કોલેજ ના કોઈ બી સંકૃતિક કાર્યક્રમ માં એ મારા જેમ જ ઉત્સાહ પૂર્વક ભાગ લેતી. એટલે એ મને ઓળખતી તો હતી. પણ કોઈ દિવસ એને એ નોટિસ ના કર્યું કે હું એને પસંદ કરું છું. હું મુંજાતો, સુ કરું કાઈ ખબર નતી પડતી. એક દિવસ કોલેજ માં થી સર નો ફોન આવ્યો, કહી રહ્યા હતા કે કાલે અમદવાદ જાવાનું છે ડ્રામા વર્કશોપ માં કોલેજ તરફ થી.. મારુ પ્રથમ સેલેકશન થયું હતું, મને મારી વાત સંજુ ને કરવાનો મોકો મળી ગયો તેથી હું મન માં હરખાતો હરખાતો સર જોડે ગયો.. અને નામ લખાવી ન આયો. યાદી માં જોયુ તો સંજુ નું નામ પણ હતું. મારો આંનદ બેવડાઈ ગયો. સવારે અમારી બસ 7 વાગ્યા ની હતી. અમે સૌ સાડા નઉ વાગ્યે અમદાવાદ પોહચી ગયા.. આખો દિવસ વર્કશોપ માં ગયો પણ આનંદ હતો, જોગનું જોગ સંજુ ની શીટ મારી બાજુ માં જ હતી, ને આજે તેને નજીક થી જાણવાનો મોકો મળ્યો, નંબર ની આપ લે થઈ.. સામાન્ય વાતો થઈ. ધીમે ધીમે અમે ગાઢ મિત્રો બનવા લાગ્યા. કોલેજ માં અમારા નામ ની ચર્ચા ઓ થવા લાગી. પણ મને એની ચિંતા નતી. સંજુ ની ચિંતા વધારે થતી. એ થોડી Tension માં દેખાવા માંડી. મારી જોડે કોલેજ માં સરખી રીતે વાત પણ ના કરે. આમ થવા થઈ હવે હું પણ મુંજવા માંડ્યો કે આની સમક્ષ મારો પ્રેમ નો પ્રસ્તાવ કઇ રીતે મુકું મારા જન્મ દિવસ ના દિવસે એ આવી તો ખરા, અને મુબારક વાત આપી ન એ એની ફ્રેન્ડ જોડે પાછી જતી રહી. બીજા દિવસે સવારે એને કૉલ કર્યો તો એનો નંબર બંધ આવતો હતો. એની ફ્રેન્ડ જોડે કેહવડાવ્યું ટેન્શન ના લે. અને હવે હું તારી લાઇફ માંથી દૂર જતો રહીશ તારી સામે પણ નહીં આવું બસ તું ખુશ રેજે. હું જાવ છું કહી ન હું ઘરે આવતો રહ્યો. મનોમન નક્કી કર્યું કે હવે થી કોલેજ માં પરીક્ષા આપવા સિવાય જવું નહીં. હું કહી પણ એવું કરવા માંગતો નતો ક સંજુ ને તકલીફ પડે. એની ફ્રેન્ડ જોડે થી જાણવા મળ્યું કે એને મારા માટે ફીલિંગ્સ છે. મને પ્રેમ કરતી જ હતી. બસ એ કહી શક્તિ ના હતી, ને જ કહી શકે ને, મેં પણ ક્યાં એને કહ્યું તું ક હું એને પ્રેમ કરું છું. મને મનોમન થયું કે હું પણ કેવો ડફોળ છું એકવાર ખાનગી માં પણ એને કહેવાની જરૂર તો હતી. હું એની ફ્રેન્ડ ના કોન્ટેક માં રહેવા લાગ્યો. મારા ખાસ મીત્ર જોડે જાણવા મળ્યું કે સંજુ હોવી કોલેજ ના કોઈ કાર્યક્રમ માં ભાગ નથી લેતી. અને થોડા દિવસો માં ઉતરાયણ પછી અમારા સિનિયર ભાઈઓ નો ફેરવેલ પ્રોગ્રામ છે એમા પણ નઇ ભાગ લેવાની. તો મને થયું બસ હવે બસ છે હવે તો આર યા પાર. જેને જે વિચારવું હોઈ એ વિચારે હું સંજુ ને મારા પ્રેમનો ezhar કરી ને જ રહીશ જોકે એ હા જ પાડવાની હતી એ મને ખબર છે. કોલેજ માં પણ બધા ને એમ થઈ ગયું હતું કે આ બંને હવે પોત પોતાના રસ્તે છે તો કોલેજ વાળા બધાય નો કાઈ પ્રોબ્લેમ નતો કે એ લોકો કેવી કેવી વાતો કરશે. મને મારા સિનિયર મિત્રો નું આમંત્રણ આવ્યું ન અને ફોન માં કહ્યું કે આ વખતે તો અવાનું જ છે તારે, મેં પણ પ્રોમિશ આપ્યું કે હું આવીશ અને ભાગ પણ લઇશ. પણ મારું નામ પ્રોગ્રામ ના અંત માં બોલજો. બાકી હું મારી રીતે રજૂ કરીશ મારી કલા. બધું જ ફિક્સ થઈ ગયું. સંજુ ની ફ્રેન્ડ ને પણ જણાવી દીધું કે તારે એને કોઈ પણ ભોગે પ્રોગ્રામ માં લઇ ને જ આવાનું છે. એને પણ મને પ્રોમિસ આપયું. હું છેલ્લા દોઢ વર્ષ પછી કોલેજ જય રહ્યો હતો એ પણ બધા ની સમક્ષ ડાયરેક્ટ પ્રોગ્રામ માં. અને આવ્યો એ દિવસ જેની હું રાહ જોતો હતો. સવાર ની પેહલી જ બસ પકડી ન હું કોલેજ પોહચી ગયો. મને જોઈ ન બધા ખૂબ જ ખુશ થયા, પણ મેં કહેવાની ના પાડી ક હું કોલેજ માં છું ઈવા ન્યુઝ કોઈ એ કોઈ

કેહવા નઈ. બધાએ એ વાત ની હામી ભરી. મારા અમુક ખાસ મિત્રો ને તો ખબર જ હતી કે હું સુ કામ આવ્યો છુ, પ્રોગ્રામ માં હું રજૂ સુ કરીશ એનું ટેનસન હતું. પછી થયું કે સંજુ ને મારી મિમિક્રી ખુબજ ગમતી. મેં એજ રજૂ કરવાનું નક્કી કર્યું જુદા જુદા હીરો ના ડાયલોગ્સ બોલવાનું નક્કી કર્યું. પ્રોગ્રામ ચાલુ થઈ ગયો હતો, મેં ખાત્રી કરી લીધી ક સંજુ ઘણા સમય પછી પ્રોગ્રામ માં બેસી હતી. હું જ્યારથી જતો રહેલો એ પ્રોગ્રામ માં ભાગ લેવાનું તો દૂર એ એ જોવા પણ હાજર ન રહેતી. એ કોઈ ન કહ્યા વગર ઘરે જતી રહેતી. મને ચિંતા નતી ક ઘરે ખબર પડશે તો સુ થશે, કારણકે અમારા બંને ની જ્ઞાતિ સરખી જ હતી. પ્રોગ્રામ પૂર્ણ થવાના આરે હતા બધાય પર્ફોમન્સ એક પછી એક પતી રહયા અને અને બધાઈ ના આશચર્યા વચ્ચે મારુ નામ ની જાહેરાત થઇ. હું બેક સ્ટેજ માં જ રરાજેશ ખન્ના નો ફેમસ dialouges બોલ્યો, “બાબુમોશાય જિંદગી ઓર મોત તો ઉપર વાલે કે હાથ મેં હે, હમ તો ઉસકે રંગ મંચ કી કતપુતલિયા હે,,,,,,”હું સ્ટેજ પર આવ્યો મને જતા સંજુ ની આંખો હર્ષ થઈ છલકાઈ આવી. બધાય ની હાજરી નું ભાન થતા એ સ્વસ્થ થઈ. બધાને મારી મિમિક્રી ખૂબ ગમી. કાર્યક્રમ પત્યાં પછી સંજુ ની ફ્રેન્ડ સંજુ ને લઈ ને આવી. સંજુ ની આંખો મને શોધતી હતી. મેં પાછળ થી આવી ન એને સપ્રાઇસ આપ્યું.. ઘૂંટણ પણ બેસી ન મેં મારા પ્રેમ નો ઇઝહાર કર્યો અને એ એને સ્વીકાર્યો, વગર કોઈ ચિંતા એ...…

***