Maa no Vishwas books and stories free download online pdf in Gujarati

માં નો વિશ્વાસ

*હવે એ દિવસ નું વર્ણન તો કરી શકાય એવા શબ્દો જ નથી. પણ તોય મારી મા ની લાગણી ને જે ઠેશ પહોંચી હતી એતો હું જ જાણું છું.દસમુ ધોરણ સારા એવા માર્ક સાથે પાસ કર્યું હોવા થી
અભ્યાસ માટે  માં  ને સારા એવા વિભાગ માં  પ્રવેશ લેવડાવો હતો પણ મારા બધા મિત્રો ડિપ્લો  માં એન્જિનિયર ની  શાખા મા પ્રવેશ લીધો હતો તો મારી પણ પ્રબળ ઇ ઈચ્છા હતી કે હું પણ એમાંં પ્રવેશ લઉ. હવે ધર્મ સંકટ હતું પણ ભગવાન એ સાંભળી હોઈ એમ મારી માંં એ મારી ઈચ્છા જાણી ને ડિપ્લો માં માં પ્રવેશ અપાવી દીધો. અને મને એડમિસન સુરેન્દ્રનગર મળ્યું ને હું આવી ગયો આ નવી જગ્યા એ નવા માણસો વચ્ચે નવી નગરી મા  આવી ગયો.ધીમે ધીમે સમય ના સથવારે મારા મિત્રો બનતા ગયા પણ કહેવાય છે .અને મને એક્ટિંગ નો પણ શોખ હતો . કોલેજ મા કાર્યક્રમ નું હેન્ડલિંગ કરતો અને મિમિક્રી કરી ને મનોરંજન પણ કરતો એટલે ફેમસ તો હું થઈ જ ગ્યો હતો. અને કોલેજ ના દિવસો આનંદ માં જતા હતા ધીમે ધીમે હું અલગ મિત્રો ની સંગત થતા ખોટા અવળા રસ્તે ચડી ગયો હતો.ઘર ની ચિંતા પણ ના રહી અને મા ની ચિંતા પણ નઈ. કે એનું શુ થશે! રૂપિયા જેટલા ઘરે થી મોકલાવેલા હોય એ તો હું પાણી ની જેમ ઉડાવી દેતો.  પણ આનું પરિણામ દેખાણનું ચોથા સેમેસ્ટર માં જ્યારે હું 2 વર્ષ થી એક ને એક જ સેમ માં 3 વાર ડિટેઇન થયો હતો અને આ વખતે કોલેજ માં થી ઘરે લેટર ગયો હોવાથી મા ને ખબર પડી અને એના પગ નીચે થી જમીન સરકી જાય અને કાપો તો લોહી ના નીકળે એવી સ્થિતી થઈ ગઈ એથી  તેને મારા પર વિશ્વાસ જ ન રહ્યો .ઘર માં રહું છું છતાં પણ નથી રેહતો એવો વ્યવહાર મારી સાથે થતો..મારા પપ્પા તો હતા જ નહી એટલે એ એક મુશ્કેલી તો પેલે  થી હતી જ.ને હવે  ઘરે થી કમાવાનું દબાણ થવા માંડ્યું  અને નકારાત્મક વાતાવરણ ઉભું થતું હતું એવા મા 12 માં ની બોર્ડ ની પરીક્ષા આવી તો એમાં એક્સટર્નલ ફોર્મ ભરવા માટે એના પૈસા માગ્યા ઘરે તો એ પણ મા મને એ શરતે આપ્યા કે જો પાસ કરવી હોય પરીક્ષા તો જ મેં હા પાડી ને એમને વિશ્વાસ આપ્યો કે હું ગમે તે ભોગે  પરીક્ષા પાસ કરીશ અને જ્યારે પરિણામ જાહેર થયું ત્યારે હું સારા એવા માર્ક્સ સાથે પાસ  થયેલો એની સાથે ફરી થી આર્ટ્સ ની કોલેજ કરી ને અમદાવાદ મુંબઇ માં એક્ટિંગ માં નસીબ અજમાવાનું નક્કી કર્યું.પણ હજી મારી મા ને મારી પર  વિશ્વાસ ન હતો કે હું એ પણ કરીશ કારણકે મેં કોલેજ ફરી થી સુરેન્દ્ર નગર જ કરી હતી.તમામ જુના આડા અવળા મિત્રો ને છોડી ને મેં નવી જ દિશા માં આગળ વધવું એમ  જ મન માં ઠસાવી લીધું.
પ્રથમ દિવસ અને મિત અને મિતેષ કરી ને મિત્રો મળ્યા ક્યારેય ન ભુલાઈ  એવા.
તમામ જગ્યા એ મને ફરવા લઇ જતા ,પરીક્ષા ની તૈયારી પણ સાથે જ કરતા. મારુ કોલેજ માં ફરી થી કયાંય ખોટી રીતે ધ્યાન ભટકાઈ ના જાય એનું પણ તે ધ્યાન રાખતા. 

2 વર્ષ પછી
   
     મારી મેહનત પ્રમાણે મેં ટોપ 5 મા તો રેહવું જ એવું નક્કી કરી લીધું હતું.
હમણાં કોલેજ કેમ્પસ માં exhibition  હોવા થી અમારી યુનિવર્સીટી ની મુલાકાત વખતે કાર્યક્રમ નું સંચાલન કરવા થી અને રેડીઓ એફ એમ વાળા ને મારો અવાજ અને મારી સ્ટાઇલ ગમી હોવાથી મને એ ફિલ્ડ મા અને એમની જ કંપની માય એફ એમ 94.3 માં રેડીઓ જોકી ની તાલીમ પછી ની નોકરી માટે ની ઓફર કરી પણ શર્ત એ હતી કે તાલીમ માટે 35000 રૂપિયા ફી ભરવી પડે તેમ હતી.હવે ઘરે છેલ્લા  વર્ષ ના પર્ફોમન્સ જોઈ ન ધીમે ધીમે મેં બધાય નો વિશ્વાસ પાછો જીતી લીધો હતો...મારી મા સિવાય ...હજી પણ એ અમારી બંને વચ્ચે ની વાત ભુલાઈ નતી કે એક દિવસ  રૂપિયા બાબતે ઝગડો થયો તે થી મા મને કહ્યુ કે તું ક્યાંય ના ચાલ 35000 ની ક્યાં વાત જ છે તારે જે કરવું હોઈ એ કર. ઘરે થી કદાચ આવા શબ્દો સાંભળી ને હું મારા પ્રયત્ને મારા પગ પર ઉભો થાઉ એટલે મા એ આ શબ્દો ને વાપર્યા હતા એ હું બહું પાછળ થી સમજી શક્યો હતો.છેલ્લી સેમેસટર ની પરીક્ષા આપી ને સીધો જ અમદાવાદ મારા મોટા ભાઈ પાસે ઓફિસ વર્ક શીખવા આવી ગયો.એમની ખૂબ જ ઓળખાણ હતી આવા બધા ઓફિસે કામ માં જ ..આમ ને આમ 15500 ના પગાર હતો.તોય હજી હું રેડીઓ જોકી ના મારા સપના ને પૂરું કરવા માંગતો હતો એ વાત ભાઈ જાણતા હતા.તેમને મા ને વાત કરી મા એ જાણી ને ખુશ હતા કે હું કામ માં રસ ધરાવી ને હું ત્યાં કામ નોકરી કરતો હતો.ભાઈ એ મા ને બાત કરી તેથી મા 35000 આપવાની તૈયારી બતાવી પણ હું હવે કોઈ ના પર બોજ બનવા નતો માંગતો. તેથી મારી સેવિંગ પ્રમાણે રૂપિયા ભેગા કરી ને હું પેલા સર જોડે પહોચ્યો .એમને મેં મારી ઓળખાણ આપી એમને યાદ ન હતું પણ મેં થોડી વધારે વાત કરી તો એમને યાદ આવ્યું સારો એવો આવકાર આપ્યો અને બધી ફોર્મેલિટીસ પતાવી અને મને ટ્રેનિંગ માટે મોકલી  દીધો.મારી ટ્રેનિંગ પુરી થઈ ત્યાં સુધી માં તો હું સારો એવો બાહોશ આર.જે બની ચુક્યો હતો અને સર ના વચન મુજબ ત્યાં જ સારા એવા પગાર સાથે આર.જે નું કામ જે હોઈ આખા  શહેર ને સવાર મા મારી કળા સ્પીચ આપતો અને  બધા રસ થિ  સાંભળતા પણ ખરા. 
        
      ધીમે ધીમે મારી ખ્યાતિ સમાચાર પત્રો મા છાપેલી આવતી .આ જોઈ ને મા ના હદય ને શાંતિ થઇ અને મારી સાથે ફોન પર શાંતિ થી વાત થઈ અને સમજાવ્યું  બધું કે હવે સમજાય છે તને હું શું કામ તારી સાથે  તોચડાય પૂર્વક વર્તન કરતી, બાકી એક માં કેવી રીતે પોતાના પુત્ર સાથે વર્તન કરી શકે.મેં એ વાત માં હામી ભરી અને મેં મારી પાસે રહેવા મા ને બોલાવી લીધી અને આમ હું અને માં બન્ને સાથે ફરી થી વગર કોઈ ચિંતા એ અમદાવાદ ના વસ્ત્રાલ એરિયા માં સારા એવા ફ્લેટ માં રેહવા લાગ્યા, હવે માં બે ફિકર હતી એને કોઈ પણ પ્રકાર ની મારી ચિંતા ન હતી એ જોઈ ને હું પણ મનોમન રાજી થાતો આમ ને આમ આગળ વધતો રહયો કોઈ પણ પ્રકાર ના મુંઝારા વગર....