Tu ne tari dosti - 2 books and stories free download online pdf in Gujarati

તું ને તારી દોસ્તી ! - 2

તું અને તારી દોસ્તી!

“અઆહ...શ્રુતિ...મહેરબાની કરીને મને માફ કર. તને કેમનો સમજાવું જે કઈ ભી કર્યું તારા સારા માટે જ કર્યું હતું. હું અકળાઈ ને ખુદ ના જ માથા પર હાથ દઈ ને તે જ પગથીયા પર બેસી ગયો. અને મને યાદ આવા લાગી તેની અને મારી મિત્રતાની શરૂઆત. તો ચાલો તમને સફર કરવું એક દોસ્તી ના પ્રવાસની,પ્રેમ ની મીઠાસ ની અને દુશ્મની ની કડવાશ થી......

આ બધી વાત માં હું તમને ઓળખાણ કરવાની તો ભૂલી જ ગયો. હું અને શ્રુતિ બાળપણ ના મિત્રો, બાળપણ ના મિત્રો એટલે એકસાથે સ્કૂલ જાય , એક નાસ્તા ના ડબ્બા માંથી નાસ્તો કરે, સાથે રમે ,સાથે જમે, તે ટાઇપ ના મિત્રો નહિ નાં, અમે મિત્રો સ્કૂલ વેકેશન ના. ના સમજાયું? ઉભારો જરા વિસ્તાર માં સમજાવું. મારુ મૂળ વતન મોરબી પણ વર્ષો થી મારું પરિવાર અમદાવાદ માં સ્થાયી . મારો જન્મ પણ અમદાવાદમાં જ , પણ વેકેશન પડતા ની સાથે જ સાંજ ની બસ માં ભાઈ ઉપડે મોરબી. મોરબી એટલે મારા માટે ખાલી મારું મૂળ વતન જ નહિ, પણ મોરબી એટલે મસ્તીનો ખજાનો. હું ત્યાં મારા મામા ને ત્યાં રેહતો , અને ત્યાં બાજુ ના ફ્લેટ માં રેહતી શ્રુતિ, ઉમર માં તે મારા થી એક વર્ષ મોટી પણ મસ્તી ના મામલા માં ભાઈ બે પગલા આગળ. અને તેના જ ફ્લેટ ના બીજા માળ પર રેહતો સત્યમ ,

હવે તમે વિચારતા હશો કે આ સત્યમ કોણ? આ એ જ જેના લીધે આ બધી મહાભારત સર્જાઈ હતી. હું પાંચમાં ધોરણ માં હતો અને શ્રુતિ છઠામાં. સાંજ પડે ને અમારી આખી ટુલ્લી રમવા માટે નીચે ભેગી થાય. શ્રુતિ અને સત્યમ ના ફ્લેટ ના છોકરા પણ અમારી સાથે જ રમે. અને શ્રુતિ અને તેની બહેનપણીઓ સાથે રમતા હોઈ.હજી વેકેશન ની શરૂઆત જ હતી માટે અમે ૫ થી ૬ છોકરા હતા. ધીમે ધીમે બધા જતા રહ્યા પોતપોતાના મામા ના ઘરે જેમ હું આવ્યો હતો . છેવટે મેદાન માં ખાલીપો, એક દિવસ હું મેદાન માં આવ્યો અને જોયું તો દૂર દૂર સુધી કોઈજ નોતું દેખાતું અને મારી નજર પડી એક ખૂણા માં લીમડા ના વૃક્ષ નીચે બેઠેલી શ્રુતિ પર. આમતો મારી તેની સાથે બહુ કાઈ વાતો થતી નહિ. પણ આજ તે દીવસ હતો જ્યારથી મારી તેની સાથે દોસ્તી ની શરૂઆત થઇ.

હું તેની પાસે ગયો તો જોયું કે તે એકલી એકલી ચેસ રમતી હતી. હું થોડી વાર દૂર ઉભો રહી ને જોઈ રહ્યો. પોતાના અને સામે વાળા ના કુકડા તે જાતે જ ચલાવે અને અંતે કોઈ ભી જીતે તેવી ખુશ થઇ જાણે પોતે જ જીતી હોઈ પછી મેં નીરખી ને જોયું તો ખબર પડી કે ઘોડો હોઈ કે હાથી તે ચલાવે બધી બાજુ, અને આ જોતાની સાથે જ મારું હસવું છુટી ગયું. અને તે મને જોઇ ગઈ. ”કેમ?હશે છે તું?” શ્રુતિ એ કહ્યું. મેં મારું હાસ્ય જરા કાબુ માં લીધું અને કહ્યું “ હા..હા.. તને ચેસ રમતા નથી આવડતું હા..હા..” . “તને શું ખબર ચેસ આમ જ રમાઈ મને મારા પપ્પા એ શીખવ્યું છે” ત્યારે મને થયું કે આના બાપા ભી નોટ લાગે છે. મે મન માં વિચાર્યું કોઈ રમવા વાળું તો છે નહિ ચલ આની સાથે ચેસ રમી ને ટાઇમપાસ કરી લઉં. પણ ભાઈ તેમ સામે થી પૂછે તો તો વટ ઉતરી જાય . અને નસીબ જોગ હું ઘર તરફ જતો હતો ને અવાજ આવ્યો. “ઓય! મારી સાથે ચેસ રમીશ? મને સીખવાડીશ?” હું મન માં ને મન માં હરખાયો. જે જોઈ તું હતું તે સામે થી મળી ગયું. અહિયાં થી થઇ અમારી દોસ્તી ની શરૂઆત. પછી અમે રોજ મળતા. ક્યારેક મારા ઘરે તો ક્યારેક તેના ઘરે. પેહલા તો હું બહુ જીતતો પણ ધીમે ધીમે તે મને ચેસ માં હરાવતી થઇ ગઈ.કે કદાચ હું જાતે કરીને હારતો થઈ ગયો.તે વાત નો જવાબ હું આજ સુધી શોધું છું. પછી અમારું બહાર રમવા જવાનું ભી બંધ થઇ ગયું. સવાર , બપોર અને સાંજ હું અને શ્રુતિ સાથે જ હોઈ. પછી ચાહે ચેસ રમતા હોઈ, ટીવી જોતા હોઈ કે ઘર ઘર રમતા હોઈ. અને ઘર ઘર રમતા હોઈ ત્યારે તેના પતિ નો કિરદાર હુજ કરું તેનું હું ધ્યાન રાખતો ,અને સત્યમ ને તેનો ભાઈ બનાવતો. બિચારો બહુ કોશિશ કરતો પણ ભાઈ તેમ વારો આવાદે તેમાંથી નોતો. ઘણીવાર તે મારે ત્યાં ને હું તેને ત્યાં જમી પણ લેતા. આમ તો ક્રિકેટ મારી મનપસંદ રમત ,પણ ખબર નહિ ધીમે ધીમે મને ચેસ વધુ ગમવા લાગી. તે ચેસ ગમવા લાગી હતી કે શ્રુતિ તેની અસમંજસ હજી આજ સુધી મન માં હતી. vacation પતવા આવ્યું મારા મમ્મી પપ્પા મને લેવા આવ્યા .પેહલી વાર એવું બન્યું કે આટલા બધા દિવસ પછી મારા માતા પિતા ને જોઇને મને ખુશી નો હતી થતી. કેમ કે મનોમન માં મારે કકળાટ ચાલતો હતો કે ખુશી થી દૂર જવું પડશે. તે દિવસે મેં તેના ઘરે રમવા જવાનું ટાળ્યું. પણ સાંજ પડતા તે મારે ઘરે આવી પહોચી. અને મેં મારા માતા પિતા સાથે તેની મુલાકાત કરાવી. ”ચાલ, ચેસ રમવા મારા ઘરે.” શ્રુતિ એ કહ્યું” મારું ઉતરેલું મોઢું જોઈ ને તે સમજી ગયી કે કૈક તકલીફ છે આને. તે મારા ના કેહવા બાદ ભી મારો હાથ પકડી ને મને ખેંચી ગઈ. “કેમ આવું લંગુર જેવું મોઢું કરી ને બેઠો છે ?” શ્રુતિ એ પૂછ્યું. કાઈ નહિ બસ? આજે મારું રમવાનું મૂળ નથી તું જા.” મેં કહ્યું. ઓય! ભાવ શેનો ખાઈ છે ચલ ચુપચાપ તારાથી એક વર્ષ મોટી છું,અને વડીલો ના કહેવા મુજબ મોટા નું માનવું પડે ચલ “તેની આ વાત સાંભળી મારું સ્મિત છુટી ગયું .અને હું તેની સાથે રમવા ગયો. “કાલે હું અમદાવાદ જાવું છું.” મારા આ શબ્દો સાંભળતા જ શ્રુતિ નો હાથ અટકી ગયો. “કેમ? હજી રજા પતવા ની તો વાર છે?”તેના ચેહરા પર અમાશ છવાઈ ગઈ હતી. તું જતો રહીશ તો હું કોની સાથે રમીશ?” સત્યમ તો છે તારો પાકો મિત્ર તેની સાથે રમજે મારું શું કામ છે?” મેં રમૂજ માં કહું. ”બસ કર! તને શું તકલીફ છે તેનાથી જયારે હોઈ ત્યારે તેને હેરાન કરતો હોઈ છે “.મને નથી પસંદ તે. તું ભી તેનાથી દૂર રે જે ,તે સારો છોકરો નથી તને કહી દવું છું.” અરે..બાપા હા તે બધું છોડ પણ તું હવે પાછો ક્યારે આવીશ ?”શ્રુતિ એ પૂછ્યું. મેં જરા અચકાતા શબ્દો માં કહ્યું “કદાચ,ક્યારે પણ નહિ.”. કેમ? આવું બોલે છે. શું થયું? મારા પાપા નું બીજા રાજ્ય મા બદલી થઇ છે, અમે આખું કુટુંબ ત્યાં જવાના છીએ. અને કદાચ ક્યારે પણ પાછા નહિ આવીએ”. આ સાંભળતા તો તેની આંખો માં સમુંદ્ર ભરાઈ ગયો ,પણ તેની આંખો ના સમુદ્રએ કિનારો વટાવ્યો નહિ” અને પછી હું તેને આખરી અલવિદા કહી ને નીકળી ગયો. નીચે મમ્મી પપ્પા મારી જ રાહ જોતા હતા ગાડી માં. હું નીચે તરફ ગયો અને તે સીધી બાલ્કાની માં જઇ ને ઉભી રહી .છેક જ્યાં સુધી મારી આંખો પહોચી ત્યાં સુધી હું તેને અને તે મને જોતી રહી. ખબર નહિ થોડા દિવસો માં શું મૈત્રી બંધાઈ ગઈ હતી તેની સાથે .પણ જાણે કે કોઈ મારા શરીર નું કોઈ અંગ લઇ ના જતું હોઈ તેવી તકલીફ થતી હતી .અમે આવ્યા ઘરનો સામાન ભેગો કરવામાં લાગી ગયા .પણ ઘરે ગયા પછી ના ૧૫ દિવસ કૈક ખાલીપા માં ગયા જે મેં ક્યારે પણ નો હતા અનુભવ્યા. દિવસો વિતતા ગયા અને નવા શહેર સાથે સંબંધો બનતા ગયા અને જુના શહેર ની યાદો પર વાદળા છવાતા ગયા ,પણ તેમની વચ્ચે એક વાદળી મને હજુ એ યાદ શ્રુતિ!

હું દશમા ધોરણ માં આવ્યો અને શ્રુતિ અગિયાર માં. શ્રુતિ ને મળિયા તેના પાંચ વર્ષ ગુજરી ગયા હતા. અને પાંચ વર્ષ માં નાતો તેની સાથે કોઈ વાત થઇ હતી ના તેની કોઈ ખબર. હું હજી તેના બાળપણ ના રૂપ ને જ નિહાળતો હતો અને મનમાં ને મનમાં તેના આજ ના રૂપ નું નિર્માણ કરતો હતો. અને તેની ચંચળતા ઉપર કવિતા લખી તેને જીવતો હતો.

બાળપણ ની એક યાદ શ્રુતિ

વિસ્મય ની એક રાત શ્રુતિ

સ્મરણ ની સોગાત શ્રુતિ

મંથન નો શ્વાસ શ્રુતિ...

મંથન નો શ્વાસ શ્રુતિ ..

મનગમતો એક રાગ શ્રુતિ

ઝાંઝરનો એક ઝંકાર શ્રુતિ

બસ એક જ અકેલી નાર શ્રુતિ

મંથન નો શ્વાસ શ્રુતિ...

મંથન નો શ્વાસ શ્રુતિ ..

ભર વરસાદે સાદ શ્રુતિ

હૃદયનો ઘોંઘાટ શ્રુતિ

રાધા સાથે નો રાશ શ્રુતિ

મંથન નો શ્વાસ શ્રુતિ...

મંથન નો શ્વાસ શ્રુતિ ..

ક્રમશ: