Adadho Krushn books and stories free download online pdf in Gujarati

અડધો કૃષ્ણ

અડધો કૃષ્ણ.

એકલો એકલો જ રહીશ,
અળગો અળગો જ રહીશ,
એકલતા મારી સાંભળીશ
તો તું વહેલો મરી જઈશ,
એકલો એકલો......

શાંત દરિયો જ ઘૂંઘવા મારે,
જાત પડેલ જ તરફડયા મારે,
મૌન જ મૂકે છે પોંખ મારે,
શબ્દો તો બધા ધોધ મારે,
ગમે તેમ કરી તું ભીંજવે મને,
હું તો કોરોકટ્ટ જ રઈશ,
એકલો એકલો......
ઋતુઓ કહે છે હું ફરી જઈશ,
અગ્નિ કે છે હું ઠરી જઈશ,
ભલે ખેરવે પાનખર પત્તાઓ,
હું આ ડાળ પર એકલો જ રઈશ,
એકલો એકલો......
માનો ગણી જગતનો તાત,
ચાહો ગણી ગોપીના પેનિની રાશ,
હું ગીતાનો કૃષ્ણ,પૂર્ણપુરુષોત્તમ,
વીણ રાધા નો શ્યામ અડધો જ રઈશ ,

અડધો જ રઈશ...
એકલો એકલો.....
:- મયંક ”એકંક”

હાથ માં પરોવી હાથ

હાથ માં પરોવી હાથ ચાલીશું
એક-બે ડગ પણ સાથ ચાલીશું,
ભલે કરતો જમાનો જુદા આપને,
આપણે તોય શ્વાસો-શ્વાસ ચાલીશું.
હું થાકું તો,તું ઉભી રેજે,
ને તું થાકે તો,હુંય રહીશ
સમય જેવા સમય ને પણ
આપણે સાથો સાથ કાપીશું.
હાથ માં પરોવી હાથ ચાલીશું
એક બે ડગ પણ સાથ ચાલીશું
હસતા હસતા ,સાંજ-સવારે,
સપના નવા રોજ સજાવીશું
સુખ દુઃખ જો વળી આવે સભામાં
તો મળીને મુશાયરો કરાવીશું.
વળી જો કોઈ આવી લગાવી,
જાણે બેઉના મનમાં આગ,
તો તેવા નીચા લોકોને મળી
અહીં ઉડતા કબુતર બતાવીશું.

હાથ માં પરોવી હાથ ચાલીશું
એક-બે ડગ પણ સાથ ચાલીશું

પણ છેવટે હાર જ છે નસીબ
દરિયો આખો આંખે ભરીને,
ડૂસકાં ઓ મનમાં દબાવીશુ
ને જ્યારે જમાનો તિરાડ બની ,
પડશે આપની પ્રીત વચ્ચે,
ના રડીશું, ના લડીશું.
બસ હસતા મોઢે વડાવીશું.
હાથ માં પરોવી હાથ ચાલીશું
એક-બે ડગ પણ સાથ ચાલીશું

નહિ શકો

તમને કહું છું કે તમે સાંભળી નહીં શકો,
લાગણી મારા જેવી જગાવી નહીં શકો;

અપચો મને તારા વ્હેમ નો છે , ને
તમે મારા પ્રેમ ને પચાવી નહીં શકો;

ખુશ છું પ્રેમ નથી આપણી વચ્ચે એ ખુદા;
વ્હેમ ને પાને મારી કલમ અટકાવી નહીં શકો;

ગઝલ લખું છું ફકત તને આહત કરવા;
તમે વાંચશો ,તમે રડશો,તમે પડશો ;
પણ આ ઘાવ કોઈ ને બતાવી નહીં શકો;

પ્રેમ છે એટલે "એકંક" રૂંવે છે જીવન માં,
કોશિશ કરી જુવો
નફરત માં મને રુલાવી નહીં શકો;



હું કવિતા

પૂછું છું!

તને યાદ છે ?

વર્ષો પહેલા તને હું બહુ મળતી ?

હું પૂછું છું!

તને યાદ છે ?

વર્ષો પેલા તને હું બહુ મળતી ?

ચોપડીમાં!

ને તું વાંચી વાંચીને મને લખી નાંખતો!

ઘણી નફરત હતી નહિ ! તને

તો પછી આજે કેમ ? આવું બન્યું ?

કે રોજ મને યાદ કરવી પડે છે ?

હવે હું તને શું સમજાવું!

હું તો માણસ છું

ઠોકરે ઠોકરે ઘડાવું છું

પણ તું તો શાશ્વત છે?

તો તને કેમ લોકો ભૂલતા જાય છે ?

ગીતા થી લઈને આ ગીત માં બધે તુજ તો છે ! તો આવું કેમ ?

તો તે એટલું કહે છે ?

હું તો પગરખાં થી લઇ આ કપડા માં

વાળ થી લઇ તારા નખ સુધી છું,

પણ આજ ના વેદના ના ઉભરડામાં દિવસ રાત ફરતો

માણસ જે રાતે ઘરે આવે ને , ત્યારે સૌ પ્રથમ

પગરખા ઉતારી કપડા બદલે છે , ને તેમ મને પણ ઉતારી નાખે છે ,

પણ તે તો મને અંતર માં પેહરી છે ..

જાણું છુ તારી વેદના .સમજુ છું , ને એટલે જ

તું પગરખાં ઉતારીને તેના પેલા રોજ એક વાર

તારી ડાયરી માં ઉતરી જાઉં છું,

હું કવિતા

આ પાળ થી પેલે પાળ

આ પાળ થી પેલે પાળ કઈ રીતે જવાશે ?

પ્રેમ સભર દરિયો વચ્ચે છે ,કઈ રીતે તરાશે?

તારા નામ ની હોળી મારા જીભે ચડી છે.

પણ પ્રેમ ને તરી કઈ રીતે જવાશે ?

કાંઠા હોવા નો ક્યાય અણસાર પણ નથી ,

તો આગિયાઓ બની રસ્તો ગોતાશે !

તું મળી ને મને આશરો જરૂર આપજે ,

ન હી તો આ દરિયો મારા થી કેમ પીવાશે?

કદર

આં નદીઓં ને સાગર ની વ્યથા ક્યાં ખબર હોઈ છે ,

જોઈ તો જુવો પડી તેમાંય ઘણીય કબર હોઈ છે ,

અંદર થી કોઈ મરી રહું હશે ,આ સાગર માં,

પણ તેની સાગર ને ક્યાં ખબર હોઈ છે?

ઉલેચી ઉલેચી ને બહાર નાખશે બધું જયારે,

હા, ફક્ત તે જ આફત ની પ્રહર હશે ,

અને પ્રેમ માં તરી ને ફાવી તો કોણ ગયું?

અને ગયું તેને ક્યાં પ્રેમ ની કદર હોઈ છે

સૂક્ષ્મ

એ દિલ?

મને ખુબ મન થાય છે. તેને પૂછવાનું ,

શું નદી સાગર ની નાની બહેન છે?

કે આ પર્વત ટેકરી ના મોટા ભાઈ ?

આ દીપ અને અગ્નિ વચ્ચે શું સબંધ?

ગરમ અને ઠંડો પવન એક મેક ના દુશ્મન હશે?

હે?

ના,ના એવું તો ના હોઈ સકે?

એવું હોઈ તો પછી નદી સાગર માં મળે સુકામ?,ટેકરી થી પર્વત ચડી કેમ શકાઈ ?દીવા થી અગ્નિ સળગાવી કઈ રીતે શકાઈ ?એટલે જોવા જૈયે તો પ્રકૃતિ પણ પેહલા સૂક્ષ્મ થી સારું થઇ વિશાલ બને છે .

જો આ બધું સત્ય હોઈ તો ,

તેનું મને સૂક્ષ્મતા થી જોવું, વિશાળ પ્રેમ ના હોઈ શકે?

શાહી નો દુકાળ

શબ્દો ને દુકાળ નળ્યો છે,શાહીનો
કારણ આજે મારી શાહી સુકાઇ છે,
દુઃખ એટલુ જ રહ્યુ મહી, કે
મારી લાગણી મારાથી રીસાઇ છે;

લખુ શુ? શબ્દો તો મળવા જોઇને!
પેન ધરુ , ખરવા તો જોઇને!
હવામાં વિંજી વિંજી થાક્યો પેન,
એકાદ અક્ષર ખરે તોય નવાઈ છે!!!

લાવ! શબ્દો પર હાથ ફેરવી લઉ,
માને તો જલ્દી મનાવી લઉ,
ભલે રીસાઇ તુ મારાથી લાગણી,
તને મનાવા તો આ કવિતા લખાઇ છે

આહટ

તમારી યાદોની દિલ -દરવાજે આહટ થઇ છે;

આ મીઠા દર્દ ની તો મને હવે ફાવટ થઇ છે.

સમગ્ર શરીર પર તમેં દાહ દીધા છે;

ફક્ત્ત મારી ઝીંદગી જ તેના થી આહત થઇ છે;

વરસાદ ની હર બુંદ માં તમારો અનુભવ થાય છે;

મારા પ્રેમ ની તો હવે આ હદ થઇ છે.

કહો તો હવે દીલ ચીરી ને બતાવી દવું;

જો તને ભૂતકાળ માં સોઈ-દોરા ની આદત થઇ છે;

પાગલ બની ફરું છુ, તારી ગલીઓ માં;

લોકો કહે છે,કે મને તારી ચાહત થઇ છે .

પ્રેમ તો કરે છે !

રીવાજો થી ડરે છે , તે પ્રેમ તો કરે છે

ચાતક ને પણ ક્યાં વાદળ વારે છે .

આંખો થી આંખો ચાર થાય જ કેમ ?

તે પ્રેમની વાત થી જ ડરે છે .

તેના પ્રેમ ના ડૂબવું જ રહ્યું ,

માછલીઓ રણ માં ક્યાં તરે છે!

આખી જીંદગી એક વાત થી અજાણ રહીશ ,

તે મારી આંખ માં કેટલી ઉતરે છે .

જોયા છે .

પ્રેમ માં પડેલ ઘાયલ ના ઘાવ મેં જોયા છે ,

કૈક આંસુઓ ને છલકાઈ જતા મેં જોયા છે .

ને સમય હવે તો રહીજા ઉભો તારી જગા પર

વળી તો જો તે કેટલા કૃષ્ણ ખોયા છે!

અમથા જ બીવે છે લોકો ઈમારતો થી ,

અમે વાદળો ને પણ પડતા જોયા છે .

ને ના જાણે કેમ ડરે છે ભૂતો થી અહી લોકો

મેતો માણસ ને માણસ થી ડરતા જોયા છે .

વાંસળી

કહાની જુદી છે તમારી ને અમારી

પ્રેમ માં તમે ફરક ના બતાવો ;

તે અને તે જ છે આકાશના દરેક ખૂણે ,

આગિયાઓ! તેને જોતા મને ના અટકાવો ;

દરેક પળ નો મારે હિસાબ જોઈ છે તેનાથી

મને વીતેલી બે-ત્રણ કિતાબ ના બતાવો !

તું આવીશ તો પણ શું ?

તું આવીશ તો પણ શું?

મને કોઈ વૃંદાવન ની ગલીઓ નહીં મળે.

તું આવીશ તોય શું?

મને યમુના નો સુનો કાંઠો નહીં મળે.

પણ તું આવીશને તો તારા આંખો માં તે યમુના નું પાણી જરૂર ભરી દઈશ.

તું આવીશ ને તે વૃંદાવન ની ગલીઓ માં ફરતા કાના થી રૂબરૂ જરૂર કરાવી દઈશ.

પણ તું આવીશ ક્યારે?

મારા હૃદય ના ધબકારા સમય ના કાંટા ની સાથે સાથે ધબકતા જાય છે.

અને તારા આવવાની કૈક એવી રાહ જોઈ રહ્યા છે.જેવી કૃષ્ણ એ છેલ્લી ક્ષણો માં રાધા ની જોયી હતી.આમ પણ આ ક્ષણો છેલ્લી જ હશે ,

તારા વિના આ છત પર જવાના દાદરા માં બેઠો રહો છું. અને પૂછતો રહું છું

આ પગથિયાઓ ને ,તમને તેનો સ્પર્શ યાદ ??

આ એકજ તો જગ્યા છે જ્યાં તારા ને મારા ભેગા સ્મરણો પડ્યા છે.

બીજે તો ખાલી તું અને ખાલી હું.

પણ આ પગથિયાં માં તું તું મટી અને હું હું મટી, એકંક બની જતા હતા.

ને તે વાતો આ દીવાલો બુમો પાડી ને મને યાદ અપાવે છે.

ને આ પગથિયાં જેમ ઘર ને છત થી જોડે છે ને ,તેમ મને તારી યાદો થી જોડે છે.

ને હું હજુ છેક છત પર ચડતો નથી.કેમ કે છત પર પહોંચતા જ તું મારી પાસે થી જતી રે છે.

તારી યાદ મારા મનમાં આજ ટહુકા કરે છે.

આ યમુના ના નિર કઈ નિર નહોતા.

તે તો કૃષ્ણ ની વિરહમાં રાધા ના આંસુ હતા.તે મને આજ સમજાય છે.

ને કૃષ્ણ ની વાંસળી માંથી રેલાતા ઊર્મિ ના સુર ગમેતેવા મોહિત હોઈ .

પણ રોઈ ને જતાવી ના શકનાર ભગવાન ની લાગણી હતી.

આ પગથિયા મારા માટે કૃષ્ણ ની વાંસળી થી કાઈ ઓછા નથી.

શાયર

સાંભળ! તારા પ્રેમ ની આગમાં સળગી ને શાયર થયો છુ;

તારી આંખ આડી આવતી પાંપણ થી પરેશાન થયો છું.

ધબકારા નહિ સમજી સકે માટે શબ્દો લખ્યા છે મેં ;

બે ધબકારા વચ્ચે ની જગા માં લખી શાયર થયો છુ;

ને મેં જાણી જોઇને નોતો કર્યો પ્રેમ તારી નજરોને ;

તારી આંખ ના પેલા જબ્કારે જ ઘાયલ થયો છું.

રહ્યો સમય નહિ રહે મારી માટે ઉભો ,તે જાણું છુ!

તારો નહિ થઇ શકું, માટે તો આમ કાગળ થયો છુ!!

તમારી મૌસમ

ક્યારેક આવી વાછટ કરતા રેજો ,

રોજ નહિ તો તમારી મૌસમ માં વરસતા રેજો .

અણધાર્યા વરસાદ જેમ અચાનક આવતા રહો છો

વાદળ ઘેરાયા એટલી વખત પછી વરસતા રેજો ,

મને સમજાઈ ક્યાંથી શું કહેવું ? અચાનક જ આમ

આવ વાની ખબર અગાવ છાંટા પાડી આપતા રેજો

ભલે હુજ કરતો હોવું તમને પ્રેમ ચાતક ની જેમ ,

તોય વરસાદ ની જેમ ક્યારેક અમને ભીંજવતા રેજો

ને મને તો તમારા થી પ્રેમ છે ,તેના થી જ ખુશ છું

તોય બને તો ક્યારેક અમારા માટે તડપતા રેજો .

. આકરા સબંધ

જરા આકરા છે આ સબંધ ;

ને નિભાવવાની મને સમજણ ના .

કોરી ખાતી પ્રેમની જીવાત દિલને

ને દવાની મળે પણ નહિ કણ ના..

રસ્તા મારે તારી સુધી લઇ જવા છે .

પણ દરેક રસ્તા ખુલે છે , રણ માં

શું મેં જ સીંચ્યો તો લાગણી થી પ્રેમ ને ?

જો તુટ્યો ખાલી બસ એક તળ માં !!

મારે નામ કરીશ ?

શું તારા પડછાયા મારે નામ કરીશ ? શું તારા દુખદ સ્મરણો મારે નામ કરીશ ?

જાણું છું,મેજ તને વાદળ ની જેમ ચાહી છે ,તે નહી.

પણ એક તરફના પ્રેમની આટલી તો વાદળી મને મળવી જોઈએ .

જેના સહારે હું જીવી સકું .

તારા પડછાયા અને તારા દર્દ ને તકલીફોને મારા સરનામે મોકલજે ,

હું તેનાથીજ જીવી લઈશ ,મને તારી ક્યાં ઝરૂર છે !

અને આમ પણ તું મારી છે પણ ક્યાં !

આ મારા હાથ ની રેખાઓ સીધી તારી પાસે આવે છે ખરી, પણ તને અડતા અડતા ઘુસાઈ જાય છે ,

તારા દર્દ મારા નામ કરીશને તો તેનાથી આ રેખાને સીંચીશ.

તને પ્રેમ કરવા તારી ક્યાં ઝરૂર છે મારે !

થાય તો મને તારો નાનકડો અંશ આપજે ,તેમાંથી હું તને પુરેપુરો ઘડી સકું તેમ છું.

તારા દર્દ ને તકલીફ ને હું મારા લોહી થી સીંચીશ અને તારા પડછાયા ને મારા કરતા પણ વધુ સાચવીશ.

તને ચાહવા મને તારી ક્યા ઝરૂર છે ?

અને ખરું કહું તો હું તને યાદ કરતો જ નથી,ખરેખર હું જરા પણ તને યાદ નથી કરતો ,પણ તું હર ક્ષણે મારા શ્વાસ ની જેમ મારામાં નિરંતર ચાલ્યા કરે છે .

મારા પ્રેમની ઈચ્છા તને ચાહવી કે પામવી નથી , પણ તારી ઈચ્છાઓ ને ચાહીને પૂરી કરવી છે .

મારી માટે પ્રેમ એટલે તું સામે હોઈને તને નિરંતર નીરખ્યા કરવું નહિ ,મારી માટે પ્રેમ એટલે તને જોઇને જીવ્યા કરવું ,તને સમજ્યા કરવું ,

જાણું છું તું મને નહિ જણાવે ,તો પણ મને તારી ઈચ્છાઓ ખબર છે ,અને તેને પૂરી કરવી તેજ મારો પ્રેમ છે .



સાચો પ્રેમ માણસને સારો બનાવી દે છે,પણ પાસાની બે બાજુની જેમ સાચો પ્રેમ થાય પણ સારા માણસને જ ,નહીતર દર બે જણા અહી પ્રેમ ના વ્હેમ માં પડ્યા જ હોઈ છે .

વિસરાઇ ગઈ

મારી હસ્તી મારી પાછળ એ રીતે વિસરાઇ ગઈ

આંગળી જળ માંથી કાઠી ને ,જગા પુરાઈ ગઈ

જીવતા બસ એક જ દુખ રહ્યું મને ,

જિંદગી ખાલી જીવવા ખાતર જીવાઇ ગઈ;

આ ઠાઠડી એ સુતો ત્યારે અનુભવ થયો ,

ચીરનિંદ્રા ની સાચી જગા મને દેવાઈ ગઈ

હું તો હજી સુતો હતો ,ને સભા ઉભી હતી ,

પળ ભરમાં આંખો સામે ,આગ છવાઈ ગઈ

શ્રાવણ ની જેમ

વરસે આજ વરસાદ ,શ્રાવણ ની જેમ ,

જો મળે ભીંજાસમાં તું , ઝાકળ ની જેમ ,

વધ-ઘટ ઘણી મીઠી લાગે વરસાદની ,

જો વારેવાર છવાઈ , તું વાદળ ની જેમ ,

તમારા રિસામણા -મનામણા સમેટાઈ જાય ,

જોતું ભીંજવે મને ,વાછટ ની જેમ ,

વારેવાર મરવા ઉભો થઇ જાવું ,

જોતું મારવા આવે ,આફત ની જેમ ,

એઠા પણ નથી

પ્રતીક્ષા માં તારી ,અમે ક્યાય બેઠા પણ નથી ,

બસ તું બે કદમ ચાલ ,બહુ અમે છેટા પણ નથી

તમે મનમાં બેસો તો ભલે બેસો ,

રહીને છતાં ભાડું પણ દેતા નથી

તમને જોવાથી દિલ માં ભૂકંપ ની ચર્ચા છે .

નસીબ છે કે આ ઘરમાં કોઈ રેતા નથી .

તમે તો શબરી બની ચાખી ફેંક્યો ,

કેવા તમે કર્યા, અમે એવા એઠા પણ નથી .

અંતર અને ફરક

શું અંતર ? મારા અને બીજાના પ્રેમમાં?

શું ફરક ? મારા ને બીજા ના પ્રેમમાં?

ફક્ત બે ચાર સારી વાતો લખી સારો પ્રેમી થોડો બની સકાય .

પ્રેમ ના બલિદાન આપવાની વાતો કરી સારો પ્રેમી થોડી બની શકાય ?


મારા અને બીજાના પ્રેમમાં અંતર એટલુજ જેટલું આ આકાશ અને ધરતી વચ્ચે રહેલું છે .

મારા અને બીજાના પ્રેમમાં ફરક એટલોજ કે જેટલો આગ અને પાણી માં રહેલો છે .


આકાશ અને ધરતી વચ્ચેનું અંતર અગણ્ય છે ,શું આકાશને ઈચ્છા નહિ થતી હોઈ ?ધરતીને ચૂમવાની,વ્હાલ કરવાની ,તેની સાથે જીવવાની .

પણ પ્રેમ હમેશા પરીક્ષા લેતો રહે છે ,અને તેની સાથે આવે છે જવાબદારી .


કેવી અસહ્ય વેદના આકાશ અનુભવતું હશે પ્રેમમાં,કે જેને પ્રેમ કરે છે ,તેને દીવસ રાત પોતાની આંખ સામે નિહાળતું રેવાનું પણ મિલન નો કોઈ અંશ નહિ .

એટલે જ જયારે ધરતી ધગધગી જાય છે .ત્યારે આકાશ થી ના છુટકે રડી પડાય છે .પણ સાચા પ્રેમમાં પડેલા આંસુ પણ વ્યર્થ નથી જતા.

તે આંશુ ધરતી ને એવી ઠંડક આપે છે .કે તે બધું ભૂલી જાય છે .અને તડકાથી તરડાયેલી ધરતી પ્રેમીના આંશુ થી લીલીછમ થઇ જાય છે .

જાણે આ લીલીછમ ઉંચી હરિયાળી આભને ચૂમીને વ્હાલ કરતી હોઈ તેવું લાગે ,

આજ અંતર છે ,મારા ને બીજા ના પ્રેમ માં .બન્ને વચ્ચેનું અંતર ભલે ગમે તેટલું હોઈ ,પણ તું જયારે તકલીફ માં હસેને ત્યારે હું વાદળની જેમ વરસી પડીશ.

"અને સાચા પ્રેમીના આંશુ પણ વ્યર્થ નથી જતા"

અને મારા અને બીજાના પ્રેમમાં ફરક એટલો કે જેટલો આગ અને પાણી માં છે .

બીજાનો પ્રેમ હશે આગ જેવો પણ મારો પાણી જેવો છે .

તને ચાહું છુ,એટલે તારી ચાહત માં સતત પીગળતો રહું છુ,બરફની જેમ .

તું વઢે ,કે ધખે તો હું વધુ પ્રજ્વલિત બની તને દાજાડતો નથી ,

પણ તારી અંદરની આગને પાણી બનીને બુજાવું છું.પછી ભલેને હું વરાળ બની ઉડી જાવ.

"તારા પ્રેમ માં મને દીવો મટી આગ થવા કરતા ,પાણી મટી વરાળ થવું ગમશે "

અધુરી

તેના ચેહરા પર ખીલ્ખીલાહટ ઘણી છે, પણ અધુરી છે......

સાથ મા અમારી જો કમી છે.

દુખો થી હવે હસતા થયા અમે, પણ જોઈ છે,,,,

તને તો આંખ માં અમારી નમી છે.

છોડો તો કોઈ તકલીફ નહિ થાય મને, પણ દીલ છે....

જેમાં ખાલી તમારી તો છબી છે.

કોઈ સબધં ના હતો તારી સાથે ,પણ પ્રીત છે...

જે મારી લાગણીઓં થી ભરી છે.

દિવસો નથી ગમતા હવે મને, પણ રાત છે...

જેમાં તારી ચાદંની વીખરાઈ પડી છે.

હવે ખુદા પણ મારી સામે લાચાર છે, પણ દેહ છે...

જેને ખાલી તારી બીમારી પડી છે .

પલાળી ના શક્યો

સખત વખત હતો , જો હું તને જાણી ના શક્યો;

હું પાણી થઇ ગયો , પણ તને પલાળી ના શક્યો.

બસ સપના જ હતા તારા ,જે હું પચાવી ના શક્યો;

હું ધુળધાણી થઇ ગયો,પણ તેને કંડારી ના શક્યો.

તારા પગલા ની છાપને, હું માપી ના શક્યો;

તે ચિત્ર ઘણું મોટું હતું , જેને હું નીહાળી ના શક્યો.

તારી સુંદરતા સાથે હું , ખુદને સરખાવી ના શક્યો;

તે આસમાનમાં હતી, જેને હાથ અડાળી ના શક્યો.

તું ફક્ત્ત મિત્ર હતી , એ હું જાણી ના શક્યો;

તારા પ્રેમ માં પડી ,મિત્રતા પણ નીભાવી ના શક્યો.

તારી ચાહત તો ઘાયલ હતો આ “એકંક”

વાર્તા પૂરી લખી પણ તેને વંચાવી નાં શક્યો.

સુરજ અને ચાંદ

તેઓ મારી યાદ માં કંઈક તેમ પડયા છે, જાણે

આકાશ માં સુરજ ચાંદ સાથે ચડયા છે.

તેઓ તો મને જોઈ હમેશા હસ્યા કરે છે,જાણે

કેમ મારું સપનું જોઈ આજે તે રડયા છે .

તેમની ચુપ્પી મને જણાવતી હતી, જાણે

મારી કવિતા ના અક્ષર તેના મનમાં પડયા છે.

સ્મરણ ગઝલો તેણે કરી છે મારી, જાણે

માટે ખુદ ના વીચાર માં પડયા છે.

તેને કોઈ તકલીફ ના હતી મારી નફરત થી,જાણે

કેમ પ્રેમ સાંભળી મારા થી દુર થયા છે.

જતી નથી

હજુ તારી ચાહ છે ,કે જતી નથી,

તારી સામે ઉભો છું ,છતા તે મને જોતી નથી,

ફરીયાદો ઘણી છે તારાથી,છતા શિકાયત કરી નથી,

તું ખુશ છે મારાથી દુર ,તો મળવાનો પ્રશ્ન થતો નથી,

તારી આજ્ઞા પાળી છે,નાં કદી કરી નથી .

તે છોડવાની વાત કરી તો ,પાછળ પ્રસ્નાથચિન્હ પણ મુક્યું નથી

તું છોડી ગઈ પણ ,તે વાતો મેં છોડી નથી.

તે જે શીખવાડ્યું ,તે આદત ને મેં છોડી નથી.

અમાસ અને પૂનમ

તારી યાદો સતેજ ,પૂનમ અંજ્વારે,

થાય ઘણી ગંભીર,અમાસ અંધ્વારે.

પૂનમ જેમ ચમકે ,માથે તેજ તલવારે ,

અંધારમય અમાસે ,ચાલુ જયોતિ ના સહારે .

તારા હાસ્યનો પૂનમ, વલખે વધારે

તારી ઉદાસી ની અમાસ ,આથમે મજધારે.

હું જો ચંદ્ર બનું ,અમાસ લાગે કતારે,

ચંદ્ર તને દેખાઈ ,ચડતી સવારે .

તારી પૂનમ અપેક્ષા ,અહીયાં બધાને ,

તારી કરે છે ઉપેક્ષા ,આથમ દહાડે ,

તારી યાદો સતેજ ,પૂનમ અંજ્વારે

થાય ઘણી ગંભીર ,અમાસ અંધારે..