Vastvikta no ahesas books and stories free download online pdf in Gujarati

વાસ્તવિકતાનો અહેસાસ

વાસ્તવિકતા નો અહેસાસ.

“ World's coolest dadi, ” હમમ.. આ હતું જિયા નું વોટ્સ એપ્પ નું સ્ટેટ્સ. અને સાથે કાલ નો અમારા બંને નો સરસ મજાનો ફોટોગ્રાફ મુક્યોં હતો. જે જોયા પછી મારા હોઠ પર બે રીત નું સ્મિત આવ્યું. એક ખુશી અને બીજુ નાની અમથી જીત નું ......આમ, તો coolest દાદી બનવા માટે મારી પાસે 2 ગુરુમંત્ર છે

  • પૌત્ર કે પૌત્રી ની દરેક વાત ધ્યાન થી સાંભળવી અને એની હા માં હા જ પાડવી
  • હા પાડવા છતાં પણ એની મરજી નું નથી થયું એનો ખ્યાલ આવવા ના દેવો.
  • અરે હું આમ ગુરુમંત્ર આપવામાં ને આપવામાં મારો પરિચય તો રહી ગયો.. હું માધુરી દેશપાંડે છું 65 વર્ષ ઉંમર છે હું મુંબઈ જેવા ઘણા ઓછા સમય માં ઝડપી વિકસતા શહેર માં પતિ જતીન અને પુત્ર વિકાસ અને વહુ મીના સાથે સામાન્ય કેહવાય એવી સમસ્યા બાદ કરતાં સારું જીવન જીવું છું. અને મારી જિંદગી ની વસંત એટલે જિયા મારી જિયા..મારી પૌત્રી..
  • હવે આવીએ મૂળ વાત પર જે હતું જીત નું સ્મિત.. બે દિવસ પહેલા ની વાત છે.વિકાસ અને મીના વારે ઘડીએ ઘડિયાળ સામે જોવે અને થોડી વારે દરવાજા સામે જોવે. હું અને જતીન ત્યારે Tv જોતા હતા પરંતુ મને એ સિરિયલના એપિસોડ કરતા આ એપિસોડ વધારે રસપ્રદ લાગ્યો. થોડીવાર માં મીના બારીની બહાર કંઈક જોવે છે અને એ અને વિકાસ નીચે જાય છે.... હશે મને લાગ્યું કે આવશે એટલે પૂછું શું થયુ....અને પછી હું મારી સીરીયલ માં ધ્યાન કેન્દ્રિત કર્યું. હજુ તો 10 મિનિટ થઈ હશે ને જિયા ઉપર આવે છે .આમ તો જીયા પ્રેમાળ બાળક છે. પણ આજ નું વાતાવરણ કઈક અલગ હતું કઈ પણ કહ્યા વગર રૂમમાં જાય છે ... ત્યાર બાદ પાછળ અને પાછળ મીના અને વિકાસ આવે છે અને બબડાટ કરતા હોય છે કે “ આજ કાલ બાળકો ને માતા પિતા ની લાગણી જ ક્યાં સમજે છે. કાંઈ કહેવાય જ નહીં.” અને રૂમમાં જતા રહે છે . હવે મને મારા tv ના એપિસોડ કરતા આ એપિસોડ જોવા નો નિર્ણય યોગ્ય લાગ્યો..”હું હમણાં આવું જતીન”એમ કહી સીધી જિયાના રૂમમાં ગઈ, જોયું તો જિયા હીબકાં ભરી ભરી ને રોઈ રહી હતી.હું અંદર જઇ ને એના માથા માં હાથ ફેરવવા લાગી. એટલા માં તો એને બોલવાનું શરૂ કરી દીધું. “દાદી મારી જિંદગી મારી છે જ નહીં... બધા ની જો હુકમી જ છે.મને તો અહીંયા ગમતું જ નથી .. ખરેખર શું આપ્યું છે એમને મને ?” મેં આતુરતા પૂર્વક પૂછ્યું કે શું કર્યું તારા (મન માં પ્રેમાળ ) મમ્મી અને પાપા એ..અને જિયાએ વાત શરૂ કરી. “આજે મારી 10th ની exam પુરી થઈ હતી તો અમે ફ્રેંડસ બહાર ગયા chill out કરવા જેમાં થોડું મોડું થાય ગયું 8 ના 10 થઇ ગયા એમાં તો જોવો આખી બિલ્ડીંગ માથે લીધી છે...અરે હદ થઈ ગઈ.ફોન પર ફોન..અને આટલો મોટો ઇસ્યુ કરાય..અરેરે હું બુલિર્ડિંગ ના નીચે હતી તો એ લોકો તો ત્યાં પણ આઇ ગયા... આઈ વોન્ટ my life..ઓન space.... શું આખો દિવસ કરિયર બનવો.કરિયર બનાવો કહી ને પાછળ પડ્યા હોય છે.. શું આપ્યું છે એમને life માં..” “પછી શુ થયું એવું” મારા થી અનાયશે પૂછાય ગયું..પણ એની ચપળ આખો એ મારી પ્રશ્નો ભરેલી આખો ને સમજી ગઇ. ”અરેરે દાદી હજુ કે બાકી છે મને અપમાનિત કરવામા ..આટલું ડૉમીનેટ કોણ કરે છે” વાત સાંભળીને મેં ખાલી હુંકાર માં માથુ હાલાવ્યું. તે સમયે મેં કંઈ પણ બોલવું યોગ્ય ના સમજ્યું. અને એ મારા ખોળા માં માથું મૂકી ને સુવે છે અને હું કયાંય સુધી એના માથા પર હાથ ફેરવવું છું. એ સુઇ ગઇ છે એનો અહેસાસ થતા હું એને સુવડાવી મારા રૂમ માં આવી ત્યારે ઘડિયાળના કાંટા એ 12 ના ટકોરા પડ્યા ..જતીન સૂઈ ગયા હતા ..છતાં પણ મેં એમને ઉઠાડી ને બધી વાત કરી. પણ એમના દરેક વાત ને હળવાશલમાં લેવા ના સ્વભાવ અને ઉંઘ ના લીધે એમને મને તારણ આપ્યું કે “તું ખોટી ચિંતા કરે છે આ ઉંમરે બાળક આવા જ હોય છે. ધીમે ધીમે ઉંમર થશે એમ સમજણ પણ આવી જાય.” અને સુઇ ગયા. પણ મને ઉંઘ આવે એમ હતી જ નહીં. ક્યાંના ક્યાં મનના વિચારો પહોંચી ગયા. ધીમે ધીમે મને હવે જિયા નો બદલતો સ્વભાવ નો આભાસ થયો. અને રોજ ને રોજ જે જિયા સાથે મીના અને વિકાસ ના નાનાં ઘર્ષણ હવે મોટું સ્વરૂપ લેશે એનો ખ્યાલ આવવાં લાગ્યો અને સાથે ચિંતા પણ થવા લાગી. મને લાગ્યું જો હવે જિયા ને અહેસાસ નહીં થાય એના માતા પિતાની લાગણી નો તો કદાચ બહુ મોડું થઈ જશે. જો કે જિયા ને શબ્દોમાં કઈ કહેવનો સમય પસાર થઈ ચુક્યો હતો. હવે એને આ બધું ભાષણ જ લાગશે.એટલે મને એક વિચાર સૂજ્યો અને એને કાલે જ અમલ માં મુકીશ એનો નિર્ણય લેતા જ મારા મન માં ઘણો ખરો ભાર હળવો થયો. ઘડિયાળ સામે જોતા એમાં 4:45 નો સમય થતો હતો અને મેં આખો બંધ કરી સુવા માટે પ્રયત્ન કર્યા. મોડા ઊંઘવા છતાં પણ રોજ ના સમયે 7 વાગે તો આંખો ખુલી ગઇ. નિત્યક્રમ પતાવી 8 વાગે રોજ ની જેમ અમે નાસ્તો કરવા ભેગા થયા. હજુ પણ મીના ના મનમાં ઉદાસીન તા અને વિકાસ ના મન માં કચવાટ સાફ દેખાતો હતો. મે આંખો ના ઈશારે બને ને શાંત રહેવા કહ્યું.અને આ વાત જતીન પણ સમજી ગયા.

    જિયા ને આવતા જોઈ ને જતીન બોલ્યા.” જિયા દીકરા આવ જો તારા ફેવરિટ આલું ના પરોઠા બનાવ્યાં છે.”

    જિયાના મોઢા પર એક વિરોધ નો અને બીજો અકળામણ નો ભાવ દેખાતો હતો. કમને પણ એ દાદા ની વાત માની. અને પછી રોજબરોજ ની વાતચીત કરતા હોય એમ મેં અને જતીનને વહેવાર રાખ્યો. થોડી વાર રહી મેં જિયા ને પૂછ્યું કે “ બેટા હવે તો તારે વેકેશન છે તો શું કરવાની છે” તો જિયા એ થોડી બેફિકરાઇ અને સહેજ નફટાઈથી કીધું.”બસ હવે તો જલસા જલસા અને જલસા “ અને ત્રાંસી આખે એને મીના અને વિકાસ સામે જોયું. તક નો લાભ લઈ મેં જિયા ને પુછ્યું કે ઓહ હો એમ ચાલતો આજે મારી સાથે જલસા કરવા આવીશ. અને એ તૈયાર થઇ ગઈ. અને અમે નીકળી પડ્યા શોપપિંગ મોલ .. પછી lunch...પછી moive જે બધા માં ચોઇસ હતી જિયા ની Moive જોઇને પછી 4 વાગ્યા1 હતા. એટલે આપણે ક્યાં જઇયે દાદી એવું જિયા પૂછતાં. હવે મેં તક નો લાભ લીધો ને કહયું કે અરેરે જિયા આપડા ઘરે કામ કરવા આવે છે ને લીલા એને પૈસા આપવાના ભૂલી ગઇ છું એને જરૂર હતી ચાલ આપતા આવીએ.. અમે પહોંચીયા અસલી મુંબઇ શહેરમાં.... એજ સાંકડી સાંકડી ગલીઑ એક માંથી બીજી અને બીજી માંથી વળી ત્રીજી ... આમ કરતા એક ઝુંપડી પાસે આવ્યા .. જે માં એક 16વર્ષે છોકરી જિયા ના જ જુના કપડાં પેહરી અમુક બાળકઓ ને tusion કારવતી નજરે પડી .. એ આવી અને બોલી “mummy તો નથી ઘરે પણ આવો બા...” મેં કહયુ” એમ છે લે તો તું આપી દે જેને આ પૈસા.. તું દેવી છે એની દીકરી..”એણે હાકાર માં માથું હલાવ્યું ...મેં પુછયું” દેવી તું શું ભણે છે બેટા..” “બા 10માં ની પરીક્ષા આપી છે..” એણે ઉત્તર. આપ્યો. મેં કહ્યું” ઓહ એમ તો હવે જલસા અને જલસા નહી ..” દેવી એ કહ્યુ “ હા બા હવે તો મારી મમ્મીને એકલે કામે નહીં જાવા દવ.. સાથે જ જઇશ એને મદદ પણ કરીશ અને સાથે પણ રહીશું અને મજા આવશે. અને સીવણ પણ શીખી લઇશ એટલે કે નવું શિખાય પણ જાય અને મમ્મી ને મદદ થઈ જશે સ્કૂલ પછી બાળકો tusion ના આવે ત્યાં સુધી તો ફ્રી જ હોવ છું ને. “તો ભણવા પર અસર નહીં પડે આટલું કરીશ તો “ જિયા બોલી.. ” ના ના જિયા ડોક્ટર બનવું છે તો એ માં કચાશ ના રખાય એટલે 95% ઓછા તો ના લેવાય ને...દેવી સરળતાથી જવાબ આપ્યો .“ સારુ તો અમે જઈ એ દેવી......” મેં કહયુ.

    ઘર પહોંચતા સુધી અમારા વચ્ચે કોઈ વાત ન થઈ અને કદાચ જરૂર પણ ન હતી... ઘર પાસે પહોંચતા જ બહાર શાક વાળો ઉભો હતો સાથે એના દીકરો અશોક પણ હતો “ચાલ બેટા શાક લેતા જઈ”. એમ સાંભળતા જિયા મારી પાછળ આવે છે. શાક લીધા પછી અશોકને મેં પૂછ્યું “શું અશોક 10માં ની exam પતી ગયી.. બાકી શું હવે જલસા અને જલસા.”..એને કહ્યું“હા બા જલસા જ છે અને.થોડા ઘણા કામ બાકી છે એ કરવા છે“.. મેં પૂછ્યું “જેવા કે...” અશોકએ કહ્યું “બા સવારે અને સાજે પપ્પા ને મદદ કરીશ શાક વેચવામાં અને બપોર ના અમારી વસ્તીના બાળક સ્કૂલ નથી જતા તો એમને ભણાવવા છે અને રાત્રે મંદિર માં ભાગવતગીતા વાંચીવી છે જે વાંચી ના સકતા હોયા એમના માટે....” “અઓ એમ છે સારું કહેવાય” જિયા બોલી..હવે મારે કઈ બોલવાનું હતું નહીં.. ઉપર જતા ની સાથે જ જિયા ની આંખો માં પાણી સાથે માફી પણ માંગતી હતી... પણ આમરી મીના ભારે ઉતાવળી કઈ બોલવા જ ના દીધું અને 3 જાણ ભેટી પડયા અને વિકાસે કહ્યું કે” જિયા અમને તારી ચિંતા છે. કાલે તું મોડી આવી તો અમને થયુ કે તને કઈ થયું કે શું એટલે અમે નીચે જોવા આવ્યા હતા. તને બોલવા માટે નહીં” જિયા ને આજે સમજ્યું કે માતા પિતા એ શુંઆપ્યું છે.. સુખશહેબીવાળુ બાળપણ અને ભાર વિનાની તરૂણઆવસ્થા.... “જો દીકરા મોલ માં જવું કે friends સાથે બહાર જવું ખરાબ નથી પણ સાથે મળી ને કોઈ ને મદદ કરવી કે આપણા માટે કઈ નવું શીખવું એ પણ ખોટુ તો નથી જ ને.” મેં કહયું. અને મારો મનનો ભાર સાવ ઊતરી ગયો.

    જો કે મેં વિકાસ. અને મીના ને પણ સમજવ્યું કે એકલી જિયાની ભૂલ ન હતી ... ના ના બિલકુલ નથી એમાં મીના અને વિકાસ તમારા જેવા માતા પિતા ની પણ છે કે જે બાળક ને વાસ્તવિક દુનિયા થી વધારે પડતા જ દૂર રાખે.…

    ***