Saat ferano sodo - 3 books and stories free download online pdf in Gujarati

સાત ફેરાનો સોદો-૩

"મમ્મી પપ્પા જીવે છે મારા. એક બહેન છે. "-આશિષ હળવેકથી બોલ્યો.

"તો કેમ એમ કહ્યુ તુ એકલો જ છે?"-મનનમાં ડિટેકટીવની આત્મા ઘૂસણખોરી કરી રહી હતી.

"પ્રાયશ્ચિત કરવા ઘરમાથી નિકળી ગયો છું"

"એવા તો કેવા પાપ કર્યા છે જે પ્રાયશ્ચિત માટે ઘર છોડવુ પડ્યુ?"-બટકબોલા મનનની જીભ લપસી. જવાબમાં આશિષે માત્ર સ્મિત કર્યુ. મનન કાંઈ બોલે એ પહેલા જ મે વાત ફેરવતા કહ્યુ-"વાંધો નહીં પછી કહેજે. "

"ચલ ઉઠ. કલાક થયો. સર બોલશે"-મે મનનને ઈશારો કર્યો.

"ચલ દોસ્ત, કાલે મળીશુ"-નંબર એક્સચેન્જ કરી અમે છૂટા પડ્યા.

"તારી ઉત્સુકતા જરા કાબૂમા રાખ ટોપા"-મે મનનને કોણી મારી.

"તારો જીવ બહુ બળે છે. નહી?"

"ના યાર. આમ સારૂ ન લાગે કોઈની પંચાત કરવી.

"છોડને હવે. તુ શુ કહેતો હતો સ્કુલગર્લ વિશે?"-મનન કોઈ પણ વાત કયારેય ભુલતો નહી.

"કાંઈ નહી. "-મે ખભા ઊછાળતા કહ્યુ

"બૈરૂ"-ગાળ વિના વાત પુરી કરે તો મનનનુ લિંગપરિવર્તન થઈ જાય.

"સર તમને બંનેને દવે સર કેબિનમાં બોલાવે છે"

"ચલ મારા બાપાનો કૉલ આવ્યો"

"શશશશશ"

"મે વી કમ ઈન સર?"

"યસ માય ચાઈલ્ડ. કમ. . સીટ. "

"કંઈ અગત્ય નુ કામ હતું?"

"હા. આવતા મહિને કંપનીને પંદર વર્ષ થશે અને દર વર્ષની જેમ આ વખતે પણ ઈવેન્ટસ કરવાની છે. એની જવાબદારી તમારા બંનેની. હુ આ વખતે કાંઈ નવુ જોવા માંગુ છું. આશા રાખુ તમે બંને હંમેશની જેમ નિરાશ નહી કરો. "

"શ્યોર સર. "-અમે બંને રજા લઈ બહાર નિકળ્યા.

"ગધેડા માફક કામ કરવાના દિવસો આવવાના હવે. આખી ઑફિસની પલટન ને બાકાત રાખી એક આપણે બે જ ચોકીદારી કરશું"-મે કંટાળા સાથે કહ્યુ.

"એને ચોકીદારી નહિ પણ રાતપાળી કહેવાય"

"ખબર છે. હવે શુ નવુ કરીશુ યાર?ઈવેન્ટ કમ એડવર્ટાઈઝ નો લોભ ઝાઝો હોય છે મારા બાપાને. "

"એને શૂન્યમાંથી આ સામ્રાજ્ય ઊભુ કર્યુ છે. એની જગ્યાએ તુ હોત તો તુ પણ એમ કરતો. "-મનને હંમેશની જેમ પપ્પાનો પક્ષ લીધો.

"પપ્પાનો ચમચો. મને તો એ નથી સમજાતુ કે તુ મારા સાથે છે કે એના?હંમેશા એની જ ખેંચે છે. "

જવાબમાં હંમેશની જેમ મનન માત્ર મલકાયો.

"તો શુ કરીશુ હવે?"

"કોઈ સેલિબ્રીટીને બોલાવીએ"

"તારૂ મગજ પણ સગીર જેવુ બની ગયુ છે. "-મનન મોં વકાસી બોલ્યો. મે જવાબમાં એક મજબુત ગોબો માર્યો.

"આઆઆ. . ડોબા વાગ્યુ મને. શુ છોકરાની જેમ મારામારી કરે છે?"-મનને કણસતા કહ્યુ.

"છોકરાની જેમ તુ બોલે છે. આ વાતમાં સગીર કયાંથી આવ્યુ?તુ પેલીને આમા વચ્ચે ન પાડીશ"

"પણ મેતો એનુ નામ પણ નથી લીધુ"-મનને વળતો ગોબો માર્યો. હુ ખસિયાણો પડી ગયો.

"હા તો... સગીર તો કહ્યુને પણ"

"આખી દુનિયામાં એ એક જ સગીર છે?"

"એ સગીર નથી"-મે મૂર્ખની જેમ આ પરિસ્થિતિ મા પણ મારો મત રજૂ કર્યો.

"સાલા કસમથી ધિબેડી નાખીશ તને જો હવે સહેજ પણ બકવાસ કર્યો છે તો"મનન હવે અકળાયો.

"તો આ સગીર સગીર માંડ્યુ છે?"

"સેલિબ્રિટી રસ્તામાં પડ્યા છે?જે આપણે હાલતા ચાલતા એમને ઉઠાવીને અહી મૂકી દઈએ?આવુ વાહિયાત દિવાસ્વપ્ન સગીર જ જુએ. એટલે સગીર કહ્યુ. ટ્રેનવાલીને નહિ. "

"ટ્રાય કરવામાં શુ જાય છે?જો એકવાર કોઈ આવે તો જબરજસ્ત એડવર્ટાઈઝ થઈ જાય. "

"પણ કોણ?હીરો-હીરોઈન ને બોલાવવા માટે મહિનાઓ પહેલા અપોઈમેન્ટ લેવી પડે. સિંગર વિશે વિચારી શકાય. "

"હમમમ... જોઈએ શું કરવું. "

"બે સિંગર તો આપણી કેન્ટીનમાં જ પડયો છે. "- મનને ચપટી વગાડતા કહ્યુ. મે ગુસ્સાથી એની તરફ જોયુ.

"આમ ઘૂરે છે શુ? હમણા તો મળ્યા એને. આશિષ યાર. એને કહ્યુ ને કે એ સિંગીગના કલાસ કરે છે. આ તો કાખમા છોરૂને ગામમા ઢંઢેરા જેવુ થયુ. "

"એ હજુ કલાસ કરે છે. ફેમસ સિંગર નથી. તુ નાક કપાવીશ સાલા. "

"ટ્રાય કરવામાં શુ જાય છે યાર? એ પણ કામની શોધમા છે. એને ચાન્સ આપવો જોઈએ. નહી તો મારી જવાબદારી શોધવાની. "-મનને મને કન્વીન્સ કરતા કહ્યુ.

"અને જો ભવાડો થયો તો આખો દોષનો ટોપલો તારી માથે. "

"હા હવે ડરપોક. ચલ આશિષને ગુડ ન્યુઝ આપીએ. "

"પણ આપણે સરને શુ કહીશુ?"

"એમ જ કે માઈન્ડ બ્લોઈંગ નવો સિંગર છે. વિદેશોમાં જ શૉ કરે છે. માંડ માંડ એને મનાવ્યો છે. "

"પણ એને તો કદી ચાર માણસ સામે પણ નથી પર્ફોમ કર્યુ. "

"કેમકે એ ચાલીસ હજાર લોકો સામે જ પર્ફોમ કરે છે. "

"કયારે કર્યુ?"

"તુ ટ્યુબલાઈટ છે એ હુ જાણુ છુ પણ આમ વારંવાર મને યાદ કરાવવુ જરૂરી છે?"

"પબ્લિક એને તો મારશે જ સાથે સાથે આપણે પણ ધોઈ નાંખશે. "-મનનને મનાવવો ખરેખર કપરૂ કામ હતુ. એ પરાણે મને કેન્ટિનમાં ખેંચી ગયો.

"આશિષને મોકલશો થોડી વાર માટે?"-મનને મેનેજરને રિકવેસ્ટ કરી.

અડધા કલાક સુધી પોતાની યોજના મને અને આશિષને સમજાવ્યા બાદ મનને ઊંડો શ્વાસ લીધો.

"પણ કોઈ ઓળખી ગયુ તો?"-આશિષ મારી સરખામણીમાં ઘણો જ વધારે આશાવાદી નિકળ્યો.

"મે કહ્યુને બધુ મારા પર છોડી દે. "-મનને એને સમજાવવામાં કામિયાબ થયો.

"તો કેટલા રૂપિયા લઈશ?"-મે મુદ્દાની વાત કરી.

"જેટલા તમે આપો. "-આશિષ અમારા બંને તરફ એક ભકત એના ભગવાનને જુએ એ દ્દષ્ટિથી જોઈ રહ્યો હતો.

"જો પ્રોગામ હીટ રહ્યો તો બે લાખ અને ધબડકો થયો તો?"-મે શંકાસ્પદ સ્વરે પૂછ્યુ.

"સાલો નિરાશાવાદી. કાંઈ નહી થાય. "-મનન એટલા આત્મવિશ્ર્વાસથી બોલ્યો જાણે પોગ્રામમાં આશિષ નહિ પણ અરિજિત ગાવાનો હોય.

"આ ફરી તે ખુબ મોટુ રિસ્ક લીધુ છે યાર. "-સાંજે ઑફિસેથી બહાર નિકળતા મે મનનને કહ્યુ.

"મને નથી લાગતુ. આશિષને તુ ધારે છે તે એટલો સામાન્ય નથી. "

"તે એને કયારેય ગાતા સાંભળેલો છે?"

"તે કયારેય કોઈના પર વિશ્ર્વાસ કરીને જોયો છે?"-મનનના આ પ્રશ્ર્નનો મારી પાસે કોઈ ઉત્તર ન હતો. કારણકે મનન જાણતો હતો કે હુ કયારેય કોઈ વ્યકિતને સંપૂર્ણ જાણયા વિના એના ઉપર વિશ્ર્વાસ નથી કરી શકતો. મારા મતે આ મારી સૌથી મોટી તાકાત હતી. કોઈ કયારેય મારો ગેરફાયદો ઉઠાવી ન શકતુ.

બીજા દિવસે સવારે ફરી એકવાર એ જ ટ્રાફીક... ન ચાહવા છતાં મારી નજર વારંવાર સાઈડ મિરરમાંથી દેખાતા રસ્તાને જોતી હતી. કોઈ જાતની ઓળખાણ, કોઈ સંબંધ વિના હું ખબર નહી પણ કેમ એની રાહ જોઈ રહ્યો હતો. ટ્રેનની વ્હીસલ સંભળાઈ. મેં ફરી એકવાર મિરરમાં જોયું. ટ્રેન પસાર થઈ ગઈ છતાં તેનો કોઈ પત્તો ન હતો. મેં છેલ્લી વાર ફરી જોયુ.

"ઓય હીરો... સાઈડમે જાકે મિરરમે અપના ચેહરા દેખના. "-પાછળ ઉભેલી ગાડીમાં બેસેલા પુરૂષે રોડ પર પાનની પિચકારી રૂપે પોતાની નિશાની છોડતા તોછડાઈથી કહ્યુ. મે બાઈક સ્ટાર્ટ કરી ઑફિસ તરફ પ્રયાણ કર્યુ. ઑફિસે પહોંચીને જોયુ તો ઑફિસનુ વાતાવરણ રોજ કરતા નવુ હતુ. લોકોએ એના મોઢા કમ્પયુટરમાં ખોસેલા હતા. બધાના ચહેરા પર ટાર્ગેટ પ્રથમ પૂરો કરીને મેનેજરને ઈમ્પ્રેસ કરવાની ચિંતા સ્પષ્ટ દેખાઈ રહી હતી.

"ગુડ મોર્નિંગ નવાબસા'બ"-આદતથી પીડિત મનને જોરથી ધબ્બો મારતા કહ્યુ. મારા ચહેરા પર એ ધબ્બા તરફનો અણગમો તરી આવ્યો.

"મને આશિષને એકવાર સાંભળવો છે. "-મે બગડેલા મોંએ કહ્યું.

"એમાં મોં કેમ બગાડે છે?"

"આના કારણે"-મે મનનને ધબ્બો માર્યો.

"આ શેના માટે?"

"તે મને માર્યુ એટલે મે પણ તને માર્યો. "

"સ્કુલમાં ભણતા સગીર જેવુ વર્તવાનુ બંધ કર. "-મનને સગીર પર ભાર મૂક્યો.

"એ આજે આવી જ નહીં. "-મને એના ના આવવાથી ખરાબ લાગી રહ્યું હતું.

"તુ પાગલ છે?એ સ્કૂલમાં છે યાર. "

"પણ એ સગીર તો નથી જ. "

"હુ તને ઑફિસની બારીમાંથી નીચે ફેંકી દઈશ ડફોળ. "

"છોડને. ચલ કૉફી પીવા. એ બહાને આશિષને પણ મળી લઈશું. "અમે બંને કેન્ટિન જવા ઉપડ્યા.

કૉફીનો ઑર્ડર આપીને અમે ત્રણેય બેહ્યાં.

"હું એકવાર તને સાંભળવા માંગુ છું. "-હુ સીધો મુદ્દા પર આવ્યો.

"હાલ હુ વ્યસ્ત છું. સાંજે ચાલશે?"

"હા આરામથી. તારા ઘરે જ આવીશુ અમે. "-મનને કહ્યુ.

"તમને ફાવશે?"-આશિષના ચહેરા પર મુંઝવણ દેખાઈ રહ્યું હતું.

"તમે કહો ત્યાં પણ મારા ઘરે તો નહીં જ. "-આશિષનો ચહેરો કહી રહ્યો હતો.

"હા કેમ નહીં?તુ જંગલમાં રહે છે?"

"ના. પણ... "

"અમને રોડ ઉપર પણ ફાવશે. અમે અમારા કાન લઈને આવી જઈશુ તારા ઘરે. તુ તારૂ ગળુ લઇને તૈયાર રહેજે. "-મનન અકળાયો.

"ઠીક છે. "-આશિષ ઈચ્છવા છતાં ના ન કહી શકયો.

"આપણે જઈશું કયાં?-મનને મારા સામે જોતાં કહ્યું.

"એના ઘરે. "-હુ હજુ ફાટક પાસે જ ઊભો હતો. સ્કુલગર્લની રાહ જોતો.

"એ તો હુ પણ જાણુ છુ. એડ્રેસની વાત કરૂ છું. "-મનનનુ ચાલતુ તો એ હમણાં જ મને ધીબી નાંખતો.

"16/A,ભોલેશ્ર્વર કૉલોની,એસિડ ફેકટરી. "-આશિષે ખચકાતા કહ્યું. હુ અને મનન એકબીજાને ફાટી આંખે જોઈ રહ્યા.

"મા ફાડી. તુ ત્યાં?"-ગાળ વગર તો મનનને શ્ર્વાસ પણ નથી લેવાતો. મનના ડોળા અને ફાટેલા મોઢાની પહોળાઈ સરખી હતી.

"અમે આવી જઈશુ. "-મે મનનને એનુ મોઢુ સંકેલવા કોણી મારી. મનન એટલો બધો ડઘાઈ ગયેલો કે મે આપેલો જવાબ પણ એને ન સાંભળ્યો.

***