રંગીન દુનિયાનું મેઘધનુષ્ય - 1

"રંગીન દુનિયાનું મેઘધનુષ્ય"

"હેય, વિક્રાંત, રાઈટ?? ઓળખાણ પડી ??", જયકાંતે હાઈ-ફાઈ કરતા પૂછ્યું.

"હેય બડી(BUDDY ), તું અહીંયા?? ઓલ ગુડ. વ્હોટ આ પ્લેઝન્ટ સરપ્રાઈઝ!!!!" વિક્રાંતે આશ્ચર્ય સાથે ખુશીમાં પૂછ્યું.

"હું તો ૩ વર્ષથી અહીંયા જ સેટલ થયો છું દોસ્ત. તું અહીંયા કેવી રીતે??" જયકાંતે કહ્યું.

લંડનના "ધ સ્ટાર ઓફ કિંગ્સ" મ્યુઝિકલ બારમાં ડ્રિન્ક લેતા-લેતા નવા વર્ષની પાર્ટીમાં, વિકી અને જેકી (અંગ્રેજોએ ભેટમાં આપેલા ઇંગલિશ નામ) નો ભેટો આજે ઘણા જ વર્ષો બાદ આમ અચાનક થઇ ગયો, પછી તો વાતો ખૂટે જ ક્યાંથી, એમાં પણ બંને ગુજરાતી અને નાનપણના દોસ્તારો એટલે તો બસ પૂછવું જ શું!!! બંને દોસ્તારોએ જીવનના પન્ના એકબીજા સામે ખુલ્લા મુક્યા જાણે કે પરદેશની ધરતી પર કોઈ પોતાપણાંથી પૂછવા વાળું સાથી મળી ગયું હોય એમ! બંને બસ મનનો ભાર હલકો કરતા રહ્યા સાથે નવા વર્ષની સાંજને દોસ્તીના નામે કરતા રહ્યા.

"બસ જો જોબનું અહીંયા સરસ સેટ થઇ ગયું છે, હું પણ માસ્ટર ખતમ કરી ત્યાં સુધી અહીંયા જોબ સરસ મળી ગઈ એટલે મઝા છે ભાઈ.", વિકીએ બીજો પેગ બનાવી જેકીને આપતા જવાબ આપ્યો.

ભાઈબંધ તો જીવનમાં ઘણા મળે પરંતુ જયારે જુના દોસ્તો ફરી જિંદગીની ડગરમાં મળી જાય ને સાહેબ ત્યારે હૈયાવરાળ નીકળી જાય! આજે બંને સાથે આવું જ કાંઈક થઇ રહ્યું હતું. નવા વર્ષની ઉજવણીની સૌથી વધુ ખુશી આ બંનેને થઇ હોય એમ બંને મોજમાં મન મૂકીને નાચી રહ્યા અને એમાં જ નવા વર્ષની શરૂઆત થઇ ગઈ.નવા વર્ષનું ઉષ્માભર્યું સ્વાગત કરવા આખા લંડનમાં બધી જ પબ્લિક ઉત્સાહી થઇ હતી.

 "વિકી આજે ઘરે નથી જવું દોસ્ત, ઇન્ડિયાની જેમ અહીંયા પણ આખી રાત ફરવું છે. ચાલને દોસ્ત.", જેકીએ વિકિના ખભે હાથ મુક્ત કહ્યું.

 જૂનું વર્ષ પૂરું થયું ને નવાની શરૂઆત થઇ. હવે આપણે ઇન્ડિયામાં જેમ નવા વર્ષે પહેલા જ દિવસે માણસો કામે લાગી જાય એવું લંડનમાં કે બીજા દેશોમાં નથી હોતું ને. એક અજીબ જ માહોલ વર્તાય ત્યાં, અઠવાડિયા સુધી યર એન્ડ માં રજા ને પછી યરની શરૂઆતમાં થોડા ઘણા તો મોજના મૂડમાં હોય જ હોય. જેકીનું આવું જ હતું. નવા વર્ષની ખુશીમાં ૨ પેગ વધારે જ થઇ ગયા હતા એટલે ભાઈ જરા વધારે ખુશમિજાજ લગતા  હતા સોનામાં સુંગંધ ભળે એમ આજે તો એને એનો જૂનો મિત્ર મળી ગયો એટલે પછી સાહેબ ઝાલ્યા રહે એમાંનાં હતા નહિ! ડ્રિન્ક કરવું એ પરદેશની ધરતી પર બહુ સામાન્ય વસ્તુ છે એ વાત આપણે જાણીએ છે. વિકી અને જેકીએ નવા વર્ષની ખુશીમાં ડ્રિન્ક તો કર્યું જ હતું પરંતુ જેકીનું થોડું વધારે થઇ ગયું હતું એ પોતાની જાતને સાંભળી શકે એ હાલતમાં જ નહતો એટલે વિકીએ જેકીને પોતાના ઘરે લઇ જવાનું નક્કી કર્યું. વિકી પોતે પણ થોડો તો નશામાં હતો જ પરંતુ એનો પોતાની જાત પર કાબુ હતો એટલે કાર ડ્રાઈવ કરીને ઘરે પહોંચ્યા. જેકી તો કારમાં જ સુઈ ગયો હતો એને રૂમ માં શિફ્ટ કરી વિકી પોતે થોડો ફ્રેશ થઈને સુવા માટે રૂમમાં ગયો.

  આજે ઘણા દિવસ પછી વિકિના મનને શાંતિ મળી હોય એવું લાગ્યું. એમાં કોઈ શંકા નથી કે એ શાંતિ એના દોસ્તાર જેકીને મળીને જ થઇ હશે! આજે તો વિકી દુનિયાના બધા જ વિચારો અને ટેન્શન બાજુ પર મૂકીને બસ આંખો બંધ કરી એવામાં તો એને સરસ ઊંઘ આવી ગઈ.

દરિયે કિનારે આવેલા વિકિના ફ્લેટની બારીમાંથી નવા વર્ષના સુરજના આશારૂપી કિરણોનો પ્રકાશ, દરિયાની એ તાજી લહેરોનો અવાજ, હકારાત્મક ઉર્જારૂપી પવનોની પધરામણી સાથે વિકિની આંખો ખુલી. અરે! વાહ.. ગુડ મોર્નિંગ વિકીકીકીકી...... પોતાની જ જાતને પ્રેમથી વિષ કરીને બેડ પરથી પગ નીચે મુકવા જ જતો હતો ત્યાં જેકી આવ્યો અને બોલ્યો,

"જો જે દીકરા, જમણો પગ પહેલા હો!!!"

       આ સાંભળી વિકી અને જેકી બંને સવાર સવારમાં જ હસી પડ્યા. વિકિની મમ્મી ઇન્ડિયામાં દરરોજ ઉઠતા વ્હેંત જ આ વાક્ય વિકીને જરૂર કેહતી એ વાત વિકી અને જેકી બંને હજી પણ ભૂલ્યા નથી.

      "હા મમ્મી, તારું રોજનું છે યાર, સવારે ઉઠીને તું ચાલુ જ પડી જાય છે." વિકીએ સામે જવાબ આપ્યો. નાદાન હસયનું એક મોજું સવાર-સવારમાં દરિયા કિનારાના મોજા કરતા પણ વધારે વહાલું લાગ્યું.

નવા વર્ષનો પહેલો દિવસ હતો એટલે કામે જવાની કાંઈ ઉતાવળ બંને માંથી કોઈને લગતી નહતી. બંને જણા થોડી વાતો કરીને તૈયાર થવા રૂમમાં ગયા. બંને તૈયાર થઈને દીવાનખંડમાંના સોફા પર બેઠા અને હાથમાં કોફીનો મગ.

નવું વર્ષ હોય, સોનેરી સૂરજના કિરણનો ઝીણો પ્રકાશ હોય, દરિયાના પાણીની લહેરોથી આવતો એ ઠંડો પવન, હાથમાં કોફીનો મગ ને સાથે વિદેશની ધરતી પર પ્રેમભરી મનની વાત કરી શકીએ એવો જીગરજાન, જૂનો ભાઈબંધ મળ્યો હોય જેની સાથે ઘણા જ વર્ષે ભેટો થયો હોય, એ પણ પાછા પટેલીયા દોસ્તારો, દિલ ખોલીને વાતો ચાલતી હોય એ પણ "શુદ્ધ ગુજરાતી ભાષામાં" આહાહાહા.... વિચારીને જ એમ થાય કે સમય બસ અહીંયા જ થંભી જાય. આવું જ કાંઈક વિકી અને જેકી અનુભવી રહ્યા હતા અને મનની વાતો એકબીજા સાથે કરીને હળવાફૂલ જેવા થઇ ગયા હતા.

      વિકી અને જેકી બંને પ્યોર પટેલ ગુજરાતી ફેમિલીમાંથી આવેલા ૨ પાક્કા ગુજરાતી. બંને ૧૨માં સુધી સાથે ભણ્યા પછી કૅરિઅરની ભાગાદોડીમાં વાર્તાલાપ થોડો સંકેલતો ગયો અને આજે ૬-૭ વર્ષો પછી મળ્યા એટલે વાતો કરવા માટે તો ઘણું બધું હતું. 

     વિકી એન્જીનીઅર બની ગયો હતો અને લંડનમાં સારી એવી મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરતો જયારે જેકી MBA પૂરું કરી પછી એના શોખ મુજબ એક કલાકાર કહી શકાય આપણી ગુજરાતી ભાષામાં એવો ગિટારિસ્ટ હતો. ક્લબ અને પાર્ટીમાં પણ વગાડતો અને એનું એક પોતાનું બેન્ડ પણ હતું. બંને એકબીજાના કૅરિઅરની વાત સાંભળીને ઘણા જ ખુશ હતા. જેકી ઘણું કમાયો હતો એ વાતમાં કઈ શંકાને સ્થાન નથી, કરણ કે પરદેશમાં કળાની કદર કરનાર લોકોની જનમેદની સારી છે. વિકીને નેચર ફોટોગ્રાફીનો શોખ એટલે ફ્રી સમય મળે એટલે કુદરતના ખોળે જઈને ફોટોગ્રાફી કરીને પોતાના મનને ખુબ કરી દેતો. એટલે જોવા જઈએ તો શાંત સ્વભાવનો, બંને ના શોખ તો અલગ પરંતુ ફેમિલી રિલેશન ખુબ સારા હતા એટલે બંને ખુબ સારા કહી શકાય એવા દોસ્તાર બની ગયા હતા જાણે ભાઈઓ જ કહી શકો. બંને વાત કરી રહ્યા હતા એવામાં જેકીનો ફોન રણક્યો એટલે જવાબમાં જેકી બોલ્યો,

   "આઈ એમ કમિંગ ઈન ફિફટિન મિનિટ્સ."

    જેકીએ હવે વિકી પાસે ફરી જલ્દી મળીશુ એવી વાત સાથે જવાની રજા લીધી  અને ઘરની બહાર નીકળી ચાલતો થયો અને વિકી પણ પોતાના ઓફિસના કામથી લેપટોપ લઈને બેસી ગયો ત્યાં જ એક કાર ઘરની થોડી નજીક આવીને ઉભી રહી અને એમાં જેકી બેસીને રવાના થયો.

  "થૅન્ક્સ જેકી. યુ ડીડ વન્ડરફૂલ જોબ. ઍવેરીથીંગ ઇસ ગોઈંગ એસ પર અવર પ્લાન." 

  "યેસ. વી વિલ સુકસીડ."

  અને કાર ફૂલ સ્પીડમાં ચાલતી ગઈ.

 કોણ હતું એ કારમાં? કોણ હતું જેની સાથે જેકી કારમાં બેસીને, એમના ક્યાં પ્લાન વિષેની ચર્ચા કરી રહ્યા હતા?? વિકિના જીવમાં નવું વર્ષ શું લઈને આવાનું હતું? શાંત અને સીધા એવા સ્વભાવનો વિકી શું કોઈ મુસીબતમાં માં પાડવાનો હતો? શું જીવનનો નવો સંઘર્ષ શરુ થવા જઈ રહ્યો હતો કે મેઘધનુષના રંગોની જેમ એની ફિક્કી જિંદગી પણ રંગીન થવા જઈ રહી હતી?? જેકી એના પાક્કા દોસ્તાર સાથે કઈ રંગીન રમત રમવા જઈ રહ્યો હતો એ આપણે બીજા ભાગમાં જોઈએ ને!

બિનલ પટેલ

૮૭૫૮૫૩૬૨૪૨

***

Rate & Review

Hetal Togadiya 2 months ago

Rakesh Thakkar 2 months ago

Usha Dattani Dattani 2 months ago

Chirag Radadiya 4 months ago

Bansari 5 months ago