Rangin duniyanu meghdhanushy - 6 books and stories free download online pdf in Gujarati

રંગીન દુનિયાનું મેઘધનુષ્ય-6

રંગીન દુનિયાનું મેઘધનુષ્ય-6

સમય જે રંગ દેખાડે એ જોવા બહુ અઘરા હોય છે. વિકી માટે અત્યારે એ જ રંગ જોવા ભારે થઇ રહ્યા હતા. નવા વર્ષની શરૂઆત જ આવી થઇ છે કે એના મગજમાં હકારાત્મક અને નકારાત્મક વિચારોનું વાવાઝોડું ફંટાઈ રહ્યું છે. જુના સંબંધો સૂતા હોય અને અચાનક આળસ મરડીને ઉભા થાય અને ફરી બધી જ જૂની યાદોમાં વીંટળાઈ જઈએ એમ અત્યારે વિકી વીટળાતો જાય છે.

હૅલન કહી રહી હતી અને વિકી બસ ખાલી ખુલી આંખે સાંભળી રહ્યો હતો. એ જ સમયે જેકીની આંખ ખુલી અને એ હોશમાં આવ્યો એટલે તરત વિકી તેની પાસે જઈને બેઠો.

'દોસ્ત, તને કેવું લાગે છે હવે? તું ઠીક તો છે ને?', વિકીએ હાથમાં હાથ લઈને ચિંતાતુર અવાજે પૂછ્યું.

'વિકી તું અહીંયા ક્યાંથી? હા, હવે સારું છે બસ થોડું માથું દુખે છે.',

હૅલન બાજુમાં આવીને બેઠી અને માથે હાથ રાખી ખાલી આંખનો ઈશારો કર્યો એમાં જેકી બધું જ સમજી ગયો. એને ખબર પડી ગઈ કે બધું જ 'હૅલન માં' એ કર્યું છે અને વિકીને બધું જ ખબર પડી ગઈ છે. કઈ વધારે વિકી કે જેકી બોલે એ પહેલા જ હૅલન બોલી ઉઠી.

'બિગ બોય્સ, લિસન, હવે બધું જ ઠીક છે. બંને ટેન્શન ના કરશો. દવા લઈને તારે આરામ કરવાનો છે જેકી, ડૉક્ટર ચેક અપ માટે આવશે ત્યારે તને જગાડીશ. વિકી તું અહીંયા મારી પાસે આવ કિચનમાં મદદ કર, આપણે કાંઈક બાનવીએ.', હેલેને બહુ જ ધીરજતાથી કહ્યું.

વિકી જેકી સાથે વાતો કરી ઉભો થયો અને એને ફરી સુવડાવી દીધો. થોડી વાર જેકીને જોતો રહ્યો પછી ધીમેથી હૅલન સાથે કામમાં વ્યસ્ત થઇ ગયો.

'હૅલન, હું તમને 'હેલેમ માં કહી શકું? જેકીની જેમ?', વિકી બહુ ખચવાટ સાથે બોલ્યો.

'યેસ માય ચાઈલ્ડ. યુ કેન.'

હૅલન કામમાં લાગી ગઈ સાથે વિકી એમની મદદ કરતો અને કાંઈક વિચારી રહ્યો હોય એમ આંખોએ જોયા કરતો.વિકી ફરી વાતો કરતા-કરતા પોતાની દુનિયામાં ખોવાઈ ગયો. કદાચ અત્યારે એ પોતાના પરિવારને બહુ જ મિસ કરી રહ્યો હતો. 'માં' શબ્દ એના માટે ખુબ મહત્વનો હતો. એને એની 'માં' પરદેશમાં પણ ખૂબ યાદ આવતી.

'હેલો, માય સાઇલેન્ટ બોય, જેકીની જેમ તું બહુ બોલતો નથી કેમ??' તમે બંને પાક્કા દોસ્તો છો પરંતુ બને ઉત્તર-દક્ષિણ છો. બંનેના સ્વભાવમાં કંઈક અલગ જ મીઠાશ છે.'

'ના. એવું કાંઈ નથી. વિચારોની દુનિયામાં એક નાનો અમથો આંટો મારી આવ્યો. અમથું જરાક કોઈક વાર પરિવારની યાદ આ પરદેશમાં આવી જાય છે આજે તમને જોઈને 'મમ્મી'ની યાદ આવી ગઈ.
કેટલું અદ્દભુત અસ્તિત્વ છે ને એક સ્ત્રીનું, માતૃભૂમિનું, પરિવારનું, પ્રભુનું, સમયનું! પ્રભુ દરેક વસ્તુને કેવી અદ્દભુત રીતે મઠારે છે ને!', વિકી વિચારોમાં ખોવાઈને થોડો સ્વસ્થ થઈને બોલ્યો.

'યસ માય ચાઈલ્ડ. હું તો પરદેશમાં જન્મી અને મોટી થઇ પરંતુ મારા પેરેન્ટ્સ ઇન્ડિયન હતા એટલે મને ખબર છે કે ઇન્ડિયામાં પરિવારનું મહત્વ શું છે. મને ગુજરાતી બોલતા મારા પેરેન્ટ્સે જ શીખવ્યું. બહુ લાડ કરું છું હું દરેક ગુજરાતીના સાચા હ્દયને, એની પ્રેમાળ આંખોને, નિઃસ્વાર્થ સેવાને, એ માન-સમ્માનને અને એ બધી જ પરંપરાઓને.


'પ્રેમ પણ કેટલો પાગલ છે ને?
જયારે મળે ત્યારે વરસી જ પડે,
ના મળે ત્યારે માણસ તરસી પડે..'

મને પ્રેમ તો ભરપૂર મળ્યો, પરિવાર પણ ખૂબ સારો મળ્યો પરંતુ બસ સમય ના મળ્યો કે એ કિંમતી, અમૂલ્ય સમયને સોનેરી યાદો સાથે સજાવું, પેરેન્ટ્સ બહુ જલ્દી સાથ જોડી પોતાની એક અલગ જ દુનિયામાં વસી રહ્યાં અને તારા બની ટમકી રહ્યા. લગ્ન પછી હસબન્ડ પણ એ જ તારાનો એક હિસ્સો બની આકાશમાં જાડાઈ ગયો. સંતાન સુખ તો આ જેકીના આવ્યા પછી મળ્યું એ પહેલા તો હું કોઈ નાના છોકરાઓ જોઉંને એમની પર જ બધું વહાલ વરસાવી દઉં. સમયે મને મોકો જ ના આપ્યો કે હું એ બધા જ સપનાને સજાવું, મારા સપના જરાક આળસ મરડીને ઉઠે એ પહેલા જ મારા બંને હાથ ખાલી થઇ ગયા, મારી પાસે જિંદગી જીવવા માટે કોઈ હેતુ જ ના રહ્યો પછી મમ્મીના ગુજરાતી અને ઇન્ડિયન સંસ્કારોને સહારે હું જિંદગીને અહીં સુધી લઇ આવી અને પછી જેકી મળી ગયો એટલે અમે બંને બહુ મઝાની લાઈફ જીવવા લાગ્યા.',હેલેન પણ વાતોમાં સૂર પુરાવા લાગી અને ભાવુક થઈને બધી જ વાતો કરવા લાગી.

'સાચી વાત છે તમારી. જિંદગી ક્યાં કોઈ મોકો આપે જ છે! એ તો બસ સમયને સાથે રાખી ડગલાં ભર્યા કરે અને આપણે પણ ડાગલાના નિશાન પડે ત્યાં જ રમવાનું, જો થોડા આઘા-પાછા થયા એટલે તુફાન આવ્યું સમજો.', વિકી પણ મોટા માણસની જેમ બોલવા લાગ્યો.

જેકી એક મોટી વાત ખુબ નજાકતથી બોલી ગયો..

'જિંદગી એ આપીને બધું એવું આપ્યું કે,
ના અમે છોડી શક્યાં ના પામી શક્યાં,


સમયનું ચક્ર એવું તે ચાલ્યું,
સુખ-દુઃખની ઓળખામાં અમે એવા તે ફસાયા કે,
ના અમે મન મૂકીને રડી શક્યાં ના દિલ ખોલીને હસી શક્યાં,


દોસ્ત, એવી તો કેવી થઇ કસોટી અમારી,
કેસ પણ અમારો ને જજ પણ અમારા,
છતાં, ના હારી શક્યાં ના જીતી શક્યાં,


સાહેબ એવો તે કેવો કળિયુગ આવ્યો,


ના અમે મન ભરીને જીવી શક્યાં ના મરી શક્યાં....'



'ઓહહહ માય માય ગૉડ..... તું તો બહુ જ સમજદાર અને ઠરેલ માણસ જેમ મોટી અને સાચી વાતો કરે છે. ચાલ હવે બહુ વધારે સિરિયસ થવાની જરૂર નથી. સ્માઈલ બોય.... આ જમવાનું થઇ ગયું છે એને ડાઇનિંગ ટેબલે ગોઠવ હું ડોક્ટરને કોલ કરીને એવું છું અત્યારે આ જેકીને ચેક અપ માટે આવના છે.', હેલેન વાતને વાળીને વિકીને કામ સોંપીને ફોનમાં લાગી ગઈ.

વિકી ડાઇનિંગ ટેબલ પર બધું ગોઠવી રહ્યો હતો. હેલેન દૂર જઈને કોઈ સાથે વાત કરી રહી હતી. દૂર હતી એટલે સાંભળતું નહતું પરંતુ ફેસ પરથી કાંઈક શંકાશીલ લાગ્યું અને પછી હેલેનને તેની તરફ આવતા જોઈને વિકીએ કામમાં આમ-તેમ જોવા લાગ્યું.

'હેલેન માં, થઇ ગઈ વાત? આવે છે ને ડૉક્ટર? જેકીને હજી હોશ કેમ નથી આવતો?? કેટલા સમયથી એ બેભાન જ છે. મને ચિંતા થાય છે આપણે એને હોસ્પિટલ લઇ જઈએ.', વિકીએ હેલેન સામે જોતા જ કહ્યું.

'વિકી, ડૉક્ટર રાત્રે આવશે, અત્યારે એમને ઇમર્જન્સી કેસ આવ્યા છે અને આ ડૉક્ટર તો ઘરના જ છે એટલે ફોન પર પણ ઈલાજ કરી આપે. હમણાં જેકી જાગે એટલે વાત કરીએ.'

'એટલામાં જેકીનો અવાજ આવ્યો. ઉભો થવાની કોશિશ કરીને એ સોફામાં બેઠો અને વિકીને બૂમ પાડી. વિકી,,,, તું અહીંયા છે હજી????'

'યેસ ભાઈ. તને હોશ આવી ગયો યાર હું તો બહુ જ ચિંતામાં હતો. તને આ બધું થયું કઈ રીતે? તું ઠીક તો છે ને? ચક્કર તો નથી આવતા ને તને?? તું કાંઈક બોલ તો ખરા.', વિકી એક શ્વાસે બધું જ બોલી ગયો.

'ભાઈ જરા મોકો તો આપ. હાહાહાહાહા........ હા, હું ઠીક છું. તું એમ કહે પહેલા કે 'હેલન માં' ક્યાં છે??????' ભૂખ લાગી છે એટલે જમવું પડશે પછી બધી વાત કરીએ અને આ જરાક માથું ભારે લાગે છે એટલે જમીને ડૉક્ટરને કોલ કરી લઈએ પછી નિરાંતે વાતો કરીએ.'

એટલામાં હેલન આવી અને જેકીની ખબર પૂછી પછી બધા જમવા બેઠા ત્યાં જ ખતરનાક અવાજ આવ્યો જાણે કે ગોળીબાર થતો હોય એવો અવાજ, અને આખા ઘરમાં એ અવાજ ગુંજી રહ્યો. ખૂબ ગભરાયેલા અવાજે વિકીએ ચીસ પાડી અને હેલન -જેકી પણ ગભરાઈ ગયા.

* શેનો હશે એ અવાજ?
* હવે શું નવું જોવાનું છે વિકીને?
* જેકી ખરેખર કાંઈક મુસીબતમાં છે?
* શું હેલનનો કોઈ પ્લાન છે?
* વિકી-જેકી બંને દોસ્તારના જીવનમાં નવા વર્ષના મેઘધનુષના રંગો કેવા હશે એ જોવા વાટ જોઇશુ આગળના ભાગની.
ત્યાં સુધી આપણા અભિપ્રાયની રાહમાં અને આપણા વિચારોને ખુલ્લામને વહાવી આગળની સ્ટોરી તમારા મતે શું હોઈ શકે એ કહો તો વધારે મઝા આવશે.

-બિનલ પટેલ
૮૭૫૮૫૩૬૨૪૨