Vasna ni Niyati - 8 books and stories free download online pdf in Gujarati

વાસનાની નિયતી - 8

વાસનાની નિયતી - 8

નિમીષ ઠાકર

વાર્તા વિશે : આ વાર્તા સોરઠ પ્રદેશનાં એક ગામની સત્યઘટના પર આધારિત છે. આ ઘટનાનાં પત્રો હાલ ભાવનગરમાં રહે છે. તમામ પાત્રો અને ગામોનાં નામો બદલી નાંખવામાં આવ્યા છે. જોકે, જેનીલની ઘટનાનો ભાગ સંપૂર્ણપણે કાલ્પનિક છે. પરંતુ ત્યારબાદ તોરલનું ખેતરમાં કામ કરતા મજૂર સાથેનું તેમજ અન્ય સ્ખલનની ઘટનાઓ સાવ સાચી છે. વાસના કેવી રીતે ચારિત્રયહીનતાનું સ્વરૂપ ધારણ કરી લે છે. એ દર્શાવવાનો આ પ્રયાસ છે. આ ઘટનાને વાર્તાનું સ્વરૂપ આપવાનો ઉદ્દેશ આજની ભોગવાદી યુવા પેઢીને તેનાં દુષ્પરિણામો વિશે માહિતગાર કરવાનો છે. આપનાં પ્રતિભાવો કે સુચનો આપવાનુ઼ ચૂકશો નહીં. “ ”

***

આદિવાસી સ્ત્રીનાં વેશમાં જયદેવને મળવા ચાલી નિકળેલી તોરલની ચાલમાં અજબ જેવો થનગનાટ હતો. વળી હવે તેણે બાપાનાં ચોકીપહેરાને ધરાશાયી કરી દીધો હતો. લોહી ચાખી ગયેલો રામકો પોતે ઇચ્છે એમ કરશે એની તેને ખાત્રી હતી. તે કાયમનાં સ્થળે જઇ પહોંચી. જયદેવ તેની વાટ જોતો ઝાડ નીચે બેઠો હતો. તોરલને જોઇ તે ઉભો થઇ ગયો અને દોડીને પોતાનાં બાહુપાશમાં જકડી લીધી. તોરલ પણ થોડા દિવસનાં વિરહ પછી તેને મળતી હતી. આથી તે પણ જયદેવને વળગી પડી. પોતાનાં પ્રિયપાત્રને મળવાનાં વિરહ પછી હૃદયે લગાડવાની તરસ બંનેને એકસરખી લાગી હતી. થોડીવાર બંને એકબીજાને વળગીનેજ ઉભા રહ્યા. જાણે આ ઘડી ફરી ક્યારેય મળવાની ન હોય એવો તલસાટ બંનેના મનમાં હતો.

થોડીવાર પાછી બંનેએ એકબીજા સામે જોયું. આજે તોરલનું રૂપ સોળેકળાએ ખીલ્યું હતું. આદિવાસી સ્ત્રીનો પહેરવેશ તેના અંગ ઉપાંગોને ઢાંકીનેય જયદેવને ઉત્તેજીત કરી મૂકે એ હદે ઉજાગર કરતા હતા. જયદેવે તેને કમરથી પકડી ઉંચી કરી અને તેના હોઠ પર પોતાના હોઠ ચાંપી દીધા. તોરલે પણ બંને હાથો વડે જયદેવનો ચહેરો પકડ્યો. પહેલાં હોઠ પર, પછી બંને ગાલે, હડપચીએ, બંને કાન પાસે, ગળે, એમ બધે પોતાનાં અધરોની છાપ છોડતી ગઇ. સામેપક્ષે જયદેવ એટલોજ ઉત્તેજીત થતો ગયો.

‘હવે નહીં રહેવાય જાન.’

‘તો હવે કોણ રોકે છે. હું તો તમારીજ છુંને ? આ રહી. મારાથીયે નથી રેવાતું મારા જય’ કહી તોરલે એક દીર્ઘ ચૂંબન કર્યું. બંને ઝાડની ઓથે ઉભા હતા. એકબીજાને વળગેલી સ્થિતીમાંજ તેઓ ધીમે ધીમે પ્રેમ ચેષ્ટાઓ કરતા રહ્યા અને જમીન તરફ વળતા રહ્યા. થોડીવારનાં ફોરપ્લે પછી તોરલને ધીમેથી જમીન પર સુવડાવી જયદેવે તેની આદિવાસી ચોલીની દોરી ખોલી નાંખી. અને તોરલનાં સ્તનયુગ્મને પોતાની હથેળી વડે સહેલાવવા લાગ્યો. તેની આંખોમાં રહેલી અગ્નિને પીછાણી તોરલે તેને પોતાના તરફ ખેંચ્યો. જયદેવ તોરલ પર ઢળી પડ્યો. બંનેનાં હોઠ ભીડાઇ ગયા. બંને યુવા શરીરો એકબીજા સાથે ઘસાતાં કામવાસના એકદમ ભડકી ઉઠી અને બેઉ એકમેકમાં સમાઇ ગયાં. અડધી કલાક સુધી બંનેમાં જાણે કે, કામદેવ અને રતિ પ્રવેશી ગયાં.

કામનો આવેગ ઓસરી ગયા બાદ તોરલ અને જયદેવ મીઠા ઘેનમાં સરી પડ્યા હોય એમ એજ સ્થિતીમાં રહ્યા. થોડીવાર પછી બંને ઉઠ્યા. અને કપડાં સરખાં કરી ફરી એકબીજાને ચૂંબન કર્યું.

‘હવે થોડા દિવસ આપણે નહીં મળી શકીએ’ જયદેવે કહ્યું.

‘કેમ’ ? તોરલે ચમકીને પૂછ્યું.

‘મારી તોરલરાણીને પરણવા કાંઇક તો કરવું પડશે ને ?’ જયદેવે તેના ગાલે હળવેથી હાથ ફેરવ્યો.

‘શું કરવાનાં છો’ ? તોરલે પૂછ્યું

‘જૂનાગઢ જાઉં છું. પોલીસમાં ભરતી છે. જોઉં નસીબે યારી આપી તો એક વર્ષમાં તને મારી ઘરવાળી બનાવીશ.’ જયદેવે પૌરૂષી નિર્ધાર વ્યક્ત કર્યો.

‘પછી અહીં મારે દિવસો કેમ કાઢવા. તમે તો ત્યાં કામમાં ડૂબી જશો.’ તોરલે છણકો કર્યો.

‘બસ એકાદ વર્ષની જ તો વાત છે. અહીંજ રહીશ તો તારા બાપા લગ્નની હા કેવી રીતે પાડશે ?’ જયદેવે કહ્યું.

‘એ તો આમેય હા નથી પાડવાના. પણ તમે ત્યાં પાછી બીજી કોઇ હારે લફરું ન કરી બેસતા’ તોરલે આંખોમાં આજીજી સાથે જયદેવની આંખોમાં પોતાની આંખો પરોવી.

‘ધીરજ રાખ. હું કોઇનો નથી થવાનો સમજી. તું કહે એના સોગંદ. હવે જીવનમાં તારા સિવાય બધી મા-બેન સમાન. પણ તો પછી તારેય અહીં કોઇની નથી થવાનું. મારી વાટ જોવાની. વચન આપ.’ જયદેવે હાથ લાંબો કર્યો. તોરલે તેના હાથમાં હાથ મૂકી દીધો. અને બંને એકબીજાને આજીવન વફાદાર રહેવાનાં સોગંદ ખાધા.

તોરલ પાછી પોતાની વાડીએ આવી. અને જે રીતે બહાર ગઇ હતી એજ રીતે રામકાને બોલાવી રૂમમાં જઇ બહારથી બંધ કરાવી દીધું. કપડાં બદલી પાછા રામકાને બારીમાંથી આપી દીધા.

***

તોરલથી છૂટો પડી જયદેવ ઘેર આવ્યો. અને બીજા દિવસે પોલીસની ભરતીમાં જવા તૈયારી કરવા લાગ્યો. જૂનાગઢ પહોંચી તેણે સમાજની બોર્ડીંગમાં રોકાવાનું હતું. સામાન તૈયાર કરી તેણે માતા-પિતાના આશીર્વાદ લીધા અને નિકળી પડ્યો.

ભરતીનું ફોર્મ તેણે પહેલાંજ ભરી રાખ્યું હતું. આથી કોલ લેટર આવી ગયો હતો. પ્રમાણપત્રોમાં ખાસ કાંઇ હતું નહીં. ફક્ત એસએસસીની માર્કશીટ હતી. તેના જોર પર લડવાનું હતું. બાકી ફીઝીકલ ટેસ્ટમાં તો તે પહોંચી વળે એવો હતો. તેને ફક્ત લેખિત પરીક્ષાની ચિંતા હતી. પણ પડશે એવા દેવાશે માની તે જૂનાગઢ આવ્યો. બીજા દિવસે ફીઝીકલ ટેસ્ટમાં તેને અપેક્ષા મુજબજ વાંધા ન આવ્યો. રનીંગ, પુશ અપ્સ, લોંગ અને હાઇજમ્પ, હાઇટ, વજન, છાતી, વગેરે તમામ કોઠા તેણે પાર કરી લીધા. હવે ફીઝીકલ ટેસ્ટનું રીઝલ્ટ આવે પછી લેખિત પરીક્ષા આપવાની હતી. આથી તે મંગલપુર પાછો આવ્યો. અને વાડીએ કામની સાથે તે લેખિત પરીક્ષાની તૈયારી પણ કરવા લાગ્યો. તોરલને પરણવાનું ઝનૂન હવે તેના પર સવાર થયું હતું. એક વખતનો ઠોઠ નિશાળિયો ગણાતા જયદેવને લેખિત પરીક્ષા પાસ કરવાની લગની લાગી હતી. તેને મહેનત કરતો જોઇને ઘરના પણ સહુ હરખાતા. ભણવામાં વિક્ષેપ ન આવે એટલે તેણે તોરલને મળવાનું પણ ટાળ્યું.

આખરે ફીઝીકલ ટેસ્ટનું રીઝલ્ટ આવ્યું. જેમાં તે પાસ થયો હતો. અને હવે લેખિત પરીક્ષા માટે ફરી જૂનાગઢ જવાનું હતું. ભારે ઉચાટ સાથે તે ગયો. અને પરીક્ષા પણ આપી. હવે તેણે ફક્ત વાટ જોવાની હતી.

તે પાછો મંગલપુર આવીને ખેતીનાં કામે વળગી ગયો. તેણે તોરલને બે વખત મળવા બોલાવી અને પરીક્ષાની વાત કરી દીધી. બંનેએ મનોમન ઇશ્વરને પ્રાર્થના કરી કે પાસ થઇ જવાય તો સારું. બંનેએ એ વખતે મનભરીને શરીર સુખ પણ માણ્યું.

એક દિવસ બંને વાતો કરતા હતા ત્યારેજ તોરલને જોરદાર ઉબકો આવ્યો. જયદેવ ગભરાયો. તોરલે કહ્યું, આપણા પ્રેમનું બીજ પાંગરી રહ્યું છે. જયદેવને ચિંતા થઇ. તોરલ કેવી રીતે પોતાને છૂપાવશે. પણ તોરલે કહ્યું, ‘ચિંતા કરોમા. હું એબોર્શન કરાવી લઇશ.’ તોરલ જયદેવ થકી આ બીજી વખત સગર્ભા બની હતી. અગાઉ પણ એકવખત તેને જયદેવ સાથેનાં સંબંધોથી ગર્ભ રહ્યો હતો. પણ એબોર્શન બાદ તે દરેક સંવનન બાદ સાવધાની રાખતી. આ વખતે જોકે, તેને બાપા વાડીમાં પૂરી રાખતા હોવાથી સાવધાની નહોતી રાખી શકી. જોકે, હવે તેના પરથી કડક ચોકી પહેરો ઉઠ્યો હતો. એ બીજાજ દિવસે ગામનાં સરકારી દવાખાને ગઇ અને ફરી છૂટકારો મેળવી આવી. આ વખતે તેને લેડી ડોક્ટરે ચેતવણી પણ આપી. લગ્ન પહેલાં બહુ અતિરેક સારો નહીં. આ તું બીજી વખત એબોર્શન માટે આવી છો. હવે ધ્યાને રાખજે. ભવિષ્યમાં બાળક રહેવાની તકલીફ પડી શકે છે. આ વાત તેણે જયદેવને કરતાં બંનેએ હવે સંયમ રાખવાનું નક્કી કર્યું હતું. જોકે, બંનેએ મનભરીને શરીર સુખ માણ્યું હોઇ હવે તેઓ પોતાના પર કંટ્રોલ રાખી શકે એમ હતા.

***

બે મહિના બાદ એક દિવસ જયદેવને મળવા જતાંજ જયદેવે તેને બથ ભરી ચૂમીઓથી નવડાવી નાંખી.

‘અરે..અરે.. શું છે કહો તો ખરા.’ જયદેવથી અળગી થતાં તે બોલી.

‘મારી રાણી હું કોન્સ્ટેબલની પરીક્ષામાં પાસ થઇ ગયો. હવે ટ્રેનીંગમાં જવાનું છે. આજથી બરાબર આઠ મહિના ટ્રેનીંગ અને પછી પોસ્ટીંગ. હવે આપણને લગ્ન કરતાં કોઇ નહીં રોકી શકે.’ જયદેવે ઉત્સાહભેર કહ્યું. એ સાંભળી તોરલ તેને પ્રેમથી ભેટી પડી.

‘મારા જય. હવે મને માનભેર તેડી જજો. હવે તો લગ્ન પછીજ આપણે સંબંધ બાંધીશું.’ તોરલની આંખોમાં સુખી લગ્નજીવનનાં સપનાં અંજાઇ ગયાં. બંને રાજી થતાં થતાં એકબીજાથી છૂટા પડ્યા. જયદેવ ત્યારપછી પાંચમા દિવસે જૂનાગઢ પોલીસ ટ્રેનીંગ કોલેજમાં કોન્સ્ટેબલની ટ્રેનીંગ માટે નિકળી ગયો.

(ક્રમશ:)

નિમિષ ઠાકર, જૂનાગઢ,

મો. 9825612221