Vasnani Niyati - 10 books and stories free download online pdf in Gujarati

વાસનાની નિયતી - પ્રકરણ-૧૦

વાસનાની નિયતી-10

  • નિમીષ ઠાકર

મો. 9825612221, ઇ મેઇલ : nimishthakar.divyabhaskar@gmail.com


મિહીર તરફથી ના આવ્યા બાદ તોરલને હાશ થઇ ગઇ. તો એક વખત લોહી ચાખી ગયેલા રામકાથી કેવી રીતે પીછો છોડાવવો ? આ તરફ જયદેવ પણ ટ્રેનીંગમાં વ્યસ્ત છે. તેની ટ્રેનીંગ પૂરી થવામાં છે. હવે વાંચો આગળ…

_____________________________________________________________________________


આજે તોરલનાં મનને ક્યાંય ચેન નહોતું પડતું. રામકાને લાલચ આપવી તેને ભારે પડી ગઇ હતી. તેનો ઉપાય કેમ કરવો ? જોકે, તેનો સહવાસ તેને અકળાવતો નહોતો. પણ પોતે જયદેવની છે એ વાત તેના મનને કોરી ખાતી હતી. જયદેવ તેને રોજ સપનામાં આવતો. બંને જાણે લગ્ન કરીને એકબીજાનાં થઇ ગયાં હોય, જયદેવ નોકરી કરીને આવે ત્યારે પોતે તેને વેલની જેમ વળગી પડે, પછી બંને મનભરીને ભરપૂર પ્રેમમાં ડૂબી જાય એવા ખ્યાલોમાં તે રાચતી રહેતી. સાથે ઘરનું કામ પણ કરતી.

એકવાર ફરજીયાત વાડીએ જવું પડ્યું ત્યારે રામકાએ તેને ઇશારાથી બોલાવી. તેણે કમને મળવું પડ્યું.

“બોલ શું છે ?” તોરલે સપાટ અવાજે પૂછ્યું.

“હવે હું તને ક્યારેય નહીં બોલાવું.” રામકાએ કહ્યું.

“શું ?” તોરલને હજીયે પોતાના કાન પર વિશ્વાસ નહોતો બેસતો. “સાચું બોલે છે તું ?” તોરલે ફરીથી પૂછ્યું.

“હા. હું હવે જાઉં છું. મારા વતનમાં. ત્યાં રાધા મારી વાટ જોતી હશે.” એમ કહેતી વખતે રામકાની આંખોમાં આવેલી ચમક તોરલથી છૂપી ન રહી. “કોણ રાધા ?” તેણે પૂછ્યું.

“મારી પત્ની, મારી જીંદગી, મારો જીવ” રામકો એકસાથે બોલી ગયો. તેના અવાજનો ઉમળકો જ કહે તો હતો કે રામકો રાધાને બેહદ ચાહતો હતો.

“તો પછી તું મને શા માટે હેરાન કરતો હતો ?” તોરલે તેને પૂછી નાંખ્યું.

“અમારા કબીલામાં આ બધું સામાન્ય છે. મેં તો લગ્ન પહેલાં અમારા કબીલાની અનેક છોકરીઓ સાથે સંબંધો રાખ્યા હતા. એ બધું અમાર જીવનનો એક ભાગ છે. પણ રાધાને સારા દિવસો હતા એટલે એ ત્યાં હતી. તેની યાદ બહુ સતાવતી હતી. એમાં તેં સામેથી ઇજન અાપીને મને વિહ્વળ બનાવી દીધો. પછી રહેવાતું નહોતું. એટલે. બસ, હવે એક અઠવાડિયામાં હું પાછો વતન જાઉં છું. હવે અહીં પાછો પણ નહીં આવું. આજ કહેવા તને બોલાવી હતી.” રામકાએ તેને વિગતે વાત કહી. તોરલને મનમાં હાશ થઇ ગઇ. તેને તો ટાઢા પાણીએ રામકા નામની ખસ ટળી ગઇ હતી. વળી આ વાત એ બંને વચ્ચેજ રહેવાની તેને ખાત્રી પણ થઇ ગઇ.  

એવામાં એક દિવસ તેના બાપા ઘરમાં વાત કરતા સંભળાયા, રામકો હવે જાય છે. એટલે રખોપું કરવા કોકે ખેતરે રાતવાસો કરવો પડશે. બાપા તોરલનાં બંને ભાઇઓને કહેતા હતા. તોરલે કાન સરવા કર્યા. જયદેવની ટ્રેનીંગ હવે પૂરી થવામાં હતી. તેના માર્ગમાંથી કોઇ પ્રયત્ન વિનાજ રામકાનો કાંટો નિકળી ગયો. મનોમન હાશ અનુભવતી તે પોતાનાં ભાગે આવેલું ઘરનું કામ કરવા લાગી. જોતજોતામાં 20 દિવસ નિકળી ગયા. એક દિવસ એ સહેલીઓ સાથે નદીએ ન્હાવા ગઇ હતી. રોજ કપડાં બદલવાની જગ્યા નક્કીજ હતી. જ્યાં સૌથી પહેલાં પોતે જયદેવને મળી હતી. અને બંનેએ સ્વર્ગીય સુખ માણ્યું હતું. આજે જેવી તે ન્હાઇને બહાર આવી અને ભીના કપડાં બદલવા તે ભેખડના ખાંચામાં મોટા પથ્થર પાછળ ગઇ કે, બે મજબૂત હાથ પાછળથી તેની કમર ફરતે વીંટળાયા. તેણે ચોંકીને મોઢું ફેરવ્યું અને આશ્ચર્યથી બોલી ઉઠી, “તું..તમે ?” જયદેવે તેને પોતાની તરફ ફેરવી અાશ્લેષમાં લઇ લીધી. બંનેનાં હોઠ ભીડાઇ ગયા. લાંબા વિયોગ પછી બંને ફરી મળ્યા હતા. મન ભરીને એકબીજાનાં અધરો નો રસાસ્વાદ માણી જયદેવે કહ્યું, “સાંજે આપણી કાયમની જગ્યાએ મળવા આવી જજે.” નદી કિનારે બીજી સ્ત્રીઓ પણ હતી એટલે જયદેવે લાંબી વાત કરવાનું ટાળ્યું. તે ફક્ત તોરલને એટલોજ સંદેશો આપવા માંગતો હતો કે, હવે પોતે પાછો અાવી ગયો છે. તે ત્યાંથી ફરી પાછો સરકી ગયો.

“ભલે” કહી તોરલ પણ તેને પાછો જતો જોઇ રહી. પછી કપડાં બદલે ઘેર અાવી. આજે તેના આનંદનો કોઇ પાર નહોતો. પ્રિયતમનાં વિયોગનો હવે અંત આવ્યો હતો. એટલુંજ નહીં, જયદેવ શારિરીક રીતે જેટલો સશક્ત હતો એટલોજ ડેરીંગવાળો હતો. વળી તેને નોકરી પણ પોલીસમાં મળી ગઇ હતી. આથી બંનેનાં પ્રેમલગ્નને કોઇ નડે તો જયદેવ ભરી પીવે એવો હતો. બંને સાંજે ફરી મળ્યાં.

“બસ, જયદેવ હવે લગ્ન કર્યા વિના ક્યાંય નહીં જતો” મળતાંવેંત જયને વેલની જેમ વીંટળાઇ વળેલી તોરલે તેની છાતીમાં મોઢું છૂંપાવીને કહ્યું.

“મારી તોરલરાણી, બધી તૈયારી મેં કરી લીધી છે. હવે બસ થોડાજ દિવસ. ટ્રેનીંગમાંથી તો પાસ આઉટ થઇ ગયો. હવે એકવાર પોસ્ટીંગ થઇ જવા દે. મારાજ વિસ્તારનાં ગામમાં તલાટી મંત્રી સાથે ગોઠવણ કરી લઇશ. તરત આપણાં લગ્ન ચોપડે ચઢાવી દેશે.” કહી જયદેવે બે આંગળીઓ વડે તોરલની હડપચી ઉંચી કરી તેના હોઠ પર પોતાના હોઠ ચાંપી દીધા. મહિનાઓનો વિયોગ શરીરમાં જ્વાળામુખી બનીને ભભૂકી ઉઠ્યો હોય એમ થોડીજ વારમાં બંને કામાતૂર થઇ ગયાં. તોરલને કમરથી પકડી જયદેવે ઉંચી કરી પાગલની માફક ચુંબનોથી નવડાવી નાંખી. તોરલે પણ બંને હાથ જયદેવના ગળામાં ભરાવી મિલનનો આનંદ માણી રહી હતી. ધીમે ધીમે બંને એકબીજાનાં શરીર પરનો કાબુ ગુમાવી રહ્યા હતા. જયદેવે તોરલને ધીમે રહીને જમીન પર નજાકતથી સુવડાવી. વૃક્ષોનાં ખરી ગયેલાં પાનની પથરાયેલી ચાદરની કૂંપળો તોરલનાં શરીરને અડપલાં કરી રહી હતી. વનસ્પતિની પથરાયેલી કુદરતી ચાદર પર લેટેલી તોરલ પર જયદેવ ઝૂક્યો. શરીર સુખની અધિરાઇ બંનેને ચેન લેવા દે એમ નહોતી. બંને એકબીજાનાં આશ્લેષમાં સમાઇ ગયાં. જયદેવનાં હોઠ તોરલનાં અધર, હડપચી, કાનની બુટ, પર કામાગ્નિ ભડકાવતી છાપ છોડી રહ્યા હતા. સાથે તેના હાથ તોરલની પીઠ પરથી આગળ સરી તેનાં સ્તન યુગ્મને પંપાળી રહ્યાં. ધીમે ધીમે બંને એકબીજાનાં શરીર પરથી વસ્ત્રોનાં આવરણ દૂર કર્યા. કામવાસનાના આ ખેલમાં જાણે બંને એકબીજાને હરાવવા મથી રહ્યાં. અડધી કલાક સુધી એકબીજા સાથે ભરપૂર સંવનન માણ્યા પછી બંને પરિતૃપ્તીનાં ઘેનમાં સરી ગયાં. વનવગડાની શાંતિને ખલેલ પાડતાં પક્ષીઓનાં ગુંજારવે બંનેને ફરી પાછા વર્તમાનમાં લાવી દીધા. કપડાં સરખાં કરી બંને ઝાડનાં થડને અઢેલીને ત્યાંજ બેઠા રહ્યા.

“હવે ક્યાં સુધી આમ સંતાઇને મળશું. મારા સરતાજ..” તોરલે ટહુકો કર્યો.

“બહુ જલ્દી અમારા ઓર્ડર નિકળવાનાં છે. મને ભાવનગર જિલ્લો મળશે.” જયદેવે કહ્યું.

“કેમ ભાવનગર ? અહીં આપણા જિલ્લામાં પોસ્ટીંગ લેવાયને.”

“ત્યાં અાપણને ક્વાર્ટર મળશે. ભાગીને લગ્ન કરીને દૂર જતા રહેવું સારું. આપણે બેજ રહીશું. જીંદગીનો પૂરો આનંદ માણીશું. આખો દિવસ મનભરીને પ્રેમ કરીશું. અને રાત્રે...” કહી જયદેવે તોરલ સામે જોઇ આંખો મીચકારી.

“છટ. લુ્ચ્ચા નહીં તો.. આખો દિવસ પ્રેમ કર્યા કરશો તો નોકરી કોણ કરશે ? ઘર કેમ કરીને ચાલશે ?”

“એમાં એવું છેને કે, મારી સાથે ટ્રેનીંગમાં અમારા સમાજનાં મિત્રોની ટોળકી હતી. બેરેકમાં અમે સાથેજ રહેતા, સાથે જમતા અને ટ્રેનીંગમાં પ્લાટુન પણ એકજ હતી. એ બધા ભાવનગરના હતા. આપણા પ્રેમની પણ તેમને ખબર છે. એ બધાએ કહ્યું, ભાવનગર આવી જા. લગ્નથી લઇને બધી સવગડ થઇ જશે. નોકરીમાં પણ બધુ વાંધો નહીં આવે. અમારું આખું ગૃપ બની ગયું. એટલે મેં પણ ભાવનગર જિલ્લો પસંદ કર્યો.” જયદેવે તોરલનાં લીસા ગાલને પંપાળતાં કહ્યું.

“ચાલો જઇશું હવે ? ઘેર જવામાં મોડું થઇ જશે. જ્યાં સુધી મને તમારી પત્ની નહીં બનાવો ત્યાં સુધી તો ઘેર ટાઇમસર જવું જ પડશે ?” કહી તોરલ ઘેર જવા ઉઠી. જયદેવ પણ આવનાર દિવસોનાં સ્વપ્ન જોતો ઘેર ગયો. એક વાત હવે બંને માટે રાહતરૂપ હતી. જયદેવ હવે નોકરીએ લાગી જવાનો હતો. આથી ભવિષ્યની કોઇ ચિંતા નહોતી. બસ હવે દિવસોજ કાઢવાનાં હતા. જોકે, એ સમયગાળો બહુ લાંબો ન ચાલ્યો.

તોરલને નદીએજ જયદેવની બાજુમાં રહેતી તેની સહેલીએ કહ્યું, અહીંથી સીધીજ જયદેવને મળવા જજે. તેણે તને અત્યારેજ મળવા બોલાવી છે. તોરલને ધ્રાસ્કો પડ્યો. મનમાં ઉચાટ સાથે એ કપડાં સમેટીને રોજીંદા સ્થળે પહોંચી.

(ક્રમશ:)