Vasnani Niyati - 6 books and stories free download online pdf in Gujarati

વાસનાની નિયતી - 6

વાસનાની નિયતી - 6

નિમીષ ઠાકર

વાર્તા વિશે : આ વાર્તા સોરઠ પ્રદેશનાં એક ગામની સત્યઘટના પર આધારિત છે. આ ઘટનાનાં પત્રો હાલ ભાવનગરમાં રહે છે. તમામ પાત્રો અને ગામોનાં નામો બદલી નાંખવામાં આવ્યા છે. જોકે, જેનીલની ઘટનાનો ભાગ સંપૂર્ણપણે કાલ્પનિક છે. આ ઘટનાને વાર્તાનું સ્વરૂપ આપવાનો ઉદ્દેશ આજની ભોગવાદી યુવા પેઢીને તેનાં દુષ્પરિણામો વિશે માહિતગાર કરવાનો છે.

"એ કોણ હતું દિયરજી ?” સોનલે સવાલ કર્યો."”

"મારી ક્લાસમેટ હતી. અહીંજ રહે છે. ઘણાં વખતે મળ્યાં એટલે મને છેક ઘર સુધી મૂકી ગઇ." જેનીલે વગર પૂછ્યે ખુલાસો કર્યો. સોનલ તેનાં હાવભાવ બરાબર નીરખી રહી હતી.

"મેં એ ક્યાં પૂછ્યું દિયરજી." સોનલે ભવાં ચઢાવી કહ્યું.

"ઓહ" જેનીલે ફક્ત એટલુંજ કહ્યું અને તેનાથી નજરો ફેરવી લઇ બીજા રૂમમાં જતો રહ્યો. સોનલને તેમાં કશુંક અજૂગતું લાગ્યું હોય કે કેમ ? પણ મનોમન તે કંઇક ગણતરી કરી રહી. અને પછી પોતાનાં કામમાં પરોવાઇ ગઇ.

બીજા દિવસે જેનીલ ફરીથી લવલીને મળ્યો. તેની સાથે પરણવાની ચોક્કસ ગણતરીએ એક પછી એક ડગલાં માંડવાનું તેણે મનોમન નક્કી કરી લીધું હતું. બીજા દિવસે પણ લવલી તેને માસીને ઘેર મૂકવા આવી. આ વખતે જેનીલ તેને ઘરમાં પણ લાવ્યો. અને માસી સાથે ઓળખાણ પણ કરાવી. લગભગ અઠવાડિયા સુધી આમ ચાલ્યું. વચમાં એક દિવસ સોનલે ટકોરેય કરી "દિયરજી શહેરની ફેશનેબલ છોકરીને જોઇને પલળી ગયા કે શું ?" એ વખતે જેનીલે હસીને વાત ટાળી દીધી હતી. પણ હવે તે લવલી સાથે ઝડપથી સંબંધમાં આગળ વધવા માંગતો હતો. અને તેથીજ આજે તેને મળતી વખતે પ્રેમનો એકરાર કરવાનું તેણે નક્કી કરી નાંખ્યું હતું. આમેય લવલી ફોરવર્ડ વિચારો ધરાવતી હતી.

"લવલી આઇ નીડ ટુ ટેલ યુ સમથીંગ ઇમ્પોર્ટન્ટ" લવલી રોજની માફક મળતાંજ જેનીલે તેને કહ્યું.

"વોટ ઇમ્પોર્ટન્ટ ? તું શું કહેવા માંગે છે ?" લવલીએ ઉત્સુકતાથી પૂછ્યું.

"જો લવલી, તને ખબર છે હું મેરેજ કરવા માટેજ ઇન્ડિયા આવ્યો છું. મને મારા મમ્મી-પપ્પા તરફથી મને ગમતી છોકરી સાથે મેરેજ કરવાની છૂટ છે. મને તું ગમે છે. અને હું તારી સાથે મેરેજ કરવા માંગું છું." જેનીલે સીધો જ ધડાકો કરી નાંખ્યો. લવલી માટે આ ધડાકો ઓચિંતો જ હતો. જેનીલ તેને ગમતો એ વાત સાચી. રોજ તેને મળવા આવતી એ પણ ખરું, પણ જેનીલ આટલી જલ્દી પ્રપોઝ કરશે એની તેને કલ્પના નહોતી.

"આઇ...આઇ… કાન્ટ બિલીવ જેનીલ…. યુ પ્રપોઝ્ડ મી ? આર યુ સીરીયસ ?" લવલીને શબ્દો નહોતા મળતા.

"યસ, આઇ એમ સીરીયસ. શું તું મને પસંદ કરીશ ? અફકોર્સ કોઇ ફોર્સ નથી. કદાચ તું ના પાડે તો પણ મને ખોટું નહીં લાગે. અને આપણી ફ્રેન્ડશીપ પણ અકબંધજ રહેશે. બટ, યુનો આઇ હેવ નો લોન્ગ ટાઇમ ટુ ટેઇક ડીસીઝન ઇન ધીસ મેટર." જેનીલે પોતાની સાઇડ સ્પષ્ટ કરી નાંખી. હવે દડો લવલીનાં કોર્ટમાં હતો.

"જેનીલ, હજુ તો આપણે મળ્યા. આપણે એકબીજાને પૂરું સમજ્યા પણ નથી. આઇ લાઇક યુ. બટ મને તું થોડો સમય તો આપ. આઇ હેવ નોટ લુક્ડ યુ ઓન ધેટ મીન્સ." લવલીએ રીક્વેસ્ટ કરી.

"ઓકે બેબી. ડન. તું મને કેટલા દિવસમાં જવાબ આપી શકે ?" આજે જેનીલ વાતને ક્લીયર કરવા માંગતો હતો. તે ઇચ્છતો હતો કે, લવલી સાથેનાં સંબંધમાં પોતે જલ્દી નિર્ણય પર આવી જાય. જો લવલી પણ તોરલની માફક બીજા કોઇની થઇ ચૂકી હોય તો પછી પોતે મમ્મી-પપ્પાને પોતાનાં માટે છોકરી શોધવાનું કહી શકે. ત્યારપછી બંનેએ આડી અવળી વાતો કરી. બંને ત્યાંથી ઉઠ્યાં, રાબેતા મુજબજ લવલીએ જેનીલને પોતાનાં એક્ટિવા પર પાછળ બેસાડ્યો. આજે જેનીલના મનમાં લાડુ ફૂટતા હતા. જોકે, બંને વચ્ચેની વાતો જેનીલનાં એકરાર બાદ મર્યાદિત થઇ ગઇ હતી.

"ત્યાં લઇ લે." જેનીલે એક આઇસ્ક્રીમ પાર્લર પર બાઇક રોકાવી.

"વ્હોટ હેપન્ડ." લવલીએ પૂછ્યું.

"આજે તારી સાથે આઇસ્ક્રીમ ખાવો છે."

"વાત કરીને હજુ નથી ધરાયો ?" લવલીએ મજાકનાં મૂડમાં પૂછ્યું

"બસ, તને જોયા કરવી છે." જેનીલે એજ ટોનમાં જવાબ આપ્યો. અને એક ટેબલ પર સામસામા બેસી ગયા. જેનીલે છોકરાને ઓર્ડર આપી દીધો. અને પછી હડપચીને એક હાથ પર ટેકવી તે મુગ્ધભાવે લવલીને જોઇ રહ્યો.

"ક્યારેય સુંદર છોકરી જોઇ નથી ?" લવલી ચીડાઇ ગઇ.

જેનીલ ફક્ત તેની સામે જોઇને હસ્યો.

"ઓ..હલો.. મિસ્ટર.. હું હવામાં વાત નથી કરતી. તારી સાથે વાત કરી રહી છું." જેનીલની આંખો સામે ચપટી વગાડતાં લવલી બોલી.

પણ જેનીલને લવલી જેમ ગુસ્સે થાય એમ મજા આવતી હતી. એટલામાં આઇસ્ક્રીમ આવી ગયો. બંનેએ ચમચી ભરી. લવલીએ આઇસ્ક્રીમ પોતાનાં મોઢામાં મૂક્યો. પણ જેનીલે ચમચી ભરી સીધીજ લવલી સામે ધરી દીધી.

મોઢામાં મૂકેલો આઇસ્ક્રીમ મમળાવતાં લવલી મનોમન જરા ગુસ્સે થઇ. બસ, જરાવારજ. પછી આસપાસનાં લોકો જુએ નહીં એટલા માટે જેનીલે લંબાવેલી ચમચીનો આઈસ્ક્રીમ મોમાં લઇ લીધો. પછી તે મલકાઇને શરમાઇ ગઇ. જેનીલને આજ જોઇતું હતું.

"હાયે.. યે અદા.. પર તો મેં મર જાઉં…" જેનીલે ફક્ત લવલી સાંભળે એટલા ધીમેથી કહ્યું.

"તો મેં હાં સમઝ લૂં…?" જેનીલે પોતે કરેલા પ્રપોઝનો ઉત્તર માંગ્યો.

લવલીએ સંમતિ આપતી હોય એ રીતે પાંપણો ઢાળી દીધી. જ્યારે ગાર્ડનમાં જેનીલે પ્રપોઝ કર્યું એ વખતે તેણે સમય માંગ્યો હતો. અને આટલી જલ્દી પોતે સંમતિ આપી દેશે એની ખુદ લવલીનેય કલ્પના નહોતી. જોકે, જેનીલ પણ તેની પાસે આટલી જલ્દી પ્રેમનો એકરાર કરાવવાનાં ઇરાદે નહોતો આવ્યો. બસ, આઇસ્ક્રીમની ચમચી ભરતાંજ તેના મનમાં વિચાર ઝબકી ગયો અને તેણે અમલમાંય મૂકી દીધો. જેનું પરિણામ તેની તરફેણમાં આવ્યું. લવલીના મનમાં અચાનકજ તેના પ્રત્યે ચાહત ઉભરાઇ ઉઠી. અને એજ લાગણીને લીધે તેના મોઢા પર શરમનાં શેરડા ફૂટ્યા. તે ફક્ત હસી.

ચાલો હસી કે ફસી. જેનીલ મનોમન બોલ્યો.

"નો બેબી. નોટ ઇન ધેટ વે. પ્લીઝ સે સમથીંગ એબાઉટ યોર ફિલીંગ્ઝ." જેનીલ હવે તેના મોઢે એકરાર સાંભળવા તલપાપડ બન્યો હતો. લવલીએ આઇસ્ક્રીમની ચમમી કપમાં મૂકી દીધી. અને જમણો હાથ જેનીલનાં ડાબા હાથ પર મૂક્યો. જાણે કે, તે પોતાનાં સ્પર્શ થકી પ્રેમની લાગણીઓ પહોંચાડવા ન માંગતી હોય. અત્યાર સુધી તેઓ મળ્યા તેમાં ઘણી વખતે એકબીજાને સ્પર્શ્યા હતા. પણ એ અજાણતાં થઇ જતો સ્પર્શ હતો. પણ આજનાં લવલીનાં સ્પર્શમાં જેનીલને એક ઉષ્મા અનુભવવા મળી. એવી ઉષ્મા જે એક પ્રિયતમા પોતાનાં પ્રિયતમ પ્રત્યે અનુભવતી હોય. સાથે તેની આંખોમાંથી પણ જેનીલ પ્રત્યે પ્રેમ નીતરતો હતો.

"એ..ય કાંઇક તો બોલ." એક પ્રેમીની અદાથી જેનીલે ધીમે પણ નજાકતથી લવલીને કહ્યું. તે પણ લવલીની નાજુક હથેળીને પંપાળી રહ્યો હતો.

બીજી તરફ ખુબજ સ્ટ્રેટ ફોરવર્ડ વિચારો અને બોલ્ડ વર્તન ધરાવતી લવલી અચાનકજ પોતાનામાં એક અજીબ પ્રકારનું પરિવર્તન અનુભવી રહી હતી. તેના માટે છોકરાઓ સાથે વાત કરવી નવી વાત નહોતી. વળી પાછી તે બિન્ધાસત મિજાજની પણ હતી. આજે જેનીલને મળી ત્યારે પણ એજ મૂડમાં હતી. પણ હવેની વાત સાવ જુદી જ હતી. તેણે આજે પ્રેમની લાગણી પ્રથમજ વખત અનુભવી હતી. અત્યાર સુધીમાં કેટલાય યુવાનોએ તેને પ્રપોઝ કર્યું હતું. પણ ક્યારેય જેનીલ પ્રત્યે ઉદ્ભવી એવી લાગણી ક્યારેય નહોતી થઇ.

"ચાલો હવે જઇએ." કોણ જાણે કેમ પણ અત્યાર સુધી જેનીલને તુંકારે બોલાવતી લવલીથી તેને તમેનું સંબોધન થઇ ગયું.

"હાયે.. મેં મર જાવાં…" જેનીલ હવે મસ્તીનાં મૂડમાં આવી ગયો હતો.

"અહીં બધા જુએ છે. ચાલો હવે.." લવલી ઉભા થઇને જેનીલનો હાથ પકડી તેને ખેંચ્યો. જેનીલ તેની પાછળ ખેંચાઇ ગયો. બંને જેનીલની માસીને ઘેર આવ્યા. જેનીલને બહાર ઉતારી લવલી જવા માંગતી હતી. પણ આજે જેનીલ તેને પરાણે ઘરમાં ખેંચી ગયો.

"પ્લીઝ જેનીલ.. આજે નહીં, હજુ મારે મારા પપ્પા-મમ્મીને વાત કરવાની બાકી છે." લવલી એક છૂપો ડર અનુભવી રહી હતી.

"તો કરજેને..? અહીં પણ ક્યાં મારા મમ્પી-પપ્પા હાજર છે. માસા-માસીજ તો છે." હકીકતમાં જેનીલ એક કાંકરે બે પક્ષી મારવા માંગતો હતો. એક તો પોતે છોકરી પસંદ કરી લીધી છે. અને બીજું, આ વાત તોરલને ઘેર પણ પહોંચી જાય તો પોતાને ના પાડવાનો સવાલ જ ન રહે. આથી લવલીને તે હાથ પકડીને ઘરમાં ખેંચી ગયો. લવલી શરમાતી તેની પાછળ ઘરમાં પ્રવેશી. ડ્રોઇંગરૂમમાં માસી અને સોનલ બેઠા હતા. તેને જોઇને માસીનાં ભવાં ખેંચાયાં. લવલીનું હૃદય ધક..ધક.. થવા લાગ્યું.

"હે ભગવાન, હવે શું થશે ?" તે મનોમન બબડી.

જયદેવ અને તોરલ દીર્ઘ સંવનનનો આનંદ માણ્યા બાદ બે દિવસ સુધી મળ્યાં નહોતા. બંને બેચેન હતાં. જયદેવને તો કશો વાંધો નહોતો આવવાનો. પણ તોરલે મનનાં ભાવો છૂપાવવાનાં હતા. તોરલ આ માટે ઘરમાં રહેવાને બદલે વાડીએ કોઇને કોઇ કામ માટે જવાનું વધુ પસંદ કરતી. દિવસમાં એક કે બે વખત વાડીએ અવરજવર કરવી પડે એવાં કામો તે કરતી. બંને વખત જયદેવ તેને મળ્યો હતો. એ વખતે રસ્તામાં બીજા લોકોનીયે અવરજવર હતી. એટલે તેઓએ માત્ર આંખનાં ઇશારે જ કામ ચલાવવું પડતું હતું. ત્રીજા દિવસે તે વાડીએથી પાછી આવી રહી હતી. આજે તેણે વાડીએથી બાપાનાં કપડાં લઇ આવી નદીએ જઇને ધોવાનાં હતા. જયદેવ તેને જોઇ ગયો. સાથે કપડાંની ગાંસડી તરફ તોરલે ઇશારો કર્યો. એટલે જયદેવ મલક્યો. પ્રથમ વાર જ્યાં મળ્યા હતા એજ સ્થળે આજે જવાનું હતું.

તોરલ નદીએ ગઇ અને કપડાં ધોયાં. પછી તે ન્હાઇ અને ભીના કપડેજ જયદેવ સાથે નક્કી કરેલા સ્થળે પહોંચી ગઇ. બિલ્કુલ એવીજ રીતે જેવી રીતે પ્રથમ વખત તેઓ મળ્યાં હતા. જયદેવ રાહ જોઇને જ ઉભો હતો. બંને એકદમજ એકબીજાને વળગી પડ્યાં. જયદેવે તોરલને ચુંબનોથી નવરાવી નાંખી. તોરલે પણ સામે જયદેવની છાતી, હડપચી, દાઢી પર ચુંબનોનો વરસાદ વરસાવી દીધો. તોરલનું સદ્યસ્નાતા રૂપ જયદેવને વિહ્વળ બનાવી રહ્યું હતું. સિંહ માનવીનું લોહી ચાખી ગયા બાદ સૌથી પહેલાં માનવભક્ષીજ બને. એમ જયદેવ અને તોરલ જુવાનીની શરૂઆતમાંજ પ્રેમનાં પંથ પર લાગણીની સાથે શરીર સુખનાં રવાડે ચઢી ગયા હતા. અને દિવસે દિવસે બંનેની એકબીજા પ્રત્યેની બેચેની વધી રહી હતી. પ્રેમ પામ્યા પછી શબ્દો વડે લાગણી વ્યક્ત કરવાની હોય અને લગ્ન બાદ વાસનાનું તત્વ પ્રવેશવું જોઇએ. એ ગત પેઢીનાં પ્રેમીઓની એક આદર્શ સ્થિતી રહેતી. પણ હવેની પેઢીનાં પ્રેમમાં વાસનાનું તત્વ પણ ઉમેરાઇ ગયું છે. એ વાત જયદેવ અને તોરલનાં કિસ્સામાં સાર્થક થતી દેખાઇ રહી હતી. બંનેએ એ દિવસે પણ મનભરીને એકબીજાનાં આકર્ષક શરીરોને ભોગવ્યાં.

થોડા દિવસો સુધી બંનેએ લગભગ રોજ સ્વર્ગીય સુખ માણ્યું. હવે બંનેને તેનો કોઇ છોછ નહોતો રહ્યો. બંને પક્ષે કામવાસના બરાબરની જાગૃત થઇ ચૂકી હતી. તોરલનાં અંગો હવે ભરાયાં હતા. તેના સ્વભાવમાં પણ થોડો ફેરફાર આવ્યો હતો. તો જીભ પણ છૂટી થઇ હતી. બહેનપણીઓ સાથે નદીએ ન્હાતી વખતે કરાતી મસ્તીમાં એક જાતની બોલ્ડનેસ આવી હતી. ગમે એટલો ખ્યાલ રાખવા છત્તાં તેનામાં આવેલા શારિરીક ફેરફારો કોઇથી છાના રહે એવા નહોતા. અંગો ભરાયા હતા. રંગ ખીલ્યો હતો. ચહેરા પરની લાલી ખીલી ઉઠી હતી. અનુભવી મહિલાઓના મનમાં તોરલમાં આવેલા ફેરફારો નોંધાવા લાગ્યા હતા. તોરલ અને જયદેવ કામક્રીડા માણતાં ખરા. પણ તોરલ નિયમીત ટેબ્લેટ લેવાનું ચૂકતી નહોતી. છત્તાંય તેની આંખોનાં ઉલાળા, પગની ચાલનો થરકાટ, સજીને તૈયાર થવું જેવી બાબતોનો ફેરફાર તેની માતા અને ભાભીઓએ પણ જોયો હતો. જોકે, હજી તેઓ જેનીલ સાથે હળીમળીને વાતો કરતી આથી તેના પ્રત્યે ખેંચાણ અનુભવતી હોવાનુંજ ઘરનાં લોકો માનતા હતા. એક દિવસ સોનાબેનને રાજકોટથી જેનીલ અંગેનો ફોન આવીજ ગયો. લવલી સાથે તે લગ્ન કરવાની ઇચ્છા ધરાવતો હોવાની વાત સોનલે તેમને કહી હતી. એ સાંભળી સોનાબેનનાં જાણે કે, બારેય વ્હાણ ડૂબી ગયાં. આખા ઘરમાં નિરાશાનો માહોલ છવાયો. એક સારો છોકરો હાથમાંથી નિકળી ગયાની લાગણી સહુ અનુભવતા હતા એ વખતે તોરલ જોકે, મનોમન જેનીલનો આભાર માનતી હતી. એ વાત તેણે જયદેવને કહી એ સાથે તેને મનમાં ધરપત થઇ. જોકે, હવે લાંબો સમય વાટ જોવાય એમ નહોતું આથી બહુ ઝડપથી કાંઇક કરવું પડશે એમ માની તેણે કામધંધો શોધવાની તૈયારીઓ આરંભી દીધી. આ તરફ એક દિવસ તોરલના ઘરમાં જયદીપ સાથે ચાલતા ચક્કરની ખબર પડી જ ગઇ. અને એ દિવસથી તેના પર ચોકી પહેરો લાગી ગયો. એકલા ક્યાંય જવાનું નહીં, નદીએ પણ ભાભી સાથેજ જવાનું, વગેરે.

એક દિવસ તોરલ બપોરે ભાત દેવા જતી હતી. સાથે તેનો ભાઇ પણ હતો. રસ્તામાં જયદેવે તેને જોઇ. બંનેની આંખો મળી. પણ ભાઇ સાથે હતો. તોરલે ફક્ત આંખનાં ખૂણેથી ભાઇ સામે જોયું. જયદેવ સમજી ગયો. તોરલને ખેતરે મૂકી ભાઇ ઘેર પાછો જતો રહ્યો. તોરલના બાપા બપોરનું ભોજન લઇ ખેતરનાં છેવાડે કામ કરતા હતા. હવે તોરલે અહીંજ રહેવાનું હતું. ખેતરમાં બનાવેલા મેડીબંધ મકાનમાં તેણે રહેવાનું. બહારથી પિતા આગળિયો લગાવી દેતા. ત્યાંથી છટકવાનો મુખ્ય દરવાજા સિવાય બીજો કોઇ માર્ગ નહોતો. તેના પર ખેતરમાં કામ કરવા આવેલા મજૂરોએ દેખરેખ રાખવાની હતી. દાહોદ બાજુનાં આદિવાસી મજૂરો દર વર્ષે સીઝનમાં આ બાજુ આવી જતા. અને ગામની સીમ અથવા જ્યાં કામ કરતા હોય એ માલિકનાં ખેતરમાંજ તંબુ તાણીને રહેતા. આખો પરિવાર ત્યાંજ રહેતો હોય. એ બપોરે મજૂરણ બાઇઓ તંબુમાં રોટલા ઘડતી હતી. બાપા દૂર હતા. તોરલને હવે એકલા બેઠાં જયદેવની યાદ સતાવવા લાગી. તેની સાથે માણેલા સંવનન બાદ હવે તેને એના વિના ચાલે એમ નહોતું. જયદેવ યાદ આવતાંજ તેના શરીરમાં ગરમી દોડવા લાગી. તે ખાટલામાં બેઠી હતી. અને બારીમાંથી ખેતર દેખાતું હતું. થોડીવાર તે આંખો મીંચી ગઇ. અને મનોમન જાણે કે જયદેવનો સ્પર્શ, ફોરપ્લેનો આનંદ મમળાવવા લાગી. તેના શરીરમાં વાસના પ્રવેશી ગઇ. જે ખાટલા પર તે બેઠી હતી. તેની બરાબર સામેજ એક બારીમાંથી ખેતરમાં કામ કરતા મજૂરો દેખાતા હતા. એક મજૂર જરા કસાયેલા શરીરવાળો હતો. તે બારીથી નજીકમાંજ હતો. તોરલ પર ચોકી પહેરો રાખવાનું કામ તોરલનાં બાપાએ તેનેજ સોંપ્યું હતું. તોરલ હવે રહી શકે એમ નહોતી. બે ઘડી તેના મનમાં જયદેવ સાથે બેવફાઇ ન કરવાનો વિચર આવ્યો. પણ તેના મન-શરીરમાં ઉઠતા કામ વાસનાનાં તરંગોની તીવ્રતા વધી રહી હતી. વળી જયદેવ પણ હમણાંથી રાત્રે વાડીએ રહેતો. એટલે અહીંથી બહાર નીકળે તો પણ તેની સાથે મિલન શક્ય નહોતું. અંતે થોડીવાર મન પર કાબુ રાખ્યા બાદ તોરલે પેલા મજૂરને સીસકારો કર્યો. પેલાએ બારી તરફ જોયું. તોરલે તેને નજીક બોલાવ્યો. પેલો નજીક આવ્યો.

"શું નામ તમારું ?” તોરલે પૂછ્યું.

રામકો. પેલાએ ટૂંકો જવાબ આપ્યો. અને પૂછ્યું, શું કામ છે ?

આ જરા અંદર આવશો ? આંખો નચાવતાં તે બોલી.

મારે કામ છે. કહી તે પીઠ ફેરવતો હતો.

સાંભળો. મેડીએથી ગોદડાં ઉતારવાનાં છે. જરા હાથ દેવડાવોને. બાપાએ કહ્યું છે. તોરલે પાસો ફેંક્યો.

પેલો અવઢવમાં પડ્યો. પછી હાથમાં રહેલો પાવડો. દિવાલને અઢેલીને મૂકી તે મકાનનાં દરવાજા તરફ વળ્યો.

(ક્રમશ :)