Ek kadam prem taraf - 3 books and stories free download online pdf in Gujarati

એક કદમ પ્રેમ તરફ પાર્ટ-3

એક કદમ પ્રેમ તરફ

પાર્ટ-3

(દોસ્તો, આગળના ભાગમાં આપણે જોયું કે મોહિની, વિધિ, સાહિલ અને વિવાન વચ્ચે સારી એવી મિત્રતા થઈ ગઈ છે, પરીક્ષા પહેલા તેઓ બધા એક હિલસ્ટેશન પર ફરવા જાય છે જ્યાં વિધિ અને સાહિલ વચ્ચે કઈક થયું હોય છે, દરેકની પરીક્ષા સારી રીતે પસાર થાય છે, વિધિ મોહિનીને કેફેમાં મળવા કહે છે)

હવે આગળ….

વિધિ અને સાહિલ ચાલતા ચાલતા ગાડી પાસે પોહચે છે, વિધિ તેમાંથી પાણીની બોટલ કાઢે છે અને સાહિલ ગાડી લોક કરે છે, વિધિ જવા માટે આગળ વધે છે ત્યાં જ સાહિલ તેને ઉભી રાખે છે.

“શુ થયું સાહિલ? કેમ મને ઉભી રાખી?” વિધિ સાહિલને પૂછે છે. “મારે તને કઈક કહેવું છે” સાહિલ કહે છે.

“હા બોલ શુ કહેવું છે?” વિધી તેને પૂછે છે. સાહિલ અચકાતા અચકાતા કહે છે,”વિધિ મને નથી ખબર આ વાત સાંભળીને તને કેવું લાગશે પણ જો હું તને નહિ કહું તો ખબર નહિ હું ક્યારેય કહી શકીશ કે નહીં”

વિધિ અસમંજસમાં મુકાય જાય છે તે સાહિલને કહે છે,”કઈક સમજાય એમ બોલને”

“વિધિ તું મને ગમે છે, આપણે સ્કુલમાં હતા ત્યારથી હું તને પસંદ કરું છું, મેં ઘણી વખત તને કહેવાનું વિચાર્યું પણ હું તને કહી ના શક્યો, મને એ વાતનો ડર હતો કે તું નારાજ ના થઇ જાય, પણ જો નહિ કહું તો મનની વાત મનમાં જ રહી જશે, I love you so much વિધિ.” સાહિલ એક શ્વાસે બધું બોલી જાય છે.

આ સાંભળીને વિધિ અવાચક થઈ જાય છે, તે એમજ ઉભી રહી જાય છે, સાહિલ તેને પૂછે છે,”વિધિ કઈ તો બોલ” વિધિને શુ બોલવું તે જ નથી સમજાતું આથી તે ત્યાંથી ચાલવા લાગે છે.

સાહિલ તેને બુમ પાડે છે પણ વિધિ ઉભી નથી રહેતી, સાહિલ પણ નિરાશ થઈને ચાલવા લાગે છે.

***

મોહિની સાંજે 5 વાગે તૈયાર થઈને કેફે પોહચી જાય છે, વિધિ હજુ નથી આવી હોતી, તે કૅફેમાં એક સાઈડનું ટેબલ શોધીને ત્યાં બેસે છે જેથી તે અને વિધિ શાંતિથી વાત કરી શકે.

મોહિની વેઈટર પાસે મિનરલ વોટર મંગાવે છે અને વિધિનો વેઇટ કરે છે, વેઈટર વોટર આપી જાય છે, એટલીવારમાં વિધિ કૅફેમાં આવતી દેખાય છે.

“હું લેટ તો નથી થઈને?” વિધિ બેસતા બેસતા પૂછે છે, “ના, હું પણ હમણાં જ આવી” મોહિની તેને જવાબ આપે છે, મોહિની વેઈટરને બોલાવીને 2 કેપેચીનો ઓર્ડર કરે છે.

“બોલ હવે, તારે મને બધું જ ડિટેઇલમાં કહેવાનું છે” મોહિની વિધિને કહે છે, “હા, બધું જ કહીશ એટલે જ તો તને અહીંયા બોલાવી છે જેથી હું તને બધું શાંતિથી કહી શકું અને તારી મદદ લઇ શકું.” વિધિ મોહિનીને કહે છે.

તેઓ આટલી વાત કરે છે ત્યાં કેપેચીનો આવી જાય છે, બન્ને તે પીતા પીતા વાત શરૂ કરે છે.

“સાહિલે મને પ્રપોઝ કર્યું” વિધિ વાતની શરૂઆત કરતા કહે છે.

“વ્હોટ? ક્યારે?” મોહિની થોડા ઊંચા અવાજમાં બોલી જાય છે.

“અરે ધીમે ધીમે!”વિધિ તેને શાંત પાડે છે.

“આ બધું ક્યારે થયું? તે મને કંઈ કહ્યું પણ નહીં?” મોહિની નકલી ગુસ્સો કરતા કહે છે.

વિધિ કહે છે,“આપણે પીકનીક પર ગયા હતા ત્યારની વાત છે, આપણે ગાર્ડનમાં રમીને થાકીને બેઠા અને તને તરસ લાગી એટલે હું અને સાહિલ પાણી લેવા ગયા હતા” “અને તું આવી ત્યારે ઉદાસ લાગતી હતી” મોહિની કહે છે.

“અમે પાણી લેવા ગયા ત્યારે જ તેણે મને પ્રપોઝ કર્યું” વિધિ મોહિનીને સાહિલે કઇ રીતે પ્રપોઝ કર્યું તે બધું કહે છે.

“ok ok, તો તારો શું વિચાર છે?” મોહિની વિધિને પૂછે છે.

“મને તો કંઇજ સમજ નથી પડતી હું શું કરું, તું જ મને કેને મારે શું કરવું જોઈએ?” વિધિ મોહિનીની મદદ માંગતા કહે છે.

મોહિની વિધિને સમજાવતા કહે છે,” જો વિધિ, સાહિલ આમ તો સારો છોકરો છે, તું એને સ્કુલ ટાઇમથી ઓળખે છે, અત્યારે પણ આપણે સારા ફ્રેન્ડ્સ છીએ, સાહિલ તને સારી રીતે સમજી શકે છે તો એ હમેંશા તને ખુશ રાખશે,હવે નક્કી તો તારે જ કરવાનું કે તારે શુ કરવું છે, મારા મતે તો તારે હા કહેવું જોઈએ.”

વિધિ કહે છે,” તારી વાત સાચી છે મોહિની, સાહિલ ખૂબ જ સારો છે, હું કઈ કહ્યા વગર જ આવી ગઈ હતી તો બીજા દિવસે સાહિલે મને સોરી નો મેસેજ પણ કરેલો, એને લાગ્યું કે હું નારાજ છું”

“ok તો હવે પાર્ટી ફાઇનલ” મોહિની વિધિને ચીડવતા કહે છે.

“શુ યાર મોહિની તું પણ, હજુ મને સાહિલ સાથે વાત તો કરી લેવા દે, એ પહેલાં જ તે શરૂ કરી દીધું ચીડવવાનું” વિધિ મોહિની પર બનાવટી ગુસ્સો કરતા કહે છે.

મોહિની પણ શાંત રહે તેવી તો હતી નહિ તે વિધિને વધુ ચીડવતા કહે છે,” હા હા, કરી લે જીજુ સાથે વાત, હવે તો દિવસ રાત એમની સાથે જ વાત કરશે તું.”

વિધિ પણ હસતા હસતા કહે છે,” ચાલ બસ હવે, તારું ચીડવવાનું પૂરું થયું હોય તો આપણે ઘરે જઈએ, નહીતો મોડું થઈ જશે.”

બિલ ચૂકવીને બન્ને બહાર આવે છે અને કોલેજમાં મળવાનું નક્કી કરીને પોતપોતાના ઘર તરફ જાય છે.

***

વિવાનની કાર ફૂલ સ્પીડમાં મધવગઢના રસ્તે જઈ રહી છે, કારમાં ધીમું ધીમું મ્યુઝિક વાગી રહ્યું છે, થોડેક આગળ માધવગઢ નામનું બોર્ડ જોઈને વિવાન કાર એ તરફ વાળે છે.

મધવગઢમાં એન્ટર થતાની સાથે જ ત્યાં એક બસ સ્ટેન્ડ અને ચાનો સ્ટોલ અને પાનનો ગલ્લો છે, વિવાને બુકમાં હવેલી વિશે વાંચ્યું હોય છે તેથી તે પાનવાળાને હવેલી જવાનો રસ્તો પૂછે છે.

પાનવાળો થોડીવાર વિવાનને જોયા કરે છે, આથી વિવાન હોર્ન મારીને તેને વિચારોમાંથી બહાર લાવે છે, પાનવાળો તેને હવેલીનો રસ્તો બતાવે છે અને પૂછે છે,”અહીંયા નવા લાગો છો, કોનું કામ છે?”

”કોઈનું નહિ, ફરવા આવ્યો છું” એમ કહીને વિવાન ત્યાંથી નીકળી જાય છે, તે હવેલીના ગેટ સામે આવીને કાર ઉભી રાખે છે, ચોકીદાર આવીને ગેટ ખોલી આપે છે.

વિવાન કાર પાર્ક કરીને હવેલી સામે આવીને ઉભો રહે છે, હવેલીની એક તરફના ભાગને ગેસ્ટહાઉસમાં ફેરવી નાખવામાં આવ્યું છે, એક તરફ મ્યુઝીયમ બનાવવામાં આવ્યું છે જેમાં રાજ પરિવારની કિંમતી વસ્તુને લોકો માટે પ્રદર્શનમાં મુકવામાં આવી છે.

બાકીની હવેલીનો ભાગ એમજ પડ્યો છે, તેમાં નીચે ગેસ્ટહાઉસ અને મ્યુઝિયમના વહીવટ માટે એક ઓફીસ બનાવેલી છે.

તે મ્યુઝિયમ જોવા જાય છે, ત્યાં અવનવી વસ્તુઓ કાચના બોક્સમાં વ્યવસ્થિત રીતે સજાવીને મુકેલી હોય છે, વિવાન આખા મ્યુઝિયમમાં ફરીને બધી વસ્તુને ધ્યાનથી જોવે છે, ફરતા ફરતા તે છેલ્લા બોક્સ પાસે પોહચે છે, પરંતુ તે ખાલી હોય છે.

વિવાન ત્યાં કામ કરતા એક માણસને બોલાવીને પૂછે છે,” આ બોક્સ ખાલી છે તો તેને કેમ અહીંયા રાખ્યું છે?”

“સાહેબ આ બોક્સ ખાલી નોહતું, આખા મ્યુઝિયમની સૌથી અણમોલ વસ્તુ હતી એમાં”

“એવું તો શું હતું આમાં?”

“એક તલવાર હતી” વિવાન હજુ આગળ કોઈ સવાલ કરવા જાય એ પહેલાં મેનેજરને આવતા જોઈને પેલો માણસ ત્યાંથી નીકળી જાય છે.

વિવાન પણ ત્યાંથી નીકળીને હવેલી તરફ જાય છે, હવેલીમાં ફરતા ફરતા તે એક મોટા રૂમમાં આવે છે, ત્યાં તેને એક જૂની તસ્વીર જોવા મળે છે, એ તસ્વીર જોઈને વિવાન ચોંકી જાય છે.

***

મોહિની અને વિધિ કોલેજ જતા હોય છે ત્યારે મોહિની વિધિને પૂછે છે, “તે સાહિલ સાથે વાત કરી?”

વિધિ ના પાડતા કહે છે, “મેં હજુ વાત નથી કરી, આજે કોલેજમાં ફેસ ટૂ ફેસ વાત કરી લઈશ. મોહિની વિધિને ઓલ ધ બેસ્ટ કહે છે.

કોલેજ પોહચીને તેઓ કલાસરૂમમાં જાય છે, વિવાન અને સાહિલ પહેલા જ આવી ગયા હોય છે, વિધિ અને મોહિની તેમની પાસે જઈને તેમને hii કહે છે.

મોહિની સાહિલ પાસે જઈને ધીમેથી કહે છે, “તું તો છુપે રૂસ્તમ નીકળ્યો, અમને કઈ કહ્યું પણ નહીં.”

“શુ કહ્યું નહિ?” સાહિલ અચરજ પામતા પુછે છે. “વેઇટ બકા, બધું ખબર પડી જશે” મોહિની હસતા હસતા કહે છે.

ફ્રી લેક્ચર હોવાથી મોહિની બધાને ગાર્ડનમાં લઈ જાય છે, થોડીવાર તેઓ વાતો કરે છે પછી મોહિની કહે છે,” ભૂખ લાગી છે, કઈક નાસ્તો કરીએ”

વિધિ કેન્ટીનમાં જવાનું કહે છે પણ મોહિની ના પાડે છે,” હું અને વિવાન જઈને બધા માટે નાસ્તો લઈ આવીશું તમે અહીં જ બેસો” મોહિની જતા જતા વિધિને સાહિલ સાથે વાત કરવાનો ઈશારો કરતી જાય છે.

મોહિની થોડે દુર જઈને ઉભી રહે છે, “અરે તું કેમ રોકાઈ ગઈ? હમણાં તો ભૂખ લાગી છે એમ કહેતી હતી.” મોહિની વિવાનને જવાબ આપતા કહે છે,” તું બે મિનિટ શાંત ઉભો રે બધું જ કહું છું.”

આ બાજુ વિધિ અને સાહિલ પણ અવઢવમાં છે કે કોણ વાતની શરૂઆત કરે, થોડીવાર પછી સાહિલ જ વાત શરૂ કરતાં કહે છે,” મારાથી નારાજ છે તું વિધિ?”

વિધિ ના પાડતા કહે છે,” હું નારાજ નથી પણ બધું અચાનક તે મને કહ્યું તો મારે શું કહેવું એ જ મને નહોતું સમજાયું”

“મારા દિલની વાત હું તને કઈ રીતે કહી શક્યો એ તો મને પણ નથી સમજાતું” એટલું બોલીને સાહિલ ચૂપ થઈ જાય છે અને બન્ને વચ્ચે ખામોશી છવાઈ જાય છે.

વિવાન મોહિનીને પૂછે છે,” મને કંઈ કહીશ કે શું ચાલી રહ્યું છે?” મોહિની વિવાનને સમજાવતા કહે છે,” સાહિલે વિધિને પીકનીક પર પ્રપોઝ કર્યું છે અને આજે વિધિ તેને હા પાડવાની છે, તે બન્ને એકલા વાત કરી શકે એટલે મેં ત્યાંથી નીકળવા માટે ભૂખનું બહાનું બનાવ્યું છે”

વિધિ સાહિલને કહે છે,”મારે તને એક વાત કહેવી હતી”

સાહિલ વિધિની વાત સાંભળવા આતુર હોય છે પરંતુ વિધિ કઈ બોલે તે પહેલાં જ મોહિની અને વિવાન કેન્ટીનમાથી નાસ્તો લઈને પાછા ગાર્ડનમાં આવે છે.

વિવાન સાહિલ અને વિધિને “કોંગ્રેચ્યુલેશન” કહે છે, તે મસ્તીમાં વિધિને ભાભી કહીને બોલાવે છે અને સાહિલ પર નારાજ થતા કહે છે,”યાર, દોસ્ત થઈને તે મને પણ કઈ ના જણાવ્યું, કોઈ બાત નહિ અબ પાર્ટી તો બનતી હે”

મોહિની પણ વિવાનનો સાથ આપતા કહે છે,” હા હા પાર્ટી તો બનતી હે”

સાહિલને તો આ બધું શુ થઈ રહ્યું છે એ જ સમજ નથી પડતી, તે વિધિ સામે જુએ છે તો વિધિ પણ એક મીઠી સ્માઈલ સાથે શરમથી પોતાની નજરો નીચે ઢાળી દે છે, અને સાહિલને તેનો પ્રેમ મળી જાય છે તેથી તે પણ ખુશ થતા કહે છે,”ok ok, તમે જ્યાં કહેશો ત્યાં પાર્ટી ફાઇનલ.”

વિવાન કહે છે,”આપણો મુવીનો પ્લાન અધુરો જ છે તો ચાલો મુવી જોવા જ જઈશું, સાથે પાર્ટી પણ થઈ જશે.”

બધા વિવાન સાથે સહમત થાય છે અને મુવી જોવા જવાનું નક્કી કરે છે, ત્યારબાદ બધા નાસ્તો કરીને કલાસરૂમમાં જાય છે, સાહિલ વિધિની બાજુમાં બેસે છે. લેક્ચર સ્ટાર્ટ થાય છે અને પ્રોફેસર બધાને જણાવે છે કે કાલે તેમની ફર્સ્ટ ટર્મની પરીક્ષાનું પરીણામ જાહેર થશે.

(ક્રમશઃ)

દોસ્તો, શુ પરીણામ આવ્યું હશે વિધિ, મોહિની, સાહિલ અને વિવાનનું?, મ્યુઝિયમમાં છેલ્લા બોક્સમાં તલવાર હતી તો એ ક્યાં ગઈ? એ તલવાર કઈ રીતે અણમોલ હતી?, વિવાનને મોટા રૂમમાં એવી કઈ તસ્વીર જોવા મળી જેને જોઈને વિવાન ચોંકી જાય છે?...

દરેક સવાલના જવાબ મેળવવા માટે વાંચતા રહો એક કદમ પ્રેમ તરફ….

આ સ્ટોરી તમને કેવી લાગી તેના પ્રતિભાવ આપવાનું ચૂકશો નહિ.

Contact, facebook- gopi kukadiya

Thankyou,

  • Gopi kukadiya.