Tari Yado sathe books and stories free download online pdf in Gujarati

તારી યાદો સાથે

અમદાવાદ ની ધોમધખતી બપોર હતી. સૂર્ય નારાયણ દેવતા પોતાનો પ્રખર તાપ વરસાવી રહ્યા હતા. પ્રનિ બસ સ્ટોપ પર બેસી કોઈ ની આતૂરતા પૂરક રાહ જોઈ રહી હતી. પ્રનિ ૫.૪" હાઈટ ની, દેખાવે રુપાળી, મધ્યમ બાંધો ધરાવતી યુવતી છે. એની આંખો ભુરી છે. એની આંખો એના મન માં ચાલતા દરેક વિચાર વ્યક્ત કરી દે એટલી પારદર્શક છે. એના વાળ આછા ભૂરા છે. અને કમર સુધી લાંબા છે

ઈ દિવસ પ્રનિ માટે ખાસ દિવસ હતો. ઈ દિવસે પ્રનિ પૂરા ૨ વર્ષ પછી પોતાના પ્રેમ ક્રિષ્ના ને મળવાની હતી. પ્રનિ પોતે એનિજનયર છે. ક્રિષ્ના પણ એનિજનયર છે. પણ ઈ આગળ study કરવા કૅનેડા ગયો હતો. ઈ ૧ વીક માટે India પાછો આવ્યો હતો. પ્રનિ અને ક્રિષ્ના એ આજે મળવાનું નક્કી કર્યું હતું.

પ્રનિ બહુ જ ખૂશ હતી. એના પેટ માં પતંગિયા ઉડાઉડ કરતા હોય એવું એને feel થઈ રહ્યું હતું. એની નજર વારંવાર રોડ પર જતી હતી. મન માં ને મન માં ક્રિષ્ના પર ગુસ્સો આવી રહ્યો હતો. પ્રનિ વિચારે છે : કેવો છે ક્રિષુ !!!! આટલા ટાઈમે મળીએ છીએ તો પણ ટાઇમ સર નથી આવ્યો. પ્રનિ ક્રિષ્ના ને પ્રેમ થી ક્રિષુ બોલાવતી. પ્રનિ રાહ જોતા જોતા ભૂતકાળ માં ખોવાઈ ગઈ.

પ્રનિ અને ક્રિષ્ના એક frend ની birthday party માં મળ્યા હતા. પ્રનિ એ ત્યારે black colour નો frock પહેયૉ હતો. સુંદર દેખાય રહી હતી. ક્રિષ્ના પણ black color નો t shirt અને jeans માં handsome લાગી રહયૉ હોય છે.

ક્રિષ્ના એ દૂર ઉભેલી પ્રનિ તરફ જોયું. અને જોતો જ રહી ગયો. પ્રનિ એ લાંબા વાળ ખૂલ્લા રાખ્યા હતા. કોઈ મૅકઅપ ન હતો કયૉ. તેની ભૂરી આંખો અને ગુલાબી હોઠ તેને વધારે સુંદર બનાવી રહ્યા. ક્રિષ્ના પેલી વાર માં જ એના પ્રત્યે attract થઈ ગયો. પ્રનિ કરતા પણ સુંદર છોકરીઓ જોઈ હતી પણ પ્રનિ ને જોઈ ને એને કશુંક અલગ જ feel થઈ રહ્યું હતું.

ત્યાં lights deam થઈ ગઈ અને soft music play થવા લાગ્યું. બધા couple dance કરવા લાગ્યા. ક્રિષ્ના પ્રનિ પાસે પહોંચી ગયો અને બોલ્યો : Hi beautiful Lady !!! May I have a pleasure to dance with you ?

પ્રનિ ને થોડું આશ્ર્ચર્ય થાય છે. આમ કોઈ અજાણ્યો છોકરો એને ડાન્સ માટે પૂછે એટલે એને વિચિત્ર લાગે છે. ઈ એની સામે જોવે છે. ૬ ફૂટ ની હાઈટ, શ્યામ વર્ણ નો ચહેરો, એના face પર naughty smile હતી. એના અવાજમાં confidence હતું. એની કાળી આંખો માં કંઈક અલગ જ ખેંચાણ હતું.

પ્રનિ બોલી : No, I don't want to dance.

ક્રિષ્ના બોલ્યો: I don't have bad intense. first I introduce myself. I m Krishna. હું mechinical ઍનિજનયરીગ નું study કરું છું.

પોતાનો હાથ આગળ કરે છે.

પ્રનિ બોલી : myself Prani. હું કમ્પ્યુટર એન્જિનિયર નું study કરું છું. તે ક્રિષ્ના સાથે હાથ મિલાવે છે.

ક્રિષ્ના : ડાન્સ નહીં તો કંઈ નહીં પણ આપણે સાથે બેસીને વાતો તો કરી જ શકીએ.

પ્રનિ : તમને કેમ મારી સાથે વાત કરવામાં આટલો interest છે?

ક્રિષ્ના : બસ એમ જ. તમારી આ ભૂરી આંખો વારંવાર મને તમારી તરફ ખેંચી રહી છે.

પ્રનિ : તમે તો બહુ flirt કરો છો!!

ક્રિષ્ના : હું તો જે સાચું છે ઈ કહું છું. By the way Prani is nice name. શું અર્થ થાય પ્રનિ નો ?

પ્રનિ : જીવંત.Alive.

ક્રિષ્ના : સરસ. હવે તો હું stranger નથી ને તમારા માટે !!

પ્રનિ : તો પણ ડાન્સ કરવાની મારી ઈચ્છા નથી.

ક્રિષ્ના : તો વાતો તો કરી જ શકીએ.

બન્ને જણા વાતો કરવા લાગે છે. તમે માંથી તું પર ક્યારે આવી જાય છે ઈ ખબર નથી પડતી.

બન્ને જણા Facebook અને WhatsApp થી એકબીજા ની નજીક આવી ગયા. ક્યારેક મળી પણ લેતા. પ્રનિ study પૂરી કરીને એક કમ્પની માં જૉબ પર લાગી ગઈ. ક્રિષ્ના ને આગળ study કરવા કેનેડા જવું હતું. ઈ એની તૈયારી માં લાગી જાય છે.

એક દિવસ ની વાત છે. ચોમાસાની સીઝન ચાલુ હતી. પ્રનિ ને ઓફિસ માં આજે ખૂબ જ લેટ થઇ ગયું. એના મમ્મી પપ્પા લગ્ન માં બહાર ગયા હતા. એની મોટી બેન નીશી ના મેરેજ થઈ ગયા હતા. આજે ઘરે પ્રનિ ની રાહ જોવા વાળું કોઈ ન હતું. પ્રનિ ઑફીસ ની બહાર નીકળી ત્યારે ધોધમાર વરસાદ ચાલુ થઈ ગયો. ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા. તોય પ્રનિ રીસ્ક લઈ ને પોતાની સ્કૂટી પર ઘરે જવા નીકળી ગઈ.

વરસાદ રોકાવાનું નામ ન હતો લેતો. રસ્તો સાવ સૂમસામ હતો. પ્રનિ ને થોડી ગભરાહટ થઈ રહી હતી. ત્યાં જ એની સ્કૂટી બંધ પડી ગઈ. પ્રનિ એ ઘણી કીક મારી પણ સ્કૂટી ચાલુ થવાનું નામ ન હતી લેતી. રાત ના ૧૦ વાગી રહ્યા હતા. વરસાદ ના લીધે કોઈ માણસ ન હતું દેખાતું. પ્રનિ એ રેઈનકોટ પહેયો હોય છે તો પણ ઇ પલળી ગઈ હોય છે. એને નજીક માં એક બસ સ્ટોપ દેખાય છે. ઈ પોતાની સ્કૂટી ખેંચી ને બસ સ્ટોપ સુધી લઈ જાય છે. ત્યાં સાઈડ માં સ્કૂટી પાકૅ કરી. પોતે બસ સ્ટોપ ની બેચ પર બેસે છે.

વરસાદ નો જોર પેલા થી થોડો ઘટયો હોય છે. સુમસામ બસ સ્ટોપ પર એકલી બેઠેલી પ્રનિ ને બહુ ડર લાગી રહ્યો. ઈ વિચારે છે " હું ઘરે કેવી રીતે જઈશ ? અત્યારે રિક્ષા પણ નહીં મળે. અહીં બહુ ટાઈમ સુધી બેસવું ઠીક નથી. " ત્યાં જ એના મન માં એક નામ આવે છે. થોડી વાર ઈ અવઢવમાં રહે છે ‌ પણ પછી પોતાના પસૅ માંથી એક પોલીથીન કાઢે છે જેમાં એણે મોબાઇલ રાખ્યો હોય છે. ઈ ક્રિષ્ના ના નામ પર ક્લિક કરે છે અને તેને કોલ કરે છે.

ક્રિષ્ના કોલ ઉપાડે છે બોલે છે : હેલ્લો !!

પ્રનિ : હેલ્લો ક્રિષ્ના ! તું ક્યાં છે? હું અહીં વરસાદ માં ફસાઈ ગઈ છું. મારી સ્કૂટી ખરાબ થઈ ગઈ છે. મારા મમ્મી-પપ્પા મેરેજ અટેન્ડ કરવા બહાર ગામ ગયા છે. તું મને લેવા આવી શકીશ?

ક્રિષ્ના : તું ચિંતા ના કર. હું હમણાં જ તને લેવા આવું છું. મને ક્યાં છો ઈ મેસેજ કર.

પ્રનિ : ok. ઈ મેસેજ મોકલાવી દે છે. વરસાદ તો ઘીમો પડી ગયો હોય છે. પણ પ્રનિ ને બસ સ્ટોપ પર એકલા ડર લાગતો હોય છે. ૧૫ મિનિટ પછી પ્રનિ ક્રિષ્ના ને દૂર થી આવતા હોય છે. ક્રિષ્ના એ સાદો ટી-શર્ટ અને નીચે બ્લેક શોટૅ કેપરી પહેરી હોય છે. વરસાદ સાવ બંધ થઈ ગયો હોવાથી રેઈનકોટ હાથ માં લીધો હોય છે. એની પગ ની માંસલ પિંડી ઓ સ્પષ્ટ દેખાતી હોય છે. એના ભીના વાળ, પહોળા ખભા, ભરાવદાર બાવડા, થોડી વઘેલી દાઢી અને એનો શ્યામ વર્ણ એને બેહદ હેન્ડસમ બનાવી રહ્યા હતા. પ્રનિ એને જોઈ ને રાહત અનુભવે છે.

જેવો ક્રિષ્ના પ્રનિ પાસે પહોંચે છે. પ્રનિ એનો હાથ પકડી લે છે અને કહે છે," Thank u so much અહીં આવા માટે."

ક્રિષ્ના પ્રનિ ને જોઈને એક ધબકારો ચૂકી જાય છે.કારણકે પ્રનિ એ સફેદ શર્ટ પહેરેલું ઈ ભીનું થવાથી એના શરીર સાથે ચીપકી ગયેલું. એના શરીર ના વળાંકો એમાંથી સ્પષ્ટ દેખાય રહ્યા હતા. એનો ચહેરો વરસાદ ના પાણી માં પલળી એકદમ ચોખ્ખો અને વધારે ગોરો લાગી રહ્યો. એના ખુલ્લા વાળ માંથી પાણી ટપકી રહ્યું. જે એની ડોક ના ડાબી બાજુ રહેલા તલ પર થી પસાર થઇ એના શટૅ માં જતું હતું. પ્રનિ તાજા ખીલેલા ફૂલ જેવી લાગી રહી. એના ચહેરા પર નિર્દોષતા છલકાઈ રહી હતી. એના ભીના હાથ નો સ્પર્શ ક્રિષ્ના ને થતાં એના રુંવાટા ઊભા થઈ જાય છે.

ક્રિષ્ના એનો હાથ પકડી જ રાખે છે અને કહે છે," It's ok dear. તું મને જ્યારે પણ મદદ ની જરૂર હોય ત્યારે બોલાવી શકે છે. મારી બાઈક મેં આગળ પાકૅ કરી છે. અહીં પાણી ઘણું ભરાયેલું હોવાથી આપણે ચાલીને ત્યાં સુધી જઈએ.

પ્રનિ ઘીમે થી પોતાનો હાથ છોડાવી કહે છે " મારી સ્કૂટી નું શું ?"

ક્રિષ્ના કહે છે : કાલે સવારે રિપેર કરાવી લઈશું. અત્યારે તો અહીં જ રાખવી પડશે.

પ્રનિ કહે છે : હમ્મ. બન્ને જણા ચાલવા લાગે છે. પ્રનિ કહે છે," sorry મેં તને હેરાન કયૉ. ક્રિષ્ના : કંઈ વાંધો નહીં. મુશ્કેલી માં તે મને યાદ કયૉ ઈ મને ગમ્યું. પ્રનિ હસે છે.

પ્રનિ : તારા મમ્મી-પપ્પા તારી ચિંતા કરતા હશે.

ક્રિષ્ના : ના, ઈ લોકો પણ બહારે ગયા છે. કાલે આવશે.

ત્યાં પ્રનિ નો પગ લપસે છે પણ ક્રિષ્ના એનો હાથ પકડી લે છે. બન્ને એકબીજા ની આંખો માં જૂએ રાખે છે. પછી બંને નું ધ્યાન તુટતા બંને હાથ છોડાવી ચાલવા લાગે છે. બન્ને બાઈક પાસે પહોંચે છે. તેના પર બેસી જવા લાગે છે. ક્રિષ્ના પોતાની બાઇક ના મિરર માંથી ઘણી ઘણી પ્રનિ ને જોઈ લેતો હોય છે. પ્રનિ આ વાત નોટિસ કરે છે અને શરમાઈ જાય છે. પ્રનિ ને ભીના કપડા અને ઠંડા પવન ને લીધે ઠંડી લાગી રહી હોય છે. ક્રિષ્ના આ જોઈ કહે છે," you can hug me I don't mine. " પ્રનિ પાછળ થી ધબ્બો મારે છે અને કહે છે," બહુ હોશિયાર "

ક્રિષ્ના હસતા કહે છે," તારો એક હાથ મને આપ" પ્રનિ ના પાડે છે. ક્રિષ્ના આગ્રહ કરે છે એટલે ઈ પોતાનો હાથ એને આપે છે. ક્રિષ્ના break પર થી હાથ હટાવી એનો ડાબો હાથ પકડે છે. ઈ એનો હાથ પકડી ઘીમે ઘીમે દબાવે છે. પ્રનિ ને બહૂ સારુ લાગે છે.

ક્રિષ્ના કહે છે : એક વાત કહું. તું ખોટું તો નહીં લગાડે ને?

પ્રનિ કહે છે: હા બોલ

ક્રિષ્ના થોડી વાર ચૂપ રહે છે પછી કહે છે : તું મને ગમે છે.

આ સાંભળી પ્રનિ ના દિલ માં ઝનઝનાહટ થાય છે. બન્ને થોડી વાર ચૂપ રહે છે. પછી ક્રિષ્ના કહે છે : કશુંક બોલીશ નહિ. ?

પ્રનિ હસીને પૂછે છે : શું ગમે છે મારા માં?

ક્રિષ્ના એના હાથ ને થોડો જોર થી દબાવે છે અને કહે છે : તારી સાદગી, તારી ભૂરી ભૂરી આંખો જેમાં તારા દિલ ના દરેક ભાવ વ્યક્ત થાય છે. તારુ આમ શરમાવું જે રીતે તું અત્યારે શરમાઈ રહી છે. જે રીતે તું મને ચોરી છીપી થી જોઈએ છે ઈ મને ગમે છે. તારા આ લાંબા વાળ જે હવા માં ઉડી રહ્યા છે ઈ મને ગમે છે. તું આખે આખી મને ગમે છે. તારા સિદ્ધાંતો, તારી પ્રમાણિકતા,તારું ભોળપણ મને ગમે છે.

આ સાંભળી પ્રનિ ની આંખો માં આંસુ આવી જાય છે. ઈ આંસુ લૂછી નાખે છે. ક્રિષ્ના આ જૂએ છે અને કહે છે," પ્રનિ તું રડીશ નહીં." એમ કહી ઈ ચાલુ બાઈકે પાછળ ફરી એના કપાળ પર કીસ કરે છે.

પ્રનિ સ્તબ્ધ થઈ જાય છે. એનું મન ખુશી થી નાચી ઉઠે છે. ઈ કશું નથી બોલતી ખાલી આંખ બંધ કરી આ પળ ને મહેસૂસ કરે છે. ક્રિષ્ના જાણી જોઈને બ્રેક મારે છે એટલે પ્રનિ એની સાથે અથડાય છે.

પ્રનિ ઈ સમજી જાય છે. એટલે ઈ કહે છે," બહુ લુચ્ચો છો તું" ક્રિષ્ના કહે છે," તું તો બોલ. હું તને પસંદ છું કે નહીં?

પ્રનિ કહે છે," તું મને ગમે છે. તારી કાળી આંખો, તારો આત્મવિશ્વાસ, તારો બિન્દાસ ઍટિટયુડ, તારુ દર વખતે કશું નવું કરવાનો પ્રયાસ, બધા થી અલગ વિચારો, તારી ફેમિલી વેલ્યુ બધું જ મને ગમે છે.

ક્રિષ્ના કહે છે," ઓહય હોય !! હવે તો હગ કરીશ કે નહીં ?

પ્રનિ એના કમર પર હાથ મુકી પાછળ થી એને કસીને હગ આપે છે. બન્ને આ પળ માં ખોવાઈ જાય છે. પ્રનિ ને એક પ્રકારની શુકન, શાંતિ અને સુરક્ષા નો અનુભવ થાય છે.

પ્રનિ નું ઘર ક્યારે આવે છે ઈ ખબર નથી રહેતી. પ્રનિ બાઈક પર થી ઉતરે છે અને બંને થોડી વાર સુધી એકબીજા સામે જોઈએ છે. બન્ને માં થી કોઈ ને છુટા પડવાની ઇચ્છા નથી પણ પછી પ્રનિ કહે છે," Good night krishu" અને એના ગાલ પર કીસ કરી પ્રનિ દોડતી એના ઘર માં જતી રહે છે. પેલી વાર પ્રનિ ક્રિષ્ના ને આ નામે બોલાવે છે.

ક્રિષ્ના હસતો હસતો પોતાના ઘરે જતો રહે છે. બન્ને જણા આખી રાત એકબીજા ના વિચારો માં જાગતા જ વીતાવે છે.

બન્ને જણા પેલા કરતા પણ એકબીજા ની વઘુ નજીક આવી જાય છે. બન્ને એકબીજા ને સમજવા લાગે છે. ક્રિષ્ના ના કેનેડા માટે ના વીઝા અને સ્કોલરશીપ આવી જાય છે.

ક્રિષ્ના ના જવાના બે દિવસ પહેલા પ્રનિ ને મળે છે.

પ્રનિ તેને garden માં મળવા આવે છે. આ garden માં ઈ લોકો અવારનવાર મળેલા છે.

પ્રનિ અને ક્રિષ્ના તેમની special bench પર બેઠા હોય છે. પ્રનિ થોડી ઉદાસ હોય છે. ક્રિષ્ના તેનો હાથ પોતાના હાથમાં લે છે અને બોલે છે

પ્રનિ, ઉદાસ ન થઇશ. હું તારા માટે કશુંક લાવ્યો છું.

એમ કહી ક્રિષ્ના એક બોક્સ પ્રનિ ને આપે છે. પ્રનિ ઈ ખોલે છે તો એમાંથી એક ચેન નીકળે છે જેમાં રાધા કૃષ્ણ નો પેડલ હોય છે. પ્રનિ કૃષ્ણ ભગવાન ને બહુ માનતી હોય છે. ક્રિષ્ના ને ઈ ખબર હોય છે.

ઈ પ્રનિ ને ચેન પહેરાવે છે. પ્રનિ બહુ ખુશ થઈ જાય છે. ઈ કહે છે," આ બહુ જ સુંદર છે. "

ક્રિષ્ના પ્રનિ નો હાથ પકડે છે અને કહે છે," રાધા કૃષ્ણ એકબીજા થી દૂર હોય છે તો પણ તેમનો પ્રેમ એકબીજાની હીંમત બની રહે છે. એવી જ રીતે આપણે એકબીજા થી દૂર હશું પણ એકબીજા ની હીંમત બનીને રહીશું. આ પેડલ દ્વારા તું મને હંમેશા તારી નજીક મહેસૂસ કરીશ.

આ સાંભળી પ્રનિ ની આંખો ભીની થઈ જાય છે.ઈ કહે છે," આ મારી આજ સુધી ની સૌથી સારી ગિફ્ટ છે. Thank u for this.

બન્ને એકબીજા ને ભેટી પડે છે. બન્ને ની આંખો થોડી ભીની થઇ જાય છે. બન્ને એકબીજા થી અલગ થાય છે ત્યારે પ્રનિ કહે છે," આ હું હંમેશા મારી સાથે રાખીશ "

બન્ને એકબીજા નો હાથ પકડી થોડો ટાઈમ એમ જ બેસી રહે છે.પછી પ્રનિ બોલે છે.

પ્રનિ : : ક્રિષુ, તું ત્યાં જઈને મને ભૂલી તો નહીં જાય ને?

ક્રિષ્ના તેની આંખો માં જૂએ છે અને બોલે છે: ના પ્રનિ, મારું દિલ અહીં મૂકી ને જાઉં છું. હું મારી પ્રનિ ને ન ભૂલી શકું.એમ કહી ક્રિષ્ના પ્રનિ ના forhead પર કીસ કરે છે.

પ્રનિ પોતાનું માથું ક્રિષ્ના ની છાતી પર મૂકે છે અને ક્રિષ્ના એના વાળ માં આંગળી ઘીમે ઘીમે ફેરવતો હોય છે. ત્યારે ક્રિષ્ના કહે છે: હું તને બહુ જ મીસ કરીશ.

પ્રનિ કહે છે: હું પણ તને બહુ જ મીસ કરીશ, ક્રીષુ.

ક્રિષ્ના થોડું તોફાની સ્મિત કરી કહે છે," હવે મને તો ગીફ્ટ આપ"

પ્રનિ એની સામે જોવે છે અને કહે છે," બોલ શું જોઈએ છે ગીફ્ટ માં?"

ક્રિષ્ના કશું ન બોલતા ખાલી સ્મિત જ કરે છે. પ્રનિ સમજી જાય છે એને શું જોઈએ છે ઈ આંખ બંધ કરી દે છે. ક્રિષ્ના હળવે થી એનો ચહેરો હાથ માં લે છે અને એના હોઠ પર પોતાના હોઠ મૂકી દે છે.

થોડી ક્ષણો એમ જ પસાર થાય છે. આ બંને ની પહેલી કીસ હોય છે. જે લાગણીઓ અને પ્રેમ બન્ને શબ્દો માં ન હતા કહી શકયા ઈ આ કીસ દ્વારા એકબીજા ને કહી દે છે. પ્રનિ શરમાઈ ને થોડી વાર પછી અલગ થાય છે.

ક્રિષ્ના કહે છે : હું જાઉં ત્યારે તું રોતી નહીં. હું નથી ઈચ્છતો કે મારા લીધે તારી આંખ માં આંસુ આવે.

પ્રનિ કહે છે : નહીં રડુ. હું તારી રાહ જોઈશ

બન્ને એકબીજા ની સાથે થોડો ટાઈમ પસાર કરે છે. છુટા પડવાનો સમય આવે છે. બન્ને જાણતા હોય છે કે એક દિવસ મળવાનું તો થશે.

બન્ને ના દિલ એકબીજા સાથે જોડાય ગયા હોય છે.

ક્રિષ્ના કેનેડા જતો રહે છે. બન્ને WhatsApp અને call થી સતત એકબીજા ના touch માં રહે છે. બન્ને પેલા કરતા પણ વધારે એકબીજા ની નજીક આવે છે. distance બન્ને ના પ્રેમ ને વઘુ ગાઢ બનાવે છે. અઘરું તો બહુ હતું આમ દૂર રહીને સંબંધ નિભાવવો પણ બને જણા ની એક બીજા માટે ની feeling strong હતી.

ક્યારેક ૧૫ દિવસ વાત ન થતી. જ્યારે વાત થતી ત્યારે કલાકો ના કલાકો બંને વાતો કરતા. ક્રિષ્ના પેલે થી બિન્દાસ સ્વભાવ નો અને એને નવા નવા ફ્રેન્ડ બનાવાનો બહૂ શોખ છે. પ્રનિ એકાંતપ્રિય અને એના મિત્રો પણ ઓછા છે. બન્ને વિરુદ્ધ સ્વભાવ ના છે તો પણ એકબીજા ની ધણા નજીક આવી ગયા છે.

એકબીજા સાથે લડતા ઝઘડતા, મસ્તી મજાક કરતા, એકબીજા ને ફોટો શેર કરતા, ક્યારે ૨ વર્ષ પસાર થઈ ગયા ઈ ખબર ન પડી. અંતે આજે ક્રિષ્ના ઈન્ડિયા આવી જ ગયો.

પ્રનિ હોનૅ નો અવાજ સાંભળે છે અને વતૅમાન માં પાછી આવે છે. ક્રિષ્ના બાઈક લઈને આવી ગયો હોય છે. પ્રનિ ને એક બાજુ ગુસ્સો પણ આવતો હોય છે અને બીજી બાજુ પ્રેમ પણ ઉભરાતો હોય છે.

પ્રનિ બોલે છે: કેટલું લેટ આવ્યો ?

ક્રિષ્ના : સોરી, ઘરે મહેમાન આવ્યા હતા.

પ્રનિ એની આંખો માં જૂએ છે. ખોવાઈ જાય છે. બધો ગુસ્સો ઉતરી જાય છે. ઈ ક્રિષ્ના ની પાછળ બાઈક પર બેસી જાય છે.

ક્રિષ્ના કહે છે: હું તને કેટલા ટાઈમ એ મળ્યો !! તું મને હગ પણ નહીં કરતી. મોઢું ફૂલાવી ને બેઠી છૉ.

પ્રનિ હસે છે અને પોતાના બે હાથ તેની કમર પર મૂકી પાછળ થી ટાઈટ હગ આપે છે. થોડી મીનીટો એમ જ પસાર થઈ જાય છે. પછી ક્રિષ્ના બોલે છે : પ્રનિ !! મેં તને બહૂ મીસ કરી.

પ્રનિ : મેં પણ તને બહુ જ મીસ કયૉ.

પછી બંને જણા એક હોટલ માં lunch લેવા જાય છે. પ્રનિ જોવે છે કે ક્રિષ્ના એક બાજુ ખૂશ છે પણ બીજું કંઈક છૂપાવતો હોય એવું લાગે છે.

lunch પતાવી બંને જણા પોતાની fevourite જગ્યા જ્યાં પ્રેમ નો એકરાર કર્યો હતો ત્યાં જાય છે.

બન્ને શાંત બેઠા હોય છે. પ્રનિ બોલે છે : ક્રિષ્ના !! તને કશુંક કહેવું હોય તો કહી દે. મને લાગે છે તું કોઈ વાત થી પરેશાન છે.

ક્રિષ્ના શાંત જ બેસે છે.

પ્રનિ : બોલ ને ક્રિષુ, શું વાત છે?

ક્રિષ્ના પ્રનિ નો હાથ પકડે છે અને કહે છે : હું તને પૂરેપૂરો પ્રેમ કરું છું. મને તારી જોડે જ મેરેજ કરવા છે. મેં તારી વાત મારા મમ્મી ને કરી પણ ઈ ના પાડે છે. મેં ઘણી વખત સમજાવાની try કરી પણ ઈ કહે છે આપણી cast ની જ છોકરી જોઈએ.

પ્રનિ : તું ચિંતા ન કર. હું હજી પણ તારી રાહ જોઈ શકું એમ છું. તું સમજાવાનો try કરજે. એક દિવસ તો ઈ માની જશે.

ક્રિષ્ના : નહીં માને. ઈ આ બાબતે બહુ strict છે. cast સિવાય બીજે મેરેજ ની વિરુદ્ધ છે. મને હતું કે હું એમને સમજાવીશ તો માનશે પણ નથી જ માનતા. હું એમની વિરુધ્ધ નથી જવા ઈચ્છતો.

પ્રનિ : તું શું ઈચ્છે છે?

ક્રિષ્ના : હું તને ખોટી આશા નથી દેવા માંગતો. હું એમ પણ નથી ઈચ્છતો કે તું મારી રાહ જોતી રહે. આપણે એકબીજાથી દૂર થઈએ ઈ જ યોગ્ય રહેશે.

આ સાંભળતા પ્રનિ ની આંખ માં આંસુ આવી જાય છે. ક્રિષ્ના આ જૂએ છે. પ્રનિ ને પોતાની તરફ ખેંચે છે. પ્રનિ ના આંસુ લૂછે છે. બોલે છે પ્રનિ,pls રડીશ નહીં. હું તને દુઃખી નથી જોઈ શકતો.

પ્રનિ બોલે છે : હું તારા થી દૂર નહીં રહી શકું.

ક્રિષ્ના : મારા માટે પણ મુશ્કેલ છે. પણ આપણા relation નું future નથી. મારા દિલ માં તો તું હંમેશા રહીશ. હું મારી ફેમિલી થી વિરુદ્ધ નહીં જઈ શકું. ઈ લોકો નહીં માને તારા માટે.

પ્રનિ : હું તારી રાહ જોવા તૈયાર છું.

ક્રિષ્ના : ના, તું રાહ ન જોઈશ. તું ખૂશ રેહજે. મને પ્રોમિસ કર કે તું ખૂશ રહીશ.

પ્રનિ : હા પ્રોમિસ કરું છું કે હું ખુશ રહીશ. મને વિશ્વાસ છે કે તું મારી પાસે પાછો આવીશ. હું તારી રાહ જોઈશ. હું તને કોઈ force નથી કરતી પણ મને મારા પ્રેમ પર પૂરો વિશ્વાસ છે. તું ઈરછે છે ને હું તારા થી દૂર રહું. તો દૂર રહીશ.

આ સાંભળી ક્રિષ્ના ની આંખો પણ ભીની થઇ જાય છે. ઈ પ્રનિ ના હોઠ પર પોતાના હોઠ મૂકી દે છે.

બન્ને મોડી સાંજ સુધી ત્યાં ગાડૅન માં એકબીજા નો હાથ પકડી બેઠા રહ્યા.

***

૨ વર્ષ પછી...

ક્રિષ્ના કેનેડા માં જ ફેમિલી સાથે શીફટ થઈ ગયો. એણે શરુઆત માં જોબ કરી પણ એમાં મન ન લાગતાં એણે પોતાનો બિઝનેસ ચાલુ કયૉ અને એમાં એને ઘણી સફળતા મળી હતી. ક્રિષ્ના માં આ ૨ વર્ષ માં ઘણા બદલાવ આવી ગયા. ઈ પેલા કરતા પણ ઘણો mature થઈ ગયો. ઈ business માં જ busy બહુ થઈ ગયો. ઈ હવે આછી દાઢી રાખતો જે એને વધારે handsome બનાવતી હતી. એના ચહેરા પર સ્મિત રહેતું પણ એની આંખો માં એક અજીબ ઉદાસી હતી.

એના મમ્મી પપ્પા એ ઘણી છોકરીઓ એને બતાવી પણ ક્રિષ્ના નું મન કોઈ માટે હા ન હતું પાડતું. ઈ દિવસ આખો કામ માં કાઢી નાખતો પણ રાત ના એને પ્રનિ ની યાદ ઘેરી લેતી. એણે ૨ વર્ષ થી પ્રનિ જોડે વાત નથી કરી. પણ પ્રનિ ને ભૂલી નહતો શક્યો. ઈ રોજ એની પ્રોફાઈલ ફેસબૂક અને વૉટ્સએપ પર જોતો.

હમણાં ૧૫ દિવસ થી પ્રનિ fb કે WhatsApp પર active નથી થઈ. ક્રિષ્ના ને આ વાત પરેસાન કરતી હતી. એને વિચિત્ર પ્રકારની ગભરાહટ થઈ રહી હતી. એણે છેવટે એના અને પ્રનિ ના કોમન friend સાગર ને ફોન કર્યો.

ક્રિષ્ના : Hi કેમ છે ?

સાગર : અરે ભાઈ ! ધણા લાંબા ટાઈમે. શું ચાલે છે?

ક્રિષ્ના : બસ શાંતિ. તારું કેવું ચાલે ?

સાગર : બસ મજા. કંઈ કામ હતું ?

ક્રિષ્ના : તું મારા ને પ્રનિ વિશે જાણે છે. ઈ કેમ છે ? ક્યાં છે?

સાગર : ઈ સુરત શીફટ થઈ ગઈ. એને ઘણો ટાઇમ થઈ ગયો. ઈ અત્યારે મારા કોન્ટેક્ટ માં નથી.

ક્રિષ્ના : ok.

બન્ને જણા normal વાત કરે છે. પછી ક્રિષ્ના ફોન મૂકી દે છે. બીજા ૧૫ દિવસ નીકળી જાય છે. પ્રનિ હજી offline જ છે. ક્રિષ્ના એને કોલ કરે છે પણ કોલ નથી લાગતો. ક્રિષ્ના બહુ બેચેન રહે છે. એને પ્રનિ ની ચિંતા થાય છે. એના મમ્મી આ બધું જોતા હોય છે. ઈ એક દિવસ ક્રિષ્ના ની સાથે વાત કરે છે.

ક્રિષ્ના ના મમ્મી : શું વાત છે ? હમણાં થી તું પરેસાન રહે છે.

ક્રિષ્ના : કંઈ નહીં. કામ નું ટેન્શન છે.

એના મમ્મી એનો હાથ પકડે છે. અને પોતાની પાસે બેસાડે છે. બોલે છે: હું તારી મા છું. તું મારા થી જૂઠું ન બોલી શકે. બોલ બેટા, શું વાત છે?

ક્રિષ્ના : મમ્મી હું પ્રનિ ને નથી ભૂલી શકતો. હમણાં થી એની બહુ યાદ આવે છે.

એના મમ્મી બોલે છે : તું જાણે છે કે તારા પપ્પા બીજી કાસ્ટ માં મેરેજ ની વિરુદ્ધ છે.

ક્રિષ્ના : મમ્મી તું પપ્પાને મનાવી શકે. તમે એકવાર પ્રનિ ને એના ફેમિલી ને મળી તો જૂઓ. ઈ બહુ સંસ્કારી છોકરી છે. હવે તો જમાનો બદલાયો છે. intercaste marriage common થઈગયા છે.

એના મમ્મી : ના તારા પપ્પા પણ નહીં માને અને મને પણ આ યોગ્ય નથી લાગતું.

ક્રિષ્ના : એક વાત નો જવાબ આપ મમ્મી, તું શું ઈચ્છે છે ? મારી ખુશી ને? ઈ તો પ્રનિ સાથે છે. હું કોઈ બીજા ને પરણીને ખુશ નહીં રહી શકું. તારા કહેવાથી પ્રનિ થી દૂર થઈ ગયો પણ હજી હું એને જ ચાહું છું.

એના મમ્મી : તું મેરેજ કરી લે. પ્રનિ ને ભૂલી જઈશ. પ્રનિ થી પણ ચડિયાતી છોકરી આપણી કાસ્ટ માં છે.

ક્રિષ્ના : હશે પણ મારા દિલ માં પ્રનિ જ છે. બીજા સાથે મેરેજ કરીને હું ફક્ત adjustment જ કરીશ. મને જે ખુશી અને માનસિક શાંતિ પ્રનિ સાથે મળે છે ઈ નહીં મળે.

એના મમ્મી બોલે છે : ઠીક છે. તું મને ૨ દિવસ આપ વિચારવા માટે.

ક્રિષ્ના : Thank you mummy તમે મારી વાત તો સાંભળી.

૨ દિવસ પછી ક્રિષ્ના ના મમ્મી કહે છે : હું પ્રનિ ને મળવા માગું છું. જો મને ઈ ગમશે તો હું તારા પપ્પા ને સમજાવીશ.

ક્રિષ્ના આ સાંભળી ખુશ થઈ જાય છે. ઈ એની મમ્મી ને ભેટી પડે છે.

બોલે છે : Thanx mummy આપણે India જઈશું.

એના મમ્મી બોલે છે : હા પણ પ્રનિ હજી તારી રાહ જોતી હશે?

ક્રિષ્ના કહે છે : હા ઈ મારી રાહ જોતી હશે. મને વિશ્વાસ છે.

બન્ને India આવાની તૈયારી કરે છે. ઈન્ડિયા આવે છે. ક્રિષ્ના ઘણા ટાઈમે પ્રનિ ને મળવાનો હોવાથી બહુ ખુશ છે. ખાસ તો એની મમ્મી પ્રનિ ને મળવા તૈયાર થઈ એનાથી ઈ વધારે ખુશ છે. ઈ અમદાવાદ આવી સાગર ને મળે છે. સાગર ને પ્રનિ નો address લઈ આવા કહે છે. સાગર પ્રનિ ની friend પાસે થી address અને ઘર ના નંબર લઈ આવે છે. પ્રનિ ની friend પણ હમણાં એના touch માં નથી. આ ઘર ના નંબર ચાલુ છે કે નહીં ઈ પણ એને ખબર ન હતી.

ક્રિષ્ના પ્રનિ ના ઘરે ફોન કરે છે. એકાદ બે રીંગ પછી ફોન કોઈ ઉપાડે છે. કોઈ લેડીસ નો અવાજ હોય છે. ઈ કહે છે : Hello

ક્રિષ્ના : Hello પ્રનિ છે?? હું પ્રનિ નો friend ક્રિષ્ના બોલું છું.

સામે થી જવાબ આવે છે : ઓહ! પ્રનિ તારી વાત કરી હતી મને. હું પ્રનિ ની મોટી બહેન નીશી છું.

ક્રિષ્ના : કેમ છો તમે ? પ્રનિ ક્યાં છે? હું ને મારા મમ્મી ખાસ તેને મળવા માટે આવ્યા છે.

નીશી: હું કાલે અમદાવાદ આવું છું. તને મળું છું. તારા બધા સવાલો ના જવાબ આપીશ.

ક્રિષ્ના : બધું ઠીક તો છે ને?

નીશી : હું કાલે મળું છું. Bye

ક્રિષ્ના ને થોડી નવાઈ લાગે છે. પણ ઈ વિચારે છે મારી પ્રનિ આવશે મને મળવા. આખી રાત ક્રિષ્ના થોડી ચિંતા માં અને થોડા excitement માં જાગતો રહે છે. સવારે તેના ફોન પર અજાણ્યા નંબર પરથી મેસેજ હોય છે: hey Nishi here. meet me to CCD at 4pm

ક્રિષ્ના મેસેજ કરે છે: તમારી પાસે મારા નંબર ક્યાં થી ?

નિશિ reply કરે છે : પ્રનિ એ આપ્યા હતા.

ક્રિષ્ના મેસેજ કરે છે : પ્રનિ મળશે તો ઈ ની વાત છે. મારી જોડે સીધી રીતે વાત નથી કરતી. મજાક કરે છે.

નિશી કશો reply નથી કરતી.

ક્રિષ્ના એની મમ્મી ને કહે છે કે હું આજે પ્રનિ ની બહેન નીશી ને મળવા જાવ છું.

મમ્મી કહે છે : સારું.

ક્રિષ્ના કાગની ડોળે રાહ જોવે છે કે ક્યારે ૪ વાગશે. એને સાથે ચિંતા પણ છે કે પ્રનિ બરાબર તો હશે ને !??

અંતે ૪ વાગ્યે ક્રિષ્ના નીશી ને મળે છે. ક્રિષ્ના નીશી જોડે હાથ મિલાવે છે. ક્રિષ્ના કહે છે : પ્રનિ મને કહેતી હતી કે તમને ઈ બઘી વાત કરે છે.

નિશિ: હા તારા ને એના વિશે એણે બઘી વાત કરી હતી. તમે લોકો અલગ થયા પછી ઈ બહુ દુઃખી રહેતી હતી. એનું મન અહીં ન હતું લાગતું એટલે ઈ મમ્મી પપ્પા સાથે સૂરત શીફટ થઈ ગઈ. એને ત્યાં સારી જોબ મળી ગઈ. ઈ પોતાને busy રાખવા માગતી હતી એટલે ત્યાં એક અનાથાશ્રમ માં જતી અને નાના બાળકો સાથે ટાઇમ પસાર કરતી. ઈ લોકો માટે રમકડાં લઈ જતી અને નવી નવી activities કરતી. ખુશ રહેવાનો પ્રયત્ન કરતી પણ એની આંખો માં ધેરી ઉદાસી રહેતી.

ક્રિષ્ના : ત્યારે પરીસ્થિતી જ એવી હતી કે મારે અલગ થવું પડ્યું.

હવે મારા મમ્મી પ્રનિ ને મળવા તૈયાર છે. હું ખાસ એને મળવા આવ્યો છું. pls કહો ને ઈ ક્યાં છે??

નીશી ની આંખો માં પાણી આવી જાય છે. ઈ આંસુ લૂછી કહે છે : મારી વાત મન મક્કમ કરીને સાભળજે. પ્રનિ હવે આ દુનિયામાં નથી રહી. ઈ મહિના પહેલા એક accident માં આપણને સૌને મૂકી ને જતી રહી.

આ સાંભળતા ક્રિષ્ના સ્તબ્ધ થઈ જાય છે. એનો ચહેરો ફીકો પડી જાય છે. એને પોતાની આજુબાજુ નું બઘું ફરતું હોય એવું લાગે છે. ઈ બેભાન થઈ જાય છે. નિશી ગભરાઈ જાય છે અને આજુ બાજુ ના લોકો ની મદદથી એને હોસ્પિટલ પહોંચાડે છે.

ક્રિષ્ના ૨૪ કલાક સુધી બેભાન રહે છે. તે જ્યારે ભાન માં આવે છે ત્યારે તેના બેડ પાસે તેના મમ્મી ઉભા હોય છે. એના મમ્મી એને પૂછે છે : કેમ છે બેટા ?

ક્રિષ્ના કંઈ જવાબ નથી આપતો. એની આંખો એકદમ ખાલી હોય છે. બસ ઈ એમ જ એની મમ્મી ને જુએ રાખે છે. એની મમ્મી ગભરાઈ ને ડોક્ટર ને બોલાવે છે. ડોકટર કહે છે એને આધાત લાગ્યો છે. એને રડાવો તો જ ઈ normal થઈ શકશે.

એના મમ્મી પ્રનિ ની વાતો કરે છે. પણ તોય ક્રિષ્ના કંઈ react નથી કરતો. નિશી હોસ્પિટલમાં ક્રિષ્ના ને મળવા આવે છે. ત્યારે ઈ પ્રનિ નો laptop લઈને આવી હોય છે. એમાં બંને ના ફોટા, બન્ને ની WhatsApp chat, ફોન પર કરેલી વાતો ની રેકોર્ડિંગ હોય છે. નીશી એક ફોન રેકોર્ડિંગ ચાલુ કરે છે.

ત્યાં રુમ માં પ્રનિ નો અવાજ સંભળાય છે. hello ક્રિષુ, ક્યાં છે તું?

આ સાંભળતા ક્રિષ્ના ની આંખો માં ચમક આવે છે. પ્રનિ નો ફરી અવાજ આવે છે I miss you krishu.pls તું જલદી આવજે.

આ સાંભળતા ક્રિષ્ના રડી પડે છે. ચીસ પાડી ને બોલે છે I m sorry પ્રનિ હું લેટ થઇ ગયો. ઈ જોર જોર થી રડવા લાગે છે. એની મમ્મી અને નીશી ની આંખો માં આંસુ હોય છે.

રાત ના ડોક્ટર ક્રિષ્ના ને ઉંધ નું injection આપી દે છે. ક્રિષ્ના ને સપનું આવે છે. એને સપના માં પ્રનિ દેખાય છે. પ્રનિ એને અંગુઠો બતાવી દોડે છે ક્રિષ્ના એની પાછળ જાય છે. ઈ પ્રનિ પકડી લે છે. એને પોતાના માં સમાવી લે છે. ઈ પ્રનિ ના વાળ પકડી ને ખેંચે છે અને ગુસ્સા માં પૂછે છે કેમ મને છોડીને ગઈ ? હું તારા માટે આવ્યો છું. pls મને છોડીને ન જા. પાછી આવતી રહે. આપણે સાથે જીવવાનું છે.

પ્રનિ સ્નેહ થી એના ચહેરા પર હાથ ફેરવે છે અને એના forhead પર કીસ કરે છે અને કહે છે : હું તારા થી દૂર થઈ જ નથી. હું તારી આસપાસ જ છું. તારા શ્વાસ માં, તારી અંદર ધબકતા હ્રદય માં, તારા મન માં, તારી આ આંખોમાં હું રહેલી છું. મારું શરીર નથી રહ્યું પણ મારા મન અને આત્મા તારા થી જોડાયેલા છે. તારે હવે ખૂશી ખૂશી જીવવાનું છે. હું તારી નજીક જ છું. હવે તું દુઃખી ન રહીશ. આપણે સાથે ગાળેલી ક્ષણો દ્વારા હું તારી નજીક હોઈશ. યાદ બની ને તારી નજીક રહીશ.

ક્રિષ્ના : પ્રોમિસ ??

પ્રનિ : હા પાકું પ્રોમિસ. હવે ક્રિષુ મારે જવું પડશે. તું ખૂશ રહેજે હંમેશા.

ક્રિષ્ના એને રોકવા જાય છે પણ એનું સપનું તૂટી જાય છે. ઈ જાગી જાય છે. સવાર થઈગઈ હોય છે. સવાર ના નીશી ક્રિષ્ના ને મળવા આવે છે અને કહે છે," આ પ્રનિ ની છેલ્લી નીશાની છે. જે તારા માટે મૂકી ગઈ છે. એમ કહી ઈ પ્રનિ નો લેપટોપ અને રાધા કૃષ્ણ નો પેડલ આપે છે.

નીશી રડતા કહે છે," ઈ જ્યારે અંતિમ શ્વાસ લેતી હતી ત્યારે એણે મને કીધું કે ક્રિષ્ના મારા માટે ચોક્કસ આવશે. ત્યારે એને મારો લેપટોપ અને આ પેડલ દઈ દેજો " આમ કહી નીશી રડી પડે છે.

ક્રિષ્ના ની આંખો માં આંસુ હોય છે. ઈ પેડલ ને હોઠ પર લગાડે છે અને લેપટોપ ને ભેટી પડે છે. ઈ નીશી ને કહે છે," આપણે ખૂશ રહેવાનું છે. પ્રનિ ઈ જ ઈરછે છે."

ઈ લેપટોપ માં પ્રનિ અને ક્રિષ્ના ની સાથે ગાળેલી ક્ષણો હોય છે.

ક્રિષ્ના ને હોસ્પિટલ માં થી રજા મળી જાય છે. ઈ એની મમ્મી ને કહે છે મારે અહીં જ રહેવું છે. પ્રનિ ની યાદો સાથે જીવવું છે.

એના મમ્મી હા પાડે છે. ઈ કેનેડા નો business સમેટી લે છે. એના મમ્મી પપ્પા ને લઈને ઈ અમદાવાદ આવી જાય છે. એના પપ્પા ને એના મમ્મી વાત કરે છે. ઈ પણ ક્રિષ્ના ની feeling સમજે છે. ઈ ક્રિષ્ના ને support કરે છે.

ક્રિષ્ના અમદાવાદ માં પોતાનો business ચાલુ કરે છે.એક NGO ની સ્થાપના કરે છે. જે જરુરત મંદ ની મદદ કરે છે. જ્યારે પણ પ્રનિ ની યાદ આવે ત્યારે ઈ પેલા ગાડૅન માં એની ને પ્રનિ ની ફેવરિટ bench પર બેસી જાય છે. એને એવું જ ફીલ થાય કે પ્રનિ એની આસપાસ છે. પ્રનિ ની નજીક હોવાનો અહેસાસ હંમેશા એની સાથે રહે છે.ઈ પેડલ હંમેશા એની પાસે રાખે છે. ઈ પ્રનિ નો હંમેશા સાથે હોવાનો અહેસાસ કરાવે છે.

ક્રિષ્ના પ્રનિ જે મંદિરે જતી ત્યાં પણ અવારનવાર જાય છે. એને ત્યાં શુકુન અને શાંતિ મળે છે. પ્રનિ જાણે ત્યાં એનો હાથ પકડી ને ઉભી હોય એવો એને અહેસાસ થાય છે.

પ્રનિ ની સાથે ગાળેલી ક્ષણો અને યાદો ક્રિષ્ના ને જીવવાનું બળ આપે છે.

જીવવું છે હવે તારી યાદો સાથે.....

(સંપૂર્ણ)