Varsad ni ek raat books and stories free download online pdf in Gujarati

વરસાદ ની એક રાત

કાયરા એ પોતાની બેગ પેક કરી. આંખો માં આવી ગયેલા આંસુ લુછી નાખ્યા ને મન મક્કમ કર્યું. રાત ના ૧૧ વાગી ગયા હતા. કાયરા ના ઘર માં નિરવ શાંતિ હતી. તેના મમ્મી-પપ્પા ગાઢ નિદ્રામાં હતા. કાયરા તેમનું એકમાત્ર સંતાન હતી. કાયરા પોતાના રૂમ માંથી બહાર આવી. કૌશિક કયાર નો તેને કોલ કરી રહૃાો. કાયરા ના સાયલન્ટ મોડ પર મુકેલા ફોન ની સ્કીન પર કૌશિક નું નામ ઝબકી રહૃા. કાયરા એ તેનો ફોન કટ કર્યો. ને મેસેજ કર્યો," I m coming"

કાયરા ના એક હાથ માં બેગ, ખભે હેન્ડબેગ અને એક હાથ માં ચિઠ્ઠી હતી. તે પોતાના મમ્મી પપ્પા ના રૂમ માં ગઈ. તેણે ચિઠ્ઠી તેના પપ્પા ના ટેબલ પર પડેલા મોબાઇલ નીચે રાખી. એક નજર પોતાના મમ્મી-પપ્પા પર નાખી. તે બંને ગાઢ નિદ્રામાં હતા. તે ભારે હૈયે ઘર ની બહાર નીકળી ગઈ.

કૌશિક કાયરા ની રાહ જોતો તેના ઘર થી થોડે દૂર ઉભો હતો. કૌશિક અને કાયરા કોલેજ માં સાથે ભણતા હતા. કાયરા કોલેજ ના છેલ્લા વર્ષ માં હતી. જ્યારે કૌશિક એ MBA ના લાસ્ટ યર ની એક્ઝામ આપી દીધી હતી. બંને એકબીજા ના ગળાડૂબ પ્રેમમાં હતા. બંને ના પેરેન્સ બહુ રૂઢિચુસ્ત હતા એટલે બંને એ ભાગી જવાનું નક્કી કર્યું ને કોટૅ મેરેજ કર્યા પછી જ ઘરે વાત કરવાનું નક્કી કર્યું.

જીન્સ અને લાંબી કુર્તી અને માથે દુપટ્ટો ઉઠી કાયરા કૌશિક પાસે આવી. લાંબી, પાતળી અને રૂપાળી કાયરા બહુ સુંદર હતી. તેના આંખો ખુબ જ સુંદર અને ભાવવાહી હતી. અત્યારે તે આંખો માં ઘેરી ઉદાસી છલકાય રહી હતી.તે કૌશિક પાસે આવીને તેને ભેટી ને રડવા લાગી.

કૌશિક એ તેને સમજાવતા કહ્યું," આપણે જલ્દી પાછા આવી જઈશું ને તેમને મનાવી લઈશું.એકવાર આપણે કોટૅ મેરેજ કરી લઈએ પછી તેમને મનાવી લઈશું."

કાયરા કૌશિક થી અલગ થઈ ને આંસુ લુછી નાખ્યા. કૌશિક પોતાના મિત્ર કૈશવ ની ગાડી લઈ ને આવ્યો હતો. બંને તેમાં અમદાવાદ જવાના હતા. ત્યાં એક મિત્ર ના ઘરે રહેવાના હતા.

કાયરા ગાડી માં બેસી ગઈ. વરસાદ આવવાની તૈયારી હતી. કૌશિક એ ગાડી ભગાવી દીધી. કાયરા હજી પણ ઉદાસ જ હતી. કૌશિક બોલ્યો," કાયરુ, તું આમ ઉદાસ થઈશ તો કેમ ચાલશે? બધું બરાબર થઈ જશે. થોડા જ સમય માં આપણે હંમેશા માટે એક થઈ જઈશું." એમ કહી તેણે કાયરા નો હાથ પકડ્યો.

કાયરા એ હળવું સ્મિત કર્યું. બહારે ધોધમાર વરસાદ વરસી રહ્યો અને કૌશિક ના મન માં અત્યારે વિચારો નો વરસાદ ચાલુ થઈ ગયો હતો. તે કાયરા ને પ્રેમ નહોતો કરતો પણ તે બસ તેની સાથે મોજ મજા કરવા માંગતો હતો.તેણે આની પહેલા પણ ઘણી છોકરી સાથે મોજ મસ્તી કરી હતી અને પછી તેને છોડી દીધી હતી. પણ કાયરા અલગ હતી. તે મેરેજ પહેલા ના શારીરિક સંબંધ માટે તૈયાર ન હતી એટલે જ કૌશિક એ આ ભાગવાનો નાટક રચ્યો હતો.

કૌશિક કાયરા ને અમદાવાદ લઇ જઈ તેનું યૌવન માણી તેને છોડી દેવાનો હતો. તે તેની સાથે મેરેજ કરવાનો ન હતો. તેના તો પહેલે થી કેનેડા જવાના વિઝા આવી ગયા હતા. તે થોડા જ દિવસોમાં કેનેડા જતો રહેવાનો હતો. તેને કેનેડા જતા પહેલા કાયરા નું યૌવન માણી લેવુ હતું. અત્યાર સુધી તેને મળેલી બધી છોકરીઓ કરતા કાયરા અલગ હતી. તેની ચહેરા પર અલગ પ્રકારની માસુમિયત દેખાતી હતી.

કૌશિક નુ દિલ કાયરા તરફ ખેંચાતું હતું પણ તે કોઈ એક સંબંધ માં બંધાય એવો વ્યક્તિ ન હતો. તે આ બધા વિચારો માં ખોવાયેલો હતો ત્યાં અચાનક ગાડી માંથી અવાજ આવ્યો ને તે આંચકા સાથે ઉભી રહી ગઈ. કાયરા ગભરાઈ ગઈ તે બોલી," શું થયું ? ગાડી કેમ બંધ થઈ ગઈ?"

કૌશિક બોલ્યો," હું ચેક કરી જોવ" બહાર બહુ અંધારું હતું ને ધોધમાર વરસાદ વરસી રહ્યો.કૌશિક ને ગાડી માંથી એક ટોચૅ મળી.તે ટોચૅ લઈને ગાડી ની બહાર નીકળ્યો ને જોયું તો બંને આગળના ટાયરો માં પંચર હતું. તેણે ગાડી ની ડીકી માં જોયું તો એક જ સ્પેર વ્હીલ હતું. તે આખો વરસાદ માં ભીંજાઈ ગયો હતો. તેણે આજુબાજુ જોય રહૃાો. એક વીજળી નો કડાકો થયો ને તેનું ધ્યાન ત્યાં લગાવેલા બોડૅ પર પડ્યું. તે બોડૅ પર"વેલકમ હોટલ "લખેલું હતું. તે ત્યાં થી થોડી જ દુરી પર હતી.

તે ગાડી માં આવ્યો ને કાયરા ને બધી વાત કરી. તેણે કહ્યું," આપણે આજ ની રાત વેલકમ હોટલ માં રોકાઈ જઈએ. સવારે ગાડી રિપેર કરાવી નીકળી જઈશું."

કાયરા એ સહમતિ આપી દીધી.કૌશિક એ ગાડી ને લોક કરીને બંને જણા સામાન લઈ ને હોટલ તરફ જવા નીકળી ગયા.કૌશિક મન માં ખુશ હતો કે તે જે તક ની રાહ જોતો હતો તે સામે ચાલીને તેને મળી ગઈ. આજે તો તે કાયરા ને પામીને જ રહેશે તેવુ મન માં નક્કી કર્યું. કાયરા પોતાના વિચારો માં જ ખોવાયેલી ઘીમે ઘીમે ચાલી રહી. બંને આખા ભીંજાઈ ગયા હતા. કાયરા પોતાના ચહેરા પર દુપટ્ટો બાંધી દીધો હતો.

તે બંને હોટલ માં પહોચ્યા. મોડી રાત થવા આવી હતી. રિસેપ્શન ડેસ્ક પર એક વ્યક્તિ ઝોલા ખાતો હતો. કૌશિક એ તેને ઢંઢોળી ને જગાડયો. તેણે બંને સામે જોયું ને તેની ઉંઘ ઉડી ગઈ. તે ૩૦ વર્ષ ના બટકા માણસ નું નામ જયેશ હતું. તેની આંખો લુરચી હતી. તેના દાંત તમાકુ ખાઈને કાળા પડી ગયા હતા. તેણે હસતા કહ્યું," બોલો સાહેબ"

કૌશિક એ કાયરા ને ત્યાં દુર રાખેલા સોફા પર બેસવાનો ઈશારો કર્યો.

કાયરા ત્યાં જઈને બેઠી.તે વરસાદ માં ભીંજાવા ને લીધે ધ્રુજી રહી હતી. કૌશિક બોલ્યો," અમને રૂમ જોઈએ છે."

જયેશ એ કહ્યું," હમણાં કોઈ રૂમ ખાલી નથી." કૌશિક સમજી ગયો કે જયેશ લાલચુ છે. તેણે ૨૦૦૦ ની નોટ સરકાવતા કહ્યું," અમારી ગાડી બગડી ગઈ છે. અમારે રૂમ ની જરૂર છે."

જયેશ ની આંખો ચમકી તે બોલ્યો," મળી જશે સાહેબ. તમારા બે નો આઈડી પ્રૂફ આપો."

કૌશિક એ બીજી ૫૦૦ ની નોટ કાઢી. જયેશ ના ચહેરા પર સ્મિત આવી ગયું તે બોલ્યો," વાંધો નહીં, સાહેબ. તમે ખાલી તમારું નામ લખાવી દો." કૌશિક એ ખોટું નામ લખાવ્યું.

જયેશ એ કૌશિક ને ધીમા અવાજે કહ્યું," પણ સાહેબ, હું તમને એક વાત કહી દઉ્. અત્યારે આ હોટેલમાં એક જ રૂમ ખાલી છે. રૂમ નં ૨૧. તે રૂમ માં એક ગાંડી સ્ત્રી એ આત્મહત્યા કરી હતી. ત્યાર થી તે રૂમ માં કોઈ રોકાતુ નથી. તે રૂમ ની નિયમિત સફાઈ થાય છે. પણ તે રૂમ અમે કોઈ ને આપતા નથી."

કૌશિક નવાઈ થી બોલ્યો," શું કામ કોઈને તે રૂમ નથી આપતા?"

જયેશ એ કીધું," બધા એવું માને છે કે હજી તે ગાંડી સ્ત્રી ની આત્મા ત્યાં ભટકે છે. જે કોઈ ને તે રૂમ માં રહેવા નથી દેતી."

કૌશિક જોરથી હસવા લાગ્યો ને બોલ્યો," હું આવી વાતો માં વિશ્વાસ નથી કરતો.મને તે રૂમ આપી દો."

જયેશ એ ગભરાતા કહ્યું," જુઓ સાહેબ, આ કહેવાની મારી ફરજ હતી. પછી તમારા લીધે મારી નોકરી પર કોઈ જોખમ ન આવે."

કૌશિક એ બીજી ૫૦૦ ની નોટ આપીને કહ્યું," જલસા કર, દોસ્ત.તારી નોકરી પર કોઈ આંચ નહીં આવે. સવારે તો અમે જતા રહીશું. "

જયેશ રૂપિયા જોઈ ખુશ થઈ ગયો. તેણે રૂમ ની ચાવી આપી દીધી.

કૌશિક બોલ્યો," મારી ગાડી માં પંચર થયું છે. કોઈ મિકેનિક હશે આજુબાજુ?"

જયેશ એ ખુશામત કરતા કહ્યું," અહીં પાસે જ એક મિકેનિકલ છે. તેને હું વાત કરી દઉં છું. સવાર સુધી માં તમારી ગાડી એકદમ રેડી થઈ જશે."

કૌશિક એ જયેશ ને ગાડી ની ચાવી આપી ને કયા ગાડી પડી છે તે કહ્યું.કૌશિક કાયરા પાસે ગયો. કાયરા બોલી," શું વાત કરતો હતો કયાર નો ?"

કૌશિક બોલ્યો," આપણ ને રૂમ મળી ગયો છે. સવાર સુધી માં ગાડી એ રિપેર થઈ જશે."

" મને તે માણસ બિલકુલ ઠીક ન લાગ્યો." કાયરા એ ગભરાતા કહ્યું.

" તું ચિંતા ન કર. હું તારી સાથે જ છું." કૌશિક એ કાયરા નો હાથ પકડયો ને બંને પોતાના રૂમ તરફ જવા લાગ્યા.

કૌશિક બોલ્યો," અત્યારે એક જ રૂમ મળ્યો છે અને આપણે બંને એ સાથે જ એમાં રહેવું પડશે."

કાયરા સ્મિત આપતા બોલી," મને તારા પર વિશ્વાસ છે." કૌશિક કાયરા નો વિશ્વાસ જોઈ થોડો ઝખવાયો પણ પછી પોતાની લાગણી પર નિયંત્રણ કરી લીધું. બંને દાદરા ચડી ઉપર ના માળે આવ્યા.

તે હોટલ બે માળ ની હતી. બહુ સગવડો ન હતી પણ એક રાત માટે રહેવા માટે ખરાબ પણ ન હતી. કૌશિક એ રૂમ નં ૨૧ ખોલ્યું એવો હવા નો તેજ ઝાપટો બહાર આવ્યો. કૌશિક એ રૂમ ની લાઈટ ચાલુ કરી. રૂમ ચોખ્ખો હતો. એક બેડ, ટેબલ - ખુરશી, એક કબાટ, એક અરીસો,બે બારીઓ, અટેચડ બાથરૂમ પણ હતો. રૂમ એકંદરે સારો હતો. કૌશિક મન માં બોલ્યો," આજ ની રાત તો જલસો પડી જશે."

કાયરા ને ખુબ ઠંડી પડી રહી એટલે તે બાથરૂમ માં કપડા બદલાવા જતી રહી. કૌશિક એ પણ પોતાના કપડા બદલી નાખ્યાં. તે બારી પાસે ઉભો બહાર જોઈ રહૃાો. બહાર હજી પણ વરસાદ ચાલુ હતો ને ગાઢ અંધકાર હતો. ત્યાં અચાનક કૌશિક ને કાયરા ની ચીસ સંભળાઈ ને તે દોડતો બાથરૂમ પાસે પહોંચી ગયો.

કૌશિક એ બાથરૂમ નો દરવાજો પછડાયો ને કહ્યું," શું થયું કાયરા?"

કાયરા એ દરવાજો ખોલી નાખ્યો ને બહાર આવી ગભરાતા બોલી," મારા પર એક ગરોળી પડી "

કૌશિક હસી પડ્યો ને બોલ્યો," એક ગરોળી થી આટલું શું ડરવાનું ?"

કાયરા મોં ફુલાવી ને પલંગ પર બેસી ગઈ. તેણે ટી-શર્ટ અને કેપ્રી પહેર્યો હતા. બેસવાથી તેની કેપ્રી થોડી ઉપર ચડી ગઈ ને તેના લાંબા,ગૌરા અને લીસા પગ દેખાય રહૃાા. તેના પાતળા ટી-શર્ટ માંથી તેના શરીર ના ઉભાર સાફ દેખાય રહૃાા. કાયરા ને જોઈને કૌશિક નું મન લપસી રહ્યું.

તેણે પોતાની ચાલ ચાલવાનું શરૂ કર્યું. તે જાણતો હતો કે કાયરા સામે ચાલીને તેને પોતાનું શરીર નહીં સોંપે એટલે તે બે ચોકલેટ લાવ્યો. તેમાંની એક ચોકલેટ માં બેભાન થવાની દવા હતી.

તેણે કાયરા ની બાજુ માં બેસતા કહ્યું," હવે ગુસ્સે ન થા. કેટલી મસ્ત રાત છે અને તુ મોં ફુલાવી ને બેઠી છો."

કાયરા બોલી," મને તો બહુ ડર લાગે છે. આપણે જે કરી રહ્યા છે તે સહી તો છે ને ?"

કૌશિક એ તેનો હાથ પકડતા કહ્યું," હા, બધું સારું થઈ જશે." એમ કહી કૌશિક એ બીજો હાથ કાયરા ની કમર પર રાખ્યો ને તેને પોતાની નજીક ખેંચી. કાયરા કૌશિક ની આંખો માં જોઈ રહી. કૌશિક પોતાના હોઠ કાયરા ના હોઠ પર મુકવા જઈ રહૃાો હતો. બંને ના હોઠ વચ્ચે નહિવત અંતર હતું ત્યાં કાયરા એ પોતાની આંગળી કૌશિક ના હોઠ પર મુકી દીધી ને હસતા બોલી," મેરેજ પછી"

કૌશિક ને ગમ્યું તો નહીં પણ તે હસી પડ્યો. તેણે કીધું," સારું મેડમ, આપણી નવી જિંદગી ની શરૂઆત માં આપણે મીઠું મોં તો કરવું જોઈએ ને !!" એમ કહી તેણે ખિસ્સા માંથી બે ચોકલેટ કાઢી.

કાયરા બોલી," તું જ તારા હાથ થી ખવડાવી દે."

કૌશિક ચોકલેટ નું રેપર ખોલી ને હજી કાયરા ના મોં માં નાખવા જતો હતો ત્યાં કોઈ એ જોર થી દરવાજો પછડાયો. કૌશિક ચોંકી ગયો ને તેના હાથ માંથી ચોકલેટ પડી ગઈ. તેને ગુસ્સો આવ્યો.કાયરા બોલી," અરે વાંધો નહીં. પણ અત્યારે કોણ આવ્યું હશે?"

કૌશિક બોલ્યો," હું જોવ છું."

કૌશિક એ દરવાજો ખોલ્યો તો સામે જયેશ ઉભો હતો. જયેશ ગભરાયેલો હતો.તે બોલ્યો," બધું ઠીક છે ને સાહેબ?"

કૌશિક બોલ્યો," હા, કેમ શું થયું ?"

જયેશ બોલ્યો," બાજુ ના રૂમ વાળા એ મને ફોન કરીને કહ્યું કે તેમને ૨૧ નં ના રુમ માંથી કોઈ સ્ત્રી ની ચીસ સંભળાઈ એટલે હું તપાસ કરવા આવ્યો."

કૌશિક બોલ્યો," બધું બરાબર છે. મારી પત્ની ગરોળી જોઈને ડરી ગઈ એટલે ચીસ પાડી દીધી. "

જયેશ બોલ્યો," ઠીક છે સાહેબ" એમ કહી જવા લાગ્યો.

કૌશિક બોલ્યો," સાંભળ, હવે અમને કોઈ ડિસ્ટર્બ કરવા ન આવે" જયેશ એ હસતા કહ્યું," જી સાહેબ" ને તે જતો રહ્યો.

કૌશિક એ દરવાજો બંધ કરી રૂમ માં આવ્યો. કાયરા એ પુછ્યુ," શું થયું ? તે માણસ કેમ આવ્યો હતો?"

કૌશિક બોલ્યો," બસ પુછા કરવા આવ્યો હતો કે બધું ઠીક છે કે નહીં"

કાયરા બેડ પાસે ઉભી હતી અને કૌશિક દરવાજા પાસે ઉભો હતો. કૌશિક કાયરા પાસે આવી રહૃાો ત્યાં અચાનક લાઈટ જતી રહી.

કાયરા બોલી," કૌશિક, જલદી લાઈટ ચાલુ કર. મને અંધારા માં બહુ ડર લાગે છે."

કૌશિક બોલ્યો," ગભરા નહીં, કાયરુ. હું હમણાં તારી પાસે આવું છું."

કૌશિક એ પોતાના ખિસ્સામાં ફંફોસ્યા ને તેમાંથી પોતાનો ફોન બહાર કાઢ્યો. તે હજી પોતાના ફોન ની ફ્લેશ લાઈટ ચાલુ કરવા જતો હતો ત્યાં તેને કોઈ વસ્તુ પડવાનો અવાજ આવ્યો.

કૌશિક એ જલ્દી થી ફ્લેશ લાઈટ ચાલુ કરી ને ચારે બાજુ જોવા લાગ્યો. તેને કાયરા ન દેખાય. તેણે બુમ પાડી," કાયરા " પણ કોઈ જવાબ ન આવ્યો. તેણે ફરી થી કાયરા ને બોલાવી પણ કોઈ જવાબ ન આવ્યો. તેણે પલંગ તરફ ફ્લેશ લાઈટ નાખી તો સામે નું દશ્ય જોઈ તેના હાજા ગગડી ગયા. તેણે જોયું કે એક સ્ત્રી પલંગ પર બેઠી હતી. તેનો ચહેરો વાળ થી ઢંકાયેલો હતો. તેણે સફેદ ડ્રેસ પહેર્યો હતો. તેના હાથ પગ પર ઉઝરડા હતા અને તેમાંથી લોહી વહી રહ્યું હતું.

કૌશિક તો અવાચક જ થઈ ગયો. તેનું આખું શરીર ઠંડું પડી ગયું ને તેણે હિંમત કરીને પુછ્યું," કોણ છે ત્યાં ?"

તે સાથે બારી પછડાવા લાગી ને હવા નો એક તેજ ઝાપટો આવ્યો ને તે સ્ત્રી ના વાળ ઉડ્યા ને તેનો ચહેરો સ્પષ્ટ દેખાવા લાગ્યો.તેના આખા ચહેરા પર સફેદ ડાધા હતા ને આંખો લાલઘુમ હતી. તેના હોઠ લાલ હતા. તેણે કૌશિક ની સામે જોઈ પોતાની ડોક ત્રાંસી કરી ને એકધારું કૌશિક ને જોવા લાગી. કૌશિક તો તેનો ભયંકર દેખાવ જોઈ ભડકી ગયો. તેને રૂમ છોડીને ભાગી જવું હતું પણ તેના પગ જાણે ખોટા થઈ ગયા હોય એમ જમીન સાથે જકડાઈ ગયા હતા.

તે સ્ત્રી કૌશિક સામે એકીટશે જોઈ રહીને પછી હસવા લાગી. તે પલંગ પર થી ઉઠી ને ધીમે ધીમે કૌશિક તરફ આવવા લાગી.કૌશિક ની હિંમત તુટી ગઈ ને તે બેભાન થઈ ઢળી પડ્યો.

કૌશિક ની આંખો ખુલી ત્યારે તે પલંગ પર સુતો હતો. કાયરા તેની પાસે બેઠી હતી. તે ગભરાયેલી હતી. તેણે કૌશિક ના કપાળ પર હાથ મૂકી કહ્યું," કેમ છે તને?"

કૌશિક બોલ્યો," ઠીક છું" તે બેઠો થયો.

કાયરા બોલી," શું થયું ? તું બેભાન કેવી રીતે થયો?" કૌશિક એ બધી વાત કરી ને તે પણ કહ્યું જે જયેશ એ કીધું હતું.

કાયરા બહુ ડરી ગઈ. તે બોલી," તે પહેલાં કેમ મને આ વાત ન કરી ? હું તને આ રૂમ ક્યારેય ન લેવા દેત. જલદી આપણે આ રૂમ છોડી દેવો જોઈએ"

કૌશિક એ કહ્યું," હા, પણ તું ક્યાં હતી ? મેં તને કેટલી વાર બોલાવી તો પણ તે જવાબ ન આપ્યો"

કાયરા એ કહ્યું," મારા માથા પર કોઈ વસ્તુ અથડાતાં હું બેભાન થઈ ગઈ હતી. જ્યારે મને હોંશ આવ્યું ત્યારે તને પણ બેભાન જોયો. હવે જલ્દી કર. આ રૂમ માં રહેવું ઠીક નથી"

બંને પોતાનો સામાન લઈ નીચે રિસેપ્શન ડેસ્ક પર આવ્યા. સવાર થવાને હજી વાર હતી. વરસાદ હજી પણ ચાલુ હતો.જયેશ ત્યાં જ પડેલી બેન્ચ પર સુઈ ગયો હતો. કૌશિક એ જયેશ ને જગાડયો. જયેશ બોલ્યો," બોલો સાહેબ, બધું બરાબર તો છે ને?"

કૌશિક એ કહ્યું," અમને ચેક આઉટ કરવું છે. મારી ગાડી તૈયાર થઈ ગઈ?"

જયેશ એ કહ્યું," ના સાહેબ. હજી ટાઈમ લાગશે.વરસાદ પણ હજી ચાલુ જ છે.કોઈ તકલીફ તો નથી ને ?"

કૌશિક પહેલા અચકાયો પણ પછી બધી વાત કરી. તેની વાત સાંભળી જયેશ બોલ્યો," સાહેબ, તે કમલા હશે."

કૌશિક બોલ્યો," કોણ કમલા?" કાયરા પણ ધ્યાન થી તેની વાત સાંભળી રહી.

જયેશ બોલ્યો," કમલા અહીં કામ કરતી હતી. આજ થી બે વર્ષ પહેલાં એક માણસ દર મહિને તે ૨૧ નં ના રૂમ માં રોકાવા આવતો. કમલા ને તે બંને પ્રેમ માં પડી ગયા હતા. કમલા દેખાવે બહુ સુંદર હતી. પહેલો બહુ ખરાબ નીકળ્યો. તેણે કમલા નો ફાયદો ઉઠાવી છોડી દીધી ને ફરી અહીં આવવાનું પણ બંધ કરી દીધું. કમલા તેની યાદ માં પાગલ જેવી થઈ ગઈ હતી. તેણે એ જ રૂમ માં પંખા થી લટકીને આત્મહત્યા કરી હતી. ત્યાર થી તે રૂમ માં કોઈ રહેતું નથી."

કાયરા અને કૌશિક સ્તબ્ધ થઈ ને જયેશ ની વાત સાંભળી રહૃાા.

ત્યાં અચાનક કાયરા બોલી," ઓહ નો, મારો ફોન તો રૂમ ના બાથરૂમ માં જ રહી ગયો."

કૌશિક બોલ્યો," બીજો લઈ લેશું"

કાયરા બોલી," તે ફોન મારા પપ્પા એ બથૅડે માં આપ્યો હતો." તેનો અવાજ ભીનો થઇ ગયો હતો.

કૌશિક એ જયેશ ને કહ્યું," તું તે ફોન લઈ આવ"

જયેશ બોલ્યો," ના સાહેબ, મારી હિંમત નથી. હું તે રૂમ માં રાત્રે ન જાવ.મે તો તમને પણ પહેલા જ ચેતવ્યા હતા."

કૌશિક એ રૂપિયા ની લાલચ આપી તો જયેશ બોલ્યો," ના સાહેબ, હું તો નહીં જાઉં"

કાયરા મક્કમ અવાજે બોલી," હું એકલી જઈને લઈ આવીશ."

તે આમ કહી જવા લાગી. કૌશિક એ તેનો હાથ પકડ્યો ને બોલ્યો," હું પણ આવું છું. આપણે બે સાથે જઈશું."

બંને સમાન ત્યાં મુકી ગભરાતા પાછા તે રૂમ માં આવ્યા. કયારા બોલી," સોરી કૌશિક, પણ તે ફોન મારા પપ્પા એ આપ્યો છે. હવે હું ક્યારે પપ્પા ને મળીશ તે ખબર નથી. તે ફોન માં મારી ફેમિલી ના ફોટા છે. તે ફોન મારા માટે કિંમતી છે."

કૌશિક બોલ્યો," હું સમજું છું." કૌશિક અંદર થી ગભરાતો હતો પણ તે કાયરા ની નજર માં નીચો પડવા નહોતો માંગતો. તેને હજી કાયરા ને પામવાની ઈચ્છા હતી. આ બધું થયા પછી તેને કાયરા ને પામવાનું વધુ જૂનુન સવાર થયું હતું.કાયરા તેના માટે એક ચેલેન્જ બની ગઈ હતી. કોઈ પણ ભોગે તે તેના યૌવન ને માણવા માંગતો હતો.

કૌશિક એ રૂમ નો દરવાજો ખોલ્યો ને બંને અંદર આવ્યા. કૌશિક એ લાઈટ ની સ્વિચ ચાલુ કરી પણ લાઈટ ન થઈ. કૌશિક એ પોતાના મોબાઈલ ની ફ્લેશ લાઈટ ચાલુ કરી ને બંને એકબીજા નો હાથ પકડી રૂમ માં ગયા. કાયરા અને કૌશિક બંને ડરી રહ્યા હતા પણ તોય હિંમત સાથે આગળ વધ્યા. કાયરા એ બાથરૂમ નો દરવાજો ખોલ્યો. બાથરૂમ ની લાઈટ પણ ન થઈ. તેણે ફલેશલાઈટ ની મદદ થી પોતાનો ફોન શોધી લીધો. તે વૉશબેશિગ પાસે જ હતો. બંને ફોન લઈ રૂમ ની બહાર જઈ રહ્યા હતા.

બંને પલંગ પાસે થી પસાર થઈ રહ્યા હતા. ત્યાં અચાનક પલંગ નીચે થી એક હાથ બહાર આવ્યો ને તેણે કૌશિક નો પગ પકડી લીધો. કૌશિક ગભરાઈ ગયો ને તેનું બેલેન્સ ન રહેતા તે નીચે પડી ગયો. તેનો ફોન પણ તેના હાથ માંથી છટકી ગયો.કાયરા પણ બહુ ડરી ગઈ. કૌશિક પોતાનો પગ છોડાવા પ્રયત્ન કરવા લાગ્યો પણ હાથ ની પકડ મજબૂત હતી. તેણે પોતાનો ફોન શોધ્યો.તેણે પલંગ ની નીચે લટકતી બેડશીટ ને ખસેડી ને ફોન ની ફ્લેશ લાઈટ માં જે દશ્ય જોયું તેનાથી તે છળી ગયો.

પહેલી સ્ત્રી તે પલંગ નીચે ઉંધી સુતી હતી. પહેલો હાથ તેનો હતો. તેના ચહેરા પર ભયંકર સ્મિત હતું. કાયરા પણ તેને જોઈ ચીસ પાડી ઉઠી. તે કૌશિક નો પગ છોડાવા પ્રયત્ન કરવા લાગી. કૌશિક તો પરસેવા થી નાહી ગયો હતો. તેને સમજાતું ન હતું કે શું કરે !! તે એટલો બધો ગભરાઈ ગયો હતો. પહેલી સ્ત્રી એ તેનો પગ છોડી દીધો ને કાયરા એ કૌશિક ને ઉભો કર્યો ને બંને રૂમ ની બહાર નીકળી ગયા.

બંને દોડતા દોડતા નીચે આવ્યા. બંને ત્યાં સોફા પર બેસી ગયા.

જયેશ બંને ની હાલત જોઈ ગભરાય ગયો ને તે બંને માટે પાણી લઈ આવ્યો. કાયરા પાણી પી ને થોડી સ્વસ્થ થઈ પણ કૌશિક મુઢ ની જેમ જ બેઠો હતો.

કાયરા બોલી," કૌશિક, તું ઠીક છે ને?"

કૌશિક બોલ્યો," હા" કાયરા તેને ભેટીને રડવા લાગી.

જયેશ એ પુછ્યુ," શું થયું ?" કાયરા એ બધી વાત કરી.

જયેશ એ કહ્યું," તમે લોકો અહીં જ બેસો. હું મેકેનિક ને મળી આવું.

તમારી ગાડી રિપેર થઈ છે કે નહીં તે જોઈ આવું "

જયેશ જતો રહ્યો. કાયરા કૌશિક નો હાથ પકડતા બોલી," તું ઠીક તો છે ને? હું બહુ ગભરાઈ ગઈ હતી. તને કશું થઈ જાત તો હું જીવી ન શકત" એમ કહી તે કૌશિક ને ભેટીને રડવા લાગી.

કાયરા ના આંસુ અને પોતાના માટે નો પ્રેમ જોઈ કૌશિક નું દિલ પીગળી ગયું. તેને પસ્તાવો થવા લાગ્યો. તેને પોતાના પર ધિક્કાર આવવા લાગ્યો કે તે પોતાને આટલો બધો પ્રેમ કરનારી છોકરી જોડે કેટલુ ગલત કરવા જઈ રહ્યો હતો" તેની આંખો પણ ભીની થઈ ગઈ.

તેની આંખો માં પહેલી વાર કોઈ માટે પ્રેમ છલકાય રહૃાો.તેણે કાયરા ને પોતાની બાહોમાં જકડી લીધી ને મન માં નક્કી કર્યું કે તે પોતાની સરચાઇ કાયરા ને જણાવી દેશે.

કૌશિક એ હિંમત કરી ને કાયરા ની આંખો માં જોયું.તે બોલ્યો," કાયરા હું તને કશું કહેવા માગું છું"

કાયરા બોલી," હા, બોલ"

કૌશિક એ કાયરા નો હાથ પકડ્યો ને તેની આંખો માં જોતા કહ્યું," કાયરા

હું તારી સાથે લગ્ન કરવા નહોતો માંગતો. હું તારો ફાયદો ઉઠાવી તને છોડી દેવાનો હતો. મને તારા શરીર માં જ રસ હતો. રૂમ માં તને જે ચોકલેટ હું ખવડાવવાનો હતો તેમાં પણ બેહોશી ની દવા મેળવેલી હતી. તે ખવડાવી હું તને બેભાન કરી તને ભોગવીને છોડી ને જતો રહેવાનો હતો. મારા કેનેડા ના વિઝા પણ આવી ગયા છે.હુ થોડા દિવસ મા કેનેડા જતો રહેવાનો છું. આની પહેલા પણ મેં ઘણી છોકરીઓ ને છેતરી છે તેમનો લાભ ઉઠાવી છોડી દીધી છે." આટલું કહી કૌશિક અટક્યો.

કાયરા ની આંખો માં ગુસ્સો ઉભરાઈ આવ્યો તેણે ઝાટકા થી પોતાનો હાથ છોડાવ્યો ને ઉભી થઈ ગઈ.

કૌશિક પણ ઉભો થઈ ગયો ને તે કાયરા પાસે આવી બોલ્યો," કાયરા, પ્લીઝ મને માફ કરી દે. હું તને સાચો પ્રેમ કરવા લાગ્યો છું. મને એક તક આપ. મને તારા માટે જે લાગણી થઈ છે તેવી કોઈ માટે નથી થઈ. હું તારા વગર નહીં રહી શકું. હું કેનેડા પણ નહીં જાઉં. હું હવે થી એક સારો વ્યક્તિ બની ને બતાવીશ. પ્લીઝ તું મને છોડીને ન જઈશ." આટલું બોલતાં કૌશિક ની આંખો ભીની થઈ ગઈ.

કાયરા એ કૌશિક સામે જોયું ને તેને કૌશિક ની આંખો માં પસ્તાવો દેખાયો. તેણે કૌશિક નો હાથ પકડ્યો ને સપાટ અવાજે કહ્યું," ચલ, મારી સાથે"

કૌશિક આશ્વર્ય સાથે બોલ્યો," ક્યાં? તે મને માફ કરી દીધો?"

કાયરા કશું ન બોલી. તે કૌશિક ને લઈને ફરી તે ૨૧ નં ના રૂમ માં આવી. કૌશિક બોલ્યો," કાયરા, અહીં પાછા કેમ આવ્યા ?" પણ કાયરા કંઈ ન બોલી. તેણે રૂમ નો દરવાજો ખોલ્યો ને બંને અંદર આવ્યા.

કાયરા એ રૂમ ની લાઈટ ચાલુ કરી. લાઈટ તરત ચાલુ થઈ ગઈ. આ બધું જોઈ કૌશિક ને નવાઈ લાગી.તે બોલ્યો," આ બધું શું છે?"

કાયરા એ પલંગ પર બેસતા કહ્યું," જલ્દી સમજાય જશે" તેણે પોતાનો ફોન કાઢ્યો ને નંબર લગાવ્યો ને ફોન પર કહ્યું," તમે બધા રૂમ માં આવી જાવ" એટલું કહી ફોન કાપી નાખ્યો.

કૌશિક સ્તબ્ધ થઈ ને ઉભો હતો. તેને કશું સમજાતું ન હતું. ત્યાં કયારા બોલી," તું ખરેખર મને પ્રેમ કરે છે?"

કૌશિક બોલ્યો," હા કાયરા "

કાયરા આ સાંભળી હસવા લાગી. તે બોલી," પ્રેમ શબ્દ તારા મોં માંથી સારો નથી લાગતો. મને તો તારી અસલિયત પહેલે થી જ ખબર હતી"

કૌશિક ચોંકી ને બોલ્યો," તો આ બધું ?"

કાયરા બોલી," ડીયર, તને નાટક કરતા આવડે છે તો મને પણ નાટક કરતા આવડે છે"

કૌશિક ગુસ્સામાં બોલ્યો," એટલે આ બધું નાટક હતું"

કાયરા એ હસતા કહ્યું," હા" ત્યાં જ રૂમ નો દરવાજો ખુલ્લો ને બે વ્યક્તિ અંદર આવી. તેને જોઈને કૌશિક નું માથું ભમવા લાગ્યું.

તે બે વ્યક્તિ માં એક કૈશવ હતો ને બીજી વ્યક્તિ પહેલી સ્ત્રી હતી. જેને કૌશિક કમલા ની આત્મા સમજતો હતો. કૌશિક ને કશું સમજાતું નહોતું.

ત્યાં કાયરા બોલી," તને સંગીતા યાદ છે? સંગીતા તારી સાથે જ ભણતી હતી. તે તારા પ્રેમમાં પાગલ હતી. તે પણ પ્રેમ ના નામે તેનો ખુબ ફાયદો ઉઠાવ્યો ને પછી છોડી દીધી. તારા આ દગા થી તેને ખુબ જ આધાત લાગ્યો હતો. તેણે તારી સાથે વાત કરવા કેટલી કોશિશ કરી પણ તે તેને ઈગનોર કરી. તે તને ખુબ જ ચાહતી હતી. તારો આ દગો ન સહી શકી ને તેણે આત્મહત્યા કરી.તે મારી ખુબ જ સારી મિત્ર હતી" આટલું બોલતાં કાયરા નો અવાજ ભારે થઈ ગયો ને આંખ માં આંસુ આવી ગયાં.

પહેલી સ્ત્રી કૌશિક ની પાસે આવી ને તેણે ગુસ્સામાં તેની સામે જોયું ને એક થપ્પડ કૌશિક ને મારી દીધી. તે ગુસ્સામાં બોલી," હું સંગીતા ની બહેન કવિતા છું. આ બધો પ્લાન હતો તને સબક શીખવાડવા."

કૌશિક તો આ બધું સાંભળી સ્તબ્ધ થઈ ગયો.તેણે કૈશવ સામે જોયું.તેને નવાઈ લાગી કે તેનો મિત્ર પણ આ પ્લાન માં શામેલ હતો.

કૈશવ એ આગ ઝરતી નજરે તેની સામે જોયું ને બોલ્યો," હું સંગીતા ને પ્રેમ કરતો હતો. મેં તને પણ સંગીતા થી દુર રહેવા કહ્યું હતું પણ તે મારી વાત ન માની. તારા માટે સંગીતા એક ટાઇમપાસ હતી પણ તે તને પાગલ ની જેમ ચાહવા લાગી હતી. તને ખબર છે તેના મૃત્યુ સમયે પણ તેની જુબાન પર તારું નામ હતું." કૈશવ એ કૌશિક ના ટી-શર્ટ ને પકડી તેને હલબલાવી નાખ્યો. કૌશિક કંઈ ન બોલતા નીચે નજરે બધું સાંભળી રહ્યો. તેના દિલમાં પારાવાર પસ્તાવો હતો.

કાયરા બોલી," તને સબક શીખવાડવા અમે ત્રણેય એ એક પ્લાન બનાવ્યો. મેં તારી સાથે પ્રેમ કરવાનું નાટક કર્યું. તું ધીમે ધીમે મારા તરફ ખેંચાય રહૃાો હતો. હું તને મેરેજ પહેલા શરીર નહીં સોપુ તે જાણી તુ મારી સાથે મેરેજ કરવા તૈયાર થયો. હું જુઠું બોલી કે મારા મમ્મી પપ્પા નહીં માને. તે ભાગવાનો પ્લાન બનાવ્યો. અમે આ જ તક ની રાહ જોતા હતા. અમે આ હોટલ શોધી કાઢી. અમને ખબર પડી કે આ રૂમ માં કમલા નામ ની સ્ત્રી એ આત્મહત્યા કરી હતી એટલે અમે નક્કી કર્યું કે આ જ રૂમ માં તને લઈ આવવો ને પછી તને સબક શીખવાડવો."

કૌશિક આધાત સાથે આ બધું સાંભળી રહ્યો.

કૈશવ બોલ્યો," મેં જ તે રસ્તા પર ખીલીઓ રાખી હતી જેથી કાર માં પંચર થાય. જયેશ પણ અમારી સાથે મળેલો હતો. હું અને કવિતા પહેલેથી આ હોટલ માં હતા. જયેશ એ જાણી જોઈને આ રૂમ તને આપ્યો. હું આ રૂમ ની બાજુ ના રૂમ માં જ હતો. કવિતા બાથરૂમ માં સંતાઈ હતી. તું જ્યારે કાયરા ને ચોકલેટ ખવડાવાનો હતો તે કવિતા બાથરૂમ માંથી જોઈ ગઈ ને તેણે જયેશ ને બોલાવી લીધો. કાયરા નો ફોન ભુલાવુ, લાઈટ જતી રહેવી બધું પ્લાન મુજબ જ હતું. કવિતા નો મેકઅપ અને અંધારું તને ડરાવવામાં સફળ થયા."

કાયરા બોલી," હું જાણતી હતી કે તું મારા તરફ ખેંચાય રહૃાો છે. એટલે જ મેં તારી પરવાહ કરવાનુ નાટક કર્યું. મારી ચાલ સફળ રહી તે તારી જાતે પોતાનો ગુનો કબૂલ કર્યો. "

કૌશિક ની આંખો માં આંસુ આવી ગયાં. તે બે હાથ જોડીને બોલ્યો," હું તમારા ત્રણેય ની માફી માગું છું. સંગીતા ની પણ માફી માગું છું. મેં ખુબ જ ગલત કર્યું છે. મને સાચા દિલથી પસ્તાવો છે."

કવિતા ગુસ્સામાં બોલી," તારા પસ્તાવા થી મારી બહેન તો પાછી નહીં આવે. "

કૌશિક બોલ્યો," જાણુ છું. છતાં પણ હું સાચા દિલથી માફી માગું છું."

ત્રણેય માંથી કોઈ એ કૌશિક ને માફ ન કયૉ. એટલે કૌશિક કાયરા પાસે આવ્યો ને બોલ્યો," પ્લીઝ, તું તો મને માફ કર. હું તને ખરેખર ચાહવા લાગ્યો છું. તારા વગર નહીં રહી શકું. તું પણ મને ચાહે છે. મેં તારી આંખો માં મારા માટે લાગણી જોઈ છે."

કાયરા ગુસ્સામાં બોલી," મારા માટે આ એક નાટક જ હતું. અમે તને સબક શીખવાડવા માંગતા હતા તે શીખવાડી દીધો. હવે બધું પુરું થઈ ગયું. ગુડબાય ફોરેવર" આટલું કહી તે કૈશવ અને કવિતા સામે જોઈ બોલી," ચાલો, હવે આપણે જઈએ."

કૌશિક એ કાયરા નો હાથ પકડી લીધો ને બોલ્યો," તું જુઠું બોલે છે. તું મને પ્રેમ કરે છે. આ મેં મહેસુસ કર્યું છે."

કાયરા એ ઝાટકા થી હાથ છોડાવ્યો ને કહ્યું," હવે ખબર પડી જેને પ્રેમ કરતા હો તે દગો આપે તો કેવું થાય છે. તારી આ જ સજા છે. તુ મારા પ્રેમ માટે તડપતો રહે ઈ જ તારી સાચી સજા છે."

આમ કહી કાયરા રૂમ છોડી જતી રહી ને કૈશવ અને કવિતા પણ તેની પાછળ જતા રહ્યા. સવાર થવાની તૈયારી હતી. જયેશ ગાડી લઈને આવી ગયો હતો. કૈશવ એ તેને રૂપિયા દીધા. ને ત્રણેય જણા ગાડીમાં ગોઠવાયા ત્યાં કોઈ ના પડવાનો અવાજ આવ્યો.

ત્રણેય જણા ચોકીને ગાડી માંથી બહાર આવ્યા. તેમણે જોયું તો કૌશિક એ રૂમ ની બાલ્કની માંથી આપધાત કર્યો હતો. તેનુ શરીર જમીન પર પડ્યું હતું ને લોહી થી લથપથ હતું. તેને આવી હાલતમાં જોઈને કાયરા ની આંખ માં આંસુ આવી ગયાં. હોટલ માં રોકાયેલા બધા લોકો ભેગા થઈ ગયા. કૈશવ એ તેને ચેક કર્યો તો તેના શ્વાસ હજી ચાલુ હતા. તેણે જલ્દી ૧૦૮ માં ફોન કર્યો.

કૌશિક ને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો.કાયરા,

કૈશવ અને કવિતા પણ હોસ્પિટલ ગયા. કાયરા ના ફોન ની રીંગ વાગી. કાયરા ફોન રીસીવ કર્યો તો તેના પપ્પા ચિંતા થી બોલ્યા," ક્યાં છો બેટા? આમ ચિઠ્ઠી મૂકી ને કોઈ અડધી રાતે મિત્રો જોડે જાય?"

કાયરા બોલી," સોરી પપ્પા, અમારા એક દોસ્ત જોડે દુધટૅના થઈ ગઈ. અમે હોસ્પિટલમાં છીએ."

" બેટા, તું તો ઠીક છે ને?"

" હા, પપ્પા. તમે ચિંતા ન કરો.હું હમણાં તમને કોલ કરું" કાયરા એ ફોન કટ કરી નાખ્યો.

કૌશિક ના અંતિમ શ્વાસ ચાલી રહૃાા હતા. તેના મમ્મી પપ્પા ને કૈશવ એ ફોન કરી દીધો. ડોક્ટર એ પુરી કોશિશ કરી પણ કૌશિક બચી શકે તેમ ન હતો. તેને હોશ આવી ગયો હતો. તેના છેલ્લા શ્વાસ ચાલી રહૃાા હતા. તેની જુબાન પર " કાયરા" નું જ નામ હતું.

કાયરા, કૈશવ અને કવિતા તેને મળવા ICU માં ગયા. કાયરા કૌશિક પાસે ગઈ. કૌશિક ના કપાળ પર પાટો બાંધેલો હતો. તેના ચહેરા પર ઓક્સિજન માસ્ક હતું. કાયરા બોલી," કૌશિક" એ સાથે કૌશિક એ આંખો ખોલી. તેણે કાયરા સામે જોયું.ને પોતાના ચહેરા પર નો માસ્ક હટાવ્યો. તેણે ઈશારા થી કાયરા ને પોતાની નજીક બોલાવી. કાયરા કૌશિક ની એકદમ નજીક ગઈ. કૌશિક એ ધીમા અવાજે કહ્યું," મને માફ કરી દે, મારી તારા માટે ની ફીલીગ સાચી છે."

કાયરા ની આંખો ભીની થઈ ગઈ. તે કૌશિક નો હાથ પકડતા બોલી," મેં તને માફ કરી દીધો" કાયરા એ કૈશવ અને કવિતા સામે પણ જોયું.

બંને ને કૌશિક ની આંખો માં પસ્તાવો દેખાયો. બંને પણ બોલ્યા," અમે પણ કૌશિક ને માફ કરીએ છે."

આ સાંભળી કૌશિક ના ચહેરા પર સ્મિત આવી ગયું. તે કાયરા સામે જોઈ બોલ્યો," મારી એક આખરી ઈચ્છા પુરી કરીશ.?"

કાયરા બોલી," શું ?"

કૌશિક બોલ્યો," મને જાણવું છે કે તારા દિલ માં મારા માટે શું છે?"

કાયરા બોલી," કૌશિક મને પણ તારા માટે ફીલીગ છે. હું પણ તને ચાહવા લાગી છું." આટલું બોલતાં કાયરા રડી પડી.

કૌશિક બોલ્યો," હવે હું શુકુન થી મરી શકીશ" કાયરા કૌશિક સામે જોઈ રહી ને તેણે હળવે થી પોતાના હોઠ કૌશિક ના હોઠ પર મુકી દીધા. થોડીવાર બન્ને એકબીજા માં ખોવાયેલા રહૃાા પછી કાયરા કૌશિક થી અલગ થઈ. આ કૌશિક ની અંતિમ કીસ હતી. બે મિનિટ રહીને પછી તે મૃત્યુ પામ્યો. તેના ચહેરા પર એક અલગ પ્રકાર નુ જ સ્મિત હતું. કૈશવ અને કવિતા ની આંખો માં પણ આંસુ આવી ગયાં હતાં.

કૈશવ એ પોલીસ ને સમજાવી દીધું કે તે ચારે ય પિકનિક પર ગયા હતા ને ગાડી ખરાબ થતાં તે હોટલ માં રોકાયા ને ત્યાં કૌશિક નો પગ લપસતાં તે અકસ્માતે પડી ગયો. જયેશ એ પણ આ જ વાત કરી.

કૌશિક ના મમ્મી પપ્પા આવ્યા ને કૌશિક નો મૃતદેહ જોઈ તેમણે હૈયાફાટ રુદન કર્યું.કૈશવ, કવિતા એ તેમને સંભાળ્યા. કાયરા ની હાલત પણ ખરાબ હતી. કૌશિક ના મમ્મી-પપ્પા તેનું મૃતદેહ લઈ ગયા ને તેનુ અંતિમ સંસ્કાર કર્યું.

હોટલ મેનેજમેન્ટ એ કમલા અને કૌશિક ના અપમૃત્યુ પછી તે રૂમ કાયમ માટે બંધ કરી દીધો.

કૌશિક ના મૃત્યુ ના ૨ વર્ષ વીતી ગયા હોવા છતાં હજી કાયરા ને કૌશિક યાદ આવે છે. તેને એના મૃત્યુ નો ખુબ પસ્તાવો છે. જ્યારે પણ વરસાદ પડે છે ત્યારે કાયરા ને તે રાત અને કૌશિક યાદ આવે છે અને તેની આંખો ભીની થઈ જાય છે.

***