Vyasan ma vaheti vay books and stories free download online pdf in Gujarati

વ્યસન માં વહેતી વય

યુવા પેઢી એ દેશ ના સર્વાંગી વિકાશ માટે નું એક અભિન્ન અંગ ગણાય છે.આજ નો યુવાન એ આવતી કાલ ના ભવિષ્ય નું દર્પણ છે. આજ નો યુવાન એ હવે પહેલા ના સમય ના ઉવાન જેવો રહ્યો નથી.આજ ના યુવાન ને સવાર માં ઉઠતાં ની સાથે જ મોબાઇલ અને લેપટોપ જોઈએ છે.તેના દિવસ ની શરૂઆત જ શોસિયલ મીડિયા પર ગુડ મોર્નિંગ ના મેસેજ થી થાય છે , અને રાત્રિ,દિવસ દરમિયાન ની અપડેટ્સ,પોસ્ટસ,લાઈક,કોમેંટ્સ,અને અંતે શોસિયલ મીડિયા પર ના અંતિમ મેસેજ એટલે કે ગૂડનાઈટ થી થાય છે. આજ ના યુવાન વિષે સરળ શૈલી માં કહીયે તો આજ નો યવાન ટેક્નિક થી નહીં પરંતુ ટેક્નોલૉજી થી જીવવા વાળો છે,અનુસરણ થી નહીં પરંતુ અનુકરણ થી પોતાને બદલવા માંગે છે. પહેલાનો યુવાન હતો કે જે વીરતા,સાહસ,શૌર્ય,સમર્પણ,બુધ્ધિચાતુર્ય અને અજ્ઞાકારી જેવા શબ્દો થી નવાજવામાં આવતો હતો. ઇતિહાસ ની અંદર એવા અનેકો યુવાન થી ગયા કે જેની યુવાની દેશ ને સમર્પિત થઇ હતી,તેઓના ત્યાગ,સમર્પણ અને બલિદાનો ને આજે પણ દેશ યાદ કરે છે.
આજ નો યુવાન કાઈક અલગ જ વિચારધારા ધરાવે છે. આજ ના યુવાન ની મંજિલો અનેક છે પરંતુ તેના માટે મહેનત થોડી પણ કરવી તેને પસંદ નથી. આજ નો યુવાન ચાહે સે બધુ પરંતુ કરતો કાઇ નથી તે માન,મર્યાદા અને સમાજ થી પરે તે માત્ર પોતાના માં જ મશગુલ છે.તેને તો દેશ કે સમાજ ની પ્રગતિ ની કોઈ ચિંતા જ નથી કે નથી પોતાના માં છુપાયેલી આવડત કે કળા ને જાગૃત કરવામાં કોઈ રસ.ખરેખર જોવા જઈએ તો આ શિક્ષિત અનેટેક્નોલોજી વાળા દેશ ની અંદર ઘણા એવા નકારક તત્વો અથવા ઘટકો ઉત્પન્ન થઈ રહ્યા છે કે જેના કારણે આજનો યુવાન અનાશક્ત અને દુર્બળ બનતો જાય છે.આજના યુવાનને પોતાનું મુખ્ય કર્તવ્ય તથા પોતાને શું કરવાનું છે તેનું કશુ ભાન જ રહ્યું નથી. કોઈ પણ દેશ નું શક્તિ બળ હોય તો કદાચ એ યુવાબળ છે,કારણ કે યુવા બળ જ એક એવી શક્તિ છે કે જે દેશ ને પ્રગતિ ના શિખરો સુધી લઈ જાય છે. જે દેશ ની યુવા પેઢી શિક્ષિત અને સક્ષમ હોય તે દેશ પણ વિકાસ અને પ્રગતિના શિખરો સર કરતો હોય છે.દેશ અથવા યુવાન ની અંદર પ્રવર્તતા કેટલાક કારણો એવા છે કે જે દેશ તેમજ યુવાન ની અંદર રહેલા શક્તિબળ ને અવરોધે છે જેનું એક મુખ્ય કારણ છે અને તે એટલે આજ ના દરેક નાગરિક ની અંદર ઝેર બની પ્રવર્તતું વ્યસન. વ્યસન એ આજ ની યુવા પેઢી ની અંદર સૌથી વધારે અસરકતા ધરાવતું પરિબળ છે. કદાચ જેટલુ આકર્ષણ લોકો વ્યસન પ્રત્યે દાખવે છે તેટલુ જ આકર્ષણ જો દેશ પ્રત્યે દાખવવા માં આવે તો કદાચ આપણો દેશ વિશ્વ માં સૌથી ટોચ પર હોય. અત્યારે ખાસ કરીને એવા સ્થળો કે જ્યાં શિક્ષણ નું પ્રમાણ ખૂબ ઓછું જોવા મળે છે ત્યાં વ્યસન નું પ્રમાણ બહોળા પ્રમાણ માં જોવા મળે છે, મતલબ એવો થયો કે જો વ્યસન ને દૂર કરવું હોય તો શિક્ષણ નો પ્રસાર ખુબજ અગત્યનો છે. પરંતુ જે શિક્ષિત વ્યક્તિઓ છે તે પણ વ્યસન ના લેણી બની ગયા છે પછી તે ડ્રગ્સ હોય કે બીજી કોઈ અન્ય નશીલું ખાધ આખરે તો તે બધા છે તો વ્યસન ના જ પ્રકાર.
આજ ના સમય માં વ્યસન એ એક સર્વવ્યાપી પરિબળ બની ગયું છે.અને તેનું પ્રમાણ રોજ બરોજ વધતું જાય છે.એમાં પણ વળી આજ ના આ જડપી યુગ ની અંદર વ્યાસને વ્યાસને એવું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે કે જેના કારણે આજે દેશ ની આર્થિક,શૈક્ષણિક અને સામાજિક સ્થિતિ વિકટ બનતી જાઈ છે.વ્યસન એ માત્ર યુવાન ને જ નહીં પરંતુ દરેક વ્યક્તિ ના સર્વાંગી વિકાશ ને અવરોધતું પરિબળ છે.એક સામાની માણસ કે જે મજૂરી કરી અને પોતાનું જીવન નિર્વાહ કરતો હોય ત્યારે વ્યસન ના કારણે તેની અડધી આવક વ્યસન પાછળ ખર્ચ થઈ જાય છે,હવે બાકી રહેલી અડધી આવક માથી પરિવાર નું ગુજરાન કઈ રીતના ચલાવવું એ મુખ્ય સમસ્યા બની રહે છે.અને તેમાં જો બાળક ને શિક્ષિત બનાવવું તો કઈ રીતના?.આવી જ કઈક સમસ્યાઓ દરેક પરિવાર ની હશે જેના કારણે આજે સામાન્ય પરિવાર શિક્ષણ થી વંચિત રહે છે.અને આખરે બધીજ સમસ્યાઓ નો સરવાળો કરતાં દેશ શૈક્ષણિક દ્રષ્ટિએ પાછળ રહી જાય છે. આજ ના સમય માં ટી.વી, મોબાઈલ,તેમજ ઇન્ટરનેટ, આ બધા માધાયમો પણ દેશ ની અંદર વ્યસન નો ફેલાવો કરવા માં અગત્ય નો ભાગ ભજવે છે.અનેક પ્રકાર ની લોભામની જાહેરાતો દ્વારા લોકો આજે વ્યસન તરફ વધતાં જાય છે.ઘણા લોકો એવા પણ છે કે જેઓ થાક અને તણાવ ને દૂર કરવા માટે પણ વ્યસન નો સહારો લેતા હોય છે,તો ઘણા યુવાનો પોતાની શક્તિ વધારવા માટે પણ અનેક પ્રકાર ના ડ્રગ્સ નું સેવન કરતાં હોય છે.લોકો ને વ્યસન થી આનંદ કે સ્ફૂર્તિ મળે છે તેમાં જેટલી હકીગાટ છે તેના કરતાં પણ હકીગત એ બાબત માં છે કે આ બધા વ્યાસનો માણસ ને લાંબા સમયે ખુબજ નુકશાન કરે છે.વ્યસન થી માલતિ આનંદ અને સ્ફૂર્તિ એ માત્ર ટૂંકા ગાળા ની લઘુશંકા છે.અને જો ખરેખરજ આ બધાપ્રકાર ના વ્યાસનો ના સેવન થી જો લાભ જ થતો હોય તો આજે લોકો ના શરેરાશ આયુષ્ય માં ઘટાડો ના થયો હોત. વ્યસન ની પાછળ આજે દરેક માણસ નું જીવન વેડફાઇ રહ્યું છે.આજ ના આ દોડધામ ભર્યા જીવન માં દરેક વ્યક્તિ વ્યસન નો સહારો લેતો થઈ ગયો છે.પછી તે વ્યસન નો ગમે તે પ્રકાર હોય, એ પછી માત્ર બીડી હોય કે પછી સૌથી ઉપરી સ્તરે ગણાતું ડ્રગ્સ.અનેક વ્યક્તિઓ વ્યાસન નો સહારો લઈ સમય અને પરિસ્થિતી ને સરળ બનાવતા હોય છે.પરંતુ લાંબા ગાળે તો પોતાનું જીવન ટૂંકાવતાં હોય છે.એટલે કદાચ આજે બધા માણસો વ્યસન ના ગુલામ બનતા જાય છે.વ્યસન નો સહારો લઈ માણસ સમય અને પરિસ્થિતી ને સાચવી જરૂર લે છે પરંતુ લાંબા સમયે વ્યક્તિ ની આ જ આદત તમારી પાસે થી તમારું બધુજ છીનવી લે છે,ત્યાં સુધી કે તમારું જીવન પણ.
આજે દેશ માં વ્યસન એટલું બધુ પ્રબળ થઈ ચૂક્યું છે કે નાના બાળક થી લઈ અને એક વૃદ્ધ વ્યક્તિ પણ તેનો આશક્ત છે.એટલે જ કદાચ આજે બાળકો નું બાળપણ,યુવાનોની યુવાની અને વૃદ્ધો નું ઘડપણ વ્યસન પાછળ સરતું જાય છે. અહી વિચારવા જેવી બાબત એ પણ છે કે દરે વ્યક્તિ ખુદ પણ જાણે છે કે આ વ્યસન પાછળ તે શું ગુમાવી રહ્યો છે છટ પણ તે વ્યક્તિ વ્યસન પ્રત્યે એટલો આશક્ત છે કે તે તેને છોડી શકતો નથી. આજ નો યુવાન કે જે વયે તેને પોતાના સર્વાંગી વિકાશ અને તેણે સેવેલા સ્વપ્નો માટે અથાક પ્રયત્નો કરવા જોઈએ તેવા સમયે જો તે વ્યાસને ચડી જાય તો તે પોતાની તાર્કિક અને માનસિક વિચારસરણી ગુમાવી બેસે છે,અને ત્યારે તેના માટે બધુ વ્યર્થ બની જાય છે.
જો ખરેખર જ આપણે એક સ્વચ્છ અને નિર્મળ સમાજ ની રચના કરવી હો તો સૌથી અગત્ય નું પરિબળ એ છે કે દેશ અને સમાજ માથી વ્યસન ને સાવ નાબૂદ કરી દઈએ.આપણે જાણીએ છીએ કે આ પ્રક્રિયા એટલી સહજ પણ નથી પરંતુ શરૂઆત તો કરવી જ પડશે. અને કદાચ જો બધા સાથે મળી ને કરીશું તો પરિણામ પણ વહેલું મળશે. કદાચ જો આજ થી જ શરૂઆત કરવા માં આવે તો આપણી આવનારી પેઢી એક સ્વચ્છ અને નીરોગી સમાજ મળશે. જે માધ્યમો થી વ્યસન નો ફેલાવો થાય છે એજ માધાયમો નો ઉપયોગ કરી ને લોકો માં જાગૃકતા લાવી શકીએ. બીજી એક બાબત કે જો લોકો માં શિક્ષણ નું પ્રમાણ વધશે તો વ્યસન નું પ્રમાણ આપોઆપ ઓછું થતું જશે.અને જો શિક્ષણ નું પ્રમાણ વધશે તો દેશ આપોઆપ પ્રગતિ ના શિખરો સર કરશે. અહી ખાસ કરી ને યુવાનો પોતાનો અગત્યનો ભાગ ભજવી શકે છે. આ ચળવળ ની અંદર કશું લાંબુ કરવાની પણ કઈ જરૂર નથી , દરેક યુવાન જો માત્ર પોતાના પરિવાર ને વ્યસન થી દૂર રાખી શકે તો સમાજ તેની આપમેળ વ્યસન મુક્ત બનશે.અહી ખાસ એક બાબત નો ખ્યાલ રાખવો કે જો વ્યક્તિ પોતે જાગૃત બને ત્યારેજ સમાજ માં જાગૃતિ લાવી શકે છે. તો ચાલો સૌ યુવાનો જાગૃત બનીએ,સાથે મળી ને એક સ્વચ્છ અને નીરોગી સમાજ ની રચના કરીએ.