Khamma Gir ne books and stories free download online pdf in Gujarati

ખમ્મા ગીર ને

ઈશ્વર ની કળા અને ક્રુતિ ને આજ સુધી કોઈ સમજી શક્યું નથી. જવ્વલે કોઈ એવું હશે કે જેણે ઈશ્વર ના સાક્ષાત્કાર કર્યા હોય. પરંતુ ઈશ્વર કેવો હશે ? એવી કલ્પના બધાને થતી હશે.આ પ્રશ્ન નો જવાબ કદાચ એશ્વરે રચેલી પ્રકૃતિ અને તેની સુંદરતા ને નિહાળી ને આપી શકાય.ઈશ્વર ની અનેક એવી રચનાઓ છે કે જેના દ્વારા આપણને ઈશ્વર નો સાક્ષાત્કાર થાઈ છે.આવી જ રીતે અનેક સુંદરતા અને અનુપમ દ્રશ્યો થી શોભાયમાન થતું સ્થળ એટલે “ ગિર “.
ભગવાન શ્રી સોમનાથ અને ગરવો ગિરનાર જાણે કે તેની બે ભુજાઓ હોય તેમ સોભિત થતી અને પ્રાકૃતિક સોંદર્ય થી ભરપૂર અને ઈશ્વર ની કળા ને સાર્થક કરતી સુંદરતા એટલે ‘ગીર’.ગીર ને આજુબાજુ વસતા લોકો ‘ગાંડી ગીર’ જેવા હુલામણા નામ થી પણ ઓળખે છે. ગીર ની સુંદરતા ને કદાચ શબ્દમાં ના વર્ણવી શકાય , પરંતુ એક દોહા ની અંદર ખૂબ સુંદર વાત કરવામાં આવી છે કે,
“ સોરઠ ધરા જગ જૂની ..ને
ગરવો ઇ ગઢ ગિરનાર,
જેના હાવજડા હે જળ પીવે,
એના નમણા નર અને નાર. “

સોરઠ ની ધરતી વર્ષો થી જ જગ વિખ્યાત રહી ચૂકી છે. અહીની ધરતી ની તો શુ વાત કહેવી, અહી નો ખોરાક , અહીનું રહેઠાણ , અહીનો વેશ, અહીનો ભેશ, અહીનો માણસ, અને માંણસ ની ખુમારી, વીરતા અને શોર્યા જેવા શબ્દો થી અહીની ધરતી ને નવાજવામાં આવે છે, અને એમાં પણ વળી ગીર ને જોતાં તો એવું લાગે કે મેઘ ધનુષ ના બધા રંગો માથી લીલો રંગ અહી જ ઢોળાઈ ગયો હોય.અહીના વાતાવરણ ની અંદર પણ એક મધુરતાનો અહેસાસ થાય છે.કલરવ કરતાં પક્ષીઓ,નદી જરણા નો મધુર સ્વર ઠંડો ઠંડો વહેતો પવન દરેક માણસ ના મન ને એક આહલાદક શાંતિ નો અનુભવ કરાવે છે. અનેક પ્રવાસીઓ અને અનેક માનવીઓ ના મન ને મોહિત કરતી અહીની પ્રકૃતિ , જાણે કે ઈશ્વર સાક્ષાત તેની સુંદરતાનું પ્રદર્શન આ વનરાઈ ના રૂપ માં કરતો હોય તેમ લાગે છે.આંખ ને ઠંડક અને મન ને શીતળતા આપે તેવી અહીની પ્રકૃતિ છે.ગીર માં જતાં એવું પ્રતીત થાય છે કે જાણે પ્રકૃતિએ લીલી ચાદર ઓઢી લીધી હોય.અહી ની રીત ભાત અને પરંપરાઓ પુરાતન સંસ્કૃતી ની જલક બતાવતી હોય તેમ બધીજ પરંપરાઓ થી અલગ તરી આવે છે.
ગીર ના લોકો સાહસ , વીરતા અને નિડરપણા નું જીવતું જાગતું ઉદાહરણ પૂરું પાડે છે.વીરતા અને સાહસ જાણે કે અહીના લોકોના લોહી માં વહે છે. પ્રાણી ઑ માં શક્તિ શાલી અને જંગલ નો રાજા ગણાતો એટલે કે સિંહ , અહી ના લોકો સાથે તો જાણે કે વર્ષો થી સંબંધ હોય તેમ રહેતો હોય છે. ગીર માં વસતા લોકો નું પૌરૂષત્વ પણ ગજબ હોય છે.અહી ના લોકો માટે કહેવાય છે કે જે નદી નું પાણી સિંહ પીતો હોય અને એજ સિંહ ના મોઢા વાળું પાણી ગીર નો માણસ પીતો હોય એટલે અહી નો માણસ પણ સિંહ જેવો જ હોય છે. ગીર નું જંગલ અનેક પ્રકાર ની વિવિધતા થી ભરપૂર છે. અહીના જંગલો માં સિંહ,વાઘ,ચિતો,સાબર,હરણ,જરખ,નીલગાય વગેરે જેવા અનેક પ્રકાર ના પ્રાણીઓ જોવા મળે છે.ગીર એક એવું સ્થળ છે કે જ્યાં એશિયાઈ સિંહ નો વસવાટ છે. અહી અનેક નેસડાઓ ( ગીર ની અંદર રહેતા માલધારીઓ ના સમૂહ )છે. અહી ના માલધારીઓ નો મુખ્ય ઉધયોગ દૂધ ઉધયોગ છે. માલધારી ઑ દૂધ વેચી ને પોતાનું ગુજરાન ચલાવતા હોય છે.ઘણા માલધારીઓ અત્યારે ખેતી પણ કરે છે. અહી વસતા લોકો નો મુખ્ય ખોરાક જેમકે દૂધ,દહી,છાછ,માખણ અને ઘી જેવો શુદ્ધ અને સાત્વિક ખોરાક હોવાથી જંગલ માં રહેતા હોવા છતાં પણ અહી ના લોકો ખુબજ તંદુરસ્ત અને તાકતવર હોય છે.અહી ગીર માં અનેક પ્રકાર ના પક્ષીઓ,અનેક પ્રકાર ના વૃક્ષો,અનેક પ્રકાર ની વનસ્પતિઓ જેવી અનેક પ્રકાર ની વિવિધાતાનો સમન્વય થયેલો જોવા મળે છે. ગીર ના જંગલો માં કળા,સંસ્કૃતિ અને પ્રકૃતિ એમ ત્રણેય કળા નો સમન્વય થયેલો જોવા મળે છે. ગીર ને આમ જોતાં તો તે એક માત્ર જંગલ વિસ્તાર જ સે પરંતુ પ્રકૃતિ ની દ્રષ્ટિએ જોતાં તે એક મન ને પ્રફુલ્લિત કરતું કુદરત નું એક અણમોલ નજરાણું છે. દેશ વિદેશ થી અહી લોકો ગિર ની પ્રકૃતિ અને ગીર ની તાજગી ને જોવા માટે આવે છે. મુખ્યત્વે અહી લોકો , ગીર જેના માટે પ્રખ્યાત છે તેવા એશિયાઈ સિંહ ને જોવા માટે આવે છે. વિદેશ થી આવતા લોકો અહીના સિંહો અને અહી વસવાટ કરતાં લોકો વચ્ચે ના પરસ્પર સંબંધ ને જોઇ ને અચંબિત થઈ ઊઠે છે.અહીના લોકો ને તો સિંહો સાથે પરિવારિક સંબંધ હોય તેમ સિંહો નો વસવાટ હોય છે. અને ઇતિહાસ પણ આવા ઉદાહરણો નો સાક્ષી છે. ગીર ના સિંહો નો ઘણો ઇતિહાસ એવો પણ છે કે જેમાં સિંહે પોતાના માલિક પ્રત્યે ની વફાદારી દાખવતા પોતાના પ્રાણ નું પણ બલિદાન આપેલું છે.આમ અહી ગીર ના લોકો અને અહી વસવાટ કરતાં પ્રાણીઑ માટે “ જીવદયા “ અને “ વફાદારી “ એમ બંને શબ્દો સાર્થક નીવડે છે.
ગીર વિષે ના વર્ણન માટે કદાચ શબ્દ ના મળે પરંતુ ગીર ના વર્ણન કરતાં પણ ગીર નો જાત અનુભવ ખુબજ આહલાદક આનંદ આપે છે.આજ ના સમય માં માણસ ખુબજ આગળ નીકળી ગયો છે. માણસ આજે એટલો બધો આગળ જતો જાય છે કે જીવન ની સાચી હકીગત ને તે પાછળ મૂકતો જાય છે સાથે સાથે પોતાની પ્રગતિ માટે તે એટલો સ્વાર્થી બનતો જાય છે કે તેને પ્રકૃતિ નું જરા પણ ધ્યાન રહેતું નથી. માણસ આજે એ ભૂલી ગયો છે કે પ્રકૃતિ એ ઇસ્વરે આપેલી એક મફત પરંતુ અમૂલ્ય ભેટ છે જેની કદર કરવાનું આજે માણસ ભૂલી ગયો છે. એ સત્ય બાબત છે કે જો માણસ પ્રકૃતિ પ્રત્યે ની પોતાની જવાબદારી થી દૂર ભાગસે અને પ્રકૃતિ નો વિનાશ કરશે તો પ્રકૃતિ ની પાછળ પાછળ તે પોતાના વિનાશ ને પણ આમંત્રણ આપશે. અંતે બસ આટલું જ કથન કે, જીવન નો સાચો આનંદ ઇસ્વર દ્વારા ભેટ આપેલી પ્રકૃતિ છે, નહીં કે માનવ દ્વારા બનાવેલી કૃત્રિમ વસ્તુઓમાં. આમ જીવન નો સાચો આનંદ પ્રકૃતિ માં છુપાયેલો છે,અને પ્રકૃતિ નું ઉત્તમ ઉદાહરણ એટલે “ ગાંડી ગીર “ .