Satyamev Jayte Review books and stories free download online pdf in Gujarati

રિવ્યુ-સત્યમેવ જયતે

ફિલ્મ રિવ્યુ :સત્ય મેવ જયતે

દોસ્તો આ સ્વતંત્રતા દિવસ પર બે ફિલ્મો રિલીઝ થઈ એક અક્ષય કુમાર ની સ્વતંત્ર ભારતનાં પહેલાં ગોલ્ડ મેડલ ની કહાની ને રજૂ કરતી હોકી બેઝ ફિલ્મ 'ગોલ્ડ'..અને બીજી જોન અબ્રાહમ અને મનોજ બાજપેયી ની એક્શન થ્રિલર 'સત્ય મેવ જયતે'..આજે હું તમારી સાથે શેર કરીશ ફિલ્મ સત્ય મેવ જયતે નો લેટેસ્ટ રિવ્યુ.

ડિરેકટર:-મિલાપ ઝવેરી

રાઈટર અને ડાયલોગ:-મિલાપ ઝવેરી

પ્રોડ્યુસર:-નિખિલ અડવાણી, ક્રિષ્ના કુમાર, ભૂષણ કુમાર (T. series), Ammay એન્ટરટેઇનમેન્ટ.

મ્યુઝિક:-તનિષ્ક બાગચી, સાજીદ-વાજીદ, આરકો મુખરજી, રોચક કોહલી

ફિલ્મ ની લંબાઈ:-૧૪૧ મિનિટ

સ્ટાર કાસ્ટ:-જ્હોન અબ્રાહમ, મનોજ બાજપેયી, આયેશા શર્મા

અમૃતા ખાલવિંકર, ટોટા રોય, દેવદત્તા નાગે

પ્લોટ:-મુંબઈની પાર્શ્વ ભૂમિ પર આકાર લેતી આ ફિલ્મ માં દર્શાવાયું છે કે સમાજ નું જેને રક્ષણ કરવું જોઈએ એ પોલીસ દ્વારા જ થતો ભ્રષ્ટાચાર અને અન્યાયથી ત્રસ્ત એક સામાન્ય માણસ જ્યારે સામાજિક દુષણો ને દૂર કરવા કાનૂન ને હાથમાં લે ત્યારે શું બને છે.

સ્ટોરી લાઈન:-ફિલ્મનાં ઇન્ટ્રો સીન માં જ્હોન અબ્રાહમ એક પોલીસ ઓફિસર ને ઘસેડીને લાવે છે અને જીવતો સળગાવી દે છે..આ સીન માં જ્હોન હાથમાં માચીસ ની સળી ને હાથમાં રાખી એક ડાયલોગ બોલે છે..

"માચીસ કી તીલી જબ જલતી હૈ તબ ઉસકો લગતા હૈ કી વો પુરી દુનિયા કો જલા દેગી, પર ધીરે ધીરે ઉસકા ઘમંડ તૂટ જાતા હૈ..વોહ જલને કેલિયે ફડફડાતી હૈ..ઔર આખિર મૈં ફફડકર બુઝ જાતી હૈ..ઔર રાખ હો જાતી હૈ."

ઇન્ટ્રો સીન પછી આવે છે પોલીસ સ્ટેશનનો સીન જેના પરથી ખબર પડે છે કે જ્હોને જેને સળગાવ્યો એ એક કરપ્ટ ઓફિસર હતો..બસ આજ ફિલ્મ ની સ્ટોરી લાઈન છે..જ્હોન વીર નામનાં એક વ્યક્તિનાં રોલ માં છે જે પોતાનાં ભૂતકાળમાં થયેલી કોઈ ઘટના ને લીધે ભ્રષ્ટાચારી પોલીસ ઓફિસરો ને ખતમ કરવાનાં મિશન પર છે.આ મિશન પર એ એક વધુ પોલીસ ઓફિસર ને જીવતો સળગાવી હત્યા કરી દે છે.

આગળ જતાં એન્ટ્રી થાય છે આયેશા શર્મા ની..જે આ મુવીમાં શિખા નો રોલ પ્લે કરી રહી છે..એક્ટ્રેસ નેહા શર્મા ની નાની બેન આયેશા ની આ ડેબ્યુ ફિલ્મ છે.

પોલીસ ઓફિસરો થી થતી હત્યાઓ ને રોકવા કમિશનર બોલાવે છે DCP શીવાંશ રાઠોડ ને..જેનો રોલ પ્લે કર્યો છે બહુમુખી પ્રતિભા ધરાવતાં એકટર મનોજ બાજપેયી એ..મુંબઈ આવીને મનોજ બાજપેયી લાગી જાય છે કાતિલ ને રોકવાની મુહિમ માં..આગળ જતાં એમને કાતિલ વિશે કલુ મળે છે પણ કાતિલ એમને છેતરી બીજાં ભ્રષ્ટ ઓફિસર ની હત્યા કરી નાંખે છે.

સાથે સાથે સમયાંતરે વીર અને શીખા ની લવસ્ટોરી ચાલુ રહે છે..જે વધુ બોર નથી કરતી..પછી આવે છે ઈન્ટરવલ સીન જે તમને થોડો ચોંકાવી મુકશે..જે વિશે હું નહીં જણાવું.. કેમકે એ જણાવી દઈશ તો ફિલ્મ જોવાની મજા મરી જશે.બાકી ફિલ્મ માં કોઈ નવું સસ્પેન્સ નથી..ટ્રેલર પરથી જેવું લાગતું હતું એવું જ આ ફિલ્મ માં છે.

ઈન્ટરવલ પછી ફ્લેશબેક નો સીન આવે છે જેનાં પરથી ખબર પડે છે કે વીર પોલીસ ઓફિસરો ને કેમ મારી રહ્યો હતો..ત્યારબાદ પોલીસ અને ક્રિમિનલ વચ્ચેની બિલ્લી ઉંદર ની રમત શરૂ થાય છે..અને ત્યારબાદ ફિલ્મ નાં અંત માં શું થાય છે ..વીર પોતાનું મિશન પૂરું કરે છે કે નહીં?..શીવાંશ એને પકડી શકે છે કે નહીં..? એ જોવા માટે ફિલ્મ જોવી રહી.

એક્ટિંગ:-એક્ટિંગ ની વાત કરીએ તો જ્હોન અબ્રાહમ વીર નાં રોલ માં ખૂબ જ જામે છે..જ્હોન નું માચોમેન ફિજીક અને કસાયેલું શરીર આવી મારધાડ ફિલ્મો માટે યોગ્ય છે..મહોરમ નાં સીન વખતે જ્હોન નું ખુલ્લું ડિલ જોઈ યુવાનો જીમ જોઈન કરવા પ્રેરાશે.ફોર્સ જેવી એકશન આ ફિલ્મ માં પણ તમને જોવી ગમશે..મોડલમાંથી એક્ટર બનેલાં જ્હોન ની એક્ટિંગ દિવસે અને દિવસે સારી થતી જાય છે.ફિલ્મમાં જ્હોન બે-ત્રણ વાર જે લુચ્ચાઈભર્યું હસે છે એ જોઈ એક આનંદ થયો કે એ હવે મારધાડ ની સાથે સારાં એક્સપ્રેશન પણ આપી જાણે છે.

DCP શીવાંશ રાઠોડનાં રોલ માં મનોજ બાજપેયી પરફેક્ટ ચોઇસ છે..સાચું કહું તો મારાં ફેવરિટ એક્ટર અક્ષય કુમાર ની ગોલ્ડ મુવી જોવાનાં બદલે આ મુવી જોવા ગયો એનું મુખ્ય કારણ મનોજ બાજપેયી..શુલ, સત્યા, રાજનીતિ, અલીગઢ જેવી ફિલ્મોમાં પોતાની અભિનય ક્ષમતા અને આગવી ડાયલોગ ડિલિવરી નાં લીધે આ રોલ મનોજ બાજપેયી પર પરફેક્ટ શૂટ કરે છે..શેરની વાત કરી બોલાતાં ડાયલોગ એમનાં મોંઢે સાંભળવા દર્શકો ને પસંદ આવશે.આ સિવાય મનોજ સરની બોલવાની છટા, એક્સપ્રેશન અને ચાલવા ની સ્ટાઈલ એકદમ પોલીસ વાળા ને મેચ કરતી લાગે છે.

શીખાનાં રોલમાં આયેશા શર્મા નું કામ ઠીકઠાક હતું..ડિરેકટર ને એક ફ્રેશ ફેસ જોઈતો હતો એટલે આયેશા શીખાનાં રોલ માં કાસ્ટ થઈ..બાકી હિરોઈન માટે ફિલ્મ માં વધુ કંઈ હતું નહીં.. ગ્લોસી સ્કિન અને શ્રુતિ હસન જેવો અલગ અવાજ ઘણાં દર્શકો ને આકર્ષશે તો ઘણાં ને એની એક્ટિંગ એવરેજ લાગશે.

બાકી ફિલ્મમાં બાકીનાં સપોર્ટિંગ કાસ્ટ નો જે રોલ છે એ પ્રમાણમાં ટૂંકો હતો..પણ દરેકે પોતાની એક્ટિંગ પરફેક્ટ નિભાવી છે..!!

ડાયલોગ અને ડાયરેક્શન:-એરલીફ્ટ જેવી શાનદાર મુવી ડિરેક્ટ કરી ચુકેલાં મિલાપ ઝવેરી નું ડિરેક્શન આ ફિલ્મ માં પણ ખૂબ સરસ રહ્યું છે..ફિલ્મ નાં દરેક સીન માં એમની મહેનત આંખે ઉડીને વળગે તેવી છે.

હવે વાત કરીશું ફિલ્મનાં સૌથી દમદાર પાર્ટ એટલે કે ડાયલોગ ની..વન્સ અપોન ટાઈમ ફિલ્મ માં જે રીતે વન લાઈનર ડાયલોગે લોકોનાં માનસ પટલ પર એક જોરદાર છાપ છોડી હતી એમ સત્ય મેવ જયતે માં પણ બોલાયેલાં દરેક ડાયલોગ ફિલ્મનું જમા પાસું છે.

મનોજ બાજપેયી દ્વારા બોલાયેલાં ડાયલોગ જેવાં કે "મછલીયા તો બહોત પકડ લી અબ મગરમચ્છ કી બારી હૈ.." .."તું પહેલા એસા ક્રિમિનલ નહીં જો સોચતા હૈ મેં મસીહા હું.."તો સામે જવાબમાં જોન દ્વારા પણ કહેવાયેલા "તું પહેલા એસા પોલીસવાલા નહીં હૈ જો એ માનતા હૈ કે કાનૂન હી ખુદા હૈ.." માઈન્ડ બ્લોઈંગ લાગે છે.

ફિલ્મ માં છપ્પન ઈંચ ની છાતી અને અચ્છે દિન ની પણ ડાયલોગમાં વાત કરાઈ છે..જે ફિલ્મ ની પબ્લિસિટી માટે જરૂરી હતી..કેમકે આ બંને જુમલા સાંભળવાની આપણને આદત પડી ગઈ છે.. jokes apart.!

ઓલ ઈન ઓલ ફિલ્મ રિલીઝ પછી એનાં આ ડાયલોગ whatsup અને instagram પર રીતસરનાં છવાઈ જવાનાં છે એતો નક્કી છે.

સત્યમેવ જયતે મુવી નું કેમેરા વર્ક, કોસ્ચ્યુમ ડિઝાઈન, VFX અને એડિટિંગ પણ દરેક સીન ને અનુરૂપ ઘણું સરસ રીતે કરવામાં આવેલું છે.નિગમ બોઝાન ની સિનેમેટોગ્રાફી ઉત્તમ છે.

મ્યુઝિક અને બેકગ્રાઉન્ડ સ્કોર:-સત્ય મેવ જયતે એક ફૂલ એન્ટરટેનર મુવી બની હોય તો એનું એક કારણ એનું શાનદાર મ્યુઝિક અને કર્ણપ્રિય સોંગ પણ છે.

નુરા ફતેહી પર ફિલ્માવાયેલું ગીત "દિલબર દિલબર" યુટ્યુબ માં આવતાં ની સાથે ટ્રેન્ડિંગ થઈ ગયું..સિર્ફ તુમ મુવીનાં ઓરિજિનલ સોંગ નું આ રિમક્સ વર્ઝન થોડી અરેબિક રિધમ માં નેહા કકકર નાં અવાજમાં સાંભળવામાં ખૂબ સરસ લાગે છે..આ સોંગ ની કોરિયોગ્રાફી પણ બહેતરીન થઈ છે..અને નુરા ફતેહીનું આ આઈટમ સોંગ ડેબ્યુ જોઈ લાગે છે નજીકમાં એની જોડે આઈટમ સોંગ ની મોટી ભરમાર જરૂર હશે.જેની શરૂવાત સલમાન ખાન ની અપકમિંગ મુવી ભારતનાં એક આઈટમ ડાન્સ માટે નુરા ને સિલેક્ટ કરી ને થઈ ચૂકી છે.

આ સિવાય ફિલ્મમાં મારાં બે ફેવરિટ સિંગર આતીફ અસલમ અને અરિજિત સિંગ નાં પણ સોંગ છે..આતીફ નું પાનીયો સા અને અરીજીત નું મેં તેરે જૈસા હું..ખૂબ જ કર્ણપ્રિય છે..પણ અરીજીત નું ગીત મુવી માં રાખવામાં આવ્યું નથી, શાયદ ફિલ્મ ની લંબાઈ માપમાં રાખવા.આ સિવાય સોંગ તાજદાર એ રહમ ને સારી રીતે ફિલ્મ ની સ્ટોરી સાથે વણી લેવામાં આવ્યાં છે.

એક્શન મુવીને અનુરૂપ આ ફિલ્મ નું બેકગ્રાઉન્ડ મ્યુઝિક પણ લાઉડ અને નોઈસી છે..જે આવી મુવી માટે જરૂરી પણ હોય છે...સંજય ચૌધરી નું બેકગ્રાઉન્ડ મ્યુઝિક માં કામ સરાહનીય છે.જ્હોન જ્યારે પોલીસ વાળા ની હત્યા કરે એ સીન વખતે બેકગ્રાઉન્ડ માં શિવ તાંડવ સ્ત્રોત સાંભળવા મળે છે જે સીન સાથે ખૂબ સુંદર લાગે છે.

અન્ય વાતો:-આ ફિલ્મ ને 2200 જેટલી સ્ક્રીન પર રિલીઝ કરવામાં આવી છે..જ્હોન અબ્રાહમ ની લાસ્ટ મુવી પરમાણુ ની સફળતા નો ફાયદો આ મુવીને થવાનો ચાન્સ છે..આ ફિલ્મ માં મોટાં ભાગનાં સ્ટંટ સીન જોહને જાતેજ પરફોર્મ કર્યાં છે.આજ નામે આમિર ખાન નો એક ટેલિવિઝન શો આવતો હોવાથી ફિલ્મનાં ટાઈટલ ને લઈને થોડી માથાકુટ હતી પણ પછી ઓલ ઓકે થઈ ગયું..આજ નામે ઈ.સ 1987 માં વિનોદ ખન્ના ની પણ એક મુવી આવેલી છે.

ફિલ્મ દેશભક્તિ ની થીમ પર બેઝ હતી તો અમુક નાની વાતો પણ વણી લેવાઈ છે..જેમકે જ્હોન જે પાણી પીવે છે એ મિનરલ વોટર બોટલ જલ વોટર ની હોય છે..આ પ્રોડક્ટ નું ઉત્પાદન શહીદો ની વિધવા પત્નીઓ દ્વારા થાય છે..આનું પ્રમોશન કરવાં માટે ફિલ્મ ડિરેકટર ને hats off..!

ફિલ્મ માં તાજદારે હિંદ ગીત માં જે મોહરમનાં દ્રશ્યો વખતે હિંસા બતાવાઈ છે એમાં અમુક મુસ્લિમ સંસ્થાઓને વાંધો હતો અને એમને આ સીન કટ કરી નાંખવા માટે કોર્ટમાં અરજી પણ કરી હતી..પણ પછી મામલો સમજાવટ થી પતી ગયો..ફિલ્મમાં થોડાં હિંસક દ્રશ્યો હોવાથી સેન્સર બોર્ડ દ્વારા ફિલ્મ ને A એડલ્ટ મુવી સર્ટિફિકેટ અપાયું છે.

ફિલ્મ નાં માઈનસ પોઈન્ટ:-ફિલ્મનાં માઈનસ પોઈન્ટ ની વાત કરું તો આ મુવી માં કંઈ નવાપણું નથી જેની મને અપેક્ષા હતી..સ્ટોરી પણ ગબ્બર મુવી ને મળતી આવે છે..ફિલ્મ માં એવું કોઈ સસ્પેન્સ બનતું જ નથી જે edge of seat જકડી રાખે..ફિલ્મ ખરાબ નથી પણ વધુ સારી પણ નથી..આ એક ટિપિકલ મસાલા મુવી છે.

ફિલ્મનાં ઘણાં સ્ટંટ દ્રશ્યો તમને વધુ પડતાં લાગે..જેમકે એક એક્શન સીન માં જ્હોન દ્વારા રબર ટાયર નું મસલ પાવર વડે તોડવુ અને ક્લાઈમેક્સ માં પોલીસ જીપ નો દરવાજો તોડવો.પણ હવે એતો થોડું ઘણું રહેવાનું..!!

રેટિંગ:-બોક્સ ઓફીસ કલેક્શન અને મીડિયા રાઈટ્સ વેંચીને આ મુવી લગભગ 90-100 કરોડ નો બિઝનેસ કરી લેશે..હું જ્હોન ની આ મુવીને આપું છું 3 સ્ટાર.. આ મુવી તમે 2-3 વાર જોશો તો પણ બોર નહીં કરે.ટેલિવિઝન પર જ્યારે આ મુવી આવશે ત્યારે વોન્ટેડ અને સિંઘમ ની જેમ લોકપ્રિય જરૂર થઈ જશે.

તો દોસ્તો આ હતો રિવ્યુ ફિલ્મ સત્યમેવ જયતે નો..આપ સૌને મારો રિવ્યુ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો..!!

-જતીન. આર. પટેલ