Vakhan ek Jaadui nasho books and stories free download online pdf in Gujarati

વખાણ એક જાદુઈ નશો

સવાર થી પ્રિયાએ એના વોર્ડડ્રોબ માં ત્રણ ત્રણવાર કપડાં બહાર કાઢ્યા અરીસા આગળ ઉભી રહી અને એક પછી એક પોતાના ઉપર નાખી ને ચેક કરી જોયા.એ એના મન ગમતા કલેકશન માંથી આજે સિલેકશન કરવાની મથામણ માં લાગેલી હતી. "પ્રિયા આ યલો સર્ટ નું બ્લેક જીન્સ સાથે નું મેચિંગ માં તું જોરદાર લાગે છે હો" એને રોહિત ના શબ્દો યાદ આવ્યા. પ્રિયા એ ફરી એ યલો અને બ્લેક ની જોડી ને અરીસા આગળ પોતાની ઉપર સેટ કરી ને જોઈ લીધું પ્રિયા ની આંખો માં એને ખુદને જોઈને એક અલ્લડ અલગારી ચમક આવી ગઈ.મનોમન બોલી ઉઠી ચાલો આ કપડાં ફાઇનલ.અને મન ક્યાંક લઇ ગયું એને. અચાનક પ્રિયા ની ભ્રમર ઉચકાઈ હોઠો એ થોડો આડોટેડો વળાંક લીધો.હાથની મુઠ્ઠી માં પકડેલ યલો શર્ટ ને સામે ખૂણામાં ઘા કરીને ફેંકી દીધો. સાલો એની જાત ને શું સમજે છે એ મિતીયો?. કહે છે તને યલો ને બ્લેક નું મેચિંગ જબરજસ્ત લાગે છે અને પછી કોઈ ના ઉપર ઠીકરું ફોડી ને પાછો મને સંભળાવી જાય છે કે આટલી સરસ લાગે છે ને કોઈ એવું ના કઈ જાય કે મુંબઈ ની ટેક્ષી જેવી લાગે છે... જોને કેવું વિચારે છે ટેક્ષી વારા એમનો કલર નક્કી કરે એટલે એ કલર સારો લાગે તોય ના પહેરાય એવું થોડી હોય? તને પોતાને ગમ્યો અને મને પણ ગમ્યો પછી બીજી બધી દુનિયાની પંચાત માં ક્યાં પડવાનું હતું હવે આ કપડાં કદી ના પહેરું જો એ દિવસ થી આ કપડાં ઉપર થી મારો મૂળ જતો રહ્યો છે. જયારે પહેરવા વિચારું ને તારા આ ટેક્ષી વારા શબ્દો મારા કાન માં વાગે છે સાલા.અને ખૂણામાં ફેકી દીધેલ એના શર્ટ ઉપર નજર પડી ફરી એને વ્હાલથી ઉઠાવીલીધો.પણ લાગે તો છે સરસ હો મને ખબર છે મિત તારી આંખો માંથી જે શબ્દો નીકળતા હતા ને એ તો ક્યારેય અધૂરું કે જૂઠું ના જ હોય.પણ તું સાલા બદમાશ છે મને હેરાન કરવાનો એક મોકો છોડતો નથી.એને ગમતો હોવા છતાં ફરી એ યલો શર્ટ એની જગ્યામાં કોચલું વારીને નાખી દીધો.કોઈ કલર માં પડવું નથી ચાલો બ્લેક બરાબર.
પ્રિયા કંઈક વિચારતી વિચારતી બેડ માં આડી પડી...આગ્રા ની એની અને મિત ની ઓચિંતી થયેલી મુલાકાત એને યાદ આવી.સાલો આવા આવા શબ્દો લાવે છે ક્યાંથી એ. ગમે તેને ફ્લેટ કરી નાખે એવો પાવર હોય છે એના શબ્દો માં..
પ્રિયા વિચારોમાં ખોવાઈ ગઈ ...એ મિત તું વિચાર તો કર આટલા વર્ષો પછી પણ આ આરસ ની ચમક જોઈ ને કેવું અંજાઈ જવાય છે?આજુ બાજુ કુદરતી લીલોતરી નાના નાના છોડ ઉપર ખીલી રહેલા રંગબેરંગી ફૂલો. પાણી ના ખડખડ અવાજ વચ્ચે ચિક્કાર મસ્તી રેલાવતા આ ફુવારા અને વચ્ચે જાણે આ બધા રંગો ને ફિક્કા કરતો આ મહેલ .. ના ખાલી મહેલ નહિ ..તાઝ મહેલ..એમનેમ તો દુનિયાની અજાયબી ના કહેવાતી હોય ને ...મેં બોલ્યા કર્યું અને પેલો બાઘાની જેમ મારી સામે જોતો હતો. મને તો શરમ પણ આવી કેવું જુએ છે જોતો આટલો નજારો વર્ણવ્યો તારી આગળ ને તું ક્યાં ખોવયેલો છે.
એ પ્રિયા તું આમ ભ્રમર ઉપર પણ પેન્સિલ લગાવે અને જાણે કોઈ ચિત્રકારે તને આબેહૂબ નિરાંતે રંગોળી માં પરિવર્તિત કરી હોય એવી થઇ જાય છે. કેમ તને ખબર છે. કુદરતીજ તારી આંખો એક એક પલકારે જાણે કઈ ને કઈ બોલતીજ હોય છે. તારા જેવી આંખો મારે હોય ને તો હૂતો જીભ ને આખો દિવસ આરામ આપું... એ એ મિતુ તું કેહવા શું માંગે છે મારે જીભ બંધ રાખવાની એમ જ ને ? મિત તો જાણે કઈ સાંભળતો ના હોય એમ આગળ બોલે છે.તારી આંખમાં જોઉં ને તો મારી આંખો જાણે સાંભળતી થઇ જાય છે. જાણે કે તારી આંખો કંઈક બોલતી હોય, મારી સાથે કંઈક વાત કરતી હોય જે તું શબ્દોથી ના કેહવા માગતી હોય એ તારી આંખોજ બોલી નાખતી હોય છે.મારી આંખો એ બધું સાંભળી લેતી હોયછે નાના જોઈ લેતી હોય છે, આઈ મીન બધું વાંચી લેતી હોય છે..તને નથી લાગતું તારી આંખો વધુ બોલકી છે? કાળાડિબાંગ વાદળો માંથી આ ઘડી ઘડી ડોકિયાં કરતો ચાંદ પણ તારા આ ઘટાદાર વાળમાં છુપાઈ જતા ચેહરા ને જોઈ ઈર્ષા કરતો હશે.અને એ પણ સરળ પૂનમ નો ચાંદ.
જા ને લ્યા તું વધુ થયું હવે, ચેહરા ને ચાંદ ની ઉપમા અપાય પણ ચાંદ ને ચેહરા થી ઈર્ષા થાય એવું બોલે તો વધુ પડતુજ કહેવાય.પ્રિયા તું નથી માનતી પણ એવું છે જ ચાંદ ને તારી ઈર્ષા થતીજ હશે.ખબર છે કેમ? એના કારણો છે મારી પાસે.ચાંદને તારા જેવી આંખો ક્યાં છે?ચેહરા ની શોભા વધારવા તારા જેવી કાળી ડિબાંગ ભ્રમર પણ નથી. તું વિચારી જો તારી જેવા પાપણ ના પલકારા ચાંદ ક્યાં થી લાવે? તારા કાળા ભમ્મર કેશ ના ઘુમ્મટ માં સંતાઈ જાય એમાં વળી તું આ કાળું સર્ટ પેહરી ને આવે.પછી તો તારા માટે શબ્દો ખૂટી પડે. તું જો મારી નજરે એક વાર તું તને પોતાને જો ..આ નાના નાના છોડ એના ઉપર ખીલખીલાટ હસતા દેખાતા ફૂલ, ઝરણાની જેમ ખડખડાટ ગણગણાટ કરતા આ ફુવારા,અને આ દુનિયા ની અજાયબી તાઝ... આ બધુજ આજે તારી સુંદરતા આગળ ફિક્કું છે. જો તો આ તાઝ ની સફેદી પણ તારી કાજલ થી રંગાયેલ આંખ ની આભામાં જાંખી પડી રહી છે. જો પ્રિયા એક મન ની વાત કરી દઉં ક્યાંય પણ બહાર એકલી નીકળવાનું થાય ને તો આ કાળું શર્ટ ,આ આંખ ને કાજલથી આમ સજાવીને ના નીકળતી. કોઈ નજર થી જ લૂંટી લેશે. એક કામ કરજે મને તારો સલામતી રક્ષક બનાવી ને નીકળવાનું રાખજે હો.... ચાલ હટ લુચ્ચા ... વધુ પડતું થાય છે હવે... અને ફોન ની ઘંટડી વાગી.. સ્ક્રીન ઉપર દેખાતા "માયમીટ્ટુ" ના નામ થી ઝબકીને દિવાસપના માંથી એ બહાર આવી. ફોન ઉપાડ્યો.. હા મિત નિકળુંજ છું.. અરે શું નીકળું છું હું તો આવી ગયો છું યાર. જલ્દી નીકળ ..
પ્રિયા એ ફટાફટ એજ આગ્રા અને તાઝ મહેલ ને શાક્ષી બનાવી ચૂકેલ બ્લેક શર્ટ અને જીન્સ પેહરલી લીધા. ઉતાવળમાં બેગ ખોલી મસ્કરા કાજલ અને મેકઅપ થી ચેહરાને સજાવી દીધો.જોગ નું જોગ ઉતાવરમાં બ્લેક કલર ના સેન્ડલ પેહરી ને પોહચી ગઈ.
તાઝ હોટેલ ની લોન્જ માં ગોઠવાયેલી ખુરસીઓ માં એક એક થી રિચ અને સુંદરકપલ વચ્ચે એક વધુ સુંદર જોડી નો ઉમેરો થયો. મિત એ કહ્યું હું કોલ્ડ કોફી લઈશ, પ્રિયા તારા માટે શું ઓર્ડર કરીયે? બ્લુ કરન્ટ કૂલ કૂલ ,, મિત કરડાકી નજર નાખી ને હા બસ તું કાયમ કરંટ માં જ રહે હો...
એક લાંબી મીઠી બેઠક પછી બંને બહાર નીકળ્યા લિફ્ટ આગળ આવીને ઉભા રહ્યા અને કોણ જાણે કેમ પ્રિયા નો મૂળ ઉખડેલો દેખાયો.મિતે પ્રિયા ના ખભે નાખેલો હાથ ધીરે થી પ્રિયા હટાવવા પ્રયત્ન કરતી હતી ત્યાં લિફ્ટ ખુલી બંને લિફ્ટ માં પ્રવેશ્યા અને પ્રિયા ના સુંદર ચહેરા એ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું.ખભા ઉપર ટેકવેલો મિત નો હાથ એક ઝાટકે હટાવી દીધો. મિત થી દૂર જઈને લિફ્ટ ના બીજા ખૂણામાં ગોઠવાઈ ગઈ. અરે પણ થયું શું એ મિત ના સવાલ નો જવાબ "બસ ચૂપ રે તું". આવા વાક્ય થી મળ્યો.મિત જાણતો હતો કે આ શું થઇ રહ્યું છે અને કેમ થઇ રહ્યુંછે પણ એ જાણી જોઈને આ થવાદેવા માટે નું કારણ બનતો હતો.મિત તો પ્રિયા ના ચૂપ શબ્દ સામે ચૂપ થઇ ઉભો થઇ ગયો.પ્રિયા એ મિત ઉપર સવાલ ભરી નજર કરી .. વાહ ચૂપ એટલે ચૂપ એમજ ને? અરે પણ થયું શું?
પ્રિયા: તું તો બોલતો જ નહિ. ઓકે બાબા ચૂપ રહીશ બસ?આજે મોઢામાં મગ ભરીનેજ આવ્યો છે મને ખબર છે આવ્યા ત્યારનો કઈ બોલ્યો છે તું?
મિત : હે લે આટલી બધી વાતો કરી તને તો બોલવા પણ નથી દીધી એટલું તો બોલી નાખ્યું ને તને કેવી રીતે મોઢા માં મગ ભરેલો લાગ્યો હું?
કઈ નથી કેહવું હવે મારે.તે મારો મૂળ બગાડ્યો.હવે તું મને બે દિવસ સુધી એક પણ ફોન કે મેસેજ ના કરતો, જવાબ નહિ મળે યાદ રાખજે.
આ ગુસ્સા ભરી અદા ને પણ મિત પ્રેમ થી નિહાળ તો હોય એમ જોતો જ રહ્યો.એ પ્રિયા આંખો તો એજ છે તારી. આ શર્ટ પણ એજ છે આ ઘટાદાર ઝુલ્ફો નો માળો પણ એજ છે. આ કાજલ પણ એજ છે કે શું? કાજલ ની પેન્સિલ પૂરીજ નથી થઇ કે ? કોણ જાણે કેમ મને તું આજે એ તાઝ મહેલ કરતા પણ રળિયામણી લાગે છે.એમાં આ તારી ગુસ્સા વારી આંખો ની સફેદી માં કેવો રતુમડો કલર ઉમેરાય છે? યાર પ્રિયા ક્યાંથી લઇ આવે છે આ બધું એક સાથે આટલા નાના ચેહરા ઉપર રમણીય હુમલો કરાવે છે.
લિફ્ટ નો દરવાજો ખુલ્યો બંને બહાર નીકળ્યા. લિફ્ટ માં પ્રવેશતા જે ઝટકાથી ખભા ઉપરથી હાથ ઉતારી દીધો હતો એટલા જ લાડ થી મિત નો હાથ પ્રિયા એ પકડ્યો અને પોતાના ખભા ઉપર ગોઠવી દીધો.. તું એક નંબર નો બદમાશ છે. કેમ આમ તારા બે શબ્દો માટે તડપાવે છે. જા નથી સારો તું....
તો આટલો સમય તારી આંખો માં મારા શબ્દો ની ઇંતજારી મને કેમની વાંચવા મળતી? પ્રિયા તને આવું કેમનું આવડે છે આંખો થી બોલવાનું મને શીખવાડ જે કોઈ વાર.ચાલ હવે છાનો માનો મને તો ચંપલ થી પણ બોલતા આવડે છે શીખવાડીશ કોઈ વાર એ પણ.

મિત : જાને બદમાશ. હિંસાત્મક વાક્યો સારા નથી લગતા તારા મોઢે.
અને બે પરંખીડા એમની જિંદગી ના માળામાં ગૂંથાઈ જવાના આંખ થી આંખ ને વચન આપી ને કિલકિલાટ કરતા રવાના થયું.
પ્રિયા ઘરે પોહચી ફરી એજ અરીસો અને મન માં સળવળ્યા મિત ના શબ્દો..બદમાશ છે મને એના મોઢા થી નીકળતા વખાણ વાર શબ્દો ની નશેડી બનાવી દીધી છે સાલા એ. ક્યાંથી આવી નજર લાવે છે એજ સમજાતું નથી. ને પ્રિયા એ હસતા હસતા અરીસામાં દેખાતી પ્રિયા ના ગાલ ઉપર એક ચુટકી ભરવા હાથ લંબાવ્યો ને હસી પડી.
કોઈ ના વખાણ પણ એમ શીખવાથી ના નીકળે. મિત સાચેજ મારામાં ઊંડે સુધી ઉતરી શકે છે. હું નથી જોઈ શકતી એ બધું એ મારામાં થી શોધી શકે છે.મિત મારી સુંદરતા ના વખાણ કરે છે ને હકીકત માં હું એટલી સુંદર છું નહિ એ મને પણ ખબર છે. મને યાદ છે મિત એક વાર કેહતો હતો તું મને ભીતરથી જ ગમે છે અને જે વ્યક્તિ માણસ તરીકે દિલ માં ઉતરી જાય જેનું વ્યક્તિત્વ તમને આંજી નાખવા સમર્થ હોય એવ્યક્તિ ની એક એક અદા સુંદર લાગવા લાગે. એણે મને ભીતરથી ચાહી છે. મારો બાહ્ય દેખાવ તો શબ્દો થી મઢવા નું એક કારણ બને છે.પ્રેમ ક્યારેય બાહ્ય નથી હોતો એતો ભીતરી સીમાઓ તોડી ને ફેલાય છે.નહીતો વખાણ બનાવટી થાય અને એ લાબું ના ચાલે જલ્દી પકડાય પણ જાય. બાય ધ વે ... મને એના વખાણ ભર્યા શબ્દો નું વળગણ થઇ ગયું છે એ તો કબૂલવું જ રહ્યું.
જીતુ ડીંગુજા