Dikari digree thi kaamvalibaai sudhi books and stories free download online pdf in Gujarati

દીકરી ડિગ્રી થી કામવાળીબાઈ સુધી

"દીકરી " ડિગ્રી થી કામવાળીબાઈ સુધી..


બાલ્કની માં બેસેલી દિવ્યા એ બૂમ પાડી એ સોહમ જલ્દી આવ જલ્દી.જોતો આપણા કદંબ ના ડાળે રોજ એક ચકલી બેસી રહેતી હતી ને એની જોડ મળી ગઈ લાગે છે.રોજ કેટલી શાંત અને એકલી એકલી ઉછળકૂદ કર્યા કરતી હતી ને આજે તો ચી ચી ચી ની સંગીત સેરેમની જામી હોય એમ લાગે છે.
સોહમ: અરે હા યાર હવે એનો પણ અધૂરો સંસાર પૂર્ણ થયો. એક માં થી બે થયા કેટલા ખુશ છે બંને જોતો.
દિવ્યા: જાણે આપણા જ ફેમિલી માં કોઈ નવા મેમ્બર નું આગમન થયું હોય એવું લાગે છે મને તો..
અને હા સોહમ ફેમિલી ના નવા મેમ્બર ના આગમન ઉપરથી યાદ આવ્યું.
હવે તો આપણે ચિંતન માટે છોકરી જોવાનું ચાલુ કરી જ દેવું જોઈએ.સતત ચીલા ચાલુ જિંદગી માં કોઈ નવા મેહમાન નું આગમન આપણ ને પણ ચકલી ની જેમ ચી ચી કરતા કરી મુકશે.
સોહમ: ઓહો હજુ કાલબપોર સુધી તો ખોળામાં ઉચ્છદ કૂદ કરતા હતા એ છોકરાઓ મોટા એ થઇ ગયા ?
દિવ્યા: તો તને તો એમ કે તું પણ હજુ નાનુંછોકરું જ હશે.જોયું સોહમ ક્ષણ,કલાક,દિવસ,વર્ષ અને દશકાઓ કરતા કરતા જાણે જિંદગી નો એક મોટો હિસ્સો હાથ માં થી ક્યારે સરકી ગયો ખબર જ ના પડી.જાણે એજ રૂટિન લાઈફ ની સાથે વહેતી જતી જિંદગી ની ક્ષણો.
સોહમ: છોકરી જોવાની વાત કરી તો મને યાદ આવી ગયું હું તને જોવા આવ્યો તો ત્યારે ઘરે થી એટલી બધી સલાહો સૂચનો લઈને આવ્યો હતો. ખાસ તો મમ્મી ની સલાહ જો છોકરી તારી જેમ ભણેલી છે કડકડાટ ઈંગ્લીશ બોલ જે અને હા એને કેવું આવડે છે એ પણ ધ્યાન રાખજે. દેખાવે તો રૂપાળી જ છે બસ બોલવા ચાલવામાં સ્માર્ટ હોવી જોઈએ, ઘર માં વટ પડી જવો જોઈએ એવી વહુ જોઈએ. આંખ કાન ખુલ્લા રાખી એની વાત ને પણ બરાબર માર્ક કરતો રહેજે.
દિવ્યા:હા હા હા અને મારી સામે આવી ને તમારી તો બોલતી બંધ થઇ ગઈ હતી હે ને... બંને હસી પડ્યા.
સોહમ:સાચી વાત છે. કડકડાટ ઈંગ્લીશ તો ઠીક શરૂઆત હાય હેલો નહિ પણ નમસ્તે થી કરી હતી.પછી તો તારે પૂછવાના સવાલો હૂંઉ પૂછતો અને મારે પૂછવાના સવાલો તું પૂછતી અને કોણ કોનો જવાબ આપતું એ પણ ખબર ના રહી ને.તને શું માર્ક કરું હું પોતેજ ઓરીજનલ જેવો હતો એવો નોર્મલ રહી નહોતો શક્યો ને.
દિવ્યા: તમારા ત્યાં થી મારા ત્યાં માંગુ આવ્યું તો પેહલી શરત એવી હતી કે છોકરાવાળા ભણેલા ગણેલા છે તો છોકરી ને કડકડાટ ઈંગ્લીશ આવડવું જોઈએ નહીં તો છોકરાની મમ્મી હા નહિ પાડે. અને મને તો મમ્મી એ તાત્કાલિક સ્પોકનઈંગ્લીશ ના ક્લાસ માં ધકેલી દીધી. ઈંગ્લીશ તો આવડતુ જ હતું ઈંગ્લીશ માં વાત કરવાનું પણ ત્યાં જઈને શીખી લીધું. છોકરો જોવા આવશે તો ઈંગ્લીશ માં સવાલો પૂછશે ની બીક માં બધી તૈયારીઓ કરી રાખી અને તમે તો ગુજરાતી પણ ભૂલી ગયા મારી સામે આવતાજ..હા હા હા....
સોહમ: મમ્મી ની જીદ હતી બાકી આપણા બે ની વચ્ચે ઈંગ્લીશ ક્યાં કશાયે કામ માં આવી?
દિવ્યા: આપણે તો આપણા ચિંતન માટે સારી અને આપણી સાથે હળીમળી ને રહે એવી છોકરી જોઈએ. છોકરો એની સાથે સુખી અને આવનારી છોકરી પણ આપણા ઘર માં આવી ને સુખી રહે એવી જોઈએ.ખુશ રહે અને આપણે પણ એના થી ખુશ રહીયે એ જ જોઈએ.
સોહમ: અરે તું છોડ ને આ બધી ચિંતા ચિંતન ને પૂછીતો જો કે એના માટે છોકરી આપણે જોઈએ કે એણે જોઈ રાખીછે.
દિવ્યા: નથી જોઈ રાખી તમે હું કહું માનો ને, એની માં છું બધી વાત થઇ ગઈ છે મારે ચિંતન સાથે.
તમારા મમ્મી તમારા માટે છોકરી શોધવા નીકળ્યા હતા કે ડિગ્રી એજ ખબર નહોતી પડતી મને એ દિવસો યાદ આવે છે. શું દેખાદેખી ની માયાજાળ માં લોકો આમ અટવાઈ જતા હશે. સમાજ ની કેવી વિચિત્ર માનસિકતા કેવાય સોહમ, તમારે ઘરમાં એક વહુ ની જરૂર હતી. જે ભણેલી હોય આડોસ પડોસ ની વહુઓ કરતા વધુ સ્માર્ટ,ફુઈ,મામી,કાકી,ની વહુ ઓ સામે તમારા ઘરની વહુ કોઈ બાબતે ઉણી ના ઉતારે એવી હોઈ,કડકડાટ ઈંગ્લીશ માં વાત કરે એવી. સામાજિક મેળાવડામાં બીજી ભણેલી વહુઓ સાથે દેખાવ માં બોલવામાં ક્યાંય બીજી કરતા ઉતરતી ના લાગે એવી. મમ્મી જયારે પણ મારી ઓળખાણ કોઈ સબંધી સાથે કરાવતા તો " મારી ડિગ્રી બોલતા અને હા વિથ ઈંગ્લીસ છે એ કહેવાનું કદી ના ચુકતા. અંગ્રેજી તો એવું કડકડાટ બોલે અમને પણ હવે તો ઈંગ્લીસ બોલતા આવડી જવાનું છે એવું ગૌરવ કરતા." આવી હવાઈ ઓળખાણ શરુશરુ માં તો મને પણ મધ જેવી લાગતી. મારી સાસરી વાળાઓ મારા માટે એટલું પ્રાઉડ કરે એમ જોઈ મને પણ મનોમન ગૌરવ થતો. અને પછી
(દિવ્યા લાંબો નિઃશાસો નાખે છે અને કહે છે ના મારે મારી વહુ માટે આવી કોઈ શરતો નથી રાખવાની.)
આતે વળી કેવું ?વહુ શોધવા નીકળો તો દીકરાની ડિગ્રી સાથે છોકરી ની ડિગ્રી મેચ કરવાની.સુંદર દેખાવ, પ્રભાવશાળીચાલ સારી હાઈટ,લાંબા વાળ.મોહક અદા અને આંજી દેતી સ્પીચ જોઈએ.અને વહુ ઘર માં આવી જાય પછી કામવાળી ને રજા આપી દેવાની અને નોકરાણી ની રિપ્લેસમેન્ટ બનાવી રાખવાની.
સોહમ: હા દિવ્યા તારી વાત સાચી છે.સમાજ વ્યવસ્થાજ એવી છે કે લગ્ન પછી છોકરી ને ઘર કામ માં એટલી હદે ગળાબૂડ રહેવાનું હોય છે કે એને મેહનત કરીને મેળવેલી ડિગ્રી અને સંસ્કાર ટેલેન્ટ બધું રસોડાના પ્લેટ ફોર્મ ની પાછળ છુપાઈ જાય છે.
દિવ્યા: હું તો એજ કહું છું કે તમારે વહુ ને જો નોકરી કરાવવાની હોય તો એ પ્રમાણે ની શોધો અને જો આખી જિંદગી ઘર કામ માં જ જોતરી રાખવાની હોય મારી જેમ તો એવી તૈયારી વાળી છોકરી શોધો આપણે વહુ ને ઘર માં ગેસ,સ્ટવ,વેલણપાટલી અને રોટલી સાથે ઈંગ્લીશમાં વાત કરાવવાની નથી.હા એ રસોઈ કે ઘરકામ ની શોખીન હશે તો એ એમાં પણ ખુશ રહેશે.
શુ માનસિકતા પ્રસરી રહીછે નહિ સોહમ ..ઘરમાં જરૂર હોય એક કામવાળી ની અને શોધવાની પાયલોટ ની ટ્રેનિંગ લેતી કે બ્યુટીકોન્ટેસ્ટ જીતતી કે પછી એમ.બી.એ માં બિઝનેસ ના આટાપાટા શીખતી.ના બિચારી પાયલોટ,મોડલ કે મેનેજર બને કે ના સારી કૂક બને.
આપણે આપણી ખોટે ખોટી વાહવાહી માટે ઉચ્ચ અભ્યાસ વાળી શોધવાની લોકો આગળ ફાંકા મારવાના અને ઘર માં ઘૂમટો ઓઢાળી ને ટિપિકલ વહુરાણી બનાવી ને નોકરાણી ના કામ લેવાના.
સોહમ: હા દિવ્યા હું સ્વીકારું છું કે તું જે રીતે ભણી ગણીને આવી છે છતાં આ ઘર માં હોઉસ વાઈફ તરીકે તે જે ભૂમિકા નીભાવી છે કાબિલે તારીફ છે. પણ આપણે આપણા ઘરમાં કોઈ ની ડિગ્રી ને રસોડા માં શેકવા નથી દેવી.તારી વાત સાથે હું સહમત છું. આપણે વહુ ની અને છોકરા ની ઈચ્છા ને મહત્વ આપતા થવાનું છે. દુનિયા ને દેખાડવા નહિ પણ સુખી રહેવા નિર્ણય કરવાનો છે.
ચિંતન ને નક્કી કરવાદો એને કેવી છોકરી જોઈએ અને છોકરી ને નક્કી કરવા દઈશું એને કઈ ભૂમિકા માં રેહવું ગમે. ઘર કામ કે નોકરી ધંધો એ એને જ નક્કી કરવા દઈએ.
મારે ફરી એક છોકરી ની ડિગ્રીઓ અને કડકડાટ બોલતા ઈંગ્લીશ ના શબ્દો રસોડાના ચાર ખૂણામાં શાંત નથી કરી દેવા. લોકો ની આગળ મોટા દેખાડા કરવા અને ઘર માં અલગ જીવન જીવવું મને પણ ફાવે એમ નથી.
દિવ્યા અને સોહમ ની વાત અટકી અને બંને ની નજર એ કદમ ની ડાળ નીચે લટકતા પાણી ના કુંડા માં પાંખો ફફડાવી ને ન્હાતા ચકલી ચકલા ની મસ્તી ને જોતા રહી ગયા.બંને સાથે બોલી ઉઠ્યા કેવી નિખાલસ જિંદગી છે આ બંને ની ? લવ ઈટ. એક માણસ જાત પોતાના માટે ઓછા લોકો ને દેખાડવા માટે વધુ પ્રયત્નશીલ હોય છે. એમાં જ કઈ કેટલાયે ઘર ની ખુશીયો નું જાણે અજાણે બીજા લોકો ને ધ્યાનમાં લઈને ગળું દબાવી દેતા હોઈ એ છીએ.
જીતેન્દ્ર વાઘેલા.