Devil - EK Shaitan -27 books and stories free download online pdf in Gujarati

ડેવિલ એક શૈતાન-૨૭

ડેવિલ : એક શૈતાન

ભાગ-૨૭

આગળ ના પ્રકરણ માં તમે વાંચ્યું...રાધાનગર માં શૈતાની હુમલા થવાની ઘટનાઓ બને છે-અર્જુન ને લેટર મળવાનો સિલસિલો ચાલુ હોય છે-અર્જુન ના લાખ પ્રયત્ન છતાં ડેવિલ એની પહોંચ થી બહાર હોય છે-ડેવિલ દ્વારા સર્જન પામેલા શૈતાની શ્વાન સાથે ના મુકાબલા માં અર્જુન મરતા મરતા બચે છે-મરવાની અણી પર પહોંચેલો અર્જુન બચી જતા ડેવિલ ગુસ્સે ભરાઈને અર્જુન ને લેટર મોકલાવે છે-અર્જુન લેટર માં કહ્યા મુજબ ડેવિલ સાથે પોતાની જૂની દુશમની શોધવા અમદાવાદ જવાની તૈયારી કરે છે-બિરવા પણ અર્જુન ના જોડે જવાની હોય છે-હવે વાંચો આગળ...

સવારે ફ્રેશ થઈને અર્જુન પોતાની જીપ લઈને બિરવાને પીક અપ કરવા માટે ગયો..બિરવા ના મમ્મી પપ્પા પણ બિરવા અર્જુન જોડે અમદાવાદ જવાની છે એ જાણી આશ્વસ્થ હતા કે હવે એમને બિરવા ની કોઈ ચિંતા કરવાની નથી.બિરવા એ એને એક ફ્રેન્ડ જોડે અમદાવાદ મેરેજ માં જવાનું છે એવી ઉપજાવી કાઢેલી વાત એની મમ્મી જોડે કરાવી હતી.એટલે બિરવા ના ઘરે પણ એમજ હતું કે એમની દીકરી સાચેજ કોઈ સહેલી ના મેરેજ માં જાય છે.

રાધાનગર થી અમદાવાદ નો રસ્તો લગભગ બસો કિલોમીટર થી પણ વધુ હતો એટલે પહોંચતા બપોર પડી જવાની એતો નક્કી જ હતું..રસ્તામાં અર્જુન થોડો ચુપચાપ હતો એટલે બિરવા એ જ વાતચીત નો દોર પોતાના હાથ માં લીધો અને કહ્યું.

"Mr. અર્જુન કોઈ મરી ગયું છે કે શું...આમ ઉદાસ કેમ બેઠા છો.?"

"અરે એવું કંઈ નથી પણ રાધાનગર માં બની રહેલી ઘટનાઓ ના લીધે થોડો ચિંતા માં છું.."અર્જુને જીપ ચલાવતાં ચલાવતાં બિરવા સામે જોઈ કહ્યું.

"અરે યાર શું તું પણ..આમ ટેંશન લેવા થી ટેંશન થોડું દુર થઈ જવાનું છે..જસ્ટ ચીલ યાર.. અને જોડે આટલી હોટ એન્ડ સેક્સી છોકરી બેઠી હોય અને તું આમ ટેંશન માં રહે એ થોડું ચાલે"બિરવા એ પોતાના હાથ વડે પોતાના દેહ નું વર્ણન કરતા કહ્યું.

અર્જુને પણ બિરવા ની સામે એક નજર જોઈ લીધું...આજે ખરેખર એ વધુ પડતી હોટ લાગી રહી હતી..સફેદ રંગ ની સ્લીવલેસ ટીશર્ટ નીચે ડેનિમ નું હાફ જીન્સ..જીન્સ ની ડિઝાઇન એ રીતે કટ હતી કે ઘણી જગ્યા એ થી બિરવા ના સુંદર નાજુક પગ નો નજારો જોવા મળતો.. આવો જ એક કટ એના સાથળ ના ભાગ માં પણ હતો જે અર્જુન માં ધ્યાન બહાર ના રહ્યો..સ્લીવલેસ ટીશર્ટ માં સ્પષ્ટ પણ ઉભરાઈ ને દેખાઈ રહેલા બિરવા ના ઉન્નત ઉરોજ અર્જુન નું મન ડ્રાઇવીંગ માંથી ભટકાવી રહ્યા હતા.

"હા હવે ખબર છે ..બોલ તો શું કરું?"અર્જુને કહ્યું.

"યાર કંઈક રોમાન્ટિક સોન્ગ ચાલુ કર..તો મજા આવે...આમ તો અમદાવાદ પહોંચતા પહોંચતા હું કંટાળી જઈશ.."બિરવા એ અંગડાઈ લેતા કહ્યું.

અર્જુન તો બિરવા ને એમ કરતાં જોઈ જ રહ્યો..પોતે પહેલા પણ બિરવા પ્રત્યે આકર્ષાઈ ચુક્યો હતો પણ પોતે નક્કી કર્યું હતું કે બિરવા તો હજુ માનસિક રીતે સારું ખોટું વિચારવા સક્ષમ નથી તો હવે પોતાનેજ થોડી મર્યાદા માં રહી આગળ વધવું જોઈએ..આખરે પોતે પીનલ ને ખૂબ પ્રેમ કરતો હતો એટલે પોતાની હદ એ જાણતો હતો..છતાં આજે બિરવાનું યૌવન એને ઘેલું કરી રહ્યું હતું.

અર્જુને રોમાન્ટિક સોન્ગ વગાડવાના ચાલુ કર્યા ...ધીરે ધીરે અમદાવાદ તરફ એ બન્ને આગળ વધી રહ્યા હતા..બિરવા વચ્ચે વચ્ચે અર્જુન ને સ્પર્શ કરી લેતી..કોઈ વખત એના ગાલ પર તો કોઈ વખત એના માથા માં..અર્જુન ને બિરવા નો સ્પર્શ પસંદ આવી રહ્યો હતો..બિરવા તો અર્જુન ના અંદર ખોવાઈ જવા આતુર બની હતી..એક બે વાર તો મજાક મજાક માં બિરવા એ અર્જુન ના ગાલ પર ચુંબન પર કરી લીધું..અર્જુન ને આ બધું ગમી રહ્યું હતું જે બિરવા એ નોટીસ કરી લીધું હતું.

પોતાના પ્લાન પર એ ખુબ સારી રીતે આગળ વધી રહી છે એ વાત થી બિરવા અતિ ઉત્સાહિત હતી..એના હોર્મોન્સ એને ઉત્તેજિત કરી રહ્યા હતા..એને તો અર્જુન સાથે અત્યારેજ પોતાની તરસ છુપાવવાની મંછા હતી પણ અત્યારે વધુ પડતી ઉતાવળ કરવામાં ભલાઈ નથી એવું વિચારી બિરવા એ થોડી ધીરજ રાખવાનું નક્કી કર્યું..જો પાછા વળતી વખતે અર્જુન સામે થી કંઈ નહીં કરે તો પોતે જ આગળ કંઈક કરશે એમ મન માં વિચારી બિરવા અત્યાર પુરતી પોતાની જાત ને કન્ટ્રોલ કરી રહી હતી.

અમદાવાદ પહોંચી ને બિરવા એ કહ્યું એ જગ્યા એ અર્જુને બિરવા ને ડ્રોપ કરી દીધી અને પછી પોતે પણ ક્રાઈમ બ્યુરો ની સેન્ટ્રલ ઓફીસ માં ગયો.

અર્જુને જેવી બિરવા ને ડ્રોપ કરી એવી એ એક હોટેલ માં ગઈ અને એક દિવસ માટે રૂમ બુક કરાઈને ત્યાં રોકાઈ ગઈ..કાલે ફરી થી ક્યારે અર્જુન સાથે મુલાકાત થાય અને એ પોતાની મન ની મુરાદ પુરી કરી શકે એ વિચારતા વિચારતા સુઈ ગઈ.

***

ક્રાઈમ બ્યુરો ની ઓફીસ માં જઈને અર્જુને પોતાનું આઈ કાર્ડ બતાવી ને પોતે કયા કામ ના અંતર્ગત ત્યાં આવ્યું છે એ પણ જણાવ્યું.સેન્ટ્રલ ક્રાઈમ બ્યુરો ના હેડ ઓફિસર સત્યાનંદ બ્રહ્મભટ્ટ અર્જુન ને બે ત્રણ વખત મળેલા હતા એટલે એમને અર્જુન ને જોઈતી માહિતી આપવા માટે સ્ટાફ ના માણસો ને જણાવ્યું.

અર્જુન ની પાંચ વર્ષ ની કારકિર્દી માં એનું સાત જગ્યા એ પોસ્ટિંગ થયું હતું અને રાધાનગર માં થયેલું એનું આ આઠમું પોસ્ટિંગ હતું..સ્ટાફ ના માણસો એ અર્જુન ને કાલે સવારે ડેટા ફાઈલ લઈ જવા માટે જણાવ્યું એટલે અર્જુન ત્યાંથી નીકળી અમદાવાદ ભ્રમણ કરવા માટે નીકળી ગયો.

ભૂખ કકડીને લાગી હોવાથી અર્જુન બપોરે ત્રણ વાગે પાલડી જોડે આવેલી મહેફિલ રેસ્ટોરેન્ટ માં જમવા ગયો.. સરસ મજાનું પંજાબી ભોજન આરોગી ને એને ઘડિયાળમાં જોયું તો સાંજ ના ચાર વાગી ગયા હતા.એટલે અર્જુન ટાઈમપાસ કરવા માટે મુવી જોવા જવાનું નક્કી કરે છે..પણ એકલો મુવી જોવા જવાનું એને યોગ્ય ના લાગતાં એને બિરવા જો ફ્રી હોય તો એને જોડે આવવાનું કહેવા માટે કોલ લગાવ્યો.

બિરવા હોટલ ના રૂમ માં ત્યારે આરામ કરી રહી હતી..અર્જુન નો કોલ જોઈ એના ચહેરા પર ખુશી ફરી વળી અને એને તરત જ અર્જુન નો કોલ રિસીવ કરી લીધો અને હસતાં હસતાં કહ્યું..

"ઓહ..તો મારી યાદ આવી જ ગઈ એમ ને.."

"અરે એવું કંઈ નથી..બસ આ તો એમજ..."અર્જુન સીધું મુવી જોડે જોવા જવાનું કહી ના શક્યો.

"સારું તો હું ફોન મુકું તો.."બિરવા એ નખરાં કરતા કહ્યું.

"સાંભળ તો ખરી...મેં તને એટલા માટે કોલ કર્યો કે જો તું ફ્રી હોય તો આપણે મુવી જોવા જઈ શકીએ..?"અર્જુન નો અવાજ આટલું બોલતા થોથવાઈ રહ્યો હતો.

"હમમમમમ.. પણ...અત્યારે કયો શો હશે?"બિરવા એ કહ્યું.

"અત્યારે નહીં સાંજે છ થી નવ..સિટી ગોલ્ડ થિયેટર..જો તું ફ્રી હોય તો આપણે જઈએ.."અર્જુને કહ્યું.

"સારું તો મને જ્યાં ડ્રોપ કરી હતી ત્યાંથી પિક અપ કરી લેજે....આમ પણ અહીં મેરેજ માં મન નથી લાગતું.."બિરવા એ ઝુઠું કહ્યું.

"તો સાંજે સાડા પાંચ વાગે હું ત્યાં પહોંચી જઈશ.."આટલું કહી અર્જુને કોલ કટ કરી દીધો.

બિરવા સાથે વાત થયા બાદ એ પોતાના ખાસ મિત્ર પરેશ રાણા ને મળવા મણિનગર પોલીસ સ્ટેશન માં ગયો..જુના મિત્ર ને લાંબા સમય પછી મળવાની ખુશી અર્જુન ને હતી..થોડી ઘણી જૂની વાતો વાગોળ્યા પછી અર્જુન બિરવા ને લેવા માટે નીકળી પડ્યો.

બિરવા ત્યાં ટાઇમસર પહોંચી ગઈ હતી..પણ અર્જુન ટ્રાફિક ના લીધે પાંચ મિનિટ મોડો પહોંચ્યો હતો..પહોંચતા ની સાથે અર્જુને જીપ માં થી ઉતરીને કાન પકડીને બિરવા ને કહ્યું.."સોરી થોડો લેટ પડી ગયો..રસ્તામાં ટ્રાફિક હતો ને એટલે.."

"અરે એમાં શું સોરી બોલે છે..ચાલ હવે મોડું થઈ જશે.."આટલું કહી બિરવા એ અર્જુન નો હાથ પકડી એને જીપ તરફ દોર્યો..

અત્યારે પણ બિરવા બ્લેક કલર ના ફ્રોક માં કયામત લાગી રહી હતી..અત્યારે પણ એને પોતાના વાળ ખુલ્લા રાખ્યા હતા..એના શરીર નો દરેક ભાગ અત્યારે અર્જુન ને નશો ચડાવી રહ્યો હતો.

થિયેટર પહોંચી ને અર્જુને બે કપલ ટિકિટ લીધી..અને બન્ને મુવી જોવા માટે ગયા..અંધારા માં બિરવા એ અર્જુન નો હાથ પકડી લીધો જે થિયેટર ની સીટ માં બેસ્યા પછી પણ ના મુક્યો..ધીરે ધીરે જેમ ફિલ્મ આગળ વધતી રહી એમ બિરવા એ પોતાની અદાઓ થી અર્જુન ને ઘાયલ કરવાનું શરૂ કરી દીધું હતું..પેહલા તો એને અર્જુન ના હાથ માં પોતાનો હાથ પરોવી એના ખભા પર માથું રાખી દીધું.

બિરવા ના ખુલ્લા કેશ માંથી આવતી મીઠી સુગંધ અને એના આરસપહાણ જેવા નાજુક શરીર નો સ્પર્શ અત્યારે અર્જુન ના મગજ ને સુન્ન કરી દેવા માટે કાફી હતો.. અર્જુને પણ પોતાનો એક હાથ પીનલ ના શરીર ફરતે વીંટાળી દીધો..મુવી માં હીરો હિરોઇન વચ્ચે નો એક રોમાન્ટિક સીન આવતાં બિરવા એ અર્જુન ના ખભા પર થી પોતાનું માથું લઈને એની નજરો થી નજર મિલાવી.

અર્જુને પણ બિરવા ની આંખો માં એક ખુલ્લું નિમંત્રણ જોયું..બિરવા ની આંખો અર્જુન ને જાણે કહી રહી હતી કે અર્જુન મને તારા માં સમાવી લે..બન્ને ની ધડકનો ધીરે ધીરે બેકાબુ થઈ રહી હતી..અર્જુન ના હૃદય ના વિચારો પર એના મન ના વિચારો હાવી થઈ રહ્યા હતા..કેમ બિરવા પ્રત્યે એ આટલો બધો આકર્ષાઈ રહ્યો હતો એની એને કંઈ સમજણ નહોતી પડી રહી.

અર્જુન ની આંખો માં એકીટશે જોઈ રહેલી બિરવા એ અચાનક પોતાની એક આંગળી ને અર્જુન ના હોઠ પર મૂકી દીધી.. અર્જુન ના હોઠ પર થોડો ભાર કરી આંગળી ઘસ્યા બાદ બિરવા એ એકદમ માદક અદા થી એ આંગળી ને પોતાના મોંઢા માં લઈને પોતાના હોઠ પર પછી જીભ ફેરવી..એની આ હરકત થી તો સંત મહાત્મા પણ કામદેવ નો અવતાર બની જાય તો આતો અર્જુન એક સામાન્ય માણસ હતો ક્યાં સુધી એ પોતાની જાત ને કન્ટ્રોલ કરી શકવાનો હતો.

અર્જુન થી હવે સહન ના થતાં એને બિરવા ને માથા ના વાળ થી પકડીને પોતાની તરફ ખેંચી..અર્જુન ની આ હરકત થી બિરવા ના મુખે થી એક માદક સિસકારી નીકળી ગઈ અને એને પોતાના બે હોઠ અર્જુન ના હોઠ પર રાખી દીધા..વર્ષો થી તરસ્યા હોય એમ અર્જુન અને બિરવા એક બીજા ના અઘરો નું રસપાન કરી રહ્યા હતા..થિયેટર માં પાછળ કોઈ ના હોવાથી બન્ને ને અત્યારે મન નું ધાર્યું કરવા માટે નો મોકળો માર્ગ મળી ગયો હતો.

ધીરે ધીરે અર્જુને બિરવા ના આખા ચહેરા પર એક પછી એક ચુંબનો ની વર્ષા કરી મુકી.. બિરવા પણ પોતાના એક હાથ ને અર્જુન ની છાતી માં ફેરવી એને વધુ ઉત્તેજિત કરી રહી હતી..થોડી થોડી વાર પછી બિરવા પણ અર્જુન ના ચહેરા ના દરેક ભાગ ને ચુમી લેતી..અર્જુન અત્યારે સંપૂર્ણ રીતે ઉત્તેજિત થઈ ચૂક્યો હતો..બન્ને વધુ કંઈ કરે એ પહેલાં ઈન્ટરવલ પડી ગયો અને અચાનક થયેલી લાઈટ ના લીધે તેઓ અટકી ગયા.

"હું તારા માટે કંઈક લઈને આવું"આટલું કહી અર્જુન કેન્ટીન માં કંઈક લેવા માટે ગયો..

બિરવા ની છાતી હજુ પણ વધી રહેલા ધબકારા ના લીધે ઉપર નીચે થઈ રહી હતી..આજે અર્જુન નો પ્રેમ આખરે પોતે મેળવીને જ રહી એ વાત ની ખુશી અત્યારે બિરવા ના ચહેરા પર સાફ દેખાઈ રહી હતી.

"લે પકડ આ પોપકોર્ન અને પેપ્સી..."અર્જુને બિરવા ની બાજુ માં આવી કહ્યું.

બિરવા એ અર્જુન ના હાથમાંથી પોપકોર્ન અને પેપ્સી લઈ લીધા..અર્જુન બિરવા ની બાજુ ની સીટ પર બેસી ગયો..ઈન્ટરવલ પછી ની મુવી શરૂ થઈ..બન્ને એ એક પછી એક વારાફરથી પેપ્સી ના ઘુંટ ભર્યા અને લાગી ગયા પાછા પોતાની અધુરી તરસ છીપાવવા માટે.

પીનલે હળવેક થી અર્જુન ના શર્ટ ના બટન ખોલી દીધા અને એની છાતી માં પોતાની જીભ ફેરવીને અર્જુન ને વધુ ને વધુ ઉત્તેજિત કરી રહી હતી..અર્જુને પણ બિરવા ના ચહેરા ને બે હાથ વડે પકડી ને ઉંચો કર્યો અને એના કાન ની બુટ પર એક બચકું ભરી લીધું.અર્જુન ની આ હરકત થી બિરવા ના રોમેરોમ માં નશો છવાઈ ગયો અને એ અર્જુન ને એ રીતે લપાઈ લઈ કે જાણે કોઈ સર્પ ચંદન ના વૃક્ષ ને વીંટળાઈ જતો હોય.

અર્જુન ના હાથ ધીરે ધીરે બિરવા ના સ્તનપ્રદેશ પર ફરવા લાગ્યા..અર્જુન પોતાના હાથ નું દબાણ ધીરે ધીરે બિરવા ના ઉરોજ પર વધારે જતો હતો..જેના મીઠા અહેસાસ ની અસર નીચે બિરવા પોતાની જાત ને સાતમા આસમાન માં વિહરતી મહેસુસ કરી રહી હતી..ધીરે ધીરે અર્જુને પોતાના હાથ એના સુંવાળા સાથળ પ્રદેશ પર ફેરવવાના શરૂ કર્યા..અર્જુન ના હાથ ધીરે ધીરે બિરવા ના દહે ના દરેક નાજુક અંગ ને સ્પર્શી રહ્યા હતા..અત્યારે પણ બન્ને ના અધરો એકબીજા માં પરોવાઈ ગયા હતા...ધીરે ધીરે ગરમીનો પારો વધી રહ્યો હતો..એરકન્ડિશનર નીચે બેઠા હોવા છતાં બન્ને ને પરસેવો વળી રહ્યો હતો.બિરવા એ વિચાર્યું કે આ જ સમય છે પાકું નિશાન લગાવવાનો એટલે એને ખુબ જ નશીલા અવાજ માં કહ્યું.."અર્જુન અહીં નહીં.. ચાલ મારા રૂમ ઉપર જઈએ..."

અર્જુન અત્યારે યંત્રવત બની બિરવા ના કહ્યા મુજબ કરી રહ્યો હતો..મુવી અડધું મૂકી ને બન્ને નીકળી ગયા.બહાર જઈને જોયું તો વાતાવરણ પણ પલટાઈ ગયું હતું..આવી ગરમી માં અચાનક ઠંડક પ્રસરી ગઈ હતી.કાળા ડીબાંગ વાદળો પણ આકાશ માં મંડરાઈ રહ્યા હતા..ચોક્કસ માવઠું થશે એવું બન્ને ને લાગ્યું.અર્જુને ફટાફટ જીપ ચાલુ કરી અને નીકળી ગયા બિરવા એ બતાવ્યા મુજબ ની હોટલ ના રૂમ પર જ્યાં એ રોકાઈ હતી.

હજુ રસ્તા માં હતા ત્યાં વરસાદ ચાલુ થઈ ગયું..વીજળી પણ ચમકવા લાગી..હોટલ આગળ પહોંચી અર્જુને જીપ પાર્ક કરી અને દોડીને હોટલ માં આવ્યા..પાર્કિંગ માંથી હોટલ માં આવતાં બન્ને પલળી ગયા હતા..વરસાદ માં ભીંજવાને લીધે બિરવા ના શરીર પર એના પરિધાન ચોંટી ગયા હતા જે અર્જુન ની વાસના ને વધુ ભડકાવી રહ્યા હતા.

બિરવા એ કાઉન્ટર પર થી પોતાના રૂમ ની ચાવી લીધી અને અર્જુન નો હાથ પકડી લિફ્ટ માં ઘુસી.એનો રૂમ પાંચ માં માળે હતો એટલે એને લિફ્ટ માં પાંચ નમ્બર નું બટન દબાવ્યું.અહીં પણ બિરવા અર્જુન ને છોડવા માંગતી ન હતી..લિફ્ટ નો દરવાજો બંધ થતાં ની સાથે એ અર્જુન ને લપાઈ ગઈ અને એક તસતસતું ચુંબન જડી દીધો..અર્જુન માટે અત્યારે સ્થિતિ એના કન્ટ્રોલ ની બહાર જ જણાતી હતી.

કોઈપણ પુરુષ હોય પણ જ્યારે કોઈ સ્ત્રી નું સહવાસ માટે કે શારીરિક સુખ માટે નું ખુલ્લું આમંત્રણ મળે એટલે પોતાની જાત ને લાખ કોશિશો કરવા છતાં પણ રોકી ના શકે..એમાંપણ પીનલ ની ગર્ભાવસ્થા ના લીધે અર્જુન લાંબા સમય થી શારીરિક સુખ થી વંચીત હતો..એટલે એના શરીર માં ઉઠતા અંતઃસ્ત્રાવો અત્યારે એના કાબુ બહાર હતા.

બિરવા દેખાવ માં ખુબ જ આકર્ષક અને અપ્સરા ને પણ શરમાવે એવી હતી..પહેલાં પણ અર્જુન એના પ્રત્યે ખેંચાઈ ચુક્યો હતો પણ એ સમયે તો મન ને મકકમ કરી એને પોતાની જાત ને પાછી વાળી લીધી હતી પણ આ વખતે તો સંજોગો જ એવા હતા કે એ બિરવા ની વધારે પડતો નજીક આવી ગયો છે.

આ તરફ બિરવા માટે અત્યાર સુધી એને અર્જુન ની યાદ માં વિતાવેલી યાદો નો હિસાબ કરવાનો સમય આવી ચુક્યો હતો..આજે એકવાર અર્જુન ને પોતાના દેહ નો સ્વાદ ચખાડી દેશે તો અર્જુન હંમેશા એનો જ થઈ જશે એવા વિચારો સતત બિરવા ના મગજ માં દોડી રહ્યા હતા.

કોઈ વ્યક્તિ નશા ની અસર નીચે પોતાની જાણ બહાર કોઈ કાર્ય કરે એવું જ અત્યારે અર્જુન સાથે થઈ રહ્યું હતું..બિરવા ની જવાની નો નશો એના દિલોદિમાગ પર અત્યારે છવાઈ ગયો હતો..આ જ નશા ની અસર નીચે એ બિરવા ના કહ્યા મુજબ કરી રહ્યો હતો.

લિફ્ટ પાંચમા માળે ઉભી રહી અને એનો દરવાજો ખુલ્યો એટલે અર્જુન અને બિરવા લિફ્ટ માંથી બહાર નીકળી બહાર લોબી માં આવ્યા..બિરવા જમણી તરફ વળી એટલે અર્જુન પણ એની પાછળ પાછળ ગયો...બિરવા ની લચકતી ચાલ ના લીધે એનો હિલોળા લેતો પૃષ્ઠભાગ અર્જુન ની આંખો સામે હતો..આ નજારો ઘાયલ અર્જુન ને વધુ ઘાયલ કરવા માટે વધુ પડતો હતો..રૂમ નો દરવાજો ખોલી બિરવા એ અર્જુન ને રૂમ માં આવવા કહ્યું અને એ પણ અર્જુન ની પાછળ રૂમ માં આવી અને રૂમ નો દરવાજો બંધ કરી અર્જુન ને વીંટળાઈ ગઈ.

***

અર્જુન અમદાવાદ નીકળી ગયો હતો એ વાત ની ડેવિલ ને બપોર ના સમયે જાણ થઈ એટલે એને પોતાની યોજના પુરી પાડવા માટે કોઈ વ્યક્તિ ની લાશ આજે જ ચોરવાનો યોગ્ય સમય છે એ વિચાર્યું પણ એના માટે કોઈ વ્યક્તિ નું આકસ્મિક સંજોગો માં મૃત્યુ થવું જરૂરી હતું અને પછી એની દફનવિધી પણ કરે એ જરૂરી હતું..

ઘણું બધું વિચાર્યા પછી ડેવિલે એક ભયંકર અટ્ટહાસ્ય થી પોતાની ગુપ્ત જગ્યા ને ધ્રુજાવી મુકી..

"હા એમ જ કરીશ..કોઈ અકસ્માત ના થાય તો કંઈ નહીં હું કોઈની આકસ્મિક મૃત્યુ નું કારણ તો બની જ શકું છું"આટલું કહી ડેવિલે એક કાચ ની બરણી હાથ માં લીધી અને બહાર નીકળી પોતાની કાર લઈને શહેર ની તરફ હંકારી મુકી.

ડેવિલે પોતાની કાર ને રાધાનગર શહેર માં આવેલ સરકારી પ્રાથમિક શાળા ના મેદાન ની પાસે લાવી ને ઉભી કરી..આજુબાજુ કોઈ છે કે નહીં એની ખાત્રી કર્યા બાદ ડેવિલ નીચે ઉતર્યો અને પોતાના જોડે રહેલી કાચ ની બરણી ને મેદાન માં રમતા છોકરાઓ ની નજીક લઈ જઈ ને એનું ઢાંકણ ખોલી દીધું...ઢાંકણ ખોલતાં ની સાથે એક ચાર પાંચ ફુટ લાંબો વાઈપર સાપ બહાર નીકળ્યો અને બાળકો રમતા હતા એ તરફ સરકતો સરકતો આગળ વધ્યો..

આ કામ ને અંજામ આપ્યા બાદ ડેવિલ પાછો પોતાની કાર માં ગોઠવાયો અને મેદાન માં શું બન્યું એ અડધા ખુલ્લા કાચ માંથી જોવા લાગ્યો..ત્રણ ચાર મિનિટ માં જ બાળકો નો કોલાહલ અને બુમો સંભળાતા એક શૈતાની હાસ્ય સાથે ડેવિલે કાર ને પાછી પોતાના ગુપ્ત સ્થાન તરફ લઈ જવા માટે હંકારી મુકી!!

રસ્તા માં વરસતાં વરસાદ અને ચમકતી વીજળી ઓ ની સાથે ડેવિલ નો ચહેરો પણ ચમકી રહ્યો હતો..કાર ને પોતાના ગુપ્ત બંગલા પર લાવી ને ઉભી રાખી એ નીચે ઉતર્યો અને અંદર પ્રવેશ્યો.અંદર આવીને ડેવિલે ઓવરકોટ ઉતાર્યો અને ખીંટી પર હતો એમ લબડાવી દીધો..પછી ત્યાં પડેલ સોફા પર બેઠો અને ટીવી ઓન કરી રિમોટ વડે નમ્બર બદલી લોકલ ન્યુઝ ચેનલ ઓન કરી..

થોડીવાર માં જ એની ધારણા પ્રમાણે ના સમાચાર બ્રેકીંગ ન્યુઝ માં આવ્યા..

"એક બાર વર્ષ ના માસુમ બાળક નું સરકારી પ્રાથમિક શાળા માં સર્પ ના કરડવાથી મૃત્યુ.."

ખબર સાંભળતા જ ડેવિલ ના ચહેરા પર શૈતાની ચમક પથરાઈ ગઈ અને એક વિકરાળ શૈતાન જેવા અટ્ટહાસ્ય થી ફરીવાર એને રૂમ ને ધ્રુજાવી દીધો..આંખો માં ભયાનક ભાવ સાથે પછી ડેવિલ જોર થી ચિલ્લાતો હોય એમ બોલ્યો...

"બાર વર્ષ નું બાળક હિન્દુ હોય કે મુસલમાન એને કરવું તો દફન જ પડે...જેવું એ બાળક ને દફન કરવામાં આવશે એવું જ હું એને ચોરી લઈશ...અને તૈયાર થશે મારો નવો શૈતાન...."

***

To be continued.....

અર્જુન અને બિરવા નું આ મિલન ક્યાં સુધી આગળ વધશે? ડેવિલ પોતાના શૈતાની મનસૂબા પુરા કરી શકશે? ડેવિલ ની અર્જુન જોડે શું દુશમની હતી? ડેટા માંથી અર્જુન પોતાનો ડેવિલ સાથે નો સંબંધ શોધી શકશે? અર્જુન ડેવિલ સુધી પહોંચી શકશે? આવાજ સવાલો ના જવાબ માટે વાંચતા રહો ડેવિલ એક શૈતાન..નવો ભાગ આવતા સપ્તાહે..

આ નોવેલ જેમ જેમ આગળ વધી રહી છે એમ એમ વાંચકો નો વધુ ને વધુ પ્રેમ મેળવી રહી છે..આપના પ્રેમ માટે આપ સૌનો ખુબ ખુબ આભાર..એક શૈતાન ને કેન્દ્ર માં રાખી ને લખાયેલી આ નોવેલ મારા માટે એક મસીહા જેવી સાબિત થઈ છે..આપ પણ આ નોવેલ અંગેનો આપનો કિંમતી અભિપ્રાય મારા whatsup નમ્બર 8733097096 પર આપી શકો છો..

ઓથર :- જતીન. આર.પટેલ