Ghar Chhutyani Veda - 22 books and stories free download online pdf in Gujarati

ઘર છૂટ્યાની વેળા - 22

ભાગ - ૨૨

ગેલેરીના સોફા ઉપર બેઠા બેઠા વરુણે પોતાની મૂંઝવણ રોહન સાથે શેર કરવા લાગ્યો.

વરુણ : "યાર મને કઈ સમજાતું નથી, હું કેવી રીતે રાધિકા સુધી પહોચીશ ?"

રોહન : "તું આમ કોઈ આયોજન વગર નીકળી ગયો છે એટલે આ તકલીફ તો થવાની જ હતી."

વરુણ : "હા, પણ હવે કંઇક તો કરવું પડશે ને ?"

રોહન : "કઈ નહિ હવે ગયો છું તો હિંમત રાખ અને શાંતિથી કંઇક વિચાર કોઈને કોઈ રસ્તો તો જરૂર મળશે."

વરુણ : "હા, કંઇક તો કરવું જ પડશે, આજે તો કઈ થઇ શક્યું નથી, પણ આવતીકાલથી મારા પ્રયત્નો શરુ કરી દઈશ."

રોહન : "બેસ્ટ લક મારા ભાઈ, તને બહુ મિસ કરું છું, જલ્દી તારું કામ પૂર્ણ કરી પાછો આવી જા."

વરુણ : "હા, હું પણ તને ઘણો જ મિસ કરું છું, જલ્દી મારા મન ઉપરનો બોજ ઉતરી જાય, એટલે તરત પાછો ફરીશ., સારું ચલ હું હવે આરામ કરું,"

રોહન : "ધ્યાન રાખજે તારું."

વરુણ : "તું પણ."

વરુણ વાત પૂરી કરી અને પોતાના રૂમ તરફ વળ્યો અને રોહન કોલેજ તરફ ગયો. રાત્રે સુતા સુતા વરુણ બીજા દિવસે શું કરવું તેનું મનોમંથન કરી રહ્યો હતો. મગજ કામ કરી રહ્યું નહોતું, છતાં પણ કંઇક કરવાનું છે એવું વિચારી લીધું. ઓનલાઈન ટેક્ષી બૂક કરાવી, સવારે ૭ વાગે હોટેલની નીચે ટેક્ષી આવી જશે. ટેક્ષી ડ્રાઈવર મોટાભાગના વિસ્તારોનો જાણકાર હોય છે, માટે તેને કોલેજોની માહિતી હશે. એટેલ એ કોઈના કોઈ ઠેકાણે લઇ જ જશે. એમ માની સુઈ ગયો.

સવારે વહેલા ઉઠી તૈયાર થઇ ટેક્ષીની રાહ જોઈ વરુણ બેઠો હતો. મેપમાં કેટલાંક લોકેશન સર્ચ કરી જોયા. બરાબર ૭ વાગે ટેક્ષી હોટેલના ગેટ ઉપર આવી પહોચી. રોહને ટેક્ષી ડ્રાઈવર ને સમજાવ્યું અને ડ્રાઈવર વોશિંગટનના રસ્તાઓ ઉપર કાર હંકારવા લાગ્યો.

ઘણી કોલેજો ઘણી જગ્યાઓ ગયા બાદ વરુણને નિરાશા જ હાથ લાગી, રાધિકા ક્યાય પણ દેખાઈ નહિ. પહેલો દિવસ એમ જ પૂરો થઇ ગયો, બીજા દિવસે પણ એ મુજબ જ સવારે ૭ વાગ્યાથી લઇ મોડા સુધી તે રાધિકા ક્યાંક દેખાઈ જાય એ આશાએ તેને શોધ્યા કરતો પણ રાધિકા ક્યાંક મળતી નહિ. રાત્રે રોહન સાથે થોડીવાર વાત કરી લેતો, રોહન પણ તેને હિંમત સિવાય કઈ આપી શકતો નહિ.

એક દિવસ, બે દિવસ એમને એમ આઠ દિવસ પુરા થયા પણ રાધિકા કઈ કોલેજમાં અભ્યાસ કરે છે કે ક્યાં રહે છે તેની કોઈ ખબર મળી રહી નહોતી. રોહન સાથે વાત કરતાં એક દિવસ તો વરુણ રડવા લાગ્યો, તેને લાગ્યું કે તેને અમેરિકા આવીને ભૂલ કરી છે. પાણીની જેમ પૈસા વહાવવા છતાં રાધિકા મળી રહી નહોતી. પણ વરુણે તેને સમજાવ્યો કે "હવે ગયો છું અને તારી પાસે હજુ સમય છે, એટલે એ ક્યાંકને ક્યાંક તો તને મળી જ જશે. રોહનનો આપેલો દિલાસો હિંમત વધારી રહ્યો હતો.રોહનને પણ ચિંતા થતી હતી પણ બીજું તે શું કરી શકવાનો હતો.

વરુણને હવે એક એક દિવસનો સમય વિતાવવો કઠિન થઈ રહ્યો હતો, પણ ગમે તેમ કરી તેને દિવસો પુરા કરવા હતા અને એમાં પણ રાધિકા વિશે જાણવું હતું, એક દિવસ થાકી કંટાળી વરુણ હોટેલ રૂમના બેડ ઉપર નિરાશ થઈ બપોરના સમયે સુઈ રહ્યો હતો, એ દિવસે અમેરિકામાં રજાનો દિવસ હતો. ફોન પણ બાજુમાં રહેલા ટેબલ ઉપર રાખી દીધો. વરુણ વિચાર જ કરી રહ્યો હતો કે હવે શું કરવું ? અને અચાનક આવેલા એક મેસેજ ટોનના આવજે તેનું ધ્યાન ભંગ કર્યું, પહેલા તો વિચાર્યું કે નથી જોવો મેસેજ પણ આ સમયે ખાસ કોઈના મેસેજ હોય નહીં એટલે મોબાઈલ હાથમાં લઈ અને જોયું તો રાધિકાનો મેસેજ હતો.

રાધિકા એ મેસેજ માં લખ્યું હતું :

"મિસ યુ વરુણ,

તારી ખૂબ જ યાદ આવે છે.

સોરી, મને અહીંયા તારા માટે સમય નથી મળતો,

પણ જલ્દી હું ભણવાનું પૂર્ણ કરી ઇન્ડિયા પાછી આવી જઈશ.

પછી હું અને તું લગ્ન કરી એક સુખી જીવન પસાર કરીશું."

વરુણને મેસેજ જોઈ એક સમય તો રાધિકાને કહેવાનું મન થઇ પણ ગયું કે "હું અમેરિકા આવી ગયો છું, તું કહું તો અત્યારે જ તને મળવા આવી પહોંચું."પણ તેને પોતાની જાતને રોકી લીધી, અને તે દિવસે ઓનલાઈન હોવા છતાં જવાબ નહોતો આપ્યો અને જે કારણથી તે સાત સમુદ્ર પાર આવ્યો છે તે યાદ આવ્યું. નોર્મલ રીતે જ રાધિકા સાથે વાત કરી

"કેમ છે તું ?"

રાધિકાએ થોડા સમય પછી જવાબ આપ્યો.

"તારા વગર મઝામાં તો નથી પણ ખુશ રહેવાનું નાટક હવે કરી લઉં છું, તું પણ અહીંયા ભણવા માટે આવી ગયો હોત તો કેવું સારું હતું ?"

વરુણ : "ના, મારે મારા મમ્મી પપ્પા પાસે રહી ને આગળ વધવું છે, મારે એમને છોડી અને ત્યાં નહોતું આવવું."

રાધિકા : "ઓકે નો, પ્રોબ્લેમ."

વરુણ આવા જ કોઈ અવસરની રાહ જોઈ રહ્યો હતો અને તેને રાધિકાને પૂછી લીધું.

વરુણ : "રાધિકા, એક વાત પૂછું ?"

રાધિકા : "હા પૂછને !!"

વરુણ : "મારો એક મિત્ર છે, રોહન. તેને અમેરિકા ભણવા આવવાની ઈચ્છા છે, એને ઘણીવાર મારી સાથે વાત કરી પણ મેં એને કંઈ બરાબર માર્ગદર્શન ના આપ્યું. તને શું લાગે છે, ત્યાં કઈ કોલેજ એના માટે સારી રહે ?"

રાધિકા : "અહીંયા વોશિંગટનમાં તો ઘણી કોલેજ છે, પણ એને કઈ કોલેજ અનુકૂળ પડે એ પણ જોવું જોઈએ ને."

વરુણ : "હા, એ સાચી વાત છે, તું કઈ કોલેજમાં છે ?"

રાધિકા : "મારી કોલેજનું નામ જાણી ને તું શું કરીશ ? અને આ કોલેજમાં એડમિશન ના લેવાય, ભણાવવા કરતા એસઇમેન્ટ વધારે આપે છે, જાતે જ મહેનત કરીને ભણવું પડે."

વરુણ : "મારે કોઈ કામ નથી, પણ આ તો મમ્મી પપ્પા ક્યારેક પુછેછે કે રાધિકા કઈ કોલેજમાં છે, તો મારે મને ખબર નથી એમ કહેવું પડે છે. અને પપ્પાતો મને ક્યારેક સંભળાવે પણ છે કે તને ખબર તો હોવી જોઈએ ને !"

રાધિકાએ હસવાના ઇમોજી મોકલ્યા...

વરુણ થોડું જુઠઠું બોલીને પણ સાચી હકીકત જાણવા માંગતો હતો, અને અત્યારે તે રાધિકાની સાથે પહેલાની જેમ જ વાત કરી રહ્યો છે તે બતાવવા માંગતો હતો માટે વરુણે કહ્યું :

"તને હસવું આવે છે, પણ મારો જ દર વખતે મઝાક બની જાય છે, મમ્મી પપ્પાને પણ ખબર છે અને તારી કોલેજ પુરી થતા જ આપણા લગ્નની વાત તારા પપ્પાને કરવાના છે."

રાધિકા : "ખરેખર !"

વરુણ : "હા, એકવાર હું મમ્મી પપ્પાને આપણાં લગ્નની વાત કરતાં સાંભળી ગયો હતો. બોલને હવે કઈ કોલેજમાં છું તું ?"

રાધિકા : "હું નોર્થ વેસ્ટ ઇન્ડિયન કોલેજ માં છું.°

વરુણે પોતાની પાસે કઈ કઈ જગ્યાની મુલાકાત લીધી તેની નોંધ કરી રાખી હતી, રાધિકાનો જવાબ આવતા તેને લિસ્ટ ચેક કર્યું. અને યાદ આવ્યું આ કોલેજની બહાર તો તેને ત્રણ ચાર કલાક વિતાવ્યા હતા પણ રાધિકા દેખાઈ નહોતી. આ વિશે પછી વિચારીશ પહેલા રાધિકાને જવાબ આપવાનો હતો.

વરુણ : "ઓકે, હવે હું પણ મમ્મી પપ્પા પૂછશે તો જવાબ આપી શકીશ."

બીજી કેટલીક નોર્મલ વાતો રાધિકા સાથે કરી પણ દરેક વાતમાં રાધિકાને કોઈ શક ના જાય તેનું વરુણ ખાસ ધ્યાન રાખી રહ્યો હતો. થોડીવાર વાતો કરી વરુણે મોડું થયું હોય અને પોતે ઇન્ડિયામાં છે એવું બતાવવા માટે સુઈ જવા માટેનું કહી વાત પૂરી કરી.

રાધિકા સાથે વાત પૂર્ણ થતાં, વરુણને જાણે કોઈ રસ્તો મળી ગયો હોય એમ લાગ્યું, પંદર દિવસ તો એમ જ પુરા થઈ ગયા. હવે તેની પાસે માત્ર પંદર દિવસ જ બચ્યા હતાં. રોહન સાથે વાત કરવાનું મન થયું પણ અત્યારે મોડી રાત હશે અને એ સુઈ રહ્યો હશે એમ વિચારી તેને હાથમાં લીધેલ મોબાઈલ પાછો રાખી દીધો. પણ મન માન્યું નહિ, પાછો મોબાઈલ લઈ તેને એક મેસેજ તો કરી જ દીધો. મેસેજ જોતા તે રીપ્લાય જરૂર આપશે એવી આશાએ તે અગાઉ શું કરવું તેનું આયોજન કરવા લાગી ગયો.

રાધિકાએ જે કોલેજનું નામ લીધું તેની મુલાકાત વરુણે લીધી હતી. પણ ત્યારે રાધિકા તેને દેખાઈ નહોતી. કદાચ એ દિવસે તેને રજા રાખી હશે એમ કરી મનને મનાવી લીધું. હવે પછીના દિવસે એજ કોલેજની બહાર બેસીને રાહ જોવાની હતી. રાધિકા દેખાતા એનો પીછો કરવાનું નક્કી કર્યું.

રાધિકા સાથે વાત થઈ અને એની કોલેજનું નામ જાણતા વરુણને થોડો સંતોષ થયો હતો. તેનું મન રોહન સાથે વાત કરવા માટે ઉત્સાહિત થઈ રહ્યું હતું, રોહનના ઉઠવાના સમયની રાહ જોઈને તે થોડીવાર રૂમમાં અને થોડીવાર બહાર ગેલેરીમાં આંટા માર્યા કરતો હતો. એક એક મિનિટ તેને એક એક કલાક જેવી લાગી રહી હતી. વરુણની ઉત્સુકતાનો અંત આવ્યો અને રોહનનો મેસેજ મોબાઈલમાં દેખાયો. વરુણ મેસેજ આવતા સીધો બેડ ઉપર બેસી ગયો.

વરુણ : "રોહન . એક સારા સમાચાર છે."

રોહન : "હા, જલ્દી કહી દે, રાધિકા મળી ?"

વરુણ : "ના, રાધિકા તો નથી મળી પણ એ કઈ કોલેજમાં છે એ ખબર પડી ગઈ છે."

રોહન : "વેરી ગુડ, આ ખબર પણ રાધિકા સુધી પહોંચ્યા બરાબર જ છે."

વરુણ : "હા, મને જ્યારથી ખબર પડી છે, ત્યારથી હું તારી સાથે વાત થાય એ માટે રાહ જોઈ રહ્યો છું."

રોહન : "તો રાત્રે ફોન કરી શકાય ને ?"

વરુણ : "ના, આટલી મોડી રાત્રે તને ઉઠાડવાનું પાપ ના કરી શકું હું !"

રોહન : "હા, હું તો ભૂલી જ ગયો તું બહુ સાહુકાર છે. ચાલ જવા દે એ વાત.. એમ કહે કે તને ખબર કેવી રીતે મળી ? એ રસ્તામાં ક્યાંક દેખાઈ ગઈ કે પછી કોઈ કોલેજમાં તે એને જોઈ ?"

વરુણ : "ના, એવું કંઈ નથી થયું, પણ બપોરે રાધિકા નો જ સામેથી મેસેજ આવ્યો, અને મેં એને આડકતરી રીતે ખોટું બોલીને એની કોલેજનું નામ પૂછી લીધું."

રોહન : "સરસ... હવે તું ધ્યાન રાખી અને એના વિશેની બધી ખબર મેળવી લે. હવે તારી પાસે અડધા જ દિવસો રહ્યા છે અને કામ પણ વધારે છે, દરેક પગલું સાચવીને હિંમતથી મુકજે.. દરેક પરિસ્થિતિનો સામનો કરવાની તૈયારી રાખજે."

વરુણ : "રોહન.. ખરેખર થોડી ખુશી પણ થઈ અને સાથે ડર પણ લાગવા લાગ્યો છે, રાધિકા ખરેખર બદલાઈ ગઈ હશે તો હું મારી જાતને કેમ કરી સાચવી રાખીશ ?"

રોહન : "કઈ નહીં થાય, હું તારી સાથે ભલે હાજર નથી, પણ તું હમણાં એવું જ સમજ કે સાથે છું, હું અવંતિકા અને સરસ્વતી દરેક પળમાં તારી સાથે ઊભા છીએ."

વરુણ : "તમારા બધાના કારણે જ મને હિંમત મળી રહી છે. ચાલ હવે તું તારું કામ કર અને હું સુઈ જાવ. સવારે મિશન ઉપર જવાનું છે."

રોહન : "હા, તારું આ કામ એક મિશન જેવું જ છે. ઓકે ભાઈ તારું ધ્યાન રાખજે.."

રોહન સાથે વાત કરી વરુણને થોડું હળવું મહેસુસ થયું. રાત્રે સૂતા સુતા પણ તે શું કરવું શું ના કરવું એજ વિચારોમાં હતો. ઊંઘ પણ ક્યારે આવી ગઈ તેની એને ખબર ના રહી.

સવારે રોજની જેમ ટેક્ષી સાત વાગે હોટેલના દરવાજે આવીને ઊભી થઈ ગઈ. આ વખતે ક્યાં જવું એ શોધવાનું નહોતું, પહોંચવાનું સ્થળ ખબર હતું. ટેક્ષીમાં બેસી અને વરુણે ડ્રાઈવરને "નોર્થ વેસ્ટ ઇન્ડિયન કોલેજ" લઈ જવા માટે કહ્યું. ડ્રાઈવર પણ સમજી ગયો કે સાહેબ પંદર દિવસથી જે જગ્યા શોધી રહ્યાં હતાં એનું સરનામું મળી ગયું છે. એટલે તેને પણ કઈ પૂછ્યા વિના કાર ને "નોર્થ વેસ્ટ ઇન્ડિયન કૉલેજ" તરફ હંકારી મૂકી....

વધુ આવતા અંકે.....

નીરવ પટેલ "શ્યામ"