Riview - Loveyatri ane andhadhun books and stories free download online pdf in Gujarati

રિવ્યુ-લવયાત્રી અને અંધાધુન

ફિલ્મ રિવ્યુ : અંધાધુન & લવયાત્રી

આજે આપણે વાત કરીશું 5 ઓક્ટોબરે રિલીઝ થયેલી ફિલ્મ આયુષ્યમાન ખુરાના અને તબ્બુ સ્ટારર ફિલ્મ અંધાધુન નો અને સલમાન ખાન પ્રોડ્યુસ ફિલ્મ લવરાત્રી નો.. એમાં હું અંધાધુન નો રિવ્યુ વ્યવસ્થિત કરીશ અને લવયાત્રી નો શોર્ટ રિવ્યુ..કેમકે લવયાત્રી એટલી બકવાસ ફિલ્મ છે કે એનાં માટે શોર્ટ રિવ્યુ ઘણો છે.

અંધાધુન:-

ડિરેકટર અને સ્ટોરી રાઈટર:- શ્રી રામ રાઘવન

પ્રોડ્યુસર:- viocom 18 pictures.

મ્યુઝિક:- અમિત ત્રિવેદી

ફિલ્મ ની લંબાઈ:-139 મિનિટ

સ્ટાર કાસ્ટ:- આયુષ્યમાન ખુરાના, તબ્બુ, રાધિકા આપ્ટે, અનિલ ધવન, માનવ વિઝ

પ્લોટ:- એક અંધ પિયાનોવાદક એક મર્ડર નો સાક્ષી બને છે અને ત્યારબાદ જે પણ સંજોગો બને છે એનાં પર આધારિત સસ્પેન્સ થ્રિલર મુવી છે અંધાધુન..ફિલ્મ નું ટ્રેઈલર રિલીઝ થયું એ દિવસે જ હું નક્કી કરી ચુક્યો હતો કે આ મુવી તો થિયેટરમાં જઈને જ જોવાની છે.

સ્ટોરી લાઈન:- ફિલ્મની સ્ટોરી માં આયુષ્યમાન ખુરાના આકાશ નામનાં એવાં અંધ વ્યક્તિનો રોલ કરી રહ્યો છે જે પિયાનો વાદક છે. આકાશ લોકોની simpthy (દયા) મેળવવા અંધ બન્યો હોય છે.એક અકસ્માતે સોફી નામની એક યુવતી સાથે આકાશની ઓળખાણ થાય છે સોફીનાં રોલ માં છે રાધિકા આપ્ટે.

સોફી એક રેસ્ટોરેન્ટની માલિક હોય છે..આકાશ એનાં રેસ્ટોરેન્ટમાંજ પિયાનો વગાડવાનું કામ કરે છે.જ્યાં આકાશની મુલાકાત પ્રમોદ સિંહા(અનિલ ધવન) નામનાં બિઝનેસમેન જોડે થાય છે જે ફિલ્મમાં એક વીતેલાં જમાનાનો ફિલ્મ સ્ટાર બતાવાયો છે.પ્રમોદ પોતાની મેરેજ એનિવર્સરી પર એક પર્સનલ કોન્સર્ટ માટે આકાશને પોતાનાં ઘરે આવવાનું કહે છે.પ્રમોદ ની પત્ની છે સીમી (તબ્બુ).સીમી એ પોતાનાથી મોટી ઉંમરના પ્રમોદ સિંહા જોડે એની સંપત્તિ માટે જ લગ્ન કર્યાં હોય છે.

તબ્બુ નો એક પોલીસ ઈન્સ્પેકટર મનોહર(માનવ વિઝ) જોડે અફેયર હોય છે. પ્રમોદ નાં કહેવાથી આકાશ એનાં ઘરે જાય છે જ્યાં એ પ્રમોદ ની લાશ જોવે છે..પ્રમોદ ની હત્યા પછી ની બધી ઘટનાઓ આકાશની નજરો સામે બને છે પણ એ અંધ હોવાથી ત્યારે કોઈ રિએક્શન નથી આપતો.મનોહર અને સીમી ને આકાશ જોઈ શકે છે એ બાબત નો શક હોય છે..બસ પછી એ લોકો મળીને જે કરે છે જેમાં ભરી છે સસ્પેન્સ અને મિસ્ટ્રી ની રોમમંચક જોય રાઈડ..જે દર્શકો ને edge of seat બેસી રહેવા મજબુર કરી મુકે છે.

એક્ટિંગ:- એક્ટિંગ ની વાત કરવામાં આવે તો આકાશ નાં રોલમાં આયુષ્યમાન ગજબનો જામ્યો છે..આંધળા વ્યક્તિનો રોલ હોય કે દેખી શકતા આંધળા વ્યક્તિનો રોલ એની એક્ટિંગ શાનદાર છે.સામે કોઈ ઘટના બને એ જોવા છતાં ચહેરા પર આયુષ્યમાન જે ફ્લેટ એક્સપ્રેશન લાવે છે એ કાબીલે તારીફ છે.ફિલ્મનાં ઘણાં સીન માં પિયાનો વગાડતી વખતે આયુષ્યમાન ની આંગળીઓ નજીકથી પિયાનો પર ફરતી દેખાય છે જે જોઈ સમજી શકાય છે આ રોલ માટે એને પિયાનો વગાડવાની ઘણી તાલીમ લીધી હોવી જોઈએ.

અત્યારે દરેક જગ્યાએ જોવા મળી રહેલ મલ્ટી ટેલેન્ટેડ એક્ટ્રેસ રાધિકા આપ્ટે ફિલ્મમાં આકાશ ની પ્રેમિકા સોફિયાનાં રોલ માં પોતાનું કામ બખુબી નિભાવી શકી છે.એક લાલચી અને કપટી સ્ત્રી સીમીનાં રોલ માં વેટરન એક્ટ્રેસ તબ્બુ એ જોરદાર કામ કર્યું છે.તબ્બુ હવે દમદાર રોલ જ સ્વીકારે છે એ આ ફિલ્મે નક્કી કરી દીધું છે.

તબ્બુ નાં પૈસાદાર અને એનાંથી મોટી ઉંમરના બિઝનેસ મેન પ્રમોદ સિંહા નાં રોલ માં વીતેલાં જમનાનાં એકટર અનિલ ધવન નું કામ પણ સારું છે..પોલીસ ઈન્સ્પેકટર નાં રોલ માં માનવ વિઝ નું કામ પણ આંખે ઉડીને વળગે એવું છે.ડોકટર નાં રોલ માં ઝાકીર હુસૈન પણ ઠીકઠાક છે.તબ્બુ ની દીકરી દાની,રિક્ષાચાલક,લોટરી વેચતી મહિલા,અન્ય પોલીસ કોન્સ્ટેબલ અને આયુષ્યમાનની જોડે રહેતાં બાળકનું કામ પણ સારું છે.overall બધાં પાત્રો ની એક્ટિંગ સારી છે.

ડાયલોગ અને ડાયરેક્શન:-ફિલ્મ ની સ્ક્રીપ્ટ મુજબ ડાયલોગ જરૂર મુજબનાં જ રાખવામાં આવ્યાં છે..અમુક જગ્યાએ ડાયલોગ ની જગ્યાએ ફેસિયલ એકપ્રેશન ડાયલોગ નું સ્થાન લઈ લે છે.

ડાયરેક્શન ની વાત કરું તો જ્હોની ગદ્દાર અને બદલાપુર જેવી એકદમ ધાંસુ મુવી બનાવ્યાં પછી શ્રીરામ રાઘવન ની આ મુવી એક કલાસિક સસ્પેન્સ થ્રિલર છે.જે કહાની અને દ્રશ્યમ ની હરોળમાં સ્થાન પામે એવી છે.હોલીવુડ ફિલ્મો જેવી મજા ફિલ્મ જોતી વખતે આવી..ફિલ્મ માં ક્યાંક સ્ટોરી ખેંચાઈ નથી કે ક્યાંક કોઈની ઓવર એક્ટિંગ દેખાતી નથી.કલયમેક્સ સીન પણ ખૂબ સરસ છે.ફિલ્મનાં પ્રથમ સીન થી લઈને કલાયમેક્સ સીન સુધી એક વખત પણ આંખો પલકાવવાનો મોકો ડિરેક્ટરે આપ્યો નથી.

ફિલ્મનાં ઇન્ટ્રો સીન ને ક્લાયમેક્સ જોડે શું નિસબત છે એ પણ જોરદાર છે..એક મજબૂત સ્ક્રીનપ્લે ની સાથે જે રીતે શ્રીરામ રાઘવન નું સ્ટોરી ટેલિંગ છે એ હવે પછીનાં સીનમાં શું થશે એ વિશે ની પ્રેક્ષકો ની અપેક્ષા પર ખરી ઉતરે છે.

અંધાધુન મુવી નું કોસ્ચ્યુમ ડિઝાઈન અને એડિટિંગ પણ સરસ રીતે કરવામાં આવ્યું છે.એમાં પણ કેમેરા વર્ક ગજબનું છે..સસલાં નો ઓપનિંગ સીન હોય કે એક વખતે બતાવાયેલો દાદરાનો સીન બહુ સરસ રીતે શૂટ કરાયો છે.

મ્યુઝિક અને બેકગ્રાઉન્ડ સ્કોર:- અમિત ત્રિવેદી નું મ્યુઝિક ફિલ્મમાં ગજબની છાપ છોડી જાય છે..ફિલ્મમાં અમીત ત્રિવેદી નાં અવાજમાં ગવાયેલું વોહ લડકી અને અરીજીત સિંહ નાં સ્વરે મઢેલું નૈનો કા ક્યા કસુર સોંગ ખૂબ સુંદર છે.એ ઉપરાંત અમુક સીન માં વાગતાં જુનાં બૉલીવુડ ગીતો ની પિયાનો રિધમ પણ સાંભળવાલાયક છે.

આ ફિલ્મનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક અન્ય ફિલ્મ કરતાં સાવ અલગ પ્રકારનું છે..રોમાન્સ સીન હોય કે પછી શાઉટિંગ સીન બેકગ્રાઉન્ડમાં ફક્ત પિયાનો ની ટ્યુન વાગે છે જે ઇન્ડિયન ફિલ્મ માટે એક નવો એકપિરિમેન્ટ હતો જે સફળ થયો છે.

ફિલ્મ ની જાણી અજાણી વાતો:-અંધાધુન ફિલ્મ બનાવવાનો વિચાર ડાયરેકટર નાં કહ્યા મુજબ એમને એક ફ્રેન્ચ શોર્ટ ફિલ્મ પિયાનો ટ્યુનર પરથી આવ્યો હતો..આ મુવી માટે આયુષ્યમાને પિયાનો વગાડવાની સ્પેશિયલ ટ્રેનિંગ પણ લીધેલી છે.આંધળી વ્યક્તિના રોલને યોગ્ય રીતે કરવા આયુષ્યમાને 80% ઓછું દેખાય એવાં લેન્સ પહેરીને ફિલ્મનાં અમુક સીન શૂટ કરેલાં છે.

મારી નોવેલ ની જેમ ફિલ્મો માં પણ સસ્પેન્સ થ્રિલર મારી પસંદીદા જોનર છે..મને આ ફિલ્મ અંધાધુન સાચેમાં બહુ બહુ પસંદ આવી..હું આ મુવીને આપું છું 10/9 એટલે કે 10 માંથી 9 સ્ટાર..ચાન્સ મળશે તો બીજી વાર પણ આ મુવી જોઈ આવીશ.

લવયાત્રી:-

આ શુક્રવારે એક બીજી ફિલ્મ લવયાત્રી જેનું પહેલાં નામ લવ રાત્રી હતું જેનો હિંદુ સંગઠનો દ્વારા વિરોધ થતાં એ લવરાત્રી નાં બદલે લવયાત્રી નામે રિલીઝ થઈ.હું અંધાધુન ની જોડે જોડે લવ યાત્રી પણ જોઈને આવ્યો જે એકદમ વાહિયાત કહી શકાય એવી ફિલ્મ છે. આમ તો આ ફિલ્મ જોવાનું એકમાત્ર કારણ હતું આ ફિલ્મ ની થીમ નવરાત્રી અને ગુજરાત પર બેઝ છે એટલે. બાકી સગાં કે રિલેટિવ માટે સ્પેશિયલ ફિલ્મ બનાવાય તો હું જોવા જવાનું ટાળું છું.

સ્ટોરી ની વાત કરું તો ફિલ્મનો હીરો સુશ્રુત જેનો રોલમાં છે આયુષ શર્મા એ એક ગરબા ટીચર તરીકે વડોદરામાં કામ કરે છે અને ભવિષ્યમાં એક મોટી ડાન્સ એકેડમી ખોલવાનું સપનું જોવે છે. જેનાં માતા પિતાને એનું આ કામ ગમતું નથી. જ્યારે હિરોઈન મનીષા ઉર્ફ મિશેલ જેનાં રોલ માં છે વરીના હુસૈન. મનીષા વિદેશમાં રહી MBA કરે છે. મનીષા નાં પિતાને એની ઉપર ગર્વ છે. નવરાત્રી માં આ બંને વચ્ચે થયેલો પહેલી નજરનો પ્રેમ વચ્ચેનો પ્રેમ આ ફિલ્મની સ્ટોરીલાઈન છે.

મેઇન લીડ ની સાથે આયુષ સુશ્રુતનાં મામાનાં રોલ માં રામ કપૂર અને મનીષાનાં પિતાનાં રોલમાં રોનીત રોય છે.સુશ્રુત નાં બે દોસ્ત છે રોકેટ અને નેગેટિવ જેમાં નેગેટિવ નો રોલ પ્લે કર્યો છે ગુજ્જુ એક્ટર પ્રતીક ગાંધી એ.પ્રતીક ભાઈ એટલે લવની ભવાઈ નાં યંગ બિઝનેસ મેન આદિત્ય.

ફિલ્મ ની થીમ નવરાત્રી હોવાં છતાં ક્યાંય માતાજી ની એક આરતી પણ ફિલ્મમાં નથી દર્શાવાઈ વધુમાં ફિલ્મનાં એક સીનમાં નવરાત્રી ને છોકરીઓ ને નિહાળવાનો અવસર બતાવી જે આપણી ધાર્મિક લાગણી ની મજાક ઉડાડી છે એ વખોડવા લાયક છે.

લવયાત્રી માં મેઇન લીડ થી લઈને સાઈડ રોલ માં કોઈની પણ એક્ટિંગ સારી નથી..મ્યુઝિક માં ગરબા છે એટલે ગુજરાતી હોવાંનાં લીધે સાંભળવા ગમે છતાં એ પણ લાઉડ અને ઠીક જ લાગે છે.અભીરાજ મીનાવાલા નું ડાયરેક્શન પણ નબળું છે જે ફિલ્મની નબળી સ્ટોરી ને જોડી રાખવામાં નિષ્ફળ ગયો છે.હીરો હિરોઇન મળે, ઝગડે અલગ થાય અને પાછા મળે બસ આ ઘીસી-પીટી સ્ટોરી સાથે સલમાન ખાને પોતાનાં બનેવી ને લઈ આ ફિલ્મ ખાલી બનાવવા ખાતર બનાવી હોય એવું મને લાગ્યું.

હું લવયાત્રી મુવીને 10 માંથી 4 સ્ટાર પણ માંડ આપી શકું એમ છું..અને એ પણ હીરો નાં મિત્ર બનતાં આપણાં ગુજરાતી કલાકાર પ્રતીક ગાંધી ની જોરદાર એક્ટિંગ નાં લીધે..

તમે જો આ બંનેમાંથી કોઈ મુવી જોઈ હોય તો મારાં રિવ્યુ સાથે સહમત છો કે નહીં એ કોમેન્ટ બોક્સ માં જણાવવું. આભાર..!!

- જતીન. આર. પટેલ (શિવાય)

8 ઓક્ટોબર 2018 બોપલ અમદાવાદ.