Ye rishta tera mera - 2 - 3 books and stories free download online pdf in Gujarati

યે રિશ્તા તેરા મેરા -2.3

ભાગ-2

યે રિશ્તા તેરા મેરા-2.3

અંશ આકાશને મીરાને લઇને ઘેર જાય છે.અંશ બહારથી જમવાનું લઈ આવે છે.એટલી વારમાં આકાશને મીરા ફ્રેશ થાય છે.શાંતિથી જમેં,પછી તે પોતાનુ ભાડાનુ ઘર બતાવે છે;

જો મીરા આ કિચન છે.

સો નાઇસ મીરા શાંતિથી બોલી.

આકાશ મીરાંને ખુશ કરવા બોલ્યો નાઇસ નહી,હવે અહી જ તારે રસોઇ બનાવવાની છે.

અંશ પણ બોલ્યો બિલકુલ,એ પણ કશુ યાદ કર્યા વગર જ.

[મીરા એ આછુ સ્મિત આપ્યુ]

જો મીરા આ બાજુ આવ, હવે પછી આ તારોને આકાશનો રૂમ રહેશે.

મીરાને આગળ બોલાવતા અંશ બોલ્યો.

થેંક્યુ,ભાઇ.

ભાઇ,કહીને ભાઇને થેંક્યુ કેહવુ કેટલુ યોગ્ય.?

મીરા રડમસ થઈ બોલી અંશ,આજે તે એ કામ કર્યુ છે,જે ઇશ્વર પણ મારા માટે ન કરી શક્યો.

[ત્યા જ મીરાના મોમનો કોલ આવ્યો...]

મીરા ભારે અવાજે બોલ્યો હલ્લો.

કેમ છે બેટા?

અંશને મહેક આવી ગયા કે?

શુ થયુ તમારા રે’વાનુ?

શુ કહ્યુ અંશને મહેકે?

મીરા બોલી મોમ,સ્વાસ તો લે.કહુ છુ,બધુ જ.

ઓકે બોલ,બેટા.મને ચિંતા થતી......

મોમ,અમારુ રે’વાનુ ખાવાનુ-પીવાનુ બધુ જ થઈ ગયુ તુ ચિંતા ન કર.

આકાશે મોબાઇલ મીરાના હાથમાથી લઇને;મોમ આપ ચિંતા ન કરો. બધુ જ થઈ ગયુને હુ ને મીરા અંશને ઘેર જ રોકાવાના છીએ.તમે ચિંતા ન કરો.

મીરાંના ડેડ બોલ્યા  ઓકે બેટા,મને તારા પર ભરોસો છે,એટલે જ આમ તમને બંન્ને મેં ભાગી જવા દીધા,એ પણ જાણી જોઇને.બાકી ક્યો દિકરીનો બાપ,પોતાની જ દિકરીને ભગાવી દે?

ને જોડે સ્ટેશન પર છોડવા આવે,બોલ બેટા બોલ!!! કેહતા જ મીરાના પાપાની આંખો ભરાય ગઇ,તેનો અવાજ ગળગળો થઈ ગયો.

આકાશ બોલ્યો પાપા,આટલો જ ભરોસો છે તો આ દુ:ખ શા માટે?

અંશે મોબાઇલ લીધોને વાત કરવા લાગ્યો;કાકા,આપ ચિંતા ન કરો હુ મીરાને આકાશને તેના પરિવાર જોડે કરીને જ જંપીશ.

કાકા બોલ્યા આભાર બેટા,

અંશ બોલ્યો કાકા, ક્યારેય દિકરાનો આભાર ન માને માત્ર આશિર્વાદ જ આપે.

હા બેટા,સુખી થજે ને તારા હરેક કામમા તુ સફળ થજે.સારુ બેટા,આવજે.

જી,આવજો, ને ચિંતા નહી કરતા આકાશને મીરાની. હુ છુ જ.

હા,બેટા.  [કોલ રાખ્યો]

3/4 દિવસ જતા રહ્યા,મીતને મહેક આવી ગયા.

સાગર આવ્યોને મહેકને મીતને ઘેર મુકી ગયો.મહેકે જોયુ તો ઘરે મીરાને આકાશ છે.

મહેક ખુશીથી બોલી અરે!! મીરા આકાશ?

તમે ક્યારે આવ્યા?

મીરા એ મહેકને હગ આપ્યુને આંખમા ઝળઝળિયા આવી ગયા.ત્યા જ મહેક ફરીવાર બોલી..

અરે!!! મેરેજ થઈ ગયા તોય અમને ન બોલાવ્યા? ભુલી ગયા કે કંકોત્રી ન મળી એવુ બહાનુ છે.?મહેકે મીરનો ફેસ ઉંચો કરતા બોલી..

અરે!!!મીરા, મારા સામે જો; શુ થયુ?

આકાશ ઉભો થયોને જે બન્યુ એ બધુ જ આટા મારતા-મારતા બોલ્યો.

મહેક નિરાશ ને હતાશ થઈ બોલી ઓહ!! સોરી મીરા,મને આ બાબતે અંશે કોઇ વાત જ નથી કરી.

મીરા બોલી અમે 3/4 દિવસ હોસ્પિટલ અવની જોડે રહ્યાને અંશ આવ્યો પછી 3/4 દિવસથી અહીં.

મહેક બોલી ઓકે,નો પ્રોબ્લેમ.

(આજ સમયે અંશ હોસ્પિટલમા અવની જોડે વાત કરતો હોય છે.)

અવની, આ કોઇ સમય છે હોસ્પિટલમા આવવાનો?

અવની પણ કડક શબ્દોમાં બોલી હુ માણસ છુ,ક્યારેક લેટ થાય.

આ તો હુ આવ્યો એટલે બાકી.....

અવની અંશના શબ્દોનો વિરોધ કરતી બોલી તો કશુ નહી, પેશંટને રાહ જોવી પડે એ જ ને.

અવની તુ સમયની ગંભીરતા નથી સમજતી.

અવની અંશ સામે જોયા વગર બોલી સમજતી જ હતી પણ હવે, નહી.એ જતી રહી.

અંશ વિચારવા લાગ્યો આટલા ગુસ્સામા એ ક્યારેય નહી હોતી,ખબર નહી શુ થયુ હશે?

ખેર બધું વ્યવસ્થિત થઈ જશે.

શાયદ મમ્મા-પાપા જોડે બોલી હશે?

ઓકે જે હોય તે.. તેણે બેલ મારીને પેશંટ ને અંદર "ઓપીડી" મા મોકલવાનુ શરુ થયુ.

અવની હોસ્પિટલમા એડમીટ દર્દીની વિઝિટ લેવા જતી રહી.અવની ખુબ જ ગુસ્સામાને ગુસ્સામા ગઇ. પણ એ દર્દીને કોઇ નુકસાન ન પહોચાડી શકે. જ્યા તેનો કોઇ ગુનો નથી,એવુ એ માનતી ને સમજ્તી પણ ખરી.એ દર્દીને શક્ય એટલુ માર્ગદર્શનને સાથ આપે,એ પણ ગુસ્સે થયા વગર પ્રેમથી.

પણ 3/4 દિવસ પેલાની ઘટના જાણે તેના દિલમા તો ખટકે જ છેં,પણ હવે એ સ્થાન મગજમા આવી ગયુને માણસના મગજમા જ્યારે ભુસુ(કચરો)ભરાય ત્યારે એ ખતરનાક બની જાય છે.

આ બાજુ મહેકેને મીરા એ રસોઇ બનાવીને આકાશ ન્યુ ગોલ્ડેન સીટીમા મીતને લઇને એડમીશન માટે ગયો.રસોઈ બનાવતા બનાવતા સુખ-દુ:ખની વાત કરી રહી મીરા.

ક્યારેક રડી પડે તો ક્યારેક હસી પડે,ક્યારેક આકાશને એના લવની વાતો કરે તો ક્યારેક એના બંકની.વળી પાછી રોમેંટીક તો ક્યારેક વળી જગડાની.

મહેક,પણ ક્યારેક અંશની વાત કરી લે.

અંશ બોલ્યો હલ્લો સાગર,અવનીને તેની કેબિનમાંથી બોલાવી લાવ તો.કોલમા બહાર બેઠેલા માણસને અંશે કહ્યુ.

સાગરે સમાચાર અવનીને આપ્યાને અવની અંશની કેબિનમા આવી.

અવની આવીને ગુસ્સામાં જ બોલી બોલ,શુ હતુ?

અંશ સહજપણે બોલ્યો બેસ.એ બેસી ગઈ.

અંશે તેની દોસ્તના હાથ પર હાથ મુક્યોને બોલ્યો;સોરી...સવાર માટે.

અવની મો મચકોડી  બોલી ઓકે, no problem.

તારી વાત સાચી, ક્યારેક તો લેટ થાય પણ.....મારાથી ગુસ્સો થઈ ગયો...

સોરી,ખેર મારે તારા પર ગુસ્સો કરવો ન જોઇએ. હુ તારી હોસ્પિટલમા કામ કરુ છુ.મતલબ હું એક નોકર છું.

અવની,બસ. તુ આમ બોલે એ મને બિલકુલ ભી પસંદ નહી આવે.તુ મારી દોસ્ત પેલા છે ને તુ પણ એક ડૉ. છે.મે ક્યારેય તને એવુ નથી રાખ્યુ કે તુ...મારી...

પણ,માણસ કહ્યા વગર પણ ક્યારેક જતાવી દેતો હોય છે,જોઇ લે ને સવારની જ ઘટના.એમા તારે કેવાની જરુર જ ક્યા છે કે.....આ તારી....હોસ્પિટલને.....હું નોકર.?છતાંય તારા ગુસ્સા પરથી સાબિત થઈ જ ગયુને?

સોરી,મને માફ કરી દે,હુ હાથ જોડુ છુ.

અવની ઉભી થઇ ગઇ;"બસ,પણ હવે. " બોલીને તે અંશની નજીક જઇને બોલી....

"અંશ તુ મારો બેસ્ટ ફ્રેંડ છે ને મને બિલકુલ પસંદ નથી કે તુ મને હાથ જોડે."

ઓકે,અવની.તો આજે તુ મારા ઘેર જમવા આવે છે.

લે કેમ?

કેમ ગુજરાતીઓ કશુક પ્રસંગ હોય તો જ જમાડે?

અરે,એવુ નહી,હુ તો માત્ર કહુ છુ.

અંશે અવનીના હોઠ પર હાથ મુકી બસ,ચુપ.....આવવાનુ છે સો છે.આકાશને મીરા પણ છે.આજે આપણે બધા જ મળીશુ દોસ્ત-દોસ્ત.મેડિકલ દોસ્ત.

બપોરે આકાશ પણ ઘેર આવી ગયો મીતનુ એડમીશન કરીને.

(ડોર બેલ વાગી,મહેક રાહ જ જોવે છેં.મીતના આવવાની. મીરાને મહેક બંને એક સાથે ડોર આગળ આવ્યા બંને હસ્યાને મહેકે ડૉર ખોલ્યુ.)

મહેક મીતને પકડતા બોલી એડમીશન મળી ગયુ?

આકાશ બોલ્યો હા,

મહેક બોલી ,ક્યા?

મીત દીદી દીદી તુ સ્વાસ તો લે.અંદર આવ કહુ છુ.

હા,હા,

આકાશને મીરા આ બધુ જોઇ રહ્યા.

મીત બોલ્યો તે કહ્યુ ત્યા જ મળી ગયુ.

મહેક આશ્ચર્યથી બોલ્યો ઓહ માય ગોડ.સારુ થયુ, ’’રાધેગોપાલ’’મા જ.

મીત બોલ્યો હા,તને પસંદ હતુ ત્યા.

મહેક ખુશ થઈ બોલી બહોત હી અચ્છા હુવા.

મીરા હસી આ બંનેની વાતોથી પછી બોલી મહેક, હવે ચિંતા છોડ....

મહેક બોલી હા,મીરા,મારી ઇચ્છા છે મીત ‘’રાધેગોપાલ’’ માં જ સ્ટડી કરે સો મારી ઇચ્છા પુરી થઈ.

ત્યા જ અવનીને અંશ આવી ગયા.અવનીને આકાશને મીરાને જોઇને સારુ ન લાગ્યુ પણ .....કશુ થાય એમ પણ તો ન હતુ.અવનીથી.

મીરા બોલી અવની ફ્રેશ થય જા,ચલો જમી લઇએ.

અવની બોલી જેવો મેડમનો હુકુમ,બધા હસવા લાગ્યા પણ

(બધા જમે છેં)

બધા જમીને ઉભા થય બેઠાને વાતો કરવા લાગ્યા ત્યા જ અંશ પર કોલ આવ્યોને અંશે કહ્યુ

અવની,ચલો...

મીરા બોલી અમે પણ આવીએ...

અવનીને વિચાર આવ્યો હવે આ લોકો મારી હોસ્પિટલમા પણ ભાગ પડાવશે,પેલા અંશ પછી મહેકને હવે...હોસ્પિટલ.

અંશ હુ આ સહન નહી કરી શકુ. હુ તારી હોસ્પિટલમા 24 કલાક કામ કરી શકુ પણ તુ મને નજર અંદાજ કરીશ તો એ ભારે પડશે.ભારે,બોવ જ ભારે.અવની વિચારી રહી.

અંશ બોલ્યો ના,અવની એ ઉંડૉ શ્વાસ લીધો.આજે નહી...[અવની ચોકી ગઇ] આજે શનિવાર છે કાલે રવિવાર તો પિકનીક પર જઇને શરુઆત સોમવારથી જ.

મીરા હસતા હસતા ઓકે સરજી....(સીલ્યુટ કરતા બોલી)

અવની વિચારી રહી...અંશ જોડે ફોર વ્હીલમા બેઠા-બેઠા પ્લાન કરી રહી પોતાને નજર અંદાજ કરવાનો બદલો લેવા માટેનો.તે વિચારી રહી .... આ ખેલમા તેના બે પાસા હશે...અને એ બે પાસા જ એને જીત સુધી લઇ જશે...એક....અને બે.....મનોમન હસી....