ye rishta tera mera 2.5 books and stories free download online pdf in Gujarati

યે રિશ્તા તેરા મેરા 2.5

યે રિશ્તા તેરા મેરા ભાગ-2.5

સવારમા બધા જ ફ્રેશ થયા

મીરા,આકાશ,મહેક,અંશ,મીત...

નાસ્તો પણ કર્યાને મીતને બસ લેવા માટે આવી,મીતનો પ્રથમ દિવસ જ સ્કુલનો ને આજે 5 મા દિવસે જ ગરબાનો કાર્યક્રમ રાખેલો,  હજુ નવરાત્રિની રજા પ્રાઇવેટ સ્કુલવાળા એ નથી આપી.સરકારી શાળામા રજા જાહેર થય ગયેલી.મીતને લાડ પ્રેમથી તૈયાર કર્યો મહેકેને. મહેક ગેટ પાસે આજે પ્રથમ દિવસે મુકવા માટે ગઇ મીતને, જ્યા સ્કુલ બસ આવવાની છે.

આ બાજુ અંશ બોલ્યો હવે,તમે હોસ્પિટલમા આવી શકો છો ને કામ પણ કરી શકો છો.

મીરા ખુશ થઈ ને બોલી થેક્સ ભાઇ.

મહેક બોલી મીત તારુ ધ્યાન રાખજે.

મીત bye-bye કરતો બોલ્યો ;હા,દીદી

મહેકે બસવાળાને કહ્યું ભાઇ આજે મીતનો પેહલો જ દિવસ છે એનુ ધ્યાન રાખજો.

[બસવાળા ભાઇ એ માથુ હલાવીને હા પાડી]

અવની હોસ્પિટલમા જ છે.સવાર-સવારમા પોતાનુ કામ શરુ પણ કરી દીધુ.મહેક લાંબા સમય પછી કંપનીમા પહોચીને મીરા,આકાશને અંશ હોસ્પિટલમા.બધા એક જ ગાડીમા ગયાને રસ્તામા મહેકને ડ્રોપ કરતા ગયા.

આજે મીરાને આકાશનો પ્રથમ દિવસ હોસ્પિટલમા.અવની એ થોડી સરપ્રાઇસ તૈયાર કરી,હોસ્પિટલમા તોરણ લગાવ્યા, કુમકુમને આસોપાલવના તોરણ, ફુલ લગાવ્યાને થોડી અલગ જ હોસ્પિટલને સજાવી,ત્રણેય પહોચ્યાને જોઈને ચહેરા પર સ્મિત આવી ગયું.

અંશ નજર ફેરવતા બોલ્યો વાઉ...સો કુલ એંડ બ્યુટીફુલ.

મીરા પણ બોલી યા..નાઇસ

આકાશ બોલ્યો આજે કોઈ ખાસ દિવસ છર હોસ્પિટલમા અવની.?

ના

અંશ બોલ્યો તો?

અવની ખુશ થતા બોલી તારા દોસ્તોનો પ્રથમ દિવસ છે, આ હોસ્પિટલમા. જે કામ તારે કરવુ જોઇએ એ મે કર્યુ. એમના સ્વાગત માટે.

મીરા અંશને ઠપકો આપતી હોય એમ બોલી સાચી વાત...ડીઅર..

અવની હસીને મનોમન વિચાર્યુ, હુ ડીઅર માથી તને હરણ બનાવી ન દઉ તો...હુ અવની નહી.પછી બોલી હા,મીરા.

અંશ અવણીની નજીક જોઈને બોલ્યો થેંક્યુ સો મચ,અવની. આજે તારા કારણે જ હુ આટલો ફ્રી રહી શકુ છુ.

અવની હસીને બોલી એક દોસ્ત જ બીજા દોસ્તને કામ આવે છે.

મીરા અવનીના શૉલ્ડર પર હાથ મુકતા બોલી સાચી વાત અવની,.જો ને આજે તુ ને અંશ...મારાને આકાશના કામમા આવ્યા.આ કામ એક દોસ્ત જ કરી શકેછે.

અવની મીરાંને આશ્વાસન આપતા બોલી એ જ દોસ્તીનો અસુલ છે.ચલો,તમે બંને દિપ પ્રગટાવીને તમારા શુભ કામની શરુઆત કરો જી...

થોડા દર્દીઓની હાજરીમા દિપ પ્રાગટ્ય કર્યુ.મીરાને આકાશે.ગણપતિની આરતી ઉતારીને પ્રસાદી વહેચી,ચારેય દર્શન કરી કેબિનમા(ઓફિસ)ગયા.

અંશ બોલ્યો કોને ક્યો વિભાગ આપુ એ વિચારવુ પડશે? .

અવની બોલી લે વિચારવાનુ શુ?

આમ બોલવાથી ત્રણેય જણે અવની સામે જોયુ.

અંશ હાથમાંથી પેન ટેબલ પર મુકતા બોલ્યો કેમ વિચારવાનુ શુ?

અવની બોલી અંશ,મીરા ગાયનેક છે;સો તેને એ જ વિભાગ આપવો પડે એમા તુ મને ન મોકલી શકે રાઇટ?

અંશ નેણ ઉંચા કરતા બોલ્યો હા,સાચી વાત.

અવની આગળ બોલી આકાશ,બાળકોનો ડૉકટર છે,એમા તુ અવનીને ન મુકી શકે રાઇટ?

અંશ માથું હલાવીને બોલ્યો રાઇટ

[મીરાને આકાશ હસી રહ્યા]

અવની આગળ બોલી તો આપણે બંન્ને તો ફિક્સ જ છીએ,રાઇટ?

યા

અવની બો7 તો આમા વિચારવાનુ છે શુ?

રાઇટ

[ને બધા હસી પડ્યા]

અંશ બે હાથ જોડી બોલ્યો ઓકે મારી મા ઓકે....મીરા,આકાશ તમને બંન્નેને અવની તમારા વોર્ડ બતાવે છે,તો શુભકામમાં દેર શા માટે?

મીરાને આકાશે કહ્યું યા,થેક્સ અંશ.

અંશ હસતા હસતા બોલ્યો ભાગો નહિતર બંન્નેને મારા પડશે.ત્રણેય ભાગે છે.અવની હોસ્પિટલ બતાવતાને વાતો કરતા-કરતા બંન્નેને  મુકી આવી.

આકાશને મીરા બેઠા ત્યા જ આકાશને યાદ આવ્યુ.

આકાશ બોલ્યો મીરા,અહી પડદાની વ્યવસ્થા નથી, હુ કરીને આવુ છુ,તુ દર્દી સંભાળ...તારોને મારો વિભાગ અલગ કરવો જોઈએ.

ઓકે....મીરા બહાર જઇને કહ્યુ એક-એક દર્દીને અંદર આવવા દે જો હુ બેલ મારુ પછી.

જગત બોલ્યો જી.

મીરા બોલી ;તમારુ નામ ભાઇ?

જગત.

ઓકે જગતભાઇ.

મીરા એ અંદર જઇને બેલ મારીને મીરાની પ્રથમ ગર્ભવતી દર્દી સૌભાગ્યવતીની જેમ શણગાર સજીને આવેલી, એ અંદર  આવીને બેસીને બોલી:મીરા બોલે એ પે’લા જ....

મેડમ મારે એબોર્શન કરાવવાનુ છે.

મીરાની આંખો ચમકીને પહોળી થય ગઇ.તેની સામે બેઠેલી યુવતીને જોઇ રહી,થોડીવાર એ કશુ જ ન બોલી શકી, એકદમ સ્વસ્થ થઇ બોલી કેમ?

યુવતી ચેહરો ભોળોને રડમસ કરી બોલી બસ,અમારે પૈસાની તંગી છે ને તો...અચકાતીને થોથરાતી ડુસકે ડુસકે  બોલી રહી...અમે આ બાળક નહી સાચવી શકીએ.

તમારુ નામ

ઇશિતા.

જો ઇશિતા, બધુ થઇ જશે.તુ ચિંતા ન કર.હુ તને સાથ આપીશ બસ..

પણ તમે દવા મફત કરો પછી પાલવવાનુ તો મારે છે ને આ બાળક?

હુ તેને બેસ્ટ જિંદગી નહી આપી શકુ એટલે..

ઇશિતા,દુનિયામા 35% બાળકોને બેસ્ટ લાઇફ નથી મળતી તો શુ ફર્ક પડે?

ફર્ક પડે,બીજાને નહી;પણ એક માતા તરીકે  મને ફર્ક પડે.

ઓકે,તમારા પતિ ક્યા છે?

ઘેર

ઓકે,એ કેમ ન આવ્યા.?

મેડમ,તમારે કામ કાજ હોય એમ અમારેય હોય જ ને?

ઓકે,તુ એને કોલ કર હુ વાત કરુ.

ઇશિત ગભરાઈ ગઈને બોલી ;નો,અમારે આ બાળક નથી જોઇતુ એટલે નથી જ જોઇતુ.

......પણ એકવાર વાત તો કરાવો?

બસ,મેડમ....તમારે આ કામ કરવું હોય તો કરો નહિતર ના પાડો,પણ મહેરબાની કરીને મારી જિંદગીનો નિર્ણય તમે ન લો રડતા-રડતા બોલી.

મીરા એ પાણી આપ્યુને બોલી;જો  "ઇશુ" તને જે વાત આજ સામાન્ય લગે એ કાલે મોટુ સ્વરુપ પણ ધારણ કરી શકે છે.આજે તારે આ બાળક જોતુ નથી ને કાલે ઇશ્વર તને જોઇતુ હોય ત્યારે બાળક જ ન આપે?

તને ફરી કયારેય ‘’મા’’ જ ન બનાવે ને આખી જિંદગી તારે ‘’વાજંણી’’ બનીને જિંદગી વિતાવવી પડે?

આ જિંદગી કરતા એ જિંદગી તોય સારી હશે? ઈશું બોલી આગળ પણ બોલી...

મારા માતા-પિતા પર બદનામીનુ કલંક નહી હોય,મારા પર નાઝાયજ સંબંધનો દાગ નહી હોય,કોઇ છોકરા જોડે રંગરેલિયા મનાવીને કુંવારી માતા બનવાની બદનામી નહી હોય...આટલુ જ કે’તા એ વધારે રડી પડી...

મીરા એ ચેઅર પર બેસાડીને બોલી તો તારા માથે સિંદુરને ગળામા મંગળસુત્ર કેમ છે?

તે સાડી કેમ પે’રી છે?

ને તુ જુઠ કેમ બોલે છે કે તુ ને તારા પતિ આ બાળક.....તુ એક સુહાગન બની કેમ આવી?

બોલ ઇશુ બોલ?

કારણ શુ છે?

હા, ડોકટર હુ તમને બધુ જ કહીશ.કેમ કે મે આ વાત કોઇ ને કહી નથી ને હુ પણ હવે આ વાતનો બોજ લઇને થાકી ગઇ છુ...સાંભળો.....

હુ ગર્ભધારણ કેમ કરી...ચુકી એ પણ કુંવારા....

મીરા.....શાંત થઈને  ....હમમમમ બોલ....

 

આ બાજુ મહેકને અંશ કોલ પર વાતો કરી રહ્યા...

મહેક બોલી આજકલ તો તારે જલ્સા છે..કંઈ..

અંશ મજાકમાં બોલ્યો તું તો દૂર છો તો જલ્સા....કેમ...થાય..ય?

શટ... અપ... પાગલ આકાશ, મીરાં ને અવની હેલ્પમાં છે એટલે કહું છું.

અંશ ખડખડાટ હસી પડ્યો...મને ખબર છે.

એટલે તું મારી મજાક કરે છે.

ના ના ડી.અંશની ફિઆન્સીની મજાક મારાથી?

ના બાબા ના...

સારું આઈ લવ યુ મહેક

આઈ લવ યુ....

આકાશને મીરાં એ ડોકટરી પ્રેક્ટિસ શરૂ કરી કે તરત જ ઈશુંનો સળગતો પ્રશ્ન આવ્યો?

અંશને મહેક સાથ આપશે કે ઈશુંનું એબોર્શન થવા દેશે?

ઈશુંને બીજે મોકલશે?

આ બધાંમાં અવની શુ ભાગ ભજવશે?

કે આ બધા એવું વિચારી ઈશુંનો કેસ ધકેલી દેશે કે દુનિયામાં આવું બધું તો થયા જ કરે.....