lagani ni suvas - 15 books and stories free download online pdf in Gujarati

લાગણીની સુવાસ - 15

લાગણીની સુવાસ

(ભાગ – 15)

અમી પટેલ ( પંચાલ)

લાભુ અને લક્ષ્મી બન્ને પેલા વૃધ્ધને અનુસર્યા..

સંજોગો વશ બન્નેને વૃધ્ધએ પતિ – પત્ની સમજી એમના ઘરે આશરો આપવાના હતા. એટલે બન્ને એ .... વધુ ચોખવટ ન કરતા પતિ – પત્ની બનવાનું નાટક ચાલુ રાખ્યું.... વૃધ્ધે પોતાનું નામ ... કરશન રબારી કહી ઓળખ આપી..... બન્ને કરશન રબારીના ઘરે પહોંચ્યા ઘરએ હવેલીથી પણ મોટુ અને એશો આરામ વાળુ હતું. અંગ્રેજો વખતનું બાંધકામ લાગતું હતું.... પણ ઘરના અંદરની સજાવટ રાતે પણ ખૂબ જ સુંદર દેખાતી હતી........ લાભુએ લક્ષ્મીએ આવું ઘર પહેલીવાર જોયું હતું એટલે તેઓ થોડો સંકોચ અનુભવતા હોય એવું વૃધ્ધને લાગ્યું ...

“ તમી જરાય અતડુ નો લગાડતા આ તમારુ જ ઘર હમજો.... અન મું નોકર મોકલું ઈ તમન નવા લુંગડા આપસે.... પાસા ભૂખ્યાય હશો...ન મું વાળુએ મોકલું.... નોકર ઓયડોએ બતાડશે તઈ તમી આરામ કરજો... તા લગી.... ઓય.... પાટ પર બેહો.... હવાર મલશું “. આટલું કહી વૃધ્ધ એ નોકરને બોલાવી થોડી સૂચનાઓ આપી એક ઓરડામાં ગયા.

બધુ એટલું ફટાફટ બની ગયું કે લાભુ અને લક્ષ્મી બન્ને કંઈ બોલી ન શક્યા બસ સાંભળીતા પાટ પર બેસી રહ્યાં.થોડીવારમાં નોકર આવી બન્ને ને એક એક જોડ કપડાં આપી... એક ઓરડામાં લઈ ગયો...જ્યાં બધી સુવિધા હતી.... વાળુ લઈ આવુ કહી... નોકર... ઓરડા માંથી બહાર ગયો....

“ હવે હૂં કરશું..... એક જ ખાટસે આઈ... ઉંઘશું ચમના....” લાભુ બોલ્યો..

“ ઈ જાવા દ્યો મન તો ઠંડી ચડીસે...... કપડાં ચમના બદલું..... તમી બાર જાવ પસી મું કપડાં બદલું .... “ લક્ષ્મીએ કહ્યું.

“ હારુ તઈ મું બદલું તઈ તાર બાર જાવાનું... “

લાભુ બાર જવા જતો તો ને નોકરને આવતો જોયો એના હાથમાં મોટો ઘડો જોઈ એ પાછો આયો ઓરડામાં...

“ પાસા ચ્યમ આયા.... “ લક્ષ્મી થોડી ચિડાઈ બોલી..

“ નોકર આવસ મન બાર ઉભેલો જોવ તો પૂસ એટલ મું અંદર આયો.... ઈએ વિચાર બાય માણહ કાં અલગ અલગ... હમજી”

“ ઈએ હાચુ....”

નોકર એક મોટા ઘડામાં ગરમ પાણી લઈ આવ્યો....

“ લ્યો આ ગરમ પોણી.... ઠંડી ચડી હસ.. તે ઓનાથી હાથ પગ થોઈ દેજો.... અન આ ઓઈડી જેવું દેખાય ... ઈ નાવા હાટુ જસે.... મું આઉ અમણે...”

લાભુ ગરમ પાણી લઈ બાથરૂમ જેવી ઓરડીમાં ગયો.... એમાં એક ગોળી અડધી ભરેલી હતી એમાં એ પાણી ભેગુ કરી હાથ પગ ધોઈ કપડાં બદલી બહાર આવ્યો....

“ લખમી તૂઈ હાથ પગ ધોઈ દે ગોળીમ હનાયું પોણી કરેલુસે...”

“ જાવ જસું .... પણ આ કપડો તો જો ઓમ ઓઢણુ જ નહીં.. ... “

“ તું જા મારી...આ... સાલ આલી એ ઓઢીલે જે....”

લક્ષ્મી કપડાં બદલવા ગઈ ... અને નોકર વાળુ લઈ આવ્યો.... એક થાળીમાં મોહનથાળના બે ઢેફા.... પૂરીઓ... બે જાતના શાક આથેલા મરચા... અથાણું અને ભજીયા..., ખીચડી કઢી.... આટલું બધુ જમવાનું અને એક જ થાળી જોઈ લાભુ નોકર સામે જોઈ બોલ્યો..

“ ભઈ આ ... હૂં.... આટલું બધું ...”

“ તમને આઈ લઈ આયા એ કરશન ભાની આજ વર્ષ ગાંઢ હતી... એટલે બધુએ બનાયું તું... અન ઈ ખાવાના ભારે શોખીન એટલ નવુ નવુ ખાવા જોવે ઈમને એમાય એક વસ્તું ના ચાલ.... લ્યો ખાઈ લેજો .... પસી અવાજ કરજો મું આયા જ શું થાળી લેતો જયે અન આ લ્યો પોણીનો જગ....” નોકર મૂકીને ગયો... લક્ષ્મી કપડા બદલીને આવી....

“ લે હાલ થોડુ ખાઈ લેવી...” લાભુએ કીધું.

લાભુ ના હાથમાં થાળી જોઈ લક્ષ્મી બોલી...

“ બીજી થાળી નથ...”

“ ના આજ સે જે ખાવુ હોઈ ઈ ફટાફટ ખઈ લે...”

બન્ને એક થાળીમાં જે થોળુ ખાવું હતું એ ખાઈ હાથ ધોઈ થાળી નોકર ને આપી ....હવે તકલીફ ઉંઘવાની હતી.... ખાટ એક હતી અને એ પણ માપની મોટી બે જણ સૂવે .... એટલી એ માંડ...નીચે સૂવાય એવુ હતું નઈ.... ઠંડી હતી થોડીને ઓઢવાની રજાઈ પણ એક....

“ આ તો જબરા ફસાણા .... બાઈ માણહ સીએ ઈમ કીધુ એટલે ડોહાએ... અસલ બાઈ માણહ રે એવું ગોઢવણ કરી આલી...” લાભુ બબડ્યો..

“ ઉંઘસું ચમના... “

“ ઓઢીન બેહીએ.... ઠંડી તો ના વાય...”

બન્ને એક રજાઈ ઓઢી બેઠા... રાતનો એક વાગ્યો હતો ... બન્ને ને ઉંઘ પણ આવતી હતી અને થાક પણ લાગ્યો હતો... પણ.... બન્ને ના મન કચવાતા હતાં... લાભુ એ નજર ફેવરી ફેવરીને લક્ષ્મીને જોતો હતો.... લક્ષ્મી એ આમ લાભુની ચોરી પકડી... હોય તેમ બોલી...

“ ઓમ હંતઈ હંતઈ હૂં જોવઓ સો... “

“ કોય નઈ.... ઈમજ... “ લાભુ ચમકી બોલ્યો..

“ લગન પસીએ આવા જ રેસો હંતઈ હંતઈ ન જોસો...”

“ મું..હું કવ... હુઈ જઈએ.... તન વોધો ના હોય તો.... “

“ મન વોધો નહીં... તમારા પર મન વશવા સ જીવથીએ વધાર...”

લાભુ એ રજાઈમાં એનો હાથ પકડી એનો પોતાની તરફ ખેચી... એની નજીક જઈ બોલ્યો...

“ ચેટલો... વિશવા સ બોલ ...”

“ જેટલો ધણી પર હોય એટલો...”

“ મું તો ધણી નઈ થ્યો... હજી તારો...”

“ મું તો મોની ચૂકીસું...”

“ તો ધણીનો હકકએ આપી દે...”

લક્ષ્મી લાભુ બાજુ ફરી બન્ને વચ્ચે આંખોની માયા જાળ રચાઈ ને લક્ષ્મી શરમાઈ ને એનું મોં લાભુની છાતી માં સંતાળી દીધું... લાભુએ એને પોતાના બાહુપાશમાં જકળી લઈ... એક .નીરદોષ ચુંબન એના માથે કર્યું .... માયા જાળ થોડી વારમાં વિખરાઈને અડગા થઈ.. બન્ને એક બીજા સામે જોઈ રહ્યા... લાભુએ કમરમાંથી કટાર કાઢી અને પોતાના અંગૂઠા પર એની ધાર ફેરવી.... લક્ષ્મી તો વિચારતી રહી કે લાભુ શું કરે છે.... પળ વારમાં લાભુએ... અંગૂઠામાંથી નીકળતા લોહીથી લક્ષ્મીની માંગ ભરી... દીધી.... લક્ષ્મી....ના આંખમાંથી આંશું નીકળી રહ્યા... એને જોઈ.. લાભુએ ઢીલો થઈ ગયો..... લક્ષ્મીના ખભા પર હાથ મૂકી બોલ્યો.....

“ મું જે ધણીના હકકની વાત કરતો તો ઈ સેથો પૂરવાની વાત હતી તું શું હમજી ગોડી....”

ક્રમશ:.....