Kayo Love - 46 books and stories free download online pdf in Gujarati

કયો લવ ? ભાગ : ૪૬

કયો લવ ?

ભાગ (૪૬)

કોલેજની સ્ટડી દરમિયાન પ્રિયાને નીલ સરના સબ્જેક્ટમાં ક્યારેક સમજ પડતું ન હતું ત્યારે તેમના ઘરે સોની સાથે જતી. બંનેની દોસ્તી ઘણી ગાઢ બની ગઈ હતી. એક દિવસ એકાંત દરમિયાન વાતો કરતાં પ્રિયાએ નીલ સરને ફરી પૂછી પાડ્યું, “ સર !! તમારી ગર્લફ્રેન્ડ કે વાઈફ..આઈ મીન તમે સીંગલ છો?”

“હમ્મ.” ટુંકો જવાબ આપવા ટેવાયેલા નીલ સરે કહ્યું.

“ખરેખર ?” પ્રિયાએ નીલ સરની આંખોમાં જોતાં પૂછ્યું.

“આ પ્રશ્ન શેના માટે ? આપ મારી સાથે પરણવાના છો ?” નીલ સર કોઈ વાતને છુપાવતા હોય તેવી રીતે હળવેથી હસતાં કહ્યું.

“હા..સર !! જો રુદ્ર મારી લાઈફમાં ન આવ્યાં હોત તો હું આપની સમક્ષ જાતે મેરેજ પ્રપોઝ રાખતે.” પ્રિયા શૂન્યમસ્ક નજરે જાણે રુદ્રને નિહાળતી હોય તેવી રીતે કહ્યું.

“ગ્રેટ ...!!” નીલ સરે કહ્યું.

“સર, મારો જવાબ..? સીંગલ કેમ છો હજુ સુધી?” પ્રિયાએ વાતને ફરી ઉખાડી.

નીલ સર મૌન રહ્યાં.

“સર, હું આજે પૂછીશ જ તમને. જ્યારથી આપણી દોસ્તી થઈ છે ત્યારથી હું જાણું છું. તમારી આ નાની સ્માઈલમાં કોઈ બેહદ દુઃખ છુપાયેલું હોય તેવું મને સતત લાગતું આવ્યું છે. પ્લીઝ મારી અસમજસ ને દૂર કરો..!!” પ્રિયાએ નીલ સરનાં બંને હાથ પકડીને પૂછ્યું.

પ્રિયાને કેટલા સમયથી આ પ્રશ્ન મનમાં ખટકતો હતો. આટલા વર્ષોની દોસ્તીમાં જેટલી નિકટતા હોવી જોઈએ એટલી હતી છતાં પ્રિયાને એમ હમેશાં લાગતું કે કોઈ બાબતથી નીલ સર હજુ ખુલ્લીને વાત કરતા ન હતા. હમેશાં કોઈ એક દૂરી બનાવીને રાખતાં હોય તેમ લાગતું હતું.

“સર બોલોનો હું સાચું કહું છું?” પ્રિયાએ નીલ સરની આંખોમાં સ્થિર થતાં બેહદ ઊંડાણથી પૂછ્યું.

“પ્રિયા..સાચી...સાચી...સાચી...!!” સાચી નામ બોલતાં નીલ સર ગળગળા થઈ ગયા. અચાનક એમણી ડાબી આંખમાંથી આંસુ ધીમે રહીને સરકી પડ્યું.

“હું સાચીને નથી ભૂલી શકતો. સાચી..સાચી તારી જેમ જ હતી. નટખટ. બિન્દાસ. પાગલ. બીજાને પણ પાગલ બનાવી દે એવી...અને અવાજ...!! ” નીલ સર આખરે બોલી પડ્યા.

“ઓહ્હ સર.....તમે રડો છો!!” નીલ સરને પહેલી વાર દુઃખી થતાં જોતાં પ્રિયાએ ગ્લાનીભર્યા સ્વરે કહ્યું.

“ના. હું રડતો નથી.” નીલ સરે પ્રિયાના ચહેરા પરથી નજર હટાવી ખુલ્લી બારીમાંથી દેખાતાં વાદળોની તરફ મીંટ માંડતા થોડી સેકેંડ માટે પૂતળાની માફક બેજાન થઈને ઊભા રહ્યાં. એમણે ઊંડો શ્વાસ લીધો અને કહેવાં માંડ્યું, “ પ્રિયા, મારી વાઈફ સાચીનું ભયાનક રીતે ડેથ થયું હતું. એનો જિમ્મેદાર પણ હું જ છું.”

મોટો આંચકો લાગ્યો હોય તેમ પ્રિયા ટટ્ટાર થઈને સાંભળવા લાગી. તે બોલવા જતી હતી પરંતુ ચૂપ રહી.

“સાચી..!! મારો લવ. મારી લાઈફ. મારા માટે બધું જ હતી. એ ખુબ જ સુંદર હતી. કોલેજની ફ્રેન્ડશીપ દરમિયાન અમે બંને પ્રેમમાં પડ્યા. લગ્ન કર્યાં. પરંતુ લગ્નની સેકેંડ એનીવર્સરીનાં દિવસે જ સરપ્રાઈઝ આપવા માટે મેં એણે બહાર એક જ્વેલર શોપને ત્યાં બોલાવી. હું રસ્તાની બીજે પાર હતો. પ્રિયા એ તારા જ જેવી ચંચળ મનની હતી. મેં એણે કહ્યું પણ ઈશારાથી કે તું ત્યાં જ ઊભી રહે. હું આવું છું. પરંતુ એ મને પહેલી વાર જોતી હોય તેમ રસ્તો ક્રોસ કરીને મને હગ કરવા માટે ભાગતી આવી ત્યાં જ એક સ્પીડમાં આવતી કારે....!! હોસ્પિટલમાં ત્રણ મહિના સુધી કોમામાં રહ્યાં બાદ......” નીલ સરનો અવાજ ભીનો થઈ ગયો.

“ઓહ્હ સર !! આઈ એમ સો સોરી. પ્રશ્નો પૂછીને આપનું દિલ દુખાવ્યું.” પ્રિયાએ નીલ સરના બંને હાથનાં આંગળાંને આશ્વાસનભર્યા દબાવતાં કહ્યું.

“તમારા મનમાં હમેશાં મારા માટે ગુંચવણભર્યા પ્રશ્નો રહ્યાં હશે કે નીલસર હમેશાં દૂર દૂર કેમ રહે છે. વધારે વાતો કેમ નથી કરતાં. પ્રિયા સાચું કહું. સાચી મારી જિંદગીમાં હતી ત્યાં સુધી તો મારી લાઈફમાં અનેકો ખૂશી હતી. એના ગયા બાદ એની યાદો મને જીવવા દેતી ન હતી. હું બેચેન રહેતો. મારું મન કોઈ કામમાં લાગતું નહીં. એની યાદોથી દૂર ભાગવા માટે હું એ ઘર અને શહેર પણ છોડી દીધું. નવી જોબ માટે નવું શહેર પકડ્યું ત્યાં જ મને તમારી સાથે મુલાકાત થઈ અને....!!” નીલ સર એકસાથે બોલી ગયા.

ધ્યાનથી સાંભળી રહેલી પ્રિયાએ પૂછી પાડ્યું, “ અને....??”

“અને....” નીલ સરે એક ઊંડો નિ:સાસો નાંખ્યો. “સાચી તારા જેવી તો દેખાતી ન હતી. પરંતુ એના નખરાં, મસ્તી, એની સ્ટાઈલ, એની ચંચળ પ્રકૃતિ અને એનો સ્વર હૂબહૂ તારો જેવો જ. પહેલી વાર તમારો ફોન આવ્યો ત્યારે મને એમ જ લાગ્યું કે સાચી મારી સાથે ફોન પર વાત કરી રહી હતી. હું તમને મળવા આતુર હતો. પરંતુ એ સાચી નહીં પ્રિયા છે એનો અહેસાસ મળીને થઈ ગયો. હું જલ્દીથી પોતાને સંભાળી લીધો. એ વાત તો ભૂલાવી દીધી પરંતુ નિયતીએ ફરી કોલેજમાં આપણી મુલાકાત કરાવી. જે સાચીથી હું ભાગતો ફરી રહ્યો હતો એના જેવા જ સ્વરના પ્યારમાં, સ્ટાઈલમાં, નખરામાં, મસ્તીમાં હું પડવા માગતો ન હતો. હું તમારાથી દૂર રહેવાનો ઘણો પ્રયત્ન કર્યો. પરંતુ તમારી દોસ્તી કે તમને છોડી પણ શકાતું ન હતું. મને નથી ખબર પડતું અત્યાર સુધી કે હું આ દોસ્તી કેમ નિભાવી રહ્યો છું. હું તો સાચીથી દૂર ભાગતો હતો. પરંતુ એ જ સ્વર, એજ મસ્તી, એજ નખરાં હું તમારામાં જોતાની સાથે જ મનને એક અદમ્ય રીતે ઠંડક મળતી.”

પ્રિયા બધું જ સાંભળી રહી હતી. તે દરમિયાન વિચારો પણ કરતી જતી હતી કે નીલ સર હમેશાં દર મુલાકાતે કેમ ઓછું બોલતા હતા. કેમ જલ્દીથી જતા રહેતાં હતાં. કેમ ભાવ આપતા ન હતા...!!

“નીલ....!!” પ્રિયાએ કહ્યું. અને નીલ સર ચોંક્યા. જે રીતે પ્રિયાએ ‘નીલ’ નામથી પુકાર્યું એમણે એમ જ લાગ્યું કે સાચીએ બૂમ પાડી હોય.

“પ્રિયા, પ્લીઝ મને નીલ નામથી નહીં સંબોધો. નીલ સર કહેશો એ જ બેટર હશે મારા માટે. કેમ કે સર બોલાવાથી મને હમેશાં ભાન થતું રહેશે કે દોસ્તી સિવાય પણ આપણી વચ્ચે પ્રોફેસર સ્ટુડેંટ નો સંબંધ છે.” નીલ સરે કોઈ અજ્ઞાત ચિંતા દર્શાવતા કહ્યું.

“કોલેજ સિવાય હું તમને નીલ જ બોલાવીશ. કેમ કે મને એમ જ લાગતું કે તમે કેટલા અકડું છો. પ્રિયા નામની ખુબસુરત છોકરીને પણ તમે ભાવ આપતા ન હતાં. પરંતુ આજે હકીકત જાણ્યા બાદ તમારી દૂરીનું કારણ જાણી શકાયું. મને દુઃખ છે એ વાતનું કે તમારા જેવા હેન્ડસમ, દિલદાર માણસનો પ્યાર ગોડે છીનવી લીધો.” પ્રિયા દુઃખી થતાં કહ્યું.

થોડી વાર માટે મૌન જળવાઈ રહ્યું.

પ્રિયાએ ચુપકીદી તોડતા કહ્યું , “ પણ નીલ, તમે બીજા લગ્ન વિષે વિચાર્યું નહીં?”

“નહીં. કેમ કે મારી લાઈફમાં સાચીનાં બદલે પ્રિયાની દોસ્તી આવી. અને હું ખુશ છું.” નીલ સર હળવેથી હસતાં કહ્યું.

“નીલ મેં લગ્નની વાત કરી છે. દોસ્તીની નહીં. મારી ફ્રેન્ડશીપ તો રહેશે જ. પણ તમને સારી છોકરી જોઈને લગ્ન કરી લેવા જોઈએ. સાચી જેવી જ છોકરી મળવી મુશ્કેલ હશે પરંતુ એના જેવો પ્રેમ કે એનાથી પણ વધુ પ્રેમ કરવાવાળી છોકરી તો તમને જરૂર મળી રહેશે.” નીલ સરની ચિંતા દર્શાવતા કહ્યું.

“પ્રિયા..હું લગ્ન નહીં કરું. એ પાક્કો નિર્ણય સાચીનાં મૃત્યુ બાદ મેં લઈ લીધો હતો.” નીલે અફ્ફરતાથી કહ્યું.

“નીલ, તમે પ્રેમ માં છો મારા?” પ્રિયાએ ઝીણી આંખો કરીને નીલ સરને અચાનક કઈક ઝડપથી પ્રશ્ન પૂછ્યો.

“ના હું નથી. અને પ્લીઝ મને નીલ નામથી નહીં પુકારો.” નીલે અકળાઈને કહ્યું.

“કેમ નહીં પુકારું નીલ ??” પ્રિયાએ સામે સવાલ કર્યો અને જવાબ પણ પોતે જ આપ્યો, “ કેમ કે તમને સાચી ના સ્વરથી પ્યાર છે. અને તમે ડરો છો કે કદાચ સાચી નો સ્વર ધરાવતી પ્રિયા સાથે પ્રેમ ના કરી બેસું.”

“પ્રિયા તમે ડીટેઈલ્સમાં કેમ જઈ રહ્યાં છો. આ ટોપિક બંધ કરો હવે.” નીલ સર બેચેન બનતા કહ્યું.

“નીલ મને આપને દુઃખી કરવાનું નથી. પરંતુ તમારી વાતો જાણ્યા બાદ હું એટલું જ ઈચ્છું છું કે સાચીની યાદોથી દૂર ભાગવાના બદલે તમે સારી પ્રેમાળ છોકરી જોઈને લગ્ન કરી સેટલ થઈ જાઓ.” એ અટકી અને ફરી ચિંતા વ્યક્ત કરતાં કહ્યું, “ તમે મારા સારા દોસ્ત છો નીલ. મને હવે તમારી ચિંતા થાય છે.”

“પ્રિયા...!! તમે ચિંતા નહીં કરો. તમારી દોસ્તી છે એ જ મારા માટે મોટી વાત છે.” નીલ સરે કહ્યું.

“દોસ્તી નહીં નીલ. સાચીનો સ્વર, સાચીની સ્ટાઈલ તમે મારામાં જોઈ રહ્યાં છો. એણે જોઈને જીવવા માગો છો. પણ ક્યા સુધી નીલ..??” પ્રિયાએ ચિંતાતુર સ્વરે પૂછ્યું.

નીલ સરનાં જીવનમાં બનેલી દુઃખદ ઘટના સાંભળ્યા બાદ પ્રિયાને નીલ સર માટે ચિંતા થવી સ્વાભાવિક વાત હતી. પરંતુ એણે એ અફસોસ થઈ રહ્યો હતો કે એમના વાઈફનો અવાજ એની સાથે મળતો હતો. પ્રિયા પોતે જેટલી સામે દેખાશે એટલું સાચીની યાદોને ભૂલાવાના બદલે તરોતાજા થતી જશે. પ્રિયાને હવે એ ડર સતાવા લાગ્યો હતો કે એના લીધે નીલ લગ્ન કરી ઠરીઠામ ન થઈ શકે. કેમ કે નીલ ભવિષ્યમાં સાચીનું પૂરું અસ્તિત્વ પોતાનામાં ન નિહાળે..!!

“જ્યાં સુધી આપની દોસ્તી હશે ત્યાં સુધી.” નીલે શાંત સ્વરે કહ્યું.

થોડી પળો મૌનમાં ગઈ. પરંતુ પ્રિયાએ સામે વળતો જવાબ ન આપ્યો. મોડું થઈ ગયું છે એમ કહીને એ ઘર તરફ આવતી રહી.

****

બીજી તરફ પ્રિયાના મોમ અને રુદ્રના મોમ વચ્ચે હવે ફોન પર અવારનવાર રુદ્ર પ્રિયાના લગ્નને લઈને ચર્ચા થતી જતી હતી. બંને સંબંધીઓ જ બની ગયા હોય તેવી રીતે વર્તતા. સૌમ્યના લગ્ન બાદ પ્રિયા રુદ્રના પણ લગ્ન ગોઠવી દઈશું એવું ચર્ચતા.

****

નીલ સર સાથેની લાસ્ટ મુલાકાત બાદ પ્રિયા વિચારમાં પડી હતી કે સાચીના મૃત્યુનો આઘાત હજુ સુધી નીલ જીરવી શક્યા ના હતાં. પ્રિયા પોતે નિર્ણય કરી બેસી હતી કે નીલ સર સાથેની મુલાકાત હવે ઓછી કરવી જોઈએ. કેમ કે એ ચાહતી હતી કે સાચીનું અસ્તિત્વ એ પોતાનામાં ન શોધે. કાયમ માટેનું આવું રહ્યું તો નીલને જ પાછળ દુઃખી થવાનું આવશે.

ક્લાસીસ દરમિયાનની મુલાકાતમાં નીલ સરને ફક્ત હાઈ હેલ્લો કરીને પ્રિયા ઘરે ફરતી. નીલને બધું સમજ પડતું હતું કે પ્રિયા એણે ઇગ્નોર કરતી હતી. પરંતુ એણે પોતાની જિંદગી જેવી છે એવી સ્વીકારી લીધી હતી. સાચીના મૃત્યુનો આઘાતથી વિશેષ કોઈ દુઃખ એણે હવે લાગતું ન હતું.

પરંતુ પ્રિયાને હવે મનોમન બેચેની થવા લાગી. એ વધારે સમય સુધી નીલ સરને ઇગ્નોર કરી સકતી ન હતી. કલાસીસમાં પણ નીલ સર ત્રણ દિવસથી આવ્યાં ન હતાં. એણે આજે નક્કી જ કરી લીધું હતું કે તે એકલી જ નીલના ઘરે મળવા માટે જશે.

એ નીલના ઘરે પહોંચી. ડોરબેલ વગાડતા કામવાળી બાઈએ દરવાજો ખોલ્યો. જેઓ કામ કરીને જતા જ હતાં. નીલ સર સોફા પર બેસી ન્યુઝપેપરના પેજ ફેરવતા હતાં.

“નીલ...!!” પ્રિયાએ ધીમેથી કહ્યું.

નવાઈ ન લગાડતાં નીલ સરે છાપુને વ્યવસ્થિત ગોઠવીને કાચની ટેબલ પર રાખ્યું. “કેમ છો પ્રિયા..!! અહિયાં આવવાનું કારણ?”

“હા, હવે કારણ વગર તમને મળી પણ ન શકાય.” નીલે જે કહ્યું એ પ્રિયાને ન ગમ્યું. વળતા જવાબમાં પ્રિયાથી બોલી પડાયું.

“દુરી રાખવાનું. ઇગ્નોર કરવાનું પણ તમે જ શુરૂઆત કરી છે પ્રિયા.” નીલે હકીકત કહી.

“તમારી ભલાઈ માટે.” પ્રિયાએ કહ્યું.

“ભલાઈ ઈચ્છો છો મારી !! તો આજે પણ કેમ આવ્યાં? સાચી પણ મારી ભલાઈ ઈચ્છતી હતી. એ પણ ક્યાં રહી છે મારી લાઈફમાં?? તમે પણ ઇગ્નોર કરો અને મારી લાઈફથી હમેશાંના માટે દૂર થઈ જાઓ.” નીલ પોતાના પરથી કાબૂ ગુમાવતો જતો હતો.

“ઓહ્હ નીલ !! હું પણ તમને એજ સમજાવાની કોશિશ કરી રહી છું કે નજીવા થોડા દિવસ માટે તમને ઇગ્નોર શું કર્યાં. પરંતુ તમારી હાલત આજે એવી છે તો તમે વિચારો કે હું તમને ના મળું ભવિષ્યમાં તો તમારા લાઈફ પર એની કેટલી ખરાબ અસર થશે?” પ્રિયાએ નીલ ને સમજદારીથી કહ્યું.

“પ્રિયા તમે દોસ્તી પણ નિભાવી ના શકો.” નીલે પૂછ્યું.

“નીલ..!! રુદ્ર મને ગાંડાની જેમ ચાહે છે. અને હું પણ..!! ફક્ત એ મારી લગ્ન માટેની ‘હા’ ની રાહ જોય છે. એ હક્ક અને અધિકારમાં માનનારો છે. એમાં ખોટું પણ નથી. મારી હા હોય તો જ એ આગળ વધવા માગે છે. અને હું નથી ચાહતી કે લગ્ન બાદ હું એણે કોઈ પણ બાબતે અસુરક્ષિતતાની ભાવનાથી પીડાતો રાખું.”

“પ્રિયા, હું તમારી બંને વચ્ચે નહીં આવું. તમે મારા ભવિષ્યનું વિચાર કરવાનું છોડી દો.”નીલે વાતને ક્લીયર કરી.

“નીલ, આપણી બંનેની દોસ્તી એવી થઈ ગઈ છે કે ના તમે મને છોડી શકો ના હું તમને. અને આપણી દોસ્તી જોઈને કોલેજમાં કેવીકેવી વાતો થાય છે. મારા કેરેક્ટર પર પણ કાદવ ફેંકાયો છે. હું નથી ચાહતી કે રુદ્રના દિમાગમાં આપણા સંબંધને લઈને કોઈ ગેરસમજ ફીટ થાય..!!” પ્રિયાએ પોતાની દુવિધા કીધી.

“પ્રિયા તમે શું કહેવાં માગો છો ?” નીલ સરે ગૂંચવાતા પ્રશ્ન પૂછ્યો.

“એ જ કે તમે લગ્ન કરી લો.” પ્રિયાએ દ્રઢતાથી કહ્યું.

“પ્રિયા શું લગ્ન, લગ્ન ની રટ રાખી છે. આ તો સાચી વિષે તમને હકીકત બતાવી એટલે....!!” નીલ સરે ગુસ્સાથી કીધું.

પ્રિયા નીલને ગુસ્સે થતાં પહેલી વાર જોઈ રહી હતી. પ્રિયાએ નરમાશથી જવાબ આપ્યો, “સાચી વિષે તો તમે હમણાં હમણાં બતાવ્યું. પરંતુ તમારો ચહેરો તો હું ક્યારનો વાંચી લીધો હતો.” પ્રિયાએ નીલ સરની આંખોમાં આંખ પરોવતા કહ્યું.

નીલ શાંત થયા. એણે પ્રિયાનાં ખભા પર હાથ રાખીને હળવેથી પોતાના તરફ નજદીક વાળી અને પ્રિયાની ઝીણી આંખોમાં જોતાં કહ્યું, “ ચહેરો વાંચતા જ આવડે છે તો આજે મને કહી જ દો કે મારા ચહેરા પર શું લખેલું દેખાય છે ?”

“એ જ કે તમે પ્રિયા નામની છોકરીને પ્યાર કરો છો સાચી સમજી ને.. રાઈટ ??” પ્રિયાએ ઝટ થી કહ્યું.

“સાચીને ગાંડાની જેમ ચાહતો હતો. ચાહું છું. અને તમને પણ એવી રીતે જ ચાહું છું.” નીલે આત્મવિશ્વાસથી કહ્યું.

પ્રિયા નીલનો જવાબ સાંભળી ચોંકી. એ પણ આટલો વિશ્વાસભર્યો. એણે વિચાર્યું જ ન હતું કે નીલ આવી રીતે ક્લીયર આન્સર આપશે. એ તટસ્થ થઈને મૂર્તિની જેમ નીલને જોતી રહી. એ એક પણ શબ્દ ન બોલી શકી.

“પ્રિયા..!!” નીલ સર આગળ કઈ બોલે એના પહેલા જ પ્રિયા ગઢમથલમાં ઝડપથી ભાગતી નીલનું ઘર છોડી ગઈ.

નીલ સર સાચ્ચું બોલીને હાર્યો હોય તેમ ઝડપથી ભાગતી પ્રિયાને જતા જોઈ રહ્યો.

****

લગ્નમાં બધા જ મહેમાનો ઉપસ્થિત હતાં. આધુનિક રીતે લગ્ન માટેનું સ્ટેજ ડેકોરેટ થયેલું હતું. બધા જ સ્ટુડેન્ટો મળીને પ્રિયાઆઆઆ....નીલ સર...!! પછી બે તાળીઓ મારીને અભિવ્યક્ત કરી રહ્યાં હતાં. અને ફરી એવી રીતે જ પ્રિયા નીલ સરનું નામ લઈને જોરથી ચિલ્લાવી તાળીઓ મારી રિધમ ઉત્પન્ન કરી રહ્યાં હતાં.

લગ્નનું શોરબકોરભર્યું વાતાવરણ શાંત થવા લાગ્યું.

“નીલ હવે તો તમે ખુશ છો ને !! મેં તમારી સાથે જ લગ્ન કરી લીધા.”

(ક્રમશ :...)