Kayo Love - Part - 6 books and stories free download online pdf in Gujarati

કયો લવ ભાગ : ૬

કયો લવ ?

ભાગ (૬)

પ્રસ્તાવના

“કયો લવ ?” સંપૂર્ણપણે એક કાલ્પનિક ટૂંકી પ્રેમકહાની છે.વાર્તામાં આવતા નામ,ઘટના,સ્થળ અને બીજા બધા જ બનાવો અને ચિત્રણ કાલ્પનિક છે.

પ્યારમાં પડનારા પ્રેમી પંખીડાઓની લવ ઘટનામાં પ્યાર,ધોખા અને સેક્સ જેવી વાતો તો બનતી જ રહે છે.

“કયો લવ ?” ની મુખ્યપાત્ર પ્રિયાની જિંદગીમાં કયો વળાંક આવશે ? ફેંસલો,કોને ક્યાં સુધી લઈ જશે?

જાણવા માટે વાંચતા રહો “ કયો લવ ? ” ભાગ : ૬

ભાગ (૬)

પ્રિયાએ પોતાને બેડરૂમમાં પૂરી દીધી હતી,તે કોઈની સાથે પણ વાત કરવા માંગતી ન હતી,બસ માસુમ આંખોમાં આંસુ લઈ,એક જ વિચારમાં પડી રહી હતી,ગાંડાની જેમ ચાહનારો એ વ્યક્તિના શબ્દો,કાનમાં જાણે કોઈ તીષ્ણ વસ્તુનાં ઘાથી થતાં દર્દોની જેમ ભોંકાતા હતાં....“ કયો લવ ? અરે કયો લવ...વવવવવવ...”

“ આય એમ પ્રેગનેન્ટ,કેમ નથી સમજતો તું........પ્રિયા કરગરતી હતી ”

---------------

( જો તમે, ‘કયો લવ? ભાગ : ૧,૨,૩,૪ અને ૫ ’વાંચી શક્યા ન હોય તો વાંચી શકો છો.અહીં ટુંકમાં પણ, કહી દેવા માગું છું,ભાગ(૧) ,ભાગ(૨), ભાગ(૩), ભાગ(૪) અને ભાગ(૫) માં આપણે વાચ્યું કે,મુખ્યપાત્ર પ્રિયા,બિન્દાસ બ્યુટીફૂલ કોલેજ ગર્લ હોય છે,જેની બેસ્ટ ફ્રેન્ડ સોની,બંને એક જ બિલ્ડીંગમાં રહેતા હોય છે.

SYBCOM નાં ક્લાસમાં ભણાવનાર હેન્ડસમ સર “નીલ વોરા” પ્રત્યે પોતે કેવી રીતે આકર્ષાઈ હતી અને કેવા સંજોગોમાં ૧૦ મિનીટની,છ મહિના પહેલા મુલાકાત થઈ હતી.....અને ફરી છ મહિના બાદ નીલ વોરા પ્રિયાની જિંદગીમાં કેવી રીતે આવે છે....

પ્રિયા પોતાને ઓળખાવી શકે,અને નીલને પોતાની તરફ આકર્ષવા માટે જાત જાતનાં અખતરા કરે છે...એક દિવસ નીલ સર પ્રિયાને ઓળખી જાય છે,એવામાં કુલદીપ નામના છોકરાનું,પ્રિયાના ગ્રૂપમાં એન્ટ્રી થાય છે...ક્રિસમસ વેકેશન દરમિયાન પ્રિયા ફરી,નીલને એક મોલમાં શોપિંગ કરતો જોય છે,અને ત્યાં બંનેની ફરી મુલાકાત થાય છે.

ક્રિસમસ વેકેશન પત્યા બાદ,પ્રિયા, કુલદીપનો ઇરાદો શું હતો,પોતાનાં ગ્રૂપમાં શામિલ થવાનો એ જાણી જાય છે ,અને પોતાનો પિત્તો ગુમાવતા એક જોરદારની થપ્પડ ખેંચી દે છે,આ જોઈ વિનીત ગુસ્સામાં આવી પ્રિયાના બાવડે પોતાનાં આંગળીના લાલ નિશાન પાડી નાંખે છે.

રવિવારના દિવસે પ્રિયા પોતાનાં ફેમિલી સાથે એક લગ્ન પ્રસંગમાં જાય છે,જેમાં રુદ્ર નામના છોકરા સાથે મુલાકાત થાય છે,પણ તે પણ તોછડી મુલાકાત,જેઓ બંને નથી જાણતા કે,એકમેકના પરિવારજન,બંનેને ભાવી જીવનસાથીમાં જોવા માંગે છે....ઈન્ટરેસ્ટીંગ સ્ટોરી છે ,એના માટે ભાગ(૧), ભાગ(૨) ભાગ(૩) ભાગ(૪),ભાગ(૫) જરૂર વાંચજો..)

હવે આગળ............

પ્રિયા અને રિંકલને આવતા જોઈ,પ્રિયાની મોમ હર્ષથી કહી ઉઠે છે, “ જો સામે, આવે છે પ્રિયા”

રુદ્રની નજર પહેલા જાય છે,અને સામે જુએ છે તો,બે છોકરી સામે આવતા દેખાય છે.

રુદ્રને બે છોકરી બરોબર દેખાય છે,પણ લેમન કલરનો ડ્રેસ જોઈ તે મનોમન વિચારમાં પડી જાય છે કે,આ બંનેમાંથી પ્રિયા કોણ હશે?

જેમ જેમ બંને છોકરીઓ નજદીક આવતા જોય છે,તેમ રુદ્રની ધડકન તેજ થતી જાય છે.

પ્રિયા અને રિંકલ બંને, પ્રિયાની મોમને ત્યાં આવી ઉભા રહી જાય છે.

“પારૂલબેન આ મારી દીકરી પ્રિયા, અને આ મારા ભાઈની છોકરી રિંકલ”,પ્રિયાની મોમે બંનેનો પરિચય આપતા રુદ્રની મમ્મીને કહ્યું.

રુદ્રને હજું પણ કંઈ ખબર પડતું ન હતું,તેને કઈ પણ સુજતુ ન હતું,તેને પોતાને વિશ્વાસ નથી બેસતો કે,આ લેમન વાળી,બ્યુટીફૂલ છોકરી અહિયાં શું કરી રહી છે.

પ્રિયા અને રિંકલ બંને, રુદ્રની મમ્મીને કેમ છો આંટી,કહીને હાલચાલ પૂછે છે.

“રુદ્રને તો મળ્યા જ હશો ને ,તમે બધા ?”હસતાં હસતાં રુદ્રની મમ્મીએ પૂછ્યું.

પ્રિયા,ત્યારે રુદ્રનાં ચહેરા પર નજર માંડે છે,રુદ્ર પણ તે જ સમયે પ્રિયાને નિહાળે છે.પ્રિયા જરા પણ સ્માઈલ આપતી નથી,તો બીજી તરફ રુદ્રને ખોટી રીતની સ્માઈલ આપવી પડતી હોય છે.

પ્રિયા અને રુદ્રને કંઈ જ ખબર પડી રહ્યું ન હતું,એક તો પહેલા જ ઉદ્ધતાઈભરી મુલકાત બંનેની થોડી મિનટ પહેલા જ થઈ ગઈ.હવે,એમાં પરિવારજનો બંનેનો પરિચય કરાવી આપે છે.

સૌમ્ય, હવે આ ઔપચારિકતામાં વચ્ચે પડી,રુદ્ર અને પ્રિયાને ક્યારે એકાંત આપી વાતચીત કરવા દે એવું ઈચ્છી રહ્યો હતો.

સૌમ્ય જ,નાનો ખોખારો ખાઈ, પ્રિયા,રુદ્ર,અને રિંકલને સંબોધી કહેવાં લાગ્યો, “ચાલો આપણે થોડા બહાર ફરી આવ્યે ?ચાલો હવે....

પ્રિયા અને રિંકલ બંને સાથે નીકળે છે,જયારે સૌમ્ય અને રુદ્ર બંને આગળી જઈ બહાર ઉભા રહી રાહ જોતા હોય છે.ત્યારે જ રિંકલને ભાન આવ્યું કે,પ્રિયાનું પર્સ,પ્રિયાએ ક્યારનું આઈસ્ક્રીમ ખાવા માટે ગયા હતાં,ત્યારે પકડાવ્યું હતું,તે પ્રિયાને પર્સ હાથમાં સોંપી દે છે.

સૌમ્ય અને રિંકલ મળીને,રુદ્ર અને પ્રિયાને એકાંતમાં વાત થઈ શકે,એ માટે હોટેલની બહાર,ડાબે બાજું, વિશાળ લીલુંછમ ઠંડક આપતું ગાર્ડન જેવી બનાવેલી જગ્યે જઈને છોડી આવે છે,જ્યાં બેસવા માટે ટેબલ અને ખુરશીઓ ઠેકઠેકાણે સજાવેલી હતી,રાતનો સમય હતો તેથી લાઈટ્સો પણ ઝળહળી રહી હતી ,સફેદ કપડામાં સજ્જ વેઇટરોનું આવનજાવન ચાલું હતું.

બંનેને ખૂબ જ અજુગતું લાગી રહ્યું હતું,કારણ,એક નાનકડી મુલાકાત,એમાં પણ બંનેનું તોછડાપણું વર્તન રહ્યું હતું.

એક રાઉન્ડ ટેબલને ત્યાં જઈ,બંને ઉભા રહે છે.

રુદ્ર જ સામે ચાલી પ્રિયાને, ચેર ખેંચીને બેસવા માટે આગ્રહ કરે છે,પ્રિયા બેસી તો જાય છે,પણ ઔપચારિક માટે પણ થેંક યું જેવો વર્ડ્સ મોઢામાંથી ઉચ્ચારતી સુદ્ધા નથી.પ્રિયાના બેસી જવા બાદ,પ્રિયાની સામેની જ ચેર પર જઈ રુદ્ર બેસે છે ,જેથી બંને એકમેકનો ચહેરો જોઈ વાત કરી શકે.

પ્રિયાએ પોતાનું પર્સ,જે લેમન અને ગોલ્ડન કલરનું,ડ્રેસમાં મેચ ખાતું રાઉંન્ડ આકારનું,હાથમાં પકડાય એટલું હતું,જેમાં પોતાનો મોબાઈલ,અને થોડાક પૈસા રાખી શકાય.પ્રિયાએ એમાંથી મોબાઈલ કાઢ્યો,અને એમાં વ્યસ્ત હોય તેવું દેખાડવા લાગી.

રુદ્ર કઈક બોલવા જાય છે,પણ પ્રિયાને મોબઈલમાં જોતા,તે ચૂપ જ રહે છે.

પ્રિયા,રુદ્રને ભાવ આપતી નથી,અને પોતાનાં મોબઈલમાં કઈ હતું તો નહી,તો પણ નીચું ડોકું કરી, જાણે નકામો ઢોંગ કરતી,દેખાડી રહી હતી,કે, તે મોબઈલમાં ખૂબ બિઝી છે.

ચાર સેકંડ સુધી તો તે જ ચાલ્યું,પણ રુદ્ર એક પણ શબ્દ કહ્યાં વગર,બસ પ્રિયાને નિહાળી રહ્યો હતો.

રુદ્ર થોડું તો જાણી ગયો હતો કે પ્રિયાનો સ્વભાવ કેવો હોઈ શકે,એટલે રુદ્રે જ થોડી સેકંડ બાદ ચુપકી તોડતા જવાબ આપતો હોય તે સ્વરે કહ્યું, “ સો,તો તમારું નામ છે પ્રિયા!! રાઈટ..??

હજુ પણ પ્રિયા નીચું જોતા મોબાઈલમાં જ પડી હતી,તે જરા પણ રુદ્રનાં સવાલનો રીસ્પોન્સ આપી રહી ન હતી.

રુદ્રે ફરી શાંતિથી બેસી રહે છે,થોડી સેકંડ બાદ ફરી કહેવાં લાગે છે, “ઓહ,તો તમે મારાથી શરમાઈ રહ્યાં છો?એટલે ક્યારના નીચે જોઈ રહ્યાં છો?

પ્રિયા હવે,પોતાનાં વાળને સરખા કરતા,મોબઈલને સાઈડ પર મૂકી દેતા,રુદ્રનાં ચહેરે,પોતાની નજર માંડે છે.

પ્રિયાને પોતાની તરફ નજર માંડતા જોતા જ રુદ્રે, સામે આવતા વેઈટરને ઈશારો કરતા બોલાવીને કહ્યું, “ ટુ ચોકલેટ આઈસક્રીમ.

કંઈક વિચારતા જ રુદ્રે જતા વેઈટરને ફરી બોલાવી કહે છે,“જેમાં ચોકલેટ ભરપુર હોય,તે સારામાં સારી આઈસક્રીમ તમારા મરજી થી લાવજો”

કંઈક બોલશો તમે ? નહી બોલો તો કઈ નહી, હું જ વાતની શરૂઆત કરું છું.

“તમારા ફેમિલી અને મારા ફેમિલી પહેલા મળી ચુક્યા છે,એમનું કહેવું છે કે આપણે બંને એકમેકને પસંદ કરી લગ્નનાં બંધનમાં જોડાઈ જઈએ.” રુદ્ર આખી કથની સંભળાવતા કહી રહ્યો હતો.

એટલામાં જ વેઈટર બે ડિઝાઈન વાળા,કાચના બાઉલમાં સ્ટ્રોબેરીથી સજાવેલું ચોકલેટ આઈસ્ક્રીમ સર્વ કરી ગયો.

વા...ઉં...!! આઈસ્ક્રીમ તો તમને ભાવે જ છે નય ?...થોડી વાર પહેલા જ તમે કહ્યું હતું.

પ્રિયા ચુપચાપ બધું જ જોઈ રહી હતી,પરંતુ એક પણ શબ્દ કહી રહી ન હતી.

ચહેરાની ખુબસુરતી જો જોવા જાય તો, પ્રિયા બધાને જ પસંદ પડી જાય,એવી છોકરી હતી,પણ રુદ્ર પ્રિયાનો થોડા સ્વભાવ જાણવા માંગતો હતો,પ્રિયાને શું કહેવું છે,કંઈ તો બોલે,એટલે ખબર તો પડે કે,પોતે શું વિચારી રહી છે.

પણ રુદ્ર પણ હાર માનવાવાળો ન હતો,એ પણ પ્રિયાની જેમ જ હતો,પણ સહનશીલતામાં પ્રિયા કરતા પણ ઘણો આગળ હતો,તેને પોતાનાં મગજને કન્ટ્રોલ કરીને,જ્યાં સુધી પ્રિયા કઈ કહે નહી, ત્યાં સુધી વાત કરીને કંઈક બોલે એના માટે મનાવાની કોશિશ કરી રહ્યો હતો.

પ્રિયા હજુ પણ ચૂપ જ હતી.

“ઓ.કે. વાત ન કરવી હોય તો પણ ચાલશે,પણ આપણે આઈસ્ક્રીમ તો ખાતા થઈએ ને? આઈસ્ક્રીમ પતે એટલે આપણે જઈએ,બંનેની ફેમિલી વેઈટ કરી રહી હશે.” રુદ્ર ખૂબ જ શાંતિથી કહી રહ્યો હતો.

પ્રિયા હજુ પણ કંઈ પણ જવાબ ન આપે છે,અને પાછો ફરી મોબાઈલ હાથમાં લે છે.

રુદ્ર,શાંતિથી ફરી નિહાળતો રહે છે,અને વિચારવા લાગે છે, “કઈ તો છે આ છોકરીમાં,જે મારી મગજની નસોને હજુ સુધી ખેંચાવા દેતી નથી.

“આઈસ્ક્રીમ પીગળી રહી છે,હોપ તમે હવે ખાવા માંડશો,નહી ખાઉં હોય તો પણ વાંધો નહી હા..” હજું પણ રુદ્ર શાંતિથી કહી રહ્યો હતો.

પ્રિયા પાછો મોબાઈલ, સાઈડ પર મૂકી દે છે,અને ફરી રુદ્રને નિહાળવા લાગે છે.

“એટલીસ્ટ આઈસ્ક્રીમ તો ખાઈ લો,મારી સાથે વાત ન કરવી હોય,તો પણ ચાલશે,લગ્ન પણ ન કરવા હોય તો પણ ચાલશે...” રુદ્ર સ્માઈલ આપી, જાણે હવે, બધું જ કહી થાક્યો હોય,એવી રીતે શાંતિથી કહ્યું.

ત્યાં સુધી તો બંનેની આઈસ્ક્રીમ પીગળી ગઈ હતી,સ્ટ્રોબેરી,જે આઈસ્ક્રીમનાં ઉપર થોડા સમય પહેલા,સજ્જ થઈને પોતાનું આકર્ષણ દેખાડતું બેઠું હતું,તે પણ હવે આઈસ્ક્રીમનાં જાડા પ્રવાહીમાં,કાચના બાઉલની અંદર આળોટી રહ્યું હતું.

પ્રિયા બધું જ જોઈ રહી હતી,અને રુદ્ર તો એકદમ શાંતિથી બધું જ નિહાળી રહ્યો હતો.

આઈસ્ક્રીમ બધી જ પીગળી જતા,હવે પ્રિયા પોતાનાં મોબઈલને સાયલેન્ટ પર કરી પર્સમાં જ રાખી દે છે અને વાતની શુરુઆત કરે છે.

આરામથી ખુરશીને ટેકીને બેસેલી પ્રિયા,હવે ટેકો છોડી,થોડી ટેબલનાં નજદીક આવી,પોતાનાં બધા જ વાળને ડાબી બાજું આગળ લેતા,રુદ્રનાં આંખમાં આંખ નાંખી એટલું જ કહે છે ,“ પાસ ..”

રુદ્રને અચાનક બોલેલા પ્રિયાનો વર્ડ્સ હમણાં તો જરા પણ સમજમાં આવતો નથી,પણ પ્રિયાએ મોઢાંમાંથી એક શબ્દ તો કાઢ્યો,એના માટે એટલી ખુશીમાં આવી ગયો કે,આ ખુશીની પળને જાણે સેલીબ્રેટ કરવા માંગતો હોય,આ આનંદની એવી પળ,રુદ્રને એના જોબમાં લગાદાર પ્રમોશન મળતા પણ ન થઈ હતી,એવી લાગી રહી હતી.

“પાસ...શું પાસ ?” રૂદ્રે પ્રશ્ન પૂછ્યો.

“હું વાતને માંડીને કહેવાં પહેલા,મને લાગે છે કે પીગળેલી આઈસ્ક્રીમને પહેલા ન્યાય આપીએ”પ્રિયાએ આઈસ્ક્રીમનું બાઉલ પોતાની તરફ લેતા કહ્યું.

હજું પણ રુદ્ર પ્રિયાને નિહાળી જ રહ્યો હતો.

“શું જુઓ છો? પીગળેલી આઈસ્ક્રીમને ક્યારેક જોઈ નથી”પ્રિયાએ બંને આઈબ્રોને એકસાથે ઉંચા કરતા કહ્યું.

રુદ્ર,પ્રિયાને નિહાળતો જોઈ તો રહ્યો હતો,પણ મનોમન સ્વગત કહી પણ રહ્યો હતો,“માય ગોડ,બ્યુટી સાથે, અદા પણ મારી નાંખવા વાળી છે”

“ઓહ્હ યા...યાદ આવ્યું,તમને પીગળેલી આઈસ્ક્રીમ પસંદ નથી ને,ફરી ઓડર કરું છું આઈસ્ક્રીમ” પ્રિયાએ રુદ્રનાં આઈસ્ક્રીમ તરફ જોતા કહ્યું.

“નાં,એવું કહી નહી,પીગળેલી આઈસ્ક્રીમની મીઠાશ,થોડી જતી રહેવાની છે,એ તો એવી જ લાગશે મીઠી,ક્યારેક ન પસંદ પડતું પણ,પસંદ કરવું પડતું હોય છે” રુદ્ર ઈમ્પ્રેસ કરતો હોય એવી રીતે કહી રહ્યો હતો.

રુદ્ર પીગળેલી આઈસ્ક્રીમને ઉતાવળે ખાઈને પ્રિયા ક્યારે બીજી વાતને આગળ માંડે એની રાહ જોઈ રહ્યો હતો.

પ્રિયા બધું જ જોઈ રહી હતી,પણ હજું પણ આઈસ્ક્રીમ પોતે પૂરું કર્યું ન હતું.

રુદ્ર ટીસ્યુ પેપરથી પોતાનાં હોઠ અને હાથને નુંછતા પૂછી રહ્યો હતો કે “બીજું ઓડર કરું આઈસ્ક્રીમ?”

પ્રિયાએ ફક્ત ડોકું ધુનાવતા ‘ ના ’ માં જવાબ આપ્યો.એટલી વારમાં પ્રિયાએ પોતાનું આઈસ્ક્રીમ પૂરું કરી ટીસ્યુ પેપરથી હોઠ,હાથને નુંછી કઈક બોલવા જ જઈ રહી હતી,ત્યાં તો રુદ્રનાં મોબઈલની રીંગ વાગી ઉઠી.

ફોન કોલ્સનો નંબર જોઈ,રુદ્ર મોબઈલને સાયલન્ટ મોડ પર રાખી દે છે.જે એનો ફ્રેન્ડનો હતો.

પ્રિયા આ જોઈ કઈ પૂછતી નથી,તે ફરી કઈ કહેવાં જાય છે,ત્યાં તો વેઈટર,ખાલી પડેલા બંને આઈસ્ક્રીમનાં કાચના બાઉલ લઈ,ટેબલ સાફ કરતો જતો રહે છે.

પ્રિયા વાતને હવે માંડે છે,અને કહે છે, “એમ તો મને ખબર જ હોય કે,મોમ લગ્નમાં મને લઈને જાય,એટલે મારા લગ્ન માટે જ છોકરા દેખાડતી હોય છે.પણ હું આ વાતથી પણ તદ્દન અજાણ હતી કે, આજે તમને મળવાનું છે,આ વાત તો અહિયાં આવતા પહેલા મોમે કારમાં,તમારા વિષે ટુંકમાં વાત પતાવી હતી.

“પણ આપણા બંનેનાં પરિવારની મને લાગે છે કે ખુશી છે,કઈ તો વિચાર કરીને જ કીધું હશે ને ?” પ્રિયાએ રુદ્રને પ્રશ્ન પૂછતા કહ્યું.

રુદ્ર તો પ્રિયા કેવી રીતે વાતો કરે છે,ફક્ત એ સાંભળવામાં જ રસ લઈ એના ચહેરાને નિહાળવાનું જ કામ કરી રહ્યો હતો,એણે પ્રશ્ન પૂછવામાં આવતા જ ફક્ત એટલું જ કહ્યું,”હા વાત એકદમ સાચી.”

સો આપણે, બંનેને થોડીક મુલાકાતો કરવી જોઈએ,પછી પસંદ,નાપસંદનું આપણા પરિવારજનને બતાવીશું,હા,જો તમે વાતને અહીંથી જ સ્ટોપ કરવા માગતાં હોય તો,તમે તમારી રાય જણાવી શકો છો.

ના, મારે પણ એ જ વાત કરવી હતી,આપણે થોડી મુલાકાતો કરી જોઈએ,પછી આપણા ઘરવાળાને જણાવીશું,તમને લગ્નની ઉતાવળ તો નથી ને?”રુદ્રે નખરા કરતો,એક સવાલ પૂછી જ લીધો.

હજુ મારું ભણતર....એટલુ જ પ્રિયાએ કહ્યું,ત્યાં તો વેઈટર ટેબલ પર બીલ રાખી,ત્યાં જ શિષ્ટતાથી ઊભો રહી ગયો.રુદ્રે,પોતાનું વોલેટ કાઢ્યું,અને ત્યાંજ પ્રિયાએ પણ પોતાનું પર્સ ખોલી રહી હતી.

“રૂદ્રે આ જોતા જ સ્માઈલ આપી કીધું,ફર્સ્ટ આજે હું પે કરી કરી દઉં છું,બાકીની જેટલી પણ મુલાકાત થશે એમાં તમે જ પે કરજો” રુદ્ર મજાકમાં બોલી ગયો.

રૂદ્રે,બીલ ચુકવ્યું તો હતું,પણ ખાસી એવી ,આજે ટીપ પણ તે વેઈટરને આપી દીધી હતી.

ત્યાં જ પ્રિયા,સૌમ્ય ભાઈને પોતાનાં ટેબલ તરફ આવતા જોઈ રહી હતી.પ્રિયા સ્માઈલ આપે છે.

સોરી,મને અહિયાં આવવા પડ્યું,કોલ કર્યો તમારા બંને પર,પણ તમારા મિસકોલ જઈ રહ્યાં હતાં.

સોરી બ્રો,મારો મોબઈલ સાયલેન્ટ પર હતો,ત્યાં રૂદ્રે પણ આ જ કહ્યું.

ઓહ્હ,તો મને લાગે છે,તમે બંને સારી એવી મુલાકાત કરી,એકમેક વિષે જાણ્યું હશે.

રુદ્ર વિચારી,મનોમન જ કહેવાં લાગ્યો હતો કે,હવે કેવી રીતે કહું આ મુલાકાતની વાતને,“આ લેમનને,આઈસ્ક્રીમ પીગળી ગઈ ત્યાં સુધી એક વર્ડ્સ મોઢામાંથી ઉચ્ચારે એનાં માટે મનાવતો જ રહ્યો,એકમેકનું જાણવાનું તો છોડ,વાત પણ પૂરી નાં કરી શક્યા,એમાં જ આટલો નકામો સમય વહી ગયો.

શું વિચારો છો રુદ્ર” સૌમ્યે રુદ્રને પૂછતા કહ્યું.

“મિટિંગ સારી રહી પ્રિયા સાથે” રૂદ્રે ફક્ત એટલું જ કહ્યું.

ચાલો હવે નીકળીયે ને ? સૌમ્યે ફરી પૂછ્યું.

ત્રણે જણ ફરી લગ્નનાં હોલ પર જાય છે,ત્યાં જ અંદર પ્રવેશતા જ,ધીમી શેહનાઈની મધુરતાવાળી શૂરોની લહેરો સંભળાઈ રહી હતી,જે ખરેખર,લગ્નના ઘોંઘાટમાં પણ શાંતિ પ્રધાન કરી રહી હતી.

એટલું તો બધા જ જાણતા હતાં,કે આજના આધુનિક છોકરા છોકરી છે,એટલે જવાબ આપણાને હમણાં આપશે નહી,એટલે બધા,રીતસરની સ્માઈલ આપી,મુલાકાત થઈ ગઈને સારી રીતે,એટલું જ પૂછવા લાગ્યાં હતાં.

લગ્ન પતી જતા,રાતનું ભોજન લઈ,પ્રિયાના પરિવારજન અને રુદ્રનાં પરિવારજન છુટા પડતા પહેલા, એક વાર મળી લે છે.

પણ રુદ્રને એક વાત જે અધુરી રહી ગઈ હતી,જે પ્રિયાએ પોતાની ચુપકીદી તોડતા,પહેલો શબ્દ બોલ્યો હતો,એ હતો “પાસ” ,એનો અર્થ કેવી રીતે જાણું? એ શબ્દ,એના જીવને બેચેન કરી રહ્યો હતો.પણ પ્રિયાને કઈ રીતે પૂછું,હમણાં એ સુજતુ ન હતું.

પ્રિયાનું પરિવાર છુટા પડી,જવાની તૈયારીમાં જ હતું,ત્યાં જ રુદ્ર મોકો જોઈ પ્રિયા પાસે વાત કરવા જાય છે.

પ્રિયા,પોતાનાં મામાની છોકરી સાથે જ ઉભી હતી,ત્યાં જતા રુદ્ર કહેવાં લાગે છે, “એક મિનિટ,પ્રિયા...”

(ક્રમશ: ...)