Majburi - 4 books and stories free download online pdf in Gujarati

મજબૂરી પ્રકરણ 4

"શું મસ્તી કરે છે ચડી ગઈ છે કે શું તને ?" રાજા મારી સામે જોઇને હસતા બોલ્યો 

"મસ્તી નઈ હું સાચે કવ છું ભાઈ પૈસાની જરૂર મને હાલ સૌથી વધારે છે મારી મા જીંદગી અને મૌત વચ્ચે લડી રહી છે તો હું મજાક નઈ કરતો" હું રાજા સામે આંખોમાં આંખો પરોવીને બોલ્યો 

"બોલ પ્લાન શું છે ?" વસીમ બોલ્યો 

"પ્લાન એ છે કે આપડે એ ખડૂસના ત્યાં જઈશું ચોરી કરીશું અને પછી ત્યાંથી રફુચક્કર" હું બોલ્યો 

"આટલું સિમ્પલ નથી એના ઘરમાં CCTV કેમેરા છે એની સોસાયટીના ગેટ જોડે જ બે સિક્યુરીટી ગાર્ડ છે એક ફાડીને ખાઈ જાય એવો કુતરો છે ભૂલી ગયો કે શું અને અત્યારે કઈ નવું કર્યું હોય એને ઘરમાં તો એ અલગ" વસીમ મને યાદ અપાવતા બોલ્યો 

"આપડે હાલ એના ઘરમાં શું સિક્યુરીટી છે એ પેલા જાણવું પડશે પણ કેવી રીતે..!!" હું વિચારોમાં ડૂબી ગયો 

અને હાલ પુરતો એ આઈડિયા બધાએ મારા વિચારને નશામાં બોલે છે એવું કહીને રીજેકટ કરી નાખ્યો, દારૂની મેહફીલ પૂરી થઈ અને નશામાં ધુત અમે ત્યાં જ ક્યારે સુઈ ગયા એની ખબર પણ ના રહી

સવારે આઠ વાગે મારી આંખ ખુલી અને મેં જોયું તો બધા ત્યાં જ સુતા હતા, મેં વસીમને જગાડ્યો અને પછી હું ઓફીસ જવા માટે તૈયાર થવા માટે બાથરૂમમાં નહાવા ગયો 

હું બહાર આવ્યો ત્યાં સુધી વસીમ એના ઘરે જવા માટે નીકળી ગયો હતો અને રાજા અને અખિલ પણ જાગી ચુક્યા હતા

"વસીમ તને ડાઈરેક્ટ ઓફીસ પર મળશે આવું કીધું છે એને" રાજા બોલ્યો 

"અને કાલ રાતવાળો આઈડિયા ભૂલી જજે કોઈને કેતો નઈ" અખિલ બોલ્યો પણ મેં એ સમયે જવાબ આપવાનું ટાળ્યું અને પછી હું તૈયાર થઈને મારી બાઈક પર સવાર થઈને ખડૂસની દુનિયામાં જવા નીકળી પડ્યો 

હું પહોચ્યો અને મારા કામમાં વળગ્યો કેમકે હવે વસીમ આવે એટલે જોડે સાઈટ પર જવાનું હતું, થોડીક જ વારમાં વસીમ પણ આવ્યો અને જેવો આવ્યો તરત જ ખડૂસે મને અને એને અંદર બોલાવ્યા

"મે આઈ કમ ઈન.." કહીને એની અંદર જવાની રજા મળતા હું અને વસીમ આજે ફરીથી લેકચર મળશે એવા ભાવ સાથે એકબીજા સામું જોતા સિહની ગુફામાં આવ્યા

"હા હા પેલા પંદર લાખ ઘરે જ મોકલાવી દેજો, અરે વાંધો નઈ એમાં શું ચલો તો મુકું હું" આવી વાત બોસ કોઈ જોડે ફોન પર કરી રહ્યો હતો 

"હા તમારું એક કામ છે ઘરે લાઈટનો કઈક પ્રોબ્લેમ છે તો કોઈ હોય તારી ઓળખાણમાં તો ઘરે મોકલી દેજો પેમેન્ટ જે હોય એ મને કેજો હું તને આપી દઈશ" વસીમ તરફ અને પછી મારા તરફ જોતા એ બોલ્યો 

આ વાતથી મારા મનમાં કાલનો પ્લાન ફરી પાછો રમવા લાગ્યો હતો, હું રાજા અને અખિલને મોકલીને હવે ખડૂસના ઘરનો આખો નકશો મંગાવી શકતો હતો ત્યાં શું હતું ને શું નઈ, અને બધી જ સિક્યુરીટીની માહિતી પણ ખબર પડી જાય એમ હતી 

"જી સર" કહેતા વસીમ બોલ્યો અને અમે બહાર જવા નીકળ્યા

"તું ઉભો રે રતન કાલે કેમ નહોતો આવ્યો તું" એ મારા તરફ જોઈ કડકાઈથી જોઇને બોલ્યો 

"કામ હતું થોડું પર્સનલ એટલે ના અવાયું" હું એના સામે જોઇને બોલ્યો 

"હા તો કાલના દિવસનો પગાર કટ અને હવે પેહલા જાણ કર્યા વગર રજા પાડીશ તો નોકરીમાંથી કાયમી રજા મળી જશે" એને મારી તરફથી નજર એણે મોબાઇલમાં આવતો કોલ ઉપાડ્યો, "તું જઈ શકે છે" મને કીધું 

"હા પ્રશાંતભાઈ આપડે આ દિવાળીમાં તો નઈ થાય કેમ કે ફેમીલી જોડે દુબઈ જવું છે તમે પણ ચાલો ફેમિલી જોડે મજા રેહશે, આપડે તો નક્કી જ છે ધનતેરસની રાતે જ નીકળી જઈશું" "હાહાહાહાહાહા" આવો વાર્તાલાપ મને સંભળાઈ રહ્યો હતો 

"જી સર હવે નઈ થાય" કહેતા હું મારા મગજના વિચારોમાં રમી રહેલ પ્લાનને લઈને બહાર આવ્યો 

"એક વધારાનું કામ આપી દીધું સાલાએ" વસીમ મને બહાર આવતા જોઇને બોલ્યો 

"કઈ નઈ હું રાજા અને લાલાને ફોન કરી દવ છું અને મારા પ્લાન માટે એ બંગલાનું સિક્યુરીટી અને બધું જોતા આવશે, થઈ જશે આપડું કામ ઇઝી" હું એના સામે જોઇને બોલ્યો 

"હમમ તારા પર વિશ્વાસ છે મને તું કરીશ એ સારું જ અને વિચારીને કરીશ ભાઈ" વસીમ મારા ખભે હાથ મુકતા બોલ્યો 

"સાંજે આપડે મળીશું મારા રૂમ પર" હું બોલ્યો અને પછી અમે સાઈટ પર જવા નીકળી ગયા 

રસ્તામાં મેં રાજા અને અખિલને ફોન કરીને મારા પ્લાન માટે બધું જોઇને યાદ રાખવા માટે કઈ દીધું અને થોડી આનાકાની બાદ બંને માની ગયા અને હું મારા પ્લાન માટે થોડું વધુ સીરીયસલી વિચારવા માટે લાગ્યો

સાંજે રોજ કરતા વેહલા જ હું અને વસીમ રૂમ પર આવી ગયા હતા અને હું સિગારેટ પીતો પીતો અખિલ અને રાજાની રાહ જોઈ રહ્યા હતા, થોડીવાર માં દરવાજા પર ખખડવાનો અવાજ આવ્યો અને વસીમે દરવાજો ખોલ્યો સામે અખિલ અને રાજા ઉભા હતા 

"થઈ ગયું ભાઈ તારા શેઠીયાના ઘરનું કામ એને કઈ દેજે સાતસોને પચાસ થયા છે આ બીલ છે આપી દેજે" કેહતા એના ખિસ્સામાંથી કાગળ કાઢીને રાજાએ મને આપ્યો 

"હા એ બધું છોડ બંગલો કેવો છે અને એનું લોકેશન કઈ રીતનું છે સિક્યુરીટી કેમની છે બોલ ચલ" હું મારા પ્લાન માટે જ વિચારી રહ્યો હતો, મેં એ ઘર અને આજુબાજુની જગ્યાથી થોડો વાકેફ હતો પણ હું સ્યોર થવા માંગતો હતો એટલે હું પૂછી રહ્યો હતો 

"ભાઈ નેક્સ્ટ ટુ ઈમ્પોસીબલ છે પાંચછ સોસાયટી છે મોટા મોટા બંગલાવાલી અને એક ફ્લેટ પણ છે ત્યાં લોકોની અવરજવર વધુ હોય છે,  દરેક સોસાયટીમાં વીસેક જ બંગલા હશે અને હવે વાત કરું તારા શેઠની સોસાયટીની તો સોસાયટીના ગેટ આગળ બે ગાર્ડ છે બંદુક સાથે અને આખી સોસાયટીમાં CCTV કેમેરા પણ છે બે ગેટ પર એમાંથી એક અંદર જવાવાળા પર અને બીજો બહાર નીકળવાવાળા પર નજર રાખીને બેઠો છે, તારા શેઠની લાઈનમાં પણ એક કેમેરો છે અને તારા શેઠનું ઘર એ લાઈનમાં છેલ્લું છે એ સોસાયટીની આજુબાજુ ખુલ્લા ખેતર જ છે એતો તને ખબર જ હશે" રાજા મારી સામે જોઇને બોલ્યો 

"અને બંગલામાં કઈ સીક્યુરીટી ? એની વાત તો કરી નઈ" મેં સમો સવાલ કર્યો 

"કવ છું ભાઈ નઈ થાય એમ, તો પણ સંભાળવું છે તો સાંભળ બંગલાની અંદર કોઈ ગાર્ડ તો નથી પણ કદાચ એક રૂમ છે અને એમાં નોકર જે ચોવીસ કલાક રેહતો હશે એ હોય છે, એક કુતરો પણ હતો કમ્પાઉન્ડમાં સાલાને જોઇને જ બીક લાગે એવો છે આતો નોકર એ પકડી રાખેલો નઈ તો આ લાલાને બચકું ભરી જ લેત અને ઉપરથી એક તો મેઈન ગેટ પર અને બીજો ઘરના એન્ટ્રેન્સ પર કેમેરો છે ઘરની અંદર નીચેવાળો રૂમ ખબર નઈ કોનો છે ઉપરનો રૂમ શેઠનો લાગતો હતો" રાજા બોલ્યો અને પછી વસીમને પાણી લાવવા ઈશારો કર્યો

"ઘરની અંદર ચાલશે બહાર બીજું કઈ ભુલાતું તો નથી ને" હું બંને તરફ વારાફરતી જોઇને બોલ્યો 

"અને હા પાછળ જ્યાં જમીન પડે છે ખાલી ત્યાં એક CCTV છે હું મીટરરૂમમાં ગયેલો તો જોયેલું" અખીલ બોલ્યો, વસીમ પાણી લઈને આવ્યો અને બોટલ રાજાને આપી