Majburi - 6 books and stories free download online pdf in Gujarati

મજબૂરી પ્રકરણ 6

હું ઓફિસમાં આવીને બેઠો હતો અને વસીમના આવવાની રાહ જોઈ રહ્યો હતો, હજી સુધી એ આવ્યો નહોતો ખડૂસ પેહલા એનું આવી જવું જરૂરી હતું

હું એની રાહ જોવામાં અને ટેન્શનમાં સિગારેટ પર સિગારેટ પી રહ્યો હતો, "શેનું ટેન્શન છે તો આટલી બધી સિગારેટ પીવે છે" કહેતો વસીમ આવ્યો અને મારા બાજુમાં આવીને બેઠો 

"ડોફા, તારી જ રાહ જોતો હતો સારું થયું વેહલા આવ્યો પેલો ખડૂસ આવી જાત તો સરખી વાત ના થાત" હું ગુસ્સાથી બોલ્યો અને મારું આવું રૂપ જોઇને વસીમ ગબરાઈ ગયો 

"શાંત થા અને બોલ શું કામ છે ભાઈ..?" એણે મારા ખભા પર હાથ મુકીને  કહ્યું

"આપડે છ સીમકાર્ડ અને છ મોબાઇલ જોઇશે, મોબાઇલ સસ્તા અને સીમકાર્ડ બધે સિગ્નલ આવે એવા જોઇશે અને સીમકાર્ડ આપડા કોઈના કે ઓળખીતાના આઈડી પર નઈ પણ કોઈ બ્લેકમાં લેવાના છે" હું બોલ્યો 

"હા મારા દોસ્ત અસલમની દુકાન છે એના જોડેથી સેટિંગ કરી લઈશ હું" વસીમ જાણે કે હાલ જ લાખોપતિ થઈ ગયો હોય એમ બોલ્યો 

"ના કોઈ ઓળખીતા જોડેથી નઈ પણ કોઈના આઈડી નો જુગાડ કરી લેજે પણ ફોટો ક્યાંથી લાવીશું..?" હું બોલ્યો 

"ફોટો તો મોર્ફ કરીને હું બનાવી દઈશ અને આઈડીનું સેટિંગ પણ થઈ જશે, બીજું કઈ..?" એ મારી તરફ હસતો ચેહરો કરીને બોલ્યો 

"હા ખડૂસ જોડેથી એ દુબઈ ક્યારે જવાનો છે કે અને જવાનો છે કે નઈ એની પાક્કી ઇન્ફોર્મેશન કાઢવાની છે" હું બોલ્યો 

"એ તો સાલુ કાઠું કામ છે પણ હું કઈક એનો પણ જુગાડ કરી લઈશ ચલ" હાલ તો વસીમ આત્મવિશ્વાસથી ભરપુર હતો પણ હું ભગવાનને વસીમનું કામ નિર્વિઘ્ને પૂરું થઈ જાય એની પ્રાથના કરી રહ્યો હતો 

"તો આપડે સાંજે મારા રૂમ પર જ મળશું, તું સીમકાર્ડ અને મોબાઇલ લઈને આવી જજે, ખર્ચો પછી જોઈ લઈશું" હું બોલ્યો

"અરે એનું ટેન્સન ના લે હું જોઈ લઈશ" કેહતા વસીમ ઉભો થયો અને પાણી પીવાનું કહીને અંદર ગયો 

"એલા આ શેઠ જોડેથી સાતસો પચાસ લેતો આવજે રાજાના.." હું બોલ્યો અને પેલી કાપલી કાઢીને વસીમ તરફ લંબાવ્યો 

"હા લાવો બીજું કઈ શેઠ" વસીમે કાપલી લેતા મારી સામે જોયું 

"સાંજે મળીયે તો" હું ફરી પાછો સિગારેટ કાઢીને બેઠો 

આખો દિવસ સાઈટ પરથી કંટાળીને હું મારા રૂમ તરફ જતા પેહલા રસ્તામાંતી બે બોટલ અને સોડા લઈને રૂમ પહોચ્યો

મારા પેહલા જ લાલો અને રાજા રૂમમાં આવીને બેઠા હતા અને ખાવાનું ખાઈ રહ્યા હતા, હું પણ એમની જોડે જ જમવા બેસી ગયો 

જમીને હું બાલ્કનીમાં સિગારેટ પીવા ગયોને લાલાને નીચેથી બાઈટીંગ લાવાનું કીધું અને રાજા રૂમની સાફસફાઈ કરવા લાગ્યો, નીચેથી મને વસીમના એકટીવા આવતું દેખાયું અને હું સિગારેટ ફેંકીને અંદર ગયો

ત્યાં જ દરવાજો ખોલ્યો અને વસીમ અખિલ જોડે અંદર આવ્યો, વસીમના મોઢા પર સ્માઈલ હતી અને હાથમાં એક બ્લેક પોલીથીન વીંટાળેલી હતી 

"શું થયું આપડે મેં આપેલી કામ પૂરું કર્યું કે નઈ...?" હું એના તરફ જોઇને પલંગ પર બેસતા બોલ્યો 

એને હાથમાં રાખેલી પોલીથીન મારા તરફ ફેંકી અને એ મારા બાજુમાં આવીને પડી

"વસીમને આપેલું કામ કોઈ દિવસ ફેલ ના જાય રતન" કેહતા એને અખિલ તરફ જોઇને આંખ મારી અને મારા બાજુમાં આવીને બેઠો 

એને ફેંકેલી થેલીમાં મારા કહ્યા મુજબ છ સીમકાર્ડ અને છ જુના મોબાઇલ હતા, મેં દરેકમાં એક એક કાર્ડ ભરાવ્યું અને મોબાઇલ ચાલુ કર્યા 

"કેવી રીતે લાવ્યો અને ક્યાંથી" મેં એના તરફ જોઇને કહ્યું 

"જો સૌથી પેહલા તો હું એક દોસ્ત છે જેના ત્યાં મેં એકવાર આવા આઈડીની ઝેરોક્ષ જોયેલી ત્યાં જઈને એને ખબર ના પડે એવી રીતે ત્રણ આઈડી પ્રૂફની ઝેરોક્ષ ઉઠાવી લીધી અને પછી મારા કમાલથી ફોટા મોર્ફ કરીને એની કોપી કરાવીને હું અહિયાથી દુર એક વિસ્તારની નાની મોબાઇલની દુકાન પરથી સીમકાર્ડ લઈ લીધા અને પછી જુના સસ્તા મોબાઇલ માટે ચાઈના બજાર ગયો અને ત્યાંથી મોબાઇલ લીધા એમ સમજ્યો ભાઈ" વસીમ બોલ્યો અને અમે ત્રણે એને સાંભળી રહ્યા હતા 

ત્યાં જ ઘરનો દરવાજો ખખડ્યો અને રાજા ઉભો થતા બોલ્યો, “પેલા બન્ને જ હશે”

દરવાજો ખૂલ્યો અને બે જુવાનિયા મારી સામે ઉભા હતા, રતન આ છે શાહનવાજ અને આ એનો ખાસ દોસ્ત છે મલિક

“રાજાએ તમને બધી વાત કરી દીધી હશે જ પણ તો પણ હું પૂછી લવ ફિર સે કે તમે બન્ને તમારી મરજીથી આમાં જોડાવ છો ને..?” હું બોલ્યો 

“હા મિયાં.., રાજા ભાઈજાને બધી વાત કરી છે અને અપુન દોનો રેડી હૈ” મલિક બોલ્યો 

“ઠીક હે, તો આપડે કાલથી કામ ચાલુ કરી દઈશું બધા પહેલા 9 વાગે શ્યામલ હિલ્સથી થોડા દૂર પેલી બંધ કિટલી છે ત્યાં ભેગા થઈશું અને ત્યાંથી જોડે જ શ્યામલ હિલ્સ જવા નીકળીશું અને હું હાલ તમને મોબાઈલ આપું એ તમારે કાલે એ કિટલીએ પહોંચીને જ ચાલુ કરવાના છે, મલિક અને શાહનવાજ તમે બન્ને ખોદકામના સાધન લઈને આવજો, રાજા અને લાલા તમે બન્ને ટોર્ચ વગેરા લાઈટના સામાનનું સેટિંગ કરી દેજો, હું અને વસીમ ત્યાં જોડે આવી જઈશું, બરાબર છે..?”

બધાએ હકારમાં માથું ધુણાવ્યું અને પછી અમે છૂટા પડ્યા,અને હું બાલ્કનીમાં જઈને મારી સ્પેશ્યલ સિગારેટના ધુમાડા હવામાં છોડવા લાગ્યો 

બીજા દિવસની સવાર મને કંઈક અલગ જ લાગી રહી હતી, આજથી બરાબર નવ દિવસ પછી નવરાત્રીનો તહેવાર પતવાની સાથે જ અમારા સારા દિવસોની શરૂઆત હતી કેમ કે ખડૂસ વાઘબારસના નીકળી જવાનો હતો અને અમારે ફક્ત નવરાત્રિ પછી રાહ જ જોવાની હતી મારી યોજના મુજબ સુરંગ તો નવ દિવસમાં તૈયાર થઈ જવી જોઈએ કેમ કે શ્યામલ હિલ્સથી ખડૂસ વિલા માત્ર ૨ કિમી જેટલું જ દૂર હતું.

તૈયાર થઈને હું ઓફિસ જવા નીકળ્યો અને ત્યાં પહોંચીને હું અને વસીમ અમારા ઓફિસના કામ પર લાગી ગયા

બપોરના જમવાના સમયે હું અને વસીમ ફટાફટ જમવાનું પતાવી એક કામ જે બાકી હતું એ પતાવવા માટે નીકળી ગયા એ કામ હતું એક રિવોલ્વર ખરીદવાનું.

આ વાત માત્ર મને અને વસીમને જ ખબર હતી કેમકે બધાને આના વિશે જણાવી ટેન્શન આપવું મને ઠીક નહોતું લાગી રહ્યું 

કદાચ કોઈ અજાણી મુસીબત આવી જાય એના માટે આ રિવોલ્વરનું અમારી સાથે હોવું જરૂરી હતું

કામ પતાવી અમે પાછા ઓફિસ પહોંચ્યા ત્યાં તો નવરાત્રીના પહેલા દિવસના લીધે અડધો દિવસ રજા આપેલી ખડૂસે એવું જાણવા મળ્યું

હું અને વસીમ રાતે મળવાના અને કામ સારું જ જશે એવી આશા સાથે છૂટા પડ્યા

હું ઘરે બેઠો બેઠો મારા મોબાઈલમાં ફેસબુક જોઈ રહ્યો હતો ત્યાં જ “રાસની રમઝટ” કરીને એક દાંડિયા-રાસના પ્રોગ્રામની એડ પર મારી નજર પડી અને મારું દિમાગ એક બીજા રસ્તે ચડી ગયું કેમ કે રાસની રમઝટ શ્યામલ હિલ્સથી માત્ર 5 કિમીના અંતરે હતું, તો પકડાઈ જઈએ તો પણ અમે આ ગરબામાં હતા એ સાબિત કરવા માટે મેં નવેનવ દિવસના છ-છ પાસ લેવા માટે હું મારા ખખડધજ બાઈકને લઈને નીકળી પડ્યો