A friend books and stories free download online pdf in Gujarati

દોસ્ત

દોસ્ત..
દોસ્તને શબ્દો માં વર્ણન કરવું અઘરું છે પણ પ્રયાસ કરું
         દોસ્ત એ માણસ હોઈ શકે પણ સાચો દોસ્ત એ તો માણસ હોઈ જ ના શકે..એને જોતાંની સાથે જ લાગી આવે કે આ મતલબી દુનિયામાં જ્યાં કોઈ કોઈનું નથી ત્યાં જાણે આ જીવન ની સાડી માં બેમતલબની બાંધણી પુરનારો એક કલાકાર જ ના આવી ગયો!
         પાક્કો દોસ્ત હા એ પાક્કો દોસ્ત કે જે છોકરી હોય તો bestie ને છોકરો હોય તો best friend ever કહીએ છીએ ત્યાં આ best best best ની પરિભાષામાં હંમેશા fail થતો હોય પણ જિંદગીની પરિભાષામાં જરૂર કરતા પણ વધારે કામ માં આવે એ પાક્કો દોસ્ત.ભલે એના ચહેરા પર નૂર ના હોય એના શબ્દો માં સુર ના હોય પણ જ્યારે એને મળીએ ત્યારે ભલે આપણા ચહેરા પર નૂર ના હોય આપણા શબ્દો માં સુર ના હોય ચાલી જશે પણ હ મનમાં કોઈ વાતનો ગુરુર ના હોય.
         આવો છે કે આવી છે એ પાક્કી કે પાક્કો દોસ્ત
       દોસ્તીમાં સંબંધો ભલે મજબૂત પણ ગેરસમજણનો પારો જરાક ઊંચો હોય છે..

 ગરમી લાગીને સ્વીચ પડી પંખો બની હવા આપે એવો નથી એ દોસ્ત..એતો કાળજાર ગરમીમાં લાઈટ જતી રહે ત્યારે આજનું છાપું બની ઠંડી હવાનો ચમકારો કરાવી જાય એ છે એ દોસ્ત
              ચાલો થોડી વાર માટે માની લઈએ કે એ આજનું છાપું સજીવ છે એ સમજી શકે છે વિચારી શકે છે..
              તો બસ અયને એ વ્યક્તિ જે આજનું છાપું હાથમાં લઈ પવન ખાઈ રહ્યો છે ને અચાનક લાઈટ આવી ગયી..છાપું પડ્યું બાજુમાં ને પંખો ચાલુ થયો..
              છાપું બિચારું બહુ વિકટ પરિસ્થિતિમાં મન માં ને કહે કેહવું ઘણું ઘણું છે પણ બોલી શકાય નહિ..છાપું વિચારતું હતું કે આજે નહિ તો કાલે આ થવાનું જ હતું એને મારા કરતા એ પંખા ની દોસ્તી વધારે સારી લાગી..બિચારું છાપું હવે ઉદાસ થઈ ને બેસી ગયું..
          Ummmm કંઈક આવું જ થાય છે ને આપણી સાથે પણ? જવાબ છે હા આપણે પણ આપણી જાત ને આ છાપા સાથે સરખાવી શકીએ.
         હવે વિરહનો સમય આવેને મન માંથી શબ્દો નીકળે કે 
         હા હવે એને મારી જરૂર નથી
         હા હવે એને નવા દોસ્ત માલી ગયા છે
         હા હવે પેહલા જેવી મજા નથી રહી
         હા હવે એ બદલાઈ ગયી કે ગયો છે..
    મન ઉદાસ હોય ને મગજ ગણાવા બેસે કે કેટલું કર્યું તે પણ એને તારી કદર જ નથી..
    જે મિત્રતા હમણાં સુધી પ્રેમથી ભરાયેલી હતી જેમાં કાઈ કેહવું હોય તો મોઢા પર કહી દેતા એ કહેનારા હોઠ આજે ચૂપ થઈ ગયા છે.
    પછી શોધ શરૂ થાય છે કે કોણ હતું જેને અમારી વચ્ચે તિરાડ પાડી? કોણ હતું જેને અમારી દોસ્તી પર ઈર્ષ્યા થઈ?
    આવી પરિસ્થિતિમાં એ છાપું પણ એવુ જ વિચારતું હશે ને કે આ પંખો મારો દુશ્મન છે જેના લીધે આ વ્યક્તિ મરાઠી દૂર થઈ ગયો.
    હકીકતને હું તારણમાં લાવી શકું તો હકિકતમાં એવો કોઈ ત્રીજો વ્યક્તિ જ નથી જે તમારી દોસ્તી ને તોડી શકે..બસ ખાલી ગેરસમજણનો પારો જરાક ઊંચો હોય છે.
    બસ આવું જ કઈંક એ છાપા સાથે થયું પણ છાપું આપના કરતા સમજુ છે.
      સવારે એ વ્યક્તિ ઉઠ્યોને પંખો ચાલુ હતો ને એને છાપું જોયું..છાપા એ જોયું કે આજે એને શેની જરૂર છે એને પવન તો મળે છે બીજી કોઈ વસ્તુ ની પણ જરૂર નથી તો ચાલને આજે સમાચાર બની દુનિયા થઈ વાકેફ કરાવું એને..
      ફરીથી ગુરુવાર આવ્યોને વીજકાપ થયો ને ફરી થી એ છાપું ઠંડી હવાનો ચમકારો આપવા તૈયાર થઈ ગયું.
      આજે આજનું છાપું આપણને એ શીખવું ગયું કે દોસ્ત એટલે all time available નહિ પણ જ્યારે એને મરાઈ જરૂરત પડે છે ત્યારે હું તેને પુરી રીતે મદદ કરું અને જ્યારે જ્યારે એને મારી જરૂર નથી ત્યારે એને હું કેવી રીતે દુનિયા થી વાકેફ કરું એ જાણવા જેવું છે.
      એવું નથી કે એ વ્યક્તિ છાપું વાંચી મૂકી દેશે એમાંથી એને મનગમતી વસ્તુ કાપી પિતાની પાસે રાખી મુકશે..
      તમે પણ તમારા દોસ્તો સાથે કરેલી એ મસ્તી વાતો યાદો માંથી કઈંક જે એમને લાગી ગયું હશે એ એમની યાદો હંમેશા માટે યાદ રાખશે..
      દોસ્તીને કોઈ તોડી શકતું નથી બસ ખાલી ગેરસમજણનો પારો જરાક ઊંચો હોય છે..
      કહ્યું હતું ને કે ગરમી લગે ને સ્વીચ પડી પંખો બંની હવા આપે એવો નથી એ.. કાળજાર ગરમીમાં લાઈટ જતી રહે ત્યારે આજનું છાપું બની ઠંડી હવાનો ચમકારો કરાવી જાય એ છે એ દોસ્ત
      તો બોલો હવે તમારે શું બનવું છે.. પંખો કે આજનું છાપું?
      Choice is yours



 - Saurabh