Rasoima ajmavi juo books and stories free download online pdf in Gujarati

રસોઇમાં અજમાવી જુઓ

રસોઇમાં અજમાવી જુઓ

- મિતલ ઠક્કર

રસોડામાં ક્યારેક નાની ભૂલો થઇ જાય ત્યારે આ નાની ટિપ્સ રસોઇને સારી બનાવવામાં તમને મદદ કરશે. રસોઇ કરતાં-કરતાં લાગે કે કઈંક આડુઅવળું થયું છે ત્યારે આ વાંચેલી ટિપ્સ અજમાવશો તો તમારી બગડેલી રસોઇ પણ સુધારી જશે અને બધાં તમારી વાહ-વાહ કરશે. ગૃહિણી હંમેશા એવો પ્રયાસ કરે છે કે તે સારી રસોઇ બનાવી શકે અને પરિવારને એક સારો ટેસ્ટ પણ આપી શકે. નાની ટિપ્સનો લાભ એ છે કે તેની મદદથી તમે ઝડપથી અને સારી રસોઇ બનાવી શકો છો. તે તમારી રસોઇને સ્વાદિષ્ટ બનાવે છે અને તેના રંગરૂપ પણ સુધરે છે. રસોઇ બનાવતાં કોઇ ભૂલ થઇ હોય તો હવે ગભરાઇ જશો નહીં, એને સુધારવામાં અને સ્વાદ વધારવામાં આ ટિપ્સ તમારી મદદ કરશે.
* દાળને બાફ્યા બાદ વઘાર કરતી વખતે તેમાં ટામેટાનો ઉપયોગ કરવાથી તેનો સ્વાદ વધે છે.

* કુલ્ફી બનાવતી વખતે એમાં ચપટી ખાવાનો સોડા નાખી દેવાથી દૂધમાં મલાઇ જામશે નહીં.

* ખીર વધુ પાતળી થઇ જાય તો તેને ઘટ્ટ કરવા માટે તેમાં થોડો કસ્ટર્ડ પાઉડર ભેળવી દો.

* ખીર બનાવતી વખતે ખીરમાં નાંખેલા ચોખા ચઢી ગયા પછી તેમાં થોડું મીઠું નાંખી દો. ખીર સ્વાદિષ્ટ લાગશે અને ખાંડની જરૂર ઓછી પડશે.

* ખીર બનાવતી વખતે દૂધ પાતળું કે ઓછું લાગે તો તેમાં થોડા ચોખાની પેસ્ટ બનાવીને મિક્સ કરી લો.

* નૂડલ્સને બાફી લીધા પછી તેમાં થોડું ઠંડું પાણી નાખવામાં આવે તો તે છુટ્ટી રહેશે.

* પરાઠા બનાવતા પહેલાં લોટમાં એક બાફેલું બટાકું અને એક ચમચી અજમો નાખી દો. પરાઠા માખણથી શેકો. પરાઠા કુરકુરા અને સ્વાદિષ્ટ લાગશે.

* તંદૂરી રોટીને નરમ બનાવવા માટે ગરમ પાણીથી લોટ બાંધતી વખતે તેમાં થોડું દહીં ભેળવી દેવાથી તે નરમ અને ક્રિસ્પી બનશે.

* દહીંવડાના મિશ્રણમાં મરી, સંચળ અને જીરાનો પાઉડર નાખવાથી તેનો સ્વાદ વધી જશે.

* રાયતામાં હિંગ – જીરું ભેળવવાને બદલે તેનો વઘાર કરીને ખાવાથી વધુ સ્વાદ આવશે.

* એક ચમચી ખાંડને ભૂરી થાય ત્યાં સુધી ગરમ કરો. તેને કેકના મિશ્રણમાં મિક્સ કરો, તેનાથી કેકનો રંગ સારો બનશે.

* મરચાંના ડબ્બામાં થોડી હિંગ મૂકવાથી મરચાં લાંબા સમય સુધી ખરાબ થશે નહીં.

* વટાણાના દાણા શાકમાં તાજા દેખાય તે માટે તેને પાણીમાં એક ચમચી ખાંડ નાંખીને બાફો અને પછી ગ્રેવીમાં પાણી સાથે વાપરો.

* ખીર બનાવતાં ચોખામાં થોડું મીઠું નાખવાથી ખીરની મીઠાશ પણ ઓછી થશે અને તે વધુ સ્વાદિષ્ટ લાગશે.

* ટામેટાંને શેકવા હોય તો તેના પર તેલ લગાવીને શેકવા જોઈએ. જેના કારણે ટામેટા જલ્દી છોલાઈ જાય છે.

* ઘઉંના લોટમાં શક્કરિયાનો લોટ ભેળવીને રોટલી ખાવાથી વજન વધે છે.

* ફૂદીનાની ચટણી જો મિક્સરમાં બનાવી રહ્યા છો તો તેને વધારે સમય ન ચલાવો. તેનાથી તેનો સ્વાદ કડવો થઇ જાય છે.

* ભજિયાં બનાવતી વખતે તેના ખીરામાં જો થોડો ખાવાનો સોડા નાખવામાં આવે તો ટેસ્ટી અને ક્રિસ્પી બને છે.

* ગરમીના દિવસોમાં રાયતુ પીરસતા પહેલાં તેમાં મીઠું મિક્સ કરો, તે ખાટું નહીં થાય.

* ભજિયાના ખીરામાં એક ચમચો તેલ અને સફેદ તલ નાખવાથી વધારે સ્વાદિષ્ટ લાગશે.

* ભજિયા અને પકોડા સર્વ કરતાં પહેલાં તેના પર ચાટ મસાલો લગાવવાથી તે વધુ સ્વાદિષ્ટ લાગે છે.

* ગરમીમાં ઝડપથી બરફ જમાવવો હોય તો ફ્રિઝમાં જ ગરમ પાણી રાખી દો. તેનો બરફ જલ્દી બનશે.

* પરાઠા બનાવો એ સમયે તેમાં એક બાફેલો બટાકો અને એક ચમચી અજમો નાંખવાથી તે સ્વાદિષ્ટ તો બને જ છે સાથે તે ખાવામાં નરમ પણ લાગે છે.

* લીલા વટાણાને સારી રીતે ફ્રેશ રાખવા તેને છોલીને પ્લાસ્ટિકની થેલીમાં ભરીને ફ્રિઝરમાં રાખો.

* ફણગાવેલું અનાજ ફ્રીઝમાં મૂકતાં પહેલાં તેમાં એક ચમચી લીંબુનો રસ ઉમેરો તો તેમાંથી ગંધ નહીં આવે.

* પનીરને બ્લોટિંગ પેપરમાં રાખવાથી તે લાંબા સમય સુધી તાજું રહે છે.

* સાબુદાણાના વડા બનાવતી વખતે તેમાં થોડો રાજગરાનો લોટ મિક્સ કરવાથી વડા તૂટતા નથી. બટાકા પણ મિક્સ કરી શકાય.

* ડેઝર્ટ બનાવતી વખતે ભારે તળિયાના વાસણનો ઉપયોગ કરો. તેનાથી તે ચોંટશે નહીં અને સ્વાદ પણ વધશે.

* ઈડલી બનાવતી વખતે તેના કૂકરમાં ઢાંકણ ઊંધું મૂકવાથી ઈડલીમાં પાણી વરસસે નહીં અને તે જલ્દી બની જશે.

* કસૂરી મેથીનો ઉપયોગ કરતાં પહેલાં જો તેને તવા પર સહેજ શેકી લેવામાં આવે તો તેનો સ્વાદ વધી જશે.

* દહીં રાતે જમાવાનું ભૂલી ગયા હોય અને બપોરે તેની જરૂર હોય તો ઉકાળેલા દૂધમાં જમાવટ વધુ નાંખીને ડબ્બો બંધ કરી તેને તડકામાં અથવા તો સ્ટેબીલાઇઝર પર રાખવાથી દહીં જામી જશે.

* દહીંને જીરા અને હિંગનો વઘાર કરવાથી તે વધારે પૌષ્ટિક બને છે.

* ઘીને દાણાદાર બનાવવા તે અડધું તૈયાર થઈ જાય ત્યારે તેમાં થોડું પાણી છંટકારવું.

* જો ભાત બનાવતી વખતે તે થોડા બળી જાય તો તેને ફેંકો નહીં. ગેસ પરથી ઉતારી લો અને સાથે તેની પર દસ મિનિટ સફેદ બ્રેડ રાખો. તેની વાસ જતી રહેશે અને ફરી તે ખાવાલાયક બની જશે.

* બટાકાની પેટીસ બનાવતી વખતે બાફેલા બટાકા ઠંડા થયા પછી જ છૂંદો કરવો. આનાથી પૂરણ ચીકણું નહીં થાય.

* જો વાનગી તળતી વખતે તેલ અથવા ઘીમાં ફીણ દેખાય તો આમલીના ૩-૪ બી નાંખવા. ફીણ બેસી જશે.

* શાક કે સૂપમાં મીઠું વધારે થઇ ગયું હોય તો બટાકાનો પા ભાગ છોલીને તેમાં નાંખો. તે વધારાનું મીઠું શોષી લેશે. પીરસતા પહેલાં બટાકું બહાર કાઢી લો.

* દહીંવડાં સફેદ અને સ્વાદિષ્ટ બનાવવા અડદની દાળમાં થોડો મેંદો મિક્સ કરવો.

* ઢોંસા બનાવવાના હોય તેની આગલી રાત્રે તવા પર તેલ લગાવીને રાખી દો. ઢોંસા ચોંટશે નહીં.

* દહીં મેળવતી વખતે નાળિયેરના ટુકડા નાંખવાથી તે બે-ત્રણ દિવસ સુધી ખાટું નહીં થાય.

* જો તમે ચોકલેટ પીગળાવવા ઇચ્છો છો તો તેને ફોઇલમાં રાખીને પછી ગરમ પાણીમાં રાખો. ત્યારબાદ તેને આઇસક્રીમ કે કેકમાં વાપરો. તેનાથી સ્વાદ વધે છે. ચોકલેટને ક્યારેય પેનમાં ડાયરેક્ટ ન પીગળાવો.

* સાદા તવાને નોનસ્ટિક બનાવવા તવા પર થોડીવાર નમક શેકવું. ત્યાર બાદ તેલ અથવા ઘી લગાડી કંઈ પણ બનાવો તો ચોંટશે નહીં.

* કિચનમાં ધારદાર ચપ્પા રાખો તેનાથી શાક સરળતાથી સુધારી શકાય છે અને સાથે સમય બચે છે.

* મરચાંનાં ડીંટાં તોડીને ફ્રિજમાં મૂકવાથી મરચાં લાંબા સમય સુધી બગડશે નહીં.

* શાકની ગ્રેવીનો રંગ અને સ્વાદ વધારવા ગેસ પરથી ઉતારી લીધા બાદ ચપટી ભરીને કૉફી મિક્સ કરવી.

* કાચા પનીરનો ઉપયોગ કરતાં પહેલાં તેને વીસ મિનિટ હળદરના પાણીમાં પલાળી લો.

* રોટલી વણવાની થોડી મિનિટ અગાઉ વેલણને ફ્રીઝમાં મૂકવું. આનાથી વેલણ પર લોટ ચોંટશે નહીં.

* કોઇ ચીજને ઘીમાં તળો છો ત્યારે તે વિખેરાઇ રહી છે તો તેમાં બે ડબલ રોટી પીસીને મિક્સ કરો. તેનાથી આ સમસ્યા દૂર થઇ જશે.

* મકાઈના લોટમાં થોડો ઘઉંનો લોટ મિક્સ કરી ગરમ પાણીથી લોટ બાંધવાથી રોટલી વણતી વખતે તૂટી જશે નહીં.

* દાળ બાફતી વખતે અંદર ચપટી હળદર અને થોડાં ટીંપાં બદામનું તેલ નાખવાથી દાળ જલદી બફાઇ જશે અને ટેસ્ટી પણ બહુ બનશે.

* લોટના ડબામાં તજના પાન રાખવાથી ભેજ લાગશે નહીં અને લોટ લાંબા સમય સુધી સારો રહેશે.

* અંકુરિત અનાજને ફ્રીઝમાં મૂકતા પહેલાં તેમાં એક ચમચી લીંબુનો રસ મિક્સ કરી દો, આવું કરવાથી તેમાં વાસ નહીં આવે.

* કસ્ટર્ડ બનાવતી વખતે તેમાં ખાંડની સાથે થોડું મધ મિક્સ કરો, તેનો સ્વાદ વધી જશે.

* ઘરે રુમાલી રોટી બનાવવા રોટલીને પાતળી વણવી. કઢાઈને ઊલટી મૂકી ગરમ કરવી અને રોટલીને તેના પર શેકવી.

* ટામેટા પર તેલ લગાડીને શેકવાથી છાલ સહેલાઈથી નીકળી જાય છે.

* દહીંને ખટાશથી બચાવવા માટે દહીં મેળવ્યા બાદ તેની પર થોડું પાણી નાંખો.

* નવા વાસણોના સ્ટીકર ઉખાડવા માટે તેના તળિયાને સામાન્ય ગરમ કરો. પછી ચપ્પાની મદદથી તેને ઉખાડો. તે ઝડપથી અને આખું ઉખડી જશે.

* મરચાના ડબ્બામાં થોડી હિંગ નાંખવાથી તે વધુ સમય સુધી ચાલશે.

* જો તમે કાચું શાક સલાડની જેમ પીરસવા ઇચ્છો છો તો તમે તેને એક વાર પોટેશિયમ પરમેંગેનેટમાં ધોઇને પછી વાપરો તે આવશ્યક છે.

* રાત્રે ચણા પલાળવાનું ભૂલી ગયા હોય તો, ઉકળતા પાણીમાં પલાળી દેવાથી જલદી બફાઇ જશે.

* જો તમે કંઇ ઉકળવા મૂકો છો તો ધ્યાન રાખો કે પ્રેશર કૂકર કે પૈનનું ઢાંકણું બંધ હોય, તેનાથી ખાવાનું ઝડપથી ઉકળશે અને ગેસ પણ બચશે.

* ભીંડાને લાંબા સમય સુધી તાજા રાખવા તેના પર સરસવનું તેલ લગાવી શકો.

* પનીર જો કડક થઇ ગયું હોય તો ગરમ પાણીમાં ચપટી મીઠું નાખી દસ મિનિટ રાખવામાં આવે તો પનીર નરમ થઇ જાય છે.

* લોટમાં એક નાની ચમચી ખાંડ નાખવાથી પૂરી ફૂલે છે.

* ડુંગળી કાપતા પહેલાં ફ્રિઝમાં રાખવાથી આંખમાં લાગશે નહીં.

* પનીર બનાવ્યા પછી દૂધના વધેલા પાણીથી લોટ બાંધવાથી રોટલી કે પરોઠા સ્વાદિષ્ટ બનશે.

* દૂધીનો હલવો બનાવતી વખતે તેમાં મલાઇ નાખવામાં આવે તો તેનો સ્વાદ વધી જશે.

* મગની દાળના ચિલ્લા બનાવતી વખતે તેમાં બે ચમચી ચોખાનો લોટ ભેળવવાથી તે ક્રિસ્પી બનશે.

* ધાણાના પાનની ચટણી બનાવતી વખતે એમાં થોડી ખસખસ નાખવાથી તે સ્વાદિષ્ટ બને છે.

* વધેલા ઢોકળા કે ઇડલીને બેસનના ખીરામાં ડૂબાડીને પકોડા બનાવી શકાય છે.

* લીલા મરચાના ડીંટા તોડીને ફ્રિઝમાં રાખવાથી ઘણાં દિવસ સુધી તાજા રહે છે.

* બટાકાની ચિપ્સ બનાવતી વખતે ઉકળતા પાણીમાં એક ચમચી ખાવાનું કોઇ પણ તેલ નાખવાથી તે એકબીજા સાથે ચોંટશે નહીં અને સૂકવવામાં પણ સરળતા રહેશે.

* સમોસા, કચોરી, ભજિયા જેવા નાસ્તા બનાવતી વખતે મેંદામાં થોડું લીંબું નીચોવી દેવાથી તે ક્રિસ્પી બનશે અને તેલ પણ ઓછું પીશે.

* ઇડલીને નરમ બનાવવા તેના ખીરામાં થોડા સાબુદાણા અને અડદની દાળ પીસીને નાખવી.

***