lagn bhag-6 books and stories free download online pdf in Gujarati

લગ્ન - ભાગ ૬

       
                               
 
                   થપાટ...મારા ગાલ પર અનન્યા એ થપ્પડ મારીને,"હાઉ ડુ યુ વરોન્ગ વિથ મી?" અનન્યા એ ગુસ્સા માં મને કહ્યું. "આઈ એમ સોરી ,અનન્યા" અનન્યા ને કહીને હું ત્યાં થી નીચે જતો રહ્યો.મારુ મગજ બ્લેન્ક થઇ થઈ ગયું.રાતે આંખો વીંચું તો એજ સીન યાદ આવે.આમ આખી રાત આ જ સીનમાં જતી રહી.

                             સવાર માં બધા વહેલાં ઉઠ્યાં.બધા જાનૈયા જોર-શોર થી તૈયાર થયાં. એક થી એક અલગ પડે એવી રંગીન શેરવાની બધા ને કંઈક અલગ ઉત્સાહ આપતી હતી.સાસરિયાં ગામમાં પહોંચતાજ નાસ્તો કર્યો.આ હા હા..આપણે ગુજરાત માં ફાફડા-જલેબી ધી બેસ્ટ ! ફાફડા કે જે તીખા-મરી મસાલા થી ભરપૂર હોય એટલે થોડું તીખું લાગે,વળી બાજુ માં પપૈયાં નો સંભારો હોય એટલે થોડુંક કડવું પણ લાગે અને એને ઝીરો કરવા માટે બાજુ માં જલેબી પણ હોય એટલે ગળ્યું.અંતે શૂન્ય!એટલે આપણે હિન્દૂ-સંસ્કૃતિ પ્રમાણે તો એવુજ છે પહેલાં સ્પાઈસી ખાવાનું જેથી પાચનક્રિયા થોડી ધીમી હોય એ પાટે ચડી જાય અને હાઇડ્રોલિક એસિડ નો સ્ત્રાવ થાય અને અંતે સ્વીટ ખાવાથી જે બધું સળગ્યું હોય એ ધીમું પડીને ઠરી જાય ખી ખી.અને આ બધું પાછું નીચે બેસી ને ખાવાની પ્રથા હતી અત્યાર ની જેમ ક્યાંક-ક્યાંક  ટેબલ પર નહીં.હવે આપણે નીચે બેસીએ ત્યારે કાં તો સુખાસન માં બેસીએ કાં તો અર્ધ-સુખાસન માં.આમ પલાંઠી વાળી ને બેસવાથી પાચનતંત્ર ને ખોરાક પચાવવા માં પણ સરળતા રહેે અને આખી જે પાચનક્રિયા છે એમાં ખોટખાપણ ન આવે ખી ખી.

                            આજ મનનને એક માંથી બે થવાનો દિવસ હતો એટલે ટૂંક માં લગ્ન .આમ જોવા જાય તો અઘરી વસ્તુ છે.પણ બે વિજાતીય દેહનું જોડાણ તેનું નામ લગ્ન પણ તેનો ખરો અર્થ તો એવો છે કે બે દેહ દ્વારા બે મન એક કરવા, એનાથી પ્રેમ પ્રગટે, આત્મીયતા વધે અને અંદરના આંતરિક સૌંદર્યને જોઈ સુખનો અનુભવ થાય એ જ ખરું લગ્ન છે. મનન ને લઈને અમે મંડપ તરફ પહોંચ્યા.ત્યાં સાસુ માં એ પોખી લીધાં વરરાજા ને.ખી ખી.. 
હવે જે પોંખણું છે એ લાકડાના બનાવેલા નાના રવઈયો, મુશળ, ધુંસરી અને તરાક નું બનેલું હોય છે. રવઈયો નું પ્રતીક છે કે માખણ કાઢવા માટે જેમ દહીંને રવૈયાથી વલોવવામાં આવે તેમ જીવનને પ્રેમમય બનાવવા માટે મનના તરંગોનું મંથન કરીને પ્રેમનું દોહન કરવા જણાવે છે.
પછી મુશળ એ અતિ વાસનાઓને મુશળ (સાંબેલા)થી ખાંડી નાખી પ્રેમ પ્રગટાવવાનો છે. પછી આવે ઘુંસરી એનો અર્થ સંસાર રૂપી રથના પતિ પત્ની રૂપી બે ચાલકો છે, આ બંને ચાલકો શીલ અને સંયમના ચીલામાં સમાંતર રૂપે ચાલીને જીવન રથને સહકાર અને પ્રેમથી ખેંચે તો જ સુખી થવાય છે અને છેલ્લે તરાક એવું સૂચવે છે કે લગ્ન જીવન રેટિંયા જેવું છે.પતિ પત્ની રૂપી બે ચક્રને પ્રેમની દોરી વડે આ તરાક (ચાક)ને બંધાયેલા અને ફરતા રાખે તો જ સ્નેહરૂપી સુતર નીકળે એમ કહેવાનો ભાવ છે. આમ પોંખવા આવનાર સાસુ વરને માંયરામાં આવતા પહેલા સાવધાન કરે છે પણ એનો જવાબ અમારા મનનીયા એ સંપુટ તોડીને આપ્યો.હવે સંપુટ એટલે વરને પોંખી લીધા પછી બે કોડિયાના સંપુટને પગ તળે ભાંગીને વર માંયરામાં પ્રવેશે છે. આનાથી અમારો મનનીયો એમ કહેવા માંગે છે કે તમારી ચેતવણી હું સમજ્યો છું હવે હું મારા એકલાની આશા, ઈચ્છા, અરમાનો પર નહિ ચાલું. એનો અહીં ભાંગીને ભુક્કો કરું છું હવેથી અમારા બંનેની આશા, ઈચ્છા અને અરમાનો એક હશે તે પ્રમાણે જ જીવન યાત્રા કરીશું.

                     સુપ્રિયા ની એન્ટ્રી થતાં જ મનન "વાવ.." આપણેય મન માં વાવ.. બોલી જ ગયાં હતાં. ખી ખી..અરે પણ એ લાગતી હતી એટલી સુંદર તો!! નમણી અને તેજ આંખો , ગુલાબ ની પાંખડી જેવાં હોઠ,મનનીયા થી ઊંચાઈ માં થોડી નીચી ખભે પહોંચે તેટલી સાયદ! બધા ને ગમી જાય એવી મેક-અપ થી ભરપૂર, રંગીન મોતીડાં થી ટાંકેલી સાડી એનાં સ્વરૂપ માં વધારો કરતી હતી, રંગબેરંગી હાથ માં પહેરેલી બંગળીઓ હવે બંગળી પહેરવા માટે નું કારણ પણ છે બંગળી ને લીધે સતત ઘર્ષણ થાય એનાં લીધે બ્લડ નું સર્ક્યુલેશન પણ સારું એવું થાય અને બંગળી નો આકાર ગોળ હોવાથી શરીર ની ઇલેક્રોમેગ્નેટિક એનર્જી બહાર ની ચામડી થઈને બંગળી ના ગોળ ચક્કર મારી ને ફરી શરીર માં પ્રવેશી જાય જેના લીધે એનર્જી નો વ્યય અટકે.એટલે જ તો સ્ત્રી ઓ બંગળી પહેરે કેમકે સ્ત્રીઓ ના કાંડા પુરુષો ની સાપેક્ષ માં ઓછા શક્તિશાળી હોય જેની પૂરતી પણ થઇ જાય.ખી ખી. અને નાક માં નથડી થી શોભેલી એ સુકન્યા મંડપ માં પ્રવેશી ચુકી.
                 
                     ગોરબાપા એ સુતરની એક આંટી બંનેના ગળામાં પહેરાવી.આમ એક જ હારથી મનન-સુપ્રિયાના હૈયા એક બની જાય એવું સૂચવ્યું. હવે હસ્તમેળાપ 
 કે જે લગ્ન વિધિનું મુખ્ય અંગ છે.મનન હાથ આપે છે અને સુપ્રિયા તેના માં-બાપ તરફ સાંકેતિક ભાષા માં જોઈ પોતાનો હાથ મનન પર ટેકવે છે. આ વિધિને પાણિગ્રહણ ૫ણ કહેે અને આ હસ્તમેળાપ હૈયા મેળાપ બની જાય છે. એટલે તો કહેવાય છે હસ્તમેળાપ કરતાં ખાલી એક મિનિટ લાગે છે પણ મનમેળાપ થતા આખી જિંદગી! પણ આ કેશ માં તો મનમેળાપ અગાઉ જ થઇ ગયા હતાં ખી ખી.મનન ને જાણે કે  ચારસો ચાલીસ વોટ નો કરંટ ના લાગ્યો હોય એમ ઝણઝણાટી જાગે છે અને હૈયામાં આત્મીયતા પ્રગટે છે. સાથો સાથ જાનૈયા માંડવિયાના મન પણ આનંદ અને ઉલ્લાસથી નાચી ઉઠે છે.

                          પછી ની વિધિ એટલે મંગળ ફેરા  લગ્નના ચાર ફેરા એ ચાર પુરૂષાર્થના ફેરા છે : ધર્મ, અર્થ કામ અને મોક્ષ..જેમાં આગળ ના ત્રણ ફેરામાં મનન આગળ રહેશે અને એક માં સુપ્રિયા.એક બાજુ જાનૈયા પક્ષ અને એક બાજુ સાસરિયાં પક્ષ.બધા પેલાં ઝરઝરી વાળા ફટાકડા તો કોઈક ફૂલડાં લઈને તૈયાર થઇ ગયાં.
પહેલો ફેરો ધર્મ નો, એમાં સુપ્રિયાના પિયરમાં ગમે તે ધર્મ પળાતો હોય પણ પરણ્યા પછી મનન જે ધર્મ પાળતો હોય તેને જ અનુસરવા નો અને બીજા ધર્મો, પતિ પ્રત્યેના ધર્મો, કુટુંબ પ્રત્યેના ધર્મો, ઘરના વડીલો પ્રત્યેના ધર્મો, સંતાનો પ્રત્યેના ધર્મો, સગાં સબંધી અને સમાજ પ્રત્યેના ધર્મો… વગેરે ધર્મો પણ મનનની મરજી અનુસાર પાળવાના.પહેલો ફેરો પૂરો થતા જ જોરદાર ફટાકડા ફોડ્યા મનન-સુપ્રિયા આખા ઝરી-ઝરી થઇ ગયાં.હવે બીજો ફેરો જે છે અર્થ :મનન કમાઈને પૈસા લાવે તેનાથી ઘરનું, કુટુંબનું પોષણ કરશે. સુપ્રિયા તો લક્ષ્મી કહેવાય.બીજો ફેરો પણ જોરદાર રહ્યો.અનન્યા મારી બાજુ માં આવી ગઈ.જાણે કે મને ઈશારા માં કંઈક સંદેશ આપતી હોય એવું લાગ્યું.પણ આપણે ધ્યાન ન દીધું.કેમ કે કાલ ની થપ્પડ ભાઈ ને ખબર હતી ખી ખી.હવે ત્રીજો ફેરો , કામ : સ્ત્રી એ લજ્જાનું પ્રતીક છે. લગ્ન જીવન માટે વંશવૃદ્ધિ માટે એ હંમેશા પતિની પાછળ જ રહે છે. આમ આ ત્રણેય… ધર્મ, અર્થ અને કામ એ પતિ પત્નીની ઈચ્છાનુસાર થઈ શક્તા પુરૂષાર્થો છે. હવે મનનીયો પાછળ જાય છે અને સુપ્રિયા આગળ આવે છે ત્યારે સાસરિયાં પક્ષ માંથી જોરદાર હુળીયો બોલે છે.બધા ના ચહેરા પર અનેરો આનંદ.જાણે કે કોઈ રમત ના રમતાં હોય!!જ્યારે ચોથો ફેરો મોક્ષ… એ કોઈની ઈચ્છાનુસાર મળતો નથી. એ તો ધર્મોના નિયમ પાલન અને સેવા શુશ્રૂષાથી જ મળે છે અને એમાં સ્ત્રી હંમેશા આગળ હોય છે. સહનશક્તિ, સદાચાર, શીલ વગેરે ગુણો સ્ત્રીઓમાં સ્વાભાવિકપણે હોય છે. પતિ, સાસુ, સસરા, વડીલો પ્રત્યેનો આદર, સેવા, સમભાવ પછી નોકરો, ગરીબો પ્રત્યે કરૂણા તથા સંતાનો પ્રત્યે સમતા, મમતા આ બધા ગુણોનો સમન્વય એટલે સ્ત્રી અને એથી જ એના આવા ગુણોને લીધે જ તે મોક્ષના માર્ગ પર પુરૂષ કરતા આગળ છે અને એટલે જ લગ્નના ચોથા ફેરામાં સ્ત્રી આગળ હોય છે.આમ ચાર ફેરા પતે છે અને ચાર ગણો આંનદ પણ ઘટે છે. "સોરી યાર !..